વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ






2
વરસાદને’ય રડાવવાની આદત છે, તારી જેમ જ! પણ તું હોય તો મજાલ છે વરસાદની’ય કે મને રડાવે..! પ્રેમનું ચોમાસું બારેમાસ હ્રદયમાં ઉગતું હોય ત્યારે પ્રકૃતિનો વરસાદ અત્યંત વહાલો લાગે છે પણ એ જ પ્રિયતમ જેની સાથે વરસાદે ભીંજાયા હોય ને પછી એ સમીપ ન હોય ત્યારે આ વરસતો વરસાદ ઝીરવવો ખૂબ વસમો થઈ જાય છે.

વરસાદને’ય રડાવવાની આદત છે – મીરા જોશી


woman showing mehndi tattoo
બેતાલીસ વર્ષની સ્ત્રી પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ એક મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટને મળવા જાય છે. પતિ સાથે ક્યારેય જાતીય સુખનો અનુભવ નથી થયો કારણ કે એને સ્ત્રીમાં રસ છે.

મુક્તિ – મયૂર પટેલ; વિવેચન – એકતા નીરવ દોશી



મનમાં મૂંઝવણનો પાર નહીં કે, કેમ આવું થાય છે! પણ જે થાય છે એ ખોટું છે કે પાપ છે, એવી સમજણ કેળવાય એ પહેલાં તો તે લપસી ચૂકી હતી. શારીરિક આવેગોને વશ થઈને કરવામાં આવતા તેના ચોર-સ્પર્શો મોટાભાગની છોકરીઓને નિર્દોષ લાગતા, પણ એક દિવસ..

મુક્તિ – મયૂર પટેલ


6
આજે મારે વાત કરવી છે મારા કૃષ્ણ વિશે. મારો કૃષ્ણ - આ સંબોધન જ કેટલું મીઠું છે, નહીં? મારો કૃષ્ણ અલગ નથી, તમારા સૌ જેવો જ છે, બસ એને જોવાની મારી દ્રષ્ટિ સહેજ જુદી છે. 

શ્રીકૃષ્ણ અને સમય – શ્રદ્ધા ભટ્ટ


2
સ્વામીજીએ ગીતામાંથી તેમણે ચૂંટેલા કેટલાંક શ્લોકોને દસ વિષયોમાં વિભાજીત કરીને એ વિષયમાં ગીતા શું કહેવા માગે છે એ દર્શાવીને આપણને ગીતાનવનીત કે ગીતામૃત પીરસ્યું છે.

સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ગીતા અને આપણાં પ્રશ્નો’ : પુસ્તકપર્વ



25
મારા પાગલ સપના અને ઘેલી કલ્પનાઓમાં તને વિચારીને જે પળો જીવી લઉં છું એ લંબાવી શકું એના પ્રયત્નોમાં તને લખતી રહું છું. મને ખબર છે, તું લખતો ભલે નથી પણ વિરહની આ બધી જ પળો તને પણ એટલી જ તીવ્રતાથી ઘેરી વળતી હશે ને!

બસ, તું સાથે રહેજે.. – નેહા રાવલ



6
પિરિયડ પૂરો થાય એટલે તોફાનીઓ બહાર નીકળતી વખતે આગલી બેંચ પર બેઠેલા એ બેટરીને પાછળથી જોરથી ટાપલી મારે. પેલો પાછળ ફરીને જુએ તો બધા બીજી બાજુ જોઈ ગયા હોય. પેલો "કોણે માર્યું.. કોણે માર્યું.. હું સાહેબને કહી દઈશ.." કહ્યા કરે. પેલા તોફાનીઓ એને ઘાંઘો-વાંઘો થયેલો જોઈ એકબીજાને "કોણે માર્યું.. કોણે માર્યું.." કરવા માંડે.

યહાં કલ ક્યા હો કિસને જાના? – કમલેશ જોષી



6
રક્ષાસૂત્રનો એક અર્થ થાય સિદ્ધાંત અથવા મંત્ર. અહીં જમણાં હાથના કાંડા પર બાંધવામાં આવતો દોરો એ એક પ્રતીક તરીકે વપરાયો છે. સૂતરનો પાતળો દોરો કોઈને રક્ષા આપવા અથવા તો ધર્મમાં સ્થિર રાખવા સક્ષમ થાય કઈ રીતે? રક્ષાસૂત્ર મૂળ પાંચ વસ્તુઓથી બને.

રક્ષાસૂત્ર – શ્રદ્ધા ભટ્ટ





13
ગઈકાલે દરિયાને માણ્યો, બિલકુલ તારા મારા પ્રત્યેના અનહદ પ્રેમ જેવો ગાંડોતુર..! તું અને સમુદ્ર મને એકાકાર થઈ ગયેલા લાગ્યા. બન્નેમાં ઉછળતું તત્વ તો ‘અનહદ’ જ ને!

મઘમઘતું ઐક્ય.. – મીરા જોશી





2
દોખ્મેનશીની - લાશ મૂકવાની રીત; જરથોસ્તી માન્યતા મુજબ મરેલાં શરીરના સૂક્ષ્મ ભાગોને સ્થૂળ ભાગોમાંથી ખેંચી છૂટાં કરવાં જોઈએ જે દાટવાથી કે બાળવાથી નથી થતું.

દોખ્મેનશીની – ધર્મેશ ગાંધી (ટૂંકી વાર્તા)


11
આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે. 

એને મૃત્યુ ન કહો : ડૉ. નિમિત્ત ઓઝા; પરિભ્રમણ – હીરલ વ્યાસ


4
સુનયનાબહેનના સાસુએ એમની કુલ નંગ પાંચ વહુઓને બધી વાતો સમજાવેલી. વહુઓએ એ માન્યું કે ન માન્યું કોને ખબર? સુનયનાબહેને માન્યું. કોઈ પણ પ્રસંગમાં જાય. વહેવાર કેટલો કરેલો એ એકદમ પાક્કું યાદ રાખે.

આ ભૂંગળાનું શું કરીશું? – સ્વાતિ મેઢ



9
જેવા સામબુરુ ગેમ રિસર્વમાં દાખલ થયા અને સોમાલી ઓસ્ટ્રીચ જોવા મળ્યાં. નર ઓસ્ટ્રીચ સુંદર કાળા અને સફેદ પીંછાવાળા હોય અને માદા ઓસ્ટ્રીચ બ્રાઉન પીંછાવાળા હતા.

કેન્યા – ૧ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ



1
જીવહિંસા ન કરવી, પરધન હરણ ન કરવું, સત્ય બોલવું, સમય અને શક્તિ અનુસાર દાન કરવું,  પરસ્ત્રીની ચર્ચા ન કરવી કે ન સાંભળવી, તૃષ્ણાના પ્રવાહને તોડવો, ગુરુજનો પાસે નમ્ર રહેવું, પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખવી - સામાન્ય રીતે સર્વ શાસ્ત્રોના મતે આ મનુષ્ય માટે કલ્યાણકારી માર્ગ છે.

નીતિશતકના મૂલ્યો (૯) – ડૉ. રંજન જોષી



2
શાસ્ત્રીય નૃત્ય એટલે ભરતનાટ્યમ; લોકોને આવી ગેરસમજ છે, આરંગેત્રમ્ નૃત્યનો પ્રકાર નહીં,પડાવ છે. આરંગેત્રમ્ એટલે ગુરુ તથા વડીલોના આશિર્વાદથી નૃત્યક્ષેત્રે પદાર્પણ

પ્રાચીનતમ ભારતીય નૃત્યશૈલી – અર્ચિતા પંડ્યા


4
નવપલ્લવિત ધરાને એકાકાર થઈ નિહાળવી એ પણ એક યોગ છે. ખેડૂતો માટે વાવણીથી લણણી સુધીનો શ્રદ્ધાયોગ અને પરિશ્રમયોગ. આ સમયે ઈશ્વર અને માનવ વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે.

ઓ સાવન રાજા; કહાં સે આયે તુમ? – ભારતીબેન ગોહિલ


8
વાંચનરસિયાઓ અને જેમને ઍબ્સર્ડ વાર્તાઓમાં રુચિ છે તેમના માટે આ પુસ્તક અમૂલ્ય છે. લાલ મોત (અનુવાદિત વાર્તાસંગ્રહ); લેખક: ઍડગાર ઍલન પૉ; અનુવાદક: નિલય પંડ્યા

લાલ મોત : નિલય પંડ્યા અનુવાદિત વાર્તાસંગ્રહ




mother helping her daughter use a laptop 1
બાળકોને 'મફત' અને 'ફરજીયાત' શિક્ષણ આપવા દેશનો પ્રત્યેક નાગરિક કટિબદ્ધ બને અને સરકારે ભવિષ્યમાં તમામ પ્રકારની શાળાઓમાં ૧૦૦ % ફી માફી કરવી પડે એવી આશા રાખીએ..

સર્વને શિક્ષણનો હક્ક (Right To Education)


12
જો ભગવાન કશુંક માંગવાનું કહે તો હું અઢળક મોહ માંગુ. મોક્ષ લઈને શું કરીશું? તારી આંખોના સાત દરિયામાં મારી નાવ વહેતી મૂકું પછી એ જ્યાં પહોંચે એ જ મોક્ષ ન કહેવાય?

કહેવાઈ જવાનો મોક્ષ – નેહા રાવલ