જ્યાંરે મનમેં વિરહ નહીં…. – રાણી રૂપાંદે 1
મૂળ નાથપંથના રાણી રૂપાંદે અને તેમના પતિ રાવળ માલદેની સંત બેલડી પ્રખ્યાત છે. મૂળ રાજસ્થાની મહાપંથના નારી સંત રૂપાંદેનો કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ એટલો લોકસ્વીકાર થયો છે કે તેઓ સૌરાષ્ટ્રનાં જ છે એવી લોકમાન્યતા ઊભી થઈ ગયેલી. રાવળ માલદે / મલ્લીનાથનો ઈતિહાસ ઈ.સ. ૧૩૨૮ – ઈ.સ. ૧૩૯૯નો છે, ગુરુ ઊગમશી ભાટીના મુખ્ય સાત શિષ્યોમાં આ બંને છે. રામદેવપીર તેમના અનુગામી સમકાલીન હોવાની વિગત સાંપડે છે. વિરહભાવની અનિવાર્યતા બતાવતા પ્રસ્તુત ભજનમાં અસ્તિત્વજ્ઞાન વચ્ચેના અંતરાયો અને પ્રાપ્તિની યુક્તિઓના સંકેતો સરળતાથી દર્શાવાયા છે. નવનીત સમર્પણ સામયિકના ૨૦૧૨ જાન્યુઆરીના અંકમાંથી આ વિષય પર શ્રી ફારૂક શાહ દ્વારા વિગતે લખાયેલ કૃતિમાંથી આ રચના સાભાર લેવામાં આવી છે.