સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


મરીઝ ના બેહતરીન શેર 31

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે઼  *** એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’, આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે  *** એણે આપી તો ક્ષમા એ રીતે કંઈ જ સૂઝી નહીં સજા જાણે  *** એનાથી તો સરસ તારી અવહેલના હતી આ તારી આંખમાં જે ગલત આવકાર છે  *** એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ !  *** એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં  *** કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી  *** કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે !  *** કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ પોતે ન દે, બીજા કને માગવા ન દે  *** ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે, ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને  *** ચાલો કે ગતિની જ મજા લઈએ, કે અમને મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.  *** જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.  *** જિંદગી ના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’ એક તો ઓછી મદિરા છે, ને ગળતુ જામ છે.  *** જીવનની સત્ય ઘટના એમ સાંભળતુ નથી કોઈ, બધે કહેવુ પડે છે કે કહાની લઈને આવ્યો છું.  *** ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર, દુનિયાનો છે ખયાલ કે પાર ઉતરી ગઈ === મરીઝ   – ગીત એક ગાયું ને વાયરે વાવ્યું….પુસ્તક __________________________________________ OTHER RELATED POST :  […]


મારે જીવન ત્યજી દેવુ હતું, પરંતુ….. 10

આજે મેં બધુંય છોડી દેવાનું નક્કી કર્યું… મેં મારી નોકરી છોડી, સંબંધો છોડ્યા જવાબદારી છોડી, આધ્યાત્મિકતા છોડી… કારણ કે હું જીવન છોડી દેવા માંગતો હતો… હું જંગલ તરફ ચાલ્યો, પ્રભુ સાથે છેલ્લી વાત કરવા “પ્રભુ”, મેં કહ્યું, “શું તમે મને એક કારણ આપી શકો જીવન ન છોડવા માટે?” “આસપાસ નજર કર” પ્રભુ બોલ્યા, “શું તને ઘાસ અને વાંસ દેખાય છે?” “હા” મેં કહ્યું, “મેં તે બંનેને જમીનમાં રોપ્યા તેમની ખૂબ કાળજી લીધી બધુંય યોગ્ય પ્રમાણમાં આપ્યું યોગ્ય પાણી યોગ્ય સૂર્યપ્રકાશ અને યોગ્ય વાતાવરણ ઘાસ તરત ઉગી ગયું અને જમીનને તેની લીલી સુંદર ચાદર ઓઢાડી દીધી પણ વાંસમાં થી કાંઈ ન ઉગ્યું, તો ય મેં તેને ન છોડ્યું બીજા વર્ષે ઘાસ ખૂબ ફેલાયું અને હજીય વાંસમાં કાંઈ ન ઉગ્યું, તોય મેં તેને ન છોડ્યું ત્રીજા વર્ષે ઘાસ અનેકગણું વધી ગયું અને વાંસમાં હજીય કાંઈ ન ઉગ્યું તો પણ હજીય મેં તેને ન છોડ્યું ચોથા વર્ષે પણ એમ જ થયું અને પાંચમાં વર્ષે એક નાનકડું કુંપણ ફૂટ્યું, ઘાસની સરખામણીમાં તે કાંઈ ન હતુ પણ ફક્ત છ મહીના પછી વાંસ સો ફીટ લાંબુ હતુ તેણે તેના મૂળ મજબૂત કરવામાં પાંચ વર્ષ નાખ્યા અને એ ઉંડા મૂળના પ્રતાપે તે આજે આટલુ ઉંચુ ઉગી શક્યું મેં મારી કોઈ પણ રચનાને એવી અઘરી કસોટી નથી આપી જેમાંથી તે પાર ન ઉતરી શકે તને ખબર છે, તારા કપરા સમયમાં જ્યારે તને લાગ્યું કે તારા જીવનનો કોઈ અર્થ નથી હકીકતમાં તું તારા મૂળ પ્રસારી રહ્યો હતો? મેં વાંસ ને ન છોડ્યુ, હું તને પણ નહીં છોડું… બસ પોતાની જાતને કોઈ સાથે સરખાવવી નહીં ઘાસને જે કાર્ય માં મહીનો લાગે છે […]


તારૂ ના માં બાળક હોઉં – રવિન્દ્રનાથ ટાગોર

તારૂ ના માં ! બાળક હોઉં હોવુ પોપટ પંખી; ઉડી જાઉં ક્યાંક કદાપિ મનમાં એવુ ઝંખી સાચે સાચુ કહી દેજે, કાંઈ રાખીશ ના સંતાડી; “પીટ્યું પોપટડુ” કરી અમને પૂરત પીંજરે માડી? જા માં ! ત્યારે જા ની તું, ઉતાર અમને ખોળેથી તું લાડ અમને ના કરતી તું, તારે ખોળે જા નહીં રમીએ તારે હાથે જા નહીં જમીએ તારા ઘરમાં જા નહીં રહીશું ! વનવગડામાં ભાગી જઈશું ! રવિન્દ્રનાથ ઠાકુર (અનુવાદ : જુગતરામ દવે)


મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઇ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ; અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ … મેરે તો દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ; રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ … મેરે તો અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ; મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ … મેરે તો


કોલેજ ના અંતિમ દિવસે – જયકર મહેતા

અમારા કોલેજના છેલ્લા વર્ષમાં, છેલ્લા સેમીસ્ટરમાં ઘણા લાગણીભર્યા દિવસો જોયા, કદાચ અભ્યાસના સમયગાળાનો સૌથી લાગણીશીલ સમય આ જ હોય છે. ચાર વર્ષના એન્જીનીયરીંગ અભ્યાસ પછી બધા પોતપોતાના રસ્તે પડવા તૈયાર હોય છે, હૈયામાં કાંઈક કરી બતાવવાનો ઉત્સાહ, અને દિલમાં મિત્રોની રોજની મુલાકાતો, ટોળ ટપ્પા અને મસ્તીની યાદો …. આ લાગણી તો જેણે અનુભવી હોય એ જ જાણે … અમારા અંતિમ વર્ષે ત્રણેય વર્ષોના જૂનીયર ફાઈનલ યરના મિત્રોને ફેરવેલ પાર્ટી આપે છે, એમ એસ યુનિ. માં આ પાર્ટીનું મહત્વ અદકેરૂં છે. અમારી ફેરવેલ વખતનું સોવેનીયર મારા હાથમાં આવ્યું. એક મિત્ર અને સહાધ્યાયિ જયકર મહેતાએ તેમાં આપેલી એક કવિતા ખૂબ ગમી હતી … આજે પ્રસ્તુત છે તે કવિતા … ભૂલી જવાશે આ સમય, સંગાથ ને સંભારણા, સ્વપ્ન પણ ઉડી જશે, ખુલતા નયનનાં બારણાં, સાથે રહ્યાં, સાથે ભણ્યા, ત્યાં સાથ છૂટી જાય છે. પારકા ને પોતાના ગણ્યા ત્યાં સાથ તૂટી જાય છે. ભીની યાદો, સૂકી યાદો ને વાગોળવી ક્યાં સુધી, આજે દિલ તણી મંજૂષામાં કેદી બની પૂરાય છે. ભણતરની પાંખો વડે પંખી ઉડી સૌ જાય છે. સુખની ક્ષિતીજે પહોંચવા હામ ભીડી જાય છે. ચાલો, ઉડું છું હું ય આજે, એકાંત ભરખી જાય છે, આવજો, મિત્રો આવજો ના પડઘા હજી સંભળાય છે…


પતંગ નું કાવ્ય – બોટાદકર

પતંગ નું કાવ્ય કંઈક કરતાં તૂટે તૂટો હવે દ્રઢ દોર આ ! હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા ! પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે ! તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે ! ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે, ગિરિકુહુરની ઉંડી ઉંડી શિલા પર છો પડે. મૃદુલ ઉરમાં ચીરા ઉંડા ભલે પળમાં પડે, જીવન સધળું ને એ રીતે સમાપ્ત ભલે બને, પણ અધમ આ વૃતિકેરો વિનાશ અહા ! થશે, પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે; રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે, ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.  – શ્રી બોટાદકર ( બુધ્ધિપ્રકાશ માસિક ૧૯૨૨ )   ( અરધી સદીની વાચનયાત્રા ૧ , સંપાદક મહેન્દ્ર મેઘાણી )   ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઓછો જોવાયેલ આ પ્રયોગ મને ખૂબ ગમ્યો. આમ તો આ કાવ્ય પતંગને ઉદ્દેશીને લખાયું છે પરંતુ તે આઝાદી પહેલાના ભારત વિષેના એક દેશભક્તના વિચારો તદન સહજ રીતે રજુ કરે છે. કુસંગતિ એટલે ગુલામ મનોદશા, પરશરણ એટલે ગુલામી જેવા સમાનતા દર્શાવતા શબ્દો પતંગના – તે સમયની દેશભક્તિના પ્રદર્શક છે. હિંદ અંગ્રેજોની એડી નીચે ધીમે ધીમે મરે તેના કરતા સ્વતંત્ર થઈને તરત મરી જાય તે વધુ સારૂ તેવા ગાંધીજીના વચનનો અહીં પડઘો પડે છે….


એકવાર ચોમાસુ બેઠુ ને – ધ્રુવ ભટ્ટ 5

આજે અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેતર ખેડી, વાવણી કરી અને ખૂબ જ આશાભરી નજરોથી આકાશની તરફ જોઈ રહેલા ખેડુત મિત્રો એ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે હે પ્રભુ, મહેરબાની કરી પાણી ન વધારે આપ ન ઓછું … બસ જરૂર જેટલુ આપ…. ગ્રામ્ય વિસ્તારમાં રહેવાના લીધે મને ખેડુત મિત્રો અને તેમના વડીલો સાથે વાતચીત કરવાની ખૂબ તકો મળી છે. તેમની લાગણીઓ હજીય અસમંજસમાં છે … ક્યાંક વધારે વરસાદ પડ્યો તો? ક્યાંક ઓછો પડ્યો તો? આવી અનિશ્ચિતતાઓ વચ્ચે તેઓ જીવે છે. વરસાદને અનુલક્ષીને આજે પ્રસ્તુત છે કાવ્ય એકવાર ચોમાસુ બેઠું …. એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો ત્યાર પછી પૂર ક્યાંય ઉતર્યા નથી કે નથી ઉનાળો સપનામાં સાંભળ્યો   તે દિ’થી વહેતા થ્યા પૂરમાં આ રોજરોજ ઘટનાઓ ઠેલાતી જાય છે વહેતાની વાતમાં શા વહેવારો હોય એવું વહેવારે કહેવાતુ જાય છે અક્ષર ને શબ્દો ને અર્થો પલળાઈ ગયા બોલો હું બોલ્યો કે ભાંભર્યો એકવાર ચોમાસુ બેઠુ તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો   પડતો વરસાદ એમાં મરવાના કોલ અને ધસમસતી નદીઓનું ઘેલું ઝાઝા જુહાર કહી પડતુ મેલાય એમાં વાંચવા વિચારવાનું કેવું વાદળાંને કંકુને ચોખાનાં મૂરત શું વાદળાનાં મૂરત તો ગાભરો એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો


અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ 5

અદના તે આદમી છઈએ હો ભાઈ અમે અદના તે આદમી છઈએ ઝાઝું તે મૂંગા રહીએ હો ભાઈ અમે અદના તે આદમી છઈએ વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા ખાણના ખોદનારા છઈએ હોડીના હાંકનારા, મારગના બાંધનારા ગીતોના ગાનારા થઈએ, હે જી અમે રંગોની રચનાય દઈએ ! છઈએ રચનારા અમે છઈએ ઘડનારા તે સંહારની વાતું નહીં સહીએ ! જીવતરનો સાથી છે સર્જન અમારો ; નહીં મોતના હાથા થઈએ, હે જી એની વાતું ને કાન નહીં દઈએ! હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.  – પ્રહલાદ પારેખ


પ્રેમ માં અનુભવો – એન જે ગોલીબાર 3

પ્રસ્તુત છે એન જે ગોલીબારની એક હઝલ … પ્રેમ માં અનુભવો … પ્રેમ વિષે કેવળ રોતી આંખે નહીં, હસતા હોઠે પણ વાત થઈ શકે સાંભળો. તબિયત પ્રેમનો ચારો ચરી પાગલ થવાની છે. મને ઈચ્છા હવે મજનૂનો રેકોર્ડ તોડવાની છે. લઈને બેટરી સાથે નીકળતે, જો ખબર હોતે, કે ખીસ્સામાં પડેલી પાવલી પણ ગુમ થવાની છે. મેં પહેલા પાણી સાથે ગટગટાવી જઈ, પછી વાંચ્યુ, લખ્યું’તું બાટલી પર, દવા આ ચાટવાની છે. ઘડીભરમાં તમે રહેશો, ન માથાનું દરદ રહેશે, અસર એવી ચમત્કારિક અમારી આ દવાની છે ! ભલેને એમનું ડાચૂં છે ઉતરેલી કઢી જેવું, અમારી પાસે તરકીબ હાસ્યને ફેલાવવાની છે.  – એન જે ગોલીબાર


તું – સિલાસ પટેલિયા

ચંદનની પાંદડીઓની રતુંબડી છાયા તારા ચહેરા પરથી હલતી હલતી માટીમાં છેક પાતાળ લગી ગઈ હશે હવે સાંજ ઉતરી રહી છે જળમાં ઝાલરદવનીઓ ધૂપ લોબાનના સુગંધભર્યા ગોટેગોટામાં ઓગળી ગયા છે પહાડના પથ્થરો તળેનું ઝરણું નળિયામાંથી ગળાતી આવતી ચાંદનીની જેમ રાતભર તારી આંખમાં ઝંકાર કરતું રહ્યું નદીના સ્થિર સ્વચ્છ જળ તળેની ગોરમટી માટીની ભીની ઓકળીઓ જેવો તારો ભીનેરો ને સૌમ્ય ચહેરો જ હવે મને દેખાય છે પહાડ ટોચ પરના નાનકડા દેવળ માંથી હવે હું ઢાળ ઉતરી રહ્યો છું  – સિલાસ પટેલિયા ( સંદર્ભ : નવનીત સમર્પણ જૂન ૨૦૦૩ )


એક શરણાઈવાળો – દલપતરામ 11

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે; એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે; કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે: પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી, સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે. – દલપતરામ


પથ્થર કે જીગર વાલોં – બશીરબદ્ર

પથ્થર કે જીગર વાલોં, ગમ મેં વો રવાની હૈ, ખુદ રાહ બના લેગા, બહતા હુઆ પાની હૈ, ફૂલોં મેં ગઝલ રખના, યે રાત કી રાની હૈ, ઈસમેં તેરી ઝુલ્ફોં કી બે રબ્ત કહાની હૈ, ઈક ઝહન-એ-પરીશા મેં વો ફૂલ સા ચહરા હૈ, પથ્થર કી હિફાઝતમેં શીશે કી જવાની હૈ, ક્યોં ચાંદની રાતોં મેં દરીયા પે નહાતે હો.. સોયે હુવે પાની મેં ક્યા આગ લગાની હૈ, ઈસ હૌસલા એ દિલ પર હમને ભી કફન પહના, હસ કર કોઈ પૂછેગા ક્યા જાન ગવાની હૈ. રોનેકા અસર દિલ પર રહ રહ કર બદલતા હૈ, આંસુ કભી શીશા હૈ, આંસુ કભી પાની હૈ. યે શબનમી લહઝા હૈ, આહિસ્તા ગઝલ પઢના, તિતલી કી કહાની હૈ, ફૂલોં કી જુબાની હૈ. – બશીરબદ્ર બશીરબદ્ર નું નામ તત્કાલીન ઉર્દુ ગઝલના રચયિતાઓમાં બહુ માનથી લેવાય છે. તેમની રચનાઓ સીધી સટાક મર્મપ્રહાર કરવામાટે જાણીતી છે. સરળ ઉર્દુ ભાષામાં રચેલી તેમની ગઝલો ખૂબ લોકપ્રિય થઈ હતી. તેમની આવી જ એક રચના અહીં મૂકી છે. – જીગ્નેશ અધ્યારૂ ( photo : બશીરબદ્ર પ્રવીણકુમાર અશ્ક, અને નિદા ફાઝલી ( ડાબે થી ) )* Corrected = Thanks to jayesh upadhyay’s comment *=કુણાલ, ભૂલ હતી…..ધ્યાન દોરવા બદલ આભાર….સુધારી લીધી છે. વેબસાઈટ સૂચવવા બદલ ખૂબ આભાર… ———————————————— શું તમે આ પોસ્ટ વાંચી હતી?  ……. અર્વાચીન ત્રિકાળ સંધ્યા – પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી


ળ ને બદલે ર – ડો. શ્યામલ મુન્શી 12

ડો. શ્યામલ મુન્શી નું આ એક કાવ્ય વાંચ્યુ, ” ળ ” ને બદલે ” ર ” બોલતા ભાઈ પરનું આ ટીખર ગીત છે….ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં આ પ્રકારની પરિકલ્પના અને પ્રયોગો થતા હશે તે ખબર જ ન હતી. આ કવિતા વાંચી ને બાળપણ અને નાના મોટા ભાઈબહેન સાથે કરેલ મસ્ટી અચૂક યાદ આવે જ ….મારી બહેન ક ની બદલે ત બોલતી અને હું તેને ખૂબ ચીડવતો તે મને યાદ આવે અને હું સ્મૃતિઓમાં સરી પડું છું…… તમે પણ માણો આ કાવ્ય….. હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો……. કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં ! રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં, કારજી પૂર્વક સાંભરજો નહી તો… મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો… મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી એને બનાવી મારા, આપી તમને બનાવી મારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો…  – ડો. શ્યામલ મુન્શી


નારી નું સર્જન – શૂન્ય પાલનપુરી 8

એક દી સર્જકને આવ્યો, કૈ અજબ જેવો વિચાર દંગ થઈ જાયે જગત એવું કરૂં સર્જન ધરાર ફૂલની લીધી સુંવાળપ, શૂળ થી લીધી ખટક ઓસથી ભીનાશ લીધી, બાગ થી લીધી મહક મેરૂ એ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફડફડાટ કાગથી ચાતુર્ય લીધું, કાબરો થી કલબલાટ ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ પંચભૂતો મેળવી, એ સર્વેનું મંથન કર્યું, એક એક ‘દી સર્જકે નારી નું સર્જન કર્યું દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી  – શૂન્ય પાલનપુરી (આ નઝમ મનહરભાઈ ઉધાસના ‘અનુરાગ’ આલ્બમમાંથી મળી રહેશે)


આપણું હોવુ હેંગઓવર જેવુ – અદમ ટંકારવી

આપણું હોવુ હેંગઓવર જેવુ શ્વાસનું ચાલવુ ચેટર જેવું, આપણું હોવુ હેંગઓવર જેવુ. આ ખીજાવું ને રીઝાવુ તારૂં, લાગે ઈંગ્લેન્ડના વેધર જેવુ. એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું. પેન્સિલ માર્ક જેવું સ્મિત મારૂં, રૂસણું તારૂં ઈરેઝર જેવું. કોઈનું કોન્સોલેશન છે અદમ, ક્રોકોડાઈલના ટીયર જેવું. – અદમ ટંકારવી   આધુનિક ગુજરાતી ગઝલ તબક્કાના આરંભે અદમે(૧૯૬૦) માં એક સિન્થેટિક ગઝલ લખી જેનો મત્લા છે યાદોના પરફ્યુમ્સ ઉડે છે, ડનલોપી સપનાં આવે છે. ગુજરાતી ગઝલમાં અંગ્રેજી મિશ્રિત ભાષાના પ્રયોગ નો ધ્યાન ખેંચનારો આ નમૂનો, પ્રયોગમાં સમતોલપણું સાચવીને ગઝલકર્મ કરનાર અદમને ગઝલસાધના બરાબર ફળી, કદીક સાવ સરળ ભાષા કર્મથી તો કદીક પ્રયોગની ફૂંકથી તેઓ ભાવકના ચિત્તને વિચારવા માટે વિહ્વળ કરી મૂકે છે. વસ દુનિયાની વચ્ચોવચ, ને દુનિયાથી છેડો ફાડ તો એક શે’રમાં અખાની જેમ સીધું નિશાન તાકતા કહે છે, કેમ કે તું નથી તારી મિલ્કત, દોસ્ત તારામાં ગોલમાલ ના કર ગોલમાલ, દરજીવેડા, વાસફુસી, તાણીતૂસી, હક્કોબક્કો જેવા અનેક વ્યવહારૂ તથા તળપદા શબ્દપ્રયોગ ગઝલમાં આ રીતે પ્રયોજીને અદમે ગજબનું ભાષાકર્મ પાર પાડ્યું છે. ભૌતિક સુખ સંપતિ પાછળ આંધળી દોટ દેનારો આજનો માનવી શ્વાસોશ્વાસ પણ કઈ રીતે લઈ રહ્યો છે? જાણે ખુદ પોતાની હયાતિ ઢાંકી રહ્યો હોય. એવી હાલતને લઈને એને અન્યથી સહેજમાં વાંકુ પડી જાય છે. કવિ એ પરિસ્થિતિને ક્ષણે ક્ષણે પલટાતા ઈંગ્લેન્ડના વેધર સાથે સરખાવી છે. એવા માણસો થી ખીચોખીચ ભરેલુ આ વિશ્વ બારૂદના ઢગલા પર બેઠું છે, ગ્લોબલ વિલેજના હરખથી ફાટફાટ થતા માનવીએ પોતાને કેવી દયનિય પરિસ્થિતિમાં મૂકી દીધો છે તેનો અહેસાસ કરાવે છે. એક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું લાભ શુભના પલ્લા પર નજર રાખીને ઈંચ દોકડામાં […]


સોળ વરસની છોરી – પ્રિયકાન્ત મણિયાર

એ સોળ વરસની છોરી સરવરિયેથી જલને ભરતી, તોયે એની મટકી રહેતી કોરી   ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરૂં એ તો અંજન આંજે મઘમઘ મહેક્યાં ડોલરના કંઈ ફૂલ સરીખા ગાલે ખંજન રાજે જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી   મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર ગોરા ગોરા ચરણે એનાં ઘુઘરીયાળા રૂપનાં નુપુર કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતા બાંધ્યા રેશમદોરી   એના પગલે પગલે પ્રગટે ઘરતી ઘૂળમાં કંકુની શી રેલ એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી એ સોળ વરસની છોરી  – પ્રિયકાન્ત મણિયાર


એ લોકો – પ્રિયકાન્ત મણિયાર 10

આજકાલ જ્યારે ફુગાવો અને અનાજ તથા અન્ય વસ્તુઓના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે પ્રિયકાંત મણિયાર ની આ કવિતા એક ગરીબ અદના માણસની વેદના અને મોંઘવારી ને કાબૂમાં લેવાના દાવા કરતા લોકો પર કટાક્ષ સચોટ સંદેશ આપી જાય છે. ******* એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે. પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે. એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો પહેલા ઔષધ ની શીશીઓ સંઘરી રાખે છે. અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે. એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ને ખાઈ ઉછરતી ઉધઈ, બીજુ એને કાંઇ ભાવતુ નથી, મારે કવિ થવુ જ નથી ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઊં તો ય બસ !  – પ્રિયકાંત મણિયાર


જીંદગી જીવી જાણો – અજ્ઞાત 11

જીંદગી જીવી જાણો લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે તમે એકલા શાને રડો છો? સાથી તો અમેય ખોયા છે આપ કહો છો આમને શું દુઃખ છે! આ તો સદા હસે છે અરે આપ શું જાણો આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો? અરે ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો આપને છે ફરીયાદ કે કોઈને તમારા વિશે સૂઝ્યુ નહીં અરે અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પૂછ્યું નથી જે નથી થયુ એનો અફસોસ શાને કરો છો આ જીંદગી જીવવા માટે છે આમ રોજ રોજ શાને મરો છો? આ દુનિયામાં સંપુર્ણ સુખી તો કોઈ નથી એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી બસ એટલું જ કહેવુ છે કે જીંદગી ની દરેક ક્ષણ દિલથી માણો નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો – અજ્ઞાત


પ્રેમ પ્રપોઝલ – જીગ્નેશ અધ્યારૂ 8

હૈયે થઈ છે ભારે હલચલ મનડું જાણે ઝરણું કલકલ તારા પ્રેમના પરમ ઉજાસે અંતર મેળે, ઉમંગો છલછલ તારી તલબ ને તારા વિચારો વેરણ નિંદ્રા, સપના હરપલ તારી ઝુલ્ફો, તારૂ આંચલ તારા કાતિલ નયનો નિર્મલ મનડાની આ વાતો છાની જાણે બસ, તારો પ્રેમી પાગલ જીવનનો સાથ, હાથોમાં હાથ કેમ મૂકુ મારી પ્રેમ પ્રપોઝલ  – જીગ્નેશ અધ્યારૂ


લગ્ન જીવન = ફીક્સ થયેલી મેચ – રઈશ મનીઆર 14

એ ને હું રમીએ ક્રિકેટ, ઈન ડોર ચાલે મારે ત્યાં એની ફટકાબાજીનો બસ દોર ચાલે મારે ત્યાં એલ બી ડબલ્યુ થઈ ગયો હું, લવ બિફોર વેડીંગ કરી લગ્ન પહેલા ને પછી પણ મેં સતત ફીલ્ડીંગ કરી ગેમ પ્લાન આધાર રાખે ફક્ત એના મૂડ પર એ રમે ફ્રન્ટ ફુટ પર તો હું રમું બેકફુટ પર એમને ગમતો નથી બિલકુલ પરાજય વર્ડ પણ એ જો હારે, માર ખાશે ત્યારે ડિકી બર્ડ પણ, એના કેરેક્ટર વિશે પત્ની ને ડાઊટ થાય છે ફ્રેંડલી મેચમાં જે પડોસણ થી આઊટ થાય છે. કર્ટલી એમ્બ્રોસ જેવુ મોં કરી, એ લે રન અપ હું રકાબી રાખીને એને આપી દઊં છું કપ જે સફળ પ્લેયર નથી એ કોચ બનતા હોય છે લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે. સાવ લોલીપોપ પણ છૂટી ગયેલો કેચ છે આપણું આ લગ્ન જીવન ફીક્સ થયેલી મેચ છે. – રઈશ મણીયાર આજનો મુખવાસ …. મિત્રો શેર સારો લાગે તો દાદ આપજો….આ ક્ષેત્રે પહેલુ ખેડાણ છે… મારા લગ્ન જીવનની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ માં, હું દ્રવિડ અને શ્રીમતી યુવરાજ હોય છે, મારે રોજે રોજ ખુલાસા, હાર ના વિષયો અપરંપાર અને તેમને શીરે મારી મહેનત નો તાજ હોય છે… – જીગ્નેશ અધ્યારૂ


આંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી 11

આંધળી મા નો કાગળ અમૃત ભરેલુ અંતર જેનું ને સાગર જેવડું સત પૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત ગગો એનો મુંબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે લખ કે માડી પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દા’ડા ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય, દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, નિત નવાં લૂગડાં પહેરે, પાણી જેમ પઇસા વેરે. હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ, દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ ! કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઇ જ છે મૂડી. ખેતર વેચ્યા, ખોરડુ વેચ્યુ, કૂબામાં કીધો છે વાસ જારનો રોટલો જડે નહીં તે’દી, પીઉં છું એકલી છાશ તારે પકવાનનાં ભાણાં, મારે કોરી જારનાં ભાણાં દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ, આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ, તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં. લખીતંગ તારી આંધળી માં ના વાંચજે ઝાઝા ઝુહાર ાંગે રહ્ય્મ નથી એકેય ઢાંકણ, કોઠીએ ખૂટી છે જાર હવે નથી જીવવા આરો આયવો ભીખ માગવા વારો અમૃત ભરેલું અંતરે જેનું ને સાગર જેવડું સત પૂનમચંદના પાનીયા પાંહે ડોહી લખાવે ખત ગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે ગીગો એનો મુબઈ ગામે, ગીગુભાઈ નાગજી નામે ******** દેખતા દીકરાનો જવાબ ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ, આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત. વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી. પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા, આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’ બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે ! ભાણિયો […]


એક પતિના દીવાસ્વપ્નો – રઈશ મનીઆર

હોય મર્સિડિસ સપનામાં અને ટ્રેક્ટર મળે; ના કદી એવી કૃપા પત્નીની બાબત પર મળે. બસ પ્રતિક્ષ દસમો રસ્તો અને જુહુ પર ઘર મળે; “બાય” કહી નીકળું જયા ને, રેખા રસ્તા પર મળે. પત્ની ઈચ્છે છે મળે ઘર, ઘર મહીં પાવર મળે; એટલે પતિદેવ પોણી જિંદગી બાહર મળે. જ્યોતિષી કહે છે મને, એ દેશ જઈ અજમાવ ભાગ્ય; જ્યાં ગધેડાને વગર દોડ્યે તરત ગાજર મળે. લગ્ન ક્ષેત્રે સામટાં બે સુખ મળે ના કોઈને ! હો શ્વસુર સધ્ધર અગર, તો છોકરી અધ્ધર મળે… – રઈશ મનીઆર અને છેલ્લે એક એલચી મારી પત્ની આઈ સ્પેશીયાલીસ્ટ છે, તેનું મને ગૌરવ છે પણ જ્યારે જ્યારે મારી આંખમાં આંસુ હોય છે ત્યારે તે આંસુ તેના મુલાયમ પાલવ થી લૂછતી નથી પણ પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે…..” – ઉદયન ઠક્કર


માળામાં ફરક્યું વેરાન – માધવ રામાનુજ 5

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન … ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં સૈયરના દાવ નતા ઉતર્યા; સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર ફેર હજી એય ન’તા ઉતર્યા, આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન દાદાના આંગણામાં કોળેલા આંબાનું, કૂણેરું તોડ્યું રે પાન. આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં, પોઢેલાં હાલરડાં જાગ્યાં; કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને ભૂલી જવાના વેણ માગ્યાં, પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન, પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી, માળામાં ફરક્યું વેરાન – માધવ રામાનુજ


લાગણી – જીગ્નેશ અધ્યારૂ

કોઈના વગર કોઈ ઝૂરી ઝૂરી ને મરતુ નથી કોઈનો હાથ પકડીને કોઈ ભવસાગર તરતું નથી સ્વાર્થ ના સગા સહુ પૈસો જ છે પરમેશ્વર પૈસા વગર તો લોહી પણ લોહીને સાંભરતુ નથી નફરતના બીજ વાવીને દુઃખનો પાક લણીને આંખોમાં નફરત ભરીને કોઈ સુખી થતુ નથી…  – જીગ્નેશ અધ્યારૂ


તારો વિરહ – જીગ્નેશ અધ્યારૂ

ના હોય વિશ્વાસ તો મારા હૈયાને પૂછો તમ વિરહમાં એ હીબકા ભરીને કાં રુવે, સંભાળો આંખોને, ચેપ તો તમને ય છે નહીંતર અમને ચોરી ચોરી કાં જુએ? લાગણી તો મનમોજી, આંખો ના રસ્તે, તર્ક થી ક્યાંય જુદેરૂ,  ભવિષ્ય એ જુવે, વીતક ને હોઠો પર કેમ કરી લાવું હું ? પડ્યા ભૂવા ઊંડા તો ય આંખો ના સૂવે… મિલન નું માત’મ કે જુદાઈના જખ્મો પાણી ખૂટ્યા છે હવે આંખોના કૂવે, પ્રેમ ના પ્રમાણમાં, સાથની ઊતરાણ માં હૈયુ ભલે કકળે પણ આંખો ના રુવે   – જીગ્નેશ અધ્યારૂ


મેં તજી તારી તમન્ના – મરીઝ 9

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે. જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. – ‘મરીઝ’


ચૂમી છે તને – મુકુલ ચોકસી 5

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી, પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને. પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં, વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને. -મુકુલ ચોકસી


હોય છે – મરીઝ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું ! તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી જાય તો પેગંબરી મળે, દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. જો એ ખબર પડે તો મજા કેટલી પડે, ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’, ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. – મરીઝ


પ્રેમ એટલે શું? – ઊર્મિ 6

પ્રેમ એટલે હું નહીં… પ્રેમ એટલે તું ય નહીં… પ્રેમ એટલે- ‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી… પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં… પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં… પ્રેમ એટલે- પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ… પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં… પ્રેમ એટલે રાધા જ નહીં… પ્રેમ એટલે- કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર… પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં… પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં… પ્રેમ એટલે- અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ  – ઊર્મિ ( View Comments for the original link )


ત્રણ કવિતાઓ – મોહમ્મદ અલી “વફા”

1. કોણ માનશે? આશાનો એ મીનાર હતો કોણ માનશે? ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે? વેરી અમારો પ્યાર હતો કોણ માનશે? હૈયાના આર પાર હતો કોણ માનશે? ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના, માળીજ તોડનાર હતો કોણ માનશે? પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી, એ દીપ તળે અંધાર હતો કોણ માનશે? કરતો રહ્યો નિદાન જે પ્યારના દર્દનુ, એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે? દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ, એ ડૂબવા લાચાર હતો કોણ માનશે? ઝાકળના એની આંખમાં પૂર હતા “વફા” ને એજ મારનાર હતો કોણ માનશે? 2. તૃષા વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે તૃષા, કંઇ ઘૂંટડા એ વેદના પીજાય છે તૃષા, તૃષિત હ્રદયની આંખમાં છંટયછે તૃષા. રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે તૃષા. એહો હરણના કંઠમાં ,ચાતક તણી આંખે, અંગાર થઇને બેઉ માઁ વેરાય છે તૃષા. પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાં, મોતી મહેકના શોધતી પડઘાય છે તૃષા, આ વિરહ રાતે, મુજ ખૂનના કાંઠે વહી જઇને , હૈયા તણા આ જામમા ઘૂઁટાયછે તૃષા. વરસે સતત મેહૂલ થઇ મારા’વફા’ દ્વારે, બેચાર બુઁદ માઁ કયાઁ ‘વફા’ છીપાય છે તૃષા. 3. બીમારી એ તડપ હૈયા તણી છે,કોઈ બીમારી નથી. એ અલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી. આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી, હા હવે તો છૂટવાની કોઇપણ બારી નથી. જીઁદગીના કાફલા લૂંટાયા તારા ગામમા, તે છતાઁ કહેછે બધાં વાત અણધારી નથી. તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના, વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી. અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી. હું ઈશ્કનો બીમાર છુઁ , બીજી કઁઈ બીમારી નથી  – મોહમ્મદ અલી ”વફા”