અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૧) 1

મંત્રી રાક્ષસને મગધમાં ઘણું જાણવાનું મળતું હતું તેથી તેના દિવસો ક્યાં જતા હતા તેની ખબર પડતી ન હતી. થોડા દિવસો પછી ગુપ્તચર અચાનક તેમને એક રાત્રે શસ્ત્રાગારમાં લઇ ગયો. તે બહુ મોટું શસ્ત્રાગાર હતું. તેને લઇ જતા પહેલાં તેની આંખમાં કોઈ ટીપાં નાખવામાં આવ્યા. એથી તેને થોડું ઝાંખું દેખાવતું હતું, તે સ્પષ્ટપણે બધું જોઈ શકતો ન હતો. તેમ છતાં તેને આંખે પાટા બાંધીને ઘોડાગાડીમાં લઇ જવામાં આવ્યો હતો. એ સ્થાન પર પહોંચતા લગભગ ત્રણેક કલાક જેટલો સમય લાગ્યો હતો.


હાઈકુ (૨) – હરસુખ રાયવડેરા 8

હાઈકુ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે જે સંક્ષિપ્ત પરંતુ મર્મસભર હોય છે. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે (જેમ કે 古池や 蛙飛込む 水の音) અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરુઆત થયેલી. અક્ષરનાદના વાચક મિત્ર હરસુખ રાયવડેરાએ મોકલેલા તેમના હાઈકુનો બીજો ભાગ આજે પ્રસ્તુત છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૦) 2

અમાત્ય રાક્ષસ વર્ષકાર પાસે આવ્યો. વાતચીત કર્યા બાદ વર્ષકારે સામે ચાલીને રાક્ષસને મગધ જઈને ત્યાની ગતિવિધિનું અવલોકન કરવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું કે તેનો એક ગુપ્તચર તેને જુદા જ રસ્તેથી મગધ લઇ જશે. તે તેને મગધના શસ્ત્રાગારમાં પણ લઇ જશે. આ બધી વ્યવસ્થા ગુપ્ત રીતે જ થશે. ત્યાં જઈને જોવું વધારે સારું છે.


ટ્રાફિકના નવા નિયમો, વિવાદો અને તેના ઉકેલ 11

આ ગરમાગરમ મુદ્દાને પણ પળવારમાં ભુલાવી દેતો સુપર હોટ મુદ્દો લોકજીભે ન કેવળ ચર્ચાય છે પરંતુ તેનો ઉગ્ર વિરોધ નોંધાવાઈ રહ્યો છે. જો કોઈ આ મુદ્દે સરકાર તરફની જરા પણ વાત કરે તો તેની સામે અન્ય લોકોનો પુણ્યપ્રકોપ ફાટી નીકળે છે. આ મુદ્દો એટલે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારને થનારા દંડની જોગવાઈમાં કરેલો અનેકગણો વધારો છે.


દિલ્હી ટુ દેવળિયા : ખમ્મા ગીરને! – ગોપાલ ખેતાણી 33

ગુજરાતમાં ગરમીએ “માઝા” મૂકી હતી (કેસર કેરી બહુ થયેલી ને!) પણ “વાયુ”ની કૃપાથી અમે પહોંચ્યા ત્યારે વાતાવરણ સારું થઈ ગયેલું. રાજકોટમાં થોડા દિવસનો આનંદ માણી જૂનાગઢ તરફ રવાના થયા.

Lion in Devaliya

આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૯)

આ કથામાં અમાત્ય રાક્ષસનું પાત્ર કદાચ તમને થોડું ઉપેક્ષિત લાગે પરંતુ તેના જેવો કુટિલ, મુત્સદી અને રાજનીતિજ્ઞ બ્રાહ્મણ મળવો મુશ્કેલ હતો. તેની આદત હતી ઓછું બોલવું, કામ વધારે કરવું. તેની જવાબદારી ગુપ્તચર વિભાગ, શસ્ત્રાગાર અને નવા સંશોધનો પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. વૈશાલી આજે પણ અભેદ્ય હતું તેનું શ્રેય કોઈ એક વ્યક્તિને આપવું હોય તો તે આ અમાત્ય રાક્ષસને આપી શકાય.


જેટલીજી, સુષ્માજીની વિદાય : કામ છોડી દેવું ખતરનાક હોય છે? – જિજ્ઞેશ ઠાકર 7

આમ તો મૃત્યુ એ તદ્દન કુદરતી વાત છે. તેમાં કોઈ વ્યક્તિનું કશું પણ ચાલે નહીં. કોઈ મૃત્યુને એક દોરાવાર પણ આઘુંપાછું કરી શકે નહીં. પરંતુ પ્રવૃત્તિને કારણે મન મજબૂત રહે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ માંદા પડ્યા ત્યારે એવું કહેવાતું હતું કે જો તેઓ ફરી વડાપ્રધાન બન્યા હોત તો કદાચ બચી ગયા હોત. એવું જ અત્યારે કહેવું હોય તો કહી શકાય કે નરેન્દ્ર મોદીની બીજી સરકારમાં પણ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી ફરી મંત્રી બન્યા હોત તો મૃત્યુ એટલુ નજીક ન હોત.


પરિણામ – પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15

અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય પાંચમી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯) નું પરિણામ આજે પ્રસ્તુત છે.. બંને નિર્ણાયકો જાણીતા અને માઇક્રોફિક્શનના અદના સર્જકો એટલે એમનો નિર્ણય પણ ખૂબ ચીવટથી અપાયેલ ગુણાંક સાથેનો છે.. શ્રી ભારતીબેન ગોહિલ અને શ્રી મિત્તલબેન પટેલ એ બંને પોતપોતાના કામની અતિશય વ્યસ્તતા છતાં આટલી બધી માઈક્રોફિક્શનમાંથી પસાર થઈ, દરેકને ધ્યાનથી વાંચી, ખંતથી તપાસીને અત્યંત કાળજીપૂર્વક ગુણાંક આપ્યા છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૮)

એકધારી અથાગ મહેનત, ખંત અને એકાગ્રતાથી અનેક વિદ્યાઓમાં પારંગત થતી જતી આમ્રપાલીએ મહિનાઓ સુધી પ્રગતિ ચાલુ રાખી. અને એક દિવસ તેણે જાહેર કર્યું કે માયા-મહેલમાં તે આવતા મહિનાથી પોતાના પ્રણય-મિત્રનું સ્વાગત કરશે. જે વ્યક્તિ સહુ પ્રથમ એક કોટિ મુદ્રાઓ જમા કરાવશે તેની યોગ્ય તપાસ બાદ મારી સાથે આનંદમાં સહભાગી બની શકશે.


ત્રિઉંડ ટ્રેક અહેવાલ – મીરા જોશી 39

જેમ લાગણીનું સ્થાન હ્રદય મનાય છે, બુદ્ધિનું સ્થાન મસ્તિષ્ક ગણાય છે તેમ માનવજાતિના આત્માનું સ્થાન હિમાલય છે. માનવ સંસ્કૃતિનો પ્રાણ જો કોઈ ચોક્કસ ઠેકાણે વિશેષરૂપે સ્ફૂરતો હોય તો તે હિમાલયમાં છે. – આજે પણ કાકા કાલેલકરના આ શબ્દો હિમાલયના અદ્ભુત મહત્વની સાક્ષી પૂરે છે.


લાગણીના શહેરમાં – સ્નેહલ તન્ના 6

સ્નેહલ તન્ના રાજકોટ નાગરિક સહકારી બેંકના વાંચન પરબ કાર્યક્રમ શૃંખલાના સંચાલિકા છે, C.A છે, બેંકમાં અધિકારી છે અને રાજકોટના સમાચારપત્ર જયહિંદમાં કોલમ પણ લખે છે. તેમની આ તાજી કાવ્યરચના અક્ષરનાદમાં પ્રકાશન માટે ભરતભાઈ કાપડીઆએ પાઠવી છે. બંને મિત્રોનો આભાર અને ખૂબ શુભકામનાઓ..


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૭) 3

અમાત્ય રાક્ષસ અને અમાત્ય વર્ષકાર બંને દીવાના આછા પ્રકાશમાં ચર્ચા કરતા બેઠા હતા. ચર્ચાનો મુખ્ય વિષય હતો આમ્રપાલી. રાક્ષસ મગધ વિષે જાણવા આતુર હતો પરંતુ તે વર્ષકારને સીધી રીતે એવો પ્રશ્ન પૂછવા નહોતો ઈચ્છતો. કારણ કે તે જાણતો હતો કે વર્ષકારે જીવનના ઘણા વર્ષો સુધી મગધમાં મુત્સદીગીરી કરી હતી. એક પ્રશ્ન માત્રથી તે બધી વાત જાણી જાય અને સામેવાળાને ન કહેવું હોય તો પણ કહેવું જ પડે તેવી કુશળતા ધરાવતા હતા. એટલે જ બહુચર્ચાતી બાબતને લઈને વાતનો દોર હાથમાં લેવાનો તેણે પ્રયત્ન કર્યો. રાક્ષસે કહ્યું, ‘આ આમ્રપાલીનું શું કરવું?’


જોડણી માતાની કથા – નેહા રાવલ 9

એવું સાંભળ્યું હતું કે દરેકને પોતાના કર્મો અહીં જ ભોગવવા પડે છે. કદાચ એ ન્યાયે જ અમારા લમણે આ અંગ્રેજી માધ્યમની શાળાના ગુજરાતી ભાષાના શિક્ષક બનવાનું લખાયું હશે. બાળપણમાં કરેલી અનેક લેખન ભૂલો, ભાષા પ્રત્યેની બેદરકારી અને જોડણી વિષે કરેલા આંખ આડા કાન… બધાયનો હિસાબ સરવાળે અહીં જ થશે એવી ત્યારે ક્યાં ખબર હતી? પણ ઉફ્ફ…. આ વિદ્યાર્થીઓ! આટલી ખરાબ ભાષા? આ લોકોનું લેખન જોતા અમુક અક્ષરો તો નામશેષ થઇ ગયાનો ભ્રમ જ થયો? ક્યા છે પેલો ‘ણ..’ ફેણનો અણઅ….. જે લહેકાથી ગાતા હતા? હવે તો ‘આપણે’ માં પણ ‘આપડે’ થઈને ‘ણ’ નો ‘ડ’ થઇ ચાલ્યો? અને પેલો ‘નળ’ નો ‘અળઅ..?’ એ તો જાણે ગાયબ જ થઇ ગયો? નળ દમયંતીના આખ્યાનમાં ઉડી જતા હંસોની માફક એ જાણે ક્યાં ઉડી ગયો? આ પરીક્ષાના પેપર તપાસતા તપાસતા આંખે અંધારા છવાઈ ચાલ્યા. વિદ્યાર્થીઓ આ શું લખી રહ્યા છે? અમે શું આટલું ખરાબ શીખવ્યું હતું? શું આ લાંછન વિદ્યાર્થીઓ પરનું છે કે એક શિક્ષક પર? તો દૂર કાઢવાનો ઉપાય ? હે પ્રભુ? શું કરું?


Review of webseries Russian Doll

રશિઅન ડૉલ : જીવન અને મૃત્યુ વચ્ચે ટાઈમલૂપમાં ફરતી અદ્રુત વેબશ્રેણી – જીજ્ઞેશ અધ્યારૂ 1

અનેક વેબશ્રેણીઓના જમાવડા વચ્ચે માત્ર ‘ટાઈમલૂપ’ હોવાના લીધે શરૂ કરેલી ‘રશિઅન ડૉલ’ એક ક્ષણ પણ નિરાશ નથી કરતી. ખૂબ સબળ અને સ્પષ્ટ વાર્તાકથન, મજેદાર અને રસપ્રદ વળાંકો, પ્રભાવશાળી અભિનય, સહજ સંવાદો, વાર્તાની સાથે સતત વહેતો એક અંડરકરંટ જે સતત પ્રેક્ષકને વાર્તાથી આગળ લઈ જાય, અને ખૂબ આશાભર્યો અંત.. બધું મળીને આ શ્રેણીને આટલી લોકપ્રિય બનાવે છે.


ક્યારેક ઉત્તર પણ મળે.. – રાકેશ હાંસલિયા 1

પ્રિય કવિમિત્ર રાકેશભાઈ હાંસલિયાની સર્જનયાત્રા સાથે સતત જોડાઈ રહેવાનો અવસર મળ્યો છે, અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા તેમની અદ્રુત ગઝલો સમયાંતરે તેઓ આપે છે. આ સંગ્રહ મળ્યો ત્યારથી હું રાકેશભાઈના પુસ્તકોના નામ વિશેના વિચારમાં ચડ્યો છું.. આ પહેલા તેમના ગઝલસંગ્રહ ‘તત્વ’ ના નામમાં ગઝલયાત્રાની શરૂઆત ઝળકે છે, ‘જે તરફ તું લઈ જશે!’ ના શીર્ષકમાં એક સમર્પણ ભાવ છે, એક સ્વીકાર છે અને આ નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માં એક આશા, એક શ્રદ્ધાનો પડઘો સંભળાય છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૬) 2

આમ્રપાલીની શરતો સાંભળીને બધાં આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. વર્ષકાર પણ આભો બની ગયો. દશ સહસ્ત્ર મુદ્રા પણ ઘણી ગણાય અને એક કોટિ મુદ્રા તો સમગ્ર વૈશાલીના આંગળીને વેઢે ગણાય એટલા સમૃદ્ધ શ્રેષ્ઠીઓ પાસે જ હોઈ શકે.


એ નગરનું નામ ખાંડવપ્રસ્થ – લલિત ખંભાયતા 1

ગુજરાત સમાચારની બુધવારની ‘શતદલ’ પૂર્તિમાં ઓક્ટોબર ૨૦૧૮થી હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી લલિતભાઈ ખંભાયતાની સુંદર કિશોર સાહસ કથા ‘એ નગરનું નામ ખાંડવપ્રસ્થ’ને વાચકોનો સુંદર આવકાર મળ્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં એ પૂર્ણ થઈ પછી હવે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થઈ છે. લલિતભાઈનો બાળસાહિત્યના પ્રકારમાં પ્રથમ પ્રયાસ છે અને એ વાચકોનો પ્રેમ પામી છે એ બદલ તેમને ખૂબ અભિનંદન અને આ સુંદર પુસ્તક ભેટ આપવા બદલ તેમનો આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે. પ્રસ્તુત છે પુસ્તકનું પ્રથમ પ્રકરણ..


ત્રિકમલાલ – ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક 19

એક્ટિવા ઉપર બેસતા પહેલા ખંજને પોતાના મોબાઇલમાં રહેલા અનેક ફોટાઓ માંથી ત્રિકમકાકાએ ધ્રુજતા હાથે પાડેલો સેલ્ફીવાળો ફોટો શોધી કાઢ્યો. એ ખાસ ફોટાને જોતાની સાથે આવા દુઃખના માહોલમાં પણ ખંજનનું મ્હોં મલકાઇ ગયું. એક્ટિવા ચાલુ કરીને એ નીકળ્યો. આજે ત્રિકમકાકા સાથે વિતાવેલી અનેક યાદો એની આંખ સામે આવી ગઈ. “ખંજનીયા, એક કામ તારે કરી આપવું પડશે.” સવારના પહોરમાં સાડા છ વાગે એ દિવસે ત્રિકમકાકાએ ફોન ઉપર અચાનક માંગણી કરી હતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૫)

સમય જતા લિચ્છવીઓમાં હવે પોતાના મનોરથો સિદ્ધ કરવાના વિચારો ઘોળાવા શરુ થયા હતા. ધીરે ધીરે તખ્તો ગોઠવતો જતો હતો. લિચ્છવીઓ હવે અધીરા થયા હતા. હવે તો આમ્રપાલી શરત રજૂ કરે અને તે સ્વીકારીને તેને પોતાની કરી લઈએ એવું તેઓ વિચારતા હતા પણ..


માઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર

એવું કહેવાય છે કે માઉન્ટેઈનર્સ આર ઓલવેઝ રફ એન્ડ ટફ, ફિટ એન્ડ ફાઇન.. પર્વતારોહકોનું જીવન કેવું હોય છે, તે કયા પ્રકારના સાધનો પોતાના ખભે ઊંચકીને ઉત્તુંગ શિખરો ચડતા હોય છે, વિશ્વના – એશિયાના – ભારતના ઊંચા શિખર ક્યા? વગેરે પ્રશ્નોના નિરાકરણ લાવતું મ્યૂઝિયમ માઉન્ટ આબુ ખાતે આવેલું છે. જેમાં હિમાલય પર્વતમાળાનાં મોડેલ સાથે પર્વતારોહણની નાવિન્યસભર સમજૂતી રજૂ થયેલી છે, પહાડોની ગોદમાં વસતા આ હિલ સ્ટેશન ઉપર ગુજરાત રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે. જ્યાં છેલ્લા ૫૦ વર્ષથી રોક ક્લાઈમ્બીંગના બેઝિક, એડવાન્સ જેવા કોચીંગ કોર્સ દ્વારા પર્વતારોહકોને તાલીમબદ્ધ કરવામાં આવે છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૪)

વર્ષકારે પોતે જ કરેલી ગોઠવણ મુજબ તેની યોજના આગળ વધે છે. બિંબિસારને અને વર્ષકારને પોતાની યોજના આગળ વધતી જોઈ આનંદ થાય છે. તે માટે હવે તેમણે ખાસ મુશ્કેલ પ્રયત્નો કરવા પડતા નથી. યોજનાનો અમલ કરવામાં તો બે-ત્રણ વર્ષ થઈ જાય તેમ લાગે છે. બ્રાહ્મણ અને રાજા બંને આ વખતે કોઈ પણ જાતની ઉતાવળ કરવા નહોતા ઈચ્છતા.


ઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર 19

ઓશો કે જેઓ શરૂઆતમાં આચાર્ય રજનીશના નામથી અને પછી ભગવાન રજનીશ અને છેલ્લે કેવળ ઓશોના નામથી દુનિયાભરમાં મશહૂર થયા, તેમના છેલ્લા નામનો શબ્દ – ઓશો જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે સાગરીય અનુભવ, એક બૂંદ સાગરમાં ભળી જાય અને સ્વયં સાગર થઈ જાય. હું જે વ્યક્તિ વિશે લખવા જઈ રહ્યો છું તે માટેની લાયકાત હું ધરાવતો નથી કારણ કે હું તેનો કોઈ અનુયાયી નથી કે ડાઇ હાર્ડ ફેન પણ નથી. હા ચોક્કસ એક સારો વાચક અને વિચારક હોવાના લીધે મેંં તેમને વાંચ્યા છે, સાંભળ્યા છે, માણ્યા છે. તેમના જીવનને અને તેમના વ્યક્તિત્વને મૂલવવાનો મારી રીતે થોડો પ્રયાસ કર્યો છે જે હું અહીં આપની સાથે વહેંચી રહ્યો છું.


ટેબલ – ઉષા પંડ્યા 9

ઘણીવાર ઋતાને લાગતું કે આ ઘરમાં જો સહુથી નજીકનો સબંધ તેને કોઈ સાથે હોય તો તે છે – આ ઘરનું મલ્ટી પર્પઝ ટેબલ! તેની કલ્પનાના ડીઝાઇનર ડાઈનીંગ ટેબલથી ક્યાંય અલગ, એક સીધું સાદું લાકડાનું ખોખું જે બંને બાજુથી ફોલ્ડ થઇ જઈને ઘરના કોઈ પણ ખૂણે ગોઠવાઈ જતું, તેના કમનીય વ્યક્તિત્વની જેમ જ!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૩) 1

પ્રકરણ ૧૩. આમ્રપાલી વૈશાલીના વિશાળ અતિથિ ભવનમાં હમણાથી ભારે ભીડ રહેવા લાગી હતી. વૈશાલી બહારથી જે લોકો આવતા તેઓ ત્યાં જ ઉતરતા. મોટાભાગના સંથાગારની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા જ આવતા હતા. એ વખતે એવી પ્રથા હતી. બહારથી આવતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ અને ગણનાયકો જ નહીં અમાત્યો પણ ત્યાં આવતા હતા. જે લોકો આવતા તેઓ ગણરાજ્યની વાતો કરતા અને વિદેશ જઈને તેના વખાણ કરતા.


ચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી.. 4

૨૬ એપ્રિલ ૧૯૮૬ની મધરાતે ચર્નોબિલ ન્યૂક્લીયર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પછી રિએક્ટર નંબર ચારના કન્ટ્રોલ રૂમમાં હાજર હતા અને આ દુર્ઘટનાના સાક્ષી બનેલા એવા એ વખતના ચર્નોબિલ પ્લાન્ટના એન્જિનીઅર ઓલેક્સિ બેરુસ એચ.બી.ઓ – સ્કાય ટીવીની મિનિ વેબસીરીઝ ચર્નોબિલ વિશે પ્રતિભાવ આપતાં કહે છે, “એક વૈશ્વિક દુર્ઘટના જેણે હજારો લોકોનો જીવ લીધો અને લાખો લોકોના જીવનને અસર કરી એને – ચર્નોબિલ ન્યૂક્લીયર પ્લાન્ટની દુર્ઘટનાને એ લોકોએ ખૂબ સશક્ત રીતે દર્શાવી છે, અને સાથે સાથે એ દુર્ઘટના વખતની લાગણીઓ, અનુભવો અને માનસિકતાને પણ સરસ રીતે તાદ્દશ કરાઈ છે. જો કે તેના અમુક ટેકનિકલ પાસા વિવાદાસ્પદ છે, ભલે એ સંપૂર્ણપણે ખોટાં નથી, પણ ઘણા અંશે કાલ્પનિક જરૂર છે.”


તું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા 5

તું ક્યાં? શોધની ચરમસીમાએ ઊઠતો આ સવાલ કેટલો પીડાકારક હોય છે એ શી રીતે સમજાવું? ખાસ કરીને એવા સવાલો કે જેનો જવાબ આપણે જાણતાં જ હોઈએ ! ..તું ક્યાં ? હા, તારી શોધ.. તારી તલાશ. !


વેકેશન તો બાળકોનું પણ મરજી કોની? – ચેતન ઠાકર 2

વેકેશનના સમયમાં બાળકોને તેમની મરજી મુજબની પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ કે વાલીઓએ તેમના માટે અગાઉથી વિચારેલી પ્રવૃત્તિઓમાં તેમને જોતરવા જોઈએ? આ વર્ષોથી ચાલી આવતી બે પેઢીઓ વચ્ચેની કશમકશ છે અને વાલીઓ માટે મુંઝવણ એ છે કે કયો માર્ગ બાળકો માટે ઉત્તમ છે! ભારતમાં દરેક જગ્યાએ વાર્ષિક પરીક્ષાઓ પૂરી થયા પછી ચર્ચાતો આ સૌથી હોટ ટોપિક છે. આ એવા વિષયની ચર્ચા છે કે જેનો અંત આવતો નથી. ચર્ચાને અંતે લોકો છુટ્ટા પડે ત્યારે કોઈ નિષ્કર્ષ ઉપર આવી શક્તા નથી. હંંમેશા આ ચર્ચા અપૂર્ણ જ રહે છે, વિષયની આસપાસ કાયમ ગોળગોળ ફર્યા કરે છે.


અક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ.. 14

૨૦૦૨માં અટકી ગયેલી જીઓસિટીઝની ગાડી વર્ષો પછી ૨૦૦૭માં પહેલા અધ્યારૂનું જગત અને પછી વિસ્તરીને અક્ષરનાદ સ્વરૂપને પામી. ડોમેઇન નામ લેવાથી હોસ્ટિંગ સુધી, વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી એમાં થીમ મૂકી અને કોડિંગ કરવા સુધીની બધી પ્રક્રિયા સ્વ. મૃગેશભાઈના સહયોગથી થયેલી. ત્યારે વર્ડપ્રેસ સેલ્ફ હોસ્ટેડ શેર્ડ સર્વર પર આજની જેમ સરળતાથી ઇન્સ્ટોલ નહોતું થતું. થીમ પણ ખૂબ ઓછી અને પ્રાથમિક સુવિધાઓ સાથે જ હતી અને ભાગ્યે જ કોઈ હોસ્ટ ભારતમાં હતા. મને ગમેલી સાદી થીમને લઈને મૃગેશભાઈને મેં જેમ જેમ મારા વિચાર કહ્યાં એમ એમણે મને કોડ કરીને આપવાનું શરૂ કર્યું. લગભગ બે મહીને અમે આખી વેબસાઈટ ડિઝાઈન કરી રહ્યાં હતા. મને યાદ છે કે ત્યારે ગુજરાતી બ્લોગવિશ્વ ખૂબ ઓછા બ્લોગરો સાથે પણ સમૃદ્ધ હતું. બ્લોગ ત્યારે હજુ ખૂબ અચરજની વસ્તુ હતો અને એમાં વાચકો હોવા એ તો એથીય વધુ આશ્ચર્યની વાત હતી.


‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી 2

વરસાદની ૧૭૧ કવિતાનો સંગ્રહ દિનેશભાઈ કાનાણીએ ભેટ આપ્યો ત્યાર પહેલા જ એ વિશે ઘણી પ્રસંશા સાંભળી ચૂક્યો હતો, પણ એમાંથી પસાર થયો ત્યારે ખરેખર અનરાધાર ભીંજાવાની ખૂબ મજા આવી. આ પ્રકારનો મેઘધનુષી સંગ્રહ અદ્વિતિય સર્જન છે. વરસાદના વિવિધ ભાવ, અનેકવિધ લાગણીઓને રજૂ કરતા આ સંવેદનાસભર સંગ્રહમાંથી સપ્તરંગી મેઘધનુષરૂપી સાત કવિતા આજે અક્ષરનાદના વાચકો માટે પ્રસ્તુત કરી છે. દિનેશભાઈને આ સંગ્રહની બીજી આવૃત્તિ થવા બદલ અનેક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ પોસ્ટને અંતે આપી છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)

વૈશાલીના નગરજનો પાસે વાતનો બીજો વિષય આવ્યો વર્ષકારનો! જાણકાર હોવાના વહેમમાં ઘણા લોકો કહેવા લાગ્યા કે ‘દુનિયામાં દરેકનું મન કળી શકાય પણ અપમાનિત થયેલા બ્રાહ્મણનું મન વાંચી ન શકાય કેમકે તે ઝેરી નાગ કરતાંય ખતરનાક હોય છે. મગધને કેવી પીછેહઠ કરવી પડી! ઈતિહાસ ચાણક્યને જાણે જ છે. ધનનંદનું નિકંદન કાઢ્યા પછી જ તેને શિખા બાંધી હતી!