સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ અધ્યારૂ


તારા Marriage થઇ જશે – જિજ્ઞેશ અધ્યારૂ

એક મિત્રને લગ્નપ્રસંગે ભેટ આપવા માટે લખાયેલી આ મરક મરક પદ્ય રચના મારી આ ક્ષેત્રની પ્રથમ કૃતિ છે. લગ્ન પછીની કેટલીક પરિસ્થિતિઓને અહીં નજરમાં રાખી છે. જો કે મારા મતે આ રચનાને હઝલ કહી શકાય છે. આપનો પ્રતિભાવ આવકાર્ય છે.


“હું” અને ગુજરાતી પદ્ય સમૃધ્ધિ – જીગ્નેશ અધ્યારૂ 5

“હું” એ શબ્દ સાથે સંકળાયેલી સમૃધ્ધ ગુજરાતી પદ્ય સાહિત્યની કેટલીક સુંદર રચનાઓ અને સાથે “હું” શબ્દ વિશે કેટલાક વિચારો તથા એ વિવિધ શે’રોની અને પદ્ય રચનાઓની થોડીક વિશદ ચર્ચા. ફક્ત “હું” ને ધ્યાનમાં રાખીને લખાયેલી કૃતિ.


આ સુવિધા તમારા કોમ્પ્યુટરમાં છે? (1)- જીગ્નેશ અધ્યારૂ 17

રોજબરોજના ઉપયોગમાં આવતા અને સરળતાથી ડાઉનલોડ કરી વાપરી શકાય તેવા ઉપયોગી સોફ્ટવેર વિશે થોડીક ચર્ચા અને જાણકારી વહેંચવાની આ શ્રેણી આજથી શરૂ થઇ રહી છે. આપના કોમ્પ્યુટરને મહત્તમ વપરાશ કરી શકાય તે માટે જરૂરી આ સગવડો વિશે જાણો અહીંથી, અને આપની પસંદ જણાવો.


અક્ષરનાદ પર ત્રણ નવી સુવિધાઓ 6

અક્ષરનાદ.કોમ પર ઉમેરા ઇરહેલી ત્રણ સુવિધાઓની જાહેરાત. વાચક મિત્રો માટે અક્ષરનાદને માણવાની સરળતા ખાતર તથા તેમની સુવિધા માટેની આ ત્રણેય સગવડો વિશે વિગતવાર માહિતિ માટે જુઓ.


ભૂતળ પ્રેમ પદારથ … – જીગ્નેશ અધ્યારૂ 7

પ્રેમને અને તેના પ્રભાવને શબ્દના વાઘાથી શણગારવો એ અશક્ય વસ્તુ છે, કારણકે પ્રેમ મૂળતો મૌનની ભાષા છે, મનનો વિષય છે, છતાંય પ્રેમ નામની એ અનોખી લાગણી, તેની અભિવ્યક્તિ, અને તેના સત્વ વિશે થોડાક વિચારો આલેખવાનો આ નમ્ર પ્રયત્ન છે.


એલફેલ પ્રિપેઇડ કસ્ટમર કેર – જીગ્નેશ અધ્યારૂ 23

ગામડાનો એક વ્યક્તિ ફોન કરે છે “એલફેલ” મોબાઇલ કંપનીના કસ્ટમરકેર વિભાગમાં અને તેની ગ્રાહક સુવિધા અધિકારી સાથે થયેલી થોડીક અસામાન્ય પણ મલકાવતી વાતચીતના અંશો માણો અહીં…. માણો થોડી મરકતી, હસતી, હળવી પળો ….


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 3) 10

ગીરયાત્રાના અનુભવો ભાગ ૧ અને ભાગ ૨ આપે અહીં વાંચ્યા. આજે વાંચો તુલસીશ્યામ પાસે આવેલી દોઢી નેસ અને આસનઢાળી નેસની મુલાકાતો સાથેનો ત્રીજો અને અંતિમ ભાગ.


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2) 2

ગીરના જસાધાર પાસે ચીખલકૂબા નેસથી થોડેક દૂર જંગવડ ની અગણિત વડવાઇઓ નીચે વનભોજન અને તે પછી આધ્યાત્મિક રંગે રંગાયેલી એ યાદગાર રાત્રી, ગઇકાલે આપે માણ્યો પ્રથમ પરિચય, આજે માણો આ અધ્યાત્મ યાત્રાનો બીજો ભાગ


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં… ( ભાગ 1 ) 8

ગરવા ગીરના એક તદન નવા સ્વરૂપનો પરિચય. આ ગીરના સિંહ કે હરણાં, કે ગીરની હરીયાળીની વાત નથી. આ વાત છે ગીરમાં અફાટ પાંગરેલા અધ્યાત્મની, તેની સંત પરંપરાઓ અને ગીરની સ્વાભાવિક ફકીરીની. માણો અમારો ગીરનો અનોખો અનુભવ.


બ્રહ્માંડની સફર કરો તમારા કોમ્પ્યુટરથી 10

શું તમે ક્યારેય અમાસની કાળી રાતે આકાશમાં તારાઓ અને ગ્રહોના સમૂહને જોયા છે?

ક્યારેય એ આકાશને નજીકથી જોવાની, એની ઉંડાઇનો તાગ મેળવવાની ઇચ્છા થઇ છે? દૂર સુદૂર પ્રકાશિત એ કયો ગ્રહ છે કે તારો છે એ તમને ખબર છે?

અહીં બે ઉપલબ્ધ નાનકડા સોફ્ટવેર વિશે આપને જણાવી રહ્યો છું જે આપને આપના કોમ્પ્યુટરમાં આખાય આકાશનો ખૂબ સુંદર ચિતાર તેના ગ્રહો અને તારાઓની ઓળખાણ સાથે આપે છે.


મારી બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ 6

જીગ્નેશ અધ્યારૂની બે રચનાઓ, ગઝલ…, પ્રથમ ગઝલ સમર્પિત છે એવા મનુષ્યને જે પોતાની સાચી ઓળખાણ શોધી રહ્યો છે, દરીયા સાથે આ સમગ્ર પ્રયાસની સરખામણી છે, તો બીજી ગઝલ યુવાનીના પ્રેમના સ્મરણો વિશેની છે.


આજથી અક્ષરનાદ ગૂંજે છે… 8

માણો અક્ષરનાદ નો પ્રથમ સંપાદકીય લેખ. આજથી શરૂ થાય છે બ્લોગ ‘અધ્યારૂ નું જગત’ એક તદન નવા સ્વરૂપે, એ જ વૈવિધ્યસભર લેખો, વધુ સગવડો અને પોતાના ડોમેઇન પર આજે ગુરૂપૂર્ણિમાના શુભ દિવસથી ગૂંજશે અક્ષરનાદ…


એક ઓંકાર ગુરૂબાની : પંજાબી પ્રાર્થના (ભાષાંતર સાથે) – જીગ્નેશ અધ્યારૂ 9

વર્ષો પહેલા દિલ્હીમાં રહેતો ત્યારે એક બે વખત આ ગુરબાની મેં ગુરુદ્વારા નાનકાના સાહિબ, દિલ્હીમાં સાંભળી હતી. પણ તેનો અર્થ ખબર ન હતો, પછી સમય સાથે તે ભૂલાતું ગયું પણ ફિલ્મ રંગ દે બસંતી મારફત ફરીથી તેની યાદો તાજી થઈ ગઈ, આજે પ્રસ્તુત છે આ ગુરબાની અને તેનું મેં મારી સમજ મુજબ કરેલ ગુજરાતી ભાષાંતર. એક ઓંકાર સતનામ કર્તા પૂરખ નિરભા-ઓ-નિરવૈર અકાલ મૂરત, અજૂની સૈભાન ગુર પરસાદ એ એક સાર્વત્રિક સર્જક પરમેશ્વર, તેનું નામ સત્ય છે, જન્મો માટે સર્જક, કોઇ ડર નહીં, નફરત નહીં, જન્મ મૃત્યુથી પર અમિટ જીવનની છાપ, સદભાવના સભર જીવન – ગુરુના પ્રસાદ રૂપ આશિર્વાદ છે. જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસૈ ભી સચ, સોચૈ સોચ ન હોવૈ, જે સોચે લખ વાર, મંત્ર અને સાધના, પ્રથમારંભે સત્ય, અનંત અંત સુધી સત્ય, સત્ય અહીં અને હમણા, સદા અને સર્વદા સત્ય, ગુરુ નાનક ચુપ્પઇ ચુપ ન હોવૈ જે લાય રહા લિવ તાર ચૂપ રહેવાથી મનની શાંતિ મળતી નહીં, હજારો અને લાખો વખત વિચારવાથી પણ શાંતિ મળતી નથી. ભૂખીયા ભૂખ ન ઉતરી, જય બન્ના પુરીઆ બહાર, સહસ સી આનપા લખ હોહી તા ઇક ના ચલૈ નાલ ભૂખ્યાઓની ભૂખ છૂપાતી નથી, ભલે તમે જગત શબ્દોરૂપી ભોજનોનો ખડકલો કરી દે… હજારો અને લાખો ચતુરાઇઓ ભલે હોય, પણ તેમાંથી એક પણ અંતમાં સાથે નહીં આવે. કિવ સાચી આરા હો ઇ ઐ કિવ કૂરહૈ ટૂટે પાલ તો તમે વિશ્વાસપાત્ર કઇ રીતે બની શકો? અને જે નાશવંત છે તેનું સાચું જ્ઞાન કઈ રીતે મેળવી શકો? હુકુમ રજા ઇ ચલના નાનક લિખી આ નાલ નાનક દેવે લખેલું છે કે તમે પ્રભુના હુકમનું પાલન કરો […]


દુ:ખ એટલે ખુમારી બતાવવાનું ચોઘડીયું – જીગ્નેશ અધ્યારૂ 9

સિવિલ – જીયોટેકનીકલ એંન્જીનીયરીંગમાઁ એક શબ્દ આવે છે, “Bearing capacity”, જમીન પર વજન વધારતા જાઓ અને જો તે કોઇક એક ક્ષણે જમીનમાં ઉતરવાનું શરૂ કરી દે તો એ વજનને કહેવાય એ જમીનની ધારણ ક્ષમતા. પહેલા કોઇ ચોક્કસ જમીનનો તેની ધારણ ક્ષમતા ચકાસવા માટે પ્રયોગ કરવામાં આવે અને જો તે સફળ થાય તો જ તેના પર કોઇ બાંધકામ થાય નહીંતો તેને એ વજન સહન કરી શકવા માટેની ક્ષમતા લઇ શકે તે માટે તેને જરૂરી સારવાર, કહો કે સહાયતા કે સાથ આપવામાં આવે અને પછીજ તેને જરૂરી વજન મૂકીને, તેના પર બાંધકામ કરીને ઉપયોગમાં લઈ શકાય. આ વાત અહીં લખવાનું પ્રયોજન એટલું જ છે કારણકે મને લાગે છે કે ભગવાને માનવજીવન માટે પણ આવા જ કાંઇક માપદંડો બનાવ્યા હશે. દુ:ખના સમયમાં પ્રભુ આપણી ક્ષમતાની, આપણી હિંમતની અને તેના પરની શ્રધ્ધાની કસોટી કરતા હોય, જાણે તે ચકાસતા હોય કે આપણી દુ:ખ પચાવવાની કેપેસીટી કેટલી. માણસ દુ:ખના સમયમાજં તૂટી પડે છે, પ્રભુ કે ઇષ્ટ પરની તેની શ્રધ્ધા ડગી જાય છે, જીવન અકારૂ લાગે છે અને થોડુંક દુ:ખ, થોડીક તકલીફ પણ આપણને પહાડ જેટલી મોટી લાગે છે. હિંમત જવાબ આપી જાય છે, પણ આવા સમયે મારા મતે આપણો ટેસ્ટ થઇ રહ્યો હોય છે, પ્રભુ આપણને કોઇક મોટા કામ માટે, કોઇ મોટી જવાબદારી માટે ચકાસી રહ્યા હોય તેમ ન બને? જો પ્રયોગમાંજ આપણે નાપાસ થઇ જઇશું તો જવાબદારીનું વહન કેમ કરી શકીશું? જીવનમાં દુ:ખ અને તકલીફો સહન કરવા ધીરજ જોઇએ, શ્રધ્ધા જોઇએ અને પોતાના પર વિશ્વાસ જોઇએ, મધ દરીયે તોફાન જોઇ નાવિકો હોડીને મૂકીને કૂદી પડતા નથી, કે હિંમત હારીને, હાથ જોડીને બેસી જતા નથી, પણ સઢને કઇ […]


સાચો જવાબ જિંદગી – સ્લમડોગ કરોડપતિ 13

Slumdog Millionaire ના હિન્દી ડબિંગ પામેલા ચલચિત્રનું નામ છે સ્લમડોગ કરોડપતિ. મુંબઇની ગરીબ વસ્તીમાં ઉછરેલ એક છોકરો વસ્તીના તેના જીવન દરમ્યાનના અનુભવો અને જીવને તેને આપેલા વિવિધ બોધપાઠોને લઈને, કૌન બનેગા કરોડપતિ રમત દરમ્યાન એકે એક પ્રશ્નોના જવાબ કઇ રીતે આપે છે તેનું તેના અનુભવો સાથેનું ખૂબ સહજ અને તાદ્શ ચિત્રણ આ ચલચિત્રમાં છે. ફિલ્મ પૂરી થાય ત્યારે દિગ્દર્શકના અને અન્ય કસબીઓના નામ જુઓ ત્યારે ખબર પડે કે આ વિદેશી લોકોએ બનાવેલ ચલચિત્ર છે. બાકી મુંબઈની ધારાવીની ગંદી વસ્તીનું એ અદ્દલ સ્વરૂપ છે. વસ્તીઓનું જીવન, તેની કાળી બાજુઓ, ભારતીય સમાજવ્યવસ્થાના આ જોવા ન ગમે તેવા પાસાઓને ફિલ્માંકિત કર્યા છે. ફિલ્મ જોતા હોવ ત્યારે લાગે કે જાણે ૧૯૮૦-૮૫ના સમયની સલીમ – જાવેદની જોડીએ લખેલી બે ભાઈઓના ઝઘડા અને તેવી મસાલા બોલીવુડ કથાવસ્તુ વાળી કોઈ ફિલ્મ જોઈએ છીએ. વિકાસ સ્વરૂપની નવલકથા ક્વેશ્ચન એન્ડ આન્સર ની પ્રેરણા લઈને બનેલી આ ફિલ્મ નું પ્રથમ દ્રશ્ય છે એક સવાલથી શરૂઆત થતી વાર્તા, કૌન બનેગા કરોડપતિનો એક સવાલ જેમાં પૂછાય છે કે જમાલ મલિક (વસ્તીનો એક નાનકડો છોકરો જે હવે યુવાન થઈ ગયો છે) બે કરોડ રૂપીયા જીતવાથી એક સવાલ જ દૂર છે, આ તે કઈ રીતે કરી શક્યો?” A). તેણે છેતર્યા, B). તે નસીબદાર હતો,  C). તે મહાન જાણકાર હતો કે D). એવું તેના નસીબમાં લખેલું હતું….. ફિલ્મની વાર્તા રોચક છે, અમિતાભ બચ્ચનની સહી મેળવવા માટેના જમાલ ના ધમપછાડા, હીંદુ મુસ્લિમ રમખાણો, લત્તિકા, તેમનું એક ગુંડાના હાથમાં પકડાવું….છટકવું, છૂટા પડવું, મળવું, દુશ્મની, અંડરવર્લ્ડ, અને છેલ્લે જમાલને મળતો તેનો સાચો પ્રેમ અને સાથે બે કરોડ રૂપિયા …. આ સમગ્ર ઘટનાક્રમ આપણને બાંધી રાખે છે અને સાથે એ વિચાર કરવા પણ પ્રેરે છે […]


કોથળો ભરી રૂપિયા – જિગ્નેશ અધ્યારૂ 8

મેં સાંભળ્યુ છે કે જો વિશ્વ અર્થતંત્ર આમ જ ખાડે જતુ રહ્યું અને ભાવો આમ જ વધતા રહ્યા તો એ દિવસ દૂર નથી કે સામાન્ય લોકો અને સગવડો એક બીજાથી એવા દૂર થઈ જશે જેવા અત્યારે સલમાન અને ઐશ્વર્યા છે. રૂપિયાનું અવમૂલ્યન ફરી શરૂ થઈ ગયું છે, ડોલર ની સરખામણીએ રૂપિયો ફરી ગગડવા માંડ્યો છે.   જો આમ જ સતત ચાલતુ રહ્યુ તો એક દિવસ એવો આવશે કે ભાવો ખૂબ વધી જશે, રૂપિયાનું અવમૂલ્યન પણ પાર વગરનું હશે….એક ડોલર ના પાંચસો થી છસ્સો રૂપિયા થશે…..અને ત્યારનું ચિત્ર વિચારો તો ખરા ! !   સૌ પ્રથમ તો સરકાર ને નવી ચલણી નોટો બહાર પાડવી પડશે…પાંચ લાખ ની, દસ લાખ ની, પચાસ લાખની કે એક કરોડ ની. પણ આ જેટલા મોટા આંકડા અત્યારે લાગે છે એટલા ત્યારે નહીં હોય….ત્યારે ભાવ વધારો પણ તો ભયંકર હશે…   જેમ કે તેલનો ડબ્બો હશે પંચોતેર હજાર રૂપિયા, ઘઊં નો ભાવ હશે નવ – દસ હજાર રૂપિયા કિલો, તો એક ગુણ ધઊં લેવા તમારે એક ગુણ પૈસા આપવા પડશે. તમારો છોકરો પૈસા માંગશે, ખીસ્સા ખર્ચી માટે, પણ તમે જે આપશો તે એના ખીસ્સા માં નહીં સમાય, તે બેગ કે થેલી માં પૈસા લઈ જશે…તમારી વાઈફ રોજ સવારે શાકભાજી લેશે તો રોજ ના ચાર પાંચ હજાર ખર્ચી નાખશે, કચરો વાળવા વાળો કહેશે સાહેબ, આ મહીનાના પંદર હજાર થયા, તો દૂધ વાળાના હશે કાંઈક ત્રણ ચાર લાખ, મહીને,   તમારા પગારના દિવસે તમે ઘરે રીક્ષા કરી કોથળામાં પગાર લાવશો, અને પગારના દિવસ થી બે દિવસ તમારે ત્યાં નોટ્સ અલગ કરવાનું કામ ચાલશે કારણ કે બેંક તમને નોટો સ્ટેપલ […]


હોળી એટલે ? – જીગ્નેશ અધ્યારૂ 6

હમણાં હોળીના દિવસે મહુવા થી વડોદરા આવવાનું થયું. બસમાં બેઠા બેઠા વિવિધ જગ્યાઓ પર થતી ચહલ પહલ જોઈ. મહુવામાં હોળીકા દહન માટે કરાયેલા રસ્તા વચ્ચેના ખાડાઓ જોયા તો સોસાયટીના કોમન પ્લોટમાં જાત મહેનતનો પહેલો પાઠ ભણતા નાના ભૂલકાં પણ જોયા જે હોળીકા દહનમાં મેં પણ કાંઈક કર્યું છે તેવી ભાવનાથી ખાડો ખોદવા ને લાકડા ગોઠવવા મચી પડ્યા હતાં. હોળી આ નાનકડા ભૂલકાઓ માટે કેટકેટલા પાઠ શીખવે છે??? કદી વિચાર્યું નહોતું પણ જેમ જેમ વિચારતો ગયો, વિચાર વલોણું ફરતું ગયું તેમ તેમ માખણ નીકળતું ગયું. હોળી એટલે અશ્રધ્ધા પર શ્રધ્ધાના વિજયનો ઉત્સવ, એક બાળકની અખંડ શ્રધ્ધાનો, ગમે તેવા વિઘ્નો વચ્ચે અડીખમ રહેવાનો, ગમે તેવી મુશ્કેલીમાંય ધીરજ નહીં ખોવાનો ઉત્સવ. ગંગા સતી કહે છે તેમ “મેરૂ તો ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ, ભાંગી રે પડે ભરમાંડ રે……” આમ જુઓ તો આ આખુંય ભજન પ્રહલાદ માટે કેટલું બંધબેસતું આવે? એ હિસાબે તો પ્રહલાદ પણ હરિજન કહેવાય.  ગાંધીજીએ એક વખત સરસ વાત કહી હતી કે હરીજન એટલે હરીની નજીકના, હરીના “ખાસ” માણસો અને ખાસ માણસો પાસે “આમ” ન ફરકે…… જો કે આ આડવાત થઈ ગઈ. વાત નીકળી હતી કે હોળીનો ઉત્સવ શું શીખવે છે….. મને થાય છે કે આપણા ઉત્સવો કેટલા સાયન્સ ઓથેન્ટીકેટેડ છે, ગીરના વનમાંથી લીધેલા કેસૂડાના ફૂલ હજીય મારા ઘરમાં છે અને તેનો રંગ અમે આ વખતે જાતે બનાવ્યો છે, ભલે બધાને ફક્ત ચાંદલો જ થાય, પણ એની મજા અલગ જ હશે. કેરોસીનની ગંધ વાળા ગુલાલ કે ઓઈલ પેઈન્ટથી ખેલાતી ધૂળેટી અને કેસૂડાના ફૂલોની ધૂળેટી ….. કેમ સરખામણી થાય? પણ આ ઉજવણીનો ઉત્સવ ફક્ત રંગો સાથેની રમત પૂરતો સીમીત ન હોઈ શકે. તાજા પરણેલા યુગલો માટે કે/અને પ્રેમીઓ માટે […]


કાળો ફુગ્ગો આકાશમાં ઉડે? 8

એક મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગાઓ વેચી રહ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓ વેચવા માટે લોકોનું ધ્યાન ખેંચવા તે થોડા થોડા સમયે એકાદ ફુગ્ગો આકાશમાં છોડી દેતો હતો. તેને જોઈને બાળકો કિકિયારીઓ કરતા અને ફુગ્ગો ખરીદવા આકર્ષાતા. આ પ્રમાણે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવામાં વ્યસ્ત હતો. ત્યાં તેને કોઈ તેનો ઝભ્ભો ખેંચી રહ્યો છે તેવું જણાયું. પાછું વળીને તેણે જોયું તો એક નાનકડો આદિવાસી બાળક હતો. નજર મળતા જ આદિવાસી છોકરાએ તેને પૂછ્યું, “તમે કાળા રંગનો ફુગ્ગો આકાશમાં છોડશો તો તે પણ આકાશમાં ઉડશે ….. ?” ફુગ્ગાવાળો ક્ષણભર વિચારમાં પડી ગયો. આ છોકરો આમ કેમ પૂછે છે તેની નજર છોકરાની શ્યામ ત્વચા પર ગઈ, અને તેના મગજમાં ઝબકારો થયો. ફુગ્ગાવાળાએ વાત્સલ્ય પૂર્વક આદિવાસી છોકરાના માથે હાથ પસારીને ઉત્તર વાળ્યો, “બેટા ફુગ્ગાઓ તેમનો રંગ લઈને નહીં પણ તેમની ભીતરમાં જે હોય તેના બળે જ ઉપર જતા હોય છે, રંગ ભલે કોઈ પણ હોય, કોઈ ફરક પડતો નથી…” ચારિત્ર્ય અને સફળતા મનુષ્યના હ્રદયમાંથી પ્રગટે છે. ******************** એક વૃધ્ધો શાણો મનુષ્ય પોતાના ગામની ભાગોળે બેઠો હતો. એક પ્રવાસીએ આવીને તેને પૂછ્યું, ” આ ગામમાં માણસો કેવા છે? હું અત્યારે જે ગામમાં જાઉં છું તે છોડીને મારે બીજે ગામ રહેવા જવું છે” વૃધ્ધ મનુષ્યે સામે પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું, “લુચ્ચા, જડ અને સ્વાર્થી”, શાણા માણસે કહ્યું “અહીં પણ લુચ્ચા, જડ અને સ્વાર્થી માણસો જ રહે છે.” થોડા વખત પછી બીજા પ્રવાસી એ આવીને પેલા વૃધ્ધને એજ પ્રશ્ન પૂછ્યો, વૃધ્ધે તેને સામું પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું “અમારા ગામના માણસો તો ખૂબ […]


એક પ્રભાવી બાળપ્રતિભા ( રિધ્ધિ જોશી) – જીગ્નેશ અધ્યારૂ 20

આપણામાં કહેવત છે, મન હોય તો માળવે જવાય, અને કદાચ એક ૧૧ વર્ષની છોકરી આ કહેવતને આપણાથી વધુ સારી રીતે ચરિતાર્થ કરી શકે છે. તમારા શોખ માટે તમે શું કરી શકો? વાત શોખને પ્રોફેશન બનાવવાની નથી, કે વાત શોખ માટે પોતાના રોજીંદા જીવનને ખલેલ પહોંચાડવાની પણ નથી. શોખ માટે માણસ શું કરી શકે તેનું જીવતું જાગતું પ્રેરણાદાયક ઉદાહરણ મહુવાની આ દીકરી સુપેરે પૂરું પાડે છે. નામ : રિધ્ધિ અશ્વિનભાઈ જોશી, ઉં વર્ષ ૧૧, અભ્યાસ ધોરણ ૬ માં, મહુવાની રાધેશ્યામ શાળા, અંગ્રેજી માધ્યમમાં. રિધ્ધિએ ઘોરણ ચાર સુધીનો અભ્યાસ CBSE માં કર્યો છે. સેન્ટ્રલ બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં ઘોરણ ચાર સુધી ભણ્યા પછી તેણે રાધેશ્યામ શાંળામાં પ્રવેશ લીધો. ગાયનમાં અને ગુજરાતી સંગીતમાં તેને અનેરો રસ છે, અને કુદરતની તેના પર જાણે મહેર હોય તેમ તેને સુંદર કંઠ મળ્યો છે. રિધ્ધિ તેના ગુરૂ પ્રકાશભાઈ સિધ્ધપુરા પાસેથી હાર્મોનિયમ અને તબલાની તાલીમ લઈ રહી છે, અને પોતાની મેળે તથા માતાપિતાની પ્રેરણા અને પ્રોત્સાહનની મદદથી તે ગુજરાતી ગીતોના ગાયન પ્રભુત્વ મેળવી રહી છે. તેની આ સુંદર ગાયન વાદન કળાનો લાભ અમને પણ થોડા દિવસ પહેલા મળ્યો. તેના પિતા શ્રી અશ્વિનભાઈ જેઓ દાતરડી ગ્રામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે, અને માતા શ્રીમતી ઈલાબેન જોશી જેઓ માનસ પ્રાથમિક શાળા, મહુવાના સંચાલક છે, તેમણે પોતાની પુત્રીને આ શોખને આગળ વધારવા બધી સગવડ કરી આપી છે. સાથે સાથે તેઓ એ પણ ધ્યાન રાખે છે કે તેનો અભ્યાસ ન બગડે કે આ શોખને પૂરો કરવા તેનું ધ્યાન તેની બાળ સહજ રમતોમાંથી હટી જાય. તે પોતાના વર્ગમાં કાયમ અગ્રસ્થાને રહે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતરને લીધે ગુજરાતી ગીતો તેને સર્વપ્રથમ સમજવા પડે છે, તે દરેક ગીતનો મતલબ સમજવાનો પ્રયત્ન કરે છે, […]


નમ્ર નિવેદન – જીગ્નેશ અધ્યારૂ 14

અધ્યારૂ નું જગત ની રચનાઓને પોતાના બ્લોગ પર સ્થાન આપતા મિત્રોને સવિનય વિનંતિ કે પોસ્ટ થયાના બે ત્રણ દિવસ સુધી મહેરબાની કરી પોસ્ટ કોપી કરી બ્લોગ પર પ્રસિધ્ધ ન કરે. જ્યારે પણ અન્ય બ્લોગ પર કે અન્યત્ર પ્રસિધ્ધ કરો ત્યારે પોસ્ટની લીન્ક આપે. એક બ્લોગ પર કે વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલી પોસ્ટ તે જ દિવસે કોપી પેસ્ટ કરી અન્ય બ્લોગ પર પ્રસિધ્ધ કરવાની જરૂરત મને દેખાતી નથી. એક જ પોસ્ટ એક જ સમયે બે બ્લોગ પર મૂકવાથી, તેની પસંદગી અને વિવેચનમાં થયેલી મહેનત લેખે લાગતી નથી, તો સામા પક્ષે  પસંદગીની પોસ્ટ અન્ય સાથે વહેંચવાની  લાગણી ધ્યાનમાં રાખતાં આખી પોસ્ટ કોપી ન કરતાં તેની લિન્ક તમે પોતાના બ્લોગ પર વહેંચી શકો છો. ગુજરાતી બ્લોગ જગતમાં આપવા માટે, વહેંચવા માટે લખલૂટ સાહિત્ય પડ્યું છે, આશા છે આપણે બધાંય કોપી પેસ્ટ પ્રવૃત્તિને રોકી કાંઈક નવું આપી શકીએ તો તે યોગ્ય હશે. મારા મતે કોપી પેસ્ટથી કે બીજાની પોસ્ટ પોતાના નામે કરવાથી કોઈ ઉદ્દેશ્ય ફળતો નથી. ક્ષણિક ફાયદો કદાચ હોઈ શકે પણ તે આપણામાંથી કોઈનો હેતુ નથી એમ મને લાગે છે. આ નિવેદનથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે ક્ષમા માંગું છું. – જીગ્નેશ અધ્યારૂ


ઉત્સવ વિશેષ ( મહાશિવરાત્રિ ) – જીગ્નેશ અધ્યારૂ 9

મહા વદ ચૌદસને દીવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે. શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે, અલબત્ત એ રાત્રિ કેટલી લાંબી હશે એ માણસના મનમાં શિવત્વ પામવાની ઈચ્છા પર નિર્ભર કરે છે અને સાચી ઈચ્છા, સમર્પણ અને વિશુધ્ધ ભાવના હોય તો શિવત્વ મેળવી શકાય એ નિઃશંસય વાત છે. શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હ્રદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણને જાણ છે જ. હરણાંઓના વચન પર વિશ્વાસ રાખીને પારધી તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. માંડ મળેલા એક શિકાર રૂપી હરણાંની રાહ જોઈ પારધી આખી રાત બીલીના વૃક્ષની નીચે બેસી રહે છે અને બીલીના પાંદડા તોડી તોડીને નીચે નાખ્યા કરે છે. આખા દિવસનો ઉપવાસ, રાત્રી જાગરણ અને બીલીપૂજા અને વૃક્ષની નીચે રહેલા શિવલિંગનું અનાયાસ થયેલું પૂજન, આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે. અને તેમાંય સવાર થતાંજ બચ્ચાઓ સાથે મરવા માટે પાછા આવેલા હરણ પરિવારનું વાત્સલ્ય અને વચનપાલન જોઈને તેનું મન દ્રવિત થઈ જાય છે. માનવ ચાર પગવાળા પ્રાણીઓને તેમની મહાનતા, સચ્ચાઈ અને વચનપાલન માટે વંદન કરે છે. અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે. “शिवो भूत्वा शिवं यजेत” શિવ ઉપાસના કરવા શિવ જેવા બનવુ જોઈએ. શિવ જ્ઞાનના દેવ છે, ત્યાગના દેવ છે, સમર્પણના દેવ છે. તેમના મસ્તક પર ચંદ્ર વિરાજે છે, જ્ઞાનના આ સ્તોત્રમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહે છે. શિવજીની ઉપાસના કરનારો પણ જ્ઞાનપિપાસુ હોવો જોઈએ. શિવજીની જટાઓમાંથી જેમ ગંગા વહે છે તેમ જ્ઞાનપિપાસુ માણસને પણ ગમે તેવી વિટંબણાઓ, જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ. […]


ગીરમાં કાનો અને તેનો ડાયરો (વિડીયો ભાગ ૨) – જીગ્નેશ અધ્યારૂ 6

આ પહેલા અમારી ગીર વન અને લીલાપાણી તથા અન્ય નેસ ની મુલાકાતો વિશે ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ, ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru , વગેરે પોસ્ટ અંતર્ગત લખ્યું હતું. પરંતુ જેટલો પ્રતિભાવ “કાના” ના ડાયરાને મળ્યો છે એ જોઈને હૈયુ ખરેખર આનંદથી ભરાઈ જાય છે. અમે એક નેસની મુલાકાત લીધી, તે જંગલની લગભગ પશ્ચિમ મધ્યમાં છે, તેનુ નામ છે લીલાપાણી નેસ. અહીં જુદાજુદા ઘણાંય પરિવારો રહે છે. તેમના બાળકો ભણવા જતાં નથી. સવારે છોકરાઓ ગાય ચરાવવા અને છોકરીઓ છાણા વીણવા જાય છે. પણ અહીંના એક બાળકે અનેરી પ્રતિભા વિકસાવી છે. ચારણના ખોળીયામાં તો આમેય સરસ્વતિનો વાસ હોય જ પણ આવી દુર્ગમ જગ્યાએ પણ આ છોકરો પોતાની પરંપરા જાળવી રાખે છે. કોઈ શીખવવા વાળું નથી પણ તે શીખે છે, પોતાની ઈચ્છા થી. બાર વર્ષના છોકરાને કેમ ખબર પડે કે સંસ્કૃતિ કે વંશ પરંપરા શું કહેવાય પણ તોય તે આ અદભુત કાર્ય કરી રહ્યો છે. જુઓ આ ખાસ વીડીયો, આ ડાયરો બીજો ભાગ છે પ્રથમ ભાગ અને તેને સંલગ્ન લેખ ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ એ શીર્ષક અંતર્ગત મૂક્યો છે. આશા છે આપને ગુજરાતની આ તસવીર ગમશે. [youtube=http://www.youtube.com/watch?v=VFjgygFQmNg]


દીકરીઓનો દબદબો – જીગ્નેશ અધ્યારૂ અને વિકાસ બેલાણી 11

  સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી. હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી. – જીગ્નેશ અધ્યારૂ દીકરી વિષે શું ને કેટલું લખવું? મારા અને મારી પત્નીના, અરે મારા આખાંય કુટુંબના પ્રેમનું, સ્નેહનું કેન્દ્ર એટલે મારી “દીકરી”. જે સૂવે તો અમારી દુનિયા પૂરી થાય અને ઉઠે તો શરૂ થાય એવી મારી દીકરી વિશે લખવું એટલે મારો પ્રિય વિષય. સ્નેહ અઠવાડીયા માટે તેનાથી, દીકરીઓથી સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે? તેના વિશે લખેલી એક નાનકડી ગઝલ અહીં મૂકી રહ્યો છું. હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું, દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું તારાથી ગૂંજે આ જીવન કલકલ, દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ, દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા દીકરી છે કાફીયા ને જીવન ગઝલ  – જીગ્નેશ અધ્યારૂ **************************************************************************** હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર, હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર, હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર, હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર, હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર, હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર. ( હીર તેમની પુત્રીનું નામ છે. ) આ રચના મેં મારી ઈચ્છાથી લખી નથી, એક દિવસ અમારી સાઈટ પર મારી વહાલી દીકરી “હીર” મને […]


સ્નેહ અઠવાડીયું – શરૂઆત વસંતની 5

ગઈકાલે વિકાસભાઈ બેલાણીની કૃતિ સાથે હાસ્ય અઠવાડીયાનું સમાપન થયું છે. આ પ્રયત્નમાં મદદ કરવા બદલ તમામ મિત્રો, વાચકો અને ખાસ તો આ માટે સમય ફાળવી પોતાના લેખ સમય બંધનમાં રહીને અધ્યારૂ નું જગત સુધી પહોંચાડવા બદલ લેખક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મેં પ્રસ્તાવનામાં કહ્યું હતું તેમ “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. આ સાથે આવતીકાલે સ્નેહ અઠવાડીયું શરૂ કરી રહ્યો છું. સ્નેહ પ્રેમ એ કોઈ સંબંધના બંધનમાં બંધાયેલા હોતા નથી, અને પ્રેમ એટલે ફક્ત પતિ પત્નીના કે પ્રેમી-પ્રેમીકાના એક જ સંબંધની વાત નથી, તે હોઈ શકે પિતાનો પુત્રી પ્રત્યે, ભક્તનો ભગવાન પ્રત્યે કે માનવનો માનવ પ્રત્યે. પ્રેમને કોઈ સંબંધના ચોકઠામાં પૂરી શકાય નહીં, અને કદાચ એટલે જ આ સ્નેહ અઠવાડીયાની શરૂઆત વિકાસભાઈ બેલાણીના તેમની પુત્રીને લક્ષ્યમાં રાખીને લખાયેલા કાવ્ય થી થઈ રહી છે. વસંત એ પ્રેમીઓનો ઉત્સવ છે, કબૂલ, પરંતુ એ પ્રેમ ફક્ત એક જ પરિમાણમાં ન હોઈ શકે, અને પ્રેમની અભિવ્યક્તિમાં આળસ કે શરમાળપણું ન હોવું જોઈએ, એ તો અભિવ્યક્ત થવો જ જોઈએ. એટલે જ આ અઠવાડીયાનું સંબોધન “સ્નેહ અઠવાડીયું” કર્યું છે. મંદમંદ આ મહેક ઉઠી છે, ચાલો રસભર થઈએ, એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ ક્યાંક ગાઢ પ્રેમની શરમાળ અભિવ્યક્તિ એટલે વસંત તો ક્યાંક વર્ષો પહેલાના, હવે જે સ્મૃતિના ભંડકીયામાં ક્યાંક ખૂણે ખાંચરે ધૂળ ખાતા પડ્યા છે, તેવા તાજા ઝખ્મો જેવા તીખા, પ્રેમના સ્મરણોની અભિવ્યક્તિ એટલે વસંત, […]


મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ 5

હમણાં થોડાક દિવસ પહેલા પીપાવાવ થી મહુવા આવતા મારો મોબાઈલ બસ માં ખોવાઈ ગયો.  બન્યું એવું કે પીપાવાવ થી કંપનીની બસમાં બેઠો, કે ઘરે થી તરત ફોન આવ્યો, “ક્યારે આવશો?” મેં કહ્યું “બસ હવે એક દોઢ કલાક માં”. લાઈન કપાઈ ગઈ અને મોબાઈલ હાથમાં રાખી હું બારીની બહાર મીઠાના અગરો જોતો હતો. ઠંડી હવા આવતી હતી, અને એક સરસ ભજન વાગતું હતું. હું ક્યારે ઉંઘમાં સરી પડ્યો તે ખબર જ ન પડી. સરસ સુંદર પરીઓના સ્વપ્ન જોતાં જોતાં હું સ્વર્ગની મજા માણી રહ્યો હતો કે અચાનક બસની બારીની આડે રહેલો પડદો મારા મોં પર હવાને લીધે પડ્યો. પડદો હટાવ્યો તો પાછો ઉડીને આવ્યો. મારી ઉંઘમાં ખલેલ પડી એટલે આંખો ચોળતો હું ઉભો થયો. માઢીયા ચેકપોસ્ટ જતી રહી હતી એટલે હવે મહુવા આવવાને ફક્ત દસ મિનિટ બાકી હતી. અચાનક મારું ધ્યાન પડ્યું તો હાથમાં મોબાઈલ ન હતો. મેં ખીસ્સા ફંફોસ્યા, તો મોબાઈલ ન મળે. ઉભો થઈ જોયું કે ક્યાંક ખીસ્સા માંથી સરીને સીટ પર ન પડ્યો હોય, પણ ત્યાં પણ ન હતો, સીટની નીચે જોયું, આગળની સીટ નીચે, પાછળની સીટ નીચે બધે જોયું. ક્યાંય ન મળે, આસપાસ વાળા બધા ઉંઘતા હતા. આગળની સીટ પરના એક મિત્રને ઉઠાડ્યો, તેનો મોબાઈલ લઈ મારા મોબાઈલ પર રીંગ કરી, રીંગ જઈ રહી હતી પણ મારો મોબાઈલ ક્યાંય ન ધણધણ્યો, એક બે ત્રણ એમ ઘણી વાર નંબર ડાયલ કર્યો, આખી રીંગ પૂરી થઈ ગઈ પણ ન મોબાઈલ દેખાયો કે ન એનો અવાજ આવ્યો. બસમાં આગળ પાછળ વાળાઓને પૂછ્યું કે મોબાઈલ જોયો છે? ધીમે ધીમે કરતા આખી બસમાં વાત ફેલાઈ. મહુવા આવી ગયું હતું અને બધાં પોતપોતાના સ્ટેન્ડ […]


પ્રસ્તાવના – હાસ્ય અઠવાડીયું 13

                                         જેમની કલમે ગુજરાતના હાસ્ય સાહિત્યને દૈદિપ્યમાન કર્યું છે તેવા તમામ હાસ્ય લેખકો  – લેખિકાઓને સાદર અર્પણ઼ *********************************** ચલો ચલો મુસકાન વાવીએ લ્યો આ આંસુ, આપો હૈયુ, આપો થોડીક હૂંફ, એટલે એક નવી પહેચાન વાવીએ ચલો ચલો મુસકાન વાવીએ – કૃષ્ણ દવે સાહિત્યજગતમાં પ્રતિષ્ઠિત સર્જકોને માન સમ્માન મળે છે, અને મળવું જ જોઈએ પરંતુ નવોદિત છતાં સમર્થ લેખકોની ઘણી વાર ઉપેક્ષા થતી જોવા મળે છે. તે ન જ થવી જોઈએ તેવા વિચારે ગુજરાતી બ્લોગના ઉપલબ્ધ માધ્યમ દ્વારા કેટલાક લેખો અત્રે મૂકવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. આ કૃતિઓની પસંદગીમાં કોઈ સાહિત્યિક માપદંડો નજરમાં નથી રાખ્યા. પસંદ પડેલા બધાં લેખો અત્રે મૂકી રહ્યો છું. “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. દુઃખ વિષાદ તણા ઉપરના સૂર, જગને શું સંભળાવ, હોય હાસ્ય તો વિશ્વ તારી દે, હાસ્ય થી જગ અપનાવ.  – કૃષ્ણલાલ શ્રીધરાણી આ અઠવાડીયાની ઉજવણી માટે લેખો મોકલનાર, શુભેચ્છા મોકલનાર તથા આશિર્વાદ આપનાર તમામ વડીલો, વાચકો અને મિત્રોનો અને લેખ મોકલી આપનાર મિત્રોનો આભાર માની રહ્યો છું.  આવતીકાલથી રોજ એક લેખ મૂકવામાં આવશે. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.  – જીગ્નેશ અધ્યારૂ (31-01-2009) ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ […]


મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ 8

ઓગસ્ટ ૧૯૩૨માં થોમસ એ ડોર્સી (૧૮૯૯ – ૧૯૯૩) એ આ ગોસ્ફેલ ગીત ( ખ્રિસ્તિઓનું પ્રાર્થના ગીત) લખ્યું હતું. આ ગીતને અત્યાર સુધીના ગોસ્ફેલ ગીતોમાં સહુથી મહાન સર્જનોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વભરના લોકો તે ગાય છે, જાણે છે અને પ્રેમ કરે છે કારણ છે તેનો ઉંડો સંદેશ, શાંતિનો, આશાનો અને શ્રધ્ધાનો. યુવાન આફ્રીકન અમેરીકન પિયાનીસ્ટ વડે લખાયેલું આ ગીત માર્ટીન લ્યૂથર કીંગને ખૂબ ગમતું અને તેમનું અંતિમ વાક્ય પણ એ જ હતું કે આ ગીત તેમના મરણોપરાંત વગાડવામાં આવે અને તેમની એ ઈચ્છા મુજબ મહાલીયા જેક્સને એપ્રિલ ૧૯૬૮માં તેમની અંતિમ વિધિમાં આ ગીત ગાયું હતું. ૧૯૨૫માં ડોર્સી ના લગ્ન નેટલી હાર્પર સાથે થયા હતાં, લગ્નના એક વર્ષ પછી તેને નર્વસ બ્રેકડાઉન થયું અને તે બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ હતો. તેની પત્ની તેને મદદ કરવા કપડા ધોવાનું કાર્ય કરતી. તેની સાળીના કહેવાથી ડોર્સીએ ચર્ચમાં ગીતો ગાવાનું શરૂ કર્યુ અને ત્યાં તેને આધ્યાત્મિક આનંદ મળવા માંડ્યો. તેને આંતરીક શાંતિના અનુભવો થવા લાગ્યા હતાં. ૧૯૩૨માં તેણે શિકાગોના પિલગીમ બાપ્ટીસ્ટ ચર્ચના દિગ્દર્શક ગીતકાર તરીકેનું કામ સ્વીકાર્યું. એક ખૂબ મોટા મેળાવડામાં તેણે ગાવાનું હતું. તેની પત્ની ગર્ભવતી હતી. તેણે પત્નીના કપાળે ચુંબન કર્યું અને મેળાવડામાં ગાવા માટે જવા નીકળ્યો. ગીત હજી પૂરું જ થયું હતું ત્યારે તેને ખબર મળી કે તેની પત્નીનું પુત્રને જન્મ આપતા મૃત્યુ થયું છે. તે રડી પડ્યો, લોકોને લાગ્યું કે તે ખુશીના આંસુ છે… તે દોડતો ઘરે આવ્યો અને બાળકને ખોળામાં લઈ લીધો, ખુશી અને દુઃખ વચ્ચે તે ઝુલતો હતો. પણ તે રાત્રે તે બાળક પણ મરી ગયું. ડોર્સી ભાંગી પડ્યો, અને તે પછી જગતથી અલગ થઈ ગયો. […]


પ્રભુ ! તું અને દરીયો & સુખનો ફોટો – જીગ્નેશ અધ્યારૂ 4

( મિત્રો, આજે મારી બે ગઝલ અત્રે મૂકી રહ્યો છું. સામાન્ય રીતે મારી ગઝલો સાંભળીને મિત્રો કહે છે કે નકારાત્મક વિચાર ગઝલોમાંય ઝળકે છે. પરંતુ મારા હિસાબે હકારાત્મક વિચારો ત્યાંથી જ ઉદભવી શકે. પ્રથમ ગઝલ પ્રભુ અને દરીયા વચ્ચેનું સંયોજન દર્શાવવાનો પ્રયત્ન છે. ચાર વર્ષથી દરીયા કિનારે રોજ સવારે ઉભો રહી અફાટ સાગરને જોઈ, હવે ગઝલોમાં દરીયો આવી જ જાય તેમાં શું નવાઈ? અહીં મેં પ્રભુની વૈશ્વિકતા અને “મારો ઈશ્વર / અલ્લાહ / પ્રભુ” એવાં વાડાઓમાં રહેતા આપણે એ બે વચ્ચે થોડોક ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી ગઝલમાં અનાયાસ જ આંસુ અને દુઃખોની વાત થઈ ગઈ છે. પરંતુ તેમાંય હિંમત ન હારવાની ક્ષમતા દેખાડવાનો પ્રયત્ન છે. (જો કે એક મિત્રએ એમ પણ કહ્યું કે શિકાર થયેલા હરણનાં છેલ્લા ચિત્કાર જેવી આ ગઝલ છે.) આપના દરેક પ્રકારના પ્રતિભાવોનું સ્વાગત છે. ) 1. પ્રભુ ! તું અને દરીયો તું જુએ જો મારી આંખોમાં તો, તારી આંખોમાં મને દેખાય દરીયો. ને જેવો ફેરવું હું નજરુંય તુજથી, બની ઝાંઝવા વહી જાય દરીયો઼. પ્રભુ ! તારી ગલીમાં હું ચોમેર ભટક્યો, તોયે મને ક્યાંયે ન દેખાય દરીયો. ને જોયું જો ભીતર જરી અમથું નમીને, બની લાગણી મુજથી ઉભરાય દરીયો. ઠેરવું જો મારો તો એમેય થાય મને, કિનારે ક્યાં કદી રોકાય દરીયો. પણ મારા માંથી જેવો અમારો કરું તો, કિનારા છોડી કદી ક્યાં જાય દરીયો. એક અડગ આશ ને પૂરો વિશ્વાસ પછી, અર્જુનના બાણે ભલે વીંધાય દરીયો. ખારો તો ખારો ભલે પીધો પીવાય નહીં, બની નદી ઠેર ઠેર પૂજાય દરીયો.   2. સુખનો ફોટો આંસુઓના ઉભરાતા દરીયાને ભોંઠો પાડવો છે, દુઃખ ઉભું રહે, મારે સુખનો ફોટો પાડવો છે. […]


એક અગત્યની વાત – જીગ્નેશ અધ્યારૂ 4

પ્રિય મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જીનીયરીંગના મારા સંસ્મરણો આજે આઠ વર્ષોના વહાણા છતાંય તાજા ઘા જેવા લીલા છે. તાજા ઘા જેવા એટલા માટે કે એ સુખના, અપાર સુખના દિવસો હજી પણ યાદ આવે તો મન એ દિવસોમાં પાછા જવા તલપાપડ થઈ ઉઠે છે. મુખ્યત્વે આખાંય વર્ષમાં, બંને સેમેસ્ટરમાં થઈને ફેબ્રુઆરી મહીનો અમારા બધાંયનો ખૂબ પ્રિય. કારણકે આ મહીનાનાં બે અઠવાડીયા અમે ઉજવીએ ટેકો-વીક. ટેકનોલોજી ફેકલ્ટીની ફિઝાઓમાં આ બે દિવસ મોજ મજાના વિવિધ રંગ અને  મસ્તી, તો ક્યાંક પ્રેમના ઉગતા છોડવા પણ જોવા મળે. અને આ વાતાવરણમાં તમે તેમાંથી બાકાત રહી શકો તો જ નવાઈ. બધાં જ ડીપાર્ટમેન્ટમાં માસબંક ડીકલેર થયા હોય. કોઈક દિવસ ચોકલેટ ડે હોય, જેમાં ડેરીમિલ્ક પ્રેમનો, તો ચ્યુંઈગમ ચીપકુનો, અને મેલોડી ચોકલેટી પ્રેમ પ્રપોઝલનાં સવિનય નકારનો, પર્ક સારી ફીગરનો તો કીટકેટ દોસ્તીનો સંદેશો આપે. કોઈક દિવસ વેજીટેબલ ડે હોય, જેમાં ભીંડા પ્રેમ પ્રપોઝલનો, કારેલા નકારનો, ગાજર સારી ફીગરનો, કાશ્મીરી મરચા “ગેટ ઈન શેપ”નો તો બટાકા સારા દોસ્તનો સંદેશો આપે. કોઈક દિવસ આઉટ્રેજીયસ દિવસ હોય ત્યારે બધાંય ભાવિ એન્જીનીયરો કોઈક સાધુના વેશમાં, કોઈક ગબ્બર બનીને, તો કોઈક ચિત્રવિચિત્ર પોશાકો પહેરીને, કોઈક ધોતીયું અને શર્ટ ટાઈ પહેરીને, કોઈક એક પગે ચપ્પલ અને એક પગે બૂટ પહેરીને તો કોઈક વળી એક પગ પેન્ટનો અને એક પગ ચડ્ડીનો એવા વિવિધ દેખાવો કરે. અમેય મજૂરો અને કડીયાઓ જેવા દેખાવો કર્યા હતાં, પછી આ આખી સવારી બળદગાડામાં ડિપાર્ટેમેન્ટ પ્રમાણે નગારા ત્રાંસા સાથે ફરે. વેલેન્ટાઈન ડે ના દિવસે ઠેર ઠેર હિંમત અને મિત્રોની જરૂરત પડે. કોઈક પોતાના મનના ખૂણે સંઘરાયેલી વાત બહાર કાઢવા, પ્રેમનો ઈઝહાર કરવા પ્રયત્ન કરે તો કોઈ પોતાના […]


હું અને ઢળતો સૂરજ – જીગ્નેશ અધ્યારૂ 5

શું તું મને ચાહે છે? મેં તેને પૂછ્યું .. લાગણીમાં ભીંજાયેલા શબ્દોથી, અને એવા જ ઘેલા પ્રત્યુત્તરની હાર્દીક અપેક્ષા સાથે, પણ અચાનક “ના” સાવ કોરોધાકોર શુષ્ક ઉત્તર, એક રસ્તો ને બે ફાંટા, અને પછી વર્ષોનું લાંબુ મૌન. પણ પણ આજે આટલા વર્ષે જીવન સંધ્યાના અંતિમ પડાવો પર તું અને તું જ યાદ આવે છે. એક ટીસ ઉઠે છે, કે જો તું હોત તો મારા કોમ્પ્યુટરના વોલપેપરની જેમ તારા હાથમાં હાથ લઈને દરીયા કિનારે ડૂબતા સૂરજની સાક્ષીએ સંતોષનાં ઓડકાર લઈને જીવી શક્યો હોત પણ…. હું એકલો છું બસ એકલો અધૂરો તારા વગર ખૂબ અધૂરો સાવ નિરાધાર હજીય રાહમાં… અને સૂરજ જઈ રહ્યો છે… અસ્તાચળ તરફ શું ચંદ્ર ઉગ્યા વગર જ રાત થઈ જશે?  – જીગ્નેશ અધ્યારૂ