સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


ભિખારણનું ગીત – ‘ગની’ દહીંવાલા

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. ગનીભાઈની ગઝલો તેમના ગીતો કરતાં વધુ પ્રચલિત થઈ, પરંતુ તેથી તેમના રચેલા ગીતોનું મૂલ્ય જરાય ઓછુ આંકી શકાય તેમ નથી. ભિખારણનું પ્રસ્તુત ગીત તેમના ઋજુ હ્રદય અને ઉંડી સહ્રદયતાની સાથે સાથે જમીનથી જોડાયેલ, વિટંબણાઓ વચ્ચેથી પસાર થઈને સર્જનની સરિતા વહેતી રાખનાર રચનાકાર તરીકેની તરીકેની તેમની છબીને વધુ પુષ્ટ કરે છે. ભિખારણની આંખના ઝળઝળીયાં અને તેના મુખેથી નીકળતાં ગીતના અમૃતનું સાયુજ્ય સુમ્દર ભાવચિત્ર ઊભું કરી આપે છે. એક બાજુ ભિખારણનું દારિદ્રય છે તો બીજી બાજુ ચિત્તનું સૌંદર્ય છે, એક તરફ ગરીબાઈની વાસ્તવિકતા છે તો બીજી તરફ ગગનગામી કલ્પનાનું ઉડ્ડયન છે. કવિએ બંને તથ્યોને જોડાજોડ મૂકીને આ ગીત રચ્યું છે.


હઝલાયન… – સંકલિત 7

હઝલ એ આપણો આગવો કાવ્યપ્રકાર છે, હાસ્યની સાથે ગઝલનું માપસરનું સંમિશ્રણ એક અનોખો આનંદ, મરકતું હાસ્ય અને છતાંય ગઝલની આભા અર્પે છે. હઝલરચના એક ખૂબ કુશળતા માંગી લેતી પ્રક્રિયા છે. ફુલછાબની દૈનિક રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક શે’ર જે અનેક ભિન્ન હઝલોમાંથી લેવાયા છે.


થોડાક શે’ર… – સંકલિત 3

ફુલછાબ દૈનિકની રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે એ પુસ્તકમાંથી મને ગમી ગયેલા કેટલાક બેનમૂન શેર અત્રે પ્રસ્તુત કર્યા છે.


બે અછાંદસ – વિજય જોશી 1

વિજયભાઈનો પરિચય અક્ષરનાદના વાચકોને આપવાની કોઈ આવશ્યકતા નથી. અક્ષરદેહે આ પહેલા પણ તેઓ અક્ષરનાદ પર ઉપસ્થિત થયેલા છે જ, આજે ફરી એક વાર બે સુંદર અછાંદસ લઈને તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયાં છે. પ્રથમ અછાંદસમાં જ્યાં તેઓ જો – તો ની વાતને એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે ત્યાં બીજી રચનામાં જીવનના મર્મને, તેની સાચી મહત્તાને સમજવાનો પ્રયત્ન કરતા જણાય છે. આવી સબળ કૃતિઓ તેમનું મોટું જમાપાસું છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


વાચકોની પદ્ય રચનાઓ – સંકલિત 2

આજે વાચકમિત્રો શ્રી જનકભાઈ ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ અને શ્રી રાહુલભાઈ શાહની પદ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. વાચકોને આવી કૃતિઓના સર્જનની પ્રેરણા મળે, કેટલાક સિદ્ધહસ્ત વાચકોના સર્જનો પણ નવલોહીયા રચનાકારોને પ્રેરણા આપે અને તેમના સર્જનો વધુ ને વધુ પ્રાણવાન અને સત્વશીલ બને એવી આશા સાથે ત્રણેય સર્જકોને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


હોંશે હોંશે – ગોપાલ પારેખ 5

અક્ષરનાદ ઇ પુસ્તક વિભાગના સંચાલક અને અદના ગુજરાતી બ્લોગર ગોપાલભાઈ પારેખ સ્વભાવે મોજીલા માણસ, મનમાં ઉગી જાય તો ક્યારેક સુંદર રચનાઓનું સર્જન પણ કરે છે, આજે પ્રસ્તુત છે તેમની જ એક રચના. પ્રેમ કોઈ એક વ્યાખ્યામાં બંધાતો નથી, કોઈ એક ક્ષેત્રમાં જકડાઇને રહેતો નથી. પ્રેમને મેળવવા હોંશે હોંશે અનેક કામો કરવાની તૈયારી દેખાડનાર એ પ્રેમાળ વ્યક્તિની વાત અહીં ખૂબ સરળ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.


મૂળ સોતો ઉછર્યો તે હું જ – જિતેન્દ્ર પ્રજાપતિ 6

જીતેન્દ્રભાઈ પ્રજાપતિ આપણા એક સિદ્ધહસ્ત ગઝલકાર છે એ વાત તેમની ગઝલો સુપેરે સાબિત અકરી આપે છે અને અક્ષરનાદની સાથે તેમની વિકાસયાત્રા આગળ વધી છે તે વાતનો અત્યંત આનંદ પણ ખરો. અનેક પ્રચલિત સામયિકો જેમ કે કવિતા, શહીદે ગઝલ, છાલક વગેરેમાં તેમની ગઝલો છપાઈ રહી છે એ તેમની નિપુણતાની સાક્ષી પૂરે છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી જ સુંદર ગઝલ.


બસ એટલું કે એના ઉપર મારો હક નથી… – બરકત વીરાણી ‘બેફામ’ 9

આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની મારી મનગમતી ગઝલોમાંની એક અગ્રગણ્ય ગઝલ. આ ગઝલ મને ખૂબ ગમે છે તેના અનેક કારણો છે, એક તો તેનો ભાવ, પ્રથમ શેરથી જ એ સૂચવી દે છે કે આ વિરહ પછીની ગઝલ છે, એમાં જુદાઈ છતાંય પ્રગટ થતી પ્રેમની ખુમારી અનોખી છે, પોતાના અને પ્રેમીકાના ચૈતસિક જોડાણની વાત ગઝલકાર અહીં કહે છે. આજે ઘણા વખતે બેફામ સાહેબની ગઝલ મૂકવાનો અવસર મળ્યો છે, આશા છે મારી આ પસંદ આપ સૌને પણ ગમશે.


કચ્છી સાહિત્યમાળાના મોતી – સંકલિત 4

કચ્છી ભાષાસાહિત્યમાં રચનાકારો તો અનેક છે, અસાધારણ અને અનોખા છે. પણ ગુજરાતી સાહિત્યના વાચકો એમાંથી કયા નામો ગણાવી શકે? અસ્મિતાપર્વને લીધે શ્રી દુલેરાય કારાણીનું ફક્ત નામ મેં જાણ્યું, પણ આપણી કહી શકાય એવી કચ્છી ભાષાની મોંઘેરી મીરાંત – કચ્છી ભાષા સાહિત્ય વિશે વિગતે જાણવાની તક મળી શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક ‘શબ્દને સથવારે’ વાંચતા વાંચતા. પ્રસ્તુત સુંદર અને અલભ્ય પુસ્તક કચ્છી ભાષા સાહિત્યના વિકાસક્રમ, સર્જકો તથા સર્જન વિશે અલગ અલગ લેખના માધ્યમથી ખૂબ વિસ્તૃત પરંતુ મુદ્દાસર વાત કરે છે. લેખક સાથે સાથે કૃતિઓનો રસાસ્વાદ કરાવવાનું પણ ચૂક્યા નથી, અને એ આપણા માટે તો આશિર્વાદ સમાન જ છે. પ્રસ્તુત પુસ્તકની વધુ માહિતિ તથા તેની સમીક્ષા તો રજૂ કરવામાં આવશે જ, પરંતુ આજે પ્રસ્તુત છે કચ્છી ભાષા સાહિત્યના કેટલાક રત્નો – પદ્યકણિકાઓ જે શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક ‘શબ્દને સથવારે’માંથી સાભાર લીધી છે. અક્ષરનાદને આ પ્રસ્તુતિ કરવાની પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


મારા મનપસંદ શે’ર – સંકલિત 12

આજે પ્રસ્તુત છે કેટલાક ગમતીલાં સંકલિત શે’ર. આ પંક્તિઓ ફક્ત શબ્દોનો માળો નથી, એમાં તો અર્થના પંખીઓ અંતરનાદનો ચહેકાટ રેલાવે છે. એક એક પંક્તિ મનની વાત કહે છે, હ્રદયને સ્પર્શે છે. આશા છે આપને આ સંકલન ગમશે.


પંખી તો ઉડતાં ભગવાન છે… – જીજ્ઞા ત્રિવેદી 6

જિજ્ઞા બહેનના ગઝલસંગ્રહ ‘અર્થના આકાશમાં’ માંથી એક ગઝલ આપણે ગત અઠવાડીએ માણી અને તેમના અવાજમાં સાંભળી પણ ખરી. આજે તેમની વધુ એક સુંદર રચના પ્રસ્તુત કરવાની લાલચ રોકી શક્તો નથી. જો કે આજની રચના તેમના સંગ્રહમાંથી નથી લીધી, એ તેમનું ગઝલોપરાંતનું સર્જન છે – એ એક સુંદર મજાનું ગીત છે. એક એવું ગીત જેમાં તેમણે સજીવ ઈશ્વરની કલ્પના કરી છે, પંખીને તેમણે ઉડતા ભગવાન ગણાવ્યા છે અને એ પછી પોતાની વાતના પુરાવા રૂપે તેઓ અનેક તર્કસંગત કારણો આપે છે, માણીએ આ સુંદર ગીત. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જિજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમે આવા સુંદર સર્જનો સતત થતાં રહે તેવી અનેક શુભકામનાઓ.


શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે… – જીજ્ઞા ત્રિવેદી (Audiocast) 14

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી એ પછી લગભગ એક વર્ષના ખૂબ જ ટુંકા સમયમાં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” લઈને ઉપસ્થિત થયા છે. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, એંશી જેવી સુંદર ગઝલો ધરાવતા આ સંગ્રહને સુંદર આવકાર આપીએ અને જીજ્ઞાબહેનની કલમે આપણને આવી સુંદર – માતબર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ. ગઝલસંગ્રહ સાથે તેમણે એ ગઝલોને સ્વર પણ આપ્યો છે અને એ ગાયકી ધરાવતી સી.ડી તેમણે અક્ષરનાદને સંગ્રહની સાથે પાઠવી છે. આજે માણીએ તેમના સંગ્રહની પ્રથમ ગઝલ, વાંચવાની સાથે સાથે સાંભળીએ તેમના જ સ્વરમાં, સંગીત સંચાલન અને રેકોર્ડિગ ભદ્રાયુ રાવળનું છે. સંગ્રહ તથા ઑડીયો સીડી અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


સોળાક્ષરી પદ્ય રચનાઓ…. – ધવલ સોની 5

ધવલભાઈ સોની આ પહેલા પણ અક્ષરનાદ પર અક્ષરદેહે આવી ચૂક્યા છે, આજે પ્રસ્તુત છે તેમની પદ્યરચનાઓમાંની વિશેષ – દસ રચનાઓ જેમાંની પ્રત્યેક છે સોળાક્ષરી. ખરેખર તો એ પદ્ય રચનાઓ સોળાક્ષરી નહીઁ, સોળ શબ્દીય રચનાઓ છે, તેઓ કહે છે “સોળાક્ષરી નામ એટલા માટે રાખ્યું છે કે માત્ર સોળ શબ્દોમાં દર્દ, આનંદ, કટાક્ષ કે વ્યંગ, ભાવનાઓ કે લાગણીઓનો સહારો લઈને ઘણું બધું કહી દેવાનો એક પ્રયાસ માત્ર કર્યો છે… તો આશા છે કે વાચકોને પણ ગમશે કેટલીક મને ગમતી રચનાઓ…


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 2

અક્ષરનાદનું એ સદભાગ્ય છે કે ઘણા વાચકમિત્રો તેમની કાવ્યસર્જનની યાત્રા અક્ષરનાદની સાથે કરી રહ્યા છે, ઘણા મિત્રો નિયમિતપણે તેમની પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવતા રહે છે. એ મિત્રોની રચનાઓ સતત પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો રહું છું, જે દર વખતે શક્ય થતું નથી. છતાંય સમયાંતરે એ રચનાઓ પ્રસ્તુત થવી જ જોઈએ એ ઇચ્છાને અનુસરીને આ કૃતિઓ ઘણી વાર મૂકાઈ છે અને આજે પણ મૂકી છે. એ સર્વે મિત્રોનો ખૂબ આભાર જેઓ અક્ષરનાદને નિયમિત તેમની રચનાઓ પાઠવવા યોગ્ય સમજે છે. કાવ્યસર્જનની પ્રક્રિયા સાથે સંકળાવા ઈચ્છતા દરેક રચનાકારને કોઈ માર્ગદર્શક કે ગુરુ મળતા નથી – અક્ષરનાદના માધ્યમથી આપ સર્વે સુજ્ઞ વાચકો આવા મિત્રોને આપના સાચા પ્રતિભાવ દ્વારા રસ્તો બતાવી શકો છો. આજે શ્રી કુસુમ પટેલ, શ્રી જનક ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી અને શ્રી વિજય જોશીની પદ્ય રચનાઓ પ્રસ્તુત છે.


આશાદેવી… સ્ટેચ્યુ ઑફ લિબર્ટી – ડૉ. કનક રાવળ 2

ન્યૂયોર્કના બારામાં લિબર્ટી આઈલેન્ડ પર ઉભેલ સ્વતંત્રતાની રોમન દેવી – સ્ટેચ્યુ ઑફ લિબર્ટી મૂળે અમેરિકાને ફ્રાન્સના લોકો તરફથી મળેલ ભેટ છે, તે અમેરિકાની સ્વતંત્રતાનું અનોખું પ્રતીક થઈને ઊભરે છે, વિદેશીઓ માટે એ અમેરિકામાં આવીને વસવાની આશાને બળ આપતું પ્રેરણાધામ છે. તેના અંદરના ભાગે નીચલા સ્તરના ઓટલા પર ૧૮૩૩માં લખાયેલું એમ્મા લઝારસનું સોનેટ તાંબા પર કોતરાઈને ૧૯૦૩માં લગાવવામાં આવેલું, એ રચના એવા અનેક હજાર લોકોની વાત કરે છે જે અમેરિકા સ્થાયી થવા પોતાનું વતન છોડીને આવે છે. આપણા કલાગુરુ શ્રી રવિશંકર રાવળના પુત્ર ડૉ. કનકભાઈ રાવળે અક્ષરનાદને એ જ વિષયને લગતી પ્રસ્તુત સુંદર કૃતિ પાઠવી છે, તેને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


અપાઈ મુજથી ગયું… – મનસુખલાલ ઝવેરી 3

એક નાનકડી ક્ષણમાંજ કવિહ્રદયને મળેલી અનુભૂતિની સુંદર વાત પ્રસ્તુત સોનેટ બખૂબી વર્ણવે છે. લાખો લોકો મહેનતના જોરે – મજૂરી દ્વારા પોતાના પેટની ભૂખ ભાંગવાનો પ્રયત્ન કરે છે અને ઘણાંય તે છતાં સફળ થતાં નથી, જ્યારે સામે પક્ષે ભિખારીઓ સમાજ માટે ભારરૂપ છે – વગર મહેનતે પ્રાપ્ત કરવાની લાલસા તેમને આવું કાર્ય કરાવે છે. એટલે કવિ ભિખારીની દયા ખાતા નથી, તેના વિકારને – આળસને તેઓ પોષવા માંગતા નથી. પણ ભિખારણની કાંખમાં બેઠેલ પેલા નિર્દોષ અબૂધ બાળકની સામે તેમનાથી જોવાઈ જાય છે ત્યારે એ બાળકે આપેલા નિર્ભેળ સ્મિતે તેઓ પીગળી જાય છે – અને ભીખ ન આપવી હોવા છતાં અપાઈ જાય છે એ અર્થનું સુંદર કાવ્ય કવિએ સર્જ્યું છે.


બે પદ્યરચનાઓ – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ 1

મૂળ નવસારીના અને હાલ વલસાડ રહેતા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી એવા શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ ના તખલ્લુસથી હાસ્યલેખો લખે છે અને તેમનું હાસ્યલેખોનું પુસ્તક ‘આનંદદ્વાર’ પણ પ્રસિદ્ધ થયેલું છે. તેઓ 41 વર્ષથી હાસ્ય કાર્યક્રમો કરે છે. રેડીયો – સ્ટેજ પર તથા ટીવી પર દૂરદર્શન / ઈટીવી ગુજરાતી વગેરે પર તેમના હાસ્યરસના કાર્યક્રમો પ્રસ્તુત થયા છે. અને ગુજરાત સમાચારમાં તેમણે હાસ્યલેખોની એક કૉલમ પણ લખી હતી. તેઓ કાવ્ય રચના પણ કરે છે. આજે પ્રસ્તુત છે તેમની જ બે પદ્ય રચનાઓ. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


કરણી તેવી પાર ઉતરણી.. – ઋત્વિ વ્યાસ મહેતા 9

અક્ષરનાદ પર ઋત્વિ વ્યાસ મહેતાની આ પ્રથમ કૃતિ છે. નાનકડી વાર્તામાં ભૃણ જાતિ પરીક્ષણ અને ભૃણ હત્યા વિશેનો તેમનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રથમ રજૂઆત બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુ તેમને આવી વધુ કૃતિઓ રચવાની પ્રેરણા અને શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


પાછા ફરીશું… (ગઝલ) – જીતેન્દ્ર પ્રજાપતિ 4

મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અક્ષરનાદ પર સમયાંતરે તેમની રચનાઓ પ્રસ્તુત થતી રહે છે તે અક્ષરનાદનું સદભાગ્ય છે. જીતેન્દ્રભાઈની રચનાઓ કવિતા જેવા અગ્રગણ્ય પદ્ય સામયિકો સહીત અનેક સામયિકોમાં છપાઈ રહી છે. આજે તેમની કલમે માણીએ એક સુંદર અને અર્થસભર ગઝલ, જેનો પ્રત્યેક શેર આફરીન કહેવા મજબૂર કરે એવો સરસ છે. નિષ્ફળતાઓથી ડર્યા વગર, સતત લડીને – હિંમતથી પરિસ્થિતિઓનો સામનો કરીને સતત ટકી રહેવાનો પ્રયત્ન કરતા માણસની વાત અહીં બખૂબી પ્રસ્તુત થઈ છે, ટાંકણાંથી હસ્તરેખા ખોતરવાની વાત તો ખૂબ જ બેનમૂન થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


મળી આંખ તે દી’થી બળવું શરૂ છે… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 12

આંખો મળી અને હૈયાને બળતરા મળી, શમાની યાદમાં સદાકાળ બળતા રહેતા પતંગીયાનું નસીબ પેલા શમા પર કુરબાન થઈને બળી જતા પતંગીયા સાથે સરખાવીએ તો કોણ વધુ સુખી લાગે? પ્રીત તો સતત વધતી જ રહેવાની, અને એની સાથે પ્રીતમાં મળતી મુશ્કેલીઓ પણ વધવાની, ગમે તેવા મુશ્કેલ સંજોગને આધીન રહીને પ્રેમ માટે જીવવાનું જેમને ફાવી ગયું છે એવા લોકો માટે પણ પ્રીતની કેડી સુંવાળી તો નથી જ. પ્રેમની અને પ્રેમીઓના હૈયાની આવી જ વાતો અનેક અર્થો સાથે પ્રસ્તુત ગઝલમાં નિર્દિષ્ટ છે. આશા છે શ્રી શૂન્ય સાહેબની આ ગઝલ તેમના જ સ્વરોમાં સાંભળવી સૌને ગમશે.


ચાર અછાંદસ રચનાઓ – વિજય જોશી 5

ગાંધીજીને અસહકારની પ્રેરણા આપનારા મહાન અમેરિકન ફિલોસોફર હેન્રી ડેવિડ થરોં અછાંદસનું (Free Verse) વર્ણન કરતા કહે છે, “કદાચ કવિને ભિન્ન પ્રકારનો શબ્દનાદ સંભળાતો હશે, એ નાદ સાથે એને પગલાં માંડવા દ્યો – એક કે અગણિત.” તો ટી એસ ઈલિયટ કહે છે, ” “No verse is free for the man who wants to do a good job.” આજે પ્રસ્તુત છે શ્રી વિજય જોશી દ્વારા પ્રસ્તુત ચાર અનોખા અછાંદસ, વિષયો છે જીવ, કાળુ ગુલાબ, યેશુ અને ચિતા. ચારેય અછાંદસ ભિન્ન પૃષ્ઠભૂમિને અને નોખા વિષયોને રજૂ કરે છે.


આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર 8

શ્રી ઉદયન ઠક્કરનું પ્રસ્તુત સચોટ અને સુંદર અછાંદસ એક સામાન્ય વાતને – જીવનની રોજીંદી ઘટનાને એક મરઘાના વિચારબિંદુથી વિચારપ્રેરક રીતે પ્રસ્તુત કરે છે. જો કે વાત ફક્ત એક મણિલાલ નામના મરઘાની છે, પણ એ ફક્ત તેની પણ નથી. અહીં કરેલી વાત કોની છે તે સમજવું વાચક પર છોડીને કવિ છેલ્લે એક સવાલ પૂછે છે – મણિલાલ જાય ક્યાં? મણિલાલ કરે શું? એ ફક્ત એક મરઘાની કથની નથી, ક્યાંક તેનું પરિપ્રેક્ષ્ય તેથી વિશાળ થઈ જાય છે. માણવી ગમે તેવી શ્રી ઉદયન ઠક્કરની આ સરસ વિચારપ્રેરક રચના શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા સંપાદિત ‘આપણી કવિતાસમૃદ્ધિ’ માંથી સાભાર લીધી છે.


ઓચિંતુ કોઇ મને રસ્તે મળે… – ધ્રુવ ભટ્ટ (Audiocast) 15

અક્ષરનાદના જન્મદિવસે ગત વર્ષથી શરૂ કરેલ આયોજનને આગળ વધારવાના પ્રયત્નરૂપ અક્ષરપર્વ – ૨ ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગત વર્ષે યોજાયેલા અક્ષરનાદના સુંદર પર્વની યાદોમાંથી મેં ગાયેલું એક ગીત આજે પ્રસ્તુત છે. શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત આમેય મારી કાયમી પસંદગી છે. અને અક્ષરપર્વમાં પણ મેં એ જ ગાયુ હતું. હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલન હેઠળ યોજાયેલ ‘સૂર ઉમંગી’ આયોજનની આ અનેરી યાદ સતત મનમાં રહી છે, અને એટલે જ આ આયોજનનો વિડીયો પહેલા મૂક્યો હોવા છતાં આજે ફરી તેને ઑડીયો સ્વરૂપે યાદ કરવાનું મન થયું. આશા છે આપને ગમશે. ગત વર્ષે યોજાયેલા અક્ષરપર્વના વિડીયો અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.


સ્વર્ગસ્થ બાને ગઝલાંજલી – જિતેન્દ્ર પ્રજાપતિ 5

ફક્ત એક યુવાન અને એક યુવતિ વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિથી આગળ વધીને આજના દિવસે એક અનોખી ગઝલાંજલી આપીએ. શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ આજે વેલેન્ટાઈન દિવસે તેમની બે સુંદર ગઝલોના માધ્યમથી આપે છે સ્વર્ગસ્થ બાને એક સ્મરણાંજલિ. સૌથી શાશ્વત અને સનાતન પ્રેમ હોય તો એ છે માંનો પ્રેમ, મમતા અને તેની કાળજી. એ જ ભાવનાઓને કેન્દ્રમાં રાખીને આજે પ્રસ્તુત છે બે ખૂબ સુંદર ગઝલો.


કૉપી પેસ્ટની કવિતા – જિજ્ઞેશ અધ્યારૂ 14

આજની ફેસબુક પર કાંઈક સ્ટેટસ અપડેટ મૂકવા માટે ઝૂરતી, ટ્વિટર પર 140 શબ્દોમાં ગીતાસાર સમાવવા મથતી પેઢીને અને તેની ઝડપથી મજેદાર અને ચટાકેદાર એવા વિધાનો – રચનાઓ શોધી કૉપી પેસ્ટ કર્યા કરવાની, લાઈક પામવાનેી, કૉમેન્ટ પામવાની, રિટ્વિટ મેળવવાની ઘેલછાને ઉપરોક્ત ગઝલ – કાવ્ય સાદર.


વાઘરીવાડની રૂડકી – સુન્દરમ 7

પ્રસ્તુત રચનામાં રૂડકીનું અનોખું ચિત્ર કવિ શ્રી સુન્દરમ ઉપસાવી આપે છે. 1933માં લખાયેલું હોવાથી આ કાવ્ય સહજરીતે અત્યારે વપરાશમાં ખૂબ ઓછા એવા શબ્દો ધરાવે છે. રૂડકીનું પાત્ર અને તેની વિવિધ ક્રિયાઓ સાથે એંઠવાડમાંથી ભોજન પામવાની તેની મથામણ, બાળકોને ખવડાવવાની તેની ઈચ્છા વગેરે કવિએ એવું તે આબેહૂબ ઉપસાવ્યું છે કે એ ચિત્ર આંખો સામે ખડું થઈ જાય.


બે ગાંધી રચનાઓ – ધવલ સોની 6

અક્ષરનાદના સર્વે વાચકોને પ્રજાસત્તાક દિવસની અનેક શુભકામનાઓ. દેશના આગવા આ બે તહેવારો અવસર આપે છે ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ જેવા ભેદોથી પર એક રાષ્ટ્ર તરીકે તેની સિદ્ધિઓ અને આગવી લોકતાંત્રિક પદ્ધતિ પર ગર્વ કરવાની, તેની રક્ષા માટે કટિબદ્ધ થવાની. આજે ૨૬મી જાન્યુઆરીએ પ્રસ્તુત છે અક્ષરનાદના વાચક મિત્ર શ્રી ધવલભાઈ સોની રચિત બે ‘ગાંધી’ રચનાઓ. પ્રથમ પદ્ય રચના ગાંધી નામના ઉપયોગ દુરુપયોગ અને તેમના સિદ્ધાંતોના ખુલ્લેઆમ ઉડાવાઈ રહેલા મજાક વિશે કહે છે, જ્યારે બીજી રચના ગાંધીજીના સ્વમુખે તેમની છબી જ્યાં જ્યાં મૂકાઈ છે એ સ્થળોએ થઈ રહેલા દ્રોહના કાર્યો વિશે જણાવે છે. નેતાઓ, કાળુ નાણું, કૌભાંડો, મોંઘવારી અને દેશદ્રોહ જેવી વાતો અહીં સંકળાઈ છે.


ગાંધી વર્સિસ મોહનીયો (શૉર્ટ ફિલ્મ) 8

અક્ષરનાદ પર આ પહેલા – ગત વર્ષે મારા અખતરારૂપ એક શૉર્ટ ફિલ્મમાં અભિનય કરવા અને ‘ગાંધીજી’નું પાત્ર ભજવતા અભિનેતાના પાત્રને ન્યાય આપવાના યત્ન વિશે લખેલું. એ જ ઘટનાક્રમને આગળ વધારતા ફિલ્મ ‘ગાંધી વર્સિસ મોહનીયો;, ફ્લોરન્સ, ઈટાલીના રિવર ટુ રિવર ફિલ્મ ફેસ્ટીવલમાં વિશેષ પ્રદર્શન રૂપે વનટેકમિડીયા તરફથી રજૂ થઈ હતી. અને હવે એ યૂટ્યૂબ તથા ડેઈલીમોશન પર ઉપલબ્ધ છે જે આપ અહીં જોઈ શક્શો. http://youtu.be/UAI9adMs7GI (Gandhi Versus Mohanio Short Film) અને Short Film – Gandhi Versus Mohanio by 1takemedia શોર્ટ ફિલ્મની એક અનોખી, કલાત્મક, મહેનત અને ધગશ માંગી લેતી અને રચનાત્મક દુનિયા છે. શોર્ટ ફિલ્મ માટે વિષયપસંદગી જેટલી અગત્યની છે એટલું જ અગત્યનું પાત્રાલેખન, પાત્રો માટે વિવિધ અદાકારોની પસંદગી અને સમગ્ર શૂટિંગ દરમ્યાનની નાની નાની કાળજીઓ રાખવી વગેરે જેવી અનેક અગત્યની બાબતો શામેલ છે. આ ફિલ્મમાં અદાકારી કરતા અને અન્ય બાબતોને લઈને એ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો પ્રોફેશનલ નહોતા. એટલે અને પ્રથમ પ્રયત્ન હોઈને અનેક નાની ભૂલો અથવા નજર ચૂકવીને છટકી ગયેલી બાબતોને અવગણીએ તો આખી ફિલ્મ એકધારી વહે છે. આ ફિલ્મ લગભગ બારેક મિનિટની બનશે એવી મારી ધારણા હતી પરંતુ તે કપાઈને – એડિટ થઈને ફક્ત પાંચ મિનિટથી થોડી વધુ રહી. અને એક નાનકડી ભૂલને લીધે બદનસીબે એક ખૂબ મોટી સીક્વન્સ આખી કપાઈ ગઈ. જો કે વાર્તાની ઝડપ અને પ્રવાહિતાને લીધે ફિલ્મમાં કશુંય ખૂટતું હોય તેવું અનુભવાતું નથી. વાર્તાને પૂરેપૂરો ન્યાય મળે છે અને સચોટ અસર ઉપજાવવામાં પણ તે સફળ રહે છે. આ ફિલ્મે મને પરોક્ષ રીતે ઘણી પ્રેરણા આપી છે. શૉર્ટફિલ્મના ભાગ બનવું કે ફિલ્મ બનાવવી એવું સ્વપ્ને પણ કદી નહિં વિચારેલું, પણ હવે આવતા એકાદ મહીનામાં ફરીથી હું […]


યાચક (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 10

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા ગુર્જર પ્રકાશનની વાર્તા ઉત્સવ માં છપાઈ ચૂકી છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


બે ગઝલરચનાઓ – કિસન સોસા 1

શ્રી કિસન સોસા આપણા જાણીતા અને સિદ્ધહસ્ત ગઝલકાર છે. તેમના અનેક પ્રસિદ્ધ થયેલા પુસ્તકોમાં અનસ્ત સૂર્ય (૧૯૮૫), અનૌરસ સૂર્ય (૧૯૯૧), સૂર્યની જેમ ડૂબી ગયું હાર્મોનિયમ (૧૯૯૨), અનાશ્રિત સૂર્ય (૧૯૯૭), છબ છબ પતંગીયું ન્હાય (૧૯૯૯), સહરા (૧૯૭૭) અડધો સૂર્ય (૧૯૯૭) વગેરે મુખ્ય છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર ગઝલો. આશા છે ગઝલરચનાની સમગ્ર પ્રક્રિયા ચાલો ગઝલ શીખીએ… શ્રેણી મારફત વિગતે શીખ્યા પછી આ ગઝલ નવોદિત ગઝલકારો માટે સીમાસ્તંભ બની રહેશે.