એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ… 25


આદરણીય મિત્રો, વડીલો, સ્વજનો, વાચકો…

aksharnaad gujarati Ebooks for free downloadઅક્ષરનાદ આજે એક અનોખા સીમાચિહ્ન પર આપ સૌની સમક્ષ છે. હરખની અને અનોખા ગૌરવની વાત એ છે કે આપણા સૌના સહીયારા પ્રયાસ અને પ્રેમથી અક્ષરનાદ પરથી ઈ-પુસ્તકની ડાઉનલોડ સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. ડાઉનલોડના પાના પર પુસ્તકની સાથે જ સતત દર્શાવાતી અને આપમેળે અપડેટ થતી રહેતી સંખ્યાની મદદથી આપ એ અંગેના વિવિધ આંકડાઓ જોઈ શક્શો. ભવિષ્યમાં આવા વધુ ઈ-પુસ્તકો ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પ્રયત્નો આ જ રીતે કરતા રહેવાની પ્રેરણા અમને આપના આવા ઉત્સાહસભર પ્રતિભાવમાંથી જ મળે છે.

આશા છે આ આંકડાઓ ગુજરાતી પ્રકાશકોના હૈયામાં પણ ક્યાંક પ્રકાશ જન્માવી શકે અને તેઓ પણ આવી ઈ-પુસ્તક પ્રવૃત્તિ તરફ પ્રવૃત્ત થાય.

આ દિવસે જેમનો વિશેષ આભાર માનવો છે તેમાં ડાઉનલોડ વિભાગમાં મૂકેલા પુસ્તકોના સર્વે લેખકો વિશેષત: લોકમિલાપ પ્રકાશન તથા શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી, શ્રી જયંતભાઈ મેઘાણી, શ્રી ગોપાલભાઈ મેઘાણી, શ્રી સુરેશ દલાલ, શ્રી મહેશભાઈ દવે, શ્રી દિનેશભાઈ બૂચ, શ્રી મહેન્દ્રભાઈ નાયક, ડૉ. પ્રફુલ્લ શાહ, ડૉ. નિરંજન રાજ્યગુરૂ, શ્રી કાયમ હઝારી અને આ ઈ-પુસ્તક પ્રવૃત્તિ શરૂ કરવા અને તે પછી પુસ્તકો મૂકવા સતત મંડી પડેલા ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર અને સર્વેને આ કાર્યમાં નિખાલસપણે અને તદ્દન નિસ્વાર્થભાવે મદદ કરવા, માર્ગદર્શન આપવા બદલ પ્રણામ.

આશા છે હવે પછીનો સીમાસ્તંભ વધુ ઝડપથી મેળવી શકીશું.

આભાર,

જીજ્ઞેશ અધ્યારૂ

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

શ્રીજી બાવાની કૃપા, વડીલોના આશીર્વાદ અને આપ સૌની દુઆ તથા સતત સથવારાના પરિણામે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ગુજરાતી ઇ-બુકની ડાઉનલોડના એક લાખ ક્લિક્સના મુકામે આપણે પહોંચ્યા છીએ. આપણા સૌ માટે તો એ જન્માષ્ટમીનો ઓછવ (ઉત્સવ) છે.

અક્ષરનાદેતો માત્ર ટપાલી. કે ટાઇપીસ્ટ અથવા કહો કે પીરસણિયાનું કામ કર્યું છે. આપના ટેબલ પરથી ઑર્ડર લીધા વિના અમારી પસંદની વાનગી આપની ડીશમાં પીરસી દીધી, પણ તમે સૌએ તેને પોતાની જ ફરમાયશ માની વધાવી લીધી છે એટલે તો આજે આ મુકામે આપણે પહોંચ્યા છીએ. આપ સૌનો એ બદલ હ્રદયપૂર્વક આભાર. આભાર શબ્દ વામણો – અધૂરો લાગે છે પણ અમારી લાગણીને પૂર્ણપણે વ્યક્ત કરી શકે એવો શબ્દ અત્યારે જડતો નથી.

આપણે અહીં અટકવાનું નથી, આ પળે રૉબર્ટ ફ્રોસ્ટની કવિતાની પંકિતઓ યાદ આવે છે.

‘I have miles to go, before I sleep.’

મા ગુર્જરીના લાડીલાઓના પરિવારમાં સતત વૃદ્ધિ થતી રહે (અહીં આપણે કુટુંબ-નિયોજનના સિદ્ધાંતને વળગવાનું નથી પણ તેથી તદ્દન ઊલટું કરવાનું છે.) એ જ અભિલાષા, ગુજરાતી ઇ-બુકનો આ વિભાગ હજુ વધુ ઝડપથી આગળ વધે એ માટે તમારા સૂચનોને અમે તહે-દિલથી વધાવશું. પણ અત્યારે તો અમારે ગુજરાતીમાં ટાઇપ કરી શકે એવા કાર્યકરોની તાતી આવશ્યકતા છે એ દિશામાં આપ સૌનો સંગાથ હશે તો જ વધુ વિકાસ થઇ શકશે એટલું કહીને અહીં જ અટકશું.

આવજો,

ગોપાલ પારેખ


આપનો પ્રતિભાવ આપો....

25 thoughts on “એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ…

  • dr mahadev patel

    બહુજ સુન્દર પગલુ સે,ઇન્તેર્નેત ન જમાના મા લાય્બ્રેરિનો ઉપયોગ ઓચ્હો થતો જાય ચ્હે ત્યારે આવિ સગવદ અભિનન્દન ને પાત્ર શે…..
    મહદેવ….ભુજ્

  • parshuram patel

    વિદ્યાર્થેી માટે ના પુસ્તકો ફ્રેી હોવા જરુરેી જેથેી વિદ્યાર્થેીઓ તેનો લાભ લઇ શકે
    દેશનેતાઓનુ જેીવન ચરિત્ર પ્રાણેી પક્ષેીઓનેી માહિતેી વગેરે…….

  • pratik

    ગોપાલ પારેખ જી મને બહુ સારું લાગશે જો તમે મને આ કામ એટલે કે ગુજરાતી લખવાનું આપશો તો

    • gopal

      તમે બધા આ જે કદર કરો છો તેથી અમારી મંદ પડેલી બેટરી ચાર્જ થઇ જાય છે, અમને પણ થાય છે “લગે રહો મુન્નાભાઇ”

  • PRAFUL SHAH

    ALL THESE ARE THE RESULTS OF DEDICATIONS OF ALL AT AKSHARNAAD.COM. EACH ONE IS IMPORTANT AND TEAM WORK..YAGNA,,,WE ALL ARE ENJOYING AND CONTINUE TO ENJOY HEARTY CONGRATULATION TO ALL..HOPE MORE WILL TRY TO SHARE IN ANY CAPACITY THAT HE CAN PROVIDE IN THIS NOBLE WORK.
    GOD BLESS GOOD HEALTH AND LONG LIFE TO SERVE BETTER AND BETTER IS OUR PRAYER TO GOD ALMIGHTY

  • Nilkanth M Vyas

    બહુ સરસ. આ પુસ્તકો વાંચવા માટે શું કરવું કઈ સાઈટ પર જવું તે જણાવવા વિનંતિ. જો તમારા ધ્યાન માં હોય તો બીજીઓ કઈ સાઈટ પર ઇ બુક્સ વાંચવા મળે તે જણાવજો. આભાર
    Congrates for such what is to be done to read this books. and if you have addressess of e-library of gujarati and english books kindly let us know the same

  • Govind Maru

    ‘અક્ષરનાદ.કોમ’ ટીમને ખુબ ખુબ અભીનન્દન.. હવે પછીનો સીમાસ્તંભ ઝટ પ્રાપ્ત કરો એવી હાર્શુદીક ભેચ્છાઓ..

  • La' Kant

    ખુબજ સરસ કામ થઇ રહ્યું છે. આપને વધામણા અને આપ સહુ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભીનંદન પણ… સેવાનું આ કામ…સતતતાને વરે સફળતાને વરે…એવા શુભ-આશિષ અને સર્વ શુભેચ્છાઓ!
    -લા’કાન્ત / ૨૩-૬-૧૨

  • P.K.Davda

    સંપાદકો અને સહયોગીઓને એક લાખ અભિનંદન.
    આ એક ભગીરથ કામ સંપન્ન થયું છે. આ એક જ કાર્ય આ બ્લોગને બ્લોગ જગતમા મોખરાનું સ્થાન આપવા પુરતું છે.

  • Ashok Vaishnav

    અક્ષરનાદ એક વધુ, અને ખુબ જ મહત્વનું, સીમાચિહ્ન પાર કરી ચૂક્યું તે બદલ હાર્દિક અભિનંદન.
    તમારી ઇચ્છાયાદીમાં ઑક્ટૉબર .૨૦૧૨થી મહિનાનાં બે પુસ્તકોને આ વિભાગમાં ઉપલબ્ધ કરવાનો તમારો ઉદ્દેશ્ય નજર સામે રાખીને તમારા નિર્ધારને તમે આંબી જવાનું પહેલું કદમ બહુ જ સ્વસ્થ મક્કમતાથી લઇ ચૂક્યા છો તે પણ એટલું જ પ્રશંસનીય છે.

    • gopal

      હાર્દિકભાઇ,
      તમારા સૌના સથવારા વિના આ મુકામે પહોઁચાત ખરૂઁ?
      ગોપાલ