સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પ્રવાસ વર્ણન


ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ : ચાંચુડા મહાદેવ – જીજ્ઞેશ અધ્યારૂ 12

ગુજરાતના અફાટ સમુદ્રકિનારે કેટલાંય એવા સ્થળો આવેલાં છે જે પ્રસિદ્ધિ અને પ્રવાસીઓની જાણકારીથી દૂર છે અને કદાચ સાધારણ લોકપહોંચથી દૂર હોવાને લીધે જ તેમની સુંદરતા અને ઈતિહાસ જળવાઈ રહે છે, ત્યાં સુધી જ ગંદકી અને પ્રદૂષણથી બચીને સંસ્કૃતિની ધરોહરને જાળવીને એ સ્થળો આવતી પેઢીઓ સુધી ઐતિહાસીક વિરાસત, શ્રદ્ધા અને ભક્તિનો સંદેશ પહોંચાડતા અડીખમ ઉભાં છે. આવું જ એક મંદિર ‘ચાંચુડેશ્વર મહાદેવ’ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં કોવાયા ગામની નજીક, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ પાસે ધાતરવડી નદીના અરબ સાગર સાથેના સંગમસ્થળે ટેકરી પર આવેલું છે. પક્ષીની ચાંચ જેવો ભૌગોલિક આકાર હોવાને લીધે ચાંચુડા નામ પડ્યું હશે એમ માનવામાં આવે છે.


ગિરનારની પરિક્રમા… – હરેશ દવે 6

આવતીકાલ, તા ૧૩ નવેમ્બર થી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા શરૂ થઇ રહી છે. ગીરનાર પર્વતના જંગલ માં ૩૬ કી.મી. ની આ પરિક્રમા તા ૧૭ નવેમ્બરના રોજ પૂરી થશે. આ ચાર દિવસો દરમ્યાન જંગલનું શાંત વાતાવરણ માનવીઓના પદરવ અને કોલાહલથી ગૂંજી ઉઠશે. ગીરનારનું જંગલ, જુનાગઢના સીમાડે આવેલું છે. ગત ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાથી, જંગલની રમણીયતા ખીલી ઉઠી છે. શ્રી હરેશભાઈ દવેની કલમે આજે પ્રસ્તુત છે પરિક્રમા વિશેની અનેકવિધ વાતો અને માહિતી. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હરેશભાઈ અને શ્રી હર્ષદભાઈનો આભાર.


ફીલિંગ્સમાં લેખ : ગીરનું અનોખું તીર્થ – જંગવડ 8

ગીરનું વન મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. સિંહની વસ્તી ધરાવતો ગાઢ વનરાજી અને જૂજ માનવવસ્તીવાળો સંરક્ષિત વિસ્તાર એટલે ગીરનું અભયારણ્ય જેમાં પ્રવેશ નિષેધ છે. આ આરક્ષિત વિસ્તાર સિવાય અભયારણ્યની સરહદની આસપાસની જગ્યાઓ કે જ્યાં સરળતાપૂર્વક પહોંચી શકાય છે, તેમાં પણ અનેક અનોખાં, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને છતાંય લોકપહોંચથી દૂર અનેક સ્થાનો આવેલા છે. અફાટ પ્રાકૃતિક સૌંદર્ય, વૈવિધ્યપૂર્ણ વન્ય જીવસૃષ્ટિ, તદ્દન નિઃશબ્દ એકાંત, અવિસ્મરણીય અનુભૂતિ ધરાવતો નદી કિનારો અને આ બધાંની સાથે આસ્થા અને શ્રદ્ધાની અનોખી ધૂણી એટલે ગીરમાં આવેલું જંગવડ.


જૂનાગઢની શબ્દયાત્રા – હરેશ દવે 9

‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની અનેકવિધ રીતે આગવી વિશિષ્ટતા છે। સળંગ પાંચ હાજર વર્ષનો ઈતિહાસ ધરાવતું ગુજરાતનું આ મોખરાનું શહેર છે. અહીં વૈદિક, પૌરાણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, શિલ્પ-સ્થાપત્ય, ઉત્કૃષ્ટ બાંધકામો, સંગીત, કળા-સાહિત્ય, પુરાતત્વ વગેરેનો વરસો સચવાયેલો છે.


ભોળાભાઈ પટેલ અને ‘ચિલિકા’નું વર્ણન – પ્રવીણભાઈ ઠક્કર

આપણી ભાષાના એક આગવા સર્જક, નિબંધકાર, વિવેચક અને અનુવાદક એવા શ્રી ભોળાભાઈ પટેલનું ગત અઠવાડીયે નિધન થયું, તેમના અનેક સર્જનોમાં વિદિશા (૧૯૮૦) એ તેમનો પ્રવાસનિબંધોનો આગવો સંગ્રહ. આ પુસ્તકનું મુખ્ય ક્લેવર પ્રવાસ નિબંધોનું છે. ‘વિદિશા’, ‘ભૂવનેશ્વર’, ‘માંડું’, ‘ઈમ્ફાલ’, ‘જેસલમેર’, ‘ચિલિકા’, ‘બ્રહ્મા’, ‘ખજુરાહો’, ‘કાશી’, ‘રામેશ્વરમ્’- એમ દસ સ્થળોનાં પ્રવાસ ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં વર્ણવ્યું છે. વર્ણનોમાં અનેરુ તત્વ છે જે ચિત્રને આંખો સામે ખડું કરી દે છે. તેમના વર્ણનોમાં સૂક્ષ્મતા અને સૌંદર્ય ભારોભાર છે. તેમાંથી ચિલિકા’ ના વર્ણન અંગેની વાત શ્રી પ્રવીણભાઈ ઠક્કરે અહીં કરી છે. સદગતના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે આવો તેમને શબ્દરૂપી શ્રદ્ધા સુમન અર્પીએ.


કાશ્મીરના સરોવરો – શાન્તાબહેન કવિ 2

મહીપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા ઈ.સ. ૧૮૬૨માં પ્રકાશિત, ગુજરાતી ભાષાનો જેને પ્રથમ પ્રવાસગ્રંથ મનાય છે તે ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ અને કરસનદાસજી મૂળજી દ્વારા ૧૮૬૬માં પ્રગટ ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ આપણા આદ્ય ભ્રમણવૃતો છે. આ પુસ્તકોનું ઐતિહાસીક મૂલ્ય છે તો પ્રવાસવર્ણનની ગુજરાતી પરંપરાના તે સ્તંભો છે. આ જ પુસ્તકોની શ્રેણીમાં એક મહિલા લેખીકા દ્વારા, ૧૯૩૬માં શ્રી શાન્તાબહેન ચી. કવિએ કરેલા કાશ્મીર પ્રવાસનું વિગતપ્રચૂર છતાં સરળ અને રસપ્રદ શૈલીમાં કરેલું પ્રવાસવર્ણન તેમનાં પુસ્તક ‘કાશ્મીર’ (૧૯૫૪) માંથી મળી આવે છે. અડધી સદીથી પણ વધારે સમય પહેલા લખાયેલા આ પુસ્તકના વર્ણનો તથા વિગતો કાશ્મીર આ ધરતી પરનું સ્વર્ગ હતું એ વાતની સહજ પુષ્ટિ કરે છે. તો પ્રવાસવર્ણનના લેખ લખતી વખતે વિગતો અને સ્થળવિશેષ વર્ણનો સાથે પ્રવાહી શૈલી કઈ રીતે જાળવી રાખી શકાય એ કળા પ્રસ્તુત લેખ પરથી સમજી શકાય છે. પ્રવાસવર્ણનોના ગુજરાતીના અનેક પુસ્તકોની વચ્ચે આ એક આદ્યપુસ્તક સમાન રચના છે એમાં બે મત નથી.


‘અલબેલા’ ની દરિયાઈ સાહસકથા – હસમુખ અબોટી 6

આપણા સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓનું આગવું સ્થાન છે, સત્યઘટના પર આધારિત શ્રી ગુણવંતરાય આચાર્યની રચના એવી ‘હાજી કાસમની વીજળી’ હોય કે ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’ હોય કે ‘દરીયાપીર’, એ બધીય વાતો જકડી રાખનારી દરિયાઈ સાહસકથાઓ છે, ગુજરાતના કિલોમીટરો લાંબા દરિયાકિનારા અને પેઢીઓથી ચાલતી દરિયાઈ ખેડને લઈને અનેક કથાઓ અને ઘટનાઓ પ્રચલિત થઈ છે. માડાગાસ્કર જવા રવાના થયેલ જહાજ ‘અલબેલા’ ની સફરનો અંતિમ ભાગ ખૂબજ મુશ્કેલ રહ્યો અને તેનો કેવો કારમો અંત આવ્યો તેની વાત પ્રસ્તુત રચનામાં શ્રી હસમુખ અબોટી દ્વારા તાદ્દશ થઈ છે. હવે આવી સાહસકથાઓની રચના ભાગ્યે જ થાય છે, આશા કરીએ કે આપણા લોકોના કૌવત અને આવડતને દર્શાવતી આવી વધુ કૃતિઓ આપણને મળતી રહે. દરિયાઈ પારિભાષિક શબ્દોનો અર્થ સહિતનો એક નાનકડો સંગ્રહ પણ વાતને અંતે આપ્યો છે.


સૌરાષ્ટ્રના ખંડેરોમાં – શ્રી ઝવેરચંદ મેઘાણીની ગીરયાત્રા 14

ગીરની યાત્રાના અનેકવિધ અનુભવો અને પ્રવાસવર્ણનો મેં મારી આવડત મુજબ લખ્યા છે, પરંતુ શ્રી ઝવેરચંદ મેઘાણીના આ જ ક્ષેત્રના સર્વગુણસંપન્ન અનુભવો વાંચીએ ત્યારે આપણા લખાણ માટે એક પ્રકારની નાનમ થઈ આવે, પ્રવાસવર્ણન એ જરાય સૂકો વિષય નથી એવી સમજ આ વર્ણન વાંચીને સહેજે થઈ આવે. આજે પ્રસ્તુત છે તુલસીશ્યામ વિસ્તારના તેમના પ્રવાસવર્ણન અને ઈતિહાસને સાંકળી લેવાની અદભુત હથોટીનો પુરાવો સજ્જડ આપતો પ્રસ્તુત લેખ. આ વર્ણન ‘સૌરાષ્ટ્રના ખંડેરો’ માંથી સાભાર લેવામાં આવ્યું છે.


પ્રવાસ ચિંતન તિર્થાટન યાત્રા – હરસુખરાય જોશી 2

વ્યસ્ત જીવનમાં સંજોગો અનુકુળ હોય તો સમય કાઢી પ્રવાસ, યાત્રા અવશ્ય કરવા જોઈએ. જીવ્યા કરતાં જોયું ભલું, અલગ અલગ સ્થળ દર્શન ધાર્મિક, ઐતિહાસિક સ્થળો અને તેની સાથે સંલગ્ન કથાઓ ક્યાંક અનુકુળતાઓ તો કયાંક પ્રતિકુળતાઓ, જીવનમાં થોડા સમય માટે આવતું પરિવર્તન તાજગી આપે છે. ભવિષ્યમાં તેના સંસ્મરણો વાતચિત વગેરે માનસિક આનંદ આપે છે. આ બધી અનુભૂતિ જીવન ઘડતરમાં ખૂબ મદદરૂપ થાય છે. ચાલે આપણે આપણી જન્મભૂમી ભાર્તદેશનું વિહંગાવલોકન કરીએ.


ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૩) – જીજ્ઞેશ અધ્યારૂ 8

ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આ ત્રણ ભાગમાં સફરની વાત. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે. આ પહેલા મૂકેલ પ્રથમ અને બીજા ભાગની કડીરૂપ આજે પ્રસ્તુત છે ત્રીજો અને અંતિમ ભાગ. લાભપાંચમ સુધી અક્ષરનાદ પર નવી કૃતિઓ નહીં આવે. નવા વર્ષે ફરી મળીશું. સાલ મુબારક…


ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 2

ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આજે પ્રથમ ભાગ. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે. ગઈકાલે મૂકેલ પ્રથમ ભાગની કડીરૂપ આજે પ્રસ્તુત છે બીજો ભાગ.


ગીરયાત્રા – પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… (ભાગ ૧) – જીજ્ઞેશ અધ્યારૂ 6

ગીર ગુજરાતી માટે ફક્ત જંગલ નથી, એ વન્યસૃષ્ટિ અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ સાચવીને સદીઓથી જળવાયેલી અનેરી સાંસ્કૃતિક ધરોહર છે, ઉપરછલ્લી રીતે તેની ઓળખ ભલે વનરાજ સિંહને લીધે થતી હોય, ગીર સિંહ અને શિકારથી ક્યાંય વધુ સજીવ ભાવવિશ્વ છે. પદ્મશ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણી જેમાંથી પ્રેરણા મેળવતા આવ્યા છે, રસધાર આપણા સુધી વહાવતા રહ્યાં છે તે સ્થળવિશેષનો પરિચય તો શુ આપી શકીએ? અમે જે જે જગ્યાઓમાં ભમ્યાં, જે જોયું અને અનુભવ્યું તેનું સવિસ્તાર વર્ણન અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સ્થળો અને અમુક પાત્રોના નામ બદલ્યાં છે, પરંતુ ભાવ બદલી શકાયો નથી. આ પહેલાની ગીર યાત્રાઓની જેમ આ જાતરા પણ આપને આનંદ આપશે તેવી આશા સહ પ્રસ્તુત છે આજે પ્રથમ ભાગ. મિત્રોની દર વખતની માંગણીને માન આપીને આ વખતે ઓડીયો, વિડીયો અને ફોટા દરેક ભાગમાં ભરપૂર પીરસ્યાં છે.


ગીરમાં ત્રીજા નેત્રની પ્રસાદી – તરુણ મહેતા. 4

ગીરની અમારી મુલાકાતોનું વર્ણન તો અક્ષરનાદ પર ઘણીય વખત માણ્યું છે, પરંતુ આજે માણીએ શ્રી તરુણભાઈ મહેતાની એક અછડતી પરંતુ ખૂબ યાદગાર મુલાકાત નું વર્ણન. જો કે ફક્ત સિઁહ જોવા જ ગીરમાં જવું જોઈએ એવી માન્યતાઓની વિરુદ્ધમાં તેમણે પ્રકૃતિદર્શનની વાત પણ કરી છે, દરેક ગુજરાતી માટે એક વખત અચૂક લેવા જેવો અવસર એટલે ગીરનું સિંહ જોવાની આશા સિવાયનું ફક્ત પ્રકૃતિદર્શન માટેનું ભ્રમણ. સામાન્ય રીતે નેશનલ પાર્કમાં સિંહ જોવા આવતા મુલાકાતીઓને સોરઠી સંસ્કૃતિનો અછડતો પરિચય પણ થતો નથી, એવામાં આ પ્રકારની મુલાકાતો એક આગવું નજરાણું બની રહે છે.


“સવાઈબેટ” ગુજરાતના દરિયાકાંઠાનું અનેરું મોતી – જીજ્ઞેશ અધ્યારૂ 13

ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરથીય વધુ લાબો દરિયાકાંઠો છે અને તેથી જ બીજા કોઈ પણ રાજ્યની સરખામણીએ ગુજરાતમાં દરિયાનું મહત્વ અદકેરું છે, પરાપૂર્વથી ગુજરાતીઓને દરિયા સાથે અનેરો સંબંધ રહ્યો છે. આવી લાંબી દરિયાઈ પટ્ટી પર પ્રાચીનકાળથી અનેક ધાર્મિક, વ્યાપારીક અને પ્રવાસન સ્થળો વિકસ્યા છે અને ભારતીય પ્રવાસન નકશામાં તેમનું અગત્યનું સ્થાન છે. પરંતુ આવા જાણીતા સ્થળો સિવાય પણ આ દરિયા કિનારે ઘણાંય અપ્રસિદ્ધ પણ મોતી સમાન મૂલ્યવાન સ્થળો આવેલાં છે. કદાચિત તેમની ઉપેક્ષા અને અવગણના થઈ છે, એટલે આવા સ્થળો વિશે ખૂબ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે દરિયાની વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ એવા શિયાળબેટ વિશે આ પહેલાં એક લેખમાં અક્ષરનાદ પર લખ્યું જ હતું. આજે વાત કરવી છે તેની તદ્દન નજીક આવેલા એવા બીજા નાનકડા ટાપુની.


તરાપાથી ૪૩૦૦ માઈલની દરિયાઈ ‘કોન-ટિકિ’ સફર – જીજ્ઞેશ અધ્યારૂ 9

પંદર સૈકાઓ પહેલા દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ વાપરતા તેવા વાંસના તરાપા પર ચઢીને વીસમી સદીના મધ્યમાં પેસિફિક મહાસાગરનો ૪,૩૦૦ માઈલનો પટ ઓળંગનારા છ યુરોપી જવાંમર્દોની આ આપવીતી આપણા જમાનાની શ્રેષ્ઠ સાહસકથા બની રહી છે. પંદરથી વધુ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે તો લાખો નકલો વેચાઈ ગઈ છે. વાત મૂળ તો લગનની છે. લેખક નોર્વેના વતની છે અને દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવેલા ટાપુઓમાં વસતા લોકોના પૂર્વજો ક્યાંથી ત્યાં પહોંચ્યા એ વિશે મતમતાંતરો હતાં, શ્રી હાયરડાલે સાબિત કરવાનો યત્ન કર્યો કે તેઓ દક્ષિણ અમેરીકાથી જ ત્યાં જઈને વસ્યા હોવા જોઈએ. જો કે તેમના આ દાવાને સજ્જડ ફગાવી દેવાયો. દક્ષિણ અમેરીકાથી મધ્ય પેસિફિકનો આ ૪૩૦૦ માઈલનો પંથ ૧૫૦૦ વર્ષ પહેલા કઈ રીતે પાર કરી શકાય એ પ્રશ્નનો ઉત્તર આપવા તેમણે વાંસના તરાપા પર આ આખોય પ્રવાસ ખેડ્યો. પ્રસ્તુત છે આ પુસ્તક વિશે કેટલીક વાત અને થોડાક અંશો.

raft in museum

મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (2) – જીગ્નેશ અધ્યારૂ 10

મારી જાફરાબાદ થી મુંબઈની મુસાફરી, દરીયાઈ માર્ગે ક્રૂઝથી કરેલી પ્રથમ યાત્રાનો આ બીજો ભાગ આજે પ્રસ્તુત છે. આ યાત્રા માટે ખૂબ ઉત્સાહ હતો, અને એ ઉત્સાહ એક તસું પણ ઓછો પડ્યો નથી, જો કે યાત્રા દરમ્યાન ઘણા લોકોને એમ કહેતા પણ સાંભળ્યા કે આ તો કંટાળાજનક છે, પણ એ તો તમારી દ્રષ્ટિ છે, નહીંતો દરીયાની વચ્ચે કંટાળો આવે તો ક્યાંથી?


મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (1) – જીગ્નેશ અધ્યારૂ 10

મારે અચાનક પીપાવાવ્ થી મુંબઈની મુસાફરી કરવાનું નક્કી થયું, એક જ દિવસ વચ્ચે હતો એટલે રિઝર્વેશન કરાવવાનું શક્ય નહોતું, બસમાં જવું ખૂબ અગવડભર્યું બની રહે એટલે કયો માર્ગ પસંદ કરવો એ અસમંજસમાં અમારા મિત્ર માયાભાઈએ હમણાં જ શરૂ થયેલી જાફરાબાદ થી મુંબઈની ક્રૂઝની સફર કરવાની સલાહ આપી, તે સફરનો પરિપાક એટલે આ પ્રવાસ વર્ણન. આજે પ્રસ્તુત છે પ્રથમ ભાગ


શિયાળ બેટ – કુદરતની અનોખી કારીગરી 18

જે મિત્રોએ શ્રી ધ્રૃવ ભટ્ટ સાહેબની રચના એવી ખૂબ સુંદર નવલકથા સમુદ્રાન્તિકે વાંચી છે તેમના માટે શિયાળબેટ, સવાઈપીર કે ભેંસલાપીરના નામો અને તેમનો ઉલ્લેખ અજાણ્યો નહીં હોય. ગુજરાતના દક્ષિણ કિનારે આવેલી કુદરતની આ અનોખી રચના ખૂબ સુંદર છે. આજે પ્રસ્તુત છે ગુજરાતના પશ્ચિમ દક્ષિણ ભાગમાં આવેલા બેટ એવા શિયાળબેટ વિશે કેટલીક ઓછી જાણીતી વાતો. આશા છે અમરેલી જીલ્લાના આવા અન્ય સ્થળો વિશે પણ આવાજ જાણકારી ભર્યા લેખો મૂકી શકાય.


સડક, સાસણ અને સિંહણ… – જીજ્ઞેશ અધ્યારૂ 12

ઘણા વખતે ગીર સાથે સંકળાયેલ કોઇ પ્રવાસવર્ણનની વાત આજે કરી રહ્યો છું. સાસણની નજીકની એક સડક પર ખૂબ વહેલી સવારે આખા પરિવાર સાથે ચાલતા અમને થયેલા એક અનોખા અનુભવની વાત આજે પ્રસ્તુત છે. જગલના અને તેની જીવસૃષ્ટીના કાયદા અલગ જ હોય છે, એટલે કોઇ અજાણી જગ્યાએ ખોટી હિમત કરવી જોઇએ નહીં અને બિનજરૂરી જોખમો લેવા ન જોઇએ એ કદાચ અમને અહીંથી જ શીખવા મળે.


મધ્યગીરના તીર્થરાજ – બાણેજ 9

બાણેજ મધ્યગીરનું તીર્થસ્થળ છે. ખૂબ સુંદર વનરાજી, જંગલના રાજા સિંહની ડણકો અને સાથે આસપાસ ચારે તરફ નિર્ભય ભમતા હરણાંઓ, સાબરો, નીલગાય વગેરેના ઝુંડ, ઝરણા અને નદીઓના નિર્મળ ખળખળ પ્રવાહોની વચ્ચે, ક્યાંય માનવની દખલ નહીં તેવા આ સુંદર તીર્થસ્થળ વિશે જાણૉ આજે આ સુંદર લેખ.


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 3) 10

ગીરયાત્રાના અનુભવો ભાગ ૧ અને ભાગ ૨ આપે અહીં વાંચ્યા. આજે વાંચો તુલસીશ્યામ પાસે આવેલી દોઢી નેસ અને આસનઢાળી નેસની મુલાકાતો સાથેનો ત્રીજો અને અંતિમ ભાગ.


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2) 2

ગીરના જસાધાર પાસે ચીખલકૂબા નેસથી થોડેક દૂર જંગવડ ની અગણિત વડવાઇઓ નીચે વનભોજન અને તે પછી આધ્યાત્મિક રંગે રંગાયેલી એ યાદગાર રાત્રી, ગઇકાલે આપે માણ્યો પ્રથમ પરિચય, આજે માણો આ અધ્યાત્મ યાત્રાનો બીજો ભાગ


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં… ( ભાગ 1 ) 8

ગરવા ગીરના એક તદન નવા સ્વરૂપનો પરિચય. આ ગીરના સિંહ કે હરણાં, કે ગીરની હરીયાળીની વાત નથી. આ વાત છે ગીરમાં અફાટ પાંગરેલા અધ્યાત્મની, તેની સંત પરંપરાઓ અને ગીરની સ્વાભાવિક ફકીરીની. માણો અમારો ગીરનો અનોખો અનુભવ.


ગીરમાં કાનો અને તેનો ડાયરો (વિડીયો ભાગ ૨) – જીગ્નેશ અધ્યારૂ 6

આ પહેલા અમારી ગીર વન અને લીલાપાણી તથા અન્ય નેસ ની મુલાકાતો વિશે ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ, ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru , વગેરે પોસ્ટ અંતર્ગત લખ્યું હતું. પરંતુ જેટલો પ્રતિભાવ “કાના” ના ડાયરાને મળ્યો છે એ જોઈને હૈયુ ખરેખર આનંદથી ભરાઈ જાય છે. અમે એક નેસની મુલાકાત લીધી, તે જંગલની લગભગ પશ્ચિમ મધ્યમાં છે, તેનુ નામ છે લીલાપાણી નેસ. અહીં જુદાજુદા ઘણાંય પરિવારો રહે છે. તેમના બાળકો ભણવા જતાં નથી. સવારે છોકરાઓ ગાય ચરાવવા અને છોકરીઓ છાણા વીણવા જાય છે. પણ અહીંના એક બાળકે અનેરી પ્રતિભા વિકસાવી છે. ચારણના ખોળીયામાં તો આમેય સરસ્વતિનો વાસ હોય જ પણ આવી દુર્ગમ જગ્યાએ પણ આ છોકરો પોતાની પરંપરા જાળવી રાખે છે. કોઈ શીખવવા વાળું નથી પણ તે શીખે છે, પોતાની ઈચ્છા થી. બાર વર્ષના છોકરાને કેમ ખબર પડે કે સંસ્કૃતિ કે વંશ પરંપરા શું કહેવાય પણ તોય તે આ અદભુત કાર્ય કરી રહ્યો છે. જુઓ આ ખાસ વીડીયો, આ ડાયરો બીજો ભાગ છે પ્રથમ ભાગ અને તેને સંલગ્ન લેખ ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ એ શીર્ષક અંતર્ગત મૂક્યો છે. આશા છે આપને ગુજરાતની આ તસવીર ગમશે. [youtube=http://www.youtube.com/watch?v=VFjgygFQmNg]


ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ 20

કનકાઈ અને ગીર વિસ્તાર જંગલ ભ્રમણ દરમ્યાન આ વખતે અમે થોડાક મૂળભૂત મુદ્દાઓ સાથે નીકળ્યા હતાં. અમારા પ્રયત્નોની સફળતા વિશે કોઈ ખાત્રી ન હોવા છતાં અમે એ કરી જોવા વિચાર્યું. એક રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાહેબ પણ અમારી સાથે હતાં અને તેમનો અમને ખૂબ સહયોગ મળ્યો જેમના વગર આ કરવું અશક્ય થઈ જાત. મૂળ મુદ્દા હતા : ગીર વિસ્તારમાં વસતા માલધારીઓ (નેસમાં રહેતા) ની તકલીફો જાણવી નેસમાં રહેતા લોકોની સંસ્કૃતિની આછી પાતળી ઝલક મેળવવી, અને રહેણી કરણી જાણવી કનકાઈ મંદિરમાં રાત્રી રોકાણનો પ્રતિબંધ છે, તેના કારણો શોધવા અને જંગલ તથા કુદરતી સૌંદર્ય અને સિંહ જોવા આ અંતર્ગત પ્રથમ બે મુદ્દાઓની ચર્ચા અત્રે કરી રહ્યો છું. અમરેલીના વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી વિપુલભાઈ લહેરી અમારી સાથે હતાં. તેમના અને આર.એફ.ઓ સાહેબના સહયોગથી નેસ વિશે, માલધારીઓ વિશે અને તેમની સંસ્કૃતિ વિશે ઘણુંય જાણવા મળ્યું. ધારી તરફથી વન વિભાગની રેન્જમાં દાખલ થઈએ તેવા તરતજ જમણી તરફ એક વૃધ્ધ યુવાનનું ઘર આવે છે. વૃધ્ધ યુવાન એટલા માટે કે બોંતેર વર્ષની ઉંમરના એ વડીલના બત્રીસેય દાંત હજી સલામત છે, તેમની સ્ફૂર્તી ભલભલા યુવાનોનેય શરમાવે તેવી છે અને તેમની મહેમાનગતીમાં કાઠીયાવાડી સંસ્કૃતિનું અનેરૂં પ્રતિબિંબ પડે છે. નેસની શરૂઆત હોવાને લીધે અને વનમાં હોવાને લીધે તે વડીલનું ઘર જંગલના મુલાકાતીઓ અને વન વિભાગના કર્મચારીઓની અવરજવરથી ઘમઘમતું હોય છે. તે રસ્તેથી પસાર થતાં કોઈ પણ મુલાકાતીને એ ચા પાયા વગર જવા દેતાં નથી. અને એકલા દૂધની એ ચા ક્યાંય પણ પીધેલી ચ્હા કરતા અનેરા સ્વાદની છે જેનું વર્ણન કેમ કરવું? અમને સાત જણાને આવેલા જોઈ તે ખુશ થઈ ગયા. વિપુલભાઈ એ પૂછ્યું કે વસ્તારમાં શું છે? તો તે વડીલે કહ્યું કે તેમના દીકરાને […]


ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru 22

ઘણા વખત પહેલા ગુજરાત ની આંતરીક સુંદરતા – Photographs   એ શીર્ષક અંતર્ગત મારી કન્સ્ટ્રક્શન સાઈટના કેટલાક ફોટોગ્રાફ્સ મૂક્યા હતાં. વાચકોનો બહોળો પ્રતિભાવ ત્યારે મળ્યો હતો. આજે ફરીથી ફોટોગ્રાફ્સ મૂકી રહ્યો છું. અમારી તારીખ ૧૧-૦૧-૨૦૦૯ની ગીર – પાણીયા રેન્જ – છડવડી રેન્જ – કનકાઈ – ધારી વનભ્રમણના કેટલાક ફોટોગ્રાફ્સ તેના ટૂંકા વર્ણન સાથે મૂકી રહ્યો છું. Click on the photograph for full view. ગીર ની અમારી મુલાકાતો, કહો કે જંગલમાં ભટકવા અને તીર્થ સ્થાનોમાં ફરવાના અનુભવો ઘણી વખત મૂક્યા છે.  જંગલ સફારી – ગીરના યાત્રાધામ, સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ વગેરે પણ આજે ફક્ત થોડીક વાતો અને વધુ ફોટોગ્રાફ્સ. પૂજ્ય શ્રી દાન બાપુનું સમાધિ સ્થાન અને મુખ્ય ગુરૂ ગાદી, ચલાલા. અહીં શ્રી દાનબાપુની જગ્યામાં અન્નક્ષેત્ર, સદાવ્રત, છાશ કેન્દ્ર, ગૌશાળા તથા પાંજરાપોળ વગેરે પ્રવૃત્તિઓ થાય છે. સાથે દર્દી સહાય, અનાજ સહાય, વસ્ત્ર સહાય વગેરે પણ થાય છે. ગીરના જંગલનો એક અદભૂત નઝારો. આવા દ્રશ્યોની કદાચ ગીરના નેસમાં રહેતા લોકોને નવાઈ નહીં હોય પણ આપણા માટે તો જાણે લોટરી જ લાગી. સૂકા પાંદડા વચ્ચે થઈ જતા રસ્તાઓ જેમાં ફક્ત ફોરેસ્ટ રેન્જર્સને જ ફરવાની પરવાનગી છે. આ સિવાય ફક્ત અહીં પરવાનગી લઈ આવેલા મુસાફરો જ આવી શકે છે. વાનરમાતા અને તેનું બાળ, માતા તેના બાળકને ભોજન કરાવી ચૂકી છે, અને હવે આરામ ફરમાવી રહ્યા છે. કનકાઈ મંદિર પાસે, આવનારા યાત્રાળુઓની જાગૃતિ માટે જંગલખાતાએ આવા સરસ જાહેરાતના બોર્ડ મૂક્યા છે. નેસમાં જઈને જેનાં અમે ફોટા પાડ્યા છે તે ગીર ગાયના વાછરડા, જેને નેસની ભાષામાં બદૂડી કહેવાય છે. જંગલની રાણી, વનકેસરીની બેટરહાફ, સિંહણ, જેને જોવા અમે બે વખત નિષ્ફળ પ્રયત્ન કર્યા હતાં તેણે આ વખતે અમને અડધો કલાકથી વધુ […]


બે છેતરામણા અનુભવો 11

અમારી હરિદ્વાર, દિલ્હી, મથુરા અને વૃંદાવન યાત્રા દરમ્યાન ઘણાં સારા નરસાં અનુભવો થતાં રહ્યાં. બધાં તો નહીં પણ બે છેતરામણા અનુભવો અહીં લખી રહ્યો છું. આ અનુભવો પછી લાગ્યું કે ફરવા માટે હોય કે રહેવા માટે, ગુજરાત જેવી જગ્યા ભારતભરમાં કોઈ નથી. કદાચ આપણને આપણા શહેર કે રાજ્ય પ્રત્યેના લગાવને લીધે આમ કહેવા પ્રેરણા થાય એમ પણ હોય. પ્રથમ પ્રસંગ છે અમારી મથુરા થી વૃંદાવન યાત્રાનો. વૃંદાવન જતાં રસ્તામાં એક જગ્યાએથી અમારી આગરા મથુરા, વૃંદાવન ટૂરના સંચાલકે એક ગાઈડને બસમાં લીધો. આવતાં વેત રાધે રાધે બોલીયે, મનકે દ્વાર ખોલીયે બોલતાં તેણે વાત શરૂ કરી. વૃંદાવનમાં કૃષ્ણ રાધાનાં પાંચ હજારથી વધુ મંદિરો છે, અહીં કૃષ્ણ ગાયો ચરાવવા આવતાં, રાધાજી સાથે રાસલીલા રચતાં અને જીવનલીલાઓ કરતાં વગેરે બોલતાં બોલતાં વૃંદાવનના રસ્તે આવતાં (ગાઈડના કહેવા મુજબ) અનેક અનાથાશ્રમો, ગાયોની ખૂબ મોટી ગૌશાળાઓ, વિધવાશ્રમો જેવા અનેક સંસ્થાનો તેણે બતાવ્યાં. અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે અને અહં ગૌદાન અને વિધવાઓ માટે દાન કરવાનું અનેરુ પુણ્ય છે વગેરે બોલતાં બોલતાં અને તાલી બજાઈએ હસતે જાઈએ જેવા તકિયાકલામ બોલતાં બોલતાં ખૂબ માહિતિ આપી. બસ વૃંદાવન પહોંચી એવો ગાઈડ કહે કે અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે (આ વાત તેણે કલાકમાં નહીંતોય પંદરેક વાર કરી હશે …. આ આખો ફકરો) અહીંની ગલીઓ ખૂબ ભૂલામણી છે એટલે સાથે ચાલશો, આપને હું સમયના અભાવે ફક્ત રાધા કૃષ્ણનું મુખ્ય મંદિર બતાવીશ. કારણકે અહીં રાધા કૃષ્ણના પાંચ હજારથી વધુ મંદિરો છે…… આખા ગૃપે ચાલવાનું શરૂ કર્યું. રસ્તામાં એક અંડર કન્સ્ટ્રક્શન ઈમારત બતાવીને કહે કે આ મીનારો મહારાણા પ્રતાપે બનાવડાવ્યો હતો જે સાત માળનો હતો ને તેના પર દીવડાઓ થતાં જે છેક દિલ્હી થી દેખાતાં […]


રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય – જીગ્નેશ અધ્યારૂ 4

દિલ્હીના અનેકો જોવાલાયક સ્થળોમાં અચૂક જોવા અને મૂળેતો અનુભવવા જેવું એટલે રાજઘાટ, એક ત્યાગી અને દેશપ્રેમી, પોતડી, લાકડી અને ચશ્મા પહેરી આખાંય ભારતવર્ષને સત્ય અને અહિંસાના પાઠ ભણાવનાર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને આપણે કેવી રીતે લાખો રૂપીયાના પથ્થરો વચ્ચે કેદ રાખ્યા છે, તે જોવા જેવું. રાજઘાટ સુધી પહોંચ્યા પછી જો મહાત્મા ગાંધી સંગ્રહાલયની મુલાકાત ન કરો તો ઘણું બધું ગુમાવ્યાનો અફસોસ થશે. રાજઘાટથી રોડ ક્રોસ કરી સામેતરફ જવા જેટલા જ અંતર પર આવેલું છે રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય. ઈન્દ્રપ્રસ્થ મેટ્રો સ્ટેશન ઉતરી ચાલતાં પણ જઈ શકાય છે. સોમવાર સિવાય દરરોજ સવારના ૧૦ થી સાંજના ૬ સુધી એ ખુલ્લું હોય છે. મહાત્મા ગાંધીજી વિશે પુસ્તકો, જર્નલ્સ, અન્ય વિવરણાત્મક સંગ્રહો, તેમના ફોટોગ્રાફ્સ વગેરેનો વિશાળ સંગ્રહ અહીં ઉપલબ્ધ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદનાં પ્રયત્નો થી બનેલ આ સંગ્રહાલયનો ફાઉન્ડેશન સ્ટોન પણ તેમને મૂક્યો હતો અને તેનું ૧૯૬૧માં ઉદઘાટન પણ તેમણે જ કર્યું હતું. ગાંધી વિચારો અને ભારતીય આઝાદીની ચળવળ વિશે અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે આ સંગ્રહાલય માહિતિનો અખૂટ ભંડાર છે. પુસ્તકાલય ઘણું વિશાળ છે અને અહીં ગાંધીજી વિશે અને તેમના દ્વારા લખાયેલ લગભગ બધાં પુસ્તકો છે. આ સિવાય અહીં મહાત્મા ગાંધી દ્વારા કે તેમને લખાયેલા ૩૦,૦૦૦ થી વધુ પત્રો, ટેલીગ્રામ્સ અને અન્ય દસ્તાવેજો પણ છે. અહીં ગાંધીજી દ્વારા વપરાયેલા વાસણો, તેમના ચશ્મા, પુસ્તકો, રેંટીયો, ચપ્પલ, પાથરણું વગેરે જેવી અનેક વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. પણ સૌથી સુંદર વસ્તુ એ લાકડી છે જે ગાંધીજીએ દાંડીકૂચ વખતે વાપરી હતી. મહાત્મા ગાંધીની હત્યાને પ્રદર્શિત કરતા પ્રસંગો અને વસ્તુઓને તથા ફોટાઓને દર્શાવતો એક અલગ ઓરડો પણ અહીં છે. ગાંધીજીની પોકેટવોચ, લોહીથી રંગાયેલી ધોતી અને શાલ, તેમને મારવામાં આવેલી ગોળી વગેરેને […]


બહાઈ ઉપાસના મંદિર (લોટસ ટેમ્પલ) 3

હવે હું મૂકી રહ્યો છું દિલ્હી દર્શન તથા મથુરા આગરા યાત્રા દરમ્યાન જોયેલા અગત્યના સ્થળો અને કેટલાક વિશિષ્ટ અનુભવોની વિશદ માહિતિ. આ અંતર્ગત આજે બહાઈ ઉપાસના મંદિર કે લોટસ ટેમ્પલ તરીકે જાણીતા થયેલા મંદિર વિશે મારા અનુભવો અને જાણકારી. હે પ્રભુ! એવુ વરદાન આપો કે એક્તાની જ્યોત આખીય પૃથ્વીને આપ્લવિત કરી લે અને “સામ્રાજ્ય પ્રભુનું છે” એ ભાવ સમસ્ત જનમાનસ અને રાષ્ટ્રોના લલાટ પર અંકિત થઈ જાય. – બહાઉલ્લાહ ભારતઈય ઉપ મહાદ્વિપમાં આવેલુ આ બહાઈ ઉપાસના મંદીર વિશ્વના વિભિન્ન દેશોમાં બનેલા સાત બહાઈ ઉપાસના મંદિરોમાંનુ એક અને સૌથી નવીનતમ છે. બનાવટની દ્રષ્ટીએ સાતેય મંદિરો પોતાનામાં અનન્ય બનાવટનાં છે. પ્રત્યેક ભવન સૃષ્ટીના રચયિતા નાં સ્મરણ માટે તથા મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અનન્ય પ્રેમની અભિવ્યક્તિ માટે બધાંય ધર્મો, જાતિઓ અને રાષ્ટ્રોના લોકોને આમંત્રિત કરે છે. નવી દિલ્હીમાં આવેલુ બહાઈ ઉપાસના મંદિર કમળના ફૂલ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું છે. કમળનું ફૂલ ઉપાસના તથા પવિત્રતાનું પ્રતીક છે અને ભારતીય ધર્મો અને જીવન સાથે અતૂટ રીતે જોડાયેલું છે. આ ઉપાસના મંદિર પાણીના નવ તળાવોથી ઘેરાયેલું છે જે મંદિરના દેખાવમાં તો વધારો કરે જ છે પણ અંદરનાં તાપમાનને પણ નીચું રાખે છે. મુખ્ય ભવન સાથે જોડાયેલ એક અન્ય ભવન પણ છે જેમાં પ્રશાસન કાર્યાલય, પુસ્તકાલય તથા દ્રશ્ય – શ્રાવ્ય કાર્યક્રમો માટે એક હોલ છે. બધાંજ બહાઈ ઉપાસના મંદિરોની સામાન્ય વિશેષતા એ જ છે કે બધાંના નવ ખૂણા કે કિનારા છે. નવ એકલો સૌથી મોટો અંક છે અને તે વ્યાપકતા અને અભિન્નતા તથા એકતાનું પ્રતીક છે. બહાઈ મંદિરોમાં બહાઈ ધર્મ ગ્રંથ તથા અન્ય ધર્મોના પાવન ગ્રંથોનું પઠન અથવા ગાન થાય છે. શેષ સમયમાં શાંતિપૂર્વક પ્રાર્થના કે ધ્યાન માટે […]


હરિદ્વારથી ગઢવાલ, મસૂરી અને દહેરાદૂન – II 4

મસૂરી જવા માટે સવારે ૯ વાગ્યાની અમારી બસ હતી. સવારે ચા નાસ્તો કરી બસમાં ગોઠવાયા. સૌથી પહેલા દહેરાદૂન જવા નીકળ્યા અને ત્યાં રસ્તામાં આવતા પ્રકાશેશ્ર્વર મહાદેવના મંદિરે ગયા. ત્યાંની ખાસીયત છે કે ત્યાં કોઇ પણ પ્રકારની દાન દક્ષીણા લેવામાં આવતી નથી અને તમે સામેથી કઈ પણ આપવાની કોશીશ કરો તો ત્યાંના લોકો તમને હાથ પકડીને ત્યાંથી બહાર કાઢી મૂકે છે. મંદિરમાં તમને ગરમ નાસ્તો, સફરજન અને ચા પ્રસાદ આપવામા આવે છે. ત્યાં મંદિરની બહાર આઈસક્રીમની દૂકાન છે જે મંદિરના ટ્ર્સ્ટ તરફથી ચલાવવામાં આવે છે, ત્યાંથી તમને આઇસક્રીમ ૪૦% ડીસ્કાઉટ્માં મળે છે. ત્યાં અમે પણ આઈસક્રીમનો લાહવો લીધો. પછી અમે મસૂરી જવા માટે નીકળ્યા, રસ્તામાં દહેરાદૂન માર્ક્રેટ્, સાઇટ સીન જોયા બસના ગાઇડે અમને મસૂરીનો રસ્તો બતાવતા કહ્યુ કે આ રસ્તાને સ્નેકરોડ કહેવાય છે, તે રસ્તાને  ઊપરથી જોતાં સાપ જેવો દેખાય છે, ખીણ દેખાય છે. સાઈટ સીન જોતા જોતા અમે મસૂરી લેક પહોંચ્યાં ત્યાં તળાવમાં બોટીંગ થતુ હતુ અને ત્યાં ગઢવાલના પારંપારિક કપડાં મળતા હતાં જે પહેરી  ફોટા પડાવવાથી મસૂરી ની યાદો તમે તમારી સાથે રાખી શકો . અમે ફોટા પડાવ્યા અને બોટીંગની પણ મોજ માણી . ત્યાર પછી  અમે મસૂરી માર્કેટ ફર્યા, જમ્યાં, એક સરસ ઉંચી ટેકરી પરથી હિમાલયના દર્શન કર્યા અને કેમ્પ્ટીફોલ્સ તરફ જવા આગળ વધ્યાં. પહાડમાં દરીયાની સપાટીથી ૬૫૦૦ ફીટ ઉંચાઈએ આવેલા આ ધોધ ખૂબ સુંદર છે, પહાડમાં ઉપરથી પાણીનો ધોધ પડે છે, અને સર્પાકાર રસ્તાથી તેનો ખૂબ સરસ દેખાવ તેની મૂળ ખાસીયત છે. ફોટોગ્રાફી કર્યા પછી અને ગરમાગરમ ચણા ખાધાં પછી ત્યાંથી પાછા નીકળ્યા, મોડી સાંજ થઈ ગઈ હતી, એટલે હરિદ્વાર જતાં મોડી રાત થઈ જવાની હતી એટલે રસ્તામાં એક ઢાબે જમ્યા. પહાડોમાં ઉલટીઓની પરંપરા કર્યા પછી અમારા ગૃપનાં બધાં […]