અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

સુખ કે સબ સાથી દુ:ખ કે ન કોઇ – પ્રફુલ ઠાર 8

કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠાર સંબંધો વિશેના તેમના વિશ્લેષણને આજે બીજીવાર આપણી સૌની સાથે વહેંચી રહ્યા છે. દુન્યવી અનેક સંબંધોમાં માણસ માટે સરળ અને નિખાલસ બનવું સહુથી જરૂરી છે તેવું સમજાવતી તેમની આ વાત અત્રે પ્રસ્તુત છે. અક્ષરનાદ.કોમને આ રચના મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર વિચારો સર્વ સાથે વહેંચવા બદલ શ્રી પ્રફુલભાઇ ઠારનો આભાર તથા શુભકામનાઓ.


સમય, જરૂરત અને યોગ્યતા – જીગ્નેશ ચાવડા 10

શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી તેમના બસ મુસાફરીના એક સુંદર અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો આ પ્રયત્ન આપને ગમશે તેવી આશા છે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા વારંવાર મળતી રહે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.


સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો – ભૂપેન્દ્રસિંહ રાઓલ 4

અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી ભૂપેન્દ્રસિંહ રાઓલની આ કૃતિ તેમના ઉદારમતવાદી વિચારોનો આયનો છે. તેમના દ્રષ્ટિકોણ પ્રમાણે અંધશ્રધ્ધા, શ્રધ્ધા અને અશ્રધ્ધા વચ્ચે થોડોક તફાવત આવશ્યક છે, અને એજ તેમની આ કૃતિનો પડઘો છે. આધુનિક સમયમાં સ્ત્રીઓના સમાજમાં સ્થાન પર તેમનું ચિંતન મનનીય છે. અક્ષરનાદને આ કૃતિ મોકલવા અને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલા તેમનો ખૂબ ખૂબ આભાર.


અયલે માલિક યા અલ્લાહ, અયલે માલિક રામેરામ – ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ 3

ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ ની ‘દેવો ધાધલ’ સમુદ્રના જીવન વિશે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે. એમાં એક દ્રશ્ય આવે છે, જેમાં મધદરીયે આરબ-અલ-હમદાનીનું ગુરાબ વહાણ અને હિંદુ દેવરાજ ઘાઘલનું જુંગ વહાણ મળે છે. હમદાની અને ઘાઘલ જીગરજાના દોસ્તો છે. ઘાઘલના ‘રાવલનાથ’ વહાણ પર બજરંગબલીનો વાવટો ફરકી રહ્યો છે. હિંદુ બેડીયાતોને જોઈને આઠ આરબ મલ્લાહો હલેસાના તાલ પર તુકબંદી ગાય છે. આજે પ્રસ્તુત છે તે ગીતો, એ જમાનો ધર્માંધતા કે કટ્ટરવાદનો ન હતો અને સાલસ પણ જાંબાઝ માણસો આ ધરતી અને સમુદ્ર પર રહેતા હતા. તેમની વાતમાં, જીવનની રીતમાં ક્યાંય દંભા કે દેખાડો નથી એ આ ગીતો સ્પષ્ટા રીતે કહી જાય છે.


કોણ હલાવે લીંબડી ને…. 4

ભાઈ બહેનના હેતની વચ્ચે કોઇ દુન્યવી વ્યવહારો આવતા નથી, નાનપણમાં સાથે રમતા, વહાલ કરતાં જ્યારે મોટા થઈ છૂટા પડવાનો વખત આવે, એક બીજાથી દૂર થઈ જાય ત્યારે એ લાગણીના ખેંચાણને કવિએ આવા ગીતના માધ્યમથી ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત કર્યું ચ્હે. વર્ષોથી ભાઈ બહેનોનું માનીતું આ ગીત એક અવિસ્મરણીય અને મનહર રચના છે.


તજ લવિંગ એલચી – સંકલિત મુખવાસ 6

કેટલીક વાર સવારે વાંચેલુ એક નાનકડું વાક્ય આખાય દિવસના વિચારોનો ભાર લઈ લે છે. આજે પ્રસ્તુત છે આવા જ કેટલાક સરસ મજાનાં વિચારપ્રેરક ટૂંકા વાક્યો, મારા મોબાઇલના એસ એમ એસ માંથી કેટલાક અનુવાદીત / વીણેલા વાક્યો. મુખ્યત્વે સૌરભ ત્રિવેદી અને અન્ય મિત્રોએ પાઠવેલા આ એસ એમ એસ, કદાચ થોડીક વાર વિચારવા માટે, મનન મંથન માટે મજાના છે, અને કાયમ સંઘરવા જેવા પણ ખરાં.


(સાબરમતી) નદીની વ્યથા – મફત ઓઝા 2

આધુનિક નગરસભ્યતા વચ્ચે અનુભવાતા ભીંસ, વિષમતા અને ભાગદોડની અંદર સંવાદ, ઐક્ય અને સમતાને ઝંખતી આપણી પ્રાચીન સંસ્કૃતિ હિજરાય છે. કવિ શ્રી મફત ઓઝાએ એવા વાસ્તવનું સાબરમતી નદી અને અમદાવાદ શહેરની સ્થિતિને અનુલક્ષીને પ્રયોજન કર્યું છે. કવિએ ગાંધારી, કુંતી અને દ્રૌપદીના નિર્દેશોથી શાંતિ, તપ અને તિતિક્ષાને મૂક્યા છે.


(NRI) ગુજરાતી સમજ્યા કે – જયકાંત જાની 8

(NRI) ગુજરાતી એવા શ્રી જયકાંતભાઇ જાનીની આ રચના હળવી શૈલીમાં હળવી વાત કહે છે. અહીં ફક્ત હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન છે, કેટલીક ખૂબ સામાન્ય પંક્તિઓની થોડીક મચડીને તેમણે હાસ્ય નિષ્પન્ન કરવાનો એક સુંદર પ્રયત્ન કર્યો છે. આવી હળવી રચનાઓ તેમના તરફથી મળતી રહે તેવી આશા સાથે અક્ષરનાદને આ રચના મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


સડક, સાસણ અને સિંહણ… – જીજ્ઞેશ અધ્યારૂ 12

ઘણા વખતે ગીર સાથે સંકળાયેલ કોઇ પ્રવાસવર્ણનની વાત આજે કરી રહ્યો છું. સાસણની નજીકની એક સડક પર ખૂબ વહેલી સવારે આખા પરિવાર સાથે ચાલતા અમને થયેલા એક અનોખા અનુભવની વાત આજે પ્રસ્તુત છે. જગલના અને તેની જીવસૃષ્ટીના કાયદા અલગ જ હોય છે, એટલે કોઇ અજાણી જગ્યાએ ખોટી હિમત કરવી જોઇએ નહીં અને બિનજરૂરી જોખમો લેવા ન જોઇએ એ કદાચ અમને અહીંથી જ શીખવા મળે.


હું છુ મન થી ગામડિયો – દિપક રાવલ 1

હું છુ મનથી ગામડિયો એ અક્ષરનાદના વાચક મિત્ર શ્રી દિપક રાવલની રચના છે. જીવનમાં ઘણાં બધા બદલાવ પછી પણ માણસનો મૂળભૂત સ્વભાવ બદલાતો નથી તેમ બતાવતી આ સુંદર રચના અક્ષરનાદને મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


માનવતાની માવજત – જીજ્ઞેશ અધ્યારૂ 9

વણસંતોષાયેલી ભૂખનો ચહેરો ખૂબ ભયાનક હોય છે. માનસિક વિકલાંગ લોકો વિશે વિચારો જેમને આ ભૂખનો માર રોજ સહન કરવો પડે છે. રસ્તાની કોરે બેઠેલા, લઘરવઘર આવા લોકોને ક્યારેય નિહાળ્યા છે? મદુરાઇથી એક એવો મજબૂત પ્રયત્ન થઇ રહ્યો છે, જે આવા લોકોને તેમની ભૂખ સંતોષવાનો, તેમને તેમનું સ્વમાન પાછું અપાવવાનો એક જીવનભરનો પ્રયત્ન છે. આ ઉમદા કાર્ય વિશે, એ માનવતાના યજ્ઞ વિશે આજે જાણો.


Act of Oblation to humanity – Jignesh Adhyaru 10

Hunger has a very horrible face, if not satisfied. Think about the mentally unfit people, have you ever observed them on roadside footpaths or such places? One strong effort from Madurai, to help them get their hunger satisfied, to grant them their respect and life, a person is trying die hard. Know about the Noble cause, Act of oblation to humanity.


500મી પોસ્ટ… 13

અધ્યારૂ નું જગત બ્લોગથી અક્ષરનાદ સુધીની આ અઢી વર્ષ લાંબી સફરના એક સીમાચિહ્ન સ્વરૂપે 500 પોસ્ટ પૂર્ણ થયાના આનંદને આપ સૌ સાથે વહેચી રહ્યા છીએ. આ યાત્રા આમ જ સાહજીક રીતે, સુંદર રીતે ચાલતી રહે, વિકસતી રહે તેવી અપેક્ષા અને પ્રાર્થના સાથે આજની આ કૃતિ સમર્પિત છે ગુજરાતી બ્લોગ જગતના તમામ વાંચક મિત્રોને. આ તમારો જ પ્રેમ અને સથવારો છે કે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ.


‘માં’ વિશે કણિકાઓ – સંકલિત 5

માતૃવંદના વિશેની કૃતિઓ પ્રસ્તુત કરતા આ આખા અઠવાડીયાના અંતિમ દિવસે સંકલિત કેટલીક સુંદર અને હ્રદયસ્પર્શી રચનાઓ. આ કણિકાઓમાંથી પુત્રનો તેની માતા પ્રત્યેનો પ્રેમ, લાગણી અને વહાલની ઝંખના અચૂક ઝળકી જાય છે.


યાદ તારી માં – દેવાંગ જોષી 30

માતાની ગેરહાજરીમાં તેની યાદ સંતાનોને ખૂબ સતાવે છે, કહે છે કે માં જ્યારે ન હોય ત્યારે જ તેની સાચી મહત્તા સમજાય છે. પ્રસ્તુત કાવ્યમાં કવિ પોતાની માતાને યાદ કરે છે, માતાના વહાલ માટે તેમનો તલસાટ અદમ્ય રીતે વ્યક્ત થાય છે. ચાતકની જેમ તે પણ માતા માટે તરસે છે. તેમના પ્રેમનું ઋણ ચૂકવવા માંગે છે, પરંતુ હવે માં તેમની સાથે નથી એ વેદના અહીં ખૂબ સરસ રીતે વ્યક્ત થઇ છે.


માં- મનોરમા ઠાર 4

દેશ-પરદેશમાં ભલે ફક્ત આખા વર્ષમાં એક જ દિવસ માંના સબંધોને તાજા કરીને મધર્સ ડે ઉજવતા હોઇએ પણ જે માં સમગ્ર જીવનમાં વણાઇ ચૂકી હોય કે હરેક વિચારો માંના સંસ્કારોથી ભીંજાયેલા હોય તે માંને બાકીના દિવસો તો શું પણ જન્મો જન્મ ન ભૂલી શકાય. આપણી સંસ્કૃતિ, માં ને मातृदेवो:भव થી નવાજે છે અને તેથી જ આ કાવ્યમાં માતૃપ્રેમની સંજીવની છે. આ છે ગુજરાતી ભાષાનું એકાક્ષરી મહાકાવ્ય એટલે ‘માં’…


માતૃવંદના – જીગ્નેશ ચાવડા 9

“માં’ ની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે. માતાના બાળક પ્રત્યેના સ્નેહ અને તેની અપાર મમતા વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ હવે વાત એ છે કે આપણે તેના પ્રત્યે કેટલી વફાદારી અને સન્માન જાળવીએ છીએ. તેને સાચવવાની, જાળવવાની આપણી ફરજ વિશે આપણે કેટલા સભાન છીએ? માતૃવંદના વિશેષ અઠવાડીયા માટે અક્ષરનાદને આ કૃતિ મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જીગ્નેશ ચાવડાનો ખૂબ ખૂબ આભાર.


‘માં’ વિશે કાગવાણી…. – દુલા ભાયા કાગ 13

દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે ‘કાગધામ’ તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. માં વિશેની તેમની રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે. માતૃવંદના માટે આ અઠવાડીયા માટે કાગવાણીથી સુંદર કોઇ પ્રસ્તુતિ હોઇ ન શકે.


દીકરો દેશાવર… (બે અછાંદસ) – જીગ્નેશ અધ્યારૂ 7

દૂર પરદેશમાં વસતા એક દીકરા માટે માંની અપાર લાગણી, એ દીકરાને જવા દેવા અને ન જવા દેવા વચ્ચેની ખચકાટભરી પરવાનગી એક બે વખત જોઇ છે. દીકરો પૈસા કમાવાની, પોતાની કારકીર્દી બનાવવાની, આખાય ઘરના જીવન સ્તરને ઉંચી લાવવાની કામના સાથે મનને કઠણ કરીને વિદેશ પ્રયાણ કરે છે, પણ માં ક્યારેય પોતાના મનને કઠણ કરી શકે? એ દીકરાને પ્રેમ કરતા એક ક્ષણ પણ તે રહી શકે ખરી? પ્રસ્તુત છે બે ભિન્ન દ્રષ્ટીકોણ અછાંદસ સ્વરૂપે.


શ્રધ્ધા – મહેન્દ્ર જોશી 2

‘શ્રધ્ધા’ એક સુંદર અભિવ્યક્તિ ધરાવતું પદ્ય છે. કવિની કરોડરજ્જુ અશક્ત થઇ ગઇ છે, તેમાં ચેતનાનો સંચાર નથી અને તેમની માતા અનેકો ઇલાજ અજમાવે છે, પોતાના પુત્રને ફરીથી સ્વસ્થ કરવા તેઓ આશાનો સંચાર કરવા માંગે છે, કવિને આ દવા, આ ઇલાજોમાં શ્રધ્ધા નથી, તેમને ફક્ત તેમની માતા પર શ્રધ્ધા છે. કવિ અંતે માંને વિનંતિ કરે છે કે પોતાને ફરીથી નાનો બનાવી દે, પયપાન કરાવે, બીજા બધાં ઇલાજો કરતા તેમને આ ઇલાજ જીવી જવા માટેની આશારૂપ લાગે છે.


પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ 7

મમ્મી અને બા વચ્ચેના ફરકની એક પાતળી ભેદરેખાની વાત કરતા કવિ શ્રી વિપિન પરીખ સાવ સહજ રીતે માતૃવંદના કરી શક્યા છે. બા સાવ સરળ અને સીધી છે, તે પોસ્ટકાર્ડ ન લખી શક્તે કે સર્વિસ કરવા ક્યારેય નથી ગઇ છતાં તેના હાથનો સ્પર્શ પામવાથી તે જે ભોજન આપતાં તે અમૃત બની જતું એવી સુંદર યાદ સાથે મને મારી બા ગમે છે એમ તેઓ સહજતાથી કહી જાય છે. અને એ સાથે આ કાવ્યનું અનોખું શીર્ષક પણ આગવી છાપ છોડી જાય છે.


માં – જયન્ત પાઠક 4

બાળકના નાના થી મોટા થવાની પ્રક્રિયામાં એ તેની માતાથી જાણ્યે અજાણ્યે થોડો થોડો દૂર થતો જાય છે. જેમ જીવનમાં નવી ક્ષિતિજો ખૂલતી જાય તેમ તે ક્યારેક બીજા શહેરમાં, ક્યારેક વિદેશમાં એમ વિસ્તરે છે અને એની સાથે સાથે માતાથી તેનું અંતર પણ. આવાજ ભાવોને અભિવ્યક્તિનું સુંદર સ્વરૂપ આપતી શ્રી જયન્ત પાઠકની આ રચના મનમાં એક આગવી છાપ ઉભી કરે છે.


માતા – બરકત વીરાણી ‘બેફામ’ 8

પોતાની સ્વર્ગસ્થ માંને યાદ કરીને કવિ શ્રી બરકત વીરાણી તેમને ઉદ્દેશીને માતાની મહત્તાનું ખૂબ ભાવનાસભર વર્ણન કરે છે. માતા એક બાળકને જન્મ આપે છે, પણ બાળકની પાછળ નામ તેના પિતાનું લાગે છે, આમ પ્રભુ જેમ તેના સર્જનની પાછળ પોતાનું નામ લખતો નથી તેટલી જ મહાનતા માતા પણ બતાવે છે. માતાની સામે પોતે સદાય નાનાં, સદાય વામણા છે તેમ કહેતા ખૂબ હ્રદયસ્પર્શી રીતે કવિ માતાને આ સુંદર કાવ્યમય ભાવાંજલી આપે છે.


સદગત માંને… – અશોકપુરી ગોસ્વામી 4

માતાના મૃત્યુ પછી તેમને, તેમના વહાલને અને સ્નેહભર્યા આલિંગનને યાદ કરતા, માની એક પુત્ર તરફની લાગણીઓને ખોબે ખોબે પીવાની તરસ જાગે ત્યારે કાંઇક આવી સુંદર રચના થતી હશે.. માં મૃત્યુ પામી છે, પણ હજી જીવનની વાટમાં આવતા વિઘ્નોથી માતા બચાવતી એવી યાદ અને માતાના અવસાનના અસહ્ય દુ:ખ વચ્ચે કવિને સતત માતાનું સ્મરણ થાય છે. વહાલને એક માણસની જેમ આળસ મરડીને બેઠું થતું બતાવાયું છે એ તેમના કવિત્વની અને માતા પ્રત્યેના તેમના અપાર સ્નેહની પરાકાષ્ઠા દર્શાવે છે.


માની યાદ – ઝવેરચંદ મેઘાણી 2

કવિએ કદી માતાને પ્રત્યક્ષ નિહાળી નથી, પરંતુ રોજબરોજનાં કાર્યોમાં, રમતો રમતાં, વહેલી સવારમાં ફૂલોની મહેક સાથે, આકાશની વિશાળતામાં એમ અત્ર તત્ર સર્વત્ર કવિને માં જ સાંભરે છે. માતાના વહાલથી, તેના નિર્મળ સ્નેહથી દૂર રહેલું કવિ હ્રદય સતત પ્રકૃતિમાં અને તેના વિવિધ સ્વરૂપોમાં, દરેક કાર્યમાં માતાને ઝંખે છે એમ વર્ણવતી આ સુંદર કવિતા માતાની મહત્તાને ખૂબ વિશદ રીતે વર્ણવી જાય છે.


‘માં’, હજી યાદ છે મને… – ડીમ્પલ આશાપુરી 2

અહીં ખારાશ એ વેદનાનું પ્રતીક છે, ખારાશને માત્ર ને માત્ર દરીયો જ પી શકે, એમ આપણી વેદના, તકલીફો અને દુ:ખો રૂપી ખારાશને મા તેના વ્હાલના દરીયામાં સાહજીકપણે પીગળાવી દે છે. માંની આ બધી વાતો, તેનું વહાલ સતત યાદ આવે છે. નાનકડા બાળકના ગાલ પરનું કાળું ટપકું માતાની ચિંતા, કાળજીનું પ્રતીક છે. શ્રી ડીમ્પલ આશાપુરી, ‘પગલી’ એ ઉપનામથી કાવ્ય લખે છે, પરંતુ અહીં એ શબ્દ દ્વિઅર્થી રીતે પ્રયોજેલો છે.


જ્યોતિધામ – કરસનદાસ માણેક

જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન મેળવવા, અંધારામાં આશાનું એકાદ કિરણ પામવા, પોતાની ઓળખાણ મેળવવા કવિએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ આ બધું કર્યા છતાં તેમનો હેતુ સિધ્ધ ન થયો. તેમને અંતે સમજ આવી કે માતાથી વધુ મહાન માર્ગદર્શક કે ગુરૂ અન્ય કોઇ હોઇ શકે નહીં, માતાના હૈયે સદાય પોતાના સંતાનને સનાતન માર્ગદર્શક જ્યોતિ મળે અને જીવનપથ પર તે સફળતાથી ચાલી શકે તેથી વધુ કોઇ મહેચ્છા હોતી નથી તે વર્ણવતી શ્રી કરસનદાસ માણેકની આ સુંદર રચના ખૂબ હ્રદયસ્પર્શી છે.


આપવું એટલે… – જીગ્નેશ અધ્યારૂ 1

દાન જો જમણા હાથે થાય તો ડાબાને ખબર ન પડવી જોઇએ એ મતલબની કહેવત આપણે ત્યાં ખૂબ સંભળાય છે. દાનનો મહીમા ખૂબ ગવાયો છે, સોરઠી પરંપરામાં દાનની મહિમા અને તેના લીધે મળતા સંતોષ, નમૂનેદાર કિસ્સાઓ અને એવી અનેક મહાન દાનવીર હસ્તિઓ વિશે કહેવાયું છે, પરંતુ પ્રસ્તુત સમયમાં, જ્યારે તેની ખૂબ જરૂરત છે ત્યારે જ લોકો આવું કરતા ખચકાય છે. સહાય કરવામાં, પ્રભુએ આપણને જે આપ્યું છે તે જરૂરતમંદ સુધી પહોંચાડવામાં જે અનેરો આનંદ મળે છે, તે અવર્ણનીય છે. આવી જ કાંઇક વાત કહેવાનો અહીં પ્રયત્ન છે.


સંબંધોનો છેડો – પ્રફુલ ઠાર 1

કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠાર સંબંધો વિશેના તેમના વિશ્લેષણને આજે આપણી સૌની સાથે વહેંચી રહ્યા છે. દુન્યવી અનેક સંબંધોમાં ક્યારેક સારા, ક્યારેક નરસા અનુભવો થતાં જ રહેવાનાં, પણ એ દરેક સંજોગોમાં આપણે આપણા ‘સ્વત્વ’ ને જાળવી રાખવું એવો સુંદર બોધ આપતી તેમની આ વાત અત્રે પ્રસ્તુત છે. અક્ષરનાદ.કોમને આ રચના મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર વિચારો સર્વ સાથે વહેંચવા બદલ શ્રી પ્રફુલભાઇ ઠારનો આભાર તથા શુભકામનાઓ.