સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય


વેળાસર જતા રહીએ – જલન માતરી 5

મૃત્યુ એ કદી અવગણી ન શકાય એવી હકીકત છે. મૃત્યુને ઘણાં સહજતાથી સ્વીકારે છે, ઘણાં તેનાથી ડરે છે, ઘણાં તેને ઉમંગથી આવકારે છે. મૃત્યુના વિવિધ રસ્તાઓ છે અને ફક્ત એક મંઝિલ છે. પ્રસ્તુત ગઝલમાં શ્રી જલન માતરી સાહેબ મૃત્યુને સહજતાથી, આવકારે છે, પરંતુ એ મૃત્યુના સમયે મનમાં સર્જાતી ભાવનાઓને વાચા આપી રહ્યા છે. વેળાસર જતા રહેવાની તેમની આ વાત ખૂબ સરળ પણ ગહન છે.


જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ 6

10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


હંમેશા વાગ્યા કરે – ડીમ્પલ આશાપુરી 8

આધુનિક સમયમાં બનતી કુદરતી અને કૃત્રિમ આફતો માણસને હંફાવી દે છે કે જેનો એ આદી બની ટેવાઇ ગયો છે. ક્યારેક ભૂકંપની ભીંસમાં તો ક્યારેક બોમ્બ બ્લાસ્ટમાં, ક્યારેક કોમી રમખાણોમાં તો ક્યારેક આતંકવાદનો શિકાર એવા એક સામાન્ય માણસની મદદ કરવાની તાકાત આજના યંત્રવત માણસમાં નથી અને એ કાંઇ કરી પણ ન શકે કારણકે એ પણ પરિસ્થિતિથી હારેલો – ટેવાયેલો માણસ. આવાજ હારેલા માણસની કોરપ હંમેશા મને વાગ્યા કરે છે. પ્રસ્તુત છે એ જ લાગણીની અભિવ્યક્તિ આ અછાંદસ દ્વારા.


કર્મ નો સંગાથીનું પ્રતિકાવ્ય – જયકાંત જાની 5

થોડા સમય પૂર્વે અક્ષરનાદ પર કર્મનો સંગાથી…. – મીરાંબાઇનો અમૃત પ્યાલો એ શીર્ષક હેઠળ કર્મનો સંગાથી રાણા મારું કોઇ નથી એ સુંદર ભાવવહી ભજન મૂક્યું હતું. રાણાજીને કર્મની ગહન ગતિ વિશે સમજાવતી મીરાંના ખૂબ માર્મિક ભજનના ખૂબ સુંદર પ્રતિકાવ્યની રચના આપણા વાંચકમિત્ર શ્રી જયકાંતભાઇ જાનીએ કરી છે. અક્ષરનાદને આ સુંદર રચના પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


“ઝંખના” અને “સંબંધ એક સમજણ” (બે કવિતાઓ) – જીગ્નેશ ચાવડા 3

“ઝંખના” અને “સંબંધ એક સમજણ” એ બે કવિતાઓ શ્રી જીગ્નેશ ચાવડાની અક્ષરનાદ પર બીજી પ્રસ્તુતિ છે. વ્યવસાયે મિકેનીકલ ઇજનેર હોવા છતાં તેઓની આ રચનાઓમાં ક્યાંય અભિવ્યક્તિની યાંત્રિકતા નહીં દેખાય એ તેમની રચનાઓનું આગવું જમાપાસુ છે. એ ઉપરાંત તેઓ પ્રેમ અને વિરહની વાત ખૂબ સુંદર તથા સહજ રીતે તેમના આગવા અંદાઝ-એ-બયાં થી તદન નિખાલસ રીતે અભિવ્યક્ત કરી શકે છે. આજે માણીએ તેમની બે રચનાઓ.


રાધે બનો – પિનાકીન ત્રિવેદી 3

શ્યામને રાધા બનવાનું અને એ રીતે રાધાજીએ અનુભવેલી વિવિધ વેદનાઓને જાણવા માટે તેમને સૂચવતું આ કાવ્ય ખૂબ સુંદર અને સહજ રીતે રાધાના મનની અભિવ્યક્તિ કહી જાય છે. શ્યામજીને વિવિધ શણગાર તજીને, રાધાના અંતરનો તાગ લેવાનો પ્રયત્ન કરીને ફક્ત થોડીક ક્ષણો માટે આ ખેલ ખેલી લેવાની વિનંતિ કરતા રાધાજી તેમને ઘડીક શ્યામ બનવાનું કહે છે. શ્રી પિનાકીન ત્રિવેદીનું આ કાવ્ય ખરેખર ખૂબ સુંદર છે.


શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી 9

શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલુ “શિવાજીનું હાલરડું” બાળકને માતાના ઉદરમાંજ મળતી શૌર્ય, બહાદુરી અને માતૃભૂમીના રક્ષણ માટે ખપી જવાની ઉદાત્ત ભાવના સાકાર કરતું હાલરડું છે. ભાગ્યેજ કોઇ એવો ગુજરાતી હશે જેણે માતાના મુખે આ હાલરડું નહીં સાંભળ્યુ હોય. શ્રી ઝવેરચંદ મેઘાણીએ બીજી કોઇ રચના ન કરી હોત તો પણ આ એક જ રચના એ બતાવવા પૂરતી છે કે તેમને રાષ્ટ્રીય શાયર કેમ કહેવાય છે.


આપજો – મકરંદ દવે 3

“આપજો !” માં કવિએ પ્રભુ કશુંક માંગવાનું કહે તો તે શું માંગે છે તે વિશે જણાવ્યું છે. સાદું સપનું, સાદી ભોમકામાં આયખું, મર્માળા માનવીની વાણી અને તેમની સાથે સુખ દુ:ખની ઉજાણી – આવું તેવું મળે એટલી કવિની ઇચ્છા રહી છે. કવિ શ્રી મકરંદ દવેની આ સુંદર રચના “અમલપિયાલી” માંથી સાભાર લેવામાં આવી છે.


નર્ક નામનો સ્ટોર – જયકાંત જાની 1

“નર્ક નામનો સ્ટોર…. ” થોડુંક અલગ લાગે તેવું આ શીર્ષક શ્રી જયકાંતભાઇ જાની દ્વારા રચિત એક કવિતાનું છે. જો કે અમેરીકાને તેઓ શા માટે નર્ક નામના સ્ટોરનું સ્થાન બનાવે છે એ મને ખબર નથી, પણ મારા મતે ભારતના કોઇક પડોશી દેશ માટે આ ખરેખર બંધબેસે. પરંતુ તે સિવાય નર્કમાં મળતી બધીજ વસ્તુઓ અને તેની ખાસીયતો વિશે તેઓ ખૂબ તર્કસંગત રીતે સમજાવે છે. અને એટલેજ આ ખૂબ સુંદર સ્ટોરની મુલાકાત લો.


લઘુ કાવ્ય રચનાઓ – સંકલિત 3

લઘુકાવ્યો એ કોઇ કાવ્યનો ફક્ત એક ભાગ માત્ર જ નથી. સાચુંકલુ લઘુકાવ્ય એ છે જેમાં શબ્દોને સર્જકે શોધવા પડતાં નથી પણ શબ્દો તેને શોધતાં ગોઠવાઇ જાય એમ લાગે છે. માર્મિકતા એ લઘુકાવ્યનું આગવું લક્ષણ છે. કહેવાનું સચોટતાથી કહે, અને તે ય તત્વશીલ એ લઘુકાવ્ય. એ દીપિકા છે, અનુભૂતીની આરતીનો ડંકો છે. આજે માણો થોડાક આવાંજ લઘુકાવ્યો.


ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ…. (સોરઠી લોકગીત) 10

રાસગરબા અને લોકગીતો આપણા ગ્રામીણ જીવનની અનેરી સંપત્તિ છે, મૌસમનો વરસાદ અને તેના અમૃત પરિપાક રૂપે ઉતરેલા ધાન અને અન્ય પાક પછી ધરતીપુત્રો મદમસ્ત થઇને આવા લોકગીતો પર જીવે છે, એક સુર, એક તાલ, સરખા ઠમકા અને તાળીઓ, સાથે ઝૂમતા ને આનંદતા હૈયા એ સોરઠી જીવનનું અનેરું રસદર્શન છે. શબ્દ, સંગીત અને ધ્વનિ એ ત્રણેયનો સુમેળ સાધનાર આવું જ એક સુંદર ગ્રામગીત…


ત્રણ કવિતાઓ – જીગ્નેશ ચાવડા 12

શ્રી જીગ્નેશ ચાવડા અમારી કંપનીમાં મિકેનીકલ ઇજનેર ( ગુણવત્તા નિયંત્રણ વિભાગ) છે અને અહીંના ઘણા સહકર્મીઓની જેમ કવિતા એ તેમનો શોખ છે. પોતાની ક્ષમતાઓ અને કળાને કવિતાના રૂપે ઢાળવાનો તેમનો પ્રયત્ન આપની સમક્ષ છે. અને દરેક નવા રચનાકારની જેમ તેમને પણ નવું શીખવાની હોંશ છે, તો આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે.


એક એવીતે પ્રીત અમે કીધી – જયંત પાઠક 5

શ્રી જયંતભાઇ પાઠકની કવિતાઓનો સંગ્રહ “સમગ્ર કવિતા” ઘણા દિવસોથી મમળાવી રહ્યો છું. એકે એક કાવ્યમાં છલકતા કવિના ભાવવિશ્વની સંવેદનાઓનું ખૂબજ મનોહર નિરૂપણ થયું છે. મને ખૂબ ગમી તેવી તેમની આ કવિતા પ્રીતના કારણે વિવિધ “પામવાની” સંવેદનાઓની સરસ અભિવ્યક્તિ કરાવી જાય છે.


હસતો રહ્યો (ગઝલ) – જમિયત પંડ્યા 8

જમિયતભાઇ પંડ્યાની આ સુંદર ગઝલ…. મેં આ અનેક વખત વાંચી છે અને દરેક વખતે મને એ ખૂબ ગમી છે. માણસે બધી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો હસતા હસતા કરવો જોઇએ એવી વાતને કેન્દ્રમાં રાખીને વિવિધ પરિસ્થિતિઓમાં હસતા રહેવા વિશેની સુંદર વાત તેમણે કરી છે.


તારા Marriage થઇ જશે – જિજ્ઞેશ અધ્યારૂ

એક મિત્રને લગ્નપ્રસંગે ભેટ આપવા માટે લખાયેલી આ મરક મરક પદ્ય રચના મારી આ ક્ષેત્રની પ્રથમ કૃતિ છે. લગ્ન પછીની કેટલીક પરિસ્થિતિઓને અહીં નજરમાં રાખી છે. જો કે મારા મતે આ રચનાને હઝલ કહી શકાય છે. આપનો પ્રતિભાવ આવકાર્ય છે.


મેઘ ને (વર્ષાકાવ્ય) – અરદેશર ખબરદાર 4

મેઘને વૃષ્ટી લાવવા માટે આહવાન આપતું, તેને તેની વર્ષાનું મૂલ્ય સમજાવતું શ્રી અરદેશર ખબરદારનું આ કાવ્ય ખૂબ સુંદર છે. મેઘને તેઓ વૃષ્ટીથી થતા અનેકો ફેરફારો અને સ્પંદનોની વાત કરતા એક મિત્રભાવે જાણે સલાહ આપતા હોય એમ વિવિધ રીતે વરસાદ માટે તેને વીનવે છે.


અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં – હરિન્દ્ર દવે 4

કૃષ્ણ જન્મ થાય અને નંદ ઘેર આનંદ ઉજવાય ત્યારે કૃષ્ણની સાથે અચૂક યાદ આવે તેનો પડછાયો, તેમના પ્રેમનું તદન નિર્વિકાર સ્વરૂપ એવી રાધા. પણ મથુરા ગયા પછી કૃષ્ણ એ રાધાને યાદ કરે છે? હરિન્દ્ર દવેના શબ્દોમાં વાંચો કૃષ્ણની આ વ્યથાની અને તેમની તડપની એક રૂપરેખા.


“હું” અને ગુજરાતી પદ્ય સમૃધ્ધિ – જીગ્નેશ અધ્યારૂ 5

“હું” એ શબ્દ સાથે સંકળાયેલી સમૃધ્ધ ગુજરાતી પદ્ય સાહિત્યની કેટલીક સુંદર રચનાઓ અને સાથે “હું” શબ્દ વિશે કેટલાક વિચારો તથા એ વિવિધ શે’રોની અને પદ્ય રચનાઓની થોડીક વિશદ ચર્ચા. ફક્ત “હું” ને ધ્યાનમાં રાખીને લખાયેલી કૃતિ.


એ જિંદગી – ઉશનસ 3

ઉશનસની રચનાઓનો વૈભવ વસંતના વૈભવથી ઘણો વધારે છે. વસંત તો ફક્ત થોડાક સમય પૂરતી હોય છે પરંતુ તેમની કવિતાઓ સદાબહાર છે. જિંદગી વિશેની આ રચના જ જુઓ, જિંદગીની આટલી સચોટ વ્યાખ્યા તેમના જેવો સમર્થ રચનાકાર જ કરી શકે. માણો આ ખૂબ સુંદર રચના.


બે પદ્ય રચનાઓ – ડિમ્પલ આશાપુરી 7

શ્રીમતી ડિમ્પલ આશાપુરી સાહિત્યના અભ્યાસી છે. ગુજરાતી સાહિત્યમાં બીએ અને એમ એ કર્યા પછી હાલ તેઓ વડોદરામાં સ્થાયી થયા છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર પદ્ય રચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


કન્યા વિદાય – અનિલ જોશી 17

કવિ શ્રી અનિલ જોશી દ્વારા રચિત આ સુંદર અને ભાવસભર ગીત લગ્નની સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે ઢોલ, ઘરચોળું, દિવડો, શેરી, સાફો વગેરેના માધ્યમથી કન્યા વિદાય પછી વ્યાપેલા સૂનકારને ખૂબ અચૂક રીતે પ્રસ્તુત કરે છે.


ઘાયલ સાહેબની ત્રણ ગઝલો 21

આજે અમૃત ઘાયલ સાહેબની મને અતિ પ્રિય એવી ત્રણ ખૂબસૂરત ગઝલો…
1. મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે,….
2. ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે, …… અને
3. છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ…..


મારી બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ 6

જીગ્નેશ અધ્યારૂની બે રચનાઓ, ગઝલ…, પ્રથમ ગઝલ સમર્પિત છે એવા મનુષ્યને જે પોતાની સાચી ઓળખાણ શોધી રહ્યો છે, દરીયા સાથે આ સમગ્ર પ્રયાસની સરખામણી છે, તો બીજી ગઝલ યુવાનીના પ્રેમના સ્મરણો વિશેની છે.


બહેન મારી – સોમાભાઇ ભાવસાર 5

લાલ ને લીલી, વાદળી પીળી, કેસરી વળી, જાંબલી વળી, રંગબેરંગી ઓઢણી લઉં, બહેન મારીને ઓઢવા દઉં! સોનીએ ઘડ્યાં રૂપલે મઢ્યાં, નાના નાના ઘૂઘરા ઝીણા, એવી બે ઝાંઝરીઓ લઉં, બહેન મારીને પહેરવા દઉં! ચંપા બકુલ, બોરસલી ફૂલ, માલતી ને મોગરાનાં ફૂલ, બાગમાંથી હું લાવી દઉં, બહેનને વેણી ગૂંથવા દઉં! ઓઢણી તમે ઓઢજો બેની, ઝાંઝર પગે પહેરજો બેની, વેણી માથે ગૂંથજો રે….! બાગમાં ઘૂમી હીંચકે હીંચી, સાંજરે વહેલા આવજો રે, ભાઇને સાથે લાવજો રે…..! -સોમાભાઇ ભાવસાર


મારો પ્રિય શે’ર – કાબિલ ડેડાણવી 5

ઠેસ પહોંચાડવી છે હૈયાને? કોઇ તાજું ગુલાબ લઇ આવો. -કાબિલ ડેડાણવી પ્રભુના પયગમ્બર, કુદરતના પ્રતિનિઘિ એવા કવિઓને દૈવ વાણી-આત્મસ્ફૂરણા થતી હોય એવા સ્વયંસ્ફૂરિત શે’રો-કાવ્યોને ઇલ્હામી કહે છે. એટલે આ શે’ર પોતાને કેમ પ્રિય છે, કેમ ગમે છે અને ક્યા સંજોગોમાં ઉદભવેલો એનો ખુલાસો કરવાનું કહેવામાં આવે ત્યારે એમ લાગે છે કે મને મારી જ મનોસૃષ્ટિમાં પુન:પ્રવેશી, અતીત ઉલેચીને મારી જ અભિવ્યક્તિ પર સંશોઘન – Research નું કામ સોંપવામાં આવ્યું છે. બીજાની કૃતિઓ – અન્યોનાં સર્જન ઉપર સંશોઘન કરવું કદાચ ઘણું દુષ્કર નથી હોતું. પરંતું પોતાના જ વિચાર –કાવ્યો, શે’રો કે સ્ફૂરણા પર reflect કરવું સંભવિત તો હોય છે. પણ ઇલ્હામી શે’ર માટે હું એવું ખાતરીપૂર્વક કહી શકું નહીં. ઉપરોક્ત શે’ર મેં જેટલીવાર સંભળાવ્યો છે. એના કરતાં અનેકવાર વઘારે મને અન્ય કવિમિત્રો-રસિકોએ સંભળાવ્યો છે અને શ્રોતાઓએ મને યાદ અપાવ્યો છે. ક્યારેક તો મને એવું લાગ્યું છે કે મેં આ સિવાય પણ કોઇ અન્ય સર્જન કર્યું છે ખરું? ખરી રીતે તો જેમને પંસદ છે એવા લોકોને આ પ્રશ્ર્ન પૂછવો જોઇએ કે આ શે’ર એમને કેમ પ્રિય છે? કોઇ શુભ સર્જનને પોષક એવી પળે આ શે’રે અવતાર ઘારણ કર્યો છે કે કદાચ મારી શોકસભામાંય એ સંભાળાવવામાં આવશે અને પછીય આ શે’ર મને સુખે મરેલો રહેવા નહીં દે  – કાબિલ ડેડાણવી ( પુસ્તક : મારો પ્રિય શે’ર – પોતાના પ્રિય શે’ર અને તેના વિશે રચયિતાઓના વિચારો દર્શાવતું સરસ પુસ્તક)


થાકી ગયો છું – હરજીવન દાફડા 7

ક્યારેય ક્યાં અકારણ થાકી ગયો છું હું. પુષ્કળ ઉપાડી ભારણ થાકી ગયો છું હું. પ્રગટે અહીં પળેપળ પ્રશ્નો નવા નવા, શોધી નર્યા નિવારણ થાકી ગયો છું હું. તોયે તમારાં પાવન પગલાં થયા નહીં, કાયમ સજાવી આંગણ થાકી ગયો છું હું. પીડાવિહોણો મારગ એકે મળ્યો નહીં, વેઠી અકળ વિમાસણ થાકી ગયો છું હું. જાણી શક્યો ન જીવના અસલી સ્વભાવને, બેહદ કરી મથામણ થાકી ગયો છું હું.  – હરજીવન દાફડા જીવનની અનેક નિષ્ફળતાઓ અને તેના લીધે લાગેલા થાકનો અહીં ઉલ્લેખ કરતા કવિ સરસ રીતે તે થાકના વિવિધ કારણો સમજાવે છે. તેમના મતે તેઓ ક્યારેક અકારણ થાક્યા છે તો ક્યારેક પુષ્કળ ભારણથી થાકી ગયા છે. જીવનમાં માણસને વિવિધ અનુભવો થાય છે, ઘણાં દુખદ અને ઘણા સુખદ પરંતુ અહીં કવિને ક્યારેક કોઇ ખાસ કારણ વગર, અકારણ થાક લાગે એમ અનુભવાય છે. તો ક્યારેક જીવનના વિવિધ ક્ષેત્રોમાઁ આવતા તણાવ કે કાર્યબોજને લઇને પણ કવિ ખૂબ થાકી ગયા છે. જીવનના દરેક દિવસે, દરેક પળે નિતનવા પ્રશ્નો ઉદ્ભવે છે અને એ પ્રશ્નોને નિવારવામાઁ, તેમના ઉકેલ શોધવામાઁય કવિ ખૂબ થાકી ગયા છે. કવિએ તેમના મહેમાનો માટે, પ્રેમ પામવા માટે આંગણ કાયમ સજાવી રાખ્યું છે, પણ કોઈ આવ્યું બહીં, તેથી આંગણું સજાવી રાખીને પણ કવિ થાકી ગયા છે. જીવનના કાર્યો માટે તેમને પીડા વગરનો કોઇ માર્ગ મળ્યો નથી, દરેક ક્ષેત્રમાઁ તેમણે વેઠવું પડ્યું છે એ કારણે પણ કવિ થાક અનુભવે છે. જીવનનો મૂળ સ્વભાવ છે મથામણ, જીવનના અનેક ક્ષેત્રોમાં સફળતા માટે, ભલે તે કૌટુંબિક હોય કે વ્યાપારિક, દરેક સ્થળે મથામણ કરવી પડે છે. કાંઇ મહેનત કર્યા વગર મળતું નથી એ  કાર્યનો નિયમ છે. કવિ જીવનના આ અસલી સ્વભાવને ન […]


બે ગઝલ – અમૃત ‘ઘાયલ’ 7

1. અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી … ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાની માં? અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી … મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા, વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી ! કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી … 2. ભૂલાતી પ્રેમમસ્તીની કહાની લઇને આવ્યો છું “કલાપી”, “બાલ”ની અંતિમ નિશાની લઇને આવ્યો છું. તમોને ભેટ ધરવા ભરજવાની લઇને આવ્યો છું, મજાના દી અને રાતો મજાની લઇને આવ્યો છું. સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર, ‘ઘાયલ’ ઉદાસ આંખો મહીં એવી કહાની લઇને આવ્યો છું  – અમૃત ‘ઘાયલ’


ખરી પડવું – રાજેન્દ્ર પટેલ 1

તમે એમ કહો છો  – કે આ બધું બરાબર નથી, પણ, મારે મન એનો કશોય અર્થ નથી. તમે માનો છો અને સતત મનાવવા મથો છો તમને જ પણ કોઇને કશી પરવા નથી તમે આક્રોશ કરો છો, બધું બદલવાં, તમને બદલ્યાં વગર પણ કશું જ થતું નથી તમે નિરાશ થાઓ છો, કશુંય સમજ્યા વગર સમજો છો, પણ બધુંય દોડ્યા કરે છે, તમે છેક આશા છોડો છો, ક્યાંય કશુંય કર્યા વગર પણ બધું વધ્યા કરે છે, રાબેતા મુજબ જ, મને કહેવાનું મન થાય છે, (જો કે તેનો અર્થ તમને કશો નથી) કે સાચું છે ઝાડ, ફળ, ફૂલની જેમ ચૂપ રહેવું અથવા ખરી પડવું, પર્ણની જેમ ફરી ફૂટવા. – કવિ શ્રી રાજેન્દ્ર પટેલ (કવિલોક સામયિક, જાન્યુઆરી – ફેબ્રુઆરી 2002, વર્ષ 45, અંક 1 માંથી સાભાર)


મારો પ્રિય શે’ર – દિલેર બાબૂ 10

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં. તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે. – દિલેર બાબૂ મને બરાબર યાદ છે 1973ની દિવાળીની એ રાત હતી. ઊચા પર્વતની ટોચ પર આવેલા વાંકાનેર પેલેસથી હું એકલો મારા ઘર તરફ જઇ રહ્યો હતો. ચારેબાજુ ગાઢ અંઘકાર હતો. અતીતના આગિયા મારી આંખોમાંથી બહાર આવીને ઓગળી જતા હતા. ત્યાં અચાનક પર્વતની તળેટીમાં વસેલું તિમિરથી ઘેરાયેલું નગર મને ઝ્ળહળતું દેખાયું અને ઉપરોક્ત સ્ફૂરી ગયો. હું પ્રસન્ન પ્રસન્ન થઇ ગયો. આ શે’ર ગુનગુનાવતો હું ક્યારે ઘેર પહોંચી ગયો તેનો ખ્યાલ પણ ના રહ્યો. ત્યારબાદ દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયાં પણ આ શે’ર પછી ગઝલ આગળ ન વઘી. પરંતુ જેણે જેણે આ શે’ર સાંભળ્યો તેને સ્પર્શી ગયો. કવિમિલનમાં, મુશાયરામાં આ શે’ર દ્રારા મારો પરિચય અપાતો રહ્યો. એ પછી પાંચ શે’ર પણ સ્ફૂર્યા એટલે ઘરમાં જઇ કાગળ પર ગઝલ ઉતારી લીઘી ત્યારે વાંકાનેર જન્મેલા શે’રનું સ્મરણ થયું પણ કાગળ પર સાતમો શે’ર લખવાની જગ્યા ન હતી એટલે એ શે’ર હાંસિયામાં લખ્યો. હસ્તાક્ષરમાં છપાયેલી ગઝ્લ વાંચી વાંચકોએ પૂછ્યું, હાંસિયામાં શે’ર લખવાનું પ્રયોજન શું? જેના પ્રત્યુતર અંગે આજ પર્યંત અનુત્તર રહ્યો છું. આ ગઝલમાંથી ઘણા સ્વરકારોએ ચાર અથવા પાંચ શે’ર સ્વરબઘ્ઘ કર્યા છે; આકાશવાણી-દૂરદર્શન પર પ્રસ્તુત કર્યા છે. શ્રોતાજનોને આ શે’ર ખૂબ ગમ્યો છે. હવે ના પૂછશો કે આ શે’ર મને શા માટે પ્રિય છે!  – દિલેર બાબૂ ( પુસ્તક : મારો પ્રિય શે’ર – પોતાના પ્રિય શે’ર અને તેના વિશે રચયિતાઓના વિચારો દર્શાવતું સરસ પુસ્તક)


દિકરી વિદાય – એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત ) 43

દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું, વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું, કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય , તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું, દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું, સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું, પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ, ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું, ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું, હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું, પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી, આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું, સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું, દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું, પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે , લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું, ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ, કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ. –  એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )