સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


શેખાદમ આબુવાલા ની રચનાઓ 3

જાણું છું એમ તો તમે કિસ્મતની ચાલ છો, તો પણ કહું છુ આજે તમે મારી કાલ છો, એવો જવાબ છો કદી આપી શકાય ના, પૂછી શકાય ના કદી એવો સવાલ છો, આ રૂપ, આ ગતિ, કવિ બીજુ તો શું કહે, હરણાની ચાલ છો, ગુલાબોના ગાલ છો, હું તો કરી રહ્યૉ છું સમય આપવાની વાત, છો સંકુચિત મિલન માં, વિરહમાં વિશાલ છો, સપનામાં એમ તો તમે વાસ્તવથી કમ નથી, જાગું છું ત્યારે તમે કેમ ઇન્દ્રજાલ છો, જીવન આપણું જોડાઇ શકે તો માનીશ, તમે કમાલ હતા ને હજીય કમાલ છો ↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔ તમારી મૂંગી આંખો માં સવાલોના સવાલો છે, છતાંય બેચૈન થ ઇ ને હું કેટલા પ્ર્શ્નો પૂછું છું, મને પણ થાય છે કે પ્રેમ માં હું આ શું કરું છું, તમે રડતા નથી તોય તમારી આંખ લૂછૂ છું. ↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔ આંસુ નું આંખ માં ઝૂલી જવુ, કેટલું વસમું છે તને ભૂલી જવું ↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔ હસું છું એટલે માની ના લેશો કે સુખી છું હું રડી નથી શક્તો એનું દુઃખ છે મને, દુઃખી છું હું, દબાવીને બેઠો છું જીવન ના કારમા જખ્મૉ, ગમે ત્યારે ફાટે એવો જ્વાળામુખી છું હું.


થોડા શે’ર

રૂપના ઘૅલા છીઍ, “શૂન્ય” ના ચેલા છીઍ, વેર માં ભલૅ પાછળ હશું, પ્રૅમ માં પહૅલા છીઍ… – શૂન્ય પાલનપુરી કરમનૅ ભુલી જાશું, સિતમનૅ ભુલી જાશું, ખુશીનૅ ભુલી જાશુંનૅ ગમનૅ ભુલી જાશું, શબ્બતમાં તમારૉ ખયાલ ઍ હદ સુધી છૅ અમનૅ, તમારી યાદ નહીં ઇચ્છૉ તૉ તમનૅ પણ ભુલી જાશું… – પિયુષ આશાપુરી દાવૉ છે અલગ પ્રૅમનૉ દુનિયાની રીતથી , ઍ અહીં ચુપ રહૅ છે,જૅનૉ અધિકાર હૉય છે.. – મરીઝ ઍક પળ ઍના વિના ચાલતુ નહૉતુ “મરીઝ” કૉણ જાણૅ કૅમ આખી જીંદગી ચાલી ગઇ… – મરીઝ આંખો થી કહી દે કે પ્રેમ છે તોય ધણું, હૈયાને વહેમ દઇ દે તોય ધણું, સાથે મરવાનો વાયદો કરવો નથી મારે, જનમ જનમ નો સાથ દઇ દે તોય ધણું… – જીગ્નેશ અધ્યારૂ સમય પણ હોય છે કેવો નજાકતનો મિલન વેંળા પડે છે આંખ ને બોજ ભારે પોતાની જ પાંપણનો.. – મરીઝ


રૂપાળો એક રિશ્તો લાગણીનો 5

 કરી તૉ જૉ… રુપાળૉ એક રીશ્તૉ લાગણીનૉ તું ય કરીતૉ જૉ, મારી સાથૅ બૅ ડગલા પ્રણય ના તું ય ભરી તો જો, સતત તું રહૅ છે માર શમણામાં – સ્મરણ માં, કદી એકાંતમાંય મારુ નામ સ્મરી તૉ જૉ, પ્રતિક્ષા કરીછે કૅટલીય મેં પામવા તુજને, કસૉટી આજ મારા પ્રૅમની તું ય કરી તૉ જૉ, થશે તનૅ અનુભવ એક મીઠા દર્દનૉ ત્યારૅ, મારી યાદનૅ તારા હ્રદયમાં સંઘરીતૉ જૉ, બિછાવ્યુ છે મૅં હ્દય તારી યાદમાં સદાય, અમારા માર્ગ માં તુંય નયન ઢાળી તૉ જૉ, છે ક્યાં જીવવા જૅવું જીવનમાં જૉ પ્રૅમ ના હૉય, બસ વાત મારી આટલી કાનૅ ધરી તૉ જૉ, સિતારા તૉડવાનૉ વાયદૉ કરવૉનથી મારૅ, પડીનૅ પ્રૅમમાં મારા ગગનનૅ સર કરી તૉ જૉ, મુંગૉ પણ ભરપૂર પ્રેમ મૅં તનૅ કર્યૉ, પ્રયત્ન ઍનૅ કરવાનૉ સરભર તુંય કરી તૉ જૉ… (  B V M Kelidoscope ’99  માં થી સાભાર….)


ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ 3

 તારી સાથૅ… ચાલ જઈએ પ્રણયના રસ્તે, કોઈ પણ ચાહત વિના, મળશે ક્યાંથી જીવનની મંઝિલ, તારી મુહબ્બત વિના, પ્રણયનો પંથ કાંટાળો છે, બસ તારો જ સથવારો છે, વિશ્વાસનું વહાણ, પ્રણયનો દરીયો, સંદેહોની સંગત વિના. અરમાનોનો ભાર લઈને ચાલી શક્યું છે કોણ? ચાલને હલકા થઈને જઈએ નાહકની હસરત વિના, સમજણની હદથી ઘણે દૂર આવી ગયા છીએ, દુઆ કબૂલે છે ખુદા પણ હવે, લમ્હા એ ઈબાદત વિના.  – જીગ્નેશ અધ્યારૂ


સબંધ – પિયુષ આશાપુરી 1

એક અધુરી કથાને આપણે અંજામ દઈએ, સુંવાળા સબંધને કોઈ તો નામ દઈએ. ચાલ પથ્થરની ઠોકર એટલે એક ઘાત ટળી, પણ આ ફુલોની ઠોકરને શું નામ દઈએ. સમય આવે તો એ ખપ જરુર લાગશે, લટકતી તો લટકતી સૌને સલામ દઈએ. આંગળી સૌ કોઈની તારી તરફ ઉઠશે , અમારી કલ્પનાને પણ જો અમે નીલું નામ દઈઍ. નામથી વિપરીત વધારે ગુણ મળ્યા માણસમાં શું ખોટું છે જો “નારાજ ” ઉપનામ દઈએ. -Piyush Ashapuri


મા બાપને ભૂલશો નહિ….. 2

ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહીં લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહીં લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહીં પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહીં. – સંત પુનીત


બે કવિતાઓ – સંકલિત 1

નામ – અજ્ઞાત જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે? નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે. બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે જીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે. મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજો પ્રેમ ન કરતાં, નહી તો મારી જેમ રઝળશો તમે * * આશ… – અલ્પેશ શાહ્ આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી માણી લે હર એક પળ તું આજે આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી


કહેજોજી રામ રામ……- સુન્દરમ

સૂરજદાદાને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં. ફૂલડાંરાણીને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે રસ્તા વાળ્યા છે મેં એમના. કોયલબે’નીને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે મેં તો ગોખ્યું છે ગીત તાહરું. પીળા પતંગિયાને કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે વીણવા જવા છે રંગ સાંજના. ચાંદામામાને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે હોડીને છોડવી પાતાળમાં. નીંદરમાસીને કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે આવે વ્હેલીક જરા આજ તો. -સુન્દરમ


શાંત ઝરુખે 3

શાંત ઝરુખે વાટ નીરખતી રુપની રાણી જોઈ હતી, મે એક સેહજાદી જોઈ હતી. એના હાથ ની મેંહ્દી હસતી તી, એના આંખ નુ કાજળ હસતુ તુ, એક નાનુ સરખુ ઉપવન જાણે, મોસમ જોઈ નીખરતુ તુ. એના સ્મીત મા સો સો ગીત હતા, એની ચૂપ્કી થી સંગીત હતુ, એને પડછાયા ની લગન હતી, એને પગરવ સાથે પ્રીત હતી. એ મોજા જેવુ ઉછડતી તી, ને પવન ની જેમ લેહરાતી’તી, કોઈ હસી ને સામે આવે તો, બહુ પ્યાર ભર્યુ શરમાતી’તી. એને યૌવનની આશી’સ હતી, એની સ્ર્વ બલાઓ દુર હતી, એના પ્રેમ મા ભાગીદાર થવા, ખુદ કુદરત પણ આતૂર હતી. વર્સો બાદ ફરી થી આજે એજ ઝ્રુખો જોયો છે, જ્યાં ગીત નથી,સંગીત નથી, જ્યાં પગર્વ સાથે પરીત નથી, જ્યાં સપનાઓ ના મહેલ નથી ને, ઉર્મીઓ ના ખેલ નથી. બહુ સૂનુ સૂનુ લાગે છે, બહુ વસમુ વસમુ લાગે છે. એ ન્હોતી મારી પ્રેમીકા, એ ન્હોતી મારી દુલ્હન, મે’તો એને માત્ર ઝરુખે વાટ નીરખતી જોઇ હતી, કોણ હતી એ નામ હતું શું, એ પણ હુ ક્યાં જાણું છુ. તેમ છતાંયે દીલ ને આજે, વસમુ વસમુ લાગે છે, બહુ સુનૂ સુનૂ લાગે છે..


ગુજરાતી છું . . . .

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું, ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ, સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું. આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું. સઘળી સગવડ સુરજની એને આપી છે, મે’માન બને જો અંધારું ગુજરાતી છું. અડકી જાતી પળ ને પૂરી થાતી અટકળ, બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું. વિશેષણોના વન છે તારી આગળ પાછળ, મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું. ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું !


પ્રેમ એટલે કે . . .- મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે . . . . પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે. પ્રેમ એટલે કે, સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો, કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો પ્રેમ એટલે કે… -મુકુલ ચોક્સી


મારી બે રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ

મારી રચનાઓ…… [1] આંખોની ભાષા એક આંખ માં તારુ સપનું, બીજી આંખ માં આંસુ, આંસુ ના દરીયામાં, તારા સપનાં તાણી જાશું. એક આંખ માં સૂનૂં હૈયું, બીજી આંખ માં મેળો, સપ્તપદી ની કોરે કોરે, ફાડે ભવનો છેડો. એક આંખ માં ભવનો સાથ, બીજીમાં જાકારો, કાલે દીધેલા સાથના વચનો, આજના ઇનકારો એક આંખ માં મારું નામ, બીજીમાં બીજાનું, આખુંય જીવન એક આંખ માં…મારે કાં જીવવાનું. [2] કેવી રીતે ?… કેવી રીતે જીવું તારા વિના એ તું જ મને સમજાવ… ફોરમ વિનાના ફુલ નો રસ્તો તું જ મને બતાવ…. શ્વાસ મા તું, મન માં તું, ને હૈયામાં પણ તું…. તારા વિનાની ધડકનનો ધબકો તું જ મને સંભળાવ… આજે ભલે તું ભુલી ગઇ છે, મારા પ્રેમની વાતો, શમણાંઓ ની રાતો ને એ હૈયાના હાલાતો, કેમ કરીને ભુસુ હૈયું, તું જ મને શીખડાવ… તારા વગરના જીવતરનો મર્મ તું જ મને સમજાવ… આજે ભલે તું ભુલી ગઇ છે, પ્રણયના એ રંગો આંખો માં આખોનું વસવું, સ્નેહ નીતરતા સંગો કેમ કરીને રોકું મનને, તું જ મનને ભરમાવ… તારા વિના મારા જીવતર ને, તું જ જીવી બતાવ… કેવી રીતે જીવુ તારા વિના એ તું જ મને સમજાવ… નહીં તો આખર અંત નો રસ્તો, પ્લીઝ મને પકડાવ…. – જીગ્નૅશ અધ્યારુ