Daily Archives: January 22, 2009


એક અગત્યની વાત – જીગ્નેશ અધ્યારૂ 4

પ્રિય મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જીનીયરીંગના મારા સંસ્મરણો આજે આઠ વર્ષોના વહાણા છતાંય તાજા ઘા જેવા લીલા છે. તાજા ઘા જેવા એટલા માટે કે એ સુખના, અપાર સુખના દિવસો હજી પણ યાદ આવે તો મન એ દિવસોમાં પાછા જવા તલપાપડ થઈ ઉઠે છે. મુખ્યત્વે આખાંય વર્ષમાં, બંને સેમેસ્ટરમાં થઈને ફેબ્રુઆરી મહીનો અમારા બધાંયનો ખૂબ પ્રિય. કારણકે આ મહીનાનાં બે અઠવાડીયા અમે ઉજવીએ ટેકો-વીક. ટેકનોલોજી ફેકલ્ટીની ફિઝાઓમાં આ બે દિવસ મોજ મજાના વિવિધ રંગ અને  મસ્તી, તો ક્યાંક પ્રેમના ઉગતા છોડવા પણ જોવા મળે. અને આ વાતાવરણમાં તમે તેમાંથી બાકાત રહી શકો તો જ નવાઈ. બધાં જ ડીપાર્ટમેન્ટમાં માસબંક ડીકલેર થયા હોય. કોઈક દિવસ ચોકલેટ ડે હોય, જેમાં ડેરીમિલ્ક પ્રેમનો, તો ચ્યુંઈગમ ચીપકુનો, અને મેલોડી ચોકલેટી પ્રેમ પ્રપોઝલનાં સવિનય નકારનો, પર્ક સારી ફીગરનો તો કીટકેટ દોસ્તીનો સંદેશો આપે. કોઈક દિવસ વેજીટેબલ ડે હોય, જેમાં ભીંડા પ્રેમ પ્રપોઝલનો, કારેલા નકારનો, ગાજર સારી ફીગરનો, કાશ્મીરી મરચા “ગેટ ઈન શેપ”નો તો બટાકા સારા દોસ્તનો સંદેશો આપે. કોઈક દિવસ આઉટ્રેજીયસ દિવસ હોય ત્યારે બધાંય ભાવિ એન્જીનીયરો કોઈક સાધુના વેશમાં, કોઈક ગબ્બર બનીને, તો કોઈક ચિત્રવિચિત્ર પોશાકો પહેરીને, કોઈક ધોતીયું અને શર્ટ ટાઈ પહેરીને, કોઈક એક પગે ચપ્પલ અને એક પગે બૂટ પહેરીને તો કોઈક વળી એક પગ પેન્ટનો અને એક પગ ચડ્ડીનો એવા વિવિધ દેખાવો કરે. અમેય મજૂરો અને કડીયાઓ જેવા દેખાવો કર્યા હતાં, પછી આ આખી સવારી બળદગાડામાં ડિપાર્ટેમેન્ટ પ્રમાણે નગારા ત્રાંસા સાથે ફરે. વેલેન્ટાઈન ડે ના દિવસે ઠેર ઠેર હિંમત અને મિત્રોની જરૂરત પડે. કોઈક પોતાના મનના ખૂણે સંઘરાયેલી વાત બહાર કાઢવા, પ્રેમનો ઈઝહાર કરવા પ્રયત્ન કરે તો કોઈ પોતાના […]