સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : હાસ્ય વ્યંગ્ય


તમારે લગ્ન કરવા છે? શરતો અને પૂર્વધારણાઓ … – જીજ્ઞેશ અધ્યારૂ 10

શ્રી સુરેશ દલાલની ક્ષમાયાચના સાથે તેમની ખૂબજ સુંદર રચના “તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?” નું પ્રતિકાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

અમારા સહકાર્યકર અને મિત્ર અને વ્યવસાયે સિવિલ ઇજનેર શ્રી ભરત માલાણીના શુભલગ્ન પ્રસંગે તેમને આ રચના સપ્રેમ પ્રસ્તુત કરી છે. પ્રભુ તેમના સહજીવનને આનંદ-ઉલ્લાસભર્યું, સફળ અને સુખદ બનાવે તેવી પ્રાર્થના. જો કે મિત્રોને લગ્નપ્રસંગે આવા કાવ્યો આપવા એવી કોઈ પ્રથા પાડી નથી પરંતુ એક મિત્રના લગ્નપ્રસંગે લખેલી રચના તારા Marriage થઇ જશે પછી આ બીજી એવી જ રચના થઈ છે.


તમારે કેવી પત્ની જોઈએ? – વિનોદ જાની 9

સ્વ. શ્રી વિનોદભાઈ જાની ગુજરાતી ભાષાના ઉત્તમ નાટ્યલેખક, હાસ્યલેખક અને શિક્ષક. તેમના હાસ્યલેખોમાં ખૂબ સામાન્ય પ્રસંગોમાંથી તારવેલું અસામાન્ય હાસ્યતત્વ જોવા અચૂક મળે છે. પ્રસ્તુત હાસ્યલેખ પણ તેમની આ હથોટીનો પુરાવો છે. પરણેલાઓને જો બીજી વખત પત્નિ પસંદ કરવાનો અવસર આપવામાં આવે તો તમારે કેવી પત્ની જોઈએ એવા વિષય પર તેમણે ખૂબ હાસ્યસભર લેખ આપ્યો છે.


હોસ્ટેલનો ટેલીફોન – જીજ્ઞેશ અધ્યારૂ 13

અમારી હોસ્ટેલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક નાનકડી ગોખલા જેવી જગ્યામાં એક ટેલીફોન રહેતો. એ ટેલીફોન પણ અન્ય વસ્તુઓની જેમ એક જડ પદાર્થ જ હતો, પણ તેનું મહત્વ અન્ય વસ્તુઓથી થોડુંક વધારે હતું, કારણકે એક નિર્જીવ પદાર્થ બે સજીવોને સાંકળતો, તેમના મનોભાવો, લાગણીઓ એક બીજા સુધી પહોંચાડતો, અને પ્રેમીઓ માટે તો એ એક આશિર્વાદ હતો, જો કે એ ફોન પર કલાકો ચોંટી રહેનાર બીજા માટે તો એ ચોંટડુકને મનમાં ગાળો આપ્યા સિવાય કોઈ ઉપાય ન રહેતો. આવી જ એ ફોન વિશેની ઘણી ખાટી મીઠી યાદો અને વિચારો અત્રે પ્રસ્તુત કર્યા છે.


શું તમે આ ખણખોદ વાંચી? (9) – સંકલિત 15

તમે છેલ્લે ક્યારે હસ્યા છો? જ્યારે બ્લોગ ‘અધ્યારૂ નું જગત’ ચાલતો ત્યારે શું તમે આ જોક વાંચ્યો છે ના શિર્ષક હેઠળ ઘણી પોસ્ટ કરી, એક લીટીના ચતુર વાક્યો અને નવા જોક શોધીને મૂકવાની મજા અલગ જ છે, બની શકે કે આજના સંકલનમાંથી ઘણાં જોક તમે સાંભળેલા હશે, કારણકે આ પોસ્ટ યાદશક્તિને આધારે બનાવી છે, પરંતુ આમાંથી કોઈ એક પણ જો તમારા ચહેરા પર સ્મિત લાવવામાં સફળ થાય તો તેની પાછળ લેવાયેલી મહેનત સફળ થઈ ગણાશે.


ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે 10

જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડ્ંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ ખૂબ વંચાય છે. ખોટી બે આની શીર્ષક ધરાવતા તેમના પ્રસિધ્ધ પ્રસ્તુત હાસ્યનિબંધમાં તેઓ માનવના સહજ સ્વભાવની કેટલીક આગવી વાતો વર્ણવે છે. તેમને મળેલી ખોટી બે આની બીજાને પધરાવી દેવાની પેરવી અને પ્રયત્નો સૂક્ષ્મ હાસ્ય સરળતાથી નિષ્પન્ન કરે છે. તો અંતે બીજાને છેતરવા જતા અને ખોટી બે આની ચલાવવા જતા તેમને પાવલી ગુમાવવાનો વખત આવે છે તેનું કઠાક્ષભર્યું વર્ણન આ સુંદર નિબંધમાં સુપેરે થયું છે.


કાગડાના મંદવાડ વિશે કવિતા – રમણભાઇ નીલકંઠ

હાસ્ય નિબંધકાર જે રીતે ટૂચકા, પ્રસંગો કે સંવાદોનો છૂટથી ઉપયોગ કરી શકે છે તે લલિતનિબંધકાર કરી શક્તા નથી, હાસ્યનિબંધોમાં મોટેભાગે અતિશયોક્તિ કે વિચિત્ર પ્રસંગો કે કલ્પનાઓનો આશરો લેવામાં આવે છે, જેનો એક માત્ર હેતુ વાચકને હસાવવાનો છે, ઉપરાંત હાસ્યકારા આભાસી તર્કનો આશરો પણ લે છે, અને વાચક પણ આ દલિલો હસતાં હસતાં માણે છે. શ્રી રમણભાઈ નીલકંઠની કાગડાના મંદવાડ વિશેની આ કૃતિ આવીજ એક રચના છે, અને તેની અતિશયોક્તિઓજ તેને હાસ્યરસનું જીવંત ઉદાહરણ બનાવે છે. અહીં વાંચકે હાસ્ય શોધવાનો વ્યાયામ કરવાનો નથી, એ તો અહીં ઉડીને વળગ્યા કરે છે.


(NRI) ગુજરાતી સમજ્યા કે – જયકાંત જાની 8

(NRI) ગુજરાતી એવા શ્રી જયકાંતભાઇ જાનીની આ રચના હળવી શૈલીમાં હળવી વાત કહે છે. અહીં ફક્ત હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન છે, કેટલીક ખૂબ સામાન્ય પંક્તિઓની થોડીક મચડીને તેમણે હાસ્ય નિષ્પન્ન કરવાનો એક સુંદર પ્રયત્ન કર્યો છે. આવી હળવી રચનાઓ તેમના તરફથી મળતી રહે તેવી આશા સાથે અક્ષરનાદને આ રચના મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


? – જ્યોતિન્દ્ર દવે 2

(અંગત નિબંધ પ્રકારના હાસ્યનિબંધમાં સમાજની કુપ્રથાઓ કે કુરિવાજો પર ધારદાર કટાક્ષ હોય છે, કે પછી અમુક વ્યક્તિવિશેષની આદતો, વિલક્ષણ-વિચિત્ર બાજુ કે ટેવો પર હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન હોય છે. જ્યોતીન્દ્ર દવેના નિબંધોમાં આ પ્રકારના સૂક્ષ્મ હાસ્યના તરંગો બધેજ વહેતા નજરે ચડવાનાં. તેમની કૃતિ “ખોટી બે આની” હાસ્યનિબંધો માટે સીમાચિહ્ન મનાય છે. પ્રસ્તુત નિબંધમાં માણસની વ્યર્થ પ્રશ્નો પૂછ્યા કરવાની આદતની સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરવા માટે ઝાટકણી કરવામાં આવી છે. વિશેષ વર્ણન, વાર્તાલાપ અને પ્રસંગોના યથોચિત ઉલ્લેખથી હાસ્યલેખક નિબંધના સ્તરને પરાકાષ્ઠાએ લઇ જાય છે.


છોગાળા, હવે તો છોડો! – દલપત પઢિયાર 14

ગુજરાતી સાહિત્યની કેટલીક શ્રેષ્ઠતમ કૃતિઓ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ નાનપણથી વિદ્યાર્થીઓને માણવાનો, સમજવાનો અવસર આપે છે. બાળકાવ્યો અને બાળવાર્તાઓ બાળકોને મનોરંજન સાથે જ્ઞાન આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. શાળા સમયથી મને શ્રી દલપત પઢિયારની સસલીબાઇ અને છેલછોગાળા સસલાભાઇની આ બાળવાર્તા “છોગાળા હવે તો છોડો!” ખૂબ ગમતી. હમણાં વર્ષો પછી એ ફરી વાંચવા મળી, કેટલાક સ્મરણો ખૂબ આનંદદાયક હોય છે, આ વાર્તાએ મને મારા શાળા સમયની યાદોના બાગમાં પાછો પહોંચાડ્યો. આપ સૌ સાથે આ વાર્તા વહેંચી રહ્યો છું.


સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ = માવો – જીગ્નેશ અધ્યારૂ 18

માવો એટલે શું? ભગવદ્ગોમંડલ મુજબ માવાની વ્યાખ્યા છે, દૂધ ઉકાળી કરાતો ઘટ્ટ પદાર્થ (૨) ગર (જેમ કે, ફળનો), કે તેના જેવું કાંઈ પણ (૩) સત્ત્વ (૪) જથો, પણ એક મહાન અર્થ તેઓ પણ ભૂલી ગયા છે, એ અર્થનું વિસ્તૃત વિવરણ અને સમજણ અહીં આપવાનો અમે યત્ન કર્યો છે. માવો એ સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય મુખવાસ છે. પ્રસ્તુત છે માવાની આસપાસ, ચૂના વગર ચોળાતો આ હાસ્યનિબંધ. જો કે તમે માવો ખાધો છે?


શકુની ની રોજનીશી – જીજ્ઞેશ અધ્યારૂ 12

હિન્દીમાં શ્રી શિવકુમાર મિશ્ર અને જ્ઞાનદત્ત પાંડેજી ના બ્લોગ પર એક પોસ્ટ જોઇ, તે પરથી આવેલા વિચારના આધારે આ પોસ્ટ ઉપસી આવી. જો કે આ ફક્ત એક ગમ્મત ખાતર લખાઇ છે,અને તેને એટલી હળવાશથી જ માણવા વિનંતિ છે. મહાભારત એક મહાન ધર્મગ્રંથ છે, અને કોઇ પણ શબ્દે તેને તથા તેની મહાનતાને ઠેસ પહોંચાડવાનો કોઇ હેતુ નથી. છતાં જો કોઇ લાગણી દુભાય તો એ માટે પ્રથમથી ક્ષમા માંગી લઉં છું. આશા છે સામાન્ય હાસ્ય નિષ્પન્ન કરવાનો આ પ્રયત્ન સફળ રહેશે.


ટૂ કપ ટી અને અન્ય હાસ્યપ્રસંગો – સ્વામી આનંદ 5

હિંમતલાલ દવેનો જન્મ લીંમડી પાસેના શિયાણી ગામે થયો હતો. ઘર છોડીને સન્યાસી બન્યા પછી ભારતભરમાં ખૂબ ભ્રમણ કર્યું. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી સ્વામી આનંદ ‘નવજીવન’ ના પ્રકાશનમાં જોડાયા. તેમના પુસ્તકોમાં અનોખા અનુભવ પ્રસંગો આલેખાયા છે અને પ્રસ્તુત પ્રસંગો સ્વામી આનંદ લિખીત અને દિનકર જોશી સંપાદીત ‘આંબાવાડીયુ’ માંથી લેવામાં આવ્યા છે. ધોરણ 6ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ તેમને સ્થાન મળ્યું છે અને આ ખૂબ સરળ માનવસ્વભાવનો પરિચય કરાવતા પ્રસંગો ટૂચકાની જેમજ સહજ હાસ્ય પ્રેરે છે.


શું તમે આ ખણખોદ વાંચી? (8) – સંકલિત 8

આપણાંમાં કહેવત છે કે હસે તેનું ઘર વસે, તો શું ન હસે તેને ત્યાં કૂતરા ભસે? એમ પણ ઘણાં મિત્રો જવાબમાં કહેતા હોય છે. મન હળવું કરવા ગમે તેવા ખરાબ સંજોગોમાંય આવી એકાદ કણિકા યાદ આવી જાય અને સહેજ મલકાટ આપતી જાય. મન પ્રફુલ્લિત કરતી અને રમૂજ ફેલાવતી કેટલીક સુંદર હાસ્ય કણિકાઓનો સંચય આજે પ્રસ્તુત છે આપ સૌને આનંદિત કરવા.


ગેસના બાટલાનો બૂચ – રતિલાલ બોરીસાગર 6

શ્રી રતિલાલ બોરીસાગર સાહેબને કયો ગુજરાતી વાંચક ન ઓળખે? ખડખડાટ હસાવતા તેમના લેખોએ ગુજરાતને હસતું રાખ્યું છે અને ગુજરાતી સાહિત્યની સમૃધ્ધિમાં અનેરુ યોગદાન આપ્યું છે. આજે માણો રોજબરોજના સામાન્ય પ્રસંગોમાંથી હાસ્ય નિપજાવવાની તેમની કળાનું અનેરુ ઉદાહરણ …..


તારા Marriage થઇ જશે – જિજ્ઞેશ અધ્યારૂ

એક મિત્રને લગ્નપ્રસંગે ભેટ આપવા માટે લખાયેલી આ મરક મરક પદ્ય રચના મારી આ ક્ષેત્રની પ્રથમ કૃતિ છે. લગ્ન પછીની કેટલીક પરિસ્થિતિઓને અહીં નજરમાં રાખી છે. જો કે મારા મતે આ રચનાને હઝલ કહી શકાય છે. આપનો પ્રતિભાવ આવકાર્ય છે.


એલફેલ પ્રિપેઇડ કસ્ટમર કેર – જીગ્નેશ અધ્યારૂ 23

ગામડાનો એક વ્યક્તિ ફોન કરે છે “એલફેલ” મોબાઇલ કંપનીના કસ્ટમરકેર વિભાગમાં અને તેની ગ્રાહક સુવિધા અધિકારી સાથે થયેલી થોડીક અસામાન્ય પણ મલકાવતી વાતચીતના અંશો માણો અહીં…. માણો થોડી મરકતી, હસતી, હળવી પળો ….


શું તમે આ જોક સાંભળ્યો છે? (7) – સંકલિત 13

હોલીવુડના પ્રખ્યાત અભિનેતા બોબ હોયને એક વખત પત્રકારોએ પૂછ્યું કે આપની બાલ્યાવસ્થા વિશે કોઇ નોંધપાત્ર બાબત છે? “એક બાબત ખાસ રહી ગઇ છે, મારા પિતા મને રોજ એટલા જોરથી લાફો મારતા કે મારા ગાલ ઉપર પડેલી તેમના હાથની છાપ જોઇને જ્યોતિષિઓ તેમનું ભવિષ્ય ભાખતા” બોબે જવાબ આપ્યો. Do not copy please ***** “એના એકાએક મૃત્યુનું કાંઇ કારણ? Do not copy please હા, એ ભૂલકણો હતો, સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય…. **** Do not copy please પોલિસચોકીમાં એક દારૂડીયો ગુસ્સે થઇને બૂમો પાડતો હતો “મને સમજાતું નથી કે મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?” ” દારૂ પીવા માટે ?” પોલિસે કહ્યું, એમ? તો પછી આપણે શરૂ કેમ નથી કરતા?” ભોળા દારૂડીયાએ કહ્યું. ***** do not copy please સામે ઉભા છે એ સજ્જન કોણ છે? એ સજ્જન નથી, નેતા છે. ***** do not copy please બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા, ખમીસ પરના ભાવની કાપલી જોઇ એક ચોરે બીજાને કહ્યું, “જો તો ખરો, માળા લૂંટવા જ બેઠા છે.” ***** do not copy please એક યુવતી બીજીને, “હું ચાર બાળક વાળા કરોડપતિને પરણવાની છું,” બીજી : “બહુ સરસ, નવી કંપની ખોલવા કરતા આ એસ્ટાબ્લિશ્ડ ફર્મ ટેકઓવર કરવી શું ખોટી” ***** do not copy please એક યાત્રી ટિકીટચેકરને : “ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઇમટેબલ શા કામના?” ટિકીટચેકર : “જો ગાડીઓ સમયસર આવશે તો તમે કહેશો કે આ વેઇટીંગ રૂમ શા કામના?” ***** do not copy please માણસને ઉંટ ઉપર સવારી કરવી હતી પણ જુઓ ઉંટે કેવી યુક્તિ કરી? *****do not copy please નવા ઇજનેરની ભરતી વખતે એચ આર […]


આવો… સરકારી મદદ હાજર છે – ભુપેન્દ્ર ઝેડ. અને ગોવીન્દ મારુ 5

  ગોપો એય ભોપા… ચાલને.. ભૈ ખુબ જ મોડું થઈ ગયું છે ? આજે આપણે ગ્રામ્ય વીસ્તારમાં ચુંટણી પ્રચાર માટે જવાનું છે.   ભોપો (શર્ટના બટન મારતાં દાદરા ઉતરીને આવતાં) લ્યે-  આ આવ્યો. શર્ટ પહેરવા દેતો ય નથી. ચાલ ત્યારે કયા ગામે જવું છે ? ગોપો કાંઠા વીસ્તારના ગામડે જઈએ છીએ. સીધો બેસી જા. ગાડી ચાલુ કરું છું. (બંને દરીયા કાંઠાના એક ગામમાં દાખલ થાય છે. જ્યાં ગ્રામ્યજનો સભામાં બેઠા છે અને ગોપો – ભોપો સ્ટેજ પર ચઢી પ્રવચન શરુ કરે છે.)    ગોપો ગામના વાસીઓ ભાઈઓ, બહેનો અને વડીલો તેમજ બાળ-ગોપાળોને પ્રણામ… તો ગ્રામજનો અમો તમને આજે એ સમજાવવા આવ્યા છીએ કે…        ગંગુકાકા       (ચાલુ સભાએ લાકડીના ટેકે ઉભા થઈ) મહાશયો, અમો આ સભામાં કાંઈ અમસ્તા નથી આવ્યા ? અમને શું મળશે ? ગોપો  રામ… રામ… ગંગુકાકા, આપ ક્યાંથી આવો છો ? અને બોલો તમને શું મુશ્કેલી છે ? ગંગુકાકા       આ ગામના પાદરે ડોબાં ચરાવવા ગયો તો અને ભેંસે મને એક અડબોથ મેલી. હું સમય પારખીને ખસી તો ગયો પણ બાપડી ભેંસને વાગી ગયું. લોહી લુહાણ થઈ ગઈ છે. કાંઈ મળશે કે ?    ગોપો  હાં, હાં ચોક્કસ કેમ નહીં. અરે ભોપા, લાવ જોઉં ફોર્મ નં. X.Y.Z. 114 જુઓ ગંગુકાકા આ ફોર્મ અમે ભરી દીધું છે. આપ અહીં અંગુઠો અથવા સહી લગાવો !       ગંગુકાકા કયો અંગુઠો લગાવું ? ગોપો  ડાબો અંગુઠો લગાવો. ચાલો જલ્દી કરો.       ગંગુકાકા હાથનો કે પગનઓ અંગુઠો લગાડું ?  ગોપો  અરે ! ઓ !! ગંગુકાકા સરકારી કામકાજમાં હાથનો જ અંગુઠો લગાડાય. અને તે પણ ડાબા હાથનો. લાવો જલદી લાવો અંગુઠો.     ગંગુકાકા       મારા રયડાઓ. એટલે શું મારે એકલ્વ્યની જેમ તમને […]


કોથળો ભરી રૂપિયા – જિગ્નેશ અધ્યારૂ 8

મેં સાંભળ્યુ છે કે જો વિશ્વ અર્થતંત્ર આમ જ ખાડે જતુ રહ્યું અને ભાવો આમ જ વધતા રહ્યા તો એ દિવસ દૂર નથી કે સામાન્ય લોકો અને સગવડો એક બીજાથી એવા દૂર થઈ જશે જેવા અત્યારે સલમાન અને ઐશ્વર્યા છે. રૂપિયાનું અવમૂલ્યન ફરી શરૂ થઈ ગયું છે, ડોલર ની સરખામણીએ રૂપિયો ફરી ગગડવા માંડ્યો છે.   જો આમ જ સતત ચાલતુ રહ્યુ તો એક દિવસ એવો આવશે કે ભાવો ખૂબ વધી જશે, રૂપિયાનું અવમૂલ્યન પણ પાર વગરનું હશે….એક ડોલર ના પાંચસો થી છસ્સો રૂપિયા થશે…..અને ત્યારનું ચિત્ર વિચારો તો ખરા ! !   સૌ પ્રથમ તો સરકાર ને નવી ચલણી નોટો બહાર પાડવી પડશે…પાંચ લાખ ની, દસ લાખ ની, પચાસ લાખની કે એક કરોડ ની. પણ આ જેટલા મોટા આંકડા અત્યારે લાગે છે એટલા ત્યારે નહીં હોય….ત્યારે ભાવ વધારો પણ તો ભયંકર હશે…   જેમ કે તેલનો ડબ્બો હશે પંચોતેર હજાર રૂપિયા, ઘઊં નો ભાવ હશે નવ – દસ હજાર રૂપિયા કિલો, તો એક ગુણ ધઊં લેવા તમારે એક ગુણ પૈસા આપવા પડશે. તમારો છોકરો પૈસા માંગશે, ખીસ્સા ખર્ચી માટે, પણ તમે જે આપશો તે એના ખીસ્સા માં નહીં સમાય, તે બેગ કે થેલી માં પૈસા લઈ જશે…તમારી વાઈફ રોજ સવારે શાકભાજી લેશે તો રોજ ના ચાર પાંચ હજાર ખર્ચી નાખશે, કચરો વાળવા વાળો કહેશે સાહેબ, આ મહીનાના પંદર હજાર થયા, તો દૂધ વાળાના હશે કાંઈક ત્રણ ચાર લાખ, મહીને,   તમારા પગારના દિવસે તમે ઘરે રીક્ષા કરી કોથળામાં પગાર લાવશો, અને પગારના દિવસ થી બે દિવસ તમારે ત્યાં નોટ્સ અલગ કરવાનું કામ ચાલશે કારણ કે બેંક તમને નોટો સ્ટેપલ […]


વિદ્યા સહાયકોને – તરૂણભાઈ મહેતા 9

( વિદ્યા સહાયકોને ) વટ જાય છે પડી, – ટૂંકા પગાર માં ! નોકરી એવી મળી – ટૂંકા પગાર માં ! આજે નહીં તો કાલે જશે નક્કી વધી એ જ આશા ફળી  – ટુંકા પગાર માં ! કરીયાણા કરતા કટલરીનું બીલ ગ્યું વધી એવી જ શ્રીમતી મળી, – ટૂંકા પગાર માં ! એક સાંધો ત્યાં તેર તૂટી જાય છે, આફત એવી પડી, – ટૂંકા પગાર માં ! સરકાર અમને સાચવે એટલું ઘણું, બીજાની અમને શી પડી, – ટુંકા પગાર માં !  – તરૂણભાઈ મહેતા


ગૃહસ્થી અને શાકભાજી – વિકાસભાઈ બેલાણી 6

“એઈ સાંભળો છો?” આવું ઉદબોધન હું અવારનવાર મારા શ્રીમતીજી ના મુખે થી સાંભળું છું અને સાંભળતાજ તુંરત યાદ કરી લઉ છું કે સવારે નહાઈને મે બંને કાન બરાબર સાફ કરેલા! તદુંપરાંત મને ઝીણા ઝીણા અવાજો પણ સંભળાઇ જાય એવી તીવ્ર શ્રવણ શક્તિ મળી છે, જેના દ્વારા હું અવારનવાર લોકોની ગુસપુસો સાંભળતો હોઉં છું. આટલું સરસ રીતે સાંભળી શકતો હોવા છતાં દરરોજ “એઈ સાંભળો છો?” ના મેણા મારે સાંભળવા પડે છે. “એઈ સાંભળો છો?” ને ! બદલે જો મને મારા શ્રીમતી “એઇ દેખાય છે કે નહી?” એવું કહે તો સમજી શકું કે મારે આંખે ચશ્મા છે અને ચશ્મા વિના મને દૂરનું ઓછુ દેખાય છે, તથા”એઇ દેખાય છેકે નહી?” એવું અવારનવાર મને રસ્તામાં, સોસાયટીમાં બસમાં અને તે સીવાય પણ ઘણી જગ્યાએ ઘણી માનુનીઓ કહેતી જ હોય છે. મને એ આજ પર્યત સમજાયું નથી કે શ્રીમતીઓ પોતાના શ્રીમાનને સ્નેહપુર્વક તેના નામથી કેમ નથી બોલાવતી. મે ઘણા વિદ્વાનોને આ બાબતે પૂછી જોયું પણ મને જાણી ને આંચકો લાગ્યો કે મારા એક મીત્ર ના શ્રીમતી મારા મીત્રને “ગુડિયાના પપ્પા! ” એવું સંબોઘન કરી બોલાવે છે, ત્યારે જ ધર્મસંકટ ઊભું થાય છે, કારણ કે એમની સોસાયટી માં કુલ મળીને સાત ગુડિયા છે. ફક્ત આ બાબતે જ ગોરઘનો ને અન્યાય થતો હોય તેવું નથી! શ્રીમતીઓ અન્યાય તથા અત્યાચારની બીજી પણ ઘણી રીતો જાણે છે. ધર્મરાજાએ જેમ યક્ષનું રૂપ લઈ યુધીષ્ઠિરની પરીક્ષા કરેલી તે રીતે પત્નીઓ પણ પતિની કર્મનિષ્ઠા અને કર્તવ્યપરાયણતાની અવારનવાર ચકાસણી કરે છે. બીજાની મને ખબર નથી પણ મારી આવી રીતે રોજ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષાના સ્વરૂપો વિશે વાત કરું તો તેમાં દાળ, શાકનો વઘાર કરવો, કચરા-પોતા કરવા, સારૂ […]


સ્ટિંગ ઓપરેશનની હોળી – હિમાંશુભાઈ કીકાણી 2

કિશોર કીટલી સાથે સાવ આવું બનશે એવું અમે કોઈએ ધાર્યું નહોતું.  કિશોર વિશે ધારવા જેવું તો ઘણું હતું, પણ સાવ આવું બનશે એવું ખરેખર અમે કોઈએ ધાર્યું નહોતું. કિશોર પહેલેથી અદકપાંસળિયો જીવ. વાતવાતમાં એનો ઉત્સાહ દિમાગને ઓવરટેક કરી જતો. ચાની કીટલી એનો કાયમી અડ્ડો. કરિયરની શરૂઆત એણે ક્રાઈમ રિપોર્ટર તરીકે કરી એની અસર હોય કે ગમે તેમ, કિશોરે પોતે જ પોતાનું નામ કિશોર કીટલી પાડ્યું એવું માનવાવાળા પણ ઘણા હતા. એથીક્સનો એવો પાક્કો કે ગામ આખાને ટોપી પહેરાવે, પણ પોતાની ચાના રૂપિયા કોઈ ને કોઈ પાસેથી કીટલીવાળાને અચૂક અપાવે.   અમને સૌને એમ હતું કે કિશોર કીટલી અમારી કૉલેજનું નામ ઉજાળશે. અમે ભણતા ત્યારે પત્રકારોની આજના જેટલી બોલબાલા નહોતી. ગુજરાતીમાં પાંચમાંથી ત્રણ વાક્ય સાચાં લખી શકે (વાક્યરચનાની રીતે, જોડણીની રીતે નહીં) અને હાથમાં માઈક પકડીને કહો તેટલી દોડાદોડી કરી આવે એને પકડી પકડીને પત્રકાર બનાવી દેવા પડે એવો અખબારી માધ્યમોનો કપરો કાળ ત્યારે હજી શરૂ નહોતો થયો. એટલે ગ્રેજ્યુએટ થયા પછી હોંશભેર બે વર્ષ જર્નાલિઝમનો કોર્સ કરીને મૂર્ધન્ય પત્રકાર બનવાનાં સૌમ્ય સપનાં અમે જોતા. એમાં કિશોર કીટલીનો જિગરી મહેશ મિસ્ત્રી પણ સામેલ.   કિશોર જેટલો ઉછાંછળો એટલો મહેશ ધીરગંભીર ને ગભરૂ. સૌએ એનું ભવિષ્ય ભાખી લીધું હતું કે મહેશ આકાશવાણીનો એનાઉન્સર થવાનો. નવાઈની વાત તો હતી, ઋણાનુબંધ કહો તો એમ, પણ કિશોર અને મહેશને સારું બનતું. કિશોર કોઇ પણ કારસ્તાનમાં ફસાતો તો મહેશ મદદે આવતો.   મહેશ જર્નાલિઝમના કોર્સનાં બે વર્ષ કેમ પૂરાં કરશે એ સવાલ હતો ત્યારે અમારો કિશોર એડમિશન મળ્યું ત્યારથી જ પત્રકાર બની બેઠો હતો. પહેલા જ વર્ષે એના ઉત્સાહે દિમાગને ઓવરટેક કર્યો. કૉલેજના ટ્રસ્ટીએ કઈ રીતે […]


કવિ થવું એટલે – તરુણભાઈ મહેતા 5

દરેકના જીવનમાં ધારેલી બધીજ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એવું કાંઈ નથી. દરેકને કોઈક વાતનો અભાવ તો રહેવાનોજ. પરંતુ કવિ બનવું તે નાની સૂની વાત નથી. આમ તો દરેક વત્તા ઓછા અંશે કવિ તો હોય જ પરંતુ તેની કલ્પનાશક્તિ કુંઠિત કરી દેવામાં સમાજનો ખૂબ મોટો ફાળો છે. એમ છતાં નીવડેલા કવિને સમાજ ઈનામ અકરામોથી નવાજે છે. કવિને પ્રથમ ઈનામ તો દર્દ – ઝખ્મો અને સહનશક્તિનું મળે છે. સમાજ, ગામ અને ઘરનાં સભ્યો ખુદ ઘરવાળી પણ તેને છટકેલ મગજનો ગણે છે. ઘણી વખત તેના મગજ હોવા અંગેની અફવા પણ તે ફેલાવે છે. પણ એ જ ઘરવાળી જ્યારે પરણી ન હોય ત્યારે કવિને “કવિ” બનાવવાના મૂળમાં રહેલી હોય છે. એથીજ કવિઓ પોતાના સંગ્રહમાં કોપીરાઈટના હક્કો ઘરવાળીના નામે જ કરી દેતા હોય છે. આમ તો માણસ માત્રમાં ઉદારતા રહેલી હોય છે. સામાન્ય માણસ બેન્ક બેલેન્સ, મકાન કે મીટર ઘરવાળીના નામે કરે છે, જ્યારે કવિ તો પોતાની વિચારોની મૂડી પણ ઘરવાળીના નામે કરી તેના નિર્દંભ વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. કવિ હોવા માટે કવિ કહેવડાવવું આવશ્યક છે. જેમ કે તેમાં પ્રેમિકા અને પત્નિ કવિ તરીકે ઓળખે તેમજ પ્રસ્થાપિત કવિ થઈ શકાય. મારા ઘણા મિત્રો કવિ છે પરંતુ જાતને કવિ તરીકે ઓળખાવવા જેટલા અપલક્ષણોના અભાવે તેની કવિતા ડાયરીના પાનાની શોભા વધારી બાળમરણ પામી છે અથવા તો પોતે અગરબત્તીની જેમ બળીને અન્યની નાસિકા સુધી ગાંઠીયા અને ચટણી જેવા નયનરમ્ય અને મનોહર ફરસાણની સુવાસ પાથરનાર બની રહે છે. આમ તો સહન કરે તે સંત, રાજી થાય તે ઋષિ. કવિને સંસ્કૃતમાં कविभीः परिभू स्वयंभू मनीषी કહીને ઋષિ સમાન ગણાવ્યા છે, કારણકે મોહ માયા ન મળવાથી સહજ ત્યાગ વૃત્તિ સાધ્ય બની […]


અસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ 9

1.  ( વૈષ્ણવજન તો તેને રે કહીએ નું પ્રતિકાવ્ય ) અસુર જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ માણે રે ! પરદુઃખે વૃધ્ધિ કરે એનું, મન તો ગુમાનમાં નાચે રે !   સકળ લોકમાં સહુને મુંડે નિંદા ન છોડે કો’ની રે, વાચ કાછ મન ગંદા સદાયે, આંસુ સારે એની જનની રે.   કુદ્રષ્ટિને તૃષ્ણા ભોગી, પરસ્ત્રી જેને સદા હાથ રે, જિહવા થકી કદી સત્ય ન બોલે, પરધન નવ છોડે હાથ રે.   મોહમાયા રોમરોમે જેને, ભોગ વિલાસ જેનાં મનમાં રે, રામનામથી આઘો ભાગે, સકળ તીરથ જેનાં ધનમાં રે.   પૂર્ણ લોભી ને કપટ ભરપૂર છે, કામ ક્રોધ સદા ઉભરે  રે ભણે ગોપાલ તેના દીદાર થાતાં, કૂળ એકોતેર ડૂબે રે…   2.  ( રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનો મહાદેવભાઈ દેસાઈએ કરેલ અનુવાદ “એકલો જાને રે”  નું પ્રતિકાવ્ય ) (સર્વવ્યાપક ભ્રષ્ટાચાર દેવતા ને સમર્પિત) તારી સંગે ભલે કોઈ ન આવે, તોયે તું એકલો ખાને રે ! એકલો ખાને, એકલો ખાને,  એકલો ખાને રે !   જો સહુ ડાચા ફાડે ઓ રે ઓ સંગાથી સહુ ડાચા ફાડે જ્યારે સહુ મોં વકાસી સાથે ડોળા કાઢે ત્યારે તું બીંદાસ બનીને અરે મન મૂકીને જે મળે તે બંને હાથે, તું એકલો ખાને રે !   જો સહુ ગણગણતા જાય ઓ રે ઓ સંગાથી, સહુ ગણગણતા જાય ત્યારે ખીસ્સા ભરતા તને, સહુ જોઈ ભલે શરમાય ત્યારે સામી છાતીએ, બધું ભૂલીને ભાઈ એકલો ખાને રે !   જ્યારે ગાળો દે સહુ કોઈ ઓ રે ઓ સદભાગી, ગાળો દે સઘળા કોઈ લાજ શરમ નેવે મૂકીને મળે એ હંધુયે એકલો ખાને રે !   તારો સાથ માંગે જો કોઈ તો નફ્ફટ થઈને, છેટો રહીને પંડે ખાવું એ જ ધર્મ મારો કહીને […]


મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર 6

મોબાઈલનો વારસદાર ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે! મારા પપ્પાને બે’ન બે બે કુંવરીયા બૈ વચ્ચે પાડ્ય છે ભાગ – વીરાજી કેરી મોટે માંગ્યો છે બે’ન અવિચળ ટેલીફોન નાને માગ્યો છે મોબાઈલ, હાં રે બેની નાને માંગ્યો છે મોબાઈલ – વીરાજી. મોટો બેઠો છે ઘેર આરામ ફરમાવતો નાનો રખડતા રામ – વીરાજી. મોબાઈલ ફોનની રિંગુડી વાગતી નાનો બાઈકનો અસવાર – વીરાજી. રમઝમતી બાઈકે નાનો ફોનુડા સાંભળે વાતુંનો આવે ના પાર – વીરાજી. એક દી બીજો બાઈકનો અસવાર ભટકાયો નાનાની સાથ – વીરાજી. વેરાયા બોલ વીરના ફેલાયા આભમાં પછડાયો સાવ ઊંધમૂંધ – વીરાજી. બેઉ હાથે થયાં નાનાને ફ્રેક્ચર મોબાઈલનાં છૂટ્યાં બંધાણ – વીરાજી. ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે.  – શ્રી રતિલાલભાઈ બોરીસાગર (ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય ) **************** ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ નું જગત તરફથી ખૂબ ખૂબ આભાર. પ્રયત્નને જ્યારે પ્રોત્સાહન મળે ત્યારે તેની મહેનત સફળ થઈ જાય છે. શ્રી રતિલાલ સાહેબનો આ માટે હાર્દિક આભાર અને પ્રણામ. તેમનો સંપર્ક ratilalborisagar@gmail.com પર કરી શકાય છો. “આપના દ્વારા શરૂ કરવામાં આવી રહેલા આ હાસ્ય અઠવાડીયા માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાહિત્ય પ્રસારના આ પ્રયત્નો અને હાસ્ય લેખન ક્ષેત્રે થઈ રહેલું આ કામ ખરેખર આનંદની ઘટના છે. આ પ્રયત્નની સફળતા માટે ખૂબ આશિર્વાદ.”  – શ્રી રતિલાલભાઈ બોરીસાગર ***************** મોબાઈલનું ગુજરાતી નામ ‘મેઘદૂતમ’ રાખ્યું હોય તો ?


મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ 5

હમણાં થોડાક દિવસ પહેલા પીપાવાવ થી મહુવા આવતા મારો મોબાઈલ બસ માં ખોવાઈ ગયો.  બન્યું એવું કે પીપાવાવ થી કંપનીની બસમાં બેઠો, કે ઘરે થી તરત ફોન આવ્યો, “ક્યારે આવશો?” મેં કહ્યું “બસ હવે એક દોઢ કલાક માં”. લાઈન કપાઈ ગઈ અને મોબાઈલ હાથમાં રાખી હું બારીની બહાર મીઠાના અગરો જોતો હતો. ઠંડી હવા આવતી હતી, અને એક સરસ ભજન વાગતું હતું. હું ક્યારે ઉંઘમાં સરી પડ્યો તે ખબર જ ન પડી. સરસ સુંદર પરીઓના સ્વપ્ન જોતાં જોતાં હું સ્વર્ગની મજા માણી રહ્યો હતો કે અચાનક બસની બારીની આડે રહેલો પડદો મારા મોં પર હવાને લીધે પડ્યો. પડદો હટાવ્યો તો પાછો ઉડીને આવ્યો. મારી ઉંઘમાં ખલેલ પડી એટલે આંખો ચોળતો હું ઉભો થયો. માઢીયા ચેકપોસ્ટ જતી રહી હતી એટલે હવે મહુવા આવવાને ફક્ત દસ મિનિટ બાકી હતી. અચાનક મારું ધ્યાન પડ્યું તો હાથમાં મોબાઈલ ન હતો. મેં ખીસ્સા ફંફોસ્યા, તો મોબાઈલ ન મળે. ઉભો થઈ જોયું કે ક્યાંક ખીસ્સા માંથી સરીને સીટ પર ન પડ્યો હોય, પણ ત્યાં પણ ન હતો, સીટની નીચે જોયું, આગળની સીટ નીચે, પાછળની સીટ નીચે બધે જોયું. ક્યાંય ન મળે, આસપાસ વાળા બધા ઉંઘતા હતા. આગળની સીટ પરના એક મિત્રને ઉઠાડ્યો, તેનો મોબાઈલ લઈ મારા મોબાઈલ પર રીંગ કરી, રીંગ જઈ રહી હતી પણ મારો મોબાઈલ ક્યાંય ન ધણધણ્યો, એક બે ત્રણ એમ ઘણી વાર નંબર ડાયલ કર્યો, આખી રીંગ પૂરી થઈ ગઈ પણ ન મોબાઈલ દેખાયો કે ન એનો અવાજ આવ્યો. બસમાં આગળ પાછળ વાળાઓને પૂછ્યું કે મોબાઈલ જોયો છે? ધીમે ધીમે કરતા આખી બસમાં વાત ફેલાઈ. મહુવા આવી ગયું હતું અને બધાં પોતપોતાના સ્ટેન્ડ […]


પ્રસ્તાવના – હાસ્ય અઠવાડીયું 13

                                         જેમની કલમે ગુજરાતના હાસ્ય સાહિત્યને દૈદિપ્યમાન કર્યું છે તેવા તમામ હાસ્ય લેખકો  – લેખિકાઓને સાદર અર્પણ઼ *********************************** ચલો ચલો મુસકાન વાવીએ લ્યો આ આંસુ, આપો હૈયુ, આપો થોડીક હૂંફ, એટલે એક નવી પહેચાન વાવીએ ચલો ચલો મુસકાન વાવીએ – કૃષ્ણ દવે સાહિત્યજગતમાં પ્રતિષ્ઠિત સર્જકોને માન સમ્માન મળે છે, અને મળવું જ જોઈએ પરંતુ નવોદિત છતાં સમર્થ લેખકોની ઘણી વાર ઉપેક્ષા થતી જોવા મળે છે. તે ન જ થવી જોઈએ તેવા વિચારે ગુજરાતી બ્લોગના ઉપલબ્ધ માધ્યમ દ્વારા કેટલાક લેખો અત્રે મૂકવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. આ કૃતિઓની પસંદગીમાં કોઈ સાહિત્યિક માપદંડો નજરમાં નથી રાખ્યા. પસંદ પડેલા બધાં લેખો અત્રે મૂકી રહ્યો છું. “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. દુઃખ વિષાદ તણા ઉપરના સૂર, જગને શું સંભળાવ, હોય હાસ્ય તો વિશ્વ તારી દે, હાસ્ય થી જગ અપનાવ.  – કૃષ્ણલાલ શ્રીધરાણી આ અઠવાડીયાની ઉજવણી માટે લેખો મોકલનાર, શુભેચ્છા મોકલનાર તથા આશિર્વાદ આપનાર તમામ વડીલો, વાચકો અને મિત્રોનો અને લેખ મોકલી આપનાર મિત્રોનો આભાર માની રહ્યો છું.  આવતીકાલથી રોજ એક લેખ મૂકવામાં આવશે. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.  – જીગ્નેશ અધ્યારૂ (31-01-2009) ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ […]


વાત એક દરજી દાક્તરની – બી. એન. દ્સ્તુર

જેણે શ્રી દસ્તૂર સાહેબજીના લેખો નહીં વાંચ્યા હોય તેણે ઘણુંય ચાર્મ ગુમાવીયું છે. એવનની લખવાની ઈસ્ટાઈલ અને લેખનપધ્ધતિ તમને હસતા હસતા બેવડ ન વાળીદે તો જ નવાઈ. આ લેખ તેમની આ હાસ્ય નિષ્પન્ન કરવાની હથોટીનો પુરાવો છે. હું એવનનો ઘણોજ સોજ્જો રેગ્યુલર રીડર છું…..અને તેમના લેખો ખૂબ માણ્યા છે. અને તેમના દરેક લેખને અંતે આવતા…..થોરામાં ઘનું સમજ્જો……વિષે તો શું કહેવુ? ________________________________ મંચેરજી બાવા અમારા પારસીઓમાં કે’ય તેમ ‘ફીટ કૉલર’. અંગ્રેજી હિંદુસ્તાન છોરી ગયેલા તા’રે એવને વારસો આપી ગએલા. સોજ્જું લડનથી ઇમ્પોર્ટ કરેલું શર્ટ અને ટાઇ વગર બહાર નીકળે જ નહીં. પછી પિકચર જોવા જવાનું હોય, બાજુની રોમાન્ટિક રતીને તાં ખોટ્ટાં બહાનાં કાઢી ખાંડ ને ચાય ઉધાર લેવા જવાનું હોય, કે ફિશ માર્કેટમાં મચ્છી ખરીદવા જવાનું હોય. તબિયત સારી પન એક જ વારસો જૂની ફરિયાદ. કાનમાં કન્ટીન્યુઅસ ગુનગુન થયા કરે અને આંખના દોળા બહાર નીકળી પડવાના હોય એવી ફિલિંગ થયા કરે.આખ્ખરે એવન દાક્તર પાસે ગીયા. દાક્તરને કંઇ સમજ પરી નહીં એટ્લે ઈન્વેસ્ટીગેશન્સ શરૂ થયાં. – લોહી,પેશાબ, ઝારો, થૂંક, વગેરે તપાસાઇ ગયાં. – લીવર,કીડ્ની,પેનક્રિઆસ,થાઇરોડ ફેક્શન ટેસ્ટ થઇ ગઇ. – એક્સરે,અલ્ટ્રાસાઉન્ડ અને કૅટ સ્કેન બી કરવામાં આવ્યાં. – હાર્ટ સ્પેશિયાલીસ્ટે ઇ.સી.જી અને ઇકોગ્રાફી કીધાં. – યૂરોલોજિસ્ટે સિસ્ટોગ્રાફી પાયલોગ્રાફી અને પ્રોસ્ટેટોગ્રાફી. કીધી – ન્યુરોલોજિસ્ટ ઇલેક્ટ્રોએનસિફેલોગ્રાફી અને ઇલેક્ટ્રોન્યુરોગ્રામ કરાવીયા. – ગૅસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટોએ ઇલેક્ટ્રો સેલાઇવોગ્રાફી અને ઇલેક્ટ્રોગૅસ્ટ્રોગ્રાફી કીધી. – દાંતના દાક્તરે સાત દાંતની રૂટ કૅનાલ કીધી. – આંખના દાક્તરે ઇલેક્ટ્રોનિસ્ટેગમોગ્રાફી કીધી. – કાનના દાક્તરે એન્ડોસ્કોપી કીધી અને એક જનરલ સર્જને ટૉન્સિલ, એપન્ડીક્સ કાઢી નાખ્યાં. મંચરજી બાવાને બે કુંવારાં ફૂઇ, એક કુંવારાં માસી, એક કુંવારા કાકા અને એક કુંવારી બેન ના વારસાઓ મલેલા એટ્લે એવને પૈસા તો ખર્ચી નાખીયા પન કાનમાંનું ન […]


દાઢી રાખો – મસ્તફકીર 5

પ્રિય વાચક, તમે પુરુષ હો તો એકદમ ઉભા થઈ જાઓ, હાથમાં જે કૈ હોય તે બાજુએ મૂકી અરીસો – આયનો કે પેલા હજામ આપે છે તેવું ચાટલું શોધો, અરે જર્મન સિલ્વરની પોલીશ કરેલી રકાબી કે મોટો ચમચો પણ ચાલશે, અને પછી તેમાં તમારા મુખારવિંદનું પ્રતિબિંબ નિહાળો. નિહાળ્યું ? કેમ શું જણાય છે? તમે મારા જેવા માતેલા અને ગોળમટોળ હો, તમારું મુખ દૂધી જેવું લાંબુ નહીં પણ તરબૂચ જેવું ગોળાકાર હોય તો મારી માફક ક્લીન શેવ જ એટલે કે સફાચટ મેદાન જ રહેજો. લોકોની ટીકાઓનો જવાબ આપવાની હિંમત હોય તો મૂછ પણ બોડાવી નાંખજો. કારણ કે તમારી સ્થૂલતા અને બદનની વર્તુલતા, રસ્તે ચાલતાં, નાટ્ક અને સિનેમામાં, કે અન્ય સ્થળૅ લોકોનુ તમારા તરફ લક્ષ ખેંચે છે . એટલ દાઢી મૂછ રાખી વધારે આકર્ષક બનવાની ભાગ્યેજ જરૂર રહેશે. વળી, જાડા, ઘી ની બરણીઓ જેવા માણસો જો દાઢીઓ રાખે તો ગંજીપાના કે કાળી બદામના ગુલ્લા જેવા લાગે અને એવું લાગવું માનભર્યું અને ઇચ્છવાજોગ નથી. પણ જો તમે પાતળા હોવ તો શરમાવાની જરૂર નથી. પાતળીયા પ્રાણ” અને “થઈ પ્રેમ વશ પાતળીયા” એમ સ્ત્રિઓ હોંશથી ગાય છે. એકવડી કાઠીના હો, મોંઢુ પહોળુ નહીં પણ લાંબુ હોય, ગાલ ફૂલેલા નહીં પન બેઠેલા કે ઉંડા ઉતરેલા હોય, ટુંકમાં તમારો ચહેરો તમે ઈચ્છો તેવો દમામદાર કે આકર્ષક ન હોય તો મારી સલાહ છે કે જરૂર દાઢી રાખો. વળી તમે આકરા સ્વભાવના અને ઉતાવળીયા હો, તમારા મનોવિકાર તમારા મોઢા પરથી સ્પષ્ટ જણાઈ આવતા હોય, જોષી કે વૈદ્ય બની લોકોને આકર્ષી કામ કાઢવા માંગતા હો, જબરા અટપટી અને ધાંધલી હોવા છતાં તમારે સમુદ્ર જેવા ગંભીર થવું હોય, મનનાં વિચારો મનમાંજ સમાવી […]


વાહ અમેરિકા આહ અમેરિકા ! – તારક મહેતા 14

અમે ગ્રેહાઉન્ડ બસમાં ફ્લોરીડાથી ન્યૂયોર્ક અમારા યજમાનને ત્યાં પહોંચ્યા તે દિવસોમાં આપણા દેશમાંથી એક નામાંકિત સંતપુરુષ ન્યૂયોર્ક પધાર્યા હતાં અને એમનું ધર્મકથાપરાયણ ત્યાં ચાલી રહ્યું હતું. અમેરિકાના ખૂણે ખૂણેથી શ્રધ્ધાળુ ગુજરાતીઓ કામધંધામાંથી રજા લઈ પારાયણ સાંભળવા ન્યૂયોર્કમાં ઉમટ્યા હતા. એમ તો શ્રીદેવી કે અમિતાભના સ્ટેજ શો જોવા યા લતા મંગેશકર કે પંકજ ઉધાસને સાંભળવા પણ ગુજ્જુઓ પડાપડી કરતા હોય છે. ગુજરાતમાંથી કોઈ કવિ કે સાહિત્યકાર પધારે ત્યારે શ્રોતાઓને સામેથી નિમંત્રવા પડે છે. અમેરિકાના ગુજરાતીને સૌથી વધારે રસ ધાર્મિક કથાકીર્તનમાં હોય છે, તે પછી મનોરંજનમાં તેમને રસ ખરો. ગુજરાતી સાહિત્યમાં એને રસ નહીં (આમ તો ગુજરાતમાં પણ સાહિત્યકારને સાંભળવા ક્યાં પડાપડી થાય છે?) ચંપકલાલના પેટલાદના લંગોટિયા મિત્ર છબીલદાસના પુત્ર રમણભાઈને ત્યાં અમે અગાઉ ઉતરેલા ત્યારે છબીલદાસે અમને આખું ન્યૂયોર્ક દેખાડી દીધેલું પણ અમે ફ્લોરિડાથી એમને ત્યાં પાછા ગયાં ત્યારે એ પ્રસન્ન ન થયાં. કારણકે એમને કથાશ્રવણમાં રસ હતો તેમાં વળી ચંપકલાલે છબીલદાસની દુઃખતી નસ દબાવી. “છબા, આપણે તો નાનપણમાં રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, હત્નારણની કથાનાં ઘણાં પારાયણ હાંભળ્યાં છે. હવે એ હાંભળીને શું ઉધ્ધાર થવાનાં ! આ તારા રમુડાનાં છોકરાઓને હાંભળવા મોકલી આલ. છોકરાં માંશ મચ્છી ખાતા થઈ ગયા છે, વટલાઈ ગયા છે. વાતવાતમાં તને ડેમ ફૂલ કહેતા થઈ ગયાં છે. એમને કાને કથાના બે વેણ પડે તો એમનામાં કોઈક સંસ્કાર જાગે. બાકી કથા હાંભળીને તારો શું શક્કરવાર વળવાનો ! કથામાં વાર્તા તો એ ની એજ ને? કૈકયી એ રામને વનવાશ ધકેલ્યા, રાવણ શીતાજીને ઉપાડી ગયો. રામે રાવણનો કચરો કર્યો ને શીતાજીને પાછા લઈને પાછાં વનમાં ધકેલ્યાં. મુંબઈ થી અમે નીકળ્યા ત્યારે ટીવી પર કંઈ રામાયણ દેખાડતાં’તા. આવા તે કંઈ રામ લક્ક્ષ્મણ […]