સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ અધ્યારૂ


આદર, સ્વમાન અને અણગમતા લોકો માટે માન.. – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 11

માનલ ઘોંસેનના બ્લોગ વનવિથનાવ નો હું નિયમિત વાચક છું, અને તેમના લેખના સ્તર તથા ઉપયોગિતાને જોતાં તેનો વધુ પ્રચાર અને ફેલાવો થાય એવી અપેક્ષા છે. ગુજરાતીમાં આ પહેલા પણ તેમના એક લેખનો અનુવાદ કરી ચૂક્યો છું, માનલ અક્ષરનાદ પરના આ અનુવાદો અંગે ઈ-મેલ દ્વારા કહે છે, “This is the best way to spread empowering thoughts and ideas to the world.” આજે તેમના બે લેખના મૂળ સત્વને લઈને એક વિચારમંથનનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ લેખ આદર વિશેનો છે અને બીજો લેખ છે સ્વકેન્દ્રી, નિર્દય, ખીજ કે ઉશ્કેરણી કરે તેવા લોકો માટે પણ અણગમો વ્યક્ત થવા ન દઈને આદર જાળવી રાખવા વિશે. બંને લેખોનું આ શબ્દશઃ ભાષાંતર નથી, પણ તેના વિચારોનો પડઘો પાડવાનો પ્રયત્ન છે. આશા છે વાચકમિત્રોને ગમશે.


ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૪ 4

અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા વધુ ઉપર્યુક્ત બની રહે છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવી અન્ય ઉપયોગી છ એપ્લિકેશન્સ વિશે જાણીએ.


ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ : ચાંચુડા મહાદેવ – જીજ્ઞેશ અધ્યારૂ 12

ગુજરાતના અફાટ સમુદ્રકિનારે કેટલાંય એવા સ્થળો આવેલાં છે જે પ્રસિદ્ધિ અને પ્રવાસીઓની જાણકારીથી દૂર છે અને કદાચ સાધારણ લોકપહોંચથી દૂર હોવાને લીધે જ તેમની સુંદરતા અને ઈતિહાસ જળવાઈ રહે છે, ત્યાં સુધી જ ગંદકી અને પ્રદૂષણથી બચીને સંસ્કૃતિની ધરોહરને જાળવીને એ સ્થળો આવતી પેઢીઓ સુધી ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ પહોંચાડતા અડીખમ ઉભાં છે. આવું જ એક મંદિર ‘ચાંચુડેશ્વર મહાદેવ’ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં કોવાયા ગામની નજીક, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ પાસે ધાતરવડી નદીના અરબ સાગર સાથેના સંગમસ્થળે ટેકરી પર આવેલું છે. પક્ષીની ચાંચ જેવો ભૌગોલિક આકાર હોવાને લીધે ચાંચુડા નામ પડ્યું હશે એમ માનવામાં આવે છે.


ફીલિંગ્સમાં લેખ : ગીરનું અનોખું તીર્થ – જંગવડ 8

ગીરનું વન મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. સિંહની વસ્તી ધરાવતો ગાઢ વનરાજી અને જૂજ માનવવસ્તીવાળો સંરક્ષિત વિસ્તાર એટલે ગીરનું અભયારણ્ય જેમાં પ્રવેશ નિષેધ છે. આ આરક્ષિત વિસ્તાર સિવાય અભયારણ્યની સરહદની આસપાસની જગ્યાઓ કે જ્યાં સરળતાપૂર્વક પહોંચી શકાય છે, તેમાં પણ અનેક અનોખાં, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને છતાંય લોકપહોંચથી દૂર અનેક સ્થાનો આવેલા છે. અફાટ પ્રાકૃતિક સૌંદર્ય, વૈવિધ્યપૂર્ણ વન્ય જીવસૃષ્ટિ, તદ્દન નિઃશબ્દ એકાંત, અવિસ્મરણીય અનુભૂતિ ધરાવતો નદી કિનારો અને આ બધાંની સાથે આસ્થા અને શ્રદ્ધાની અનોખી ધૂણી એટલે ગીરમાં આવેલું જંગવડ.


દસ કરોડનો વીમો..(હિન્દી નાટક) – હાર્દિક યાજ્ઞિક, જીજ્ઞેશ અધ્યારૂ 11

અમારી કંપની “પિપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની”માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાની ઉજવણી ખૂબ વિશાળ સ્તર પર આયોજીત થઈ હતી, અને કલ્ચરલ કમિટીના સભ્ય તરીકે મારા તરફથી બે પ્રસ્તુતિઓ હતી, ૧. અમારે ત્યાં સેવાઓ આપતા આસપાસના ગામ, રામપરા, ભેરાઈ અને કોવાયાના યુવામિત્રો દ્વારા તદ્દન કાઠીયાવાડી અને પરંપરાગત પહેરવેશમાં દાંડીયા રાસનો કાર્યક્રમ તથા ૨. મારી સાથે કામ કરતા મિત્રોના સહયોગથી ઉપરોક્ત નાટકનું મંચન. પ્રસ્તુત નાટક મૂળે હાર્દિકભાઈ યાજ્ઞિકનું લેખન છે જેમાં ઉમેરા તથા સુધારા-વધારા કરીને મેં તેને ઉપરોક્ત સ્વરૂપ આપ્યું હતું. આ માટેની જરૂરી પરવાનગીઓ બદલ શ્રી હાર્દિકભાઈનો આભાર. આજે પ્રસ્તુત છે આ નાનકડા પ્રાયોગીક હાસ્યનાટકની સ્ક્રિપ્ટ… જો કે આ નાટક આખું ભજવી શકાયું નહોતું, એ વિશેની વિગતો મારા બ્લોગ પર “એક નાટક જે ભજવાયું નહીં” શીર્ષક હેઠળ મૂકી છે.


અભિવ્યક્તિ Vs પ્રેમ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ 19

આજે મારી જ કલમે એકાદ વર્ષ પહેલા આકાર પામેલી એક વાર્તા પ્રસ્તુત કરી છે. પોતાની કૃતિ માટે પ્રસ્તાવના બાંધવી એ થોડુંક અજુગતું લાગે છે, ખાસ કરીને જ્યારે વાત કડવી સચ્ચાઈ તરફ આંગળી ચીંધતી હોય, અને અહીં બતાવેલ વાત તો…. ચાલો, વાચકમિત્રો પર જ એ છોડી દઈએ… આ અધૂરી પ્રસ્તાવના પ્રતિભાવમાં પૂરી થશે તો ગમશે…


ઉનાળા વિશે… (ખલિલ જીબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપમાં) 11

પહેલેથી આપવામાં આવેલા – નિશ્ચિત કોઈક વિષયવિશેષને અનુલક્ષીને લખી હોય એ પ્રકારની આ મારી પ્રથમ કૃતિ છે. ખલિલ જિબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપે લખાયેલ ઉપરોક્ત ‘ગ્રીષ્મ’ વિશેષ કૃતિ થોડાક કટાક્ષ અને થોડાક ચિંતન સાથેની સંમિશ્રિત કૃતિ છે. ઉનાળો એ આપણી ત્રણ ઋતુઓમાંની એક એવી આગવી ઋતુ છે જેમાં ઋતુલક્ષી અનેક ફાયદા – ગેરફાયદાઓ નિહિત છે. આ જ વાતને ધ્યાનમાં લઈને આજના વગ્રની તે સમયના ‘પ્રૉફેટ’ સાથેની વાત અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક ભાષા ભદ્રંભદ્રીય પણ થઈ જતી લાગે એ શક્ય છે. આશા છે આપને ગમશે.


જીવનનો સૌથી ખરાબ અકસ્માત…

ક્યારે કઈ ક્ષણ તમને જીવનભર યાદ રહી જાય એવો પાઠ ભણાવે, કોણ જાણતું હશે? જિંદગીમાં જોઈએ છે એ બધુંય, એથી વધારે પ્રભુ સતત આપ્યા કરે છે એવા ભ્રમમાં ગુલતાન મનને ગત ૧૯મી માર્ચે ત્યારે એવડો મોટો ભયાનક અને જીવનભરનો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ થયો કે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, હોશ અને હકારાત્મકતાના લીરે લીરા ઉડી ગયા, શારીરિક – માનસીક આઘાત તો ખરો જ, સાથે સાથે કેટલાક સંબંધોની સચ્ચાઈ પણ અવાંચ્છિતપણે સામે આવી ગઈ. આજે મારા બ્લોગ ‘અધ્યારૂનું જગત’ પર મૂક્યો છે થોડાક દિવસ પહેલા જ થયેલ દુર્ઘટના વિશેનો ઘટનાક્રમ – જીવનનો સૌથી ખરાબ અકસ્માત…


ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ 3 3

અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા વધુ ઉપર્યુક્ત બની રહે છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવા અન્ય ઉપયોગી સાધનો વિશે જાણીએ.


૨૬ જાન્યુઆરીની ભારતીયોમાં પરિભાષા… 8

આટલા વિશાળ દેશની વિવિધતાઓમાં એક દુઃખની વાત એ પણ છે કે ભારતીય હોવા કરતા આપણે ગુજરાતી, તમિલ, મલિયાલી, બિહારી, કાશ્મીરી જેવા અનેક વિભાગોમાં વહેંચાયેલા છીએ. પ્રસાશનની સરળતા માટે બનાવાયેલ વિભાગો માણસથી માણસને અલગ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરો તો એમાં પણ કાઠીયાવાડી, અમદાવાદી, સૂરતી, કચ્છી… આપણને ગમે તેટલો મોટો સમુદ્ર મળે – ખાબોચીયું જ આપણું સ્વર્ગ હોય એમ લાગે છે. અને ખાબોચીયાના રાજા સમુદ્રને કદી સન્માન બક્ષી શકે એવી આશા કે અપેક્ષા રાખવી અસ્થાને છે. સ્વાર્થમાં લિપ્ત અને કૂપમંડુક રાજનેતાઓ, સતત પૈસાદાર અને સમૃદ્ધ થવા ગરીબોને વધુ ગરીબ કરી રહેલ ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ તંત્ર અને સ્વકેન્દ્રિત મનોસ્થિતિવાળા સમાજથી આગળ વધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયેલ સ્વપ્નના ભારતની આપણે પ્રાપ્તિ કરી શકીએ એવી અપેક્ષા આજે વ્યક્ત કરવાની જરૂર સૌથી વધુ છે.


વાચકમિત્રોને પુસ્તકલેખનમાં ભાગ લેવાની તક.. 23

આપને જાણ છે તેમ, ‘૨૫૧ ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ’ પુસ્તકનું લેખન હવે પૂર્ણ થવામાં છે અને થોડાક સમયમાં તે પ્રસિદ્ધ કરી શકાય તે માટેના પ્રયત્નો ફરીથી પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તક અક્ષરનાદની ‘Know More ઈન્ટરનેટ’ શ્રેણીને આધારે તથા તેને વધુ વિસ્તૃત કરીને તૈયાર કરવામાં આવ્યું છે. પુસ્તકમાં જેનો પરિચય અપાયો છે તે બધી જ વેબસાઈટ્સ મારી પસંદગીની અને મને ઉપયોગી નીવડી હોય તેવી છે.


Innocence of (Oh my) God !! – જીજ્ઞેશ અધ્યારૂ 13

છેલ્લા થોડાક દિવસોમાં બે ફિલ્મો જોવા – જાણવા – વિચારવા – માણવાનો અવસર મળ્યો. એક હતી વિવાદાસ્પદ અને ઘણાખરા દેશોમાં પ્રતિબંધિત ઈસ્લામ વિરોધી ફિલ્મ – ઈનોસંસ ઓફ મુસ્લિમ્સ અને બીજી કાનજી વિરુદ્ધ કાનજી / ધ મેન વ્હૂ સ્યૂઅડ ગોડ પર આધારીત પણ સંપૂર્ણપણે ભારતીય ‘ઓહ માય ગોડ’. બંને ફિલ્મો વિશેના મારા વિચાર અને મંથન પ્રસ્તુત કર્યું છે. આપના પ્રતિભાવોનું સ્વાગત છે…


શકુની ની રોજનીશી (ભાગ ૭) – કોલસાનું કાળું કુરૂક્ષેત્ર 7

ગોટાળા, આંતરીક રાજકારણ અને સમય પારખીને પલટી જતા રાજકારણીઓ – ના આ ફક્ત આજના સમયની વાત નથી, મહાભારતકાળમાં પણ એવું જ કાંઈક હતું એ સ્પષ્ટ થાય છે શકુનીજીની ડાયરી પરથી. આજે તેમની ડાયરીનું ગતાંકથી આગળનું એક પૃષ્ઠ પ્રસ્તુત છે. કોલસાનું કાળુ રાજકારણ ત્યારે પણ ખેલાયું હતું. ખંધા રાજકારણીઓ તો સર્વવ્યાપક, સાવર્ત્રિક અને સમયના બંધનોથી પર સમસ્યા છે. આજે વાંચીએ શકુનીજીના વિચારો, તારીખ ૪ સપ્ટેમ્બર ૨૨ ડી.કે. (ડ્યુરીંગ કૃષ્ણ).


ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 9

વડીલો માટે આમ તો કોમ્પ્યુટર શીખવું, બ્લોગિંગ વિશેની સુવિધાઓ, વેબસાઈટ, સોફ્ટવેર વગેરે જેવી વિવિધ જાણકારી મેળવી બ્લોગિંગ શરૂ કરવું એ કાંઈ નાનીસૂની વાત નથી. ગુજરાતી બ્લોગજગતમાં રીટારર્ડ વડીલ બ્લોગરમિત્રો ઘણાં છે, અને તેમના સતત બ્લોગિંગથી એક સમય એવો આવે છે જ્યારે તેમને પોતાના લેખનની ઈ-પુસ્તિકા પ્રકાશિત કરવાની ઈચ્છા થાય એ સ્વભાવિક છે. આવા વડીલોને મદદ કરવા ઈ-પુસ્તક બનાવવાની તદ્દન સાધારણ અને મૂળભૂત પદ્ધતિ અહીં પ્રસ્તુત નાનકડા ઈ-પુસ્તકમાં પ્રસ્તુત કરી છે


નવનિર્માણ (ટૂંકી વાર્તા) – જીજ્ઞેશ અધ્યારૂ (મમતા સામયિક જુલાઈ 2012) 18

અમારા સહ-પ્રવાસીઓના અનુભવ રૂપ પ્રવાસવર્ણનો અને અન્ય લેખ તો ઘણા સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે જ, પરંતુ મારી વાર્તા કોઈ સામયિકમાં પ્રસિદ્ધ થઈ હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. શ્રી મધુ રાય દ્વારા શરૂ કરાયેલ વાર્તાઓ માટેના વિશેષ સામયિક ‘મમતા’ ના જુલાઈ 2012ના અંકમાં મારી વાર્તા ‘નવનિર્માણ’ પ્રસિદ્ધ થઈ છે એ મારા માટે આનંદનો અનેરો અવસર છે. ભૂકંપ અમારા – સિવિલ ઈજનેરોના માંદલા પડેલ પ્રૉફેશનમાં ઑક્સિજનની જેમ આવેલો, જેને જુઓ એ બધા તેનો ફાયદો લેવામાં મચી પડ્યા હતા એવો મારો અંગત અનુભવ છે. હું તો ત્યારે હજુ બેચલર ડિગ્રી મેળવીને નવો સવો બહાર પડેલો. પછી ભૂજ ગયો અને નોકરીમાં જોડાયો તેના દસ દિવસમાં ખોટા સિક્કાની જેમ પાછો આવ્યો. મનમાં સંગ્રહાઈ રહેલો એ જ ઘટનાક્રમ વાર્તા સ્વરૂપે બહાર નીકળ્યો છે આજે બાર વર્ષ પછી અને શ્રી મધુ રાયનો આભાર એટલે વિશેષ માનવો જોઈએ કે તેમણે એ અનુભવને સાચા માર્ગદર્શન વડે પ્રસ્તુત કરવાની આ સુંદર તક મને આપી અને મમતા જેવા વાર્તાકારો માટેના વિશેષ સામયિકમાં તેને સ્થાન આપ્યું. મહદંશે સત્યઘટના અને વાર્તા માટે જરૂરી નાનકડા ફેરફારો આ વાતનું મૂળ છે. આશા છે આપને આ પ્રયત્ન ગમશે. આપના પ્રતિભાવોની અપેક્ષા રહેશે.

Mamta magazine July 2012 issue

ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન – જિજ્ઞેશ અધ્યારૂ 13

નવનીત સમર્પણ સામયિકના જુલાઈ ૨૦૧૨ના અંકમાં મારો ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન અંગેનો લેખ પ્રસિદ્ધ થયો છે. એ લેખ આપ સૌના વાંચન માટે ઉપલબ્ધ છે. વૈશ્વિક પ્રકાશન ઉદ્યોગ અને ઈ-પ્રકાશનના આંકડાઓ તથા ભારતીય અને અંતે ગુજરાતી પ્રકાશન ઉદ્યોગની ઈ-પ્રકાશન તરફની નિરસતાને આલેખવાનો પ્રયત્ન અત્રે કર્યો છે. જે ઉદ્દેશથી આ લેખ પ્રસ્તુત થયો છે એ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે એ જ તેની સાર્થકતા.


હરીની હાટડીએ મારે… – પિંગળશી ગઢવી, આસ્વાદ : જીજ્ઞેશ અધ્યારૂ 16

શ્રી પિંગળશી ગઢવીની આ રચના આપણા ગામઠી સમાજની ભાષામાં સહજ રીતે શ્રદ્ધાનો વિસ્તાર દર્શાવતી અનોખી કૃતિ છે. વિચારતા લાગ્યું કે કવિ કેવી સરળ રીતે ઈશ્વર સાથેના સતત સંસર્ગને, તેના પરની શ્રદ્ધાને વર્ણવી જાય છે? ઈશ્વરને ભજવામાં, તેને સ્મરવામાં કોઈ બંધન હોતા નથી, પછી તે સમયના હોય, સ્થળના હોય કે ઈશ્વરસ્મરણની રીતના હોય. અમારી કાઠીયાવાડી ભાષાનો શબ્દ હટાણું, જેનો અર્થ થાય છે બજારકામ અથવા ખરીદી અને હાટડી એટલે ગુજરી બજારમાંની નાનકડી દુકાન. અહીં કવિ આ શબ્દોને ઈશ્વર સાથે કેવી રીતે સાંકળી લે છે? તેઓ કહે છે કે હરીની હાટડીએ તેમને કાયમ ખરીદી કરવા જવાનું હોય છે. હરિ તે કંઈ દુકાન ખોલીને બેઠા છે, ત્યાં તે કાંઈ ખરીદી હોતી હશે? હરીની હાટડીએ હટાણું કરવા જઈએ અને ભક્તિ – શ્રદ્ધા – આસ્થા – સમર્પણ – ત્યાગ જેવુ નાણું નથી એ ગ્રાહક આવી મહાન હાટડીએથી પણ ખાલી હાથે જ પાછો ફરે છે.


ખણખોદ…. ફરી એક વાર (૧૩) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ 14

ખણખોદના સંકલનો સમયાંતરે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો રહું છું, કેટલાક હસાવે છે, કેટલાક સ્મિત કરાવે છે તો કેટલાક વિચાર માંગી લે છે. અંગત મિત્રો અને સગાઓ આ ખણખોદ વાંચીને પછી રૂબરૂ મળે ત્યારે એ ફરીથી મને જ સંભળાવે છે, એવા લોકોને લાગતું હશે કે હું પેલા બાપુ જેવો છું જે એક જોક પર ત્રણ અલગ અલગ સમયે હસે છે. ચાલો હશે, હસે તેનું ઘર વસે અને ન હસે તેના ઘરે…..


હું અંધકાર : એક રહસ્ય – ગોપાલ સહર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 5

શ્રી ગોપાલ સહર ભીલવાડા, રાજસ્થાનના વતની છે, સુખડીયા વિશ્વવિદ્યાલય ઉદયપુરથી એમ.એ અને પીએચ.ડી કર્યા પછી તેઓ કપડવંજની શાહ કે. એસ. આર્ટ્સ અને વી. એમ. પારેખ કોમર્સ કોલેજમાં આચાર્ય છે. જેમ મૃત્યુ જીવનને પ્રતિષ્ઠિત કરે છે તેમ અંધકાર પ્રકાશને – શ્રી ગોપાલ સહર તેમના પુસ્તક “अंधेरे में चुपके से चांद” દ્વારા અંધકારનો પક્ષ મૂકે છે, પરંતુ એ તો ફક્ત પુસ્તકનો બાહ્ય પરિચય છે, આ પુસ્તક દ્વારા તેઓ માનવીય સંવેદના, સ્મૃતિ અને સ્વપ્નોને પ્રતિષ્ઠાપિત કરે છે. સર્જનના ક્ષેત્રમાં અભિવ્યક્તિનું આ અનોખું સ્વરૂપ છે તો એક ગદ્ય કવિતા તરીકે પણ શ્રી ગોપાલ સહરની પ્રસ્તુત રચનાઓનું સ્વાગત થવું જોઈએ. અક્ષરનાદને પ્રસ્તુત પુસ્તક ભેટ આપવા બદલ અને આ રચનાઓનો અનુવાદ કરી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


અક્ષરનાદનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ 13

અક્ષરનાદ.કોમ વેબસાઈટ આજે પાંચ વર્ષ પૂર્ણ કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ભાષા, સાહિત્ય અને પ્રેરણાદાયક તથા મનનીય વાંચન નિઃશુલ્ક, સરળતાથી અને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે શરૂ કરેલ આ સાહસ આપ સૌના આશિર્વાદ, શુભેચ્છાઓ અને સહકારથી સતત અને અવિરત આગળ વધી રહ્યું છે એ અમારા માટે એક ચમત્કારથી વિશેષ કાંઈ નથી.


ફેસબુકમાં લોગ ઈન વેળાએ… – જીજ્ઞેશ અધ્યારૂ 25

ફેસબુક વિશે અનેક લોકોનું ગાંડપણ આજકાલ જોઈ રહ્યો છું. એમાંથી ઘણાને તો ખબર પણ નથી કે એમ કરવાથી શું મળશે… મારી કંપનીની ગાડીમાં ડ્રાઈવર તેના મોબાઈલમાં દર મહીને સો રૂપિયાનું રીચાર્જ ફેસબુક માટે કરાવે છે, ચાલુ વાહને તે સ્ટેટસ અપડેટ કરે છે. બીજા ડ્રાઈવરને કહે છે કે મને ફ્રેન્ડ લિસ્ટમાં ઍડ કર. મારો એક પિત્રાઈ ભાઈ ભણવાનું છોડીને સતત મોબાઈલ અથવા સાઈબર કૅફેમાં જઈને કોમ્પ્યુટર દ્વારા ફેસબુક પર મંડ્યો રહે છે. ફેસબુક એવી તે કઈ વસ્તુ છે કે તેના માટે ગાડપણની સીમાઓ પાર કરાઈ રહી છે? આ વિશે લખવાની ઈચ્છા ઘણા વખતથી હતી, અને અચાનક ખલિલ જિબ્રાનનું “વિદાય વેળાએ’ હાથમાં આવ્યું, પછી શું? અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો…..


ખણખોદ…. ફરી એક વાર (૧૨) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ 10

મિત્રો, આજે ફરીથી એક વખત પ્રસ્તુત છે કેટલીક સંકલિત ખણખોદ – અવનવી વાતો, ક્યાંક સ્મિત છે, ક્યાંક મરકાટ તો ક્યાંક ચળકાટ. કોઈક માથું દુખાડશે તો કોઈક હસાવશે. આશા છે આપ સૌને આ સંકલન ગમશે.


અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક…. 52

વ્યવસાયની વ્યસ્તતાઓ, પારિવારીક કાર્યો અને અક્ષરનાદ પર રોજની પોસ્ટ, એમ ત્રિપાંખીયા વ્યૂહની વચ્ચે એક નવી વાત – કહો કે સ્વપ્ન શક્ય થવા જઈ રહ્યું છે જેનો મને ખૂબ ઉત્સાહ છે – અને આશા છે કે આપ સૌનો પણ એવો જ આશિર્વાદ, શુભેચ્છાઓ અને પ્રતિસાદ હશે. પ્રસ્તુત થવા જઈ રહ્યું છે અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક ‘૨૫૧ ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ’ – પુસ્તક હજુ તૈયાર કરાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આપ સૌ સમક્ષ ઉપલબ્ધ થશે. વધુ વિગતો પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ છે.


સરળ, છતાં રસપ્રદ જીવન… – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

જીવનને સરળ બનાવવું એટલું સરળ નથી. લિયોની વેબસાઈટની મદદથી છેલ્લા કેટલાક સમયથી ઝેન વિચારસરણી સાથે પરિચિત થયો. કેટલું આશ્ચર્યજનક છે કે ઝેન શબ્દ આપના સંસ્કૃતના શબ્દ ‘ધ્યાન’ પરથી જ ઉતરી આવેલો છે – ઝેન ફીલસૂફી એ કોઈ પણ ક્રિયાને ધ્યાનપૂર્વક કરવાની પદ્ધતિ છે, સરળતાપૂર્વક અને સહજતાથી તેનો પૂરો આનંદ લઈને કરવાની પદ્ધતિ છે. આજે જીવનમાં મોટા ફેરફારો નહીં પણ નાનકડા બદલાવોની જરૂર છે અને એવી જ કેટલીક સામાન્ય પણ ઉપયોગી વાતો અહીં મૂકી છે. પ્રેરણા લીધી છે લિયોના બ્લોગ પરથી જ પણ તેમાં મારા અનુભવો અને વાતો ઉમેર્યા છે. આશા છે વાંચકમિત્રોને પસંદ આવશે.


કૉપી પેસ્ટની કવિતા – જિજ્ઞેશ અધ્યારૂ 14

આજની ફેસબુક પર કાંઈક સ્ટેટસ અપડેટ મૂકવા માટે ઝૂરતી, ટ્વિટર પર 140 શબ્દોમાં ગીતાસાર સમાવવા મથતી પેઢીને અને તેની ઝડપથી મજેદાર અને ચટાકેદાર એવા વિધાનો – રચનાઓ શોધી કૉપી પેસ્ટ કર્યા કરવાની, લાઈક પામવાનેી, કૉમેન્ટ પામવાની, રિટ્વિટ મેળવવાની ઘેલછાને ઉપરોક્ત ગઝલ – કાવ્ય સાદર.


I too had a love story

I too had a love story (પુસ્તક સમીક્ષા) – જીજ્ઞેશ અધ્યારૂ 6

મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ ત્રણ કલાક મોડી હોવાથી સમય પસાર કરવા બુકશૉપમાં પ્રવેશ્યો. ત્યાં જ મારા હાથમાં આવ્યું પુસ્તક “Can Love happen Twice” પુસ્તકની ઉપરના વાક્યએ મારુ ધ્યાન ખેંચ્યુઁ. – The Sensational and much awaited novel by Best selling author of I too had a love story. મેં બુકશૉપમાંના બહેનને એ પુસ્તક વિશે પૂછ્યું તો તેમણે પાસેના ઘોડા તરફ નિર્દેશ કર્યો. આ પુસ્તકનું નામ અને તેના લેખકનું નામ મેં ક્યારેય સાંભળ્યું હોય એવું યાદ આવ્યું નહીં. પણ પેલા બહેન કહે, “બઢિયા પઢનેલાયક કિતાબ હૈ” એટલે ત્યાંથી મેં એ પુસ્તક ખરીદી લીધું.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૧ 9

અનેક ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં બીજા ક્રમે આવે છે. દરેક વખતે પાંચ અથવા છ ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકવામાં આવે છે. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ આપને ઉપયોગી થશે.


આજનું ખર્ચાળ શિક્ષણ -પ્રશિક્ષણ – અશિક્ષણ – જિજ્ઞેશ અધ્યારૂ 11

શિક્ષણનો મૂળભૂત અર્થ શું છે? સામાન્ય અર્થ જોઈએ તો શિક્ષણ એટલે શિક્ષા આપવી તે; ભણાવવું; આચાર વિચાર, રીતભાત અને કલા વગેરેનું જ્ઞાનદાન; બૃહદ અર્થમાં શિક્ષણ એ વિદ્યાર્થીને જ્ઞાન પીરસવાની પદ્ધતિ છે, વિદ્યાર્થીની ગ્રહણશક્તિ, સમજણ, વૈચારીક ક્ષમતા અને અંતે આવડતને અસરકારક બનાવવાની અને વિકસાવવાની પદ્ધતિ. પણ આપણા સમાજનો આ વરવો ચહેરો છે કે અહીં બે સરખા બાળકો – એક આર્થિક રીતે સદ્ધર માતાપિતાનું બાળક અને એક ગરીબનું બાળક – એક સરખી તક લઈને ઉભા હોય તો ……


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૦ 22

અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા સમયની પ્રતિકૂળતાઓ વચ્ચે અટકતી ચાલતી રહી છે, જો કે સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહે છે. કેટલીક ઉપયોગી, માહિતિપ્રદ અને અવનવી વેબસાઈટ્સ વિશે આજે થોડીક માહિતિ પ્રસ્તુત છે. આ યાદીમાંની અમુક વેબસાઈટ્સ વેબવિશ્વમાં અગ્રગ્ણ્ય છે અને ખૂબ જાણીતી છે તો કોઈક નવી પરંતુ આશાસ્પદ પણ છે. આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો. આ શૃંખલાની હવે પછીની કડીઓમાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ વ્યવસ્થાની વિવિધ એપ્લિકેશન્સ વિશે જોઈશું.


નવા વર્ષના સાલમુબારક – સંપાદકીય 11

વિ. સં. ૨૦૬૮નું આ નવુ વર્ષ આપ સૌને સફળતા, સુખ, આનંદ અને સંતોષ આપનારું બની રહે તેવી અનેક શુભકામનાઓ. વીતી ગયેલો સમય અનુભવોનું ભાથું આપતો જાય છે તો આવનારો સમય અનેક મનોરથો અને ઈચ્છાઓની પૂર્તિનો આશાવાદ લઈને આવે છે. પ્રભુ આપ સર્વેને આપની ઈચ્છિત સફળતા અને સુખ અપાવે તેવી પ્રાર્થનાઓ સાથે સૌ મિત્રોને નવા વર્ષના સાલમુબારક અને વડીલોના ચરણોમાં