કિન્નોર (હિમાચલ પ્રદેશ) ની સફરે – હિરલ પંડ્યા 17
શું ક્યારેય તમારા સપનામાં સફરજન આવ્યા છે? સફરજન! આવતા હશે કાંઈ? કેરીની સીઝનમાં રસની મહેફિલ જામતા સપના જોયા છે, પણ સફરજનના સપના? ન આવ્યા હોય, તો આવી જાવ હિમાચલના કિન્નોર જિલ્લામાં!
શું ક્યારેય તમારા સપનામાં સફરજન આવ્યા છે? સફરજન! આવતા હશે કાંઈ? કેરીની સીઝનમાં રસની મહેફિલ જામતા સપના જોયા છે, પણ સફરજનના સપના? ન આવ્યા હોય, તો આવી જાવ હિમાચલના કિન્નોર જિલ્લામાં!
રણમાં આવેલું અને ફિલ્મોથી વખણાયેલું જેસલમેર નગર કેવું હશે? એ જાણવા માટે અમે મિત્રો એ રજવાડી નગરની સફરે નીકળી પડયા. સોનાર કિલ્લો અને રણની સુવર્ણરેત દુનિયાભરના પ્રવાસીઓને જેસલમેર આવવા મજબૂર કરે છે.
ટ્રેનની લાંબી વ્હીસલ, આવ-જો કહેતા ફટાફટ ડબ્બામાંથી ચઢ-ઉતર કરતા મુસાફરો અને પછી ધીમે ધીમે પ્લેટફોર્મ છોડતી જતી ટ્રેન.. કોણ જાણે કેમ પણ મને મારા શહેરના રેલ્વે સ્ટેશનનું ખુબ આકર્ષણ છે! આ નજારો મને ક્યારેય કંટાળાભર્યો નથી લાગ્યો.. એટલે જ દર દોઢ-બે મહિનાના અંતરે ટ્રેનના પ્રવાસની જાણે મને તલપ લાગે છે!
જ્યારે તમે માર્ચ-એપ્રિલમાં મારા વતનમાં પગ મૂકશો તો કેડીની બન્ને તરફ મઢેલા પલાશ ઉર્ફે ખાખરા (ખાવાના નહીં હોં!)ના વૃક્ષો પોતાના ઉગ્ર કેસરિયા રંગથી તમારું સ્વાગત કરશે. થોડો ઠંડીનો ચમકારો મહેસૂસ કરશો અને સાથે મહુડાનાં ફૂલોની માદક મહેક તમને તરબતર કરશે. જ્યાં જ્યાં તમારી નજર ફરશે, ત્યાં જંગલ દેખાશે. ક્યાંક “વાહન ધીમે હાંકો” લખેલા બોર્ડ હશે તો ક્યાંક “પહેલા વન્યપ્રાણીઓને માર્ગ ક્રોસ કરવા દો” લખેલા, કારણ તમે મારી કર્મભૂમિમાં છો. નામ છે બાંધવગઢ! મધ્યપ્રદેશનું એક ગામ જે પોતાના ટાઇગર રીઝર્વ માટે નામાંકિત છે.
અરે! પણ મેં તો મારો પરિચય તમને આપ્યો જ નહીં. હું, ટી ૭૧ ઉર્ફે પન્નાલાલ, ૬ વર્ષનો બંગાળ ટાઇગર. આમ તો પ્રવાસલેખ લખવા એ મારું કામ નથી પણ એ તો આ હિરલ નામનું મનુષ્ય મને મળવા મધ્યપ્રદેશ આવ્યું હતું તો મેં વિચાર્યું, હું જ મારા વતનની માહિતી તમને એના લેખ દ્વારા પહોંચાડું.
હું કૂદીને સામેની તરફની સીટ પર પહોંચી ગયો. અહા, ઋષિરાજ પર્વતાધિરાજ માઉન્ટ એવરેસ્ટ સફેદી ઓઢીને જાણે હાથ હલાવીને અભિવાદન કરતા હોય, એને જોવામાં એવો તલ્લીન થઈ ગયો કે ફોટો પાડવાનું જ ભૂલી ગયો. એ અદ્રુત દ્રશ્ય જાણે મનમાં ફ્રેમ થઈ ગયું છે. કેટકેટલી સદીઓથી એ અહીં એમ જ, સાવ નિશ્ચિંત ખડો છે! યુગોથી એ અહીં ભારતના એક મોટા વિસ્તારને જાણે આશિર્વાદ આપતો ઉભો છે. વિમાનની બારીમાંથી એ ઓઝલ થયો ત્યાં સુધી એને જોયા કર્યું, પછી મારી સીટ પર જઈને વિમાનમાંથી જ બ્રહ્મપુત્રાના ફોટા પાડ્યા, પણ ત્યાં સુધી તો વિમાને ગૌહતી તરફનું ઉતરાણ શરૂ કરી દીધેલું.
પ્રવાસ અને યાત્રા વચ્ચે મૂળભૂત ફરક કયો? મારા મતે કોરા આનંદથી ભીના સંતોષ તરફનું પ્રયાણ એટલે પ્રવાસથી યાત્રા.. ગીરના અમારા કાયમી ઠેકાણાસમ અનેક સ્થળોમાંનું એક મનગમતું સ્થળ એટલે ચીખલકૂબા. ડેડાણ થઈને તુલસીશ્યામ તરફ જવાના રસ્તે જસાધારના ગીર અભયારણ્યના પ્રવેશદ્વારથી એકાદ કિલોમીટર પહેલા જમણી તરફ વળે છે એક કાચો-પાકો રસ્તો, ખેતરો અને ઝાડીઓની વચ્ચે થઈને ચીખલકૂબા નેસ તરફ. જો માહિતી ન હોય તો ભાગ્યે જ ખ્યાલ આવે, આવા સ્થળોની સ્વચ્છતા, સુંદરતા અને મહત્વ બચી રહ્યાં છે કારણકે એ પહોંચથી દૂર છે..
ક્યારેક કોઈક સ્થળો એવા હોય છે જે તમારા હૃદયમાં સ્પેશિયલ જગ્યા બનાવી જાય છે. જ્યાં તમે ખાલી હાથે જાવ છો અને સંસ્મરણો અને શીખ ખોબે ખોબે ભરીને લઈ આવો છો. મને ખબર ન હતી પણ આવો જ એક પ્રવાસ ખેડવા હું નીકળી પડ્યો હતો.
ગુલાબી ઠંડી હવા મારા કાનમાં કંઈક ગણગણી રહી હતી. અમારી બસ ધીરે ધીરે ચંબાના પહાડો તરફ વળાંકો લઈ રહી હતી. કેટલાય દિવસોથી અમે ત્રણે મિત્રો આ પ્રવાસનું આયોજન કરી રહ્યા હતા, અંતે હું હિમાચલ આવી જ ગયો! હું આમ તો કર્મથી એન્જિનિયર પણ દિલથી ભોમિયો છું. પ્રવાસવર્ણન લખું છું, અને લોકોને મારા પ્રવાસના સંસ્મરણોમાં ભાગીદાર બનાવુ છું.
હિમાચલના એક અંતરિયાળ ગામમાં જવા માટે અમારે ચંબાથી રાજ્ય પરિવહનની બસ પકડવાની હતી, અને ત્યાંથી ચાર દિવસનું પર્વતારોહણ. કન્ડક્ટર ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા, અમને જોઈ બોલ્યા “બહુ ઓછા પર્યટકો આવે છે અહીં. સરસ. આવો.. અહીં પર્યટન વધે એ તો સરસ..”
કોર્બેટ પાર્કમાં મહત્વનું આકર્ષણ એટલે જંગલ સફારી. એશિયાનું સૌથી પહેલવહેલો નેશનલ પાર્ક એટલે ભારતમાં ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં આવેલ જિમ કોર્બેટ પાર્ક. ખુલ્લી જીપમાં જંગલની વચ્ચેથી પસાર થવાના વિચારથી જ જો રોમરોમ ઝણઝણી ઊઠતું હોય તો ખરેખર આ અનુભવ કરીએ ત્યારે કેવી લાગણી થાય! બસ આ જ વિચારથી કોર્બેટપાર્કની સફર ખેડી. જો તમારે સફારીની સફર કરવી હોય તો આગોતરું બુકિંગ કરવું પડે અને એ પણ એક મહિના પહેલા. અહીંયા તો ના બુકિંગ કરાવ્યું હતું ના તો સફરનો કોઈ જુગાડ. બધું જ ભગવાન ભરોસે મૂકીને કોર્બેટ પાર્કની હોટેલમાં આગમન કર્યું. સમય હતો બપોરના બે.
દિલ્હીમાં અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા કનોટપ્લેસથી તદ્દન નજીક, મુખ્ય એવા રાજીવચોક મેટ્રો સ્ટેશનથી દોઢ કિલોમીટરના અંતરે, હેલી રોડ પર સ્થિત ઉગ્રસેનની વાવડી / બાંવડી દિલ્હી અને આસપાસના ભૂતિયા સ્થળોમાં પ્રમુખ ગણાય છે. ઈન્ડિયા ગેટ અને જંતર મંતરથી સાવ નજીક આવેલી આ વાવ ફિલ્મ પી.કેમાં આમિર છુપાય છે એ જગ્યા તરીકે દર્શાવાયેલી જેના લીધે એ ખૂબ પ્રસિદ્ધ થઈ, પણ એની મૂળ ઓળખાણ ભૂતવાવ તરીકેની છે. દિલ્હીના ઐતિહાસિક સ્મારકોમાં તે સ્થાન પામે છે અને ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગ દ્વારા તેની જાળવણી કરાય છે. સવારના સાતથી સાંજના છ સુધી અહીં પ્રવેશ નિઃશુલ્ક છે. હેલી રોડ પરની નાનકડી ગલીના રસ્તે જવાતું હોઈને વાવ સરળતાથી શોધી શકાય એમ નથી. અમે ગૂગલ મેપના ઉપયોગથી એ શોધી. એ પહેલા હેલી રોડની ગલીનું વાતાવરણ પણ અનોખું છે. અહીં ગલીમાં કોઈ મોટા ટોળા કે શોરબકોર વગર એક શોર્ટફિલ્મનું અને એક એડવર્ટાઈઝનું શૂટિંગ થઈ રહ્યું હતું. એ વટાવીને અમે આગળ વધ્યા તો એક વળાંક પછી ડાબા હાથે આવે છે ઉગ્રસેનની બાવડીનું પ્રવેશદ્વાર જે કોઈ જેલના પ્રવેશદ્વારની જેમ સળીયાવાળા દરવાજાઓનું બનેલું છે. બે’ક ચોકીદારો તદ્દન નિસ્પૃહ ભાવે અહીં બેઠા હોય છે. પરિસરમાં પ્રવેશ પછી અને વાવમાં પગથીયા દ્વારા પ્રવેશ કરતા પહેલા જમણી તરફ પુરાતત્વ વિભાગે પથ્થર પર કોતરેલ નકશો અને સૂચનાઓ છે, ડાબી તરફ આ વાવ વિશેની માહિતી દર્શાવાઈ છે.
જંગલનું પંખી ક્યારેય પીંજરામાં રહેવા ન ઈચ્છે.. એ જ રીતે હું, તમે, આપણે બધા જ મૂળથી તો જંગલી જ..! આપણને શહેરના પીંજરામાં બંધાઈ રહેવાનું કઈ રીતે ગમે? અને શહેરમાં રહીને ટૂંટીયું વળી ગયેલા જંગલી મનને જયારે જંગલનો ખોળો મળી જાય તો પછી પૂછવું જ શું?
ગુજરાતના તાપી જીલ્લા, સોનગઢ તાલુકાથી ઘેરાયેલા જંગલમાં અમને પણ કુદરતનો ખોળો મળી જ ગયો. વ્યારા વન વિભાગના ટ્રેકિંગના આયોજન થકી અમારું શારીરિક માનસિક અને આંતરિક મેડીટેશન કરવા અમે પણ શનિવારની ઉંઘ અને રવિવારની મોજને ગોળી મારી નીકળી પડ્યા વનચર્યા કરવા.
એડવર્ડ હોપરનું એક વિધાન છે, ‘જો હું શબ્દોમાં કહી શક્તો હોત તો ચિત્ર બનાવવાનું કોઈ કારણ જ નહોતું.’ અમૂર્ત વિચારોને મૂર્ત સ્વરૂપે ઢાળવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે, શબ્દનું માધ્યમ તો હાથવગું છે જ, પણ સદીઓથી એવું જ એક માધ્યમ જે આપણા દેશમાં પણ ખૂબ અસરકારક રીતે ઉપયોગી બન્યું છે એ છે ચિત્રકળા. ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ ખૂબ જૂનો અને વિશદ છે. પ્રાગઐતિહાસિક સમયમાં ગુફાઓમાં અને પથ્થર પર દોરાયેલા ચિત્રો તેની શરૂઆતનો સમય ગણાય છે, મધ્યપ્રદેશના રાયસન જીલ્લામાં આવેલ ભીમબેટકાની ગુફાઓના આશરે ત્રીસહજાર વર્ષ જૂના પથ્થર પરના ચિત્રો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો અજંતાની ગુફાઓના ચિત્રો પણ જગવિખ્યાત છે. ભારતીય ચિત્રો મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચાય છે. ભીંતચિત્રો અને અન્ય માધ્યમ જેવા કે કાગળ, કેન્વાસ વગેરે પરના ચિત્રો. ધાર્મિક ચિત્રો પરથી ઉતરી આવેલી ભારતીય ચિત્રકલા આજે ભાતીગળ સંસ્કૃતિ અને જીવનપદ્ધતિને દર્શાવતી કલા તરીકે જગવિખ્યાત થઈ છે.
નવી દિલ્હીના કેન્દ્રિય સચિવાલય અથવા ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનેથી પાંચેક મિનિટમાં ચાલીને પહોંચી શકાય એટલું નજીક આવેલું રાષ્ટ્રીય સંગ્રહાલય અનેક મહત્વના સ્થળોની વચ્ચે જાણે ભૂલાયેલી મિરાંત જેવું ઉભુ છે. ખૂબ સરસ જાળવણી સાથે સચવાયેલ આજનું આ સંગ્રહાલય પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં હતું. ૧૫ ઑગસ્ટ ૧૯૪૯ના દિવસે સી. રાજગોપાલાચારીના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થયેલા સંગ્રહાલયની અત્યારની ઈમારતનો પાયાનો પથ્થર પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૫૫માં મૂક્યો અને તેનું ઉદઘાટન ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણને ૧૯૬૦માં કર્યું. ભારતની ૫૦૦૦ વર્ષથી વધુ સમયની સભ્યતા, સંસ્કૃતિ, લોકજીવન, કળા અને યુદ્ધકૌશલ્યને લગતી બે લાખથી વધુ ઐતિહાસિક વસ્તુઓ અહીં ભારે જહેમતથી સચવાઈ છે.
હુવાને ગુજરાતનું કાશ્મીર કહેવાતું, અહીંની નાળીયેરીના વૃક્ષો સાથેની લખલૂટ હરીયાળી અને એને લીધે રહેતી ઠંડક, માલણનું મનોહર વહેણ વગેરેને લીધે આવું નામ પડ્યું હશે. જો કે એ હવે લાગુ પડે કે કેમ એ પ્રશ્ન છે! બધા રાજ્યોમાં આવા સ્થળો હશે જેને જે તે રાજ્યનું કાશ્મીર કહેવાતું હોય? ખેર, વાત કરવી છે કર્ણાટકનું કાશ્મીર ગણાતા ‘કારવાર’ની.
ગોવા એરપોર્ટથી લગભગ ૧૦૦ કિલોમીટર, મડગાંવ રેલ્વે સ્ટેશનથી ૭૫ કિલોમીટર અને ગોવા કર્ણાટક બોર્ડરથી ૧૫ કિલોમીટરના અંતરે, ઉત્તર કન્નડા જીલ્લાનું, પહાડોના ખોળામાં વસેલું, ત્રણ તરફ હરિયાળી અને એક તરફ અરબી સમુદ્રથી ઘેરાયેલું ખૂબ સુંદર અને નાનકડું ગામ એટલે કારવાર. રેલમાર્ગે એ કોંકણ રેલ્વેથી જોડાયેલું છે.
અમારી ઈચ્છા સવારે જ સુવર્ણ મંદીરના દર્શન કરવાની હતી. પરંતુ “વાહેગુરુ ઈચ્છા બળવાન!” શહેરમાં અને હોટેલોમાં ભીડ જોઈને એવું લાગ્યું કે બધાંને અમારી જેમ અમૃતસર જ ફરવું હતું કે શું? બે – ત્રણ હોટેલ ફર્યા બાદ એક હોટેલમાં બે રૂમ મળી ગઈ. સ્નાનાદિથી પરવારી, વ્યવસ્થિત ચા-નાસ્તો કરી અમે બાર વાગ્યે જલીયાંવાંલા બાગ જોવા નિકળ્યા. સૂરજદાદા પણ જાણે કૃપા વરસાવવામાં કોઈ કમી ન રાખવાના હોય એમ ખુલ્લી આંખે હાજરાહજૂર હતા.
પણ જેવા અમે જલીયાંવાલા બાગના પરિસરમાં પહોંચ્યા કે તડકાનું દુઃખ થોડી વાર માટે વિસરાઈ ગયું. જલીયાંવાલા બાગથી લઈ સુવર્ણ મંદીર સુધીનો પરિસર છેલ્લા બે-ત્રણ વર્ષમાં ખુબ સુંદર રીતે ડેવલપ કર્યો છે. તમને કોઈ યુરોપિયન શહેર જેવો આભાસ થાય. બાગને ખુબ સારી રીતે વિકસાવ્યો છે અને વ્યવસ્થીત સાચવ્યો પણ છે. અહીં યાદી માટે ફોટોગ્રાફીને ન્યાય આપ્યો. બાગના પરિસરમાં એ કૂવો પણ જોયો જ્યાં હજારો નિર્દોષ લોકોએ પોતાના જીવની કુરબાની આપી હતી. એ નરસંહારનું દ્રશ્ય વિચારીને હતપ્રભ થઈ જવાયું.
નાનપણથી જ કેમ્પિંગ અને ટ્રેકિંગનું મને આકર્ષણ ખરું પણ એવી તકના બારણે ટકોરા પડતા સુધીમાં ઘણો જ સમય પસાર થઈ ગયેલો. જીવનમાં પરિવર્તનો આવતાં રહ્યા અને પ્રાથમિકતાઓ પણ બદલાતી રહી. આ બધાંમાં ટ્રેકિંગમાં જવાનો મારો શોખ અને સ્વપ્ન હૈયાના કોઇક ખૂણે ઢબુરાઇને પડ્યા હતા જેનો મને ખ્યાલ પણ ન હતો. અચાનક જ વર્ષો-જૂનું સપનું સાકાર થવાની તક, હિમાલયના ટ્રેકિંગમાં જોડાવાની તક સામે આવીને જ્યારે ઊભી રહી ત્યારે બેઘડી માટે તો હું અવાચક બની ગઇ અને મારા શરીરમાં એક અજાણ્યા રોમાંચની કંપારી છૂટી ગઈ.
દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે અડીને આવેલો ડાંગ જિલ્લો . ચારેકોર પથરાયેલું કુદરતી સૌન્દર્ય. બારેમાસ વહેતી નદીઓ,ગીચ જંગલો,ઉંચા વૃક્ષો …. કુદરતે જાણે સ્વર્ગને ધરતી પર ઉતાર્યું ન હોય !!…
ડાંગ સાથે મારે હ્રદયનો સંબધ રહ્યો છે તેનું એક મૂળભૂત કારણ એ કે મારા સસરા આ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે એટલે દર વેકેશનમાં મારી પત્ની નિલમ અને બે પુત્રો આર્યન અને યશ સાથે ત્યાં જવાનું થતું. ડાંગ જવાનું થાય એટલે ઓછામાં ઓછો ૧૦ થી ૧૨ દિવસનો કાર્યક્રમ હોય જ . અમદાવાદમાં જેમ હું બાઈક લઈને ફર્યો છું તેવું જ ભ્રમણ મેં ડાંગના એ ડુંગરાળ અને ઢોળાવો વાળા રસ્તાઓ પર કર્યું છે. સાચું કહું તો ડાંગના એ કુદરતી સૌન્દર્યને ખોબલે ખોબલે પીધું છે અને હજી પણ જાણે તૃષા રહી ગઈ હોય એમ દર વેકેશનમાં ત્યાં જવાનો જાણે કે અંતરમનમાંથી સાદ આવે છે. અને ડાંગના એ બે ગામોની યાદો જ્યાં મેં ઘણો સમય વિતાવ્યો છે એવા સુબીર અને પિંપરી જાણે મને બોલાવે છે.
હરવું, ફરવું, રખડવુ, પ્રવાસ, વિચરણ, યાત્રા, ભટકવું, પિકનિક, ટુર, ડે-આઉટ! અહાહા! ઘણાં બધા નામ….શેના ?
કુપમંડુકવ્રુત્તીમાંથી બહાર નિકળવાના જ સ્તો. “ફરે તે ચરે, બાંધ્યો ભુખે મરે”, સમજવા, અનુસરવા જેવું વાક્ય આપણે નાનપણથી ભણીયે છિએ.
“I would rather walk with a friend in the dark, than alone in the light.” – Helen Keller
પ્રવાસ અને ફરવાના પ્રસંગો તો ઘણાં બન્યા પરંતુ “માલસરનો પ્રવાસ” કંઇક અલગ જ છાપ છોડી ચૂક્યો છે. તો અંતઃકરણે અનુભવેલા, મનએ માણેલા પ્રસંગોને શબ્દોના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરું છું.
આ પ્રવાસ યાદગાર એટલે રહ્યો કે ફક્ત માલસર જવું એટલી જ ખબર હતી, કેવી રીતે જવું, ત્યાં કેટલો વખત રેહવું અને ત્યાંથી બીજે કશે જવું કે નહિ એવુ કશુ પ્લાનીંગ કર્યુ જ નહોતું.
બસ, એમ જ રખડવા નીકળી પડવાનુ, હરીનુ નામ લઇને!
ગિરનાર વિશે અલકમલકની વાતો સાંભળી હતી ત્યારથી જવાની ઈચ્છા ઉગ્ર બની હતી. નાનો હતો ત્યારે એકવાર ગિરનાર પર્વત ચઢ્યો હતો. એ પછી ક્યારેય એવો સંગાથ નહોતો મળ્યો એટલે જવાનું જ રહી ગયું. ગિરનાર પર્વત જોવા કરતા ચઢવાની ખુબ ઈચ્છા હતી. અને આજે મારો પ્રિય સંગાથ મારી સાથે હતો. એટલે મનથી નક્કી કરીને બપોરે અમદાવાદથી જુનાગઢ જવા નીકળી પડ્યા. બીજા દિવસે સવારે વહેલા ગિરનાર પર્વત ચઢવાનું હતું એટલે વચ્ચે આવતાં જોવાલાયક સ્થળો જોવાનું માંડીવાળીને અમે સીધા પ્રેરણાધામ સાંજે ૭:૧૫ વાગે પહોચ્યા. એડવાન્સમાં ફોન ઉપર રૂમ બુક કરાવી લીધી હતી.
ટ્રેકિંગનો પહેલો દિવસ રીપોર્ટીંગનો હોય અને બીજો અક્લામેટાઈઝેશનનો. જેની માટે અમને પાંચ કિલોમીટર છેટેના ગામ સુધી ચાલીને જવાનું હતું. આ પહેલા દિવસે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે કોણ કેટલી ઝડપે ચાલવાનું છે અને પછીના દિવસોમાં એ જ ઝડપે સાઈકલ પણ ચલાવતા હતા. કેટલાક લોકો મૂળે જ ઝડપથી ચાલતા હતા અને કેમ્પ લીડરની સાથે સાથે જ કે એથીયે આગળ નીકળી જતા જ્યારે કેટલાક પરાણે ઝડપથી ચાલતા જેથી ગ્રુપથી વિખુટા ન પડી જાય. અમે સૌથી પાછળ હતા. પ્રકૃતિનો આનંદ લેતા લેતા, ફોટો પાડતા અને રસ્તે મળતા લોકો સાથે વાતો કરતા અમે ધારીએ તોયે સૌની સાથે તાલ નહોતા મેળવી શકતા. આ વાત માટે અમને આખી ટ્રીપમાં રોજ વઢ પડી પણ કે છે ને કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય.
દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત પ્રાચીન ‘શ્યામદેશ’ કે જેને આજે આપણે ‘થાઇલેન્ડ’ તરીકે ઓળખીએ છીએ એ દેશ ૧૧ મે, ૧૯૪૯ સુધી ‘સિયામ’ તરીકે ઓળખાતો હતો. દેશની થાઇ પ્રજાની ઓળખ એવા ‘થાઇ’ શબ્દના થાઇ ભાષામાં થતાં ‘આઝાદ’ એવા અર્થસંદર્ભ સાથે આજે એ થાઇલેન્ડ તરીકે ઓળખાય છે. એની પૂર્વે લાઓસ અને કંબોડિયા, દક્ષિણે મલેશિયા અને પશ્ચિમે મ્યાનમાર આવેલા છે.
અત્યારે અહીં રાજા રામ નવમા તરીકે ઓળખાતા હિઝ મેજીસ્ટી રાજા ભૂમિબોઇ અદુલ્યાદેજનું રાજ ચાલી રહ્યું છે. જે તેના સમગ્ર રાજ્યતંત્ર ઉપરાંત સશસ્ત્ર દળો સહિત બૌદ્ધ ધર્મના વડા છે. થાઇલેન્ડની ૮૦ ટકા વસતી થાઇ પ્રજા છે. અન્યમાં ૧૦ ટકા ચીની, ૩ ટકા મલાયા અને બાકીના લોકો વસે છે. એક ભારતીય રૂપિયાની કિંમત થાઇ ચલણ બાહટ (ટીએચબી) બાસઠ પૈસા થાય છે. બીજી રીતે કહેવું હોય તો એક બાહટ બરાબર ૧.૬૦ રૂપિયા થાય.
લડાખ એટલે ભારતનાં દરેક રખડું પ્રકૃતિના પ્રવાસી માટેનું મક્કા – મદીના ગણાય એવું સ્થળ. ગૂગલ પર શોધવા બેસો તો નકશા, ફોટા અને માહીતીલેખોથી ભરેલી લાખો સાઈટ મળી આવે. કબુલ કે, એમાં ન હોય એવું તો કશું પણ મારી પાસે નથી. છતાં દરેક વ્યક્તિનો લડાખ પ્રવાસનો અનુભવ નોખો હોય છે. મેં લડાખ જવાનું નક્કી કર્યું એ દિવસથી ડગલે ને પગલે લેવાયેલા અનેક નાના મોટા નિર્ણયોની ફલશ્રુતિ રૂપે લગભગ પાંચ – છ મહિના પછી હું એ ઘટનાપ્રચુર રાતે લદાખમાં હતો. હું, અને મારા બે મિત્રો – અમે ત્રણ જણા લદાખના પાટનગર લેહમાં રાતના એક વાગ્યે, વરસાદથી બચવા એક દુકાનના છાપરા નીચે ઉભા હતા અને હવે ક્યાં જવું એમ વિચારતા હતા.
પ્રવાસવર્ણન અને અક્ષરનાદનો ‘નાળ’ નો સંબંધ રહ્યો છે, કહો કે અક્ષરનાદ પાછળ મારી ગીરના પ્રવાસવર્ણનો લખવાની ઈચ્છા જ કારણભૂત હતી. મહારાષ્ટ્રના વેળાસનું શ્રી તુમુલ બૂચે આપેલું વર્ણન વાંચ્યા પછી થઈ આવે કે પૃથ્વી પરના એવા બધા જ સ્થળો કે જે તમને પોતાની અંદરની વ્યક્તિને જાણવામાં, સ્વ તરફની યાત્રામાં જોતરે એ બધા સ્થળો ગીર જ છે, એ બધાંય સ્થળો એટલા તો અવર્ણનીય છે કે તેમને પૂર્ણપણે માણવા, પચાવવા અશક્ય છે. ત્યાંથી જતાં એવું તો અવશ્ય અનુભવાય કે કંઈક છોડીને જઈ રહ્યાં છીએ. એ કંઈક જ વેળાસના આ અદ્રુત વર્ણનનું જમાપાસું છે. અક્ષરનાદને આવા સુંદર સર્જકમિત્રો સાથે સંકળાવા મળે, તેમની કલમ માણવા મળે એ કંઈ ઓછો પ્રવાસ છે?
મુંબઈના તુમુલભાઈ બૂચનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે, અહીં તેઓ પશ્ચિમ બંગાળના કલીમ્પોંગ નામના નાનકડા હિલ સ્ટેશન વિશેની વિગતે સરસ વાત અને તેમની મનમોજી રઝળપાટનો અદકેરો અનુભવ મૂકે છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.
સાપુતારા ડાંગ જીલ્લામાં આવેલું છે. બીલીમોરા સાપુતારાથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. અમદાવાદથી મુંબઈ લોકલ ટ્રેઈન પકડી બીલીમોરા સુધી જવા નીકળ્યા. સુરત પછી તમને આખા રસ્તે મસ્ત લીલી વનરાઈઓ – ખેતરો જોવા મળે. બીલીમોરા બસ સ્ટેશન – રેલ્વે સ્ટેશન સામે સામે જ છે. અમે સમયસર ૮.૩૦ – ૮.૪૫ સુધીમાં પહોચી ગયા અને ત્યાં ‘ઈન્કવાયરી ઓફિસ’ માં પૂછતા ખબર પડી કે એક બસ ‘સપ્તશ્રુંગી-સાપુતારા’ની, ૯ વાગ્યે આવશે. બીલીમોરાથી સાપુતારાનો રસ્તો આશરે ત્રણથી સાડાત્રણ કલાકનો. અમે બસની રાહ જોતાં બેઠા. સુરત – વઘઈ, બીલીમોરા – અમદાવાદ એમ બધી બસ એક પછી એક આવતી જાય, પણ સાપુતારાની નહીં. પાછું કોઈ પ્રાઈવેટ વાહન પણ ન મળે. દોઢેક કલાક રાહ જોઈ પણ કોઈ બસ નહીં.
સાલ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર, ૬૮ વર્ષના શ્રી પ્રવીણભાઈ શાહ આજે તેમના રતનમહાલના પ્રવાસ વિશેનો ફોટોગ્રાફ્સ સાથેનો સુંદર લેખ લઈને ઉપસ્થિત થયા છે. ‘રતનમહાલ’માં ‘મહાલ’ શબ્દ છે, પણ આ કોઈ રાજામહારાજાનો મહેલ નથી બલ્કે એ એક ડુંગર છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી તે ૮૬ કી.મી. દૂર આવેલું છે. ગોધરાથી ૪૦ કી.મી. દેવગઢબારિયા અને ત્યાંથી બીજા ૪૬ કી.મી. જઈએ એટલે રતનમહાલ પહોચી જવાય. ગોધરાથી કે દેવગઢબારિયાથી બસમાં, કારમાં કે જીપ ભાડે કરીને રતનમહાલ જઈ શકાય છે. પ્રવીણભાઈનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે એ બદલ તેમનું સ્વાગત અને તેમની કલમને શુભકામનાઓ.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પાસે આવેલું પોળોનું જંગલ. તેના શ્રેષ્ઠ સ્મારકો તેનાં ભવ્ય ઇતિહાસની ગાથા ગાય છે. એકવાર ચોક્કસથી માણવા જેવી આ જગ્યા છે. પ્રકૃતિપ્રેમી અને ઇતિહાસના રસિકો માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન છે.
આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા હમણાં જ થોડા સમય પહેલાં પોળો-મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેના પ્રચાર અને પ્રસાર થકી આ જગ્યાએ પ્રવાસીઓનો ધસારો હવે વધવા લાગ્યો છે. પણ હજુ કંઈક ખૂટે છે, સુવિધાઓને જો વધારવામાં આવે તો ચોક્કસથી આ જગ્યા તેના ઈતિહાસને બુલંદ રીતે રજૂ કરી શકે તેમ છે…
પ્રવાસ વર્ણનનું નામ આવે એટલે મનમાં કેવા સુંદર દ્રશ્યો સર્જાય, ન જોયેલા ન જાણેલા માર્ગ પર પગરવ કરવાનો હોય કે વર્ષોથી જાણીતા માર્ગ પર વધુ એક યાત્રા, આપણા સાહિત્યમાં અનેક પ્રકારના અને સુંદર પ્રવાસ વર્ણનો ઉપલબ્ધ છે. આજે દિનેશભાઈ જગાણી તેમના ‘અંબાજીના પથ પર…’ ના અનુભવને પ્રસ્તુત કરે છે. અક્ષરનાદને સ સુંદર કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.
દેશવિદેશે’માં મનુભાઈ પંચોળી ‘દર્શક’ તેમના ઇઝરાઈલની પ્રવાસ ડાયરીમાં નોંધે છે તેમ, “ઈસીહા પાસેથી જાણ્યું કે ધર્મનું પરિબળ નવી પેઢીમાં ઘટતું જાય છે, પણ બાઈબલ તરફની એક પ્રકારની અહોભાવની લાગણી છે જ અને અરબો સામે દેશને બચાવવાની સરફરોશી છે. આ લોકોએ પણ ઇઝરાઈલ બાબતની ભારતની નીતિની ચર્ચા કરી. મેં તેમને મુસ્લિમ લોકોના પ્રત્યાઘાતો તેમ જ મુસ્લિમ દેશો સાથે બસો કરોડ રૂપિયનો ભારતનો વેપાર છે તેનો ખ્યાલ આપ્યો. ઈઝરાઈલ વિશે સહાનુભૂતિ છે છતાં ઉપરની હકીકતને લીધે કોકડું ગૂંચવાયેલું રહે છે – કે રાખે છે, તેમ સમજાવવા મહેનત કરી. ઇસીહાએ મને માહિતી આપી કે જોર્ડન તો ઈઝરાઈલ જોડે યુદ્ધની સ્થિતિમાં રહ્યું છે છતાં તે ઈઝરાઈલમાંથી લાખો રૂપિયાનાં સીમેન્ટ, શાકભાજી, માખણ લઈ જાય છે. જોર્ડન જો ચાલુ લડાઈએ આ કરે તો ભારતથી કેમ ન બને? તેણે માહિતી આપી કે ઇઝરાઈલે ફોસ્ફેટનાં ખાતરો બીજા કોઈનાં કરતાં દસ ટકા ઓછા ભાવે મુંબઈ કિનારે પહોંચાડવાની તૈયારી બતાવેલી છતાં ભારતે તે ખાતરો ન લીધાં. તે વખતે પોતે ફોસ્ફેટ ખાતરોનાં કારખાનામાં મદદનીશ ઈજનેર હતા.” સ્વ.મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મ શતાબ્દી નું આ વર્ષ છે. ૧૯૭૦માં તેમના પ્રવાસની ડાયરીમાં ઘણું રસપ્રદ અને અવનવું તેમણે અનુભવસરવાણી રૂપે નોંધ્યું છે, એમાંથી થોડા ભાગ અહીં ઉદધૃત કર્યા છે.
પ્રવાસવર્ણનો વાંચવા અને લખવા વિશે મને નાનપણથી લાલચ રહી છે, ન જોયેલી સૃષ્ટી અને એક યાત્રીની દ્રષ્ટીનો સુભગ સંયોગ વાચકને જાણે એ અજાણ્યા પ્રદેશની સર્વાંગસંપૂર્ણ વિગત આપે છે કેટલાક પ્રવાસનિબંધો કાળથી પર હોય છે. ‘કૈલાસ’ (૧૯૬૨) માંથી સ્વામી પ્રણવતીર્થજી દ્વારા લખાયેલ આજનો આ પ્રવાસનિબંધ ‘આજ મેં કૈલાસ દીઠો !’ એક અનોખી અનુભૂતિ લઈને આવે છે. અક્ષરનાદનું તો મૂળ જ છે અંતરની અનુભૂતિનો ધ્વનિ – અને કૈલાસ માનસરોવર જેવા સ્થળોની વાત અ-ક્ષર જ હોવાની. સ્વામીજીનો અનુભવ એક સાચા તીર્થયાત્રીનો અનુભવ છે, કષ્ટોને પાર જ દર્શન છે એવી વાત સાથે તેમણે કૈલાસના દર્શન કર્યાં ત્યારની અનુભૂતિની વાત વાચકને જાણે તેમની કલમે કૈલાસદર્શન કરાવે છે.
પૂનાથી અમારી કોંકણના બીચ અને રાયગઢ જીલ્લાના શ્રીવર્ધન તાલુકામાં આવેલા રમણીય અને સુંદર બીચ દિવેઅગાર જવાની અને આસપાસના સ્થળોએ ફરવાની આખીય સુંદર પ્રવાસ સાથે આનંદોત્સવની વાત અહીં ફોટોગ્રાફ સહીત મૂકી છે. ડિસેમ્બર ૨૧થી ૨૫ સુધીમાં બે દિવસ અમે આ સ્થળોએ વીતાવ્યા હતાં. એ ઘટનાના સંભારણા રૂપે આ કૃતિ પ્રસ્તુત કરી છે.