સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


નર્મદે અગણિત તુજ ઉપકાર 2

નર્મદે ! અગણિત તુજ ઉપકાર અમરકંટકે જન્મી નીસરી સાતપુડાની ધાર વિંધ્ય ચરણ પખાળી મળતી ભૃગુકચ્છને દ્વાર નંદનવન ધરતીમાતા બનતી તું જ્યાં વહેતી ભૂમિપુત્રની ઝોળી તું તો ભરતી અપરંપાર પાપ પુણ્ય સરભર કરવા જો ગંગાસ્નાન કરાતું તારું દર્શન પૂરતું માની ઉમટ્યાં નર નાર કર્યો સર્વ ખંડિત મુંઝવી ગંગ, જટાની મધ્યે વિસ્થાપિત શૂલપાણેશ્વર થઈ દીધો તુજને માર્ગ સર્જાયા વર્તુળ ડિવિઝન, નિગમ, કમિશન ઝાઝાં, શુષ્ક ખંડના નવસર્જનમાં હવે કેટલી વાર? નર્મદે અગણિત તુજ ઉપકાર શ્રી ચંદ્રશેખર પંડ્યા, નિયામક, ગુજરાત ઈકોલોજી કમિશન (સૃષ્ટિ સામયિક, અંક ૪૫માંથી સાભાર)


ગઝલ રચના – બંધારણ વિશે થોડુંક 16

થોડા વખત પહેલા મેં લખેલી એક ગઝલ પર પ્રતિભાવ આપતાં એક મિત્રએ કહ્યું કે ગઝલ તેના પ્રકારો અને ગઝલ બંધારણ વિશે થોડુંક લખશો તો મજા આવશે. મારી મર્યાદિત જાણકારી અને ઈન્ટરનેટની મદદથી  આ લેખ તૈયાર કર્યો છે. ગઝલ વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. ગઝલ અને તેના બંધારણ વિશે મેં નેટ પર શોધ ચલાવી, અને તેનું પરીણામ એ આ લેખ. ગઝલ એ કવિતાનો એક એવો પ્રકાર છે જેની રચનાનાં મૂળભૂત એકમો એટલે કે “શેર” (જે મોટેભાગે અંત્યાનુપ્રાસમાં હોય છે), ના સંયોજન અને સમાવેશથી બનતી રચના. ઈ.સ. ૬ઠ્ઠી સદીની આસપાસ અરેબીક રચનાઓમાં તેના મૂળ માનવામાં આવે છે. તેનો ઉદભવ આરબ પ્રશસ્તિ પ્રકાર કસીદા માંથી થયો હોય તેમ માનવામાં આવે છે. ભારતમાં ગઝલનો વિસ્તાર ૧૨મી સદીમાં અહીંના શાશક બાદશાહો અને સૂફી સંતો વડે થયો મનાય છે. મૂળભૂત પર્શિયન અને ઉર્દુ કવિતાનો એક પ્રકાર એવી ગઝલ આજે ઘણી ભારતીય ભાષાઓની કવિતાનો એક આધારસ્તંભ છે. પર્શિયન કવિ જલાલ-અલ-દીન મુહમ્મદ રુમી (૧૩૩મી સદી), હફીઝ (૧૪મી સદી), ફઝૂલી (૧૬મી સદી), અને પછી મિર્ઝા ગાલિબ (૧૭૯૭-૧૮૬૯) મહમ્મદ ઈકબાલ (૧૮૭૭-૧૯૩૮) વગેરેનો ગઝલના વિકાસ અને વિસ્તારમાં ફાળો નોધપાત્ર છે. જો કે જ્હોન વુલ્ફગેગ વાન ગોધ દ્વારા ૧૯મી સદીમાં ગઝલો જર્મનીમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ. ગઝલ બંધારણ વિશે સામાન્ય રીતે ગઝલ બે પંક્તિના એક એવા પાંચ કે વધુ જોડકાંઓ (શે’ર) ની બનેલી હોય છે. ગઝલનાં વિવિધ ભાગો અને તેના બંધારણને સમજવા માટે એક ગઝલનું ઉદાહરણ લઈએ. कोई उम्मीद बर नहीं आती कोई सूरत नज़र नहीं आती मौत का एक दिन मु’अय्याँ है नींद क्यों रात भर नहीं आती आगे आती थी हाल-ए-दिल पे हँसी अब किसी बात पर नहीं आती […]


કુપાત્રની પાસે – ગંગાસતી

કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે, સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ રે, પાત્રને જોઈને ઉપદેશ કરવો રે, સમજીને રહીએ આપણે ચુપ રે … કુપાત્રની પાસે —–> આ અર્પણ છે એ બધા ભારતીયોને જે તેમના નેતાઓને વોટ આપી, વિશ્વાસે તેમના લોકશાહીના સર્વોચ્ચ મંદિર એવા પાર્લામેન્ટ ભવનમાં મોકલે છે અને પછી તેમના વિશ્વાસના કટકા ક્યારેક રાજકારણીઓ પોતે કરે છે અને ક્યારેક આવા ત્રાસવાદીઓ જ્યારે દેશના અસ્તિત્વ પર હુમલો કરે છે ત્યારે કોઈપણ નિર્ણય લેવામાં વામણા પૂરવાર થાય છે.


વણ-ખેડાયેલ રસ્તો – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જીગ્નેશ અધ્યારૂ) 7

સૂકાઈ ગયેલ વન તરફ ફંટાતા બે રસ્તાઓ જોઈને, અફસોસ થાય છે કે હું બંને પર સફર નથી કરી શક્તો, અને , એક પ્રવાસી તરીકે, ઘણી વાર ત્યાં ઉભો રહ્યો, અને જ્યાં સુધી નજર પહોંચી ત્યાં સુધી જોયું જ્યાંથી તે જંગલમાં વળી જતા હતાં મેં એક રસ્તા તરફ જોયું, જવા માટે કદાચ એ જ સાચી પસંદગી નો રસ્તો હતો કારણકે તે હરીયાળો હતો અને જાણે સ્પર્શ માંગતો હતો જો કે પ્રવાસીઓએ તેને ધસી દીધો હતો બંને રસ્તે સવાર સરખી વહેંચાયેલી હતી પાંદડાઓમાં ક્યાંય કોઈપણ પગલાં નો વર્તારો ન હતો અરે, મેં પહેલો રસ્તો બીજા દિવસ માટે રાખી દીધો હતો અને આશંકા, કે ક્યારેય પાછો તે રસ્તે ફરીશ? મારે આ એક ખામોશી સાથે કહેવુ જોઈએ ક્યાંક કેટલાય જન્મારાઓ વીતી જાય છે બે રસ્તાઓ એક નિર્જિવ વનમાં ફંટાય છે, અને હું હું એવા રસ્તે ચાલી નીકળ્યો છું જ્યાં ખૂબ ઓછા લોકો ગયા છે પરંતુ એ જ, અને એ જ સાચો ફરક છે.  – વણખેડાયેલ રસ્તો – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જીગ્નેશ અધ્યારૂ)   The road Not Taken Two roads diverged in a  yellow wood, And sorry I could not travel both And be one traveler, long I stood And looked down one as far as I could To where it bent in the undergrowth; Then took the other, as just as fair, And having perhaps the better claim, Because it was grassy and wanted wear; Though as for that the passing there Had worn them really about the same, And both that morning equally lay In leaves no step had trodden black, Oh, I kept the first for […]


રોને ન દીયા – સુદર્શન ‘ફાખિર’

ઈશ્કમેં ગૈરતે જઝ્બાતનેં રોક લીયા, વરના ક્યા બાતથી જીસને રોને ન દીયા. આપ કહતેથે રોને સે ન બદલેંગે નસીબ ઉમ્ર ભર આપકી ઈસ બાતનેં રોને ન દીયા રોને વાલોંસે કહો ઉનકા ભી રોના રો લેં જીનકી મજબૂરી-એ-હાલાતને રોનેં ન દીયા તુજસે મિલકર હમેં રોના થા, બહુત રોના થા, તંગી એ વક્ત એ મુલાકાતને રોને ન દીયા એક દો રોજકા રોના હો તો રો લેં ‘ફાખિર’ હમકો હર રોજ કે સદમાતને રોનેં ન દીયા.  – સુદર્શન ‘ફાખિર’


કોણ જાણે ? – ઉશનસ

કેવું કેવુંક થશે ગુજરાત – કોણ જાણે ? આ તો ઉઘડંત રાત કે પ્રભાત – કોણ જાણે ? કંઈ પામશે કે પહેરવાં નાગાં ? સૂવા પામશે કે છાપરું અભાગાં ? ભૂખ્યાં પામશે કે પેટપૂર ભાત – કોણ જાણે ? પછી વધશે અહીં માળ ઉપર મજલો ? પારકી જમીન પર મહેનતની ફસલો ? તીડ-વાણિયાની વધશે જીવાત – કોણ જાણે ? એ સોનેરી શમણું આંખ મારી ઝૂલે, જાય ઊડી ઓસ સમું ન્હાની શી ય ભૂલે મારા શમણાની નાજુક બિછાત – કોણ જાણે ?  – ઉશનસ ( ૧ મે, ૧૯૬૦, ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું તે દિવસે પ્રકાશિત )


પરી રાણી વાળુ હાલરડું 6

પરી રાણી તમે આવો ઉડ્તા ઉડ્તા દેશ તમારે અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો પરીના દેશમા રંગબેરંગી ફુલોની ફુલવારી છે. પતંગિયા સૌ રંગબેરંગી રમતા સાતતાળી છે. એમની સાથે સાથે રમવા અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો સોનેરી પંખીઓ ગાતાં દુધની નદીઓ વહેતી રે હંસ હંસીની ની જોડી માં મોતી ચારો ચણતી રે પંખીઓના ગીત સુણવા અમને પણ લઇ જાઓ પરી રાણી તમે આવો – અરર્વિંદ અમારી પુત્રી હાર્દી દોઢ વર્ષની છે, પણ તે છ મહીનાની હતી ત્યારથી તેના ફોઈને કહેતી કે પરી વાળુ ગીત ગાવ તો જ હાંલા કરું. અને આ ગીત સાંભળતાં વેંતજ તે પરીઓના દેશમાં પહોંચી જતી. આ ગીત અમારા ઘરમાં બધાંને ખૂબ પ્રિય છે.


આલેખવા છે – મુકેશ બોરીચા

ખોળિયાનાં અર્થને ઉકેલવા છે જીવનાં સંબંધ તો ખંખેરવા છે. વેદનાથી જે ઠ્સોઠ્સ છે ભરેલા દર્દના ખાબોચિયા ઉલેચવા છે વાંજણી ઈચ્છાનાં સર્પો પાળવાને વાંસળીથી સૂર ઝેરી છેડવા છે. ફૂલને નાડાછડી બાંધી સુતરની જીન્દગીના કંટ્કોને ફેંકવા છે શૂન્યતાની કૂંખે સર્જન જન્મ લે તો ગીત તેના કંકુથી આલેખવા છે. – મુકેશ બોરીચા ( ગુજરાત સામયિક, દિવાળી વિશેષાંક ‘૦૮ માંથી સાભાર )


ગઝલમાં એક દર્દ – હનીફ સાહિલ 3

વિરહની રાત છે, મન છે ઉદાસ થી આગળ આ આર્દ્ર આંખ જૂએ છે શું ભાસ થી આગળ ખફા થઈને એ પડ્ખેથી થઈ ગયા ઊભા ગ્રહી શક્યો ન હાથ પણ પ્રયાસથી આગળ જીવનના માર્ગ પર ચાલ્યા કરું છું દૂર સુધી તલાસમાં હું કશાની પ્રવાસથી આગળ આ મ્રુગજળોથી સહેજ દૂર હશે જળ જેવું હું એમ માની ચાલ્યો’તો પ્યાસથી આગળ હું શોઘતો જ સ્વયંને રહ્યો તિમિરમાં અને લઈ ગઈ મને છાયા ઉજાસથી આગળ આ લખવું કહેવું બધું છે કપોલ કલ્પિત ને કશુંક સત્ય છે વાણી વિલાસથી આગળ હનીફ શબ્દના વિન્યાસનો નથી આ કસબ ગઝલમાં હોય છે એક દર્દ પ્રાસથી આગળ – હનીફ સાહિલ ( ગુજરાત સામયિક, દિવાળી વિશેષાંક ‘૦૮ માંથી સાભાર )


ટહુકો – મનોજ ખંડેરિયા 5

છલકતું તળાવ એમ છલકાય ટહુકો પળેપળને ભીની કરી જાય ટહુકો. મહકતો રહે ફૂલ-ગજરની માફક હવામાં શી તાજપ ભરી જાય ટહુકો. તુટી પડશે તરડાઇને નીલિમા કંઇ જરા પણ જો નભ સાથે અફળાય ટહુકો. તમે મૌન દોરા સમું જો કરીને પરોવી શકો તો પરોવાય ટહુકો. ફૂટી નીકળે પાંખનું પીછું થઇને વિહગના ગળામાં જો રહી જાય ટહુકો. બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો. કોઇ મોરપીંછાંને મૂંગું કરી દો હવે મુજથી એકે ન સચવાય ટહુકો.  -મનોજ ખંડેરિયા


દીકરી – ભૂપેન્દ્ર ત્રિવેદી 21

દીકરી મારી સ્નેહ તણી સરિતા, કલ-કલ વહેતા ઝરણા સમી કવિતા. એકવીસ વરસ વહાલમાં ન્હાતા રહ્યા, સુગંધભર્યા વસંતના વાયરા વાતા રહ્યા. થઇ વિદાય ભીના થયા નયન, જાણે પાનખરે ઉજ્જ્ડ થયા વન. અંતરના અમી સીંચી, પુરા કર્યા સધળા કોડ, છતે પાણીએ કરમાઇ ગયો તુલસીનો છોડ્. ન કહેવાય દીકરી છે પારકી થાપણ્, એ તો અમીભર્યા પ્રેમની છે થાપણ. પડધા પડતા રહ્યા ઓરડે, થકી એના કલશોર, સુની થઇ ભીંતને મુંગા થયા ગમાણે ઢોર. મા ની મમતા ‘ને બાપના વાત્સલ્યનું ઝરણું, દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું – ભૂપેન્દ્ર ત્રિવેદી


ફરી આવીશ – સિલાસ પટેલિયા

પરોઢના ઝાકળ બાઝ્યાં ઘાસ પરથી ચાલતાં ચાલતાં ઝાકળ ઝીલી લે છે તારાં આંસુઓ ઝાકળ તો ઉડી જશે કળ નહીં વળે તારા આંસુઓને લીલીઘટાનાં ઝુમ્મરોમાં સૂર્યકિરણો સળીઓ ગોઠવે છે એ સોનેરી માળામાં ફરફર ઉડતાં આવે પંખીઓ જેને રાતભર તેં તારા સ્વપ્નની કથા કહી છે. એ માળામાં ઝળહળતી તારી સ્વપ્નકથા જોવા ને એ ઘાસમાં ફરી તારી સાથે ચાલવા આવીશ.  – સિલાસ પટેલિયા ( નવનીત સમર્પણ જૂન ૨૦૦૩માં થી સાભાર…)


હું સૂરજ ! હું દરીયો – ગુણવંત શાહ 10

સમી સાંજનો દરિયો ધીમે ધીમે અરે ! સૂર્ય આ મારામાં આથમીયો ! હવે આ હવા લથડતી ચાલે અને આ ઢળતી આંખ અકાળે નભથી ઝરમર ઝરી રહી છે પથભૂલી વાદળીઓ ! આંખોની સામે આ ઉડ્યું અંધારાનું વન પળપળમાં પથરાયાં કેવા જોજન જોજન હું મારામાં ડૂબી રહ્યો છું હું સૂરજ ! હું દરીયો  – ગુણવંત શાહ


તરફડાટ એટલે – પન્ના નાયક

તરફડાટ એટલે તમે કહેશો જલ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો? – પન્ના નાયક


આ સમાજને – જીગ્નેશ અધ્યારૂ

આખરે ક્યાં સુધી હું આમને આમ જ જીવ્યા કરું? અને જોયા કરું મૂંગો થઈને ગૂંગળાતું બાળપણ જ્યાં ત્યાં ખોરવાતુ ને ખોટે રસ્તે દોરવાતું યૌવન, ને અપમાનોની આગમાં ભારે ઠુંઠવાતું ઘડપણ. ક્યાં સુધી હું જોયા કરું તમારા નિર્દય દેખાડા ભેદભાવના નગ્ન તમાશા માણસ માણસના રક્તના પ્યાસા એકને માથે, એક ખાસડે એકને આશા, એક નિરાશા ક્યાં સુધી હું જોયા કરું કે તમે કોઈના નથી મતલબના સાથી છો ને ઘોર સ્વાર્થી છો ક્યાં સુધી હું આમ જ જોયા કરું ને વિચાર્યા કરું, ક્ષણે ક્ષણે મરું કે હું ય તમારામાં થી જ એક છું.


અંતિમ પ્રયાણ – જીગ્નેશ અધ્યારૂ

સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા સુખભર્યા જીવતરના સોનેરી સોણલા ઉઘાડી આંખોમાં અધૂરા રહી ગયા બે ચાર ડચકાં, છૂટતા શ્વાસો અણદીઠાં સ્વપ્નો અધૂરી આશો મનના ઉમંગની અણકહી વાતો ચાલ્યા અમે ને એ બધાં રહી ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા મોટાં રુદનને ક્યાંક આંખોમાં પાણી જીવનની લીટીને ઘણી લાંબી તાણી પણ સુખની એકેય ક્ષણને ન માણી એ ક્ષણોના સરવાળા, ભાગાકાર થઈ ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા


મને એ સમજાતું નથી – કરસનદાસ માણેક 6

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે ! ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર, ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે ! દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે ! કામધેનું ને મળે ના એક સુકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ! છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું, ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!! – કરસનદાસ માણેક


નામ તારું – સૈફ પાલનપુરી

કાલ હું તારી ગલીમાં ભૂલથી આવી ચઢ્યો. વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન મારા પગ થંભી ગયા તું નજર સામે હતી સાડીનો પણ એ જ રંગ એ જ આંખો એ જ એ મતવાલી ચાલ એ જ છલકાતી જવાની એ જ છલકાતો પ્રણય આટલા વર્ષો પછી. તારામાંથી કાંઈ ઓછું થઈ શક્યું નો’તું અને એ ભર્યા વિસ્તારમાં કોઈની પરવા વગર મેં તો સંબોધન કર્યું નામ તારું હોઠ પર આવી ગયું ઊંઘ ખંખેરીને જાણે સ્વપ્ન ખુદ જાગી ગયું. – સૈફ પાલનપુરી


હજુયે યાદ છે – રઈશ મનીઆર 7

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે -રઈશ મનીયાર સુધારા સૂચવવા માટે આભાર, અને ભૂલ બદલ ક્ષમા…..


શિયાળુ પવનોની વાત – પીયુષ ઠક્કર 2

સાંભળે છે કે! આંખોમાં આકાશ સમેટાઈ રહ્યું છે. તારોડિયા, ચાંદો ને સૂરજ બધ્ધાયે બધ્ધા ઉડીને વડલે ચોંટ્યા છે ને વડલો જો’તો તળાવડીમાં ઉતર્યો છે. ને તળાવડીએ ઉગ્યા છે લીલા મોટા વેલા વેલે ચરે છે વડલાના બગલા બગલે ભાળી’તી એ તો ભેંસો એક બપોરે પાણીએ ઉતરી’તે વેલે વેલે કોણ જાણે ક્યા પેટાળે જઈ પૂગી છે જો સાંભળ ! મધરાતોનાં ગજરા ભાંગે એવું બને નહીં હવે લાગે છે થીજતા જાય છે અવાજોનાં ટોળાં શ્વાસોના કિનારે કિનારે હોલવાતી જાય છે ઝીણેરી આ હથેળીઓની છાપો ને એમાં છવાતી જોઉં છું શિયાળુ પવનોની ભીની ભીની શેવાળ સાંભળ્યું છે ને! – પીયુષ ઠક્કર


પ્રવૃત્તિને પંથે – દુલા ભાયા કાગ

પ્રવૃત્તિ પંથમાં પ્રાણી ! ભજનનો ભેદ ભૂલ્યો છે મર્યાદા સંતની મૂકી, જગતમાં જીવ રહ્યો છે ઝૂકી; સિધ્ધાંતો વેદના ચૂકી, દુબજા માંય ડૂલ્યો છે. તપાસ્યે રૂપ તું તારૂ, નથી કાંઈ બ્રહ્મથી ન્યારૂં; મૂકી દે હું અને મારું, ફંદમાં કેમ ફૂલ્યો છે? પ્રમેશ્વર પાસ જા પૂરો, સદા તું સિંહ છે શૂરો; બધો આ ખેલ છે બૂરો, જગતમાં શીદ ભૂલ્યો છે? દિલમાં બાળ હંસ દેજો, બધું આ ‘કાગ’ ને કે’જો; ત્રિપુટી સંગમાં રે’જો, મરદ તું ક્રોડમૂલો છે.  – દુલા ભાયા કાગ


જીંદગીમેં કઈ રંગ – જીગર શ્યોપૂરી

જીંદગીમેં કઈ રંગ આયે ગયે હમ હર હાલમેં મુસ્કુરાયે ગયે શર્ત આંધીસે લેકર ચિરાગ કીયા વો બુઝાતે ગયે, હમ જલાતે ગયે હમને હંસકે સહે ઉનકે સારે સિતમ વો સિતમ પે સિતમ હરરોઝ ઢાયેં ગયેં. વો જીન્હોંને વફાદારી કાયમ રક્ખી ઈસ ઝમાનેંમેં જ્યાદા સતાયે ગયે ઈસ દીવાનેકી મૈયત ચલી ધૂમસે ખૂબ ખુશીયાં મની ગીત ગાયે ગયે.  – જીગર શ્યોપૂરી


મારા નાનપણાના મિત્રો – જીગ્નેશ અધ્યારૂ 5

બાળપણ એ એક અણમૂલ ભેટ છે, અને તેમાંય શાળાની શરૂઆતના વર્ષોમાં કરેલા તોફાન, ખાધેલા માર અને ગોઠીયાઓ સાથે માણેલી મજા….એનાં તોલે તો કાંઈ ન આવી શકે. અમે નાના હતા (પહેલાં કે બીજા ધોરણમાં) ત્યારે ( પોરબંદરમાં ) મારા ઘરથી પાંચ મિનિટ ચાલીને જવાય એટલા અંતરે આવેલી કડીયાપ્લોટની શાળાએ જતાં. ત્યાં ખૂબ મસ્તી કરતા, વાર તહેવારે માર ખાતા અને છતાંય આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિનો અનુભવ કરતાં. મારા બાળગોઠીયાઓને મારી તેમની પાટીની પેન ઝૂંટવી ખાઈ ગયાની ફરીયાદો સાંભળી મારી માતાને આવી ફરીયાદ ન આવે તે દિવસે કાંઈક અડવું અડવું લાગતું, તો રીસેષમાં શાળાએથી ભાગી કબડ્ડી રમવા કે ચોપાટી પહોંચી ફરવા જતા…..આ સમયના મિત્રો હવે ક્યાં પહોંચી ગયા એ ખ્યાલ નથી…કોઈ સંપર્ક નથી, પણ સ્મૃતિઓમાં આજેય એ “FRESH PAIN “ની જેમ સચવાયેલા છે…અને રહેશે…..અચાનક જ આ મિત્રોની યાદ આવી અને આ કવિતા લખાઈ ગઈ…..આશા છે આપને ગમશે…  ————-> હતા સદા જે સંગાથે, તે સ્મરણમાં રહી ગયા, વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા, ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી, હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી, પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. રાજુ ને હીતુ, રેખુ ને ભાનું, શોરથી આવી, ભાગતા છાનુંમાનું છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ, જીવનભર સાચના રસ્તે થયા ન કદી […]


ખંડિત સ્વપ્નના અવશેષ – કિસન સોસા

એવા વળાંક પર હવે ઉભો છે કાફલો અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ અહીંથી હું શ્વેત શ્વેત કાંઈ સ્વપ્ને લચી શકું અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું અહીંથી જવાય ક્ષણ તરફ, અહીથી સદી તરફ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ અહીંથી ઉમંગ ઉડતા અવસરમાં જઈ વસું કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. કિસન સોસા (‘કંકાવટી માસિક’, ૧૯૭૫)


પપ્પાનું વ્હાલ મમ્મીને 13

ક્યાંક વાંચ્યુ હતું કે બાળક છ મહીનાનું થાય એટલે તેને પોતાના માતા પિતાની સાથે લાગણીના તંતુથી જોડાઈ જાય છે. માતાની સાથે તો શારિરીક બંધન છૂટે તે પહેલા પણ લાગણી બંધન હોય જ છે, પણ પપ્પા સાથે તેને થોડો સમય લાગે છે. અને જ્યારે પપ્પા સાથે તે પૂર્ણપણે જોડાઈ જાય ત્યાં સુધી પપ્પા એવા સંજોગોમાં પહોચી જાય છે જ્યારથી તેનો બાળકને અપાતો સમય,  તેની ઓફીસ, ફાઈલ્સ, મીટીંગ્સ, સાઈટ અને ફોનકોલ્સ માંથી માથુ બહાર કાઢવાનો સમય કાંઈક અંશે ઘટતો જાય છે. બાળકની વધતી ઝંખનાઓ સામે તેને ક્યારેક પિતા તરફથી સમય મળે છે, ક્યારેક નહી. આવા સંજોગોમાં ઘણી વાર બાળક તેની માતા પાસેથી પિતાનો ‘એક્સ્ટ્રા’ પ્રેમ મેળવવાના પ્રયત્નો કરે છે, અને ક્યારેક પિતાની ‘બેધ્યાન અવગણના ભર્યા’ સંજોગોની ફરીયાદ પણ કરે છે. અને પપ્પાને મમ્મીમાં શોધવાનું કામ કરે છે. આ કવિતા આવીજ એક વાત ખૂબજ સરળ અને વહાલી ભાષામાં વ્યક્ત કરે છે. ***** મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં મને મમ્મી ગમે ને વ્હાલ પપ્પાને કરૂં, મમ્મી તો હસતી ને હસતી ફરે અને મારા પપ્પાનું કાંઈ રે કહેવાય નહીં કદી વાતો કરે ને કદી મૂંગા રહે, મળે છાપું તો ખોળો ખૂંદાય નહીં મમ્મીના વ્હાલમાં હું રોજ રે તરું; મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં મમ્મી તો મારી સાથે પત્તા રમે અને કૂકા રમે ને કૂદે દોરડાં વાંચતા ને લખતા કૈ પપ્પાજી હોય ત્યારે એમના બિહામણા ઓરડા દોડી દોડીને બકી મમ્મીને ભરું મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરું !


વરસાદ પછી વગડો – જયંત પાઠક

પડી ગયો વરસાદ ટપક ટપ ટપક્યાં કરતા પાન પછી અચાનક આભ ઉઘડ્યાં સૂરજના કર અડકે ઝલમલ તડકે તરૂને ભીનલ વાન રડતાં રડતાં હસી પડ્યું લો રાન ! – જયન્ત પાઠક


તમે મારા દેવના દીધેલ છો – ઝવેરચંદ મેઘાણી 5

તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ, મા’દેવજી પરસન થિયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ, તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું હાર, પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે. હડમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તેલ, હડમાનજી પરસન થિયાં ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર. – તમે (પછી નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે…) ચીંચણ પાસે પાલડીને ત્યાં તમારી ફૈ, પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે ભાવનગરને વરતેજ વચ્ચે બાળુડાની ફૈ, બાળુડો જ્યારે જલમીયો ત્યારે ઝબલા ટોપીમાં થી ગૈ, બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરા માંથી રૈ, – તમે. – – ઝવેરચંદ મેઘાણી


क्या खोया क्या पाया – અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયી એ ભારતના એવા રાજકારણી છે જેમણે રાજકારણ માં પ્રવૃત હોવા છતાં પોતાની સંવેદનશીલતાને જાળવી રાખી છે. એક રાજકારણી ત્યારે જ કવિ હોઈ શકે જો તેની અંદરનો સહાનુભૂતીવાળો માણસ જાગતો હોય, ભારતીય રાજનીતીમાં તેમના જેવા સપૂતો ખૂબ ઓછા થયા છે તે અફસોસની વાત છે પણ આવા વિરલા આપણને મળ્યા છે તે ગર્વ લેવા જેવી વાત છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી કવિતા જેમાં તેઓ એ પોતાના મનની ભાવનાઓ પ્રસ્તુત કરી છે, તે કહે છે કે આ જીવનમાં કાંઈ મેળવ્યુ કે ગુમાવ્યું એમ નથી, જીવન તો અનંત સફર છે અને દરેક પગલે છલનાઓ હોવા છતાંય તેમને કોઈ સાથે તકલીફ નથી. મૃત્યુ આવે ત્યારે જાતે જ તેનું સ્વાગત કરવાની વાત કરી અનંત સફરે જવા તૈયાર હોવાનું સૂચવે છે…તેઓ કહે છે કે આ અસીમીત જગતમાં કાલે ક્યાં હોઈશું તે કોને ખબર છે? સંવેદનાસભર આ કાવ્ય ખરેખર સુંદર છે. – જીગ્નેશ અધ્યારૂ क्या खोया क्या पाया जग में मिलते और बिछड़ते मग में मुझे किसी से नहीं शिक़ायत यद्यपि छला गया पग पग में एक दृष्टि बीती पर डालें यादों की पोटली टटोलें अपने ही मन से कुछ बोलें प्रथ्वी लाखों वर्ष पुरानी जीवन एक अनन्त कहानी पर तन की अपनी सीमाएँ यद्यपि सौ शरदों की वाणी इतना काफ़ी है अंतिम दस्तक पर ख़ुद दरवाज़ा खोलें अपने ही मन से कुछ बोलें जन्म मरण का अविरत फेरा जीवन बंजारों का डेरा आज यहां कल कहाँ कूच है कौन जानता किधर सवेरा अँधियारा आकाश असीमित प्राणों के पंखों को तौलें अपने ही मन से कुछ बोलें By Atal Bihari Vajpayee.


કહી રહ્યો છું – જીગ્નેશ અધ્યારૂ 6

સૂકી આંખો, છૂપા મર્મને, કળવા મથી રહ્યો છું, શું તે મુજને પ્રેમ કરે? ખુદને પૂછી રહ્યો છું. શ્વાસે શ્વાસે, આજ અંતરે, તુજને ભરી રહ્યો છું, વધી રહ્યો છું તારામાં ને, ખુદમાં ઘટી રહ્યો છું. તને પામવા, સ્વ ભૂલીને આગળ વધી રહ્યો છું, સપ્તપદીના સાતે વચનો, મનમાં રટી રહ્યો છું. તારી આંખે આ જીવનના, સ્વપ્ન સેવી રહ્યો છું મારા થાઓ ફક્ત આટલી વાત હું કહી રહ્યો છું. – – જીગ્નેશ અધ્યારૂ (લખ્યા તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૦૮)


જે હતા મિત્રો – સારસ્વત

ભીના ભરપૂર કાંટાળા, લીલેરા જે હતા મિત્રો; હવે ખડકો અને રણ રણ, ગયા બદલાઈ સૌ મિત્રો. અમારી સહેજ અમથી લાગણી આંબા થઈ ફળતી; લઈ સોગંદ ખારાપાટના રઝળાવતા મિત્રો. કદી ડુંગર નથી માંગ્યા, ન માગ્યા ધોધમારો કંઈ; મૂઠી બે હાસ્ય, ખોબો જળ, છતાં ટટળાવતા મિત્રો. અમારી પણ હતી દુનિયા, હતી ધૂળનેય મહેકાવી; પડી છે એ જ આંખોમાં, સમજતા કેમ ના મિત્રો. – સારસ્વત