અંતિમ પ્રયાણ – જીગ્નેશ અધ્યારૂ
સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા સુખભર્યા જીવતરના સોનેરી સોણલા ઉઘાડી આંખોમાં અધૂરા રહી ગયા બે ચાર ડચકાં, છૂટતા શ્વાસો અણદીઠાં સ્વપ્નો અધૂરી આશો મનના ઉમંગની અણકહી વાતો ચાલ્યા અમે ને એ બધાં રહી ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા મોટાં રુદનને ક્યાંક આંખોમાં પાણી જીવનની લીટીને ઘણી લાંબી તાણી પણ સુખની એકેય ક્ષણને ન માણી એ ક્ષણોના સરવાળા, ભાગાકાર થઈ ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા