એક પત્ર સારંગપુરના ઘરને.. – નેહા રાવલ 13
તને આ પત્ર લખું છું એ દરેક ક્ષણે હું ફરીફરીને એ સમય જ તો જીવી રહી છું, લખવું તો બસ એક બહાનું છે!તું માત્ર કોઈ મકાન કે જગ્યા નથી, મારા બાળપણનો એક ટુકડો છે. જે નાનીનાની યાદોથી સિવાઈ સિવાઈને મારી ગોદડી બની ગયું છે. હું જયારે પણ એને ઓઢી લઉં… એ સમયની હુંફ મને ઘેરી વળે છે!