સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : હાસ્ય વ્યંગ્ય


ખોટો એક રૂપીયો – આત્મકથા

મારા હિસાબે તો તમે ઘણા જ નસીબદાર છો કે તમને કમ સે કમ એટલી તો ખબર જ છે કે તમારાં માતાપિતા કોણ છે ! એ અર્થમાં હું તો એવો લાવારિસ છું કે મને એ પણ ખબર નથી કે મારાં જન્મદાતા કોણ છે. મૂલ્યની દ્રષ્ટીએ મારું મૂલ્ય પૂરેપૂરું સો પૈસા એટલે કે એક રૂપીયો છે પણ મને તો તમને કહેતા પણ શરમ આવે છે કે હું એક રૂપીયાનો ખોટો સિક્કો છું. ગઈકાલે આ દુકાનના શેઠનો આઠમાં ધોરણમાં ભણતો દીકરો એની ગુજરાતી વાચનમાળાનો ખોટી બે આની નામનો પાઠ મોટેથી વાંચતો હતો ત્યારે એના લેખક શ્રી જ્યોતિન્દ્ર દવેએ જેમ પૂછ્યું છે તેમ મને પણ ઘણી વાર મારા જન્મદાતા વિશે પૂછવાનું મન થાય છે કે કયો મોરલો આ કળા કરી ગયો? પણ હજુ સુધી એ માડીનો જાયો મને મળ્યો નથી. દુકાનના ઉંબરા પર મારી સમાધિ રચાઈ તે પહેલાની મારી આ સંસારની ભ્રમણયાત્રા અત્યંત રોચક અને રસપ્રદ છે. મને “Back to pavilion” નો કડવો અનુભવ મ્યુનિસિપલ બસના કંડક્ટરે સહુથી પહેલી વખત કરાવ્યો. જે કાકાના હાથમાં હું રમતો હતો તેમણે પોતાના સિનિયર સીટીઝનના પાસ માટે રૂ. ૧ ની ટિકિટ લેવા જેવો મને કંડક્ટરના હાથમાં મૂક્યો કે અનુભવી કંડક્ટરે આ કાકાનાં હાથમાં ગુસ્સે થઈને મને પાછો પકડાવી દીધો. કાકાએ ઘેર આવી સૌને પોતાની ફજેતીની વાત કહી એટલે તેમના પૌત્રે ‘લાવો હું કોઈકને પકડાવી દઈશ’ ના આત્મવિશ્વાસ સાથે મારો હવાલો લઈ લીધો. આ જુવાનિયાએ મને આમ તો સીધીરીતે ઘણાંયને પકડાવી દેવાના પ્રયત્નો કર્યા પણ તેની કોઈ ચાલ કામયાબ ન થઈ. ચ્હા પી હોટલવાળાને પાંચ રૂપીયાના છુટ્ટા આપવાના પરચૂરણમાં મારો સમાવેશ કર્યો, પણ પેલાએ મને પાછો કરતાં કહ્યું ‘આ ખોટો […]


હજુયે યાદ છે – રઈશ મનીઆર 7

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે -રઈશ મનીયાર સુધારા સૂચવવા માટે આભાર, અને ભૂલ બદલ ક્ષમા…..


પ્રેમ માં અનુભવો – એન જે ગોલીબાર 3

પ્રસ્તુત છે એન જે ગોલીબારની એક હઝલ … પ્રેમ માં અનુભવો … પ્રેમ વિષે કેવળ રોતી આંખે નહીં, હસતા હોઠે પણ વાત થઈ શકે સાંભળો. તબિયત પ્રેમનો ચારો ચરી પાગલ થવાની છે. મને ઈચ્છા હવે મજનૂનો રેકોર્ડ તોડવાની છે. લઈને બેટરી સાથે નીકળતે, જો ખબર હોતે, કે ખીસ્સામાં પડેલી પાવલી પણ ગુમ થવાની છે. મેં પહેલા પાણી સાથે ગટગટાવી જઈ, પછી વાંચ્યુ, લખ્યું’તું બાટલી પર, દવા આ ચાટવાની છે. ઘડીભરમાં તમે રહેશો, ન માથાનું દરદ રહેશે, અસર એવી ચમત્કારિક અમારી આ દવાની છે ! ભલેને એમનું ડાચૂં છે ઉતરેલી કઢી જેવું, અમારી પાસે તરકીબ હાસ્યને ફેલાવવાની છે.  – એન જે ગોલીબાર


ળ ને બદલે ર – ડો. શ્યામલ મુન્શી 12

ડો. શ્યામલ મુન્શી નું આ એક કાવ્ય વાંચ્યુ, ” ળ ” ને બદલે ” ર ” બોલતા ભાઈ પરનું આ ટીખર ગીત છે….ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં આ પ્રકારની પરિકલ્પના અને પ્રયોગો થતા હશે તે ખબર જ ન હતી. આ કવિતા વાંચી ને બાળપણ અને નાના મોટા ભાઈબહેન સાથે કરેલ મસ્ટી અચૂક યાદ આવે જ ….મારી બહેન ક ની બદલે ત બોલતી અને હું તેને ખૂબ ચીડવતો તે મને યાદ આવે અને હું સ્મૃતિઓમાં સરી પડું છું…… તમે પણ માણો આ કાવ્ય….. હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો……. કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં ! રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં, કારજી પૂર્વક સાંભરજો નહી તો… મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો… મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી એને બનાવી મારા, આપી તમને બનાવી મારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો…  – ડો. શ્યામલ મુન્શી


સિવિલ એન્જીનીયરીંગ મિરેકલ કન્સ્ટ્રક્શન 15

પ્રસ્તુત છે કેટલાક સિવિલ એન્જીનીયરીંગ મિરેકલ કન્સ્ટ્રક્શન …… એક સિવિલ એન્જીનીયર ના બ્લોગ પર જ આ મૂકાઈ રહ્યા છે તે કદાચ યોગાનુયોગ છે પણ તેના બાંધકામમાં મારો કોઈ ફાળો નથી. કન્સ્ટ્રક્શન ની નવ અજાયબીઓ: અને આ સ્પર્ધા ના વિજેતા છે…. મિત્ર અનિમેષ અંતાણી એ  આ પોસ્ટ ને જોઈને કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા છે જે પોસ્ટ ને લાગતા વળગતા છે. Thanks Animesh….     – જીગ્નેશ અધ્યારૂ


શું તમે આ ખણખોદ વાંચી? (6) – સંકલિત

બે નાના બાળકો ટ્રેનમાં ખૂબ તોફાન કરતા હતા, બધાને હેરાન કરતા, ટીકીટચેકરે તેમને જોઈને તેમના પિતા ગરબડલાલને કહું, તમે આ લોકો ને સંભાળો નહીંતર તમે મુસીબતમાં મૂકાઈ જશો… “તકલીફ?, તમે શું જાણો તકલીફ શું છે…મારી પત્ની હોસ્પિટલમાં છે, મને હ્રદયરોગની બીમારી છે, હું મારી સાસુ લપસી ગ્યા છે તેમની ખબર કાઢવા જાઊં છું, મારી દીકરીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે, આ બે છોકરાઓ માં થી એકની આંગળી દરવાજામાં આવી ગઈ છે, બીજાએ અમારી ટીકીટ બારી ની બહાર ફેંકી દીધી છે અને મને હમણા જ ખબર પડી કે હું ખોટી ટ્રેનમાં બેઠો છું…… ******** અરે તને એક વાર કહ્યું તો ખરૂં કે દુકાનમાં કોઈ માણસ નથી, જા, ચાલ્યો જા…” શેઠજીએ ભીખારીને ધમકાવતા કહ્યું… “થોડીક વાર તમેજ માણસ થઈ જાવને શેઠ !” ભીખારી બોલ્યો… ****** GOD MAKES MAN, TAILOR MAKES HIM GENTELMAN, GIRLFRIEND MAKES HIM HE-MAN AND WIFE MAKES HIM DOBARMAN ****** “અલ્લાહ કે નામ પે કુછ દે દો બાબા”…ભીખારી એ ગરબડલાલને કરગરી ને કહ્યું “તને શરમ નથી આવતી, જુવાન માણસ થઈને માંગી ને ખાય છે..એના કરતા કાંઈક કામ કર, મહેનત કરી ને ખા તો તને એ એક રોટલી ખાવામાં ય મજા આવશે, પરસેવાની કમાંણી…..” “સાહેબ કુછ કા મતલબ પૈસા દેના હૈ, ભાષણ નહીં” ભીખારી બોલ્યો  ****** “મકાન ભાડે આપવાનું છે પણ ફક્ત એને જેને બાળક ના હોય” ડાહ્યાલાલે પોતાના મકાનની બહાર બોર્ડ લગાડી રાખ્યું હતુ. થોડા દીવસ પછી એક બાળક તેમની પાસે આવ્યો અને બોલ્યો, “મારે મકાન ભાડે જોઈએ છે, મારે કોઈ બાળક નથી ફક્ત મા બાપ છે…” ************ આ પોસ્ટ કોપી કરી તેમના બ્લોગ પર મૂકતા મિત્રોને વિનંતિ કે […]


એપ્રાઈઝલ – ગીતા સાર 6

હે પાર્થ (કર્મચારી), અપ્રાઈઝલ / નથી થયુ, ખરાબ થયુ ઈન્ક્રીમેન્ટ પણ નથી આવ્યુ  ખરાબ થયુ ઇન્સેન્ટીવ નથી મળ્યુ, એ પણ ખરાબ થઈ રહ્યુ છે. પગાર કપાઈ રહ્યો છે, ખરાબ થઈ રહ્યું છે. તું પહેલાના ઈન્સેન્ટીવ મળવાની રાહ ના જો તું આવનારા ઈન્સેન્ટીવની ચિંતા પણ ના કર બસ અત્યારના પગારમાં ખુશ રહે, તારા પાકીટ માં થી શું ગયુ કે રડે છે? જે આવ્યુ તે અહીં થી જ આવ્યુ હતું. જ્યારે તું નહોતો ત્યારે પણ આ કંપની ચાલતી હતી તું છે તોય ચાલે છે, તું જતો રહેશે તોય એ આમ જ ચાલશે… તું અહીં શું લઈને આવ્યો હતો કે તને ગુમાવવાનું દુખ છે? જે કાંઈ મળ્યુ એ અહીં જ મળ્યુ ડીગ્રી લઈને આવ્યો હતો, અનુભવ લઈને જઈશ. જે કોમ્પ્યુટર આજે તારૂ છે ગઈકાલે કોઈક બીજાનું હતુ, આવતી કાલે કોઈક બીજાનું હશે તું એને પોતાનું સમજીને આસક્ત થાય છે, ખુશ થાય છે આ જ સઘળી પરેશાનીઓનું મૂળ કારણ છે તું કેમ વ્યર્થ ચિંતા કરે છે…તને કોણ કાઢી શકે છે? તું નાહકનો જ ડરે છે. પરિવર્તન એ ઈન્ડસ્ટ્રીનો નિયમ છે અને આ જ તો તને “પરિવર્તન” નહીં આપવાની ચાલ છે. અત્યારે તું બેસ્ટ પરફોર્મર છે, કામઢો નંબર વન છે પણ જો ઈન્ક્રીમેન્ટ માંગીશ તો…. તું વર્સ્ટ પરફોર્મર છે, નકામો નંબર વન છે… ટારગેટ કદી મેળવી શક્તો નથી… એપ્રાઈઝલ, ઈન્સેન્ટીવ, પ્રમોશન એ બધુંય મનમાં થી કાઢી નાખ વિચારો માં થી ય મીટાવી દે… પછી તું કંપનીનો છે અને કંપની તારી છે, ન આ ઇન્ક્રીમેન્ટ વગેરે મોહ તારા માટે છે, કે ના તું આ બધા માટે છે.. બસ અત્યારે તારી નોકરી સુરક્ષીત છે તો તું શું […]


લગ્ન જીવન = ફીક્સ થયેલી મેચ – રઈશ મનીઆર 14

એ ને હું રમીએ ક્રિકેટ, ઈન ડોર ચાલે મારે ત્યાં એની ફટકાબાજીનો બસ દોર ચાલે મારે ત્યાં એલ બી ડબલ્યુ થઈ ગયો હું, લવ બિફોર વેડીંગ કરી લગ્ન પહેલા ને પછી પણ મેં સતત ફીલ્ડીંગ કરી ગેમ પ્લાન આધાર રાખે ફક્ત એના મૂડ પર એ રમે ફ્રન્ટ ફુટ પર તો હું રમું બેકફુટ પર એમને ગમતો નથી બિલકુલ પરાજય વર્ડ પણ એ જો હારે, માર ખાશે ત્યારે ડિકી બર્ડ પણ, એના કેરેક્ટર વિશે પત્ની ને ડાઊટ થાય છે ફ્રેંડલી મેચમાં જે પડોસણ થી આઊટ થાય છે. કર્ટલી એમ્બ્રોસ જેવુ મોં કરી, એ લે રન અપ હું રકાબી રાખીને એને આપી દઊં છું કપ જે સફળ પ્લેયર નથી એ કોચ બનતા હોય છે લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે. સાવ લોલીપોપ પણ છૂટી ગયેલો કેચ છે આપણું આ લગ્ન જીવન ફીક્સ થયેલી મેચ છે. – રઈશ મણીયાર આજનો મુખવાસ …. મિત્રો શેર સારો લાગે તો દાદ આપજો….આ ક્ષેત્રે પહેલુ ખેડાણ છે… મારા લગ્ન જીવનની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ માં, હું દ્રવિડ અને શ્રીમતી યુવરાજ હોય છે, મારે રોજે રોજ ખુલાસા, હાર ના વિષયો અપરંપાર અને તેમને શીરે મારી મહેનત નો તાજ હોય છે… – જીગ્નેશ અધ્યારૂ


ચેનલોની પારાયણ 5

આજ કાલ ધમધોકાર ચાલતો ધંધો હોય તો એ એક જ છે અને એ છે ક્રિકેટ, જ્યાં જુઓ ત્યાં બસ ક્રિકેટ, ક્રિકેટ અને ક્રિકેટ….અને એમાંય શાહરૂખભાઈ અને પ્રિતી ….(સોરી…. બહેન નથી લખતો) એ ક્રિકેટની ટીમ લીધી ત્યારથી તો જોનારા બમણા થઈ ગયા. સૌરવના છગ્ગા પર (જો એ મારે તો….) તાળી નહીં પાડવા વાળા શાહરૂખ હાથ હલાવે તો આખા ઉંચા થઈ જાય છે. આઈ પી એલ ચાલુ થયુ ત્યારથી તો સમાચાર ની ચેનલ જુઓ તો ક્રિકેટ, વળી મૂવી ચેનલ તો ક્રિકેટ લાઈવ જ બતાવે છે, કારણકે આમેય હવે આઈપીએલ ના લફડાઓ અને મૂવીના ટ્વીસ્ટસ અને ટર્નસ માં કોઈ ફરક નથી. !! તો એન્ટરટેઈનમેન્ટ ચેનલો તો ગૃહલક્ષમીના કબ્જા માં જ હોય છે જ્યાં થી તેમને સાસુને કે નણંદને કેમ હેરાન પરેશાન કરવી તેના લેટેસ્ટ નુસખા બતાવવામાં આવે છે, ન કરાય તેવા ચાંદલા કેમ કપાળમાં સ્થિર કરવા કે સમાવવા, એક સાડીના ત્રણ ડ્રેસ કેમ બનાવવા, ડોલ્બી ડીજીટલ સાઊન્ડટ્રેકમાં કેમ રડવું, વગેરે વગેરે કાર્યોની પરોક્ષ ટ્રેનીંગ પણ ત્યાં અપાય છે. તેમના પતિદેવો બિચારા તો ક્યાંય બીજે લફરાં કરવામાં બીઝી હોય છે, એટલે આ બીચારીઓ બીજુ શું કરી શકે? એક સીરીયલ છે જેમાં ૪૦૦ વર્ષનું પાત્ર જીવે છે….તો એક અન્ય સીરીયલ માં હીરોઈન ત્રણવાર પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુકી છે, કોઈકે ત્રણ વાર મેરેજ કર્યા છે તો કોઈકે ચાર પત્ની, આ લોકો ને આ સિવાય બીજુ કાંઈ કામ નથી? કોઈક ચિદમ્બરમ સાહેબને જઈને કહે કે આમાં તમને ક્યાં ફુગાવો દેખાય છે? આમના માથે ટેક્સ મારો તો અમારૂ નોકરીયાતોનું કાંઈક ભલુ થાય કારણકે મિહિર કદી બજારમાં શાક લેતો કે તુલસી કપડા ધોતી બતાવાઈ નથી, આ લોકો પાસે બહુ પૈસા છે. […]


એક પતિના દીવાસ્વપ્નો – રઈશ મનીઆર

હોય મર્સિડિસ સપનામાં અને ટ્રેક્ટર મળે; ના કદી એવી કૃપા પત્નીની બાબત પર મળે. બસ પ્રતિક્ષ દસમો રસ્તો અને જુહુ પર ઘર મળે; “બાય” કહી નીકળું જયા ને, રેખા રસ્તા પર મળે. પત્ની ઈચ્છે છે મળે ઘર, ઘર મહીં પાવર મળે; એટલે પતિદેવ પોણી જિંદગી બાહર મળે. જ્યોતિષી કહે છે મને, એ દેશ જઈ અજમાવ ભાગ્ય; જ્યાં ગધેડાને વગર દોડ્યે તરત ગાજર મળે. લગ્ન ક્ષેત્રે સામટાં બે સુખ મળે ના કોઈને ! હો શ્વસુર સધ્ધર અગર, તો છોકરી અધ્ધર મળે… – રઈશ મનીઆર અને છેલ્લે એક એલચી મારી પત્ની આઈ સ્પેશીયાલીસ્ટ છે, તેનું મને ગૌરવ છે પણ જ્યારે જ્યારે મારી આંખમાં આંસુ હોય છે ત્યારે તે આંસુ તેના મુલાયમ પાલવ થી લૂછતી નથી પણ પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે…..” – ઉદયન ઠક્કર


આજની ખણખોદ-પત્નિ સ્પેશીયલ (5) – સંકલિત

આજની પત્નિ સ્પેશીયલ ખણખોદ : આ એક એવો પ્રેમી હતો જે તેની પ્રેયસી ને કહેતો કે “તારા માટે હું નર્ક માં ય જવા તૈયાર છું” હવે તેમના લગ્ન થઈ ગયા છે અને તે ખરેખર નર્ક માં છે. એક માણસ ને અપહરણકારો તરફ થી એક પત્ર મળ્યો કે જો તમે બે દીવસમાં ૧૦૦૦૦૦ રૂપીયા નહીં આપો તો અમે તમને વચન આપીએ છીએ કે તારી પત્નીને અમે મારી નાખીશું બીજા દીવસે તેમને જવાબ મળ્યો “માફ કરશો, બેંક હડતાલ ને લીધે મારા તરફ થી રૂપીયાની વ્યવસ્થા થઈ નથી પણ તમે તમારૂ વચન જરૂર નિભાવજો… શું થયુ? કેમ ઊદાસ છે? મારી પત્ની કહે છે કે તે મારી સાથે ૩૦ દિવસ નહીં બોલે… એ તો સારી વાત છે હા પણ આજે ત્રીસમો દિવસ છે… તમે પ્રેમ કોઈક ને કરો છો અને લગ્ન કોઈક સાથે કરો છો જેની સાથે તમે લગ્ન કરો છો તે તમારી પત્ની બને છે અને જેની સાથે તમે પ્રેમ કરતા હોવ છો એ બને છે તમારા ઈ મેલ એકાઊન્ટ નો પાસવર્ડ દરેક પુરૂષ નું સ્વપ્ન એટલુ સુંદર બનવું જેટલુ તેની માતા વિચારે છે એટલુ પૈસાદાર બનવું જેટલુ તેના બાળકો વિચારે છે એટલી સ્ત્રિઓ સાથે સંબંધ હોવો જેટલા તેની પત્નિ વિચારે છે. પતિ અને પત્નિ એટલે લીવર અને કીડની પતિ એ લીવર અને પત્નિ એ કીડની લીવર ફેઈલ તો કીડની ફેઈલ કીડની ફેઈલ તો….લીવર બીજી કીડની સાથે કામ ચલાવે છે. બ્રેકીંગ ન્યૂઝ જાપાનીઝ લોકોએ એવો કેમેરા બનાવ્યો છે …એમાં એટલુ ફાસ્ટ શટર છે કે એ સ્ત્રિના તેનું મોં બંધ હોય ત્યારે પણ ફોટો લઈ શકે છે…  કહે છે કે આ કૂવામાં પૈસા ફેંકી […]


શું તમે આ ખણખોદ વાંચી? (4) – સંકલિત 3

શું તમારે ડાહ્યા બનવુ છે? તો કશુંક ખૂબ જ મરી મસાલા વાળુ, કશુંક વિવાદાસ્પદ, કાઈક એવુ કે જે બોલ્યા પછી તમે આજતક કે આઈ બી એન પર બ્રેકીંગ ન્યૂઝ માં આવી જાઓ એવુ વિચારો અને પછી ચુપ રહો. (આમ તો બ્રેકીંગ ન્યૂઝ એટલે આ ન્યૂઝનું હવે પછી ઓપરેશન કરી તેને તોડી પાડવામાં આવશે) એર ફક્કડ માં બેઠેલા પેસેન્જરને એરહોસ્ટેસ આવીને પૂછ્યું “શું આપ નાસ્તો લેશો?” “મારા ઓપ્શન્સ શું છે?” પેસેન્જરે પૂછ્યું “હા કે ના” તમે પરફેક્ટ છો એમ સાબિત કરો, મને પત્નિ એ ઝઘડાની પ્રોસીડીંગ્સ માં પૂછ્યું “જો તું માને છે કે નોબડી ઈઝ પરફેક્ટ ?” “હા…” “અને લગ્ન પછી, આઈ એમ નો બડી ?” “હા ” “તો પછી સિમ્પલ, આઈ એમ પરફેક્ટ…” એવા બહાદુર માણસને શું કહેશો જેણે જાણી જોઈને પોતાનો જમણો હાથ વાધ ના મોઢામાં મૂક્યો છે? જવાબ :  ડાબોડી ફક્ત એક ઈંચ વફાદારી, એક મીટર હોંશીયારી થી બહેતર છે. જીંદગી ટેનીસ બોલ જેવી છે, કેટલો જોરથી ફટકો પડ્યો કે કેટલા ઊંચે થી પડ્યા એનું મહત્વ ઓછું છે, પડ્યા પછી કેટલા જલ્દી, કેટલે ઊંચે બાઊન્સ થયા એ અગત્યનું છે. સ્ત્રિ પુરૂષને પરણે છે કારણ કે તેને અપેક્ષા હોય છે કે તે બદલાશે પણ તે બદલાતો નથી, પુરૂષ સ્ત્રિને પરણે છે કારણ કે તેને અપેક્ષા હોય છે કે તે ક્યારેય નહીં બદલાય પણ તે બદલાઈ જાય છે. સ્ત્રિઓને સમજવી મુશ્કેલ જ નહીં નામુમકીન છે. લગ્ન પહેલા પુરૂષો પાસેથી એ આશા રાખે છે, લગ્ન પછી શંકા રાખે છે, પણ સન્માન નો વારો તો મૃત્યુ પછી જ આવે છે. અને આવતીકાલ ની બધી ખણખોદ એવા હેરાન પરેશાન પતિઓને સમર્પિત છે જે […]


આજની શોલે…I.T. Sholey 7

ગબ્બરસિંહ કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે. ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે… “અરે ઓ રામગઢ ના વાસીઓ, તમારૂ સોફ્ટવેર અમને આપી દો, નહીં તો આખા રામગઢની સિસ્ટમ ગબ્બર ત્યાં બેઠા બેઠા હેક કરી નાખશે…” ઠાકુર : કાલીયા, જા જઈને ગબ્બરને કહી દે કે રામગઢના પ્રોફેશનલ્સ હવેથી ગબ્બરને અને તેના ડમી ડેવેલોપરો ને કોઈ સોફ્ટવેર સપ્લાય નહીં કરે કાલીયા : વિચારી લો ઠાકુર, જો ગબ્બરને ખબર પડી કે તેના ડેવેલોપરોને રામગઢ માં થી સોફ્ટવેર નથી મળ્યા, તો સારૂ નહીં થાય કાલીયા : કોણ રોકશે અમને?? ઠાકુર : હું અને મારા માણસો ત્રણેય ડાકુ જોર જોર થી હસે છે….”ઠાકુર કોલ સેન્ટર વાળાની ફોજ બનાવી છે….” ઠાકુર : કાલીયા, મોંઢુ ઊઠાવીને જો, ડીબગર્સ તારી સિસ્ટમ પર લોગીન કરી રહ્યા છે… કાલીયા માથુ ઊંચુ કરીને જુએ છે, સામે ટાંકી પર વીરૂ એનું નવુ લેપટોપ લઈને પાવર બીલ્ડર શરૂ કરે છે અને બીજી બાજુ જય એન્ટીવાઈરસ ચલાવી રહ્યો છે. વીરૂ : જા ગબ્બરને જઈને કહી દે કે એની સીસ્ટમ અમે હેક કરી લીધી છે અને આટલુ બોલતા એ સ્ટાઈલ થી ગબ્બરની સિસ્ટમ હેક કરવા એન્ટર પર ક્લિક કરે છે. ગબ્બરના અડ્ડા પર ગબ્બર : કેટલા પ્રોગ્રામર હતા? કાલીયા : બે સરકાર ગબ્બર : હં….એ બે હતા..આને તમે ત્રણ, તો પણ એ મારી સિસ્ટમ હેક કરી ગયા? શું વિચારીને તમે પાછા આવ્યા હતા? કે સરદાર ખુશ થશે ? એપ્રાઈઝલ આપશે…નવુ એસાઈનમેન્ટ અને ઈન્ક્રીમેન્ટ મળશે એમ? અહીં થી પચાસ પચાસ કોસ દૂરી પર જ્યારે કોઈ બાળક એની સિસ્ટમ પર લોગિન કરે છે તો એની મા એને કહે છે, કે બેટા લોગ […]


શું તમે આ જોક્સ વાંચ્યો છે? (3) – સંકલિત 4

પરીક્ષાના પેપરમાં આવ્‍યું કે સાબિત કરો કે દુનિયા ગોળ છે. વિદ્યાર્થીએ લખ્‍યું કે મોસંબી ગોળ છે, નારંગી ગોળ છે, સફરજન ગોળ છે, આનાથી સાબિત થાય છે કે દુનિયા પણ ગોળ છે. પેપર તપાસનારે લખ્‍યું, ચશ્‍મા લગાવીને જુઓ નંબર પણ ગોળ છે. **********  એક નેતા ભાષણ આપી રહ્યા હતા…. આપણે હળીમળીને રહેવુ જોઈએ, આપણે પોતાના પગ પર ઉભા રહેવાના પ્રયત્નો કરવા જોઈએ… એક સ્ત્રી વચમાં જ બોલી – હું ક્યારથી પ્રયત્ન કરી રહી છુ, પણ આ પોલીસવાળા મને અહીં ઉભા જ નથી રહેવા દેતા. ********* દર્દી(ડોક્ટરને) ડોક્ટર સાહેબ, મને કોઈ વાત એક મિનિટ પણ યાદ રહેતી નથી. ડોક્ટર – આવુ ક્યારથી છે ? દર્દી – શુ ક્યારથી છે ********** બંટી – પપ્પા, શુ તમે અંધારામાં સહી કરી શકો છો ? પપ્પા – હા, પણ કેમ ? બંટી – એ તો મારે આ રિપોર્ટૅ કાર્ડ પર સહી કરાવવી છે ને તેથી પૂછ્યું. ********** બે ગાંડા એક ખાટલા પર સૂતા હતા. એક બોલ્યો – યાર, મારી પાસે કોઈ સૂતુ છે. બીજો ગાંડો – તું એને નીચે ધક્કો માર. પહેલાએ બીજા પાગલને ધક્કો માર્યો અને બોલ્યો – મેં એને પાડી દીધો, હવ પાસે આવીને સૂઈ જા. ********** એક સ્ત્રી પોતાના પુત્ર મોહિતને પથારીમાં સૂવડાવતા બોલી ‘ હવે જલ્દી સૂઈ જા બેટા, નહી તો ભૂત હમણાં આવતું જ હશે.’ મોહિત બોલ્યો ‘ જલ્દી મને આઈસ્ક્રીમ ખાવા માટે પાંચ રૂપિયા આપી દો નહી તો સવારે હું પપ્પાને ભૂતનું નામ બતાવી દઈશ ********** પુત્ર – પપ્પા, કોકા પીવો લાભદાયક છે કે હાનિકારક ? પપ્પા- જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાનિકારક ********** મેડમ એ […]


શું તમે આ જોક્સ વાંચ્યો છે? (2) – સંકલિત 8

 તમે શાળા માં કે ઘરમાં કે મિત્રો સાથે ઘણી વાર હથોડા (અમારી ભાષામાં PJ ને હથોડા કહે છે…) માર્યા હશે….તો તમારી સેવા માં થોડા PJ’s પેશ એ ખીદમત છે… **********  મોહન – દાદાજી હું રિસ્ક લવિંગ પ્રાણી છુ, રોજ નવી નવી મુશ્કેલીઓનો સામનો કરવા માંગુ છુ, હુ શુ કરુ ? દાદાજી – લગ્ન ********** શિક્ષક – ‘આઈ ડોંટ નો ‘ નો અર્થ શુ થાય છે ? વિદ્યાર્થી – મને નથી ખબર સર. શિક્ષક – એકદમ સાચુ, બેસી જાવ. ********** એક નેતાજીને લાંબા ભાષણની આદત હતી. ભાષણની વચ્ચે વચ્ચે તેઓ એક સંવાદનો વારંવાર પ્રયોગ કરતા હતા – ‘હું શુ કહી રહ્યો હતો ? એક દિવસ એક શાળામાં નેતાજીએ અડધા કલાક સુધી ભાષણ આપ્યુ. બધા વિદ્યાર્થી અને શિક્ષક હેરાન થઈ ગયા. અચાનક નેતાજીએ પોતાનો હંમેશાનો સંવાદ બોલ્યો – હું શુ કહી રહ્યો હતો ? બધા વિદ્યાર્થી એક સાથે બોલ્યા – તમે કહી રહ્યા હતા કે હવે હું આ ભાષણને અહીં જ પુરૂ કરુ છુ. ********** શિક્ષક – પક્ષિયોને કેવી ખબર પડે છે કે તેમણે ક્યાં ઉડવાનુ છે ? વિદ્યાર્થી – આ તો એમની ખાનદાની પરંપરા છે. ********** એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી, તેને જે સાડી પહેરી હતી તેના પર બહુ બધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા. એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો. તે સ્ત્રી બોલી – “કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને જોવા માટે ગોળ-ગોળ ફરી રહ્યો છે? બાળક બોલ્યો – “સાડી તો જોઈ છે, પણ આટલું મોટુ એરપોર્ટ પહેલીવાર જોઈ રહ્યો છુ. ********** એક દિવસ એક […]


મારી પ્રેયસી નું નામ . . . – જીગ્નેશ અધ્યારૂ 5

  મારી પ્રેયસી, મારી પ્રિયતમા… સવાર હોય કે સાંજ, દીવસ હોય કે રાત, ચાહે ખુશી હોય કે દુઃખ અને ચાહે તનહાઈ હોય કે ઘોંઘાટ, એ મારી ચારો તરફ છે. તે દરેક સમયે મારા હ્રદયની નજીક છે. જ્યારે હું વિચારૂ છું ત્યારે એ મારી કલ્પના છે, જ્યારે હું કાંઈક જાણવા માંગુ છું તો એ મારી જીગીષા છે. જ્યારે મારે કાંઈક મેળવવુ હોય તો એ મારી આકાંક્ષા છે, તમન્ના છે પણ જ્યારે કોઈ અવાજ આવે છે તો એ મારી ધ્વની છે. જ્યારે હું કાંઈક અનુભવું છું તો એ મારી ભાવના છે. જ્યારે હું કોઈને પ્રેમ કરૂં છું તો એ મારી સ્નેહા છે, પ્રીતી છે. જ્યારે હું લખું છું તો એ મારી રચના છે, કવિતા છે, આકૃતિ છે.હું નજર ઝુકાવું છું તો એ મારી ધરા છે, ધરતી છે, ઊર્વિ છે, ભૂમી છે, જ્યારે હું ઊપર જોઊં છું તો એ મારી કીરણ છે. આંખો ખોલું છું તો એ મારી પલક છે અને આંખો બંધ કરૂં છું તો એ મારી સપના છે. દિવસના અજવાળામાં એ મારી રશ્મી છે, રાતના અંધારામાં એ મારી જ્યોતિ છે. ચંદ્રને જોઊં તો એ મારી ચાંદની છે, તો તારાઓમાં એ મારી રોશની છે. ચંદ્ર પૂરો હોય તો એ મારી પૂનમ છે, અમાસમાં એ મારી કાજલ છે. આ ફૂલોને જોઊં તો એ મારી જાસ્મીન છે, ચમેલી છે, મધુમતી છે. પતઝડમાં એ મારી વાસંતી છે. હું ચલચિત્રો જોઊં છું તેમાં એ જ મારી માધુરી છે, અમૃતા છે, દીપીકા છે, રાની છે, પ્રીતી છે, કરીના છે, એ જ મારી કરીશ્મા છે, એ જ મારી સેલીના છે, એ જ મારી હેમા છે, એ જ મારી […]


૧૦૦% અક્સીર મારી ભવિષ્યવાણી – જીગ્નેશ અધ્યારૂ 3

 મારા લગનમાં આખા ભારતમાં જાહેર રજા પડશે આખા ખર્ચાનું વાર્ષિક બીલ ભારત સરકાર ભરશે. જેને જે ખાવું હશે એ બધુ બેઠા બેઠા મળશે પણ પછી એ બીલ જોઈ પબ્લીક બહુ રડશે . બીલ ક્લીન્ટનની છોકરી સાથે લગન હું તો કરીશ સ્પેસ સ્ટેશનમાં, ચંદ્ર મંગળ પર હનીમૂન માટે ફરીશ લાવીશ બધી ઈમ્પોર્ટેડ ગાડી, ઈમ્પોર્ટ ડ્યુટી નહીં ભરીશ બીલીના બધા પૈસા મારા, છુટ્ટે હાથે વાપરીશ . એ.સી દુકાનમાં વેચાશે શાકભાજીને ફ્રુટ ગબ્બરસિંગ ને મોગેમ્બો ત્યાં કરશે જઈને લૂંટ સીરીયલોમાં બધે હવે સસરા જમાઈ જમાવશે મારી સીરીયલો એક્તા કપૂરને ઊભા ઊભા હંફાવશે. . શાહરુખ સલમાન ધરે ઘરે વેચશે ડુંગળી અને બટાકા સસ્તા નહીં મળે તો આમિર એને મારશે બહુ ફટાકા ૧૦ રૂપીયે કીલો વેચાશે સોના ચાંદીની પાટ લોન પર લેવી પડશે લાકડાની એન્ટીક ખાટ .  બુશ અને ઓસામા જોડે પીક્ચર જોવા જાશે પરવેઝ મુશર્રફ ના હાથે ત્યાં ટીકીટ બ્લેક થાશે ભજ્જી અને પોન્ટીંગ રીંગમાં કરશે ફાઈટ ભજ્જી ભરશે પોન્ટીંગને એક ડેન્જર બાઈટ .  મરનારની યાત્રામાં બધા જશે પહેરીને સૂટ મરનારો ઊભો થઈને કહેશે, યુ આર વેરી ક્યૂટ શિયાળામાં ગરમી પડશે, ઊનાળામાં ઠંડી રીલાયન્સનો યુનિફોર્મ હશે, ધોતી અને બંડી  . કચરો વાળવા આવશે નોકર લઈને ફરારી કાર થશે બધા બગીચામાં એચ. ડી. પોર્ટેબલ પ્યાર ગલીએ ગલીએ ગુજરાતમાં મળશે બ્રાન્ડીની બોટલ મારા માટે ફ્રી ઓફ કોસ્ટ હશે તાજ, જેવી હોટલ .  તાજમહેલ બનાવવા જહાંગીર લેશે HDFCની લોન લૈલા મજનું ને પૂછશે હમ આપકે હૈ કૌન? કૈટરીના ને સેલીના મારી આગળ પાછળ ફરશે હું કરીશ બેટીંગ ત્યારે ધોની ફીલ્ડીંગ ભરશે .  મતપેટીઓ લૂંટી હું તો બની જઈશ વડા પ્રધાન અને ચારો ખાઈ કહીશ મેરા ભારત મહાન […]


શું તમને ક્યારેય ભાંગ ચઢી છે? – જીગ્નેશ અધ્યારૂ 6

 શું તમને ક્યારેય ભાંગ ચઢી છે??   { આ ઘટના ના બધા પાત્રો વાસ્તવિક છે અને તેમને મારા સ્ટાફના જીવતા (આ લેખ લખાયો ત્યાં સુધી તો જીવે છે…) લોકો સાથે સીધો સંબંધ છે. આ સંબંધ પૂર્ણ પણે જાણી જોઈને કરેલો છે…તેથી જો કોઈને વાંધો હોય તો કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરવી (મને ફોન ના કરવો) નહીં તો થાય એ કરી લેવા વિનંતી } * * * * “અરે કેમ છો સાહેબ?” ઓફીસમાં આવતાવેંત જ મારા એક મિત્ર અર્જુન ભાઈએ મારુ સ્વાગત કર્યું. અર્જુન ભાઈ અમારી રોડ બનાવવાની સાઈટ પર આવતા એક ગામના છે અને બાંધકામ માટે મટીરીયલ અને લેબર સપ્લાય કરે છે. “હર હર મહાદેવ” તેમણે પાછો પોકાર કર્યો. “આવે આવો, તમે આજે સવાર સવાર માં શિવરાત્રીની પ્રસાદી લઈ લીધી છે કે શુ?” મેં તેમને અદમ્ય ઊત્સાહ અને મોજ માં જોઈને પૂછ્યું… “ના રે ના, હજી તો મંદીરે દર્શન કરવાય જાવાનું છે….આજે શિવરાત્રી છે એટલે જમવાનો કે નાસ્તાનો તો સવાલ નથી. તો થયું કે લાવો સાહેબને મળતો આવું.” તે તાનમાં બોલ્યા “ના ભાઈ, આ સાઈટ પર થોડુ કામ છે એટલે નથી ગયો….પણ આટલામાં ક્યાં શિવાલય છે?” મેં તેમને વળતો સવાલ કર્યો… “તો હાલો હું તમને લઈ જાઊં“…. “નજીક માં છે મંદીર?”…. “તમે હાલોને મારા ભઈ…..યાદ કરશો…..” આંખ મીંચકારતા, જાણે મને કાંઈક ખાનગી કહેતા હોય તેમ ધીમેથી બોલ્યા. હું, મારા સહકાર્યકર હસમુખ ભાઈ અને અર્જુનભાઈ, અમે ઊપડ્યા સાઈટ પર. “હસમુખ ભાઈ, આજે શિવરાત્રી છે, મંદીરે જઈશું?” મેં પ્રવાસની પ્રસ્તાવના બાંધી “એમ?, જાવુ છે?, તો હાલો જાઈ” હસમુખ ભાઈ તેમની આગવી સ્ટાઈલ માં બોલ્યા. કોઈ પણ જગ્યાએ હિંમત કરવામાં, કહોને યા હોમ કરીને […]


નોકરી માટે ની જાહેરાત….નવી ખણખોદ… 6

નોકરી ની જાહેરાતો માં ના કેટલાક જાણીતા વાક્યોના અજાણ્યા મતલબ COMPETITIVE SALARY: અમે અમારા પ્રતિસ્પર્ધી કરતા ઓછું ચૂકવીને હજીય competitive છીએ. JOIN OUR FAST-PACED COMPANY : તમને જેટલુ આવડતુ હોય એ બસ છે. તમને ટ્રેનીંગ આપવાનો સમય કે પૈસા અમારી પાસે નથી. CASUAL WORK ATMOSPHERE: દીવસની બે ચ્હા, એક પાણીની બોટલ (ઠંડી) અને જીન્સ-ટી શર્ટ પહેરવાની છૂટ (તમારા માં ડેરીંગ હોય તો ઈયરીંગ પણ પહેરો) MUST BE DEADLINE ORIENTED: નોકરીના પહેલા દીવસે તમે શેડ્યુલથી છ મહીના પાછળ છો… SOME OVERTIME REQUIRED: કોઈકવાર દરેક રાત અને કોઈકવાર દરેક વીક-એન્ડ (ઓવર ટાઈમને પૈસા સાથે કોઈ Professional સંબંધ નથી) DUTIES WILL VARY: તમારો કોઈ એક બોસ નથી…….અનેક છે.. CAREER-MINDED: અપરણીત મહીલા અને પરણીત પુરૂષો જ એપ્લાય કરે…. APPLY IN PERSON: જો તમે દેખાવમાં સારા નહીં હો….કે પછી જી હજુરી કરો તેવા નહી લાગો તો …..જગ્યા ભરાઈ ગઈ છે NO PHONE CALLS PLEASE: નોકરી જનરલ મેનેજરના સાળાને અપાઈ ગઈ છે….ઈન્ટર્વ્યુ તો ફક્ત TA/DA લેવા માટે છે. SEEKING CANDIDATES WITH A WIDE VARIETY OF EXPERIENCE: જે છોડીને જતા રહ્યા છે તેમને તમારે Replace કરવાના છે. PROBLEM-SOLVING SKILLS A MUST: અમારી કંપની માં મેનેજમેન્ટના કોઈ ઠેકાણાં નથી. તમે થૉડુ ધણું મેનેજ કરવાની ટ્રાય કરો…. REQUIRES TEAM LEADERSHIP SKILLS: મેનેજર ની જવાબદારી અને ટ્રેઈની નો પગાર. And last but not the least… THOSE WHO APPLIED EARLIER NEED NOT APPLY : જેમણે અમને એક વાર રીજેક્ટ કર્યા છે એ બીજી વાર મહેરબાની ના કરે….


પ્રેમ-લગ્ન means Happily Married…:-)

એક વાર એક પરણીત યુગલ તેમની લગ્ન ની ૨૫મી વર્ષગાંઠ ઉજવતા હતા….આ ૨૫ વર્ષ દરમ્યાન તેઓ એકપણ વાર નહીં ઝઘડવા માટે પ્રખ્યાત હતા. તેમની ૨૫મી લગ્નતિથી ઉજવવા માટે ધણા મીડીયાના પ્રતિનિધિઓ આવ્યા હતા, તેમણે એ માણસને તેમના આ સુખી લગ્નજીવન વિષે પૂછ્યું… એક રીપોર્ટરે પૂછ્યું “સાહેબ, લગ્નજીવનમાં નાના મોટા ઝધડા તો થયાજ કરે છે…તો તમે એકપણ લડાઈ વગરનું સુખી લગ્નજીવન કઈ રીતે મેળવ્યું? પતિએ તેમના હનીમૂનના દીવસો યાદ કરતા કહ્યું “અમે અમારા હનીમૂન માટે મહાબળેશ્વર ગયા હતા. એકવાર તેણે ઘોડેસવારી કરવાનું પસંદ કર્યું. તેનો ઘોડો થોડો અળવીતરો હતો., તેણે ઘોડેસવારી શરૂ કરી….ઘોડો થોડો ઊછળ્યો અને એ જમીન પર પડી ગઈ. ઊભા થઈને ઘોડાને થપથપાવતી એ બોલી “આ તારી પહેલી ભૂલ હતી ડીયર…” તે તરત પાછી કૂદીને ઘોડા પર બેસી ગઈ. થોડુ ચાલતા જ ઘોડો ફરીથી ઊછળ્યો, અને મારી પત્ની ફરીથી પડી ગઈ, આ વખતે તો તેને થોડુ ધણું વાગ્યું પણ ખરું. “આ તારી બીજી ભૂલ હતી…”તે બોલી. તે પાછી કૂદીને ઘોડા પર બેસી ગઈ. થોડુ ચાલતા જ ઘોડો ફરીથી ઊછળ્યો, અને મારી પત્ની ફરીથી પડી ગઈ, તેણે ઊભા થઈને પોતાના પર્સ માંથી બંધૂક કાઢીને ઘોડાને શૂટ કરી દીધો… “આ શું ગાંડપણ છે? તું પાગલ થઈ ગઈ છો કે શું?” મેં મારી પત્ની ને ખીજાતા કહ્યું “આમ આ મૂંગા પ્રાણીને થોડુ મારી નખાય?” તેણીએ ખૂબજ શાંતિ થી મારી સામે જોયું અને મને કહ્યું “આ તારી પહેલી ભૂલ હતી ડીયર…” “બસ, WE ARE HAPPILY MARRIED EVER AFTER…..” – જીગ્નૅશ અધ્યારુ.


આજની ખણખોદ…..પત્ની સ્પેશીયલ

આજની ખણખોદ શું તમે પરણેલા છો? તો આ કદાચ તમારા દુખાવા પર મલમ નું કામ કરે…. ૧. શું કોઈ તમારી પત્ની લઈ ગયું છે?….તેના પર વેર લેવાનો ઉતમ રસ્તો….તમારી પત્ની તેની પાસે જ રહેવાદો… ૨. લગ્ન પછી પતિ અને પત્ની એ સિક્કાની બે બાજુઓ છે…બંને એકબીજાને “ફેસ” કરી નથી શક્તા પણ છતાંય કાયમ સાથે રહે છે… ૩. લગ્ન કરી ને તમે બધીરીતે નફામાં જ છો…જો સારી પત્ની મળે તો તમે ખુશ થશો નહીંતો  ફીલોસોફર ….. ૪. સ્ત્રિઓ આપણને મહાન વસ્તુ કરવા પ્રેરીત કરે છે….અને તેને કરતા રોકે છે… ૫. મારા કડવા શબ્દોની સામે મારી પત્ની મને કડવા નિબંધ કહે છે. ૬. ઘણા લોકો મને મારા ૨૦ વર્ષ થી ટકેલા લગ્નજીવન નું કારણ પૂછે છે. અમે અઠવાડીયામાં ત્રણ દીવસ હોટલમાં જમીએ છીએ….હું અઠવાડીયાના પહેલા ત્રણ દીવસ અને એ  છેલ્લા ત્રણ.. ૭. હું અને મારી પત્ની વીસ વર્ષ ખુશ હતા….પછી અમારા લગ્ન થઈ ગયા… ૮. સારી પત્ની – એ જે પોતાની કરેલી ભૂલ માટે પોતના પતિને માફ કરે ૯. મારી પત્ની તો પરી છે….??….સાચે??….મારી પત્ની તો હજી જીવે છે… ૧૦. પત્ની પતિને….તમને મારામાં શું ગમ્યું?? મારી figure, nature or color?? પતિઃ તારી સેન્સ ઓફ હ્યુમર….  – જીગ્નેશ અધ્યારૂ…


સીલી પોઈન્ટ

એના કહેવાથી તેં સિગારેટ છોડી ?’ ‘હા’ ‘અને દારૂ પણ ?’ ‘હા’ ‘જુગારની કલબમાં જવાનું પણ એના કહેવાથી જ બંધ કર્યું ને ?’ ‘હા. હા.’ ‘તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?’ ‘સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે…….


હસો અને હસાવો (1) – સંકલિત 6

છગન : ‘કાળા રંગનો બલ્બ આપો.’ દુકાનવાળો : ‘કાળા રંગનો ? ક્યાં લગાવવો છે ?’ છગન : ‘બપોરે અંધારું કરીને સૂવા માટે લગાવવો છે.’ ************ ********* ********* ********* ********* ******* નટુ : ‘અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?’ ગટુ : ‘એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.’ ************ ********* ********* ********* ********* ********* ********* ********* ********* * મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું. રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’ ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’ રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે . ’