Daily Archives: July 12, 2018


અક્ષરપર્વ – ૨ : કાર્યક્રમની વિગતો 8

સ્વ. પ્રકાશ પંડ્યાના અવસાનના બરાબર એક અઠવાડીયા પહેલા, હું ઓરિસ્સા હતો ત્યારે રાત્રે લગભગ સાડા આઠે પ્રકાશભાઈનો ફોન આવેલો. મને કહે કે તમે ગાઈ શકો છો એ ખબર નહોતી. કદાચ શ્રી હર્ષદભાઈ દવેએ તેમને અક્ષરપર્વ-૧નો વિડીયો દેખાડ્યો હશે. મેં કહ્યું, શોખ તો વર્ષોથી પણ હિંમત નથી થઈ કદી, એક જ વખત અક્ષરનાદનું પર્વ યોજેલું એમાં ધ્રુવભાઈની રચનાને સ્વર આપવાનો પ્રયત્ન મેં કરેલો. મારા પોતાના ગાયેલા ગીતો મારા સિવાય અને ઘરના સભ્યો સિવાય ભાગ્યે જ કોઈએ સાંભળ્યા છે. તો એ કહે, અક્ષરપર્વનો એ કાર્યક્રમ સાત વર્ષ પહેલા કરેલો, ત્યાર પછી ફરી કદી કેમ કર્યો નહીં? મેં કહ્યું, એ વખતે એટલા ખરાબ અનુભવ થયેલા કે પછી હિંમત જ ન થઈ. કવિસંમેલનમાં દિગ્ગજ કવિઓ સ્ટેજ પર હતા, અને એટલા જ શ્રોતાઓ સામે હૉલમાં. આર્થિક રીતે પણ ઘણો ઘસાયેલો અને જ્યારે એ સિવાય પણ સાથ આપવાનો વારો આવ્યો ત્યારે એક ગૃપના મિત્રોએ હાથ ખેંચી લીધો હતો, એટલે હવે હિંમત નથી થતી.