સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ અધ્યારૂ


મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (1) – જીગ્નેશ અધ્યારૂ 10

મારે અચાનક પીપાવાવ્ થી મુંબઈની મુસાફરી કરવાનું નક્કી થયું, એક જ દિવસ વચ્ચે હતો એટલે રિઝર્વેશન કરાવવાનું શક્ય નહોતું, બસમાં જવું ખૂબ અગવડભર્યું બની રહે એટલે કયો માર્ગ પસંદ કરવો એ અસમંજસમાં અમારા મિત્ર માયાભાઈએ હમણાં જ શરૂ થયેલી જાફરાબાદ થી મુંબઈની ક્રૂઝની સફર કરવાની સલાહ આપી, તે સફરનો પરિપાક એટલે આ પ્રવાસ વર્ણન. આજે પ્રસ્તુત છે પ્રથમ ભાગ


ઓપરેશન દરમ્યાનનો અનુભવ – જીગ્નેશ અધ્યારૂ 5

કહે છે કે સમય ક્યારે અને કેવો આવે, કોઇ કહી શક્તુ નથી. ક્યારેક અચાનક હસતા રમતા કેટલીક એવી હકીકત જાણવા મળે કે અવકાશો સર્જાઈ જાય્, એવું પણ જણાય્ કે માણસ પર કુદરત હસતી હોય. ક્યારેક અણધારી આપત્તિઓ આવે તો ક્યારેક અણધાર્યા આનંદની પળો મળે, કાંઇક આવું જ થયું જ્યારે અચાનક એક રુટીન ચેકઅપ દરમ્યાન જાણવા મળ્યું કે મારે એક ટ્યુમર (ગાંઠ) છે અને તેને તરતજ કઢાવવી ખૂબ જ જરૂરી છે. પ્રસ્તુત છે એ અનુભવનું થોડુંક વિશ્લેષણ.


એક અગત્યની સૂચના – સંપાદક 2

કેટલાક અવગણી ન શકાય તેવા સંજોગો અને શારીરીક સમસ્યાઓને લીધે અક્ષરનાદ પર હજુ પણ એક અઠવાડીયા સુધી પ્રકાશન કરી શકાય તેમ નથી. તો આ સમયગાળા પછી આશરે તા. ૨૯ ડીસેમ્બર સુધી પ્રકાશન સુધી સ્થગિત કરવામાં આવી રહ્યું છે. આશા છે આપ સૌ દરગુજર કરશો.
અક્ષરનાદ પર ૨૯ ડીસેમ્બર થી ફરીથી રોજ એક કૃતિ સાથે મળીશું.
– જીગ્નેશ અધ્યારૂ


શિયાળ બેટ – કુદરતની અનોખી કારીગરી 18

જે મિત્રોએ શ્રી ધ્રૃવ ભટ્ટ સાહેબની રચના એવી ખૂબ સુંદર નવલકથા સમુદ્રાન્તિકે વાંચી છે તેમના માટે શિયાળબેટ, સવાઈપીર કે ભેંસલાપીરના નામો અને તેમનો ઉલ્લેખ અજાણ્યો નહીં હોય. ગુજરાતના દક્ષિણ કિનારે આવેલી કુદરતની આ અનોખી રચના ખૂબ સુંદર છે. આજે પ્રસ્તુત છે ગુજરાતના પશ્ચિમ દક્ષિણ ભાગમાં આવેલા બેટ એવા શિયાળબેટ વિશે કેટલીક ઓછી જાણીતી વાતો. આશા છે અમરેલી જીલ્લાના આવા અન્ય સ્થળો વિશે પણ આવાજ જાણકારી ભર્યા લેખો મૂકી શકાય.


સંગીતની સફરનો અનોખો જાદુગર – એનરીક ઈગ્લેશીયસ 3

લેટીન અમેરીકામાં ખૂબ પ્રખ્યાત અને સ્પેનિશ / અંગ્રેજી ગીતોના અનોખા જાદૂગર એનરીક ઈગ્લેશીયસ વિશે આજે થોડીક વાતો, એનરીક યુવાદિલોની ધડકન છે અને એ વાતનો પુરાવો છે કે ઉર્મિઓને અને સંગીતને કોઈ સરહદો કે બંધનો નડતાં નથી, તેના ગીતો સીમાઓ વળોટીને આખાંય વિશ્વમાં ખૂબ ઉમંગથી ગવાય છે, તેની અનોખી ગીત રચનાઓ અને સંગીત એક અનોખા વિશ્વની સફરે લઈ જાય છે.


સડક, સાસણ અને સિંહણ… – જીજ્ઞેશ અધ્યારૂ 12

ઘણા વખતે ગીર સાથે સંકળાયેલ કોઇ પ્રવાસવર્ણનની વાત આજે કરી રહ્યો છું. સાસણની નજીકની એક સડક પર ખૂબ વહેલી સવારે આખા પરિવાર સાથે ચાલતા અમને થયેલા એક અનોખા અનુભવની વાત આજે પ્રસ્તુત છે. જગલના અને તેની જીવસૃષ્ટીના કાયદા અલગ જ હોય છે, એટલે કોઇ અજાણી જગ્યાએ ખોટી હિમત કરવી જોઇએ નહીં અને બિનજરૂરી જોખમો લેવા ન જોઇએ એ કદાચ અમને અહીંથી જ શીખવા મળે.


માનવતાની માવજત – જીજ્ઞેશ અધ્યારૂ 9

વણસંતોષાયેલી ભૂખનો ચહેરો ખૂબ ભયાનક હોય છે. માનસિક વિકલાંગ લોકો વિશે વિચારો જેમને આ ભૂખનો માર રોજ સહન કરવો પડે છે. રસ્તાની કોરે બેઠેલા, લઘરવઘર આવા લોકોને ક્યારેય નિહાળ્યા છે? મદુરાઇથી એક એવો મજબૂત પ્રયત્ન થઇ રહ્યો છે, જે આવા લોકોને તેમની ભૂખ સંતોષવાનો, તેમને તેમનું સ્વમાન પાછું અપાવવાનો એક જીવનભરનો પ્રયત્ન છે. આ ઉમદા કાર્ય વિશે, એ માનવતાના યજ્ઞ વિશે આજે જાણો.


Act of Oblation to humanity – Jignesh Adhyaru 10

Hunger has a very horrible face, if not satisfied. Think about the mentally unfit people, have you ever observed them on roadside footpaths or such places? One strong effort from Madurai, to help them get their hunger satisfied, to grant them their respect and life, a person is trying die hard. Know about the Noble cause, Act of oblation to humanity.


500મી પોસ્ટ… 13

અધ્યારૂ નું જગત બ્લોગથી અક્ષરનાદ સુધીની આ અઢી વર્ષ લાંબી સફરના એક સીમાચિહ્ન સ્વરૂપે 500 પોસ્ટ પૂર્ણ થયાના આનંદને આપ સૌ સાથે વહેચી રહ્યા છીએ. આ યાત્રા આમ જ સાહજીક રીતે, સુંદર રીતે ચાલતી રહે, વિકસતી રહે તેવી અપેક્ષા અને પ્રાર્થના સાથે આજની આ કૃતિ સમર્પિત છે ગુજરાતી બ્લોગ જગતના તમામ વાંચક મિત્રોને. આ તમારો જ પ્રેમ અને સથવારો છે કે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ.


દીકરો દેશાવર… (બે અછાંદસ) – જીગ્નેશ અધ્યારૂ 7

દૂર પરદેશમાં વસતા એક દીકરા માટે માંની અપાર લાગણી, એ દીકરાને જવા દેવા અને ન જવા દેવા વચ્ચેની ખચકાટભરી પરવાનગી એક બે વખત જોઇ છે. દીકરો પૈસા કમાવાની, પોતાની કારકીર્દી બનાવવાની, આખાય ઘરના જીવન સ્તરને ઉંચી લાવવાની કામના સાથે મનને કઠણ કરીને વિદેશ પ્રયાણ કરે છે, પણ માં ક્યારેય પોતાના મનને કઠણ કરી શકે? એ દીકરાને પ્રેમ કરતા એક ક્ષણ પણ તે રહી શકે ખરી? પ્રસ્તુત છે બે ભિન્ન દ્રષ્ટીકોણ અછાંદસ સ્વરૂપે.


આપવું એટલે… – જીગ્નેશ અધ્યારૂ 1

દાન જો જમણા હાથે થાય તો ડાબાને ખબર ન પડવી જોઇએ એ મતલબની કહેવત આપણે ત્યાં ખૂબ સંભળાય છે. દાનનો મહીમા ખૂબ ગવાયો છે, સોરઠી પરંપરામાં દાનની મહિમા અને તેના લીધે મળતા સંતોષ, નમૂનેદાર કિસ્સાઓ અને એવી અનેક મહાન દાનવીર હસ્તિઓ વિશે કહેવાયું છે, પરંતુ પ્રસ્તુત સમયમાં, જ્યારે તેની ખૂબ જરૂરત છે ત્યારે જ લોકો આવું કરતા ખચકાય છે. સહાય કરવામાં, પ્રભુએ આપણને જે આપ્યું છે તે જરૂરતમંદ સુધી પહોંચાડવામાં જે અનેરો આનંદ મળે છે, તે અવર્ણનીય છે. આવી જ કાંઇક વાત કહેવાનો અહીં પ્રયત્ન છે.


સ્મિત એટલે… – જીગ્નેશ અધ્યારૂ 4

મુકુલ ચોકસી સાહેબની રચના પ્રેમ એટલે કે…. ખૂબ ગમે છે. તેની શીર્ષ પંક્તિની મદદથી આ કાવ્યની શીર્ષ પંક્તિ ઉપસી છે. સ્મિતના વિવિધ રૂપો, સ્મિતની પાછળના વિવિધ મનોભાવોને આલેખવાનો આ એક પ્રયાસ છે. સુખ કે દુ:ખ, બંનેમાં સ્મિતનો ઉદભવ કોઇકને કોઇક રીતે થાય જ છે. સ્મિતના વિવિધ કારણો અને પાસાઓને ઉજાગર કરતી આ કાવ્યરચના પર પ્રતિભાવો હાર્દિક આવકાર્ય છે.


પ્રેમ જો છે આપણો તો… – જીગ્નેશ અધ્યારૂ 9

હું અને તું એ બે પાત્રો સમાજજીવનના, પ્રેમજીવનના અભિન્ન અંગો છે. ક્યારેક હું તો ક્યારેક તું, પ્રેમના સફરમાં એક બીજાને અજાણે દુ:ખ કે ઝખમ આપી બેસે છે. એક નાનકડો ઝખમ જો સાથીના સ્મિતના, સમજણના ઇલાજને ન પામે તો જીવનની ઘણી વાસ્તવિકતાઓ અને સ્વપ્નો બદલાઇ જાય છે. કાંઇક એવો જ ભાવ આ પ્રેમગીતમાં ઉદભવ્યો છે. હું અને તું વચ્ચે પ્રેમ છે, પણ કોઇક ગેરસમજણ, અણબનાવે તેમને એક બીજાથી દૂર કરી દીધાં છે. આવી પરિસ્થિતિઓમાં એક બીજાને માટે વલખતા અને તોય પોતાના અંતરને છેતરી મુખ પર સ્મિત રાખી ફરતા એવા હું અને તું ના મનના ભાવો આ ગીતમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.


ઇસ્લામનો પર્યાય….!! એક વાર્તાલાપ 16

ઇસ્લામ એટલે શું. અરેબિક શબ્દ સલેમા પરથી ઉતરી આવેલ શબ્દ ઇસ્લામનો અર્થ થાય છે શાંતિ, શરણાગતિ અને ખુદાઇ કાયદાઓનું ચુસ્તપણે પાલન, તો પછી સાંપ્રત સમયમાં ઇસ્લામનું નામ કેમ આતંકવાદની સાથે જોડાઇ રહ્યું છે. જગતના બીજા ધર્મો કરતા ઇસ્લામ કેમ અલગ પડી રહ્યો છે? ટ્રેનમાં બાંદ્રાથી વડોદરા આવતા એક મુસ્લિમ વૃધ્ધ શિક્ષક સાથે થયેલા વાર્તાલાપના કેટલાક અંશોમાં કદાચ આ સવાલના જવાબ મળી આવે.


ફક્ત તું પ્રિયે… – જીગ્નેશ અધ્યારૂ 13

યાદોનું વન ઘણું ગીચ હોય છે, અને એમાં એક વખત રસ્તો ભૂલીને ભટકવાનો આનંદ અનેરો છે. યાદોનો સાગર ખૂબ ઉંડો છે અને તેમાં ડૂબીને પણ ક્યારેક અનોખી અનુભૂતીની પ્રાપ્તિ થાય છે. પોતાની પ્રિયતમાને યાદ કરતા આવા જ કોઇક પ્રેમીને પ્રિયતમાની નાની નાની વાતો અને તેની યાદો સતાવે છે એ મતલબનું આ અછાંદસ મારી તદન સાહજીક અને સાદી રચના છે.


સગા કેટલા વહાલા? – જીગ્નેશ અધ્યારૂ 7

આપણે ત્યાં સગા વહાલા શબ્દ એક સાથે બોલાય છે. લોહીનો સંબંધ એટલે સગાં અને સગા વહાલા હોવા જોઇએ એવી જ કોઇ માન્યતાને લીધે સગા વહાલા શબ્દ સાથે બોલાતો હશે. સુખ વહેંચવાથી વધે અને દુ:ખ વહેંચવાથી ઘટે, એટલે એ વહેંચણી માટેના પાત્રો એટલે સગા વહાલા. આવા વિવિધ સંબંધો અને તેમની ઉપયોગીતાના આધારે આવા સંબંધોનું થોડુંક વિશ્લેશણ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે.


સંતોષની વ્યાખ્યા…. – જીગ્નેશ અધ્યારૂ 6

મહુવાથી વડોદરા આવતા બસમાં પ્રવાસ દરમ્યાન ઉદભવેલા એક વિચારે લાંબા સમયથી ઘેરી રાખ્યો, વિચારનો દિવસ ઉગ્યો, મધ્યાહને તપ્યો પણ આથમ્યો નહીં. વિચાર હતો કે માણસને સંતોષ ક્યારે થાય? કઇ વસ્તુથી થાય? કઇ રીતે થાય? અને ખરેખર થાય કે નહીં? સંતોષનો અર્થ વસ્તુલક્ષી છે કે અનુભૂતીલક્ષી? સંતોષ વિશેના આવા જ કેટલાક વિચારો અહીં મૂક્યા છે. તમારો સંતોષ વિશે શું વિચાર છે?


સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ = માવો – જીગ્નેશ અધ્યારૂ 18

માવો એટલે શું? ભગવદ્ગોમંડલ મુજબ માવાની વ્યાખ્યા છે, દૂધ ઉકાળી કરાતો ઘટ્ટ પદાર્થ (૨) ગર (જેમ કે, ફળનો), કે તેના જેવું કાંઈ પણ (૩) સત્ત્વ (૪) જથો, પણ એક મહાન અર્થ તેઓ પણ ભૂલી ગયા છે, એ અર્થનું વિસ્તૃત વિવરણ અને સમજણ અહીં આપવાનો અમે યત્ન કર્યો છે. માવો એ સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ છે. પ્રસ્તુત છે માવાની આસપાસ, ચૂના વગર ચોળાતો આ હાસ્યનિબંધ. જો કે તમે માવો ખાધો છે?


ઇન્ડીબ્લોગરની શ્રેષ્ઠ સ્વરચિત કાવ્યકૃતિ સ્પર્ધા…. 2

ભારતીય ભાષાઓના બ્લોગર મિત્રોનો સહીયારો મંચ એટલે ઇન્ડીબ્લોગર.ઇન ( http://www.indiblogger.in ). આ વખતે તેમના દ્વારા યોજાયેલી શ્રેષ્ઠ સ્વરચિત પદ્ય કૃતિ અથવા શ્રેષ્ઠ ઓરીજીનલ પોએટ્રી માટેની સ્પર્ધા અંતર્ગત વિવિધ ભાષાઓના કુલ 185 બ્લોગ્સ તેમની વિવિધ કૃતિઓ સાથે સ્પર્ધામાં છે. આવી કોઇ પણ સ્પર્ધામાં સૌ પ્રથમ વખત અક્ષરનાદ.કોમ પણ એક ઉમેદવાર તરીકે છે. વોટીંગ અંગેની વિગતો માટે આ વિગત વાંચો.


નવું પ્રભાત, નવી આશાઓ….. – સંપાદકીય 1

વિક્રમ સંવત 2066 નું નવું વર્ષ શરૂ થઇ ગયું છે. દિપાવલીની ઉજવણી થઇ ગઇ, ફટાકડા ધૂમાડો થઇને વાયુમંડળમાં ભળી ગયા, મિઠાઇઓ ખવાઇ ગઇ અને નવું વર્ષ આમ જ સહજ રીતે શરૂ થઇ ગયું. નવું વર્ષ ઘણી નવી આશાઓ સાથે, અપેક્ષાઓ સાથે આવ્યું છે. અક્ષરનાદ વેબસાઇટ વિશેની અનેકો અપેક્ષાઓ અને તેમને મૂર્ત સ્વરૂપ આપવાની યોજનાઓ વિશે આજે આપ સૌ સાથે વાત કરવાનો ઉત્તમ અવસર છે એમ મારું માનવું છે.


કરમાયેલું પીળું ગુલાબ! – જીગ્નેશ અધ્યારૂ 10

મારી રચનાઓ ગેય નથી હોતી કે છંદમાં નથી બેસતી એવી મિત્ર વિકાસ બેલાણીની હંમેશની વાતને લીધે જાણ્યે અજાણ્યે હવે અછાંદસ રચનાઓ તરફ વળી રહ્યો છું. એક ફૂલની સાથે સંકળાયેલા પ્રથમ પ્રેમના સંસ્મરણોને વાચા આપતી આ અછાંદસ રચના શાળા – કોલેજોમાં ઉજવાતા ફ્રેન્ડશીપ ડે થી શરૂ થાય છે. હજાર દેખાડાઓમાં ક્યાંક એક સાચો પ્રેમ પણ આ પીળા ફૂલની જેમ કરમાતો હશે? કદાચ હા, કદાચ ના !


શકુની ની રોજનીશી – જીજ્ઞેશ અધ્યારૂ 12

હિન્દીમાં શ્રી શિવકુમાર મિશ્ર અને જ્ઞાનદત્ત પાંડેજી ના બ્લોગ પર એક પોસ્ટ જોઇ, તે પરથી આવેલા વિચારના આધારે આ પોસ્ટ ઉપસી આવી. જો કે આ ફક્ત એક ગમ્મત ખાતર લખાઇ છે,અને તેને એટલી હળવાશથી જ માણવા વિનંતિ છે. મહાભારત એક મહાન ધર્મગ્રંથ છે, અને કોઇ પણ શબ્દે તેને તથા તેની મહાનતાને ઠેસ પહોંચાડવાનો કોઇ હેતુ નથી. છતાં જો કોઇ લાગણી દુભાય તો એ માટે પ્રથમથી ક્ષમા માંગી લઉં છું. આશા છે સામાન્ય હાસ્ય નિષ્પન્ન કરવાનો આ પ્રયત્ન સફળ રહેશે.


મધ્યગીરના તીર્થરાજ – બાણેજ 9

બાણેજ મધ્યગીરનું તીર્થસ્થળ છે. ખૂબ સુંદર વનરાજી, જંગલના રાજા સિંહની ડણકો અને સાથે આસપાસ ચારે તરફ નિર્ભય ભમતા હરણાંઓ, સાબરો, નીલગાય વગેરેના ઝુંડ, ઝરણા અને નદીઓના નિર્મળ ખળખળ પ્રવાહોની વચ્ચે, ક્યાંય માનવની દખલ નહીં તેવા આ સુંદર તીર્થસ્થળ વિશે જાણૉ આજે આ સુંદર લેખ.


અડોબ (Adobe) ના ફ્રી / ઓપનસોર્સ વિકલ્પો 3

અડોબના ઉત્પાદનો રોજીંદા વપરાશની વસ્તુઓ છે અને તેની સુવિધા વગર ઘણાં કામ મુશ્કેલ થઇ જાય. પરંતુ જો તેમને ખરીદવા ખર્ચો ન કરવો હોય તો અહીં કેટલાક એવા ઓપનસોર્સ વિકલ્પો દર્શાવ્યા છે જે ફક્ત ડાઉનલોડ કરવા જેટલા જ દૂર છે. તદન ફ્રી છતાં મૂળ સોફ્ટવેર જેટલાં જ કાર્યક્ષમ અને ઉપયોગી આ વૈકલ્પિક સોફ્ટવેર વિશે આજે જાણો.


માનવ સેવાનો મહાયજ્ઞ – જીગ્નેશ અધ્યારૂ 8

અક્ષરનાદ વેબસાઇટના વિષય વૈવિધ્યમાં આજથી મુલાકાતોના એક નવા વિભાગની શરૂઆત થઇ રહી છે. અને મને આનંદ છે કે ડો. પ્રફુલ્લભાઇ શાહ જેવા માનવ સેવાના સાક્ષાત મહાયજ્ઞ જેવી વ્યક્તિ સાથેની મુલાકાત તથા તેમની પ્રવૃત્તિઓ વિશેની જાણકારી સાથે આજે આ વિભાગ શરૂ થઇ રહ્યો છે. સાવરકુંડલાથી ઉઠેલી આ સેવા અને પરોપકારની અખંડ જ્યોત આજે ખૂબ મોટા સ્તરે વિસ્તરી છે. આજે અનુભવો આ સુંદર, હ્રદયંગમ અને પ્રેરણાદાયી મુલાકાતને.


એક હિંદુને પત્ર – લીઓ ટોલ્સટોય (અનુ. જીગ્નેશ અધ્યારૂ) 2

શ્રી લિઓ ટોલ્સટોય દ્વારા લખાયેલ પુસ્તક ” લેટર ટુ અ હિન્દુ ” નો ગુજરાતી અનુવાદ કરી રહ્યો છું. તેની પ્રસ્તાવના શ્રી ગાંધીજી દ્વારા લખાઇ છે, ભારતની પરાઘીનતા – તેન કારણો અને ઉપાય વિષયને કેન્દ્રમાં રાખીને શ્રી મોહનદાસ કરમચંદ ગાંઘીના વિચારોનો ગુજરાતી અનુવાદ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે. અને તેમના ટોલ્સટોયના લેખન વિશેના વિચારો વાંચીને ખૂબ પ્રભાવિત થવાયું. આજે તે પુસ્તકની પ્રસ્તાવના આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


કેટલીક ઉપયોગી વેબસાઇટ – 9 (Home Planning) 16

ઘરને સુંદર અને કલાત્મક રાખવું આપણને સૌ ને ગમે છે. એક સિવિલ એન્જીનીયર તરીકે રહેણાંક મકાનોના નકશા અને ડિઝાઇન કરવા એ મારા માટે નવી વાત નથી પણ અન્ય લોકો માટે કાં તો આર્કિટેક્ટ કે સિવિલ એંજીનીયર પાસે જવા સીવાય અન્ય કોઇ વિકલ્પ નથી. પોતાના ઘરને શણગારવાના અને વિકસાવવાના વિકલ્પો પોતાની જાતે ગોઠવવા, મુખ્યત્વે સાધારણ ગોઠવણી તથા યોજના કરવા ઉપયોગી થાય એવી તથા કોઇ પણ ખાસ સોફ્ટવેર વગર અને કોઇ વિશેષ જાણકારી વગર વાપરી શકાય તેવી વેબસાઇટ વિશે આપને આજે જણાવી રહ્યો છું.


આ સુવિધા તમારા કોમ્પ્યુટરમાં છે? (2) – જીગ્નેશ અધ્યારૂ 8

રોજબરોજના ઉપયોગમાં આવતા અને સરળતાથી ડાઉનલોડ કરી વાપરી શકાય તેવા ઉપયોગી સોફ્ટવેર વિશે થોડીક ચર્ચા અને જાણકારી વહેંચવાની આ શ્રેણી નો આ બીજો ભાગ છે. આપના કોમ્પ્યુટરને મહત્તમ અને ઝડપથી વપરાશ કરી શકાય તે માટે જરૂરી આ સગવડો વિશે જાણો અહીંથી, અને આપની પસંદ જણાવો.