સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જ્યોત્સ્ના શુક્લ


અને શબમાં સંજીવની પ્રકટી – મનસુખલાલ ઝવેરી 1

શ્રી કાકા કાલેલકરે કહ્યું છે કે માણસજાતને માણસાઈની દીક્ષા આપનાર ઋષિમુનિઓ અને પયગમ્બરોની પરંપરાના ગાંધીજીએ પોતાના જીવન દ્વારા માણસજાતની એવી તે સેવા કરી, એટલી પ્રેરણા, શ્રધ્ધા અને દીક્ષા આપી છે કે તે જીવનમાં ઉતારતાં, વિસ્તારતાં અને આત્મસાત કરતાં હજાર વરસનો પુરૂષાર્થ માણસજાતે વાપરવાનો રહેશે. ગાંધીજી વિશે ઘણુંય લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે. ગાંધીજી વિશેના આવા સુંદર લખાણોને વીણી વીણીને સંકલન કરનાર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના ગાંધી-ગંગા એ નામના બંને પુસ્તકો ખૂબ હોંશથી વંચાય છે, વહેંચાય છે, તેમાંથી પ્રસ્તુત રચના લીધી છે. ગાંધીજીએ જાણે કે ભારતના શબવતજનોમાં સંજીવની પ્રગટાવી, શ્રધ્ધા અને આત્મવિશ્વાસનું સિંચન કર્યું, અને તેમની દોરવણી હેઠળ આખાય દેશને સ્વરાજ્યનો એક માર્ગ મળ્યો અને જ્યારે વિદેશથી પાછા ફરી ગાંધીજીએ ભારતની ભૂમી પર પગ મૂક્યો હતો એ દિવસે ભારતમાં સૂરજ ઉગેલો એ મતલબની પ્રસ્તુત રચના ખૂબ મનનીય છે.