સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : અન્ય સાહિત્ય


વિચાર કણિકાઓ – સંકલિત 3

આ લેખના એકે એક વાક્ય સાથે કાંઇક વિચારપ્રેરક સત્ય સંકળાયેલું છે. આખો લેખ એક સાથે વાંચવાને બદલે તેમાંની એક એક કંડીકા વાંચીને થોડા થોડા મધુબિંદુ ચાખતા રહેવાની, મમળાવવાની મજા કદાચ વધારે આવશે. મિલાપ માસિકના વિવિધ અંકોમાંથી વીણેલી યાદગાર વિચાર કણિકાઓનો નાનકડો સંચય.


ફાનસ તારા હાથમાં છે – હરીન્દ્ર દવે 6

ગુરૂ અને શિષ્યના સંબંધો અને સાચા ગુરૂની તલાશ પર અનેક લેખો લખાયા છે. શ્રી હરિન્દ્ર દવે તેમની આગવી શૈલીમાં અહીં સાચા ગુરુની ઉપસ્થિતિ વિશે ખૂબ સુંદર રીતે સમજાવે છે. ખૂબ વિચારપ્રેરક અને માણવાલાયક, મમળાવવા લાયક લેખ.


વિવિધ પ્રકારનાં સૂપ બનાવો – પ્રતિભા અધ્યારૂ 2

હોટ એન્ડ સોઅર સૂપ સામગ્રીઃ ૧/૨ કપ કોબી, ૧/૨ કપ ગાજર, ૧/૨ કપ ફેંચ બીન્સ, ૧/૨ કપ ઘોલર મરચાં, ૧/૨ કપ સોયા બીન્સ અથવા ૧ કપ પલાળેલા વટાણા, ૪ થી ૬ કપ પાણી, ૧/૪ કપ વિનેગાર, ૨ ચમચી તેલ ,૧ ચમચી કાળા મરી, ૧ ચમચી સોયાસોસ, ૪ ચમચી કોર્ન સ્ટાર્ચ, પ્રમાણસર મીઠું. રીતઃ શાકને બારીક સમારી લેવું , ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મૂકવું અને પછી ગરમ થાય એટલે સમારેલું શાક નાખી જલદી જલદી સાંતળવું. સાંતળાઇ જાય એટલે તેમાં પાણી અને પ્રમાણસર મીઠું નાખવુ એક ઉભરો આવે ત્યારબાદ ઘીમાતાપે બે મિનિટ ચડવા દેવું. કોર્ન સ્ટાર્ચ ઠંડા પાણીમાં હલાવી સૂપની અંદર નાખવું. કોર્ન સ્ટાર્ચ નાખ્યા બાદ સૂપને હજી એક વાર ઉકળવા દેવું. ગરમ ગરમ સૂપને પીરસવું. સ્પિનેચ  સૂપ   સામગ્રીઃ ૨૦૦ ગ્રામ પાલખની ભાજી, ૧૦૦ ગ્રામ બટેટા, ૧ ચમચો માખણ, ૧ ચમચી મેંદો, ૧ કપ દૂઘ, પ્રમાણસર મીઠું, મરીનો ભૂકો, જીરૂનો પાવડર. રીતઃ પાલખની ભાજીને ઝીણી સમારી ઘોઈ એક તપેલીમાં પાણી ઉકાળી તેમાં નાખવી. બટેટાને છોલી, કટકા કરી બફાય એટલે ઉતારી ચમચાથી ઘૂંટી એકરસ કરવું. પછી ગરણીથી ગાળી લેવું. એક તપેલીમાં માખણ ગરમ કરી, મેંદો નાખી , બરાબર શેકાય એટલે દૂઘ નાખવું. થોડી વાર હલાવી તેમાં સૂપનું પાણી, મીઠું, જીરૂનો પાવડર, મરીનો ભૂકો નાખવો. સર્વ કરતી વખતે થોડું ખમણેલું ચીઝ ભભરાવવું.  રશિયન સૂપ સામગ્રીઃ ૧ ખમણેલું બીટ, ૫૦૦ ગ્રામ વટાણા, ૧૨ નંગ ફણસી, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૨ બટેટા, ૨ ટમેટા, ૨ ચમચી માખણ, ૧ ચમચી લીંબુનો રસ, ૨ કાંદા, કોબીનો ટુકડો, પ્રમાણસર મીઠું, મરી. રીતઃ ફણસી, વટાણા, બટાટા,ટમેટા,કાંદા,કોબીને સમારી પાણીમાં બાફી નીતારી એકરસ બનાવી ગાળી લેવા. બાફેલા શાકનું પાણી જુદુ રાખવું. આ પાણી એક તપેલીમાં ઉકળવા મૂકવું. […]


બાળકોમાં લાગણીતંત્રનો વિકાસ – કિરણ ન. શીંગ્લોત 5

( ગુજરાતી ભાષામાં બાળકો વિશે પ્રગટ થતાં જૂજ માસિકોમાં બાળ ઉછેર અને બાળ કેળવણી અંગે, શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપતું ગુજરાતનું એક માત્ર લઘુ માસિક એટલે “બાલમૂર્તિ”. કિરણ શિંગ્લોતજી તેમાં ઉપરોક્ત વિષય “બાળકની ઉંમર સાથે તેના લાગણી તંત્રના વિકાસ”  અંગે અંકોમાં ક્રમશ ઉંમરના વિવિધ પડાવો મુજબ સરસ માહીતી પૂરી પાડે છે. ) એક થી દોઢ વર્ષની ઉંમર બાર મહીનાનું બાળક સામાન્ય રીતે આનંદ અને ઉત્સાહ થી છલકતુ, ચેતનવંતુ હોય છે. એનામાં સામાજીકતાના લક્ષણો જોવા મળે છે અને માતાપિતા તેમજ અન્ય વ્યક્તિઓનો સહવાસ માણવાનું ગમે છે. પણ કોઈ કોઈ વખત એ જીદનાં દર્શન પણ કરાવતું થાય છે. હવે એ એની લાગણીઓને ખૂબ સરળતાથી વ્યક્ત કરી શકે છે, બાળકના સાન્નિધ્યમાં એના માં બાપને ઘણો આનંદ આવે છે, પણ સાથે હવે કપરા સમય અને ઘર્ષણની પણ શરૂઆત થઈ જાય છે. માતા સાથે સંબંધ : બાર મહીનાનાં બાળકના જીવનમાં માતાનું સ્થાન સૌથી મહત્વનું રહે છે પણ સાથે અન્ય વ્યક્તિઓનો પણ પ્રવેશ થઈ ચૂક્યો હોય છે. માતા સાથેનું વળગણ થોડું ઓછું જરૂર થાય છે, પણ છતાં સલામતિની લાગણી પોષવા માટે તો હજુ એ માતાને જ શોધે છે. રમવામાં ઓતપ્રોત હોય ત્યારે એ માતા તરફ ભાગ્યેજ નજર કરશે. પણ માતાની હાજરીનો એ ખ્યાલ ચોક્કસ રાખે છે. તેથી માતા આમ તેમ ખસવાનો જરા પણ પ્રયત્ન કરશે તો તરતજ બાળકનાં ધ્યાનમાં આવી જાય છે. માતા એની આસ પાસ હશે તો તે વધારે આનંદથી રમતમાં પરોવાયેલુ રહે છે. સામાજીકતા દોઢ વર્ષની ઉંમર સુધીમાં બાળક એકલવાયું મટીને સામાજીક બનવા માંડે છે, જો કે, કોઈ વખત એનામાં આક્રમકતાનાં પણ દર્શન થાય છે. ગુસ્સે થાય ત્યારે એ સામેની વ્યક્તિને મારી પાડે કે કરડી પડે એવું […]


ધર્મસંવાદ @ મહુવા 2

મહુવા ખાતે પૂજ્ય શ્રી મોરારીબાપુની નિશ્રામાં ધર્મસંવાદ એ શીર્ષક હેઠળ છ દિવસની આંતરધર્મિય પરિષદ તારીખ ૬ થી ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહી છે. આ વિષેની સંપૂર્ણ વિગત દર્શાવતું સંમેલન માહિતિ પત્ર  http://www.iiramii.net/docs/Religiousconference.pdf થી ડાઉનલોડ કરી શક્શો. આભાર જીગ્નેશ અધ્યારૂ.


વીણેલા મોતી (ગદ્યખંડો) – સંકલિત

વર્તમાનનો આનંદ માણો માનવીના દુઃખ નું સૌથી મોટું કારણ એની મનોદશા છે. એના મનને જે છે એનો આનંદ નથી; પણ જે નથી તેનો અસંતોષ છે. માનવીનું મન કાં તો ભૂતકાળનાં કારાગૃહમાં કેદ છે અથવા તો ભવિષ્યના દીવાસ્વપ્નોની ભૂલભૂલામણીમાં ભટકતું હોય છે. મનની આવી દશા માનવીને વર્તમાનના આનંદથી વંચિત રાખે છે. માનવીની મનોદશા આશાને સહારે જીવતી રહેવા ટેવાયેલી છે. જે કામનાથી ગઈ કાલે સુખ ન મળ્યું તે આજે મળશે તેમ માનવીનું મૂરખ મન માની લે છે. વર્ષો થિ વલવલતી વાસનાનાં મૃગજળ કદાચ કાલે સાચાં ઠરશે, જે હજીસુધી નથી થયું તે હવે થશે, જે કોઈકને જ મળ્યું છે તે સુખ મને પણ મળશે એવી અટપટી આશાભરી મનોદશાથી માનવી અતૃપ્ત અને અસંતુષ્ટ જીવી રહ્યો છે. યાદ રાખો કે આનંદ માનવા માટેની સાચી ક્ષણ તો વર્તમાન ક્ષણ જ છે. જેઓ ગઈકાલની ભૂલો વિષે અને આવતી કાલની ગૂંચવણો વિષે સતત વિચાર્યા કરે છે તેઓ પોતાની સન્મુખ પડેલા આજના આનંદને માણી શક્તા નથી.  – સ્વામી ભગવદાચાર્યજી અધ્યાત્મના અધિકારી યુવાનો આ દેશનું આધ્યાત્મ વૃધ્ધોની નહીં, જુવાનોની ચીજ રહી છે. શ્રીકૃષ્ણે જીવનના કુરુક્ષેત્રમાં અપૂર્વ આધ્યાત્મનો પાંચજન્ય શંખ ફૂંક્યો ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. તે હતા ભારતની તરુંણાઈના રથના સારથી. પોતાની પ્રિયાની ગોદમાં નવજાત રાહુલને સૂતેલો છોડીને સિધ્ધાર્થ અદ્વિતિય ક્રાંતિના પથ પર ચાલી નિકળ્યા હતા ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. અદ્વૈતના અનન્ય શોધક શંકર (શંકરાચાર્ય) જ્યારે દિગ્વિજય યાત્રા કરી ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. શિકાગોના રંગમંચ પર વિવેકાનંદે વેદાંતના સાર્વભૌમ ધર્મનો ઉદઘોષ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. દક્ષિણ આફ્રિકાના રંગભેદના દાવાનળમાં કૂદીને અધ્યાત્મનો આગ્નેય પ્રયોગ ગાંધીએ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. મિત્રો, […]


બાળરોગો અને ઘરગથ્થું ઉપચાર 13

ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવીને ખૂબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે ત્રણ વાર આપવાથી નબળા કંતાયેલા બાળકો હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર બને છે. એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં ભેળવીને રોજ પીવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે. તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખી રોજ પીવાથી બાળકનાં સ્નાયુઓ અને સાંધા મજબૂત થાય છે. બાળકનાં પેઢાં પર નરમાશથી મધ અને સિંધવ મીઠું મેળવીને તે ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે. નાગરવેલનાં પાન દિવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકોની છાતી પર મૂકી તેનો ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો પડી જાય છે. ટામેટા નો એક ચમચી રસ, દુધ પીતા પહેલા પીવડાવવાથી બાળકની ઉલ્ટીઓ બંધ થાય છે. કાંદા અને ગોળ રોજ ખાવાથી બાળક ની ઉંચાઇ વધી જાય છે. છાશમા વાવડીંગનુ ચુર્ણ પીવડાવવાથી નાના બાળકો ના કરમ થતા બંધ થઈ જાય છે. એક ચમચી કાંદા નો રસ પીવાથી અનાજ ખાતા બાળકો ન કરમ થતા બંધ થઈ જાય છે. સફેદ કાંદાને કચડીને સુધાડ્વાથી બાળકો ની આંચકીમા-તાણમા ફાયદો થાય છે. બાળકોને સુવાનું પાણી પીવડાવવાથી દાંત આવવામા સરળતા રહે છે. ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પીવડાવવાથી ઉધરસ મટી જાય છે.


બાળકનું માનસ – ભગવાનદીન

કુદરત બાળકને એક એવી તાકાત આપે છે કે છ માસનું થાય ત્યાં સૂધીમાં તો તે  ભયંકર કીટાણુઓનો પણ સામનો કરી શકે છે. તેથી જ તો બાળક કોઇ પણ ચીજ નચિંતપણે મોઢામાં નાખી શકે છે અને તેની ઉપર લાગેલાં કીટાણુઓ છતાં સુરક્ષિત રહે છે. સૌથી મોટાં પશુઓ કરતાં પણ માનવબાળ વધારે બુધ્ધિશાળી હોય છે. બાળકને શ્રમ પસંદ હોય છે. જો માવતર ટોકે નહીં તો સાવ નાનું બાળક હાથે દાઝીને પણ રોટલી બનવવાની કોશિશ કરે છે, પોતાના કપડાં જાતે ધુવે છે. બાળક એક એવું પ્રાણી છે જેને કોઇ પોતાને મદદ કરે તે ગમતું નથી. તંદુરસ્ત બાળક હસતાં હસતાં જાગવું જોઇએ અને રમતાં રમતાં સૂઇ જવું જોઇએ. જેને ગમે ત્યાં ઊંધ આવી જાય તેનું નામ તંદુરસ્ત બાળક. બાળક મૂળથી હઠીલું નથી હોતું, પણ આપણે તેને એવું બનાવીએ છીએ. ક્યારેક બાળક આપણા કરતાં પણ વધુ સારું વિચારી શકે છે, એ વાતનો સ્વીકાર કરવો જોઇએ. એટ્લે બાળક કોઇ સૂચન કરે તો ધ્યાનથી સાંભળીને, યોગ્ય લાગે તો તેનો અમલ કરવો જોઇએ. નાનામાં નાનું બાળક પણ દરેક પ્રસંગે આપણી પાસેથી કંઇક શીખતું હોય છે. તેથી બાળક અમૂક કામ કરતાં ન શીખે તેવું આપણને ઇચ્છતાં હોઇએ, તો એવું કામ તેની સામે કદી કરવું નહીં. – ભગવાનદીન


પર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ

ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ દિવસ પશુ કે પંખીનો શિકાર કરતું નથી. ગીધ માત્ર અને માત્ર મરેલા જાનવરને જ ખાય છે. અને આવી રીતે પ્રકૃતિ અથવા ઈશ્વર ગીધ દ્વારા જાનવરોના મૃતદેહનો નિકાલ કરે છે. દસ થી બાર ગીધો નું ટોળું એક મરેલી ભેંસના મૃતદેહને જોતજોતામાં પોતાના આહાર સ્વરૂપે પૂરૂં કરી દે છે. જો ગીધ ન હોય તો એક ભેંસના મૃતદેહને કોહવાઈ અને માટીમાં ભળતાં, (તેનું સંપૂર્ણપણે વિધટન થતાં) કેટલોય સમય લાગે. જો ગીધ ન હોય તો ….. તો આપણી ચારે બાજુ મરેલા અસંખ્ય જાનવર જોવા મળે, અને આ મૃતદેહો કોહવાય ત્યારે તેમાં અસંખ્ય જિવાણુંઓ અને વિષાણુંઓ પેદા થાય જે મનુષ્યને ખૂબ જ હાનિકારક છે. કુદરતી આપતો જેવી કે પૂર, ધરતીકંપ વગેરે દરમ્યાન અસંખ્ય પ્રાણીઓના મૃતદેહોનો જો યોગ્ય નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળે. આપણી આજુબાજુ આવા ઘણાં કારણો અને કુદરતની આહાર શૃંખલા ખોરવાવાનાં કારણથી હવે એવા ઘણાંય નવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે જેનાં નામ પણ આપણે સાંભળ્યા ન હોય. આમ ગીધ એ પ્રકૃતિના પરીસરતંત્રનો ખૂબ અગત્યનો ભાગ છે. તે પ્રકૃતિનો સફાઈ કામદાર છે. અને માનવ જીવન માટે આશિર્વાદ છે. આ ગીધોને બચાવવા એ આપણી ફરજ પણ છે અને સ્વાર્થ પણ. ગુજરાત સરકારના વન વિભાગ તથા પક્ષી સંરક્ષણ મંડળ (BCSG) તરફથી વલ્ચર સેલના માર્ગદર્શન હેઠળ, નેચર ક્લબ, મહુવા દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કે જેમાં આપણે સૌ સાથે મળી ગીધના રક્ષણ અને પ્રકૃતિના પરીસરતંત્રને બચાવવા આપણે શું કરી શકીએ તેની ચર્ચા કરીશું. આ પ્રસંગે સર્વે પર્યાવરણપ્રેમી મિત્રોને આવવા હાર્દિક આમંત્રણ છે. તારીખ – ૧૬-૧૧-૨૦૦૮, રવિવાર, સમય ૩.૦૦ થી ૬.૦૦ સ્થળ – પ્રસાદ […]


છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું – ઝવેરચંદ મેઘાણી

વાચક, તમારું નવું તંત્રીમંડળ પોતાની વિશિષ્ટ સિધ્ધિઓ કે સાધનાઓની પિછાન કરાવવા માંગતું નથી. લોકસેવા એણે કરી નથી. ઊંડા જીવનપ્રશ્નો એણે વલોવ્યા નથી. પ્રજાજીવનની એકેએક દિશાઓમાં ઘૂમી વળવાના એને ઘમંડ નથી. ક્રાંતિની જ્યોતને એણે ઉપાસી નથી. આજ ને આજ, અત્યારે ને અત્યારે, અમારા શબ્દોના હથોડાને આઘાતે સમાજનું પરિવર્તન આવી જવું જોઈએ, ને ન આવે તો સમાજ નાલાયક છે. એવી વિચારસરણી સેવનારા મહાન પુનર્વિધાયકો આંહી નથી આવ્યા. ફૂટી ચૂકેલી આતશબાજીના ઉકરડા વાળવાનું કામ લઈને આવે છે માટીના માનવો. એમની પણ ખામીઓ છે ને ખૂબીઓ છે. ‘ફૂલછાબ’ ની વિશિષ્ટ ફરજ છે કાઠીયાવાડના લોકપ્રશ્નોને અવલોકી આગળ કરવાની. કાઠીયાવાડના સંસ્કારજીવનમાં રંગ પૂરવાનો. નવું તંત્રીમંડળ એ કરવાનો ઉદ્યમ સેવશે. એક કે બે વ્યક્તિઓની મહિમાનો પડછાયો બનવાની કોઈ પણ છાપાંને જરૂર નથી. છાપાંને વ્યક્તિત્વ હોય છે, વિચારોનું, સંસ્કારોનું, નિષ્ઠાનું, એ વ્યક્તિત્વને હયાતિ પુરવાર કરવા નોખાં ફાંફા મારવાનાં ન હોય. છાપાંનું સાહિત્ય એ વ્યક્તિત્વનું રૂપ હોય છે એટલેજ વાચક ફૂલછાબના શબ્દદેહમાં જો તને તારું મનમાન્યું વ્યક્તિત્વ ન જડે તો તે શોધવા તું તંત્રીમંડંળની એક કે વધું વ્યક્તિની વિભૂતિથી ન દોરવાતો. બીજું જોતા રહેજો નવા તંત્રીઓનું વલણ. સમાચારપત્ર ચલાવતા હોઈને સમાચાર બેશક પીરસશે પણ સૌ સારા સમાચાર આપવાના રહી જાય તેને ભોગે પણ એક ખોટા સમાચાર ન છાપી મારવાની નીતી એ સાચવશે. સત્યનો ભોગ દેનારી નાની મોટી સનસનાટીઓ ફેલાવવાથી, હાલતાં ને ચાલતાં માત્ર ગંદવાડો ખુલ્લો પાડવાથી લોકહિત સધાતું હોવાની વાત અમને માન્ય નથી. વારસામાં મળેલી અનેકવિધ વિટંબણાઓની વચ્ચેથી પોતાની નવી પિછાન આપનાર આ હાથ, વાચક, તારા હાથ જોડે મૈત્રીનો મિલાપ યાચે છે. ( ફૂલછાબ અઠવાડીકનો તંત્રીલેખ – ૧૯૩૬, અરધી સદીની વાંચનયાત્રા – ૨ માંથી સાભાર )


મુખવાસ – સંકલિત

જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતા ને બા યાદ આવતી ને આજે બા યાદ આવે ને આંસુ આવી જાય છે – રમેશ જોષી *****  રાત થયે આ બારીમાં જે છાની છાની તારલીયાની પાંપણ જોઈ સજળ એ તમે નહીં તો કોણ – હસિત બૂચ  ***** કવિનું કામ મનુષ્યના આત્માનો ઉધ્ધાર કરવાનું નથી પણ તેને ઉધ્ધારને પાત્ર બનાવવાનું છે – જેમ્સ ફ્લેચર  ***** તંત્રીયે આપણે અને ખબરપત્રી પણ આપણે, કવિ યે થવું પડે અને સમાલોચક પણ આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કુરડું ઉભું કરવાની કળા!  – ઝવેરચંદ મેઘાણી  ***** જિંદગીમાં બે કરૂણતા આવે છે એક તો પોતે જેને ઝંખતા હોઈએ તે ન મ્ળે તે અને બીજી એ સાંપડી જાય તે… *****  જુઓ મસ્જીદ મિનારે એ ઝલક આફતાબની આવી પુકારે બાંગ મુલ્લા મસ્ત રાગે, વાત થઈ પૂરી અમારી રાત થઈ પૂરી – નાથાલાલ દવે *****  કોઈ પણ કામ કરવાના ત્રણ રસ્તા છે, કાં તો એ જાતે કરવું, કાં તો પૈસા આપી કોઈની પાસે કરાવવું અથવા એ કરવાની મનાઈ પોતાના બાળકોને ફરમાવવી  ***** આ મારી શાયરી યે સંજીવની છે ‘ઘાયલ’, શાયર છું, પાળીયાને બેઠા કરી શકું છું ! ***** And Last but not the least   Bliss was it in that dawn to the alive   But to be young was very heaven ! – Wordsworth


સારા ભાષાંતરના ગુણ – ગાંધીજી 4

સારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ : એ જાણે સ્વભાષામાં જ વિચારાયું અને લખાયું છે તેવું સહજ અને સરળ હોવુ જોઈએ. જે ભાષામાંથી ઉતારાયું હોયતે ભાષાના રૂઢીપ્રયોગો અને શબ્દોના વિશેષ અર્થો ન જાણનાર એને સમજી ન શકે એવું તે ન હોવું જોઈએ. ભાષાંતરકારે જાણે મૂળ પુસ્તકને પી જઈને તથા પચાવીને એને ફરીથી સ્વભાષામાં ઉપજાવ્યું હોય તેવી કૃતિ લાગવી જોઇએ. આથી સ્વતંત્ર પુસ્તક કરતા ભાષાંતર કરવાનું કામ હંમેશા સહેલુ નથી હોતું. મૂળ લેખક સાથે જે પૂરેપૂરો સમભાવી અને એકરસ થઈ શકે નહીં અને તેના મનોગતને પકડી લે નહીં, તેણે તેનું ભાષાંતર ન કરવું જોઈએ. ભાષાંતર કરવામાં જુદી જુદી જાતનો વિવેક રાખવો જોઈએ. કેટલાંક પુસ્તકોનું અક્ષરશઃ ભાષાંતર કરવું આવશ્યક ગણાય, કેટલાંકનો માત્ર સાર આપી દેવો બસ ગણાય તો કેટલાંક પુસ્તકોનાં ભાષાંતર સ્વ સમાજને સમજાય એ રીતે વેશાંતર કરીને જ આપવાં જોઈએ. કેટલાંક પુસ્તકો તે ભાષાના ઉત્કૃષ્ટ હોવા છતાં પોતાનો સમાજ અતિશય જુદા પ્રકારનો હોવાથી તેના ભાષાંતરની સ્વભાષામાં જરૂર જ ન હોય; અને કેટલાંક પુસ્તકોના અક્ષરશઃ ભાષાંતર ઉપરાંત સારરૂપ ભાષાંતરની પણ જરૂર ગણાય.  – મોહનદાસ ક. ગાંધી


માતૃભાષા નું મહત્વ – ગાંધીજી 8

(બળવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર ગાંધીજીને મળેલો, તેના જવાબમાં ગાંધીજીએ તારીખ ૨૪-૦૭-૧૯૧૮ એ લખ્યું) જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે એમ હું જોઉં છું. બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી. અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારૂ શો ઈલાજ લેવો ઘટે તે પણ જણાવશો. મો. ક. ગાંધી


મુખવાસ – સંકલીત 6

થયું કે ઘણાં બધાં દિવસથી પચાવવામાં ભારે એવો ખોરાક લીધા – આપ્યા કરું છું તો આજે થોડો મુખવાસ …. હે પ્રભુ ! હું જે ઈચ્છું તે નહીં, પણ જે યોગ્ય હોય તે જ થજો…  *** જે ઉંડો સ્નેહ કરી જાણે છે તે માનવી કદી વૃધ્ધ થતા નથી  *** ચમત્કારો ક્યારેક થાય છે ખરા પણ તેના માટે માણસે આકરી મહેનત કરવી પડે છે.  *** કેળવણી એ સરકારનું કોઈ ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે  *** ક્રાંતિ એ કોઈ મહેફિલ નથી, એ કોઈ કલાકૃતિ નથી. ક્રાંતિને હળવા હાથે, મુલાયમપણે, કાળજીપૂર્વક, સન્માનપૂર્વક, ગણતરીપૂર્વક અમલમાં મૂકી શકાતી નથી – માઓ ત્સે તુંગ  *** બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી દઈએ એ એક જ્યોત છે જેને પેટાવવાની છે *** સ્મરણ લીલું કપૂરી પાન જેવું, હવામાં ચોતરફ લોબાન જેવું. – અદમ ટંકારવી *** મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો… – સુરેશ દલાલ *** માટી તને મૃદુ ફૂલ બનીને મહેકવાનું સૂઝ્યું ક્યાંથી? *** તને મેં ઝંખી છે – યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી… – સુન્દરમ *** તારૂં કશું ન હોય તો છોડીને આવ તું તારૂં જ બધું હોય તો છોડી બતાવ તું…. – મિસ્કિન *** સ્વપ્નભ્રંશ એનો જ થાય છે જે સ્વપ્ન સેવે છે… *** આ તો બીજ માં થી ફૂટે છે ડાળ, કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ. *** બધો આધાર ઈશ્વર પર હોય તેમ પ્રાર્થના કરો અને બધો આધાર તમારા પર હોય તેમ કામ કરો…. *** અને છેલ્લે રવિન્દ્રનાથ ઠાકુર ની એક રત્ન કણિકા… Every Child comes with the message that God is not yet discouraged of man…


ભણાવવું એટલે શું? – મનુભાઈ પંચોળી 6

ભણાવવું એટલે શું? ભણાવવુ એટલે જાણકારી આપવી અને સાથે મર્દાનગી આપવી આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શિખવવાનું છે. આપણા શિક્ષણ માંથી, સાહિત્યમાં થી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઉઠીને ઉભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે શિક્ષણનું ખરૂં કામ આ છે ભણેલો માણસ શૂરવીર હોય સેવા પણ એને માટે જ છે સેવા માંથી મર્દાનગી પ્રગટ થવી જોઈએ સામાન્ય માણસમાં નૂર પ્રગટવુ જોઈએ શિક્ષણ, સાહિત્ય અને સેવા, જે કરવાનું છે તે આ છે શિક્ષણ ખાતર શિક્ષણ નહીં સાહિત્ય ખાતર સાહિત્ય નહીં સેવા ખાતર સેવા નહીં તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ માણસ બેઠો થવો જોઈએ આવી તાકાત જો ન નીપજતી હોય તો શિક્ષણ – સાહિત્ય – સેવા બધુંય નકામું  – મનુભાઈ પંચોળી


આઈ ફોન 3G હવે ભારતમાં

વિશ્વભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ હતી અને જેના રીલીઝ વખતે તેને ખરીદવા ખૂબ લાંબી કતારો લાગી હતી તે એપલ નો બહુચર્ચિત આઈફોન 3G વોડાફોન અને એરટેલ દ્વારા ભારતમાં આજે રીલીઝ થઈ રહ્યો છે. તેની કિંમત ૮ ગીગાબાઈટસ મેમરી સાથે ૩૧૦૦૦ અને ૧૬ ગીગાબાઈટ્સ મેમરી સાથે ૩૬૧૦૦ રાખવામાં આવી છે. ૧૦૦૦૦ રૂ ભરીને તેના માટે બુકીગ કરાવી શકાય છે તેમ વોડાફોન વેબસાઈટ કહે છે, જ્યારે એરટેલ સાથે બુકીંગ ભાવ ૫૦૦૦ રૂ છે. અમેરીકામાં મળતા નવ થી દસ હજારની સરખામણીએ અહીં ત્રીસહજાર રૂપીયા ખૂબ વધારે છે જે સૌથી નબળુ પાસુ છે. અને મારા મતે આ ખરાબ બાબત બીજા બધા સારા પાસાઓને ઢાંકી દેશે….આઈફોન નો ક્રેઝ તો મને પણ ખૂબ છે પણ તે માટે આટલા બધા ખર્ચવાની મને કોઈ ઈચ્છા નથી…


વૃદ્ધોની સેકન્ડ ઈનીંગ્સ – વડોદરા ન્યૂઝમાં છે…

વડોદરા આજકાલ સમાચારોમાં ચમકતુ રહે છે. આમ તો અહીંની આબોહવા જ એવી છે કે તમે મસ્ત બની જાઓ. વડોદરા વિષે લખતા મને ડર લાગે છે કારણકે એક વાર ત્યાં વિષે લખવાનું શરૂ કર્યું તો કોઈ અંત નહીં આવે અને એક બ્લોગ તેના માટે જ શરૂ કરવો પડે…….આજે તમને આપવા માટે મારી પાસે મહત્વની જાણકારી છે… મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સુંદર વાતાવરણમાં ઘણા નવા અને જરૂરી પ્રયોગો અને શંશોધનો થતા રહે છે. પણ આ એક એવા સમાચાર છે કે જે ખરેખર વખાણવા લાયક છે. આ સમાચાર છે વૃધ્ધો માટેના. સીનીયર સિટીઝનના રૂપકડા નામ હેઠળ જેમની તકલીફો અને મુશ્કેલીઓની અવગણના થાય છે…. ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયસન્સીસના એક્સટેન્શન એન્ડ કોમ્યુનીકેશન વિભાગમાં અભ્યાસ કરતી શિવાની મહેતા નામની વિધાર્થીનીને તેના પ્રોફેસર ડો. અવની મણીયારે એક અનોખો વિષય સૂચવ્યો, ડો. અવની મણીયારે સિનીયર સિટીઝન એન્ડ ટેલિવીઝન વિષય ઉપર પીએચડી કર્યુ છે. તેમણે સેંકડો વૃદ્ધોના ઈન્ટરવ્યુ કર્યા, ઘણા પ્રશ્નોના જવાબ મેળવ્યા અને એ જવાબોના આધારે કેટલાક આંખો ખોલીદે તેવા તારણો મળ્યા. લગભગ ત્રેવીસ વર્ષની વયે નોકરી કરવાનું ચાલુ કરી અને અઠ્ઠાવન વર્ષની ઉંમર સુધી સતત નોકરી કરીએ, આખો દિવસ વ્યસ્ત, કામ, સહકર્મચારીઓ, ઓફીસ નું વાતાવરણ, મિત્રો, દર મહીને પગાર અને માન મરતબો, આ બધુ એક દિવસ રીટાયરમેન્ટના કારણે (ફક્ત ઉંમરના ડીસ ક્વોલિફિકેશન ના લીધે) પૂરૂં થઈ જાય અને ઘરે બેસી પૌત્રો સાચવવા, ટીવી જોવું અને જો છોકરાઓ એમ કહે કે હવે તમારા ભગવાન નું નામ સ્મરણ કરવાના દિવસો છે તો તેમ કરવું….આ એડજસ્ટમેન્ટ કેટલું ઈઝી કે ટફ છે…?? આ બ્લોગના સીનીયર સિટીઝન વાચકો જ કહી શકે….હાલનો સમાજ સિનીયર સિટીઝન્સને નિગલેક્ટ કરી રહ્યો છે. જે […]


ઈજીપ્ત અને મમીકરણ 6

ઈજીપ્ત અને મમીકરણ પુરાતનકાળના ઈજીપ્તવાસીઓ ઘણા બધા ભગવાન માં માનતા હતા. તેઓ માનતા કે તેમના રાજા “ફારોહ” પણ ભગવાન છે. (ઈજીપ્તમાં રાજા ને ફારોહ કહેવાતા) તેઓ માનતા કે રાજા “ફારોહ” મરી જાય પછી પણ તેમની સહાયતા કરે છે. આ કારણ થી ફારોહ મરી જાય પછી પણ તેના મૃત્યુ પછીના સુંદર જીવન માટે તેઓ કામના કરતા, અને આ મૃત્યુ પછીના સુખી જીવન માટે તેના શરીર ને જાળવવાની પ્રથા શરૂ થઈ. ઈજીપ્તવાસીઓ માનતા કે ફારોહ ની આત્મા માટે તેના શરીર ને ઓળખવુ જરૂરી છે. તેથી તેના શરીરને તેઓ જાળવતા, આ પ્રક્રિયાને લીધે તેઓ એ મમીઝ બનાવવાનું શરૂ કર્યુ. ફારોહ ના મૃત્યુ સાથે જ મુખ્ય પાદરી તેના શરીર પર પોતાના માણસો સાથે કામ શરૂ કરતો. તેઓ શરીરના કેટલાક અંગો કાઢી લેતા પણ હ્રદય ને શરીર માં જ રાખતા. આ કાઢેલા અંગોને તેઓ ખાસ બરણીઓમાં રાખતા. પછી તેઓ આ બરણીઓને ફારોહ ના શરીર સાથે શરીર રાખવા માટે ની બનાવેલી ખાસ જગ્યા માં શરીરની આસપાસ મૂકતા. પછી તેઓ “બ્રેઈન” કાઢી ને ફેંકી દેતા. તેઓ માનતા કે મગજ નકામુ છે. શરીરની ચામડી પર તેઓ એક ખાસ પ્રકારનું મીઠું ઘસતા, જેથી શરીર ઝડપથી સુકાઈ જાય. આ ક્રિયા ચાલીસ દિવસ ચાલતી, પછી તેઓ શરીરમાં કપડા અને રેતી ભરી દેતા. શરીરને તેઓ તેલ અને અત્તરથી ઘસતા પછી તે શરીરને ખૂબ મીણ લગાડીને તૈયાર કરતા. મીંણ માટે નો અરેબિક શબ્દ છે મમ એટલે આ રીતે તૈયાર થયેલા શરીરને મમી કહેવાની પ્રથા પડી. આ રીતે તૈયાર થયેલા શરીરને તેઓ ખૂબ કપડામાં લપેટતા. આ કપડાને એક બીજા સાથે ચોંટાડવા માટે પણ તેઓ મીણ વાપરતા. આમ સીતેર દિવસે મમી તૈયાર થઈ જાય પછી મૂત ફારોહ […]


ગ્રંથ વાણી – અન્ન વિષે સૂચનો 8

1.  હસ્તપાદૈ મુખે ચૈવ પચ્ચાદ્રો ભોજનં ચરેત I પગ્ચાદ્રર્ક સ્તુ ભુગ્જાનઃ શતં વર્ષાણિ જીવતિ II  (પદ્મ પુરાણ , સૃષ્ટી. ૫૧ / ૮૮) નાપ્રક્ષાલિતપાણિપાદો ભુગ્જીતં’     (સુશ્રુતસંહિતા, ચિકિત્સા ૨૪ / ૯૮) બન્ને હાથ, બન્ને પગ અને મોં – આ પાંચેય અંગોને ધોઈને ભોજન કરવું જોઈએ. આમ કરનાર મનુષ્ય દીર્ધાયુ બને છે. 2.  આર્દ્રપાદસ્તુ ભુગ્જીત નાર્દ્રપાદસ્તુ સંવિશેત I આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો દીર્ધમાયુર્વાપ્નુયાત II    (મનુસ્મૃતિ ૪ – ૭૬) આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો વર્ષાણાં જીવતે શતમ II   (મહાભારત અનુ. ૧૦૪ / ૬૨) ભીના પગે ભોજન કરવુ પણ ભીના પગે સૂવું નહીં. ભીના પગે ભોજન કરનાર મનુષ્ય લાંબા આયુષ્યને પ્રાપ્ત કરે છે. 3.  શયનં ચાર્દ્રપાદેન શુષ્કપાદેન ભોજનમ I નાન્ધકારે ચ શયનં ભોજનં નૈવ કારયેત II   (પદ્મપુરાણ, સૃષ્ટિ ૫૧ / ૧૨૪) સૂકા પગે અને અંધારામાં ભોજન ન કરવુ હિતાવહ કહેવાયુ છે. 4.  સાયં પ્રાતર્મનુષ્યાણામશનં વેદનિર્મિતમ I નાન્તરા ભોજનં દ્રષ્ટમુપવાસી તથા ભવેત II  (મહાભારત, શાન્તિ. ૧૯૩ / ૧૦) શાસ્ત્રોમાં મનુષ્યોને સવારે અને સાંજે – બે જ સમય ભોજન કરવાનું વિધાન છે. વચમાં ભોજન કરવાની વિધિ જોવામાં આવતી નથી. જે આ નિયમનું પાલન કરે છે તેને ઉપવાસ કરવાનું ફળ મળે છે. 5.  અન્તરા સાયમાશં ચ પ્રાતરાશં ચ યો નરઃ I સદોપભવાસી ભવતિ યો ન ભુડઃક્તેડ્ન્તરા પુનઃ I (મહાભારત, અનુ. ૯૩ /૧૦)                                                                                                                                                                સાયં પ્રાતર્દ્વિજાતીનામશનં શ્રુતિચોદિતમ I નાન્તરાભોજનં કુર્યાદગ્નિહોત્રસમો વિધિ II    (લધુહારીસ્મૃતિ ૪ / ૬૯) મનુષ્યનું એક વારનું ભોજન દેવતાઓનો ભાગ, બીજી વાર નું ભોજન મનુષ્યોનો ભાગ. ત્રીજી વારનું ભોજન પ્રેતોનો અને દૈત્યોનો ભાગ અને ચોથી વારનું ભોજન રાક્ષસોનો ભાગ હોય છે. 6. ન સન્ધ્યાયાં ભુગ્જીત I (વસિષ્ઠસ્મૃતિ ૧૨ / ૩૩) આસન્ધ્યાં ન ભુગ્જીત I (બૌધનાયસ્મૃતિ ૨ / ૩ / ૩૨) સંધ્યાકાળે કદાપિ ભોજન કરવુ જોઈએ નહીં. 7. દેવાનૃષીન મનુષ્યાંશ્ચ પિતૃન ગૃહ્યાશ્વ દેવતાઃ […]


વડોદરા – આજકાલ

વડોદરામાં લગભગ ત્રણ મહીને મને બે ત્રણ દિવસ રહેવાનો ચાન્સ મળ્યો. (મંગળવારની પોસ્ટ નથી લખાઈ કે સોમવારે મિત્રોને ઈ મેઈલ થી જાણ નથી કરી એ બધાનું કારણ આ જ છે) પોતાના શહેરથી દૂર રહેવાનું ખૂબ અઘરૂ હોય છે….અને એમાંય એમ એસ યુનિ. માં કરેલા જલ્સા કે ટેકનો ની ઉમંગો યાદ આવે ત્યારે ………જવા દો…એ વાત ફરી ક્યારેક…આજે વડોદરા માં મને દેખાયેલા કેટલાક મહત્વના પરિવર્તનોની વાત. તમને અરવિંદ બાગ યાદ છે?….કે પછી ટાઈમ્સ સ્ક્વેર…કે ફતેહગંજ પેટ્રોલ પંપ…..? આ એરીયામાં અરવિંદબાગની તદન સામે બન્યો છે સેવન સી – Seven Seas – મોલ….અને તેમાં ૧૭મી મે ના રોજ ખૂલ્યુ છે બિગ બાઝાર……મને યાદ છે સતર અને અઢાર તારીખે ત્યાં નહી નહીં તોય હજારેક લોકોની લાઈન હતી……અને ટ્રાફીક તો ક્યાંય સમાતો નહોતો….પણ વડોદરાવાસીઓ માટે આ એક સરસ ગીફ્ટ છે. પસંદગી ની વિશાળ તકો અને ઘણી ઓફરો સાથે તેને શરૂઆતમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મેં ત્યાં થી ચેતન ભગતની The Three Mistakes of My Life ખરીદી અને તે મને ૯૫/-રૂ. માં પડી તો મને લાગે છે કે સ્ટેશન પાસે થી ૭૦ રૂપીયામાં પાઈરેટેડ બુક્સ લેવા કરતા આ એક સારી પસંદગી છે…તો ગુજરાતી બુક્સનો નાનો પણ સરસ સંગ્રહ પણ ત્યાં વેચાણ માટે છે. તો આ જ અરસામાં વડોદરામાં ઘણા બધા વખત થી બંધ પડેલી સીટી બસ સેવા ફરી જીવતી થઈ છે અને લગભગ એક અઠવાડીયું ફક્ત બે રૂપીયામાં મુસાફરી કરાવવાની જાહેરાત કરાઈ છે, નાનકડી અને સુંદર બસો “વીટાકોસ”  ( વલભીપુર ટ્રાન્સપોર્ટેશન કો-ઓપરેટીવ સોસાયટી ) ની છે ૧૫ જુદા જુદા રૂટ પર ૨૫ બસો હાલ દોડી રહી છે…અને લગભગ કુલ ૧૦૦ બસો મૂકવાનું આયોજન છે…મોટાભાગના જૂના બસ […]


ગુજરાત ગૌરવ દિવસ

ગુજરાત રાજ્ય ના 49માં હેપ્પી બર્થ ડે ની તમને સૌને મુબારકબાદી. ભારતની સ્વતંત્રતા અને ભાગલા પછી ૧૯૪૭ માં ભારત સરકારે રજવાડાઓ ને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ. ૧૯૫૬ માં મુંબઈનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશ ના કેટલાક ભાગો ઉમેરાયા. આ નવા રાજ્યમાં ઊતર માં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ માં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા થયા, તે મહારાષ્ટ્ર અને ગુજરાત. આજે ૧ લી મે એટલે ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ…કહો કે હેપ્પી બર્થડે…અમરેલી જીલ્લા ને ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી માટે પસંદ કર્યો છે. આ અન્વયે ગુજરાત દિવસની ઊજવણીની તડામાર તૈયારીઓ ત્યાં ઘણા સમયથી ચાલી રહી હતી. ૨૪ એપ્રિલ થી ૧ મે સુધીના આ કાર્યક્રમ માં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યો ની શરૂઆત કે લોકાર્પણ ની વિધિ કરવામાં આવી. આજે પહેલી મે ના દિવસે યોજાનારા કાર્યક્રમો માં નિરોગી બાળ વર્ષ ઉપક્રમે ડો. જીવરાજ મહેતા ચોક થી મહારેલી, ઈ-ગ્રામ નું લોકાર્પણ, વિવિધ વિકાસ કાર્યો નું લોકાર્પણ, સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતિ રથ પ્રસ્થાન તથા સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સમુદ્ર ગાથા – ગુજરાત નું આયોજન છે. આપણે સૌ આશા રાખીએ કે આપણું આ રાજ્ય આમ જ ઊતરોતર પ્રગતિના સોપાનો સર કરતું રહે અને દેશ અને વિશ્વ માટે એક આદર્શ પ્રદેશ બની રહે… આપને સૌને જીગ્નેશ અધ્યારૂ તરફ થી… જય ગુજરાત…


Paintings – ગુજરાત ની વિવિધતા 9

આજે રજુ કરૂં છું ગુજરાત ની વિવિધતા દર્શાવતા પેઈન્ટીંગ્સ….. ભીલ તરૂણી  કુદરતના ખોળે રમતી યૌવના ગ્રામ્ય જીવન માતા અને બાળક હુક્કો અને વડીલ લુહાર   અને છેલ્લે પ્રિયતમા…..વિરહની વેદનામાં પીડાતી પ્રિયા  


સમૂહ લગ્નોત્સવની અનોખી કંકોત્રી….

એક સમૂહ લગ્નોત્સવની અનોખી કંકોત્રી…. આધુનીક યુગ આવી ગયો છે તો સુધારીએ, વિચારોના વમળમાં ફસાયો માનવી, ખૂંટ્યા વાડીયું માં પાણી, ઘટી રહી જંગલમાં ઝાડીઓ, સેંજળ વહેતી નદીઓ સૂકાણી, વધી જરુરીયાત વધ્યો બગાડ પાણીનો ધરતીપુત્ર ધ્રુજી ગયો કમ થઈ છે કમાણી, તો સજ્જનો આ બાબતનું ચિંતન કરીએ, સમૂહ માં શક્તિ સમાણી, વ્યસન છોડી પૈસા બચાવો એ આરોગ્યની વાત જાણી, નિરોગી સંતાનો જોઈ ભારતમાતા હરખાણી, શિક્ષણે સમ્રુધ્ધ કરીએ સંતાનોને, પરીશ્રમની કરીએ કમાણી, મહેનતના ફળ મીઠા એ વાત શાસ્ત્રોમાં થી જાણી, સભ્યતાથી રાખીએ વર્તન તો સુધરશે વર્તન અને વાણી, નિર્મળ રાખીએ તનને મન, નિર્મળ વાણી ને પાણી, આ વાત વિનંતી સાથે આપને કહેવાણી, વાત છે આપણા હિતની પણ માનવ સમાજની વાત સમાણી.


SMS શાયરી અને FUN 6

નહાવા વિષે કેટલીક શાયરીઓ….SMS Collection સુસ્તી ભરેલા શરીરને જગાડતા કેમ નથી? પથારી છોડી સામે આવતા કેમ નથી? હવે તો SMS પણ તમારા વાસ મારે છે… થોડી હિંમત કરી ને નહાતા કેમ નથી? ******* ક્યારેક હિંમત નું શસ્ત્ર ઉગામવુ જોઇએ ખરાબ સમયમાં પણ મહાલવું જોઇએ જ્યારે સાત દિવસે પણ ખુજલી ના મટે તો આઠમા દિવસે તો નહાવુ જોઇએ… ******** તું દૂર ભલે મજબૂર ભલે પણ યાદ તારી આવે છે, તું શ્વાસ ત્યાં જ્યારે લે છે, વાસ અહીં સુધી આવે છે… ****** દીલના દર્દને હોઠો પર લાવતા નથી આંખોથી આંસુ વહાવતા નથી જખ્મ ભલે ગમે તેટલા ઉંડા હોય અમે “ડેટોલ” સિવાય કાંઇ લગાવતા નથી…


આજ નું આચમન

ગાંધીજી નૅ ઍક વાર ઍક અંગરૅજૅ પુછ્યૂં કૅ તમૅ પ્રિતકુળ પરીિસ્થિત માં િવરૉધીઑ ની વચ્ચૅ પણ સાચી વાત કહૅવામાં અચ્કાતા નથી તૅનું શું કારણ છૅ? ગાંધીજી બૉલ્યા, હું સત્ય નૅ પરમૅશ્વર માનું છું અનૅ જ્યારૅ હું સત્ય બૉલું ત્યારૅ પરમાત્માની નજીક હૉઉં તૅમ લાગૅ છૅ. અનૅ જ્યાં પરમાત્માનૉ સાથ હૉય ત્યાં કૉનૉ ડર?