સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : જીવન દર્શન


ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

ભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ-પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે રામાયણ અને મહાભારત. સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય રામાયણ અને મહાભારત દ્વારા જ મળી શકે. કોઈએ વધુ ઊંડા ઊતરવું હોય અને ભારતીય તત્ત્વગ્યાનનો ગહન, સઘન અને ગંભીર પરિચય પ્રાપ્ત કરવો હોય તો વેદ અને ઉપનિષદ પણ છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં આદર્શ સમાજ અને આદર્શ રાજ્યની કાલ્પનિક વાસ્તવિકતા અને વાસ્તવિક કલ્પના સાકાર થઈ છે. રામાયણ એક શાન્ત સરોવર જેવો ગ્રંથ છે. મહાભારત એક વિરાટ સમુદ્ર છે. આ મહાભારતમાં અનેક કથાઓ, આડકથાઓ છે. અનેક તરંગો છે. આ મહાભારતના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે. આ જ ગીતાજીના અધ્યાયોના વિચારમંથનનો પરિપાક એટલે શ્રી સુરેશ દલાલનું પ્રસ્તુત પુસ્તક ભગવદગીતા એટલે… જે આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


મીરાંબાઈ – લીલાવતી મુનશી 1

મીરાંનું જીવન અને કવિતા એ એક મહાપ્રયત્નનું પરિણામ છે. બાળપણથી જ મીરાંનું મન સંસારમાં રાચેલું નહોતું. અત્યંત પ્રેમભાવના વેગથી એની આંતરવૃત્તિ રંગાયેલી હતી. આ વૃત્તિ ભક્ત પિતામહને ત્યાં બાળપણમાં પોષાઈ. વૈધવ્યે એને જીવનમાં વણવાની તક આપી. મહારાણીપદ અને રાજકુળે એના સંસ્કારો વિકસાવ્યા અને પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમતા ટકવાની તાકાત અને માનેલા આદર્શનો સાક્ષાત્કાર કરવાનો ઉત્સાહ આવ્યાં અને આ બધાના પરિણામે એના વિકાસ પામેલા વ્યક્તિત્વે આદર્શની પાછળ આત્મસમર્પણ કરી ચિરંજીવતા મેળવી. મીરાંની કવિતા અને જીવનને એકબીજાથી જુદાં ન પાડી શકાય. એના જીવનરસના નિર્ઝરણમાંથી એની કવિતા બની છે. એના કવિતાના રસપ્રવાહમાંથી એનું જીવન રચાયું છે. અને એ બંને, એનું જીવન અને એની કવિતા એક બીજાથી એતલાં અભિન્ન છે કે એમને છૂટાં પાડતાં બંને સામાન્ય થઈ રહે. મીરાં વિશેની આવી જ વાત વિગતે શ્રીમતી લીલાવતી મુનશીએ કરી છે.


ઓતરાતી દીવાલો – કાકાસાહેબ કાલેલકર 4

જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંણો ખોરાક, મજૂરી કરતાં પડેલા કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલા લખાણો એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધુમ્મસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માણ્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિ માતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દ્રષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્વનો તેટઓ જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષા દ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હ્રદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે.


દેવલાલીના સંભારણાં – ગોપાલ પારેખ 8

શ્રી ગોપાલભાઈ પારેખનો પરિચય નેટજગતના વાચકોને આપવાની જરૂર જ નથી. ગુજરાતી નેટવિશ્વના વૃદ્ધ યુવાન કાર્યકર એવા ગોપાલભાઈ હમણાં થોડા દિવસો માટે મહારાષ્ટ્રના દેવલાલી ખાતે હવાફેર માટે ગયેલા, ત્યાં રહીને આવ્યા બાદ તેમને થયેલ અનેક સુંદર અનુભવો વિશે તેમણે વાત કરી. આજના વિશ્વમાં જ્યાં એક તો આવા અનુભવો જૂજ છે અને બીજું કે તેમને અનુભવવાવાળાની નકારાત્મકતા એ અનુભવને શંકાની જ નજરોથી જુએ છે ત્યાં ગોપાલભાઈની અનુભૂતિ મને ખૂબ ગમી. તેમના જ શબ્દોમાં આજે તેમના ત્રણ અનુભવો પ્રસ્તુત છે.


નરસિઁહ મહેતાનાં જીવન કવન વિષયક પદો – તરુણ મહેતા (Audiocast) 13

શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ પૂર્વે એક લેખ પ્રસ્તુત થયેલો, આજની પ્રસ્તુતિ એ જ શૃંખલાની બીજી કડી છે. આ વિસ્તૃત લેખ એક સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટનો બીજો ભાગ…. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફક્ત નરસિંહ મહેતાના સર્જન વિશે.


અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૨ – સં. જીજ્ઞેશ અધ્યારૂ 5

અમિતાભ બચ્ચન પર હમણાં ૬૦૦થી વધુ પાનાંનું એક પુસ્તક વાંચી રહ્યો છું, જેની સમીક્ષા અને પ્રસંગોને વર્ણવતો પ્રથમ ભાગ ગઈકાલે પ્રસ્તુત કર્યો હતો. અમિતાભ બચ્ચનને આત્મકથા અથવા જીવનકથા એવા શબ્દો પ્રત્યે લગાવ નથી એટલે આ પુસ્તકનું નામ ફક્ત તેમના નામ પર જ છે. તેમના પિતાજી શ્રી હરિવંશરાય શ્રીવાસ્તવ વિશે, તેમની પ્રથમ પત્ની શ્યામાજી વિશે, અમિતજીની માતાજી તેજી સૂરી વિશે, અને અમિતજીના જન્મથી લઈને તેમના બાળપણ, સંઘર્ષ અને સફળતાની આખી દાસ્તાન આ દળદાર પુસ્તક વર્ણવે છે. તો સાથે સાથે તેમના 1982માં થયેલા અકસ્માતની અને તે પછી મૃત્યુના મુખમાંથી પાછા ફરવાની, રાજકારણમાં આવવાની અને રાજરમતનો ભોગ બનવાની વગેરે અનેક બાબતો વિગતે વર્ણવાઈ છે. આ પુસ્તક અમિતાભ બચ્ચન કેમ આ સદીના મહાનાયક છે એ વાત પ્રસંગોથી ખૂબ સરળ અને સબળ રીતે સાબિત કરે છે. જેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આખો દેશ એક વાર પ્રભુભક્તિમાં ડૂબી ગયેલો એવા અમિતાભને દેશદ્રોહી ઠેરવવાના પ્રયત્નો પણ ઘણાં થયા, પરંતુ પોતાના આત્મવિશ્વાસ અને શ્રદ્ધાના જોરે તેઓ દર વખતે બેઠા થયા છે, સંઘર્ષને અંતે સિદ્ધિ મેળવી છે. આજે પ્રસ્તુત છે પુસ્તક સમીક્ષાનો બીજો અને અંતિમ ભાગ . . . . .


અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૧ – સં. જીજ્ઞેશ અધ્યારૂ 14

અમિતાભ બચ્ચન પર હમણાં ૬૦૦થી વધુ પાનાંનું એક પુસ્તક વાંચી રહ્યો છું. અમિતાભ બચ્ચનને આત્મકથા અથવા જીવનકથા એવા શબ્દો પ્રત્યે લગાવ નથી એટલે આ પુસ્તકનું નામ ફક્ત તેમના નામ પર જ છે. તેમના પિતાજી શ્રી હરિવંશરાય શ્રીવાસ્તવ વિશે, તેમની પ્રથમ પત્ની શ્યામાજી વિશે, અમિતજીની માતાજી તેજી સૂરી વિશે, અને અમિતજીના જન્મથી લઈને તેમના બાળપણ, સંઘર્ષ અને સફળતાની આખી દાસ્તાન આ દળદાર પુસ્તક વર્ણવે છે. અમિતાભ કહે છે કે મને સમજવા માટે મારા બાબુજી અને માંને સમજવાનો પ્રયત્ન કરજો, મને સમજવામાં તમને તકલીફ નહીં પડે. આ પુસ્તક અમિતાભ બચ્ચન કેમ આ સદીના મહાનાયક છે એ વાત પ્રસંગોથી ખૂબ સરળ અને સબળ રીતે સાબિત કરે છે. જેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આખો દેશ એક વાર પ્રભુભક્તિમાં ડૂબી ગયેલો એવા અમિતાભ અંતર્મુખી છે, પરંતુ સ્પષ્ટવક્તા છે. પોતાના પર પુસ્તક લખવા તૈયાર થયેલા સૌમ્યો વંદ્યોપાધ્યાયને અમિતાભ ચેતવણી આપતા કહે છે, “તમને ખબર છે તમે કોના ઉપર પુસ્તક લખી રહ્યા છો? . . . . . .


પ્રસંગનું પુણ્યસ્મરણ – ગાંધીજી 5

ગાંધીજીની આત્મકથા એમના અઠવાડિક નવજીવનમાં ૧૯૨૫ની ૨૯મી નવેમ્બરના અંકથી હપ્તાવાર પ્રસિદ્ધ થવા લાગી હતી. પછી તે પુસ્તક સ્વરૂપે બહાર પડી ૧૯૨૭માં. ગાંધીજીના જીવનની કથા એમણે જ લખેલા એક બીજા પુસ્તકમાં પણ આવે છે – દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ. એ તો આત્મકથાની પણ પહેલા લખાયેલું અને પ્રસિદ્ધ થયેલું. એકવીસમી સદીમાં હિંસાના ઓથાર નીચે જીવતી આજાર માનવજાતની તબીબી માવજત કરીને તેને મુક્તિનો માર્ગ બતાવી શકે એવા એક મહાપુરુષે આલેખેલી પોતાના જીવનની સંક્ષિપ્ત કથાનો આ એક અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે. ગાંધીજી અને કસ્તૂરબાના જીવનને લગતા આ મહત્વના પ્રસંગની વાત અહીં આલેખાઈ છે. આશા છે આ વાંચન બધાને ગમશે.


મંગળસૂત્ર – કિશનસિંહ ચાવડા 5

‘જિપ્સી’ ઉપનામથી જેમણે ‘અમાસના તારા’ જેવું રમણીય ગદ્ય આપ્યું છે તેવા શ્રી કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા આપણી ભાષાના એક આગવા નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક હતા. પ્રસ્તુત નિબંધલેખ ‘અમાસના તારા’ એ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. લેખક પોતાની માતાને અને તેમના મંગળસૂત્ર સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો અને પ્રસંગવિશેષને ભાવપૂર્ણ હ્રદયે યાદ કરે છે. લેખકની કલમે લખાયેલા ‘બા’ એ નામમાં અને તેમના સ્મરણોમાં જ કેટલું વહાલ છલકાઈ જાય છે. આવા સદાબહાર નિબંધો જ આપણી ભાષાની અમૂલી મૂડી છે.


પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે (ઈ-પુસ્તક ડાઉનલોડ) 1

પ્રસ્તુત પુસ્તક ‘પાંદડે પાંદડે જ્યોતિ’, એ શ્રી મહેશ દવે દ્વારા સંક્ષેપ, સરળીકરણ અને સંકલન પામેલી અકેક પાનાની બોધપ્રદ અને સુંદર કથાઓનો સંગ્રહ છે. શ્રી મહેશ દવેની આ પુસ્તકોની શૃંખલા પાંદડે પાંદડે મોતી થી શરૂ થયેલી અને આ શૃંખલા ખૂબ પ્રચલિત થઈ વાચકો દ્વારા અનેરા પ્રેમ અને આદરને પામી છે. અક્ષરનાદ પર આ પુસ્તિકા ખૂબ લાંબા સમયથી મૂકાવા માટે તૈયાર હતી, પરંતુ અંગત મુશ્કેલીઓ અને છેલ્લા એક મહીના ઉપરાંતથી સમયની ભારે ખેંચતાણને પગલે તેની પ્રસ્તુતિમાં વિલંબ થયો. અગાઊ એ નવરાત્રી અને પછી દિવાળીના દિવસે મૂકવા માટે પ્રયત્ન કરેલો, પરંતુ ઈ-પુસ્તક સ્વરૂપ આપવામાં થયેલ વિલંબને પગલે તે છેક હવે પ્રસ્તુત થઈ રહી છે.
આ પુસ્તક અક્ષરનાદ પર મૂકવાની તક આપવા બદલ શ્રી મહેશ દવેનો ખૂબ ખૂબ આભાર. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ એવી આ કથાઓનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.


લાલ બહાદુર શાસ્ત્રી વિશેની કેટલીક અજાણી વાતો – સિદ્ધાર્થ ભરોડિયા 8

સિદ્ધાર્થભાઈ ભરોડિયા જાગરણ જંક્શન નામની વેબસાઈટ પર હિન્દીમાં બ્લોગિંગ કરે છે. વિવિધ વિષયો અને વિચારપ્રેરક લખાણ તેમની બ્લોગપોસ્ટ્સની મુખ્ય વિશેષતાઓ છે. આજે પ્રસ્તુત છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિશેનો તેમનો સમાજ પાસેથી જવાબ માંગતો ચોટદાર લેખ. લાલ બહાદુર શાસ્ત્રી વિષે કેટલીક વાતો છે જે આપણે જાણતા નથી અને જાણવાના પણ નથી. એ વાતો જણાવાઈ નથી કે છુપાવી દેવાઈ છે? શાસ્ત્રી વિષે આપણે આપણા ભારતીય દ્રષ્ટિકોણ થી ઘણું સાંભળ્યુ, વાંચ્યુ છે. વિદેશીઓના દ્રષ્ટિકોણથી પણ જોઈએ.

લાલ બહાદુર શાસ્ત્રી

શબદની સાધના – રસિક ઝવેરી 2

શ્રી રસિક ઝવેરી ગુજરાતી પ્રવાસસાહિત્યમાં અનેરી ભાત પાડતી યાત્રા ‘અલગારી રખડપટ્ટી’ લઈને આવ્યા, આ રખડપટ્ટીની રોચક, ચોટદાર અને સરળ ભાષા તથા સહજ અનુભવોસભર પ્રવાસગ્રંથથી તેમની ગણના આગવા ગદ્યકાર તરીકે થવા માંડી. ત્યાર બાદ મુંબઈ સમાચારમાં તેમની કૉલમ ‘દિલની વાતો’ શરૂ થઈ. શબદની સાધના એ એક લેખકનું આંતરદર્શન છે. એ દરેક લેખકને, દરેક સર્જકને લાગુ પડે છે. સર્જનનું મુખ્ય કારણ કયું? નિજાનંદ કે બીજાનંદ? આ બાબત પર તેઓ અનોખી રીતે પ્રકાશ પાડે છે. સાહિત્યનો ખરો શબ્દ કોને કહેવાય તે તારવવાની આ મથામણ નવનીત પામે છે એવી એમની કલમની તાકાત છે.


શ્રમણ ગૌતમની પાસે – ધૂમકેતુ 2

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ સર્જિત ગુપ્તયુગ નવલકથા ગ્રંથાવલીના ૧૩ ભાગ છે. તેમાંના ત્રીજા ભાગ, મગધપતિમાંથી ઉપરોક્ત કૃતિ લેવામાં આવી છે. ગુપ્તયુગ ગ્રંથાવલી – નવલકથાસમૂહના ત્રણ પુસ્તકો મેં વાંચ્યા છે. ઈતિહાસને વિગતે દર્શાવવાની ધૂમકેતુની વિશેષતા આ ગ્રંથોમાં ઉડીને આંખે વળગે છે તો ઈતિહાસની વાતોને ચડેલું નવલકથાનું ક્લેવર વિગતોને નિરસ થતાં બચાવે છે અને તેમાં રસ જળવાઈ રહે છે. મહારાજ બિંબિસાર, તેમનો પુત્ર અજાતશત્રુ અને મહાઅમાત્ય બ્રાહ્મણમંત્રી વર્ષકાર, તેમની નગરી રાજગૃહ, તેમની સામે પડેલું ગણતંત્ર વૈશાલી, વૈશાલીની નગરશોભિની આમ્રપાલી, શ્રમણ તથાગત ગૌતમ અને રાજતંત્ર તથા ગણતંત્રની વિવિધ બારીક વાતોનું તેમણે સુંદર આલેખન કર્યું છે જેથી આ સમગ્ર ગ્રંથસંગ્રહ એક ખજાનો બની રહે છે, અને તેને વાંચવાનું સૌભાગ્ય મને મળી રહ્યું છે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયથી આ તેર ખંડોમાં વહેંચાયેલી વિશાળ ગુપ્તયુગ ગ્રંથાવલી મેળવી શકાય છે.


વારિસ ડીરી

ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૨ 15

એક મિત્રની સૂચવેલી આ ફિલ્મ અને તેની આત્મકથાની વાર્તા, પાર્શ્વસંગીત અને ફિલ્મની ગુણવત્તા જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. ‘ધ ડેઝર્ટ ફ્લાવર’ નામની આ ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારિત છે જે અમેરિક્ન સુપરમોડેલ, અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સના સ્ત્રીઓમાં જનન અવયવોની સુન્નતના ક્રૂર રિવાજને નાબૂદ કરવા માટેના વિશેષ રાજદૂત તરીકેની નિમણૂંક પામનાર વારિસ ડીરીના જીવન પર આધારિત છે. એથીય વધુ એ સંઘર્ષની કથા છે, જીવનમાં સતત મુશ્કેલીઓનો એકલે હાથે સામનો કરનાર એક આફ્રિકન ભટકતી પ્રજાતિની છોકરીના અમેરિકન સુપરમોડેલ અને જેમ્સ બોન્ડ ફિલ્મમાં અભિનેત્રી બનવા સુધીની સફરની કહાણી છે, એ ફેશનભર્યું જીવન મૂકીને આફ્રિકન સ્ત્રીઓ પરના અત્યાચારને રોકવા માટે કામ કરનાર એ હિંમતવાન છોકરીની આ સત્યઘટના છે. ફિલ્મના દ્રશ્યો અદભુત છે, પાર્શ્વસંગીત બંધબેસતું અને કર્ણપ્રિય છે અને આખીય ફિલ્મ એક જીવનને કચકડે કંડારવામાં મહદંશે સફળ રહે છે. પ્રભાવિત થઈ જવાયું હોય એવા ગણ્યાગાંઠ્યા ચલચિત્રોમાં ધ ડેઝર્ટ ફ્લાવર ચોક્કસ સ્થાન પામે.
આ વાત અને સાથે મૂકેલા વિડીયો વિચલિત કરી શકે એવા છે, કૃપા કરીને હૈયુ મજબૂત રાખીને જ આ વાંચશો. આજે પ્રસ્તુત છે લેખમાળાનો બીજો અને અંતિમ ભાગ


ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧ 19

એક મિત્રની સૂચવેલી આ ફિલ્મ અને તેની આત્મકથાની વાર્તા, પાર્શ્વસંગીત અને ફિલ્મની ગુણવત્તા જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. ‘ધ ડેઝર્ટ ફ્લાવર’ નામની આ ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારિત છે જે અમેરિક્ન સુપરમોડેલ, અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સના સ્ત્રીઓમાં જનન અવયવોની સુન્નતના ક્રૂર રિવાજને નાબૂદ કરવા માટેના વિશેષ રાજદૂત તરીકેની નિમણૂંક પામનાર વારિસ ડીરીના જીવન પર આધારિત છે. એથીય વધુ એ સંઘર્ષની કથા છે, જીવનમાં સતત મુશ્કેલીઓનો એકલે હાથે સામનો કરનાર એક આફ્રિકન ભટકતી પ્રજાતિની છોકરીના અમેરિકન સુપરમોડેલ અને જેમ્સ બોન્ડ ફિલ્મમાં અભિનેત્રી બનવા સુધીની સફરની કહાણી છે, એ ફેશનભર્યું જીવન મૂકીને આફ્રિકન સ્ત્રીઓ પરના અત્યાચારને રોકવા માટે કામ કરનાર એ હિંમતવાન છોકરીની આ સત્યઘટના છે. ફિલ્મના દ્રશ્યો અદભુત છે, પાર્શ્વસંગીત બંધબેસતું અને કર્ણપ્રિય છે અને આખીય ફિલ્મ એક જીવનને કચકડે કંડારવામાં મહદંશે સફળ રહે છે. પ્રભાવિત થઈ જવાયું હોય એવા ગણ્યાગાંઠ્યા ચલચિત્રોમાં ધ ડેઝર્ટ ફ્લાવર ચોક્કસ સ્થાન પામે.
આ વાત અને સાથે મૂકેલા વિડીયો વિચલિત કરી શકે એવા છે, કૃપા કરીને હૈયુ મજબૂત રાખીને જ આ વાંચશો. આજે પ્રસ્તુત છે આ લેખમાળાનો પ્રથમ ભાગ

The Desert Flower by Waris Dirie

બેગમ અખ્તર, આજ ભી… – અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા 8

ગઝલ શબ્‍દ કાને પડે, તેની સાથે તરત જ બે નામ ગઝલના પર્યાય સ્‍વરૂપે માનસપટ પર અનિવાર્ય રીતે ઝબકી જાય. શબ્‍દો માટે મિર્ઝા ગાલિબ, અને સ્‍વરો માટે બેગમ અખ્‍તર. ગઝલના માણતલ થવું હોય, તો આ બે નામોના જાણતલ થવું અનિવાર્ય! અને બેગમનું નામ પડે એટલે ભલભલા ગઝલગાયકો ગાવાનું બંધ કરી, ઊભા થઈ, અદબ વાળીને કતારબંધ ઊભા રહી જાય! બેગમનો સ્‍વર દૂરથી પણ કાને પડે એટલે ગઝલશોખીનો કાન સરવા કરીને અને આંખો બંધ કરીને, બધાં કામકાજ છોડીને, ડૂબી જાય એ મદહોશ કરી મૂકતા અવાજને સાંભળવામાં! બેગમ અખતર! ભાગ્‍યે જ કોઈ એવો ગઝલશોખીન જોવા મળે, જેણે બેગમ અખ્‍તરની ગઝલો સાંભળી ન હોય! જેણે બેગમના અવાજની મધુરતા માણી નથી તેણે ગઝલગાયકીને જરાયે જાણી નથી એવું કહેવામાં જરાયે અતિશયોક્‍તિ નથી. આજે છે તારીખ ૭મી ઓક્ટોબર, બેગમ અખ્તરની જન્મતીથી. આ પ્રસંગે શ્રી અશ્વિનભાઈ અને મીનાક્ષીબેન ચંદારાણાની કલમે માણીએ બેગમ અખ્તરની જીવનઝાંખી


કરુણા અને અનુકંપા – બૌદ્ધઋષિ જોન હેલિફેક્સ 3

બૌદ્ધ ઋષિ જોન હેલિફેક્સ પોતાના જીવનની છેલ્લો સમય વીતાવી રહેલા લોકો સાથે કામ કરે છે, અનાથાશ્રમમાં, ઋગ્ણાલયમાં, ફાંસી અપાવાની રાહ જોતા ગુનેગારો વગેરે સાથે તેઓ સંકળાય છે અને માણસોને મૃત્યુ તરફ વધી રહેલા જુએ છે. જીવનમાં મૃત્યુ અને મૃત્યુ તરફની ગતિ સાથે સંકળાતી કરુણા વિશેના પોતાના અનુભવો તે આવા લોકો સાથે વહેંચે છે અને તેમની સાથે સહાનુભૂતિ, તાદાત્મ્ય અને અનુકંપા શબ્દોના માધ્યમથી પ્રગટ કર્યા વગર તેમની સાથે સંકળાય છે. વોશિંગ્ટનમાં થયેલા તેમના આવા જ એક પ્રવચનનો વિડીયો આજે અત્રે પ્રસ્તુત છે.


ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન (21-03-1916 - 21-08-2006)

સરાઈ હરાની એક સવાર… – મીનાક્ષી ચંદારાણા 14

ભારતનું સર્વશ્રેષ્ઠ નાગરીક સન્માન ભારતરત્ન જેમને મળ્યું છે તેવા, શરણાઈ જેવા શાસ્ત્રીય વાદ્યને વિશ્વમાં એકલે હાથે પ્રચલિત કરનાર, આઠથી વધારે દાયકાઓ સુધી શરણાઈની અખંડ ઉપાસના કરનાર ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન સંગીત દ્વારા પ્રેમ અને શાંતિનો સંદેશ પ્રસરાવનારા સરસ્વતીના એક અદના ઉપાસક હતાં. ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસ, ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ પંડિત જવાહરલાલ નહેરૂના આમંત્રણને માન આપીને તેમણે લાલકિલ્લામાં શરણાઈના સૂરો રેલાવ્યા હતા તો ૨૦૦૨માં પ્રસિદ્ધ ‘સ્વદેશ’ ફિલ્મમાં પણ તેમની શરણાઈનો જાદુ ફેલાયેલો. ઉસ્તાદજીની મઝાર અને તેમના કુટુંબની એક પવિત્ર સ્થળની યાત્રાએ જતા હોય એટલી જ શ્રદ્ધાથી મુલાકાત કરનાર, મીનાક્ષીબેન ચંદારાણાનો પ્રસ્તુત અનુભવલેખ એક અવિસ્મરણીય મુલાકાત તો છે જ, વાંચકો માટે પણ એક હ્રદયંગમ અનુભવ બની રહે છે.


શબરીના બોર – પ્રફુલ્લભાઈ શાહ (ઈ પુસ્તક ડાઊનલોડ) 1

ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં નોંધ્યુ છે કે એક ગામમાંથી ડૉક્ટરો અને વકીલોએ ઉચાળા ભર્યા એ પછી એ ગામનો વિકાસ થયેલો, એનું સ્વાસ્થ્ય સુધરેલું, પણ એમને ખોટા પાડે એવા એમના અનુયાયીઓ જોવા મળ્યા છે, અને એ પણ પોરબંદરથી બહુ દૂર નહીં એવા સાવરકુંડલામાં. એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો શરૂ થયા. રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર શરૂ થયો. કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં આ દંપત્તિએ સક્રિય રસ લીધો. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. એ અનુભવોનું ભાથું એટલે ‘શબરીના બોર’ ઈ પુસ્તક. આજથી એ અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


જલમભોમકા – રસિક ઝવેરી 3

રસિક ઝવેરી આપણી ભાષાના એક આગવા પ્રવાસલેખક, ઝવેરાતનો વ્યવસાય કરતા કરતાં ‘ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય’ શરૂ કર્યું હતું, તેઓ ગ્રંથાગાર માસિકનું પ્રકાશન કરતાં અને અખંડ આનંદ તથા સમર્પણ જેવા સામયિકોના તંત્રી વિભાગમાં પણ કામ કર્યું હતું. તેમના પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ માંથી આ ખંડ લેવામાં આવ્યો છે. લેખક લંડનના પ્રવાસે જાય છે, અને અચાનક જ થઈ જતી બાળપણના ભેરુની મુલાકાત અને ‘વિલીન થતા જમાનાના અવશેષ’ જેવા એ માણસની ભાવનાઓની વાત લેખકે હ્રદયસ્પર્શી રીતે અહીં આલેખી છે.


માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 2

અક્ષરનાદ.કોમ આજે એક ઉપયોગી, અનોખી અને પ્રેરણાદાયક ઈ-પુસ્તક સ્વરૂપે જેની પ્રસ્તુતિ કરી રહ્યું છે તે પુસ્તક માણસાઈના દીવા વિશે કયા ગુજરાતીને કહેવાની જરૂર પડે? શ્રી ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક પરિચયમાં કહેલું, “માનવી એક જટિલ સર્જન છે, ટપાલના સોર્ટરની અદાથી આપણે માનવીને પણ બે ખાનાઓમાં વહેંચી દઈએ છીએ. સારા અને ખરાબ. રવિશંકર મહારાજે માણસને માણસ તરીકે જોયા છે, એમને આવા ખાનાંઓમાં નથી નાંખ્યા. કોઈ માણસ નથી સારો કે નથી નરસો, માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. પ્રસ્તુત પુસ્તક ‘માણસાઈના દીવા’માં એક પ્રકારનું માનવતાદર્શન છે. પણ પુસ્તકોમાં નિરૂપાતુ માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સમક્ષ મૂકાય ત્યારે આપણે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો – ઉતરતી અને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો ગણીએ છીએ. રેલગાડીના જનરલ ડબામાં બિસ્તર નાખીને આખી પાટલી રોકીને બેઠેલો ભણેલો માણસ આ ‘માણસાઈના દીવા’ ની દુનિયાના માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોચાઈ ઉભા રહેલા નિહાળતો હોય છે. છતાં બિસ્તરની કોર પણ વાળતો નથી. ‘માણસાઈના દીવા’ આપણને એના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતાના સ્નેહ તરફ લઈ જાઓ.


સ્નેહ ગંગોત્રીનું અમીઝરણું – વર્ષા અડાલજા 10

શ્રી દિપક મહેતા દ્વારા સંપાદિત ‘માતૃવંદના’ શ્રેણીના ચાર પુસ્તકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં આપણા કેટલાક આદરણીય સારસ્વતોએ તેમની માતાના ચહેરાઓની થોડીક રેખાઓ ઝીલવાનો પ્રયત્ન કર્યો છે. માતૃવંદના પુસ્તક ભાગ ૧ નો પ્રથમ લેખ શ્રી વર્ષા અડાલજાનો છે, અને ભાગ્યે જ કોઈ એવો ભાવક મળે જેની આંખ આ સુંદર વૃત વાંચીને ભીની થયા વગર રહે. ‘બા’ શબ્દની સાથે સંકળાયેલી લાગણીઓની અનુભૂતિ ખરેખર શબ્દશઃ ચિત્રણ પામી છે, આજે આ લેખ ‘માતૃવઁદના’ પુસ્તક ભાગ ૧ માંથી સાભાર અહીં પ્રસ્તુત કર્યો છે.


પ્રસંગમાળાના મોતી – સંકલિત 3

‘વાંચનયાત્રાનો પ્રસાદ’ માંથી સાભાર લીધેલા પ્રસંગમાળાના ત્રણ મોતીરૂપ પ્રસંગો અત્રે પ્રસ્તુત કર્યા છે. સંપાદન શ્રી. મહેન્દ્ર મેઘાણીનું છે. શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’, શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ તથા શ્રી બબલભાઇ મહેતા દ્વારા આલેખાયેલા ત્રણ સુંદર તથા પ્રેરણાદાયક પ્રસંગોથી આ પ્રસંગમાળા શોભી રહી છે.


નરસિઁહ મહેતાનું જીવન અને કવન – તરુણ મહેતા (Audiocast) 20

શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ વિસ્તૃત લેખ એક ખૂબ સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટ….


ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ (પુસ્તક ડાઉનલોડ) 2

સ્વામી આનંદના પુસ્તક ‘ભારેમૂવાંવના ભેરુ’ ને ખિસ્સાપોથી સ્વરૂપે શ્રી મહેન્દ્ર મેઘાણીએ પ્રસ્તુત કરેલું. એ ખિસ્સાપોથીને આજે ઓનલાઈન ઇ-પુસ્તક સ્વરૂપે વહેંચતા આનંદ થાય છે. પ્રસ્તુત છે સ્વામી આનંદ વિશે શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુરેશ દલાલની વાત. પુસ્તક ડાઊનલોડ વિભાગમાં સૌ વાંચકમિત્રો ડાઊનલોડ કરી શકે તે માટે ઉપલબ્ધ છે. આપ એ કડી પર રાઈટ ક્લિક કરીને Save As… પસંદ કરી તમારા કોમ્પ્યુટરમાં નિરાંતે વાંચન માટે પણ સંગ્રહી શક્શો. પુસ્તક વિશે આપના પ્રતિભાવો આવકાર્ય છે.


કોળી બાપા – મકરંદ દવે 1

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ બીજા લેખમાં તેમણે ઉપસાવેલું એક પાત્રચિત્ર સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના કોળીબાપાનું છે. તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. એક સક્ષમ પાત્રચિત્ર ઉપસાવવાની તેમની ક્ષમતાનો આ અનેરો પરિચય છે.


‘કિલ્લોલ’ સંસ્થા : જીવનતીર્થની ઝલક – તરૂણ મહેતા 8

યુવાવસ્થા એ સ્વપ્ન જોવાની અને સ્વપ્ન સાકાર કરવા માટેની, સંઘર્ષ કરવાની અવસ્થા છે. આ અવસ્થા દરમ્યાન વ્યક્તિ પોતાની ઓળખ બનાવવા મથતો હોય છે. દરેક યુવક યુવતીના મનમાં આ સમયે બે બાબતો એક સાથે ઉજાગર થવા પામે છે. તેમાં પ્રથમ તેની કારકિર્દી અને બીજું તેનું લગ્ન જીવન. સારી નોકરી અને યોગ્ય પાત્રની પસંદગી આ સૌથી મોટું લક્ષ્ય હોય છે. પરંતુ કેટલાક યુવક યુવતીઓ અલગ સ્વપ્નો જોઈ નવી કેડી કંડારે છે. આવાં જ એક દંપતિની વાત કિલ્લોલ કૅમ્પસના માધ્યમથી કરવી છે. તે છે ગોપાલભાઈ તથા કૃષ્ણાબેન ભરાડ. તેમના દ્વારા સંચાલિત બાળ શિક્ષણ સંસ્થા ‘કિલ્લોલ’ વિશે તરૂણભાઈ મહેતા દ્વારા આલેખિત આ પરિચય લેખ પ્રસ્તુત છે.


સર્વે નંબર શુન્ય – પુસ્તક ડાઊનલોડ 1

વપરાશમાં તો મીઠું સર્વ પરિચિત છે, પરંતુ મીઠાંના ઉત્પાદનની આંટીઘૂંટી અને વ્યથાકથા આપણે ભૂલી ગયાં છીએ. મીઠાંને લગતા વિચિત્ર કાયદાઓ આજે પણ ઉત્પાદન પ્રક્રિયાને શોષણના ભરડામાં ભીંસી રહ્યા છે. ગુજરાતનો મીઠાના ઉત્પાદન સાથે વિશેષ સંબંધ છે, કેમ કે વિશ્વના ચોથા મહત્તમ મીઠું પકવનારા ભારત દેશનું ૭૦ % મીઠું ગુજરાત પકવે છે. ગાંધી, દાંડી, કચ્છ, કારગીલ, કંડલા – વાવાઝોડું, અગરિયાઓના મોત – આ બધું આજેય ગુજરાત, દેશ અને દુનિયાની જીભે છે. પરંતુ આ મીઠાંનો કાયમી સાથી કોઈ નથી. મીઠાનાં આયોડીનકરણનો પ્રશન તો એકમાત્ર પાસું જ છે. બીજા તો અનેક પાયાના પ્રશ્નો કોઈ ગોખલે કે ગાંધીની રાહ જોતાં ઉભા છે. પ્રસ્તુત છે આ જ અગરિયાઓના જીવનને કચકડે કંડારવાનો એક નાનકડો પ્રયાસ છે, ફોટો સાથે લખેલી વાતો જાણે આપણી સ્વ સાથેની વાતો હોવી જોઈએ એવી લાગે છે. એક અવશ્ય જોવા જેવું પુસ્તક…


એબ્રાહમ લિંકન – મણિભાઇ દેસાઇ (પુસ્તક ડાઉનલોડ) V. 2.0 2

શ્રી મણિભાઈ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, “એબ્રાહમ લિંકન” આજે એક વખત ફરીથી અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિભાઈ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં ‘એબ્રાહમ લિંકન’ નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ શ્રી મહેન્દ્રભાઈની જ અનુમતિસહ આજથી સાત મહીના પહેલા અક્ષરનાદ પર ડાઊનલોડ માટે મૂકેલી, અને વાંચકમિત્રોનો પ્રેમ જુઓ કે આ પુસ્તિકાના એક હજાર ડાઊનલોડ પૂરા થઈ ગયાં. આજે તેમાં રહેલી નાની ભૂલો જોડણી વગેરેની ક્ષતિ સુધારીને એક નવા સ્વરૂપે પ્રસ્તુત કરી રહ્યો છું. આશા છે વાંચકમિત્રોને ગમશે.


મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા (પુસ્તક ડાઉનલોડ) 1

ઈ પુસ્તક પ્રવૃત્તિનું અક્ષરનાદનું સૌથી મોટું પ્રેરક અને પ્રોત્સાહક બળ જો કોઈ હોય તો વાપીના શ્રી ગોપાલભાઈ પારેખ, મને આ પુસ્તકો ઓનલાઈન મૂકવા માટે સત્તત કહ્યા કરે, અને એ માટે બધાં આયોજન અને મહેનત કર્યા કરે. તેમની જ મદદથી આ ઈ પુસ્તક તૈયાર થઈ શક્યું છે. સમાજોપયોગી જીવન ચરિત્રો વિશે ઈ પુસ્તકો મૂકવાની નેમ કદાચ અજાણતાં જ સાકાર થઈ રહી છે, અબ્રાહમ લિકન, કાશીબહેન મહેતા જેવા પ્રેરક જીવનચરિત્રો આ પહેલા ઈ પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા જ છે. બબલભાઈ મહેતાનું આ સંક્ષિપ્ત જીવનચરિત્ર ખિસ્સાપોથી સ્વરૂપે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું હતું. ખિસ્સાપોથીઓને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો અને મળે છે. બાળકો માટે આવા જીવનચરિત્રો પ્રેરણાના પિયુષ બની રહેશે તે નક્કી. પુસ્તકનો એક નાનકડો પ્રસંગ અત્રે મૂક્યો છે. આ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ માંથી ડાઊનલોડ કરી શકાય છે.