Daily Archives: December 9, 2009


અયલે માલિક યા અલ્લાહ, અયલે માલિક રામેરામ – ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ 3

ચંદ્રશંકર બૂચ ‘સુકાની’ ની ‘દેવો ધાધલ’ સમુદ્રના જીવન વિશે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે. એમાં એક દ્રશ્ય આવે છે, જેમાં મધદરીયે આરબ-અલ-હમદાનીનું ગુરાબ વહાણ અને હિંદુ દેવરાજ ઘાઘલનું જુંગ વહાણ મળે છે. હમદાની અને ઘાઘલ જીગરજાના દોસ્તો છે. ઘાઘલના ‘રાવલનાથ’ વહાણ પર બજરંગબલીનો વાવટો ફરકી રહ્યો છે. હિંદુ બેડીયાતોને જોઈને આઠ આરબ મલ્લાહો હલેસાના તાલ પર તુકબંદી ગાય છે. આજે પ્રસ્તુત છે તે ગીતો, એ જમાનો ધર્માંધતા કે કટ્ટરવાદનો ન હતો અને સાલસ પણ જાંબાઝ માણસો આ ધરતી અને સમુદ્ર પર રહેતા હતા. તેમની વાતમાં, જીવનની રીતમાં ક્યાંય દંભા કે દેખાડો નથી એ આ ગીતો સ્પષ્ટા રીતે કહી જાય છે.