સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


જીવનમાં – શૂન્ય પાલનપુરી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે. પાંપણ ઝુકી ગઈ એ શરણાગતિ નથી, સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું, માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે, નેક છે. એ ઓર વાત છે કે નથી મોહ નામનો, બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે  – શૂન્ય પાલનપુરી visit Jignesh Adhyaru’s Photoblog and Unleash the real gujarat.


તારે આંગણિયે – દુલા ભાયા ‘કાગ’ 6

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…કાપજે રે જી… માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…, તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે  આવકારો મીઠો…આપજે રે…જી… કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…, એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે  આવકારો મીઠો…આપજે રે…જી… વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…, એને માથું એ હલાવી હોંકારો દેજે રે આવકારો મીઠો…આપજે રે…જી… ‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે…., એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે  આવકારો મીઠો…આપજે રે…જી…  – દુલા ભાયા ‘કાગ’ – Dula bhaya ‘Kaag’ ( ભાવનગરના મહુવા પાસે મજાદર ગામમાં 25 નવેમ્બર 1902ના રોજ દુલા કાગનો જન્મ થયો હતો. માત્ર પાંચ ચોપડી ભણેલા દુલાકાગ રચિત ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ ,દુહા-મુક્તક, ભજન, પ્રાર્થના, જેવા સ્વરૂપોમાં જીવી રહ્યાં છે )


મુશાયરો – વિષય છે મૃત્યુ 5

મૃત્યુ એટલે જીવન નો આખરી મુકામ, સફર નો અંત અને અંત પછીનો આરંભ. કોઈ ની ઈચ્છા પૂછી ને નથી આવતુ આ મોત, એ તો ક્યારેક ખૂબ ભયંકર તો ક્યારેક તદન શાંત, ક્યારેક વિકરાળ તો ક્યારેક દયાજનક. આજે આ મૃત્યુ ના થોડા રૂપો ને કવિઓ એ કેવી રીતે આલેખ્યા છે એ જોવાની ઈચ્છા થઈ. મનોજ ખંડેરીયા કહે છે કે મૃત્યુ એટલે શરીર માં થી સૂક્ષ્મ તત્વ ના ગમન ની ક્રિયા. કાયા માં થી વિખૂટી પડતી ચેતના ને જ એ મૃત્યુ માને છે. એ ઘટના ને કોઈ કહી દેશે મૃત્યુ અલગ થઈ જતી મારી કાયા ને હું મોત પછી મુક્તિ છે એ વાત ને જો માની લે તો એ કવિ શાના ? ઘાયલ તો કહે છે કે મોત પછી કોઈ ફરક નથી પડતો.. તને કોણે કહી દીધું મરણ ની બાદ મુક્તિ છે? રહે છે કેદ એ ની એ ફક્ત દિવાલ બદલે છે. હરિન્દ્ર દવે મૃત્યુ ને સૂક્ષ્મ રીતે જુએ છે, સ્થૂળ રીતે નહીં, તેઓ કહે છે મ્હેક માં મ્હેક મળી જાય તો મૃત્યુ ના કહો તેજ માં તેજ મળી જાય તો મૃત્યુ ના કહો રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ના કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો હેમેન શાહ તો વેદ ના પંચ તત્વ વાળા શરીર નું અનુમોદન અનોખી રીતે કરતા તેને વહેંચણી ની એક ક્રિયા કહે છે…. મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા ચંદ્રેશ શાહ તો કાળ ની મેલી મુરાદો જન્મ સાથે જ છતી થઈ જાય છે એમ કહેતા લખે છે કે જન્મની સાથે જ મૃત્યુ નો ચુકાદો હોય છે કાળ ની પણ […]


માનવીના દુકાળીયા દિવસો…. – રામ રામભાઇ 1

માનવીના દુકાળીયા દિવસો…. આજના માનવીને કદી સંતોષ થતો નથી, થશે તો ક્યારે તે ખબર નથી…. મારૂ મારૂ સૌ કરે છે,પણ લઈ જવાનો કાઈ નથી, લઈ જાય તો ખબર નથી.                         આજના માનવીના દુકાળીયા દિવસો….. ખબર બધી જ છે,પણ અજાણ્યો થઈ ફરે છે અને જાણીતાની ખબર નથી…. વિચાર સારા છે, પણ વિચારતો નથી, અને વિચારોની વ્યાખ્યા ખબર નથી.                          આજના માનવીના દુકાળીયા દિવસો….. લોભ કરે છે, કંજૂસ થઈ ફરે છે, પણ કંજૂસાઈ શા માટે ખબર નથી…. ક્રોધ કરે છે, ને શાંત થઈ ફરે છે, તો ક્રોધ આવે કેમ તે ખબર નથી.                          આજના માનવીના દુકાળીયા દિવસો…..                       મોહ કરે છે,ને બેશરમ થઈ ફરે છે ને પ્રેમ કરવાની ખબર નથી…. મોજથી ફરે છે,પણ વિચારતો નથી કે મોજની રાહ સફર નથી.                          આજના માનવીના દુકાળીયા દિવસો….. આજે કલમનો સંતોષ થતો નથી, થશે તો ક્યારે ફરી લખીશું ખબર નથી…. મારૂ મારૂ સૌ કરે છે,પણ લઈ જવાનો કાઈ નથી, લઈ જાય તો ખબર નથી                            આજના માનવીના દુકાળીયા દિવસો…..  – રામ ભાઈ આહીર (મારા મિત્ર અને સહકાર્યકર, અમરેલી તાલુકો, ગામ ભેરાઈ ના વતની) રામ ભાઈની આ પ્રથમ કવિતા છે અને મારા આગ્રહ પર તેમણે આ રચના કરી છે.


કાજળભર્યાં નયનનાં – અમૃત ઘાયલ

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે; ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે; એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે; જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે. હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું, દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે. આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ, આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે. લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને, છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે. દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં, એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે. હું એટલે તો એને વેંઢારતો રહું છું, સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે. ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં! આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે! ‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં, મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.  – અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ  “ઘાયલ”


જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

જુદી જિંદગી છે મિજાજે મિજાજે; જુદી બંદગી છે નમાજે નમાજે. છે એક જ સમંદર, થયું એટલે શું ? જુદા છે મુસાફર જહાજે જહાજે. ભલે હોય એક જ એ અંતરથી વહેતા, છે સૂરો જુદેરા રિયાજે રિયાજે. જુદા અર્થ છે શબ્દના બોલવા પર, છે શબ્દોય જુદા અવાજે અવાજે. જીવન જેમ જુદાં છે કાયામાં જુદી, છે મૃત્યુય જુદાં જનાજે જનાજે. હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ? જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે. – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’


અમારી જિંદગીનો – સૈફ પાલનપુરી 5

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે, ને હસવામાં અભિનય છે. તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે, આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે. તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે. મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો ! તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે. હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો, હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.  – સૈફ પાલનપુરી


લખી શક્યો – વિકાસ બેલાણી

રાતોમાં જાગીને હું, ઊજાગરા લખી શક્યો, સાથે જોયેલા આપણા શમણા લખી શક્યો, તન્હા હતું વાતાવરણ, એમાં તારો વિરહ આંસુ નીતરતી આંખ થી હીબકાં લખી શક્યો પ્રશ્નો લખી શક્યો, હું વિષાદો લખી શક્યો, મથ્યો ઘણું’યે તોય ના ઊતર લખી શક્યો બધું લૂંટાવી તારા પર, એક વાત જાણી કે, થયો બરબાદ જે ક્ષણમાં, પ્રણયને ઓળખી શક્યો ઊતાર્યું છે ‘રૂષભ’ આખું હ્રદય, મેં શાયરીમાં જો છતાં પણ વાત ક્યાં છાની’યે કોઈપણ લખી શક્યો ?  – વિકાસ બેલાણી ‘રૂષભ’


કોઈ – જયંતિ પરમાર

ખાદી હાટના એરકન્ડીશન્ડ શો રૂમમાં ચીમળાઈને ઊભેલી ગાંધીની પ્રતિમાની આંખમાં જામેલા ગોડસેના લોહીને કેટલાક પતંગીયાઓ ખોતરી રહ્યા છે. બહાર ઊભેલા નાગા, ભુખ્યા ટાબરીયાઓ (આવતીકાલના નાગરીકો) પર પોલીસે હાથ અજમાવતા સત્ય, અહિંસા, સર્વોદય લખેલી કાચની તક્તીઓ પર હાથ ફેરવતા ફેરવતા ભાગી છુટે છે ત્યારે … … … ગાંધી ના વારસદારો ખુશ છે; કોઈ ભૂખ્યુ નથી કોઈ તરસ્યુ નથી કોઈ … … … પેલી મૂર્તિ ની આંખમાં જામેલું લોહી હવે ફરી વહેવા માંડ્યુ છે.  – જયંતિ પરમાર ( કવિ પરીચય  :  જયંતિ પરમાર નો તળેટી નામનો કાવ્ય સંગ્રહ અચાનક હાથમાં આવ્યો અને આ વખતે વડોદરા થી પીપાવાવ આવતા આવતા બસમાં એ વાંચ્યો. હ્રદયના સ્પંદનો ને શબ્દોનો દેહ આપી ઊતારવાની કળા શ્રી જયંતિભાઈ માં પૂરેપૂરી ઊતરી છે. તેમના કાવ્યો વાંચી ને મને ખૂબજ આનંદ થયો, અને એટલે જ મેં આજે તેમની કવિતા અહીં મૂકી છે. એક કવિ આજીવન કવિ હોય છે, તેમના જીવનના અલ્પવિરામો એ કદી પૃર્ણ વિરામ નથી બનતા.)  – જીગ્નેશ અધ્યારૂ


મારુ ઘર… – જીગ્નેશ અધ્યારૂ 3

ગમ થી દૂર, તમ થી નજીક મનનું સંગીત, મહેકતુ નગર જીવનનો રસ, લાગણીનો કસ, દુઃખ આઘુ ખસ, આ મારુ ઘર આતમને સંગ, અંતર ઊમંગ જીવનના રંગ, સુખનું નગર, આશા પતંગ, હૈયુ વિહંગ હિંમતની જંગ, છે મારુ ઘર આશાઓ તારી, મૂડી છે મારી સપનાઓ સઘળા, લાંબી ડગર હીંમતનો હાથ, સંઘર્ષોનો સાથ જીવન સંગાથ, આ મારુ ઘર દુઃખોની ઘાત, નિરાશાને હાત.. હિંમતનો સાથ, જીવનપથ પર મારો શ્વાસ, મારી આશ, તારો વિશ્વાસ, આ મારું ધર  – જીગ્નેશ અધ્યારૂ


ઈઝહાર એ મુહબ્બત… – જીગ્નેશ અધ્યારૂ

વિચારૂં છું કે તને કહી જ દઊં કે મારી ઊદાસ રાતોનું કારણ તું જ છે… જે વિચારોમાં પોતાને એકલો જોતો હતો એમાં પોતાની છબી દેખાડવા વાળી તું જ છે મારા મન ને મારી એકલતામાં જે મોજ હતી એને તોડવા વાળી પણ તું જ છે અરીસામાં આમ વારે વારે ન જોતો હતો કોઈ મને જુએ છે એ ભાન કરાવવાવાળી તું જ છે હું શરમાળ છું અને એ સ્વાભાવિક ખાસીયત છે એટલું સમજીલો કે હું કાંઈ પણ નહીં કહી શકું પણ મુહબ્બતનો જો ઈઝહાર સમજીલો આંખો થી તો દરેક શ્વાસમાં શામેલ મેળવશો મને…  – જીગ્નેશ અધ્યારૂ


જીંદગી… 4

હકીકત કાંઈ ઓર હોય છે ને દેખાડો કાંઈક ઓર હોય છે, લોકોના હસતા ચહેરાની ભીતરમાં વ્યથાઓનો સૂનો દોર હોય છે ઝેરના ઘૂંટડા પી ને મરી ગયેલુ મન લઈને જીંદગી સુખેથી જીવવાનો નર્યો ઢોંગ હોય છે… – Unknown Author (from BVM Kelidoscope ’99)


રાહ પર… – વિકાસ બેલાણી

  કરવો જ હોય તો તું કરી નાખ રસ્તો, અડચણ ઉકેલી નાખ મંઝીલ ની રાહ પર, પછી જ મળશે એવું માને છે હ્ર્દય મારું, ઇશ્વર હંમેશા હોય છે શ્રધ્ધાની રાહ પર, ભલે રસ્તો છે એક આપણો; વિચારો ભલે અલગ, છતાં’ યે પ્રેમ ક્યાં કર્યો છે કોઇ ભેદભાવ પર? લખું છું ઇશ્કને; જામો ભરું છું હું મહોબતનાં, નશો મારી ગઝલને છે હ્રદયની બાદશાહત પર! મીટાવી દો ‘રૂષભ’ અસ્તિત્વ એના પ્રેમ ની પાછળ, વફા સાબીત થઇ શકશે ફકત તારી શહાદત પર !  – વિકાસ બેલાણી


પ્રેમનો સ્વિકાર કરો – જીગ્નેશ અધ્યારૂ

કાંઈ નહીં તો મારા પ્રેમનો સ્વિકાર કરો, હું ક્યાં કહું છું કે તમેય મને પ્યાર કરો? જીવન નૈયા સંસાર સાગર માં તરતી મૂકો, હમસફર બનવાના મારા સપના સાકાર કરો. રસ્તો છે રાહમાં, ધબકે છે હૈયુ આહ માં તમે કેમ હજીય ભવિષ્યના વિચાર કરો? મંઝીલોને પણ છે તલાશ આપણી, સાથી ચાલો પગલા પાડો ને સુખી સંસાર કરો ઘણાય સાથી બનવા હશે તૈયાર તમારા પણ વિચારો બધાનાં મનમાંથી તડીપાર કરો સાતે જનમનો નાતો તમ સાથે મારે બાંધવો મારી જીવન બગીયામાં બાગે બહાર કરો.  – જીગ્નેશ અધ્યારૂ   Jignesh Adhyaru


ચાલશે નહીં – વિકાસ બેલાણી

કોઇ તો વાત એમના દિલમાં ભરી હશે, નહીંતર કદી’યે ઊંઘ આ વેરણ બને નહીં! શબ્દો કદાચ હોઠથી પાછા વળ્યા હશે; ગાલે શરમનાં શેરડા અમથા પડે નહીં! સપનાંમાં આવીને કહી દો તો’ય ચાલશે, કોઇ રસમ સંકોચની ત્યાં આવશે નહીં! ગુલાબ લઇને આવો તો એટલું વીચારજો; ફોરમ નહીં આપો તો અસર આવશે નહીં! પ્રત્યક્ષ કરવાની છે આ વાતો ‘રૂષભ’ બધી, સંતાઇને જોયાં કરો એ ચાલશે નહીં!  – વિકાસ બેલાણી Vikas Belani


પ્રેમની બાજી – જીગ્નેશ અધ્યારૂ

તારી ‘હા’ કે ‘ના’ પર છોડી દીધું જીવન, અને તરતજ સુખોની ધાત થઈ ગઈ હજી તો મેં મારા મનને સમજાવ્યુ ય નો’તું, મુફલીસોની ચર્ચામાં મારીય વાત થઈ ગઈ. મંઝીલ વગરનો રસ્તો ને સાહીલ વગરનો દરીયો, સુવાસ વગરના ફૂલ જેવી ઔકાત થઈ ગઈ ખુદા પર થી ય ઊઠી ગયો છે ભરોસો જ બાદલ, કે પ્રેમમાં પડ્યા ને બાજી મ્હાત થઈ ગઈ. – જીગ્નેશ અધ્યારૂ


મળતી નથી – વિકાસ બેલાણી

આંસુઓ લુછી શક્યો ; બધા ઝખમ લુછી શક્યો ; પણ શું કરું કે દિલમાંથી એક વાત એ હટતી નથી, જેને મેં મારા હ્ર્દય માં લાવીને સ્થાપી દીધી, કોઇ ખૂણે એમના દિલમાં જગા મળતી નથી, એમના રડવા વિશે પણ લાખ પ્રશ્નો થઈ શકે! એ કદી કારણ વિના આંખોને ભિંજવતી નથી, એ હવે નાંખે ગરમ નિઃશ્વાસ મારા નામ પર..! એટલે નિરાંતની નીંદર હવે મળતી નથી, છે રસમ જુદી ‘રૂષભ’,છે લાગણીના સ્વર જુદા! ને કોઇ પણ છેડે લકીરો હાથની મળતી નથી!!  – – વિકાસ બેલાણી ‘રૂષભ’ Vikas Belani


નીકળી પડું – વિકાસ બેલાણી

 કોઇ સાંજે આંખ મિંચી દઉં અને, હું ગગન ની રાહ પર નીકળી પડું!  ‘શ્વાસ’ ને યાદો ભલે રહેતી અહીં, સંબંધો પણ છોડી ને નીકળી પડું! કોઇ રસ્તે મન પછી મુંઝાય ના, આંખ મા અંધાપો લઇ નીકળી પડું! હું અવાજોથી ડરું છું એટલે, મૌન ની આગોશ મા નીકળી પડું! ક્યાં ‘રૂષભ’ હારી જવાની બીક છે? સાવ નિર્જન માર્ગ પર નીકળી પડું!  – વિકાસ બેલાની ‘રૂષભ’


કેટલાક ચુનીંદા શેર 4

ગઝલ સમ્રાટ શયદા ના ચુનીંદા શેર તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ; હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. * * * * મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે ! * * * * આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં. … કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે -રઈશ મનીઆર * * * * મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. – -ઓજસ પાલનપુરી તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું – અમૃત ધાયલ * * * * ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. – બેફામ અને આખરે… ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે – અસીમ રાંદેરી


સપનાઓનો ભાર – જીગ્નેશ અધ્યારૂ 1

મને મારા જ સપનાઓનો હવે ભાર લાગે છે અંતને આવતા કેમ આટલી વાર લાગે છે. શૂન્યતા ફેલાઈ છે સધળા સંબંધોમાં આજકાલ સ્વાર્થ ને લોભનો વસ્યો, પરિવાર લાગે છે. સુખોની સીમા ઘટીને સપનામાં રહી ગઈ દુઃખોનો ક્ષિતિજની પાર, વિસ્તાર લાગે છે. હસીએ છીએ જરીક, સુખી માને છે દુનિયા કાયમ રડાવવાનો તમને અધિકાર લાગે છે એક ખભોય નથી જ્યાં રડી લઊં “બાદલ” દુઃખનો પ્યાદો નસીબને વફાદાર લાગે છે.   – “બાદલ”  (જીગ્નૅશ અધ્યારુ.)


વરસાદની મૌસમ – હરીન્દ્ર દવે

ચાલ વરસાદની મૌસમ છે, વરસતા જઈએ. ઝાંઝવા હો કે દરીયા, તરસતા જઈએ. મૌતના દેશ થી કહે છે, બધા ભડકે છે, કૈ નથી કામ છતાં, ચાલ અમસ્તા જઈએ. આપણે ક્યાં છે મમત, એક જગાએ રહીયે, રસ્તા માગે છે ખુશીઓ, તો ભલે ખસતા જઈએ. સાવ નિર્જન છે, વીરાન છે, બીજુ તો શું કરીએ બાંધીએ એક નગર ને જરા વસતા જઈએ. તાલ દેનારને પણ એક મૂંઝવવાની મજા છે તાલ છે રૂદનનો, છતાં હસતા જઈએ.-           -હરીન્દ્ર દવે Jignesh Adhyaru


જાવેદ અખ્તરના કાવ્યો 2

દર્દ અપનાતા હૈ પરાયે કૌન કૌન સુનાતા હૈ ઔર સુનાયે કૌન વો જો અપને હૈ ક્યા વો અપને હૈ કૌન દુ:ખ ઝેલે આજમાયે કૌન અબ સુકુન હૈ તો ભુલને મે હી લેકિન ઉસ શખ્સ કો ભુલાયે કૌન આજ ફીર દિલ હૈ કુછ ઉદાસ-ઉદાસ દેખિયે આજ યાદ આયે કૌન ***** જાતે જાતે વો મુજે અચ્છી નિશાની દે ગયા ઉંમરભર દોહરાઉ એસી કહાની દે ગયા ઉસસે મૈ કુછ પા સકુ એસી કહા ઉમ્મીદ થી ગમ ભી વો શાયદ વારા-એ-મહેરબાની દે ગયા સબ હવાયે લે ગયા મેરે સમંદર કી કોઈ ઔર મુજકો એક કરતી બાદબાની દે ગયા ખૈર મૈ પ્યાસા રહા પર ઈતના તો કિયા મેરી પલકો કી કતારો કો વો પાની દે ગયા ***** હર ખુશી મે કોઈ કમી સી હૈ હસતી આંખો મે ભી નમી સી હૈ દિન ભી ચુપચાપ સર ઝુકાયે થા રાત કી નફ્જ ભી થમી સી હૈ કિસકો સમજાયે કિસકી બાત નહિ જહા ઔર દિલ મે ફિર ઠની સી હૈ ખ્વાબ થા યા ગુબાર થા કોઈ ગર્દ ઈન પલકો મે જમી સી હૈ કહ ગયે હમ કિસકે દિલ કી બાત શહર મે એક સનસની સી હૈ હસરતે રાખ હો ગઈ લેકિન આગ અબ ભી કહી દબી સી હૈ  – (Source : Webdunia)


લાગ્યો કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી 2

લાગ્યો કસુંબીનો રંગ – રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ.. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ.. ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ.. નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ.. પીડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ.. ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ .. ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ .. રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ – લાગ્યો કસુંબીનો રંગ !  – – – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી


ક્યાં હતી ખબર…

દેખાય આખી દુનીયા મને તમારી આંખોમાં કોને ખબર હતી ચિતરાવ્યો છે પૃથ્વીનો ગોળો તમારા કોન્ટેક લેન્સ માં જીવું છું સદાય રાખી તમારી તસ્વીર મારા દિલ માં ક્યાં હતી ખબર નાખી દીધો છે કુચ્ચો વાળી મારા દિલનો કચરાપેટી માં વખાણતો રહ્યો તમારા મુખને કહી ચંદ્રમાં ક્યાં હતી ખબર છુપાવ્યો છે કાળમીંઢ પથ્થર મેક અપના લપેડા માં લખી નાખતો તમારા હુસ્ન પર ગઝલ પળવારમાં ક્યાં હતી ખબર નથી રહેવા દીધો અમારા નામ નો એક અક્ષર તમારી નંબર પ્લેટમાં તમારી સાથે વિતાવવો હતો આ વેલેન્ટાઈન ડે ક્યાં હતી ખબર તમે ભર્યો છે મેળો વેલેન્ટાઈનનો ગર્લ્સ હોસ્ટેલના પટાંગણમાં સાચુ કહું તો રહી ગયો તારા તોડી લાવવાની વાત માં ક્યાં હતી ખબર આવ્યો છે જમાનો ખવડાવવાનો આઈસ્ક્રીમ ડેરીડેનમાં બેસવુ હતુ સાથે હાથ માં લઈ હાથ લગ્નમંડપમાં ક્યાં હતી ખબર તમને તો છે ફક્ત રસ જોવામાં પીક્ચર ચંદન મલ્ટીપ્લેક્સમાં રહ્યો આખી જીંદગી તમારા પ્રેમના ભ્રમમાં ક્યાં હતી ખબર ગોઠવ્યો છે તમારા લીસ્ટમાં મને છેલ્લા ક્રમમાં સાથે તમારી જીવન વિતાવવુ એ સપનું રહી ગયું ક્યાં હતી ખબર તમે તો રાખ્યા છે કાંઈ કેટલાયને તમારા પ્રેમના ભ્રમમાં – અજ્ઞાત


પ્રેમ તારો – જીગ્નેશ અધ્યારૂ 3

પ્રેમ તારો હું પામી શકીશ કે નહીં? તારો સાથ જીવનભર મેળવી શકીશ કે નહીં? જોયા સપના સાથે જીવવા મરવાના એ બધા સાકાર કરી શકીશ કે નહીં? લખ્યા છે જે પત્રો હૈયુ નીચોવીને એ બધા તને આપી શકીશ કે નહીં? વિચારોમાં જે તને હજારોવાર કહ્યું છે તે હકીકતમાં કહી શકીશ કે નહી? અંતરંગ ઓરતા ને સોહામણા શમણાં તારી આંખોમાં પ્રેમ મેળવી શકીશ કે નહીં? આજ કાલ કરતા દીવસો અનેક ગયા હવે તો તું મારી વેલેન્ટાઈન બનીશ કે નહી? – જીગ્નેશ અધ્યારૂ


આંસુ કહે છે… – જીગ્નેશ અધ્યારૂ 3

કહે છે તમારી પાંપણની ધારે લટકી રહેલુ આંસુ કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? સુખમાં હતા સાથે તો દુઃખમાંય સાથે રહીશું, વહેંચી છે ખુશી તો સઘળા દુઃખ પણ સાથે સહીશું, કહે છે ખુશીના ખેપીયા, બેવફા ન થાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? હૈયાના આ હાલાતોનું ચીરહરણ અમે કરીશું, ને ખુશીના ખયાલોનું ભરણ પોઅણ અમે કરીશું, કહે છે અંતરના ઓરતા, આમ ન હારી જાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? વિશ્વાસનો વિષય છે, ભલે દુઃખનો સમય છે, ખુશી હો કે ગમ, આંસુઓની વિજય છે, વાચા તમારી લાગણીઓને આખરે દઈ જાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? – જીગ્નેશ અધ્યારૂ


મૈત્રી અને પ્રેમ 1

સતત બોલ્યા કરે તે મૈત્રી અને ચુપ રહે તે પ્રેમ, મિલન કરાવે તે મૈત્રી અને જુદા ઇ સતાવે તે પ્રેમ, મન મલકાવે મૈત્રી અને હ્ર્દય ધબકાવે તે પ્રેમ, હાથ પકડીને ચાલવુ તે મૈત્રી અને આંખોમાં નીરખ્યા કરવુ તે પ્રેમ, મિત્રોમાં વહેંચવાની લાગણી મૈત્રી, દિલમાં છુપાવવાની પ્રેમ, મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે પ્રેમ, છતાંય લોકો કેમ મૈત્રી છોડી કરે છે પ્રેમ…


ઘાયલ ના શેર… 3

મને તેથીજ મારી ઘેલછા પર વહાલ આવે છે, હતાશામાંય હરગીઝ એ હાથ ધસતી નથી હોતી ******** એ ધડી પણ એક વખત આવી લતી સુખની મારા હાથમાં ચાવી હતી કોઇની સમજાવી એ સમજી નહીં, આંખને એણે પણ સમજાવી હતી ********** તુટી પડે છે શ્વાસના તાલે જ માનવી આ દીલની ધડકનો છે સતત તૂટવાનું નામ, તેથીજ કીધો પ્રેમ અમે સાંભળ્યુ હતુ આ જીન્દગી છે કૈક કરી છૂટવાનું નામ ****  અને અંતે મારી ફેવરીટ… **** પછી મોકો નહીં મળે આવૉ જીવન મહીં “ધાયલ” કરીલે તું પણ વાર, ઉભો છું અદબ વાળી


મારી રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ 1

મલકાઇને તમે જ્યારે પણ હસો છે, મારા અંતર મનમાં તમે જ વસો છે, તમને શું ખબર વગર પીધે ચઢી જાય એવો તમે નશો છો… * * * * લજામણી નું ફૂલ છું, અડો ને સંકોચાઉં છું, બસ તમે જ મારી સામે જુઓ તો શરમાઉં છું, તમે મને જોઇ હસો છો કે, એ મારા હૈયાનો ભ્રમ છે?? હાસ્યને તમારા પ્રેમ સમજીને ભરમાઉ છું. * * * * * મને થાય છે કે હવે તો તને કહીજ દઉં કે મારી ઉદાસ રાતોનું કારણ મારા સઘળા પ્રેમનું તારણ અને મારા હૈયાનું બંધારણ તું જ છે.. જે સપનાઓમાં પોતાને એકલો જ જોતો હતો તેમાં તારો સાથ પૂરવા વાળી હાથોમાં મારા હાથ આપવા વાળી અને જીવનપથ પર સાથ આપવા વાળી તું જ છે… શું મળશે મંઝીલ માં જો સફર માં તું નથી જ્યાં સુધી તું છે, જીવવાની ચાહ છે, મિલનની મંઝીલ ને ભરોસાની રાહ છે, નહીં તો બધે સ્વાર્થનો દાહ છે. જ્યાં જુઓ ત્યાં બધે મતલબનો માર છે, જાણીતાઓના અજાણ્યા કાવતરાનો ભાર છે, સાથની છે ચાહ જીવનના અંતિમ શ્વાસ સુધી ચાહતની આશાજ જીવનનો આધાર છે.


મરીઝની રચનાઓ 12

અબ્બાસ વાસી એટલૅ કૅ “મરીઝ” સાહેબના કેટલાક શે’ર અત્રે પ્રસ્તુત છે. * એક પળ એના વિના ચાલતુ નહોતુ “મરીઝ” કોણ જાણે કેમ આખી જીંદગી ચાલી ગઇ… * મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’ હું પથારી પર રહું ને આખુ ઘર જાગ્યા કરે * દાવો છે અલગ દુનિયાની રીત થી એ અહીં ચુપ રહે છે જેનો અધિકાર હોય છે… * હું તને જોત તો દુનિયાને પછી જોતો નહીં, તું મને જોત તો જોતી થઇ જાત દુનિયા મને… * મિત્રો બધા ખુદા પરસ્ત મળ્યા છે “મરીઝ” સોંપે છે દુઃખ ના કાળ માં પરવરદીગારને * બહુ સુંદર નક્શીકામ છે જખ્મોનું હ્રદય ઉપર ઓ સંગાથી કલાકારૉ તમારુ કામ લાગે છે.. *