Gujarati Ramayan – An Audio For Laughter 2
શું તમને ઓછા બજેટમાં રામાયણ કેમ ભજવવુ તે ખબર છે? નહીં, તો સાંભળો …..અમારી સ્પેશીયલ કોમેન્ટરી… Click here to get the file and have Blast…….. Have Fun
શું તમને ઓછા બજેટમાં રામાયણ કેમ ભજવવુ તે ખબર છે? નહીં, તો સાંભળો …..અમારી સ્પેશીયલ કોમેન્ટરી… Click here to get the file and have Blast…….. Have Fun
તમે શાળા માં કે ઘરમાં કે મિત્રો સાથે ઘણી વાર હથોડા (અમારી ભાષામાં PJ ને હથોડા કહે છે…) માર્યા હશે….તો તમારી સેવા માં થોડા PJ’s પેશ એ ખીદમત છે… ********** મોહન – દાદાજી હું રિસ્ક લવિંગ પ્રાણી છુ, રોજ નવી નવી મુશ્કેલીઓનો સામનો કરવા માંગુ છુ, હુ શુ કરુ ? દાદાજી – લગ્ન ********** શિક્ષક – ‘આઈ ડોંટ નો ‘ નો અર્થ શુ થાય છે ? વિદ્યાર્થી – મને નથી ખબર સર. શિક્ષક – એકદમ સાચુ, બેસી જાવ. ********** એક નેતાજીને લાંબા ભાષણની આદત હતી. ભાષણની વચ્ચે વચ્ચે તેઓ એક સંવાદનો વારંવાર પ્રયોગ કરતા હતા – ‘હું શુ કહી રહ્યો હતો ? એક દિવસ એક શાળામાં નેતાજીએ અડધા કલાક સુધી ભાષણ આપ્યુ. બધા વિદ્યાર્થી અને શિક્ષક હેરાન થઈ ગયા. અચાનક નેતાજીએ પોતાનો હંમેશાનો સંવાદ બોલ્યો – હું શુ કહી રહ્યો હતો ? બધા વિદ્યાર્થી એક સાથે બોલ્યા – તમે કહી રહ્યા હતા કે હવે હું આ ભાષણને અહીં જ પુરૂ કરુ છુ. ********** શિક્ષક – પક્ષિયોને કેવી ખબર પડે છે કે તેમણે ક્યાં ઉડવાનુ છે ? વિદ્યાર્થી – આ તો એમની ખાનદાની પરંપરા છે. ********** એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી, તેને જે સાડી પહેરી હતી તેના પર બહુ બધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા. એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો. તે સ્ત્રી બોલી – “કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને જોવા માટે ગોળ-ગોળ ફરી રહ્યો છે? બાળક બોલ્યો – “સાડી તો જોઈ છે, પણ આટલું મોટુ એરપોર્ટ પહેલીવાર જોઈ રહ્યો છુ. ********** એક દિવસ એક […]
મારી પ્રેયસી, મારી પ્રિયતમા… સવાર હોય કે સાંજ, દીવસ હોય કે રાત, ચાહે ખુશી હોય કે દુઃખ અને ચાહે તનહાઈ હોય કે ઘોંઘાટ, એ મારી ચારો તરફ છે. તે દરેક સમયે મારા હ્રદયની નજીક છે. જ્યારે હું વિચારૂ છું ત્યારે એ મારી કલ્પના છે, જ્યારે હું કાંઈક જાણવા માંગુ છું તો એ મારી જીગીષા છે. જ્યારે મારે કાંઈક મેળવવુ હોય તો એ મારી આકાંક્ષા છે, તમન્ના છે પણ જ્યારે કોઈ અવાજ આવે છે તો એ મારી ધ્વની છે. જ્યારે હું કાંઈક અનુભવું છું તો એ મારી ભાવના છે. જ્યારે હું કોઈને પ્રેમ કરૂં છું તો એ મારી સ્નેહા છે, પ્રીતી છે. જ્યારે હું લખું છું તો એ મારી રચના છે, કવિતા છે, આકૃતિ છે.હું નજર ઝુકાવું છું તો એ મારી ધરા છે, ધરતી છે, ઊર્વિ છે, ભૂમી છે, જ્યારે હું ઊપર જોઊં છું તો એ મારી કીરણ છે. આંખો ખોલું છું તો એ મારી પલક છે અને આંખો બંધ કરૂં છું તો એ મારી સપના છે. દિવસના અજવાળામાં એ મારી રશ્મી છે, રાતના અંધારામાં એ મારી જ્યોતિ છે. ચંદ્રને જોઊં તો એ મારી ચાંદની છે, તો તારાઓમાં એ મારી રોશની છે. ચંદ્ર પૂરો હોય તો એ મારી પૂનમ છે, અમાસમાં એ મારી કાજલ છે. આ ફૂલોને જોઊં તો એ મારી જાસ્મીન છે, ચમેલી છે, મધુમતી છે. પતઝડમાં એ મારી વાસંતી છે. હું ચલચિત્રો જોઊં છું તેમાં એ જ મારી માધુરી છે, અમૃતા છે, દીપીકા છે, રાની છે, પ્રીતી છે, કરીના છે, એ જ મારી કરીશ્મા છે, એ જ મારી સેલીના છે, એ જ મારી હેમા છે, એ જ મારી […]
મારા લગનમાં આખા ભારતમાં જાહેર રજા પડશે આખા ખર્ચાનું વાર્ષિક બીલ ભારત સરકાર ભરશે. જેને જે ખાવું હશે એ બધુ બેઠા બેઠા મળશે પણ પછી એ બીલ જોઈ પબ્લીક બહુ રડશે . બીલ ક્લીન્ટનની છોકરી સાથે લગન હું તો કરીશ સ્પેસ સ્ટેશનમાં, ચંદ્ર મંગળ પર હનીમૂન માટે ફરીશ લાવીશ બધી ઈમ્પોર્ટેડ ગાડી, ઈમ્પોર્ટ ડ્યુટી નહીં ભરીશ બીલીના બધા પૈસા મારા, છુટ્ટે હાથે વાપરીશ . એ.સી દુકાનમાં વેચાશે શાકભાજીને ફ્રુટ ગબ્બરસિંગ ને મોગેમ્બો ત્યાં કરશે જઈને લૂંટ સીરીયલોમાં બધે હવે સસરા જમાઈ જમાવશે મારી સીરીયલો એક્તા કપૂરને ઊભા ઊભા હંફાવશે. . શાહરુખ સલમાન ધરે ઘરે વેચશે ડુંગળી અને બટાકા સસ્તા નહીં મળે તો આમિર એને મારશે બહુ ફટાકા ૧૦ રૂપીયે કીલો વેચાશે સોના ચાંદીની પાટ લોન પર લેવી પડશે લાકડાની એન્ટીક ખાટ . બુશ અને ઓસામા જોડે પીક્ચર જોવા જાશે પરવેઝ મુશર્રફ ના હાથે ત્યાં ટીકીટ બ્લેક થાશે ભજ્જી અને પોન્ટીંગ રીંગમાં કરશે ફાઈટ ભજ્જી ભરશે પોન્ટીંગને એક ડેન્જર બાઈટ . મરનારની યાત્રામાં બધા જશે પહેરીને સૂટ મરનારો ઊભો થઈને કહેશે, યુ આર વેરી ક્યૂટ શિયાળામાં ગરમી પડશે, ઊનાળામાં ઠંડી રીલાયન્સનો યુનિફોર્મ હશે, ધોતી અને બંડી . કચરો વાળવા આવશે નોકર લઈને ફરારી કાર થશે બધા બગીચામાં એચ. ડી. પોર્ટેબલ પ્યાર ગલીએ ગલીએ ગુજરાતમાં મળશે બ્રાન્ડીની બોટલ મારા માટે ફ્રી ઓફ કોસ્ટ હશે તાજ, જેવી હોટલ . તાજમહેલ બનાવવા જહાંગીર લેશે HDFCની લોન લૈલા મજનું ને પૂછશે હમ આપકે હૈ કૌન? કૈટરીના ને સેલીના મારી આગળ પાછળ ફરશે હું કરીશ બેટીંગ ત્યારે ધોની ફીલ્ડીંગ ભરશે . મતપેટીઓ લૂંટી હું તો બની જઈશ વડા પ્રધાન અને ચારો ખાઈ કહીશ મેરા ભારત મહાન […]
શું તમને ક્યારેય ભાંગ ચઢી છે?? { આ ઘટના ના બધા પાત્રો વાસ્તવિક છે અને તેમને મારા સ્ટાફના જીવતા (આ લેખ લખાયો ત્યાં સુધી તો જીવે છે…) લોકો સાથે સીધો સંબંધ છે. આ સંબંધ પૂર્ણ પણે જાણી જોઈને કરેલો છે…તેથી જો કોઈને વાંધો હોય તો કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરવી (મને ફોન ના કરવો) નહીં તો થાય એ કરી લેવા વિનંતી } * * * * “અરે કેમ છો સાહેબ?” ઓફીસમાં આવતાવેંત જ મારા એક મિત્ર અર્જુન ભાઈએ મારુ સ્વાગત કર્યું. અર્જુન ભાઈ અમારી રોડ બનાવવાની સાઈટ પર આવતા એક ગામના છે અને બાંધકામ માટે મટીરીયલ અને લેબર સપ્લાય કરે છે. “હર હર મહાદેવ” તેમણે પાછો પોકાર કર્યો. “આવે આવો, તમે આજે સવાર સવાર માં શિવરાત્રીની પ્રસાદી લઈ લીધી છે કે શુ?” મેં તેમને અદમ્ય ઊત્સાહ અને મોજ માં જોઈને પૂછ્યું… “ના રે ના, હજી તો મંદીરે દર્શન કરવાય જાવાનું છે….આજે શિવરાત્રી છે એટલે જમવાનો કે નાસ્તાનો તો સવાલ નથી. તો થયું કે લાવો સાહેબને મળતો આવું.” તે તાનમાં બોલ્યા “ના ભાઈ, આ સાઈટ પર થોડુ કામ છે એટલે નથી ગયો….પણ આટલામાં ક્યાં શિવાલય છે?” મેં તેમને વળતો સવાલ કર્યો… “તો હાલો હું તમને લઈ જાઊં“…. “નજીક માં છે મંદીર?”…. “તમે હાલોને મારા ભઈ…..યાદ કરશો…..” આંખ મીંચકારતા, જાણે મને કાંઈક ખાનગી કહેતા હોય તેમ ધીમેથી બોલ્યા. હું, મારા સહકાર્યકર હસમુખ ભાઈ અને અર્જુનભાઈ, અમે ઊપડ્યા સાઈટ પર. “હસમુખ ભાઈ, આજે શિવરાત્રી છે, મંદીરે જઈશું?” મેં પ્રવાસની પ્રસ્તાવના બાંધી “એમ?, જાવુ છે?, તો હાલો જાઈ” હસમુખ ભાઈ તેમની આગવી સ્ટાઈલ માં બોલ્યા. કોઈ પણ જગ્યાએ હિંમત કરવામાં, કહોને યા હોમ કરીને […]
ગમ થી દૂર, તમ થી નજીક મનનું સંગીત, મહેકતુ નગર જીવનનો રસ, લાગણીનો કસ, દુઃખ આઘુ ખસ, આ મારુ ઘર આતમને સંગ, અંતર ઊમંગ જીવનના રંગ, સુખનું નગર, આશા પતંગ, હૈયુ વિહંગ હિંમતની જંગ, છે મારુ ઘર આશાઓ તારી, મૂડી છે મારી સપનાઓ સઘળા, લાંબી ડગર હીંમતનો હાથ, સંઘર્ષોનો સાથ જીવન સંગાથ, આ મારુ ઘર દુઃખોની ઘાત, નિરાશાને હાત.. હિંમતનો સાથ, જીવનપથ પર મારો શ્વાસ, મારી આશ, તારો વિશ્વાસ, આ મારું ધર – જીગ્નેશ અધ્યારૂ
વિચારૂં છું કે તને કહી જ દઊં કે મારી ઊદાસ રાતોનું કારણ તું જ છે… જે વિચારોમાં પોતાને એકલો જોતો હતો એમાં પોતાની છબી દેખાડવા વાળી તું જ છે મારા મન ને મારી એકલતામાં જે મોજ હતી એને તોડવા વાળી પણ તું જ છે અરીસામાં આમ વારે વારે ન જોતો હતો કોઈ મને જુએ છે એ ભાન કરાવવાવાળી તું જ છે હું શરમાળ છું અને એ સ્વાભાવિક ખાસીયત છે એટલું સમજીલો કે હું કાંઈ પણ નહીં કહી શકું પણ મુહબ્બતનો જો ઈઝહાર સમજીલો આંખો થી તો દરેક શ્વાસમાં શામેલ મેળવશો મને… – જીગ્નેશ અધ્યારૂ
ગુજરાત ની આંતરીક સુંદરતા…એક નવાસવા ફોટોગ્રાફરની આંખે આ ફોટા છે ગુજરાતના મહુવા – રાજુલા – જાફરાબાદ વિસ્તારના અને તેમાં સચવાયેલી આંતરીક કુદરતી સુંદરતાના…. મારી સાઈટ પર કામ દરમ્યાન લીધેલા આ અલભ્ય ફોટા છે…ભલે આ ફોટા પ્રોફેશનલ ફોટો જેટલા હાઈ ક્વોલીટી ફોટોગ્રાફસ નથી પણ મારી રોજની કામ કરવાની જગ્યા હોવાના લીધે તો મારા પસંદીદા છે. મારી પસંદ તમને ગમશે એમ માનું છું….. – જીગ્નેશ અધ્યારૂ
(તમે કદાચ ઘણી જગ્યાએ શબ્દ “પહેલો પ્રેમ પત્ર” વાંચ્યો હશે……કદાચ પહેલો પ્રેમ પત્ર લખ્યો પણ હશે અને પછી અનેક પ્રેમ પત્રો…..પણ અહીં કાંઈક ડીફરન્ટ છે. આ છે એક અંતિમ પ્રેમ પત્ર. માતાપિતાની ઈચ્છાઓને માન આપી પોતાના પ્રેમનું બલીદાન કરી રહેલા એક પ્રેમીનો એની પ્રેમીકાને અંતિમ પત્ર. આ પ્રેમ પત્ર મારા હ્રદયની ધણી જ નજીક છે.મારા મતે આના થી ઊતમ અભિવ્યક્તિ ના હોઈ શકે….) પ્રિય, મને ખબર છે સ્મશાન વૈરાગ્ય જેવી આ લાગણીઓનું આયુષ્ય બહુ ઓછુ હોય છે, સમય ચક્રની સાથે સાથે એ ભૂલાઈ જાય છે….હું ઈચ્છું છું કે તું મને ભૂલી જાય. મને ખબર છે તને મારી આવી વાતો બાલીશ લાગશે. તું કદાચ આંખોમાં પાણી સાથે મારા પર હસશે….કદાચ તું મને દોષી માને અને મને માફ ન કરે… પણ મારે માફી નથી જોઈતી…. કોઈ ગુનેગાર જાતે જ સજા કબૂલે અને પોતાને સજા આપવા માંગે તો તેમાં માફીનો સવાલ જ નથી…મારે માફી નથી જોઈતી.. મારે બસ અંતિમ વાર તારી પાસે મારો પક્ષ રાખવો છે….કાંઈ સાબીત નથી કરવું. ઈચ્છા કે અનિચ્છા…મારે તને ભૂલવી પડશે….અથવા તો એવો દેખાડો કરવો પડશે કે હું તને ભૂલી ગયો છું. મારા માતા પિતા માને છે કે આપણે સાથે જીવન ના વિતાવવું જોઈએ…..ખબર નથી મારા જીવન વિષે તેઓ વધારે જાણે છે કે હું, પણ તે મારા સર્વસ્વ છે, તે જે કહે છે તેમાં તેમનો કોઈ સ્વાર્થ હોય તેમ મને નથી લાગતું, આખરે તેમણે મને જન્મ આપ્યો છે. મને એટલો મોટો કર્યો છે કે હું આજે મારા સારા – નરસાનું વિચારી શકું, પણ તેથી તેમની લાયકાત પર કોઈ અસર પડતી નથી. હું તેમના અને મારા નિર્ણયને ત્રાજવાના બે પલ્લા માં […]
કરવો જ હોય તો તું કરી નાખ રસ્તો, અડચણ ઉકેલી નાખ મંઝીલ ની રાહ પર, પછી જ મળશે એવું માને છે હ્ર્દય મારું, ઇશ્વર હંમેશા હોય છે શ્રધ્ધાની રાહ પર, ભલે રસ્તો છે એક આપણો; વિચારો ભલે અલગ, છતાં’ યે પ્રેમ ક્યાં કર્યો છે કોઇ ભેદભાવ પર? લખું છું ઇશ્કને; જામો ભરું છું હું મહોબતનાં, નશો મારી ગઝલને છે હ્રદયની બાદશાહત પર! મીટાવી દો ‘રૂષભ’ અસ્તિત્વ એના પ્રેમ ની પાછળ, વફા સાબીત થઇ શકશે ફકત તારી શહાદત પર ! – વિકાસ બેલાણી
કાંઈ નહીં તો મારા પ્રેમનો સ્વિકાર કરો, હું ક્યાં કહું છું કે તમેય મને પ્યાર કરો? જીવન નૈયા સંસાર સાગર માં તરતી મૂકો, હમસફર બનવાના મારા સપના સાકાર કરો. રસ્તો છે રાહમાં, ધબકે છે હૈયુ આહ માં તમે કેમ હજીય ભવિષ્યના વિચાર કરો? મંઝીલોને પણ છે તલાશ આપણી, સાથી ચાલો પગલા પાડો ને સુખી સંસાર કરો ઘણાય સાથી બનવા હશે તૈયાર તમારા પણ વિચારો બધાનાં મનમાંથી તડીપાર કરો સાતે જનમનો નાતો તમ સાથે મારે બાંધવો મારી જીવન બગીયામાં બાગે બહાર કરો. – જીગ્નેશ અધ્યારૂ Jignesh Adhyaru
તમે નાનપણ માં ઊખાણાં (Means Puzzle) તો ઘણાં સોલ્વ કર્યા હશે પણ આ એક સાચો કરી બતાવો તો ખરાં… એક ઘરડી સ્ત્રી પાસે ઘણા બધા ઈંડા હતા. તે બધા લઈને વેચવા બજારે ગઈ. એક ગ્રાહકે આવી તેને પૂછ્યું ” તમારી પાસે કેટલા ઈંડા છે?” તેણે કહ્યું “મને ૧૦૦ થી વધારે ગણતા નથી આવડતુ પણ મને એ ખબર છે કે… ઈંડાની કુલ સંખ્યાને ૨ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને 3 વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૪ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૫ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૬ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૭ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૮ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૯ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૧૦ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૧૧ વડે ભાગતા કોઈ ઈંડુ વધતુ નથી. તો તે સ્ત્રીની મદદ કરો અને કહો કે તેની પાસે કેટલા ઈંડા હશે? * * * * * જવાબ માટે આવતીકાલ ની રાહ જુઓ… * * * * * * * * * * કોઈ પ્રયત્ન નહીં? સાચો જવાબ છે…૨૫,૨૦૧ ઈડા જો વિગતવાર ઊકેલ જોઈએ તો મને જણાવો…
કોઇ તો વાત એમના દિલમાં ભરી હશે, નહીંતર કદી’યે ઊંઘ આ વેરણ બને નહીં! શબ્દો કદાચ હોઠથી પાછા વળ્યા હશે; ગાલે શરમનાં શેરડા અમથા પડે નહીં! સપનાંમાં આવીને કહી દો તો’ય ચાલશે, કોઇ રસમ સંકોચની ત્યાં આવશે નહીં! ગુલાબ લઇને આવો તો એટલું વીચારજો; ફોરમ નહીં આપો તો અસર આવશે નહીં! પ્રત્યક્ષ કરવાની છે આ વાતો ‘રૂષભ’ બધી, સંતાઇને જોયાં કરો એ ચાલશે નહીં! – વિકાસ બેલાણી Vikas Belani
તારી ‘હા’ કે ‘ના’ પર છોડી દીધું જીવન, અને તરતજ સુખોની ધાત થઈ ગઈ હજી તો મેં મારા મનને સમજાવ્યુ ય નો’તું, મુફલીસોની ચર્ચામાં મારીય વાત થઈ ગઈ. મંઝીલ વગરનો રસ્તો ને સાહીલ વગરનો દરીયો, સુવાસ વગરના ફૂલ જેવી ઔકાત થઈ ગઈ ખુદા પર થી ય ઊઠી ગયો છે ભરોસો જ બાદલ, કે પ્રેમમાં પડ્યા ને બાજી મ્હાત થઈ ગઈ. – જીગ્નેશ અધ્યારૂ
આંસુઓ લુછી શક્યો ; બધા ઝખમ લુછી શક્યો ; પણ શું કરું કે દિલમાંથી એક વાત એ હટતી નથી, જેને મેં મારા હ્ર્દય માં લાવીને સ્થાપી દીધી, કોઇ ખૂણે એમના દિલમાં જગા મળતી નથી, એમના રડવા વિશે પણ લાખ પ્રશ્નો થઈ શકે! એ કદી કારણ વિના આંખોને ભિંજવતી નથી, એ હવે નાંખે ગરમ નિઃશ્વાસ મારા નામ પર..! એટલે નિરાંતની નીંદર હવે મળતી નથી, છે રસમ જુદી ‘રૂષભ’,છે લાગણીના સ્વર જુદા! ને કોઇ પણ છેડે લકીરો હાથની મળતી નથી!! – – વિકાસ બેલાણી ‘રૂષભ’ Vikas Belani
दुर्गा सप्तशति ( शक्रादय स्तुति ) अथ चतुर्थोऽध्यायः .. ऋषिरुवाच .. १.. शक्रादयः सुरगणा निहतेऽतिवीर्ये तस्मिन्दुरात्मनि सुरारिबले च देव्या . तां तुष्टुवुः प्रणतिनम्रशिरोधरांसा वाग्भिः प्रहर्षपुलकोद्गमचारुदेहाः .. २.. देव्या यया ततमिदं जगदात्मशक्त्या निश्शेषदेवगणशक्तिसमूहमूत्यार् . तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नताः स्म विदधातु शुभानि सा नः .. ३.. यस्याः प्रभावमतुलं भगवाननन्तो ब्रह्मा हरश्च न हि वक्तुमलं बलं च . सा चण्डिकाखिलजगत्परिपालनाय नाशाय चाशुभभयस्य मतिं करोतु .. ४.. या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः . श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् .. ५..किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चातिवीर्यमसुरक्षयकारि भूरि . किं चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु .. ६.. हेतुः समस्तजगतां त्रिगुणापि दोषै- र्न ज्ञायसे हरिहरादिभिरप्यपारा . सर्वाश्रयाखिलमिदं जगदंशभूत- मव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या .. ७.. यस्याः समस्तसुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवि . स्वाहासि वै पितृगणस्य च तृप्तिहेतु- रुच्चार्यसे त्वमत एव जनैः स्वधा च .. ८.. या मुक्तिहेतुरविचन्त्यमहाव्रता त्वं अभ्यस्यसे सुनियतेन्द्रियतत्त्वसारैः . मोक्षार्थिभिर्मुनिभिरस्तसमस्तदोषै- र्विद्यासि सा भगवती परमा हि देवि .. ९.. शब्दात्मिका सुविमलग्यर्जुषां निधान- मुद्गीथरम्यपदपाठवतां च साम्नाम् . देवी त्रयी भगवती भवभावनाय वात्तार् च सर्वजगतां परमात्तिर् हन्त्री .. १०.. मेधासि देवि विदिताखिलशास्त्रसारा दुर्गासि दुर्गभवसागरनौरसङ्गा . श्रीः कैटभारिहृदयैककृताधिवासा गौरी त्वमेव शशिमौलिकृतप्रतिष्ठा .. ११.. ईषत्सहासममलं परिपूर्णचन्द्र- बिम्बानुकारि कनकोत्तमकान्तिकान्तम् . अत्यद्भुतं प्रहृतमात्तरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण .. १२.. दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराल- मुद्यच्छशाङ्कसदृशच्छवि यन्न सद्यः . प्राणान्मुमोच महिषस्तदतीव चित्रं कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन .. १३.. देवि प्रसीद परमा भवती भवाय सद्यो विनाशयसि कोपवती कुलानि . विज्ञातमेतदधुनैव यदस्तमेत- न्नीतं बलं सुविपुलं महिषासुरस्य .. १४.. ते सम्मता जनपदेषु धनानि तेषां तेषां यशांसि न च सीदति धर्मवर्गः . धन्यास्त एव निभृतात्मजभृत्यदारा येषां सदाभ्युदयदा […]
કોઇ સાંજે આંખ મિંચી દઉં અને, હું ગગન ની રાહ પર નીકળી પડું! ‘શ્વાસ’ ને યાદો ભલે રહેતી અહીં, સંબંધો પણ છોડી ને નીકળી પડું! કોઇ રસ્તે મન પછી મુંઝાય ના, આંખ મા અંધાપો લઇ નીકળી પડું! હું અવાજોથી ડરું છું એટલે, મૌન ની આગોશ મા નીકળી પડું! ક્યાં ‘રૂષભ’ હારી જવાની બીક છે? સાવ નિર્જન માર્ગ પર નીકળી પડું! – વિકાસ બેલાની ‘રૂષભ’
ગઝલ સમ્રાટ શયદા ના ચુનીંદા શેર તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ; હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. * * * * મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે ! * * * * આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં. … કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે -રઈશ મનીઆર * * * * મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. – -ઓજસ પાલનપુરી તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું – અમૃત ધાયલ * * * * ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. – બેફામ અને આખરે… ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે – અસીમ રાંદેરી
મને મારા જ સપનાઓનો હવે ભાર લાગે છે અંતને આવતા કેમ આટલી વાર લાગે છે. શૂન્યતા ફેલાઈ છે સધળા સંબંધોમાં આજકાલ સ્વાર્થ ને લોભનો વસ્યો, પરિવાર લાગે છે. સુખોની સીમા ઘટીને સપનામાં રહી ગઈ દુઃખોનો ક્ષિતિજની પાર, વિસ્તાર લાગે છે. હસીએ છીએ જરીક, સુખી માને છે દુનિયા કાયમ રડાવવાનો તમને અધિકાર લાગે છે એક ખભોય નથી જ્યાં રડી લઊં “બાદલ” દુઃખનો પ્યાદો નસીબને વફાદાર લાગે છે. – “બાદલ” (જીગ્નૅશ અધ્યારુ.)
ચાલ વરસાદની મૌસમ છે, વરસતા જઈએ. ઝાંઝવા હો કે દરીયા, તરસતા જઈએ. મૌતના દેશ થી કહે છે, બધા ભડકે છે, કૈ નથી કામ છતાં, ચાલ અમસ્તા જઈએ. આપણે ક્યાં છે મમત, એક જગાએ રહીયે, રસ્તા માગે છે ખુશીઓ, તો ભલે ખસતા જઈએ. સાવ નિર્જન છે, વીરાન છે, બીજુ તો શું કરીએ બાંધીએ એક નગર ને જરા વસતા જઈએ. તાલ દેનારને પણ એક મૂંઝવવાની મજા છે તાલ છે રૂદનનો, છતાં હસતા જઈએ.- -હરીન્દ્ર દવે Jignesh Adhyaru
વેપારીનું પેટ કદીયે કળાય નહિ. વેપારીનું સદાયે પડખું સેવનારી એની પત્ની પણ ન કળી શકે, તો પછી બીજા સામાન્ય માણસનું તો ગજું જ કેટલું? એક વેપારી રજાના દિવસે ઘેર બેઠા બેઠા ચોપડામાંથી ઉઘરાણીનો ઉતારો ઉતારી રહ્યાં હતા ત્યાં જ એમને આંગણે સાયકલની ઘંટડી રણકી ઉઠી. વેપારી ભાઈએ ગાદી-તકિયે બેઠાં બેઠાં જ પૂછયું : કોણ ? ‘શેઠજી, તમારો તાર આવ્યો છે,’ કહીને કુરિયરવાળાએ તાર મળ્યાની સહી ભરવાનુ ફોર્મ વેપારી ભાઈ પાસે મુક્યું. વેપારીએ ફોર્મ પર સહી કરી, તારનુ કવર તોડ્યું. પછી તાર વાંચવા માંડયો. તારની ડિલિવરી કરી, કુરિયરવાળો તો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. એના મનમાં એમ કે, કોઈ ખુશાલીનો હોય તો શેઠ પાસે બક્ષિસ માંગુ. તાર વાંચતા વાંચતા જ વેપારીની મુખમુદ્રા ગંભીર બની ગઈ. બેઠકરૂમમાંથી પત્નીને સાદ પાડતા વેપારી બોલ્યો : ‘અરે સાંભળ્યું કે ? સ્ટવ પર પાણી ગરમ મૂકો. સ્ટવ પર પાણી ગરમ મૂકવાની વાત સાંભળતા જ કુરિયરવાળાની આશા નિરાશામાં પલટાઈ ગઈ. બક્ષિસની આશા પડતી મેલી એ વિદાય થયો. કુરિયરવાળો સાયકલ પર બેસીને વિદાય થયો ત્યાં જ વેપારીના શ્રીમતીજી રસોડામાંથી ડોકિયું કરતા બોલ્યા : ‘કેમ, કોઈના સ્વર્ગવાસના સમાચાર છે. સ્ટવ પર પાણી ગરમ થવા મૂકી દીધું છે. ‘તો પછી એમાં ચા, ખાંડ અને દૂધ નાખી દે. આપણો બાબો પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો છે. ખુશાલીનો તાર છે.’ વેપારી કેવા પાકા હોય છે. પેલા કુરિયરવાળાને બક્ષિસના બે રૂપિયા ન દેવા પડે એ માટે કેવું નાટક કર્યું. પત્નીને હૈયે પણ એક વાર તો ફાળ પડાવી દીધી ને…. પતિદેવની બુધ્ધિ પર વારી જતી પત્ની, પતિની સૂચનાનો અમલ કરવા માટે રસોડામાં પાછી ફરી. સંત ‘પુનિત’
માનવ બુધ્ધિશાળી પ્રાણી છે એમ આપણે કહીએ છીએ. પણ તે માત્ર બુધ્ધિશાળી જ નહિ, પરંતુ સાથે સાથે વિચારશીલ પણ છે. તેથી તેને વિચાર આવી શકે કે મારું જીવન કોણ ચલાવે છે ? આ શરીર કઈ શક્તિથી ચાલે છે? આ શરીર કેનું? કોઈ કહેશે કે આ શરીર મારુ છે. તો એને પૂછીએ કે, એમાંની કંઈ વાત તે નિર્માણ કરી? હાડકા તે બનાવ્યાં? લોહી તે નિર્માણ કર્યું? આંતરડા તે નિર્માણ કર્યાં? મગજ તે ચલાવ્યું? આ શરીરમાં તાંરુ કર્તવ્ય શું? આપણે અંતર્મુખ થઈને વિચારીશું તો લાગશે કે, શરીર પર આપણી પોતાની કહી શકાય એવી કોઈ સતા નથી. શરીર ઉપર બીજા કોઈની સતા ચાલે છે, બીજા કોઈનો હક્ક પહોંચે છે. જેના ઘરમાં આપણે રહીએ તે ઘરમાલિકને આપણે ભાડુ ચૂકવવું જોઈએ. તે નૈતિક ફરજ છે. તેવી જ રીતે આ શરીર જેનું છે અને જેની પાસેથી ‘ભાડે’ લીધું છે તેને આપણે ભાડુ ચૂકવીએ છીએ ખરા? આ ભાડું ચૂકવવું એટલે જ ચૈતન્ય શક્તિની, ભગવાનની કૃપાથી આપણને માનવ શરીર મળ્યું તે ભગવાનને કૃતજ્ઞતાથી યાદ કરવા. સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારે આપણને કોણ ઉઠાડે છે? કેવળ ઉઠાડતા નથી, જગાડે પણ છે. જગાડતાની સાથે સ્મૃતિ પણ આપે છે કે, તમે ફલાણાભાઈ, આ મારુ ઘર, પત્ની-બાળકો, કરવાના કામો, બેન્ક-બેલેન્સ વગેરે ઉંઘમાથી ઉઠ્યા પછી આ સ્મૃતિ ન થાય તો ? મોટો ગોટાળો થઈ જાય, લોકો આપણને ગાંડામાં ખપાવી દે. બપોરે જમું છું ત્યારે મારુ પાચનતંત્ર કોણ ચલાવે છે? ખોરાકનું લાલ લોહી કોણ બનાવે છે? જુદા જુદા પ્રકારના ખોરાક હોવા છતાં, પ્રત્યેક વ્યક્તિના લોહીનો રંગ માત્ર લાલ જ કેમ? તે કોણે કર્યું? મારુ લોહી લાલ છે તેમ, ઉસ્માનભાઈનું લોહી પણ લાલ જ છે, ખાધેલા […]
અડચણોને વટાવવાનો દ્રઢ નિશ્વય મેં કરી લીધો હતો. એ દરમિયાન મારા મગજમાં મારા પિતાની છબી સતત દેખાતી રહી. તેઓ એક ગ્રામીણ મોચીના પુત્ર હતા, તેમના પ્રયત્નોએ તેમને શાસકિય અધિકારીના હોદ્દા સુધી તેમને પહોંચાડી દિધા હતા. હું તો સારી સ્થિતિમાં હતો અને સંઘર્ષમાં સફળ થવાની શક્યતા વધારે હતી. તે સમયે મારા જીવનમાં મારી સ્થિતિ ઘણી અપ્રિય લાગી. પરંતુ આજે મને તેમાં નિયતિનું વિદ્રતાપૂર્ણ કાર્ય નજરે આવી રહ્યું હતું. ભાગ્યની દેવીએ મને જકડી લીધો અને ઘણી વાર મને કચડી નાખવાની ધમકી આપી. પરંતુ જેમ જેમ અડચણો વધવા લાગી. મારો વિશ્વાસ મજબુત થતો ગયો અને અંતે જીત દ્રઢ વિશ્વાસની થઈ. હું જીવનના એ સમયનો આભારી છું, કારણ કે તેણે મને મજબુત બનાવી દિધો હતો, જેટલો મજબુત હું આજે છું. હું વધુ તો એટલા માટે આભારી છું કે આ પ્રકારે મેં એક આરામદાયક જીવનના ખાલીપણાથી મારી જાતને બચાવી લીધી અને એક માના લાડલા દિકરાને માથી છિનવીને મુશ્કેલીઓને હવાલે કરી દેવાયો. જાણે કોઈ બાળક એક માથી છિનવીને બીજી માને હવાલે કરવામાં આવ્યો હોય. જો કે તે સમય મેં મારી નિયતિને વધુ મુશ્કેલ માનીને તેના વિરૂદ્ધ વિદ્રોહ કરી નાંખ્યો હતો. પરંતુ હું એ વાતનો આભારી છું કે મને દુઃખ અને ગરીબીની દુનિયામાં ફેંકી દેવાયો. અને આ રીતે હું એ લોકોને જાણી શક્યો જેમની સાથે મારે આગળ લડવાનું હતું. એ વખતે બે ખતરાઓ પ્રત્યે મારી આંખો ખુલી ગઈ. અત્યાર સુધી હું તેમના નામ પણ બરાબર જાણતો નહોતો અને એ વાતનો જરા પણ આભાસ નહોતો કે જર્મન લોકોના અસ્તિત્વને જોતા તે બંને કેટલા ભયાનક છે. તે બે ખતરા હતા માર્ક્સવાદ અને યહુદીવાદ. ઘણા લોકો માટે વિએનાનું નામ ઉલ્લાસ […]
ઠોકરોની આગ જ માનવને અનુભવનુ કાંચન આપે છે. (click thumbnail to download wallpaper)
પ્રોફેશનલ લોકો ના એક ગ્રૂપ વડે ૪ થી ૮ વર્ષના બાળકોને પૂછવામાં આવ્યું કે તમારા મતે “પ્રેમ શું છે? “ તેમના જવાબો ખરેખર અજબ હતા, પણ મારા મતે કોઈ Mature Adult કરતા પણ વધારે mature હતા. વાંચો એવાજ કેટલાક વિચારો… મારી દાદી ને આર્થરાઈટીસ છે, તે તેના પગના નખ જાતે રંગી શક્તી નથી, તેથી મારા દાદા તેને મદદ કરે છે, જો કે મારા દાદાને પણ આર્થરાઈટીસ છે…. આને કહેવાય પ્રેમ… છાયા (૮ વર્ષ) જો તમે કોઈને પ્રેમ કરતા હોવ તો તે તમારા નામ ને ગમે તેમ સુધારી વધારીને બોલે, તમને કોઈ વાંધો નહીં હોય કારણ કે તમે જાણો છો કે તેમના મોંઢા માં તમારૂ નામ સુરક્ષિત છે. (ખ્યાતિ ૭ વર્ષ) જ્યારે તમે બહાર વેફર ખાતા હોવ અને કોઈ તમારી વેફર ખાય અને પાછું તમને તેના માં થી વેફર ના આપે (વૈભવ ૫ વર્ષ) તમે થાકી ગયા હોવ ત્યારે તમે જેને જોઈને સ્માઈલ કરી પડો તે છે તમારો પ્રેમ….(વિરલ ૬ વર્ષ) મારી મમ્મી જ્યારે મારા પપ્પા માટે કોફી બનાવે છે ત્યારે તે પહેલા ચાખે છે અને પછી કપ પપ્પાને આપે છે…..તે મને કહે છે કે કોફી બરાબર છે કે નહીં તે ચેક કરે છે….પણ મને ખબર છે એને કહેવાય પ્રેમ ….ગંગાએ પણ KYUN KI માં એમ જ કર્યુ હતુ….(માયા ૪ વર્ષ) મારા મતે જો તમારે પ્રેમ કરવો હોય તો તેવા મિત્ર થી શરુઆત કરો જે તમને જરાય ના ગમતો હોય….(વૈભવ ૮ વર્ષ) જ્યારે તમે કોઈને કહો કે તેનું શર્ટ સરસ છે અને તે શર્ટ પહેર્યા જ કરે ….એ પ્રેમ છે…(ત્રિશલા ૬ વર્ષ) મારી સ્કૂલના પર્ફોર્મન્સ માં જ્યારે હું સ્ટેજ પર ગીત […]
નોકરી ની જાહેરાતો માં ના કેટલાક જાણીતા વાક્યોના અજાણ્યા મતલબ COMPETITIVE SALARY: અમે અમારા પ્રતિસ્પર્ધી કરતા ઓછું ચૂકવીને હજીય competitive છીએ. JOIN OUR FAST-PACED COMPANY : તમને જેટલુ આવડતુ હોય એ બસ છે. તમને ટ્રેનીંગ આપવાનો સમય કે પૈસા અમારી પાસે નથી. CASUAL WORK ATMOSPHERE: દીવસની બે ચ્હા, એક પાણીની બોટલ (ઠંડી) અને જીન્સ-ટી શર્ટ પહેરવાની છૂટ (તમારા માં ડેરીંગ હોય તો ઈયરીંગ પણ પહેરો) MUST BE DEADLINE ORIENTED: નોકરીના પહેલા દીવસે તમે શેડ્યુલથી છ મહીના પાછળ છો… SOME OVERTIME REQUIRED: કોઈકવાર દરેક રાત અને કોઈકવાર દરેક વીક-એન્ડ (ઓવર ટાઈમને પૈસા સાથે કોઈ Professional સંબંધ નથી) DUTIES WILL VARY: તમારો કોઈ એક બોસ નથી…….અનેક છે.. CAREER-MINDED: અપરણીત મહીલા અને પરણીત પુરૂષો જ એપ્લાય કરે…. APPLY IN PERSON: જો તમે દેખાવમાં સારા નહીં હો….કે પછી જી હજુરી કરો તેવા નહી લાગો તો …..જગ્યા ભરાઈ ગઈ છે NO PHONE CALLS PLEASE: નોકરી જનરલ મેનેજરના સાળાને અપાઈ ગઈ છે….ઈન્ટર્વ્યુ તો ફક્ત TA/DA લેવા માટે છે. SEEKING CANDIDATES WITH A WIDE VARIETY OF EXPERIENCE: જે છોડીને જતા રહ્યા છે તેમને તમારે Replace કરવાના છે. PROBLEM-SOLVING SKILLS A MUST: અમારી કંપની માં મેનેજમેન્ટના કોઈ ઠેકાણાં નથી. તમે થૉડુ ધણું મેનેજ કરવાની ટ્રાય કરો…. REQUIRES TEAM LEADERSHIP SKILLS: મેનેજર ની જવાબદારી અને ટ્રેઈની નો પગાર. And last but not the least… THOSE WHO APPLIED EARLIER NEED NOT APPLY : જેમણે અમને એક વાર રીજેક્ટ કર્યા છે એ બીજી વાર મહેરબાની ના કરે….
દર્દ અપનાતા હૈ પરાયે કૌન કૌન સુનાતા હૈ ઔર સુનાયે કૌન વો જો અપને હૈ ક્યા વો અપને હૈ કૌન દુ:ખ ઝેલે આજમાયે કૌન અબ સુકુન હૈ તો ભુલને મે હી લેકિન ઉસ શખ્સ કો ભુલાયે કૌન આજ ફીર દિલ હૈ કુછ ઉદાસ-ઉદાસ દેખિયે આજ યાદ આયે કૌન ***** જાતે જાતે વો મુજે અચ્છી નિશાની દે ગયા ઉંમરભર દોહરાઉ એસી કહાની દે ગયા ઉસસે મૈ કુછ પા સકુ એસી કહા ઉમ્મીદ થી ગમ ભી વો શાયદ વારા-એ-મહેરબાની દે ગયા સબ હવાયે લે ગયા મેરે સમંદર કી કોઈ ઔર મુજકો એક કરતી બાદબાની દે ગયા ખૈર મૈ પ્યાસા રહા પર ઈતના તો કિયા મેરી પલકો કી કતારો કો વો પાની દે ગયા ***** હર ખુશી મે કોઈ કમી સી હૈ હસતી આંખો મે ભી નમી સી હૈ દિન ભી ચુપચાપ સર ઝુકાયે થા રાત કી નફ્જ ભી થમી સી હૈ કિસકો સમજાયે કિસકી બાત નહિ જહા ઔર દિલ મે ફિર ઠની સી હૈ ખ્વાબ થા યા ગુબાર થા કોઈ ગર્દ ઈન પલકો મે જમી સી હૈ કહ ગયે હમ કિસકે દિલ કી બાત શહર મે એક સનસની સી હૈ હસરતે રાખ હો ગઈ લેકિન આગ અબ ભી કહી દબી સી હૈ – (Source : Webdunia)