Daily Archives: November 26, 2008


બાળરોગો અને ઘરગથ્થું ઉપચાર 13

ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવીને ખૂબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે ત્રણ વાર આપવાથી નબળા કંતાયેલા બાળકો હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર બને છે. એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં ભેળવીને રોજ પીવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે. તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખી રોજ પીવાથી બાળકનાં સ્નાયુઓ અને સાંધા મજબૂત થાય છે. બાળકનાં પેઢાં પર નરમાશથી મધ અને સિંધવ મીઠું મેળવીને તે ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે. નાગરવેલનાં પાન દિવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકોની છાતી પર મૂકી તેનો ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો પડી જાય છે. ટામેટા નો એક ચમચી રસ, દુધ પીતા પહેલા પીવડાવવાથી બાળકની ઉલ્ટીઓ બંધ થાય છે. કાંદા અને ગોળ રોજ ખાવાથી બાળક ની ઉંચાઇ વધી જાય છે. છાશમા વાવડીંગનુ ચુર્ણ પીવડાવવાથી નાના બાળકો ના કરમ થતા બંધ થઈ જાય છે. એક ચમચી કાંદા નો રસ પીવાથી અનાજ ખાતા બાળકો ન કરમ થતા બંધ થઈ જાય છે. સફેદ કાંદાને કચડીને સુધાડ્વાથી બાળકો ની આંચકીમા-તાણમા ફાયદો થાય છે. બાળકોને સુવાનું પાણી પીવડાવવાથી દાંત આવવામા સરળતા રહે છે. ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પીવડાવવાથી ઉધરસ મટી જાય છે.