પ્રાચીન અને અર્વાચીન ટોક્યો – દર્શા કિકાણી 1
જપાનમાં ૪-૫ ખાનગી કંપનીઓ રેલવે ચલાવે છે. રેલવેસ્ટેશન પર તેમની અલગ—અલગ વ્યવસ્થા હોય અને ક્યાંક તો ત્રણ-ચાર માળનું રેલવેસ્ટેશન હોય! ટોક્યો રેલવેસ્ટેશનની આગળ ખુલ્લું મેદાન છે, મુંબઈના વી.ટી. સ્ટેશનની યાદ અપાવે તેટલી ભીડ છે, છતાં ક્યાંય ધક્કામુક્કી કે અવ્યવસ્થા નથી.