સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : અન્ય સાહિત્ય


ત્રણ લઘુનિબંધો – ભરત કાપડીઆ 6

૧૯૭૫ થી ૧૯૮૫ ના ગાળામાં જેમની રચનાઓ જન્મભૂમિ પ્રવાસી, નવનીત, નવનીત સમર્પણ, ચાંદની, અભિષેક, કવિતા, વગેરે ખ્યાતિપ્રાપ્ત સામયિકોમાં પ્રકાશિત થયેલ તેવા શ્રી ભરતભાઈ કાપડીઆ તે પછી નોકરીના ભારણને લઈને લેખન ક્ષેત્રમાં નિષ્ક્રિય થઇ ગયેલા. હવે તેમણે ફરી વાર કલમનો સંગાથ કર્યો છે. આશા રાખીએ કે તેમની કલમની પહેલા જેવી જ, કદાચ તેથીય વધુ ચમત્કૃતિ આપણને માણવા મળે. તેમની સર્જનયાત્રા પહેલાથી ખૂબ વધારે સફળતા સાથે આગળ વધે તેવી શુભકામનાઓ. પ્રસ્તુત ત્રણ લધુનિબંધોમાં વિષયોની વિવિધતા છે. મિત્રતા, વિન્ડો શોપિંગ અને પ્રતિક્રિયા જેવા ત્રણ ભિન્ન વિષયો વિશે તેમણે ટૂંકમાં વિચારમોતી આપ્યા છે, આશા છે વાચકોને આ નવીન પ્રસ્તુતિ ગમશે.


વાચન ૨૦૧૦ – ૨૦૧૦ના કેટલાક સુંદર પુસ્તકો 4

વર્ષ ૨૦૧૦માં બહાર પડેલા પુસ્તકોમાંથી કાળજીપૂર્વક પસંદ કરાયેલાં પુસ્તકોની એક યાદી “વાચન ૨૦૧૦” ના શીર્ષક હેઠળ, “પ્રસાર” દ્વારા પ્રકાશિત કરાઈ છે. અત્રે એ યાદી પ્રસ્તુત છે. અક્ષરનાદ પર તેને મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી જયંત મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.


સ્વામી અને સાંઇ – મકરંદ દવે 4

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ ત્રીજા લેખમાં માણીએ સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચેના પત્રવ્યવહારને સંકલિત કરીને હિમાંશીબેન શેલત દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સ્વામી અને સાંઈ’ માંથી એક પત્ર અને તેનો સ્વામીજીનો જવાબ.


મારી પ્રથમ નવલકથા – જિજ્ઞેશ અધ્યારૂ 16

ખૂબ ઝડપથી લખવા ધારેલી મારી કલ્પનાની ક્ષિતિજોને આંબતી આ પ્રથમ નવલકથાનું પ્રથમ પ્રકરણ 7 ફેબ્રુઆરી 2010 ના દિવસે શરૂ કરેલું. પણ પછી એ દિવસ અને આજનો દિવસ, એક અક્ષર પણ આગળ વધી શક્યો નહીં. અનેક કારણો છતાં નવા વર્ષના નિર્ણય સ્વરૂપે આ વર્ષે આ નવલકથાને મહીને એક પ્રકરણ લખીને પણ પૂરી કરવી એ નક્કી કર્યું છે. જો કે આ એકમાત્ર પ્રકરણ છે જે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ પછી કોઈ પ્રકરણ અહીં મૂકવાની ઈચ્છા નથી, આખી નવલકથા લખાઈ જાય પછી જોઈશું એમ વિચારીને આ લખવાનું શરૂ કર્યું છે. પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત છે.


સંક્ષેપીકરણ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો 3

સંક્ષેપીકરણ કરવાની જરૂરત કયારે પડે? ગાંધીજીની આત્મકથાની સંક્ષિપ્ત આવૃત્તિ સૌપ્રથમ જોઈ ત્યારે આ સવાલ થયેલો. જો કે લેખકની વાતને, તેની અભિવ્યક્તિને અને તેણે પૂરી પાડેલી માહિતિને ટૂંકી કરવાની જરૂર પડે, અને છતાં એ રચનાનું મૂળ કલેવર ન બદલાય એવું સંક્ષેપીકરણ કરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ વિષય વિશે આટલું સમજવું અને સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ.


Pirated Software જેવી જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ 13

જીવનને કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સરખાવતાં આવું વિચારાઈ ગયું, કેટકેટલી વાતો સરખી ને તોય કેટલી અલગ? કી બોર્ડ જે છાપે એ સ્ક્રીન બતાવે, પણ મનના કી બોર્ડ અને આપણા ચહેરાના સ્ક્રીનનું શું? કેટલાક તો એક સાથે બે ત્રણ જીંદગી જીવી શકે છે, મહોરામાં જીવી શકે છે. કોમ્પ્યુટર માં જેમ My Computer, My Documents એમ જીવનમાંય મારું ઘર, મારા મિત્રો, મારા પૈસા……. પણ એ ક્યાં સુધી? બીજાની માન્યતાઓ અને ઈચ્છાઓ પર જીવતા આપણે કોઈકના બનાવેલા નિયમો પર જીવીએ છીએ તો આપણે Pirated Software જેવા નથી શું? આવી ઘણી વિચારધારાઓને અહીં વહેવા દીધી છે ને રહેવા દીધી છે…..


શ્રી નારાયણન ક્રિષ્ણન – સી.એન.એન રીયલ હીરો ૨૦૧૦ 2

સી.એન.એન તરફથી આ વર્ષે જેમને રીયલ હીરોઝ તરીકે સન્માનવામાં આવ્યા છે એવા શ્રી નારાયણન ક્રિષ્ણન આ પહેલા પણ અક્ષરનાદ પર તેમના કાર્યોને લઈને અક્ષરદેહે આવી ચૂક્યા છે. આજે જ્યારે હવે ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં તેમની અને તેમના કામની કદર થઈ રહી છે ત્યારે અક્ષરનાદ અને તમામ વાંચકો વતી શ્રી ક્રિષ્ણનને ખૂબ ખૂબ શુભકામનાઓ.

શરૂ કરવા ધારેલું એક સત્કર્મ કદી કોઈ પણ અભાવે અટકતું નથી, એનું જીવતું જાગતું ઉદાહરણ તેઓ છે. અને ભારતમાંથી ફક્ત એક જ એવી વ્યક્તિ જેમને આ વર્ષે ખરેખરા નાયક તરીકે સન્માનવામાં આવ્યા છે. સીએનએન વેબસાઈટ પર આ વિષયની જાણ તથા વિડીયો, લેરી કિંગ શો માં તેમની વાત વગેરે આપ અહીંથી જોઈ શક્શો.


વાત ખાસ છે – જીજ્ઞેશ ચાવડા

હમણાં મિત્રતા વિશેની રચનાઓની અક્ષરનાદ પર જાણે મૌસમ ચાલે છે. મિત્ર જીજ્ઞેશ ચાવડાના ઘણાં મિત્રોમાંથી તેમના બે ખાસ મિત્રોને લક્ષમાં રાખીને કાવ્ય લખવાની ઈચ્છા થઈ. તેમની પાસે ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે જીજ્ઞેશભાઈને ધમકી ભરી હા પાડી… જે હતી “તુ તારી ઈચ્છા પૂર્ણ કર પણ, જો અમારા વિષે કાંઈ પણ અયોગ્ય લખ્યુ છે તો જોઈ લેજે…..” અને આખરે તેમના વખાણ કરતુ કાવ્ય તેમણે બનાવ્યું, પણ આખરી પંક્તિઓમાં તેમના ” ખરેખર વખાણ ” કરવાનું ચૂક્યા નહીં, હવે તેમને શું શું સહન કરવું પડશે એ જાણવું રસપ્રદ રહેશે….


બાળ નાટકો એટલે ભણ્યા વગરનું ભણતર – જયંત શુક્લ 2

આપણે એમ માનીએ કે બાળક વાંચતા લખતા શીખે તો જ તેનું ભણતર શક્ય બને. પણ લેખક કાંઈક જુદું જ કહેવા માંગે છે. પાટી-પેન, નોટ-પુસ્તક એ સિવાય પણ શિક્ષણના અનેક માધ્યમો છે, એ સિવાય પણ બાળકો ભણતાં જ હોય છે. બાળક પોતાના પર્યાવરણમાંથી ભાષા શીખે છે, સમજતા, બોલતા અને સાંભળતા શીખે છે. જીવન વિકાસ માટેનું આ ખરું ભણતર રીતસર ભણ્યા વિના પણ સહજ સાધ્ય બને છે. નૂતન બાલ વિકાસ સંઘ, લોક સેવક મંડળ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય દ્વારા પ્રકાશિત બાલમૂર્તિ સામયિકમાં પ્રકાશિત લેખોનો સંચય છે પુસ્તક “ભણ્યા વગરનું ભણતર”. તેમાંથી બાળ નાટકોની ક્ષમતા અને ઉપયોગીતા વિશે સમજાવતો શ્રી જયંત શુક્લનો આ લેખ ખરેખર ખૂબ સરળ અને સમજવાયોગ્ય છે. પુસ્તક ખરેખર ભણ્યા વગર બાળકની ભણવાની, શીખવાની શક્તિઓ ખીલવવાની અનેક રીતો, પધ્ધતિઓ વિશે ચર્ચા કરે છે.


“તેમ છતાં ….” – હાવર્ડ યુનિવર્સિટીના આચરણ સૂત્રો 8

ઘણી વખત એવું બને કે કોઈકની ખરાબ આદતો, ખરાબ આચરણ કે અપ્રામાણિક નીતીઓથી મળતી ક્ષણિક સફળતાઓથી દોરાઈને, એ નકલી દોરદમામથી આકર્ષાઈને જીવનમાં ખોટા રસ્તે ચાલવાનો નિર્ણય કે વિચાર આવે, કદાચ એટલે જ વિદ્યાર્થીઓના મનમાં આવા કોઈ પણ વિચારના ઉદભવને પહેલેથી જ ડામવા હાવર્ડ યુનિવર્સિટી ઉપરોક્ત આચરણ સૂત્રો બતાવે છે. આપણી સારી આદતો, સંસ્કારો અને આચરણો જ આપણી સૌથી મોટી મૂડી છે, કોઈ ઈમારત પડી જાય તો તેના પાયા પર તેને ઉભી કરી શકાય, પણ પાયા વગરની ઈમારતનું ભાવિ બિસ્માર હોય છે, એ ભલે ગમે તેટલી ઊંચી હોય, નાનકડા વિઘ્ને પતન નિશ્ચિત છે.


મારી લેખન યાત્રા – પ્રફુલ ઠાર 5

કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠારની અક્ષરનાદ પર આ ત્રીજી રચના છે. આ લેખમાં તેઓ પોતાની લેખનયાત્રાની અને કલમની સાથેના સંબંધની વાત કહે છે. દરેક લેખક્ને ક્યારેકને ક્યારેક પોતાના લેખન અને એ સંબંધે પોતાના રચનાત્મક પાસાના ઉજાગર થવાની વાત કહે ત્યારે એ સાથે તેમની અનેક યાદો અને પ્રસંગો સંકળાયેલા હોય છે. પ્રફુલભાઈના આ લેખ સાથે તેઓ આવી જ કેટલીક યાદો આપણી સાથે વહેંચી રહ્યા છે.


સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો – ભૂપેન્દ્રસિંહ રાઓલ 4

અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી ભૂપેન્દ્રસિંહ રાઓલની આ કૃતિ તેમના ઉદારમતવાદી વિચારોનો આયનો છે. તેમના દ્રષ્ટિકોણ પ્રમાણે અંધશ્રધ્ધા, શ્રધ્ધા અને અશ્રધ્ધા વચ્ચે થોડોક તફાવત આવશ્યક છે, અને એજ તેમની આ કૃતિનો પડઘો છે. આધુનિક સમયમાં સ્ત્રીઓના સમાજમાં સ્થાન પર તેમનું ચિંતન મનનીય છે. અક્ષરનાદને આ કૃતિ મોકલવા અને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલા તેમનો ખૂબ ખૂબ આભાર.


તજ લવિંગ એલચી – સંકલિત મુખવાસ 6

કેટલીક વાર સવારે વાંચેલુ એક નાનકડું વાક્ય આખાય દિવસના વિચારોનો ભાર લઈ લે છે. આજે પ્રસ્તુત છે આવા જ કેટલાક સરસ મજાનાં વિચારપ્રેરક ટૂંકા વાક્યો, મારા મોબાઇલના એસ એમ એસ માંથી કેટલાક અનુવાદીત / વીણેલા વાક્યો. મુખ્યત્વે સૌરભ ત્રિવેદી અને અન્ય મિત્રોએ પાઠવેલા આ એસ એમ એસ, કદાચ થોડીક વાર વિચારવા માટે, મનન મંથન માટે મજાના છે, અને કાયમ સંઘરવા જેવા પણ ખરાં.


વેદ કાળની સપ્તપદી – મકરન્દ દવે 1

લગ્નની વિધિમાં સપ્તપદી એ અતિ મહત્વનું અંગ છે. વેદકાળની સપ્તપદીમાં સાત શ્લોકો છે, જેમાં વર કન્યાને ઉદ્દેશીને બોલે છે કે વિષ્ણુ તને દોરે અને તારા થકી આપણને ઐશ્વર્ય પુત્ર આદિની સંપ્રાપ્તિ થાય. આદેશ આપનારા અધિપતિ તરીકે પુરુષને સ્થાપતા હજારો વર્ષો પૂર્વેના આ વચનો આજના યુગમાં અસ્વિકાર્ય તો છે જ, અનુપયોગી પણ છે. બને જોડાજોડ ચાલનારા સહયોગી બની રહે એવાં આશિર્વચન ઉચ્ચારતા શ્લોકોની નવી સપ્તપદી રચાવી જોઇએ, અથવા તો વેદકાળની સપ્તપદીનું નવા સંદર્ભમાં નવેસરથી અર્થઘટન કરાવું જોઇએ. આવું એક અર્થઘટન અહીં આપ્યું છે.


માતા-પિતાને, શિક્ષકોને….. – સંકલિત 1

ગિજુભાઇ બધેકા, મેડમ ડો. મોન્ટેસરી જેવા બાળમાનસના અભ્યાસુઓએ માતા પિતા અને શિક્ષકો માટે ઘણાં માર્ગદર્શક રસ્તાઓ અને બાળ ઉછેરનું સાહિત્ય આપ્યું છે. ગિજુભાઇ બધેકા તો આ ક્ષેત્રના એક આધારભૂત સીમાસ્તંભ ગણાય છે. આજે આવીજ કેટલીક સંકલિત વાતોમાં બાળ ઉછેર અને તેમના માનસ વિશેની કેટલીક વાતો અત્રે પ્રસ્તુત છે. બાલમૂર્તિ માસીકના અંકોના મુખપૃષ્ઠોમાંથી આ કંડીકાઓ લેવામાં આવી છે.


એક આંખની અજાયબી – કુમારપાળ દેસાઇ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મન્સૂરઅલી ખાન પટૌડી એક અકસ્માતમાં પોતાની એક આંખ ગુમાવી બેઠેલા. તેમણે નાસીપાસ થયા વગર કે હિંમત હાર્યા વગર દાખવેલી ધગશનું પરિણામ છે કે તેઓ ક્રિકેટમાં ખૂબ સુંદર પ્રદર્શન કરી શક્યા અને આટલી ઉંચાઇ સુધી પહોંચી શક્યા. આજે પ્રસ્તુત છે તેમની આ મહેનત અને ધગશ આલેખતો આ સુંદર લેખ.


આદર્શ જીવનનું રહસ્ય – પં. શ્રીરામ શર્મા આચાર્ય 1

વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે. લાખો લોકોને વૈદિક પરંપરા અને સંસ્કૃતિ માટે જાગૃત કરવા તથા સમાજમાંના નાતજાતના ભેદો ભૂલાવીને સંસ્કાર ચિંતન માટે અથાગ પ્રયત્નો કરનારા પંડિતજીના વિચારો આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા છે. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે.


વિચાર કણિકાઓ – સંકલિત 3

આ લેખના એકે એક વાક્ય સાથે કાંઇક વિચારપ્રેરક સત્ય સંકળાયેલું છે. આખો લેખ એક સાથે વાંચવાને બદલે તેમાંની એક એક કંડીકા વાંચીને થોડા થોડા મધુબિંદુ ચાખતા રહેવાની, મમળાવવાની મજા કદાચ વધારે આવશે. મિલાપ માસિકના વિવિધ અંકોમાંથી વીણેલી યાદગાર વિચાર કણિકાઓનો નાનકડો સંચય.


ફાનસ તારા હાથમાં છે – હરીન્દ્ર દવે 6

ગુરૂ અને શિષ્યના સંબંધો અને સાચા ગુરૂની તલાશ પર અનેક લેખો લખાયા છે. શ્રી હરિન્દ્ર દવે તેમની આગવી શૈલીમાં અહીં સાચા ગુરુની ઉપસ્થિતિ વિશે ખૂબ સુંદર રીતે સમજાવે છે. ખૂબ વિચારપ્રેરક અને માણવાલાયક, મમળાવવા લાયક લેખ.


વિવિધ પ્રકારનાં સૂપ બનાવો – પ્રતિભા અધ્યારૂ 2

હોટ એન્ડ સોઅર સૂપ સામગ્રીઃ ૧/૨ કપ કોબી, ૧/૨ કપ ગાજર, ૧/૨ કપ ફેંચ બીન્સ, ૧/૨ કપ ઘોલર મરચાં, ૧/૨ કપ સોયા બીન્સ અથવા ૧ કપ પલાળેલા વટાણા, ૪ થી ૬ કપ પાણી, ૧/૪ કપ વિનેગાર, ૨ ચમચી તેલ ,૧ ચમચી કાળા મરી, ૧ ચમચી સોયાસોસ, ૪ ચમચી કોર્ન સ્ટાર્ચ, પ્રમાણસર મીઠું. રીતઃ શાકને બારીક સમારી લેવું , ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મૂકવું અને પછી ગરમ થાય એટલે સમારેલું શાક નાખી જલદી જલદી સાંતળવું. સાંતળાઇ જાય એટલે તેમાં પાણી અને પ્રમાણસર મીઠું નાખવુ એક ઉભરો આવે ત્યારબાદ ઘીમાતાપે બે મિનિટ ચડવા દેવું. કોર્ન સ્ટાર્ચ ઠંડા પાણીમાં હલાવી સૂપની અંદર નાખવું. કોર્ન સ્ટાર્ચ નાખ્યા બાદ સૂપને હજી એક વાર ઉકળવા દેવું. ગરમ ગરમ સૂપને પીરસવું. સ્પિનેચ  સૂપ   સામગ્રીઃ ૨૦૦ ગ્રામ પાલખની ભાજી, ૧૦૦ ગ્રામ બટેટા, ૧ ચમચો માખણ, ૧ ચમચી મેંદો, ૧ કપ દૂઘ, પ્રમાણસર મીઠું, મરીનો ભૂકો, જીરૂનો પાવડર. રીતઃ પાલખની ભાજીને ઝીણી સમારી ઘોઈ એક તપેલીમાં પાણી ઉકાળી તેમાં નાખવી. બટેટાને છોલી, કટકા કરી બફાય એટલે ઉતારી ચમચાથી ઘૂંટી એકરસ કરવું. પછી ગરણીથી ગાળી લેવું. એક તપેલીમાં માખણ ગરમ કરી, મેંદો નાખી , બરાબર શેકાય એટલે દૂઘ નાખવું. થોડી વાર હલાવી તેમાં સૂપનું પાણી, મીઠું, જીરૂનો પાવડર, મરીનો ભૂકો નાખવો. સર્વ કરતી વખતે થોડું ખમણેલું ચીઝ ભભરાવવું.  રશિયન સૂપ સામગ્રીઃ ૧ ખમણેલું બીટ, ૫૦૦ ગ્રામ વટાણા, ૧૨ નંગ ફણસી, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૨ બટેટા, ૨ ટમેટા, ૨ ચમચી માખણ, ૧ ચમચી લીંબુનો રસ, ૨ કાંદા, કોબીનો ટુકડો, પ્રમાણસર મીઠું, મરી. રીતઃ ફણસી, વટાણા, બટાટા,ટમેટા,કાંદા,કોબીને સમારી પાણીમાં બાફી નીતારી એકરસ બનાવી ગાળી લેવા. બાફેલા શાકનું પાણી જુદુ રાખવું. આ પાણી એક તપેલીમાં ઉકળવા મૂકવું. […]


બાળકોમાં લાગણીતંત્રનો વિકાસ – કિરણ ન. શીંગ્લોત 5

( ગુજરાતી ભાષામાં બાળકો વિશે પ્રગટ થતાં જૂજ માસિકોમાં બાળ ઉછેર અને બાળ કેળવણી અંગે, શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપતું ગુજરાતનું એક માત્ર લઘુ માસિક એટલે “બાલમૂર્તિ”. કિરણ શિંગ્લોતજી તેમાં ઉપરોક્ત વિષય “બાળકની ઉંમર સાથે તેના લાગણી તંત્રના વિકાસ”  અંગે અંકોમાં ક્રમશ ઉંમરના વિવિધ પડાવો મુજબ સરસ માહીતી પૂરી પાડે છે. ) એક થી દોઢ વર્ષની ઉંમર બાર મહીનાનું બાળક સામાન્ય રીતે આનંદ અને ઉત્સાહ થી છલકતુ, ચેતનવંતુ હોય છે. એનામાં સામાજીકતાના લક્ષણો જોવા મળે છે અને માતાપિતા તેમજ અન્ય વ્યક્તિઓનો સહવાસ માણવાનું ગમે છે. પણ કોઈ કોઈ વખત એ જીદનાં દર્શન પણ કરાવતું થાય છે. હવે એ એની લાગણીઓને ખૂબ સરળતાથી વ્યક્ત કરી શકે છે, બાળકના સાન્નિધ્યમાં એના માં બાપને ઘણો આનંદ આવે છે, પણ સાથે હવે કપરા સમય અને ઘર્ષણની પણ શરૂઆત થઈ જાય છે. માતા સાથે સંબંધ : બાર મહીનાનાં બાળકના જીવનમાં માતાનું સ્થાન સૌથી મહત્વનું રહે છે પણ સાથે અન્ય વ્યક્તિઓનો પણ પ્રવેશ થઈ ચૂક્યો હોય છે. માતા સાથેનું વળગણ થોડું ઓછું જરૂર થાય છે, પણ છતાં સલામતિની લાગણી પોષવા માટે તો હજુ એ માતાને જ શોધે છે. રમવામાં ઓતપ્રોત હોય ત્યારે એ માતા તરફ ભાગ્યેજ નજર કરશે. પણ માતાની હાજરીનો એ ખ્યાલ ચોક્કસ રાખે છે. તેથી માતા આમ તેમ ખસવાનો જરા પણ પ્રયત્ન કરશે તો તરતજ બાળકનાં ધ્યાનમાં આવી જાય છે. માતા એની આસ પાસ હશે તો તે વધારે આનંદથી રમતમાં પરોવાયેલુ રહે છે. સામાજીકતા દોઢ વર્ષની ઉંમર સુધીમાં બાળક એકલવાયું મટીને સામાજીક બનવા માંડે છે, જો કે, કોઈ વખત એનામાં આક્રમકતાનાં પણ દર્શન થાય છે. ગુસ્સે થાય ત્યારે એ સામેની વ્યક્તિને મારી પાડે કે કરડી પડે એવું […]


ધર્મસંવાદ @ મહુવા 2

મહુવા ખાતે પૂજ્ય શ્રી મોરારીબાપુની નિશ્રામાં ધર્મસંવાદ એ શીર્ષક હેઠળ છ દિવસની આંતરધર્મિય પરિષદ તારીખ ૬ થી ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહી છે. આ વિષેની સંપૂર્ણ વિગત દર્શાવતું સંમેલન માહિતિ પત્ર  http://www.iiramii.net/docs/Religiousconference.pdf થી ડાઉનલોડ કરી શક્શો. આભાર જીગ્નેશ અધ્યારૂ.


વીણેલા મોતી (ગદ્યખંડો) – સંકલિત

વર્તમાનનો આનંદ માણો માનવીના દુઃખ નું સૌથી મોટું કારણ એની મનોદશા છે. એના મનને જે છે એનો આનંદ નથી; પણ જે નથી તેનો અસંતોષ છે. માનવીનું મન કાં તો ભૂતકાળનાં કારાગૃહમાં કેદ છે અથવા તો ભવિષ્યના દીવાસ્વપ્નોની ભૂલભૂલામણીમાં ભટકતું હોય છે. મનની આવી દશા માનવીને વર્તમાનના આનંદથી વંચિત રાખે છે. માનવીની મનોદશા આશાને સહારે જીવતી રહેવા ટેવાયેલી છે. જે કામનાથી ગઈ કાલે સુખ ન મળ્યું તે આજે મળશે તેમ માનવીનું મૂરખ મન માની લે છે. વર્ષો થિ વલવલતી વાસનાનાં મૃગજળ કદાચ કાલે સાચાં ઠરશે, જે હજીસુધી નથી થયું તે હવે થશે, જે કોઈકને જ મળ્યું છે તે સુખ મને પણ મળશે એવી અટપટી આશાભરી મનોદશાથી માનવી અતૃપ્ત અને અસંતુષ્ટ જીવી રહ્યો છે. યાદ રાખો કે આનંદ માનવા માટેની સાચી ક્ષણ તો વર્તમાન ક્ષણ જ છે. જેઓ ગઈકાલની ભૂલો વિષે અને આવતી કાલની ગૂંચવણો વિષે સતત વિચાર્યા કરે છે તેઓ પોતાની સન્મુખ પડેલા આજના આનંદને માણી શક્તા નથી.  – સ્વામી ભગવદાચાર્યજી અધ્યાત્મના અધિકારી યુવાનો આ દેશનું આધ્યાત્મ વૃધ્ધોની નહીં, જુવાનોની ચીજ રહી છે. શ્રીકૃષ્ણે જીવનના કુરુક્ષેત્રમાં અપૂર્વ આધ્યાત્મનો પાંચજન્ય શંખ ફૂંક્યો ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. તે હતા ભારતની તરુંણાઈના રથના સારથી. પોતાની પ્રિયાની ગોદમાં નવજાત રાહુલને સૂતેલો છોડીને સિધ્ધાર્થ અદ્વિતિય ક્રાંતિના પથ પર ચાલી નિકળ્યા હતા ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. અદ્વૈતના અનન્ય શોધક શંકર (શંકરાચાર્ય) જ્યારે દિગ્વિજય યાત્રા કરી ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. શિકાગોના રંગમંચ પર વિવેકાનંદે વેદાંતના સાર્વભૌમ ધર્મનો ઉદઘોષ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. દક્ષિણ આફ્રિકાના રંગભેદના દાવાનળમાં કૂદીને અધ્યાત્મનો આગ્નેય પ્રયોગ ગાંધીએ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. મિત્રો, […]


બાળરોગો અને ઘરગથ્થું ઉપચાર 13

ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવીને ખૂબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે ત્રણ વાર આપવાથી નબળા કંતાયેલા બાળકો હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર બને છે. એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં ભેળવીને રોજ પીવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે. તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખી રોજ પીવાથી બાળકનાં સ્નાયુઓ અને સાંધા મજબૂત થાય છે. બાળકનાં પેઢાં પર નરમાશથી મધ અને સિંધવ મીઠું મેળવીને તે ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે. નાગરવેલનાં પાન દિવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકોની છાતી પર મૂકી તેનો ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો પડી જાય છે. ટામેટા નો એક ચમચી રસ, દુધ પીતા પહેલા પીવડાવવાથી બાળકની ઉલ્ટીઓ બંધ થાય છે. કાંદા અને ગોળ રોજ ખાવાથી બાળક ની ઉંચાઇ વધી જાય છે. છાશમા વાવડીંગનુ ચુર્ણ પીવડાવવાથી નાના બાળકો ના કરમ થતા બંધ થઈ જાય છે. એક ચમચી કાંદા નો રસ પીવાથી અનાજ ખાતા બાળકો ન કરમ થતા બંધ થઈ જાય છે. સફેદ કાંદાને કચડીને સુધાડ્વાથી બાળકો ની આંચકીમા-તાણમા ફાયદો થાય છે. બાળકોને સુવાનું પાણી પીવડાવવાથી દાંત આવવામા સરળતા રહે છે. ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પીવડાવવાથી ઉધરસ મટી જાય છે.


બાળકનું માનસ – ભગવાનદીન

કુદરત બાળકને એક એવી તાકાત આપે છે કે છ માસનું થાય ત્યાં સૂધીમાં તો તે  ભયંકર કીટાણુઓનો પણ સામનો કરી શકે છે. તેથી જ તો બાળક કોઇ પણ ચીજ નચિંતપણે મોઢામાં નાખી શકે છે અને તેની ઉપર લાગેલાં કીટાણુઓ છતાં સુરક્ષિત રહે છે. સૌથી મોટાં પશુઓ કરતાં પણ માનવબાળ વધારે બુધ્ધિશાળી હોય છે. બાળકને શ્રમ પસંદ હોય છે. જો માવતર ટોકે નહીં તો સાવ નાનું બાળક હાથે દાઝીને પણ રોટલી બનવવાની કોશિશ કરે છે, પોતાના કપડાં જાતે ધુવે છે. બાળક એક એવું પ્રાણી છે જેને કોઇ પોતાને મદદ કરે તે ગમતું નથી. તંદુરસ્ત બાળક હસતાં હસતાં જાગવું જોઇએ અને રમતાં રમતાં સૂઇ જવું જોઇએ. જેને ગમે ત્યાં ઊંધ આવી જાય તેનું નામ તંદુરસ્ત બાળક. બાળક મૂળથી હઠીલું નથી હોતું, પણ આપણે તેને એવું બનાવીએ છીએ. ક્યારેક બાળક આપણા કરતાં પણ વધુ સારું વિચારી શકે છે, એ વાતનો સ્વીકાર કરવો જોઇએ. એટ્લે બાળક કોઇ સૂચન કરે તો ધ્યાનથી સાંભળીને, યોગ્ય લાગે તો તેનો અમલ કરવો જોઇએ. નાનામાં નાનું બાળક પણ દરેક પ્રસંગે આપણી પાસેથી કંઇક શીખતું હોય છે. તેથી બાળક અમૂક કામ કરતાં ન શીખે તેવું આપણને ઇચ્છતાં હોઇએ, તો એવું કામ તેની સામે કદી કરવું નહીં. – ભગવાનદીન


પર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ

ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ દિવસ પશુ કે પંખીનો શિકાર કરતું નથી. ગીધ માત્ર અને માત્ર મરેલા જાનવરને જ ખાય છે. અને આવી રીતે પ્રકૃતિ અથવા ઈશ્વર ગીધ દ્વારા જાનવરોના મૃતદેહનો નિકાલ કરે છે. દસ થી બાર ગીધો નું ટોળું એક મરેલી ભેંસના મૃતદેહને જોતજોતામાં પોતાના આહાર સ્વરૂપે પૂરૂં કરી દે છે. જો ગીધ ન હોય તો એક ભેંસના મૃતદેહને કોહવાઈ અને માટીમાં ભળતાં, (તેનું સંપૂર્ણપણે વિધટન થતાં) કેટલોય સમય લાગે. જો ગીધ ન હોય તો ….. તો આપણી ચારે બાજુ મરેલા અસંખ્ય જાનવર જોવા મળે, અને આ મૃતદેહો કોહવાય ત્યારે તેમાં અસંખ્ય જિવાણુંઓ અને વિષાણુંઓ પેદા થાય જે મનુષ્યને ખૂબ જ હાનિકારક છે. કુદરતી આપતો જેવી કે પૂર, ધરતીકંપ વગેરે દરમ્યાન અસંખ્ય પ્રાણીઓના મૃતદેહોનો જો યોગ્ય નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળે. આપણી આજુબાજુ આવા ઘણાં કારણો અને કુદરતની આહાર શૃંખલા ખોરવાવાનાં કારણથી હવે એવા ઘણાંય નવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે જેનાં નામ પણ આપણે સાંભળ્યા ન હોય. આમ ગીધ એ પ્રકૃતિના પરીસરતંત્રનો ખૂબ અગત્યનો ભાગ છે. તે પ્રકૃતિનો સફાઈ કામદાર છે. અને માનવ જીવન માટે આશિર્વાદ છે. આ ગીધોને બચાવવા એ આપણી ફરજ પણ છે અને સ્વાર્થ પણ. ગુજરાત સરકારના વન વિભાગ તથા પક્ષી સંરક્ષણ મંડળ (BCSG) તરફથી વલ્ચર સેલના માર્ગદર્શન હેઠળ, નેચર ક્લબ, મહુવા દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કે જેમાં આપણે સૌ સાથે મળી ગીધના રક્ષણ અને પ્રકૃતિના પરીસરતંત્રને બચાવવા આપણે શું કરી શકીએ તેની ચર્ચા કરીશું. આ પ્રસંગે સર્વે પર્યાવરણપ્રેમી મિત્રોને આવવા હાર્દિક આમંત્રણ છે. તારીખ – ૧૬-૧૧-૨૦૦૮, રવિવાર, સમય ૩.૦૦ થી ૬.૦૦ સ્થળ – પ્રસાદ […]


છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું – ઝવેરચંદ મેઘાણી

વાચક, તમારું નવું તંત્રીમંડળ પોતાની વિશિષ્ટ સિધ્ધિઓ કે સાધનાઓની પિછાન કરાવવા માંગતું નથી. લોકસેવા એણે કરી નથી. ઊંડા જીવનપ્રશ્નો એણે વલોવ્યા નથી. પ્રજાજીવનની એકેએક દિશાઓમાં ઘૂમી વળવાના એને ઘમંડ નથી. ક્રાંતિની જ્યોતને એણે ઉપાસી નથી. આજ ને આજ, અત્યારે ને અત્યારે, અમારા શબ્દોના હથોડાને આઘાતે સમાજનું પરિવર્તન આવી જવું જોઈએ, ને ન આવે તો સમાજ નાલાયક છે. એવી વિચારસરણી સેવનારા મહાન પુનર્વિધાયકો આંહી નથી આવ્યા. ફૂટી ચૂકેલી આતશબાજીના ઉકરડા વાળવાનું કામ લઈને આવે છે માટીના માનવો. એમની પણ ખામીઓ છે ને ખૂબીઓ છે. ‘ફૂલછાબ’ ની વિશિષ્ટ ફરજ છે કાઠીયાવાડના લોકપ્રશ્નોને અવલોકી આગળ કરવાની. કાઠીયાવાડના સંસ્કારજીવનમાં રંગ પૂરવાનો. નવું તંત્રીમંડળ એ કરવાનો ઉદ્યમ સેવશે. એક કે બે વ્યક્તિઓની મહિમાનો પડછાયો બનવાની કોઈ પણ છાપાંને જરૂર નથી. છાપાંને વ્યક્તિત્વ હોય છે, વિચારોનું, સંસ્કારોનું, નિષ્ઠાનું, એ વ્યક્તિત્વને હયાતિ પુરવાર કરવા નોખાં ફાંફા મારવાનાં ન હોય. છાપાંનું સાહિત્ય એ વ્યક્તિત્વનું રૂપ હોય છે એટલેજ વાચક ફૂલછાબના શબ્દદેહમાં જો તને તારું મનમાન્યું વ્યક્તિત્વ ન જડે તો તે શોધવા તું તંત્રીમંડંળની એક કે વધું વ્યક્તિની વિભૂતિથી ન દોરવાતો. બીજું જોતા રહેજો નવા તંત્રીઓનું વલણ. સમાચારપત્ર ચલાવતા હોઈને સમાચાર બેશક પીરસશે પણ સૌ સારા સમાચાર આપવાના રહી જાય તેને ભોગે પણ એક ખોટા સમાચાર ન છાપી મારવાની નીતી એ સાચવશે. સત્યનો ભોગ દેનારી નાની મોટી સનસનાટીઓ ફેલાવવાથી, હાલતાં ને ચાલતાં માત્ર ગંદવાડો ખુલ્લો પાડવાથી લોકહિત સધાતું હોવાની વાત અમને માન્ય નથી. વારસામાં મળેલી અનેકવિધ વિટંબણાઓની વચ્ચેથી પોતાની નવી પિછાન આપનાર આ હાથ, વાચક, તારા હાથ જોડે મૈત્રીનો મિલાપ યાચે છે. ( ફૂલછાબ અઠવાડીકનો તંત્રીલેખ – ૧૯૩૬, અરધી સદીની વાંચનયાત્રા – ૨ માંથી સાભાર )


મુખવાસ – સંકલિત

જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતા ને બા યાદ આવતી ને આજે બા યાદ આવે ને આંસુ આવી જાય છે – રમેશ જોષી *****  રાત થયે આ બારીમાં જે છાની છાની તારલીયાની પાંપણ જોઈ સજળ એ તમે નહીં તો કોણ – હસિત બૂચ  ***** કવિનું કામ મનુષ્યના આત્માનો ઉધ્ધાર કરવાનું નથી પણ તેને ઉધ્ધારને પાત્ર બનાવવાનું છે – જેમ્સ ફ્લેચર  ***** તંત્રીયે આપણે અને ખબરપત્રી પણ આપણે, કવિ યે થવું પડે અને સમાલોચક પણ આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કુરડું ઉભું કરવાની કળા!  – ઝવેરચંદ મેઘાણી  ***** જિંદગીમાં બે કરૂણતા આવે છે એક તો પોતે જેને ઝંખતા હોઈએ તે ન મ્ળે તે અને બીજી એ સાંપડી જાય તે… *****  જુઓ મસ્જીદ મિનારે એ ઝલક આફતાબની આવી પુકારે બાંગ મુલ્લા મસ્ત રાગે, વાત થઈ પૂરી અમારી રાત થઈ પૂરી – નાથાલાલ દવે *****  કોઈ પણ કામ કરવાના ત્રણ રસ્તા છે, કાં તો એ જાતે કરવું, કાં તો પૈસા આપી કોઈની પાસે કરાવવું અથવા એ કરવાની મનાઈ પોતાના બાળકોને ફરમાવવી  ***** આ મારી શાયરી યે સંજીવની છે ‘ઘાયલ’, શાયર છું, પાળીયાને બેઠા કરી શકું છું ! ***** And Last but not the least   Bliss was it in that dawn to the alive   But to be young was very heaven ! – Wordsworth


સારા ભાષાંતરના ગુણ – ગાંધીજી 4

સારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ : એ જાણે સ્વભાષામાં જ વિચારાયું અને લખાયું છે તેવું સહજ અને સરળ હોવુ જોઈએ. જે ભાષામાંથી ઉતારાયું હોયતે ભાષાના રૂઢીપ્રયોગો અને શબ્દોના વિશેષ અર્થો ન જાણનાર એને સમજી ન શકે એવું તે ન હોવું જોઈએ. ભાષાંતરકારે જાણે મૂળ પુસ્તકને પી જઈને તથા પચાવીને એને ફરીથી સ્વભાષામાં ઉપજાવ્યું હોય તેવી કૃતિ લાગવી જોઇએ. આથી સ્વતંત્ર પુસ્તક કરતા ભાષાંતર કરવાનું કામ હંમેશા સહેલુ નથી હોતું. મૂળ લેખક સાથે જે પૂરેપૂરો સમભાવી અને એકરસ થઈ શકે નહીં અને તેના મનોગતને પકડી લે નહીં, તેણે તેનું ભાષાંતર ન કરવું જોઈએ. ભાષાંતર કરવામાં જુદી જુદી જાતનો વિવેક રાખવો જોઈએ. કેટલાંક પુસ્તકોનું અક્ષરશઃ ભાષાંતર કરવું આવશ્યક ગણાય, કેટલાંકનો માત્ર સાર આપી દેવો બસ ગણાય તો કેટલાંક પુસ્તકોનાં ભાષાંતર સ્વ સમાજને સમજાય એ રીતે વેશાંતર કરીને જ આપવાં જોઈએ. કેટલાંક પુસ્તકો તે ભાષાના ઉત્કૃષ્ટ હોવા છતાં પોતાનો સમાજ અતિશય જુદા પ્રકારનો હોવાથી તેના ભાષાંતરની સ્વભાષામાં જરૂર જ ન હોય; અને કેટલાંક પુસ્તકોના અક્ષરશઃ ભાષાંતર ઉપરાંત સારરૂપ ભાષાંતરની પણ જરૂર ગણાય.  – મોહનદાસ ક. ગાંધી


માતૃભાષા નું મહત્વ – ગાંધીજી 8

(બળવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર ગાંધીજીને મળેલો, તેના જવાબમાં ગાંધીજીએ તારીખ ૨૪-૦૭-૧૯૧૮ એ લખ્યું) જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે એમ હું જોઉં છું. બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી. અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારૂ શો ઈલાજ લેવો ઘટે તે પણ જણાવશો. મો. ક. ગાંધી