અત્યાર સુધી જે પ્રોમ્પ્ટ્સ પરથી ‘સર્જન’ ગૃપમાં ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન લખાઇ છે તેની યાદી.. જો આપ પણ આ પ્રોમ્પ્ટ પરથી ૨૦૦ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તા લખવા માંગતા હોવ તો નીચેની કડી પર ક્લિક કરી જે તે પ્રોમ્પ્ટની પોસ્ટ પર તેને કમેન્ટમાં મૂકો.. નોંધપાત્ર વાર્તાઓને અમે પોસ્ટમાં ઉમેરીશું..
૧. “યાદ કરવાનું ભૂલીને શું વિચારે ચડી ગયો દિકરા?”
૨. “પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?”
૩. “જોજે એવું કરતો! એ છે તો આપણે છીએ. એના વગર શું સક્કરવાર વળવાનો?”
૪. “હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”
૫. “પણ તેં ના ય ક્યાં પાડેલી, અને મારી જિંદગી તો આમેય..”
૬. “દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..“