સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પ્રેમ એટલે


પ્રેમ એટલે શું? – ઊર્મિ 6

પ્રેમ એટલે હું નહીં… પ્રેમ એટલે તું ય નહીં… પ્રેમ એટલે- ‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી… પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં… પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં… પ્રેમ એટલે- પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ… પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં… પ્રેમ એટલે રાધા જ નહીં… પ્રેમ એટલે- કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર… પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં… પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં… પ્રેમ એટલે- અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ  – ઊર્મિ ( View Comments for the original link )


ત્રણ કવિતાઓ – મોહમ્મદ અલી “વફા”

1. કોણ માનશે? આશાનો એ મીનાર હતો કોણ માનશે? ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે? વેરી અમારો પ્યાર હતો કોણ માનશે? હૈયાના આર પાર હતો કોણ માનશે? ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના, માળીજ તોડનાર હતો કોણ માનશે? પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી, એ દીપ તળે અંધાર હતો કોણ માનશે? કરતો રહ્યો નિદાન જે પ્યારના દર્દનુ, એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે? દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ, એ ડૂબવા લાચાર હતો કોણ માનશે? ઝાકળના એની આંખમાં પૂર હતા “વફા” ને એજ મારનાર હતો કોણ માનશે? 2. તૃષા વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે તૃષા, કંઇ ઘૂંટડા એ વેદના પીજાય છે તૃષા, તૃષિત હ્રદયની આંખમાં છંટયછે તૃષા. રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે તૃષા. એહો હરણના કંઠમાં ,ચાતક તણી આંખે, અંગાર થઇને બેઉ માઁ વેરાય છે તૃષા. પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાં, મોતી મહેકના શોધતી પડઘાય છે તૃષા, આ વિરહ રાતે, મુજ ખૂનના કાંઠે વહી જઇને , હૈયા તણા આ જામમા ઘૂઁટાયછે તૃષા. વરસે સતત મેહૂલ થઇ મારા’વફા’ દ્વારે, બેચાર બુઁદ માઁ કયાઁ ‘વફા’ છીપાય છે તૃષા. 3. બીમારી એ તડપ હૈયા તણી છે,કોઈ બીમારી નથી. એ અલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી. આંખમા ચોંટી ગઈ એ નીકળી હૈયા થકી, હા હવે તો છૂટવાની કોઇપણ બારી નથી. જીઁદગીના કાફલા લૂંટાયા તારા ગામમા, તે છતાઁ કહેછે બધાં વાત અણધારી નથી. તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના, વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી. અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી. હું ઈશ્કનો બીમાર છુઁ , બીજી કઁઈ બીમારી નથી  – મોહમ્મદ અલી ”વફા”


જીવનમાં – શૂન્ય પાલનપુરી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે. પાંપણ ઝુકી ગઈ એ શરણાગતિ નથી, સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું, માણસ તરીકે ‘શૂન્ય’ મજાનો છે, નેક છે. એ ઓર વાત છે કે નથી મોહ નામનો, બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે  – શૂન્ય પાલનપુરી visit Jignesh Adhyaru’s Photoblog and Unleash the real gujarat.


કાજળભર્યાં નયનનાં – અમૃત ઘાયલ

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે; ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે; એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે; જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે. હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું, દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે. આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ, આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે. લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને, છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે. દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં, એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે. હું એટલે તો એને વેંઢારતો રહું છું, સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે. ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં! આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે! ‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં, મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.  – અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ  “ઘાયલ”


દિકરી વહાલનો દરીયો – વિકાસ બેલાણી 8

 “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.” આ ઘટના ગયા મે – જુન માસની છે,અને હું આ ઘટના ક્યારેય ભૂલી શકું એમ નથી. હું જ્યારે પણ એના વિશે વિચારું ત્યારે આંખમાંથી આંસુ નીકળી આવે છે. એ સમયે હું સુઝલોન એનર્જી નામની કંપનીમાં જોબ કરતો હતો,હું એમાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર પ્લાનીંગ – ડેવેલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ માં એન્જિનીયર હતો. મારી ફરજના ભાગરૂપે મારે ઘણીવાર ગુજરાત અને રાજસ્થાનની સાઇટ પર લાંબી-લાંબી ટુર કરવાની થતી અને એ ટુર દરમીયાન ઘણીવાર અવનવા અનુભવો થતા. અહિં જે ઘટનાની વાત કરવાનો છું એ આવી જ એક ટુર દરમીયાન બનેલી. મે-જુન નો એ સમય હતો, મને અચાનક જ રાજકોટ – જામનગર અને પોરબંદર  જિલ્લાઓની નજીક આવેલી તમામ સાઇટોનો સર્વે કરવાનો  ઓર્ડર મળ્યો હતો. હું વડોદરાથી બસમાં રાજકોટ જવા નીકળ્યો, ત્યાં થોડું પ્લાનીંગ કરી એક આસીસ્ટન્ટ સાથે બીજે દિવસે મારે ગાડી લઇ નીકળવાનું હતું. બીજા દિવસે ડ્રાઇવર ગાડી લઇને આવી ગયો અને અમે ત્રણ જણ, હું, મારો  આસીસ્ટન્ટ અશોક, અને ડ્રાઇવર સર્વે માટે નીકળી પડ્યા. એ સમયની વાત કરું તો ઊનાળો એના ચરમ પર હતો,  વરસાદને તો હજી વાર હતી અને સુર્યનારાયણ આકાશમાંથી ભયંકર આગ વર્ષાવી રહ્યાં હતાં. અમે લોકો ધોરાજી – ઉપલેટા તરફ જઇ રહ્યાં હતાં.અમે ત્યાંનું કામ ફટાફટ પતાવી આગળ જવા નીકળ્યા. અમારે જેમ બને એમ બરડા ડુંગર (પોરબંદર) તરફ જવું હતું.આગળથી એક રસ્તો ભાણવડ તરફ જતો હતો જે બાજુ અમારે જવાનું હતું. બપોરના લગભગ બે વાગ્યા હતાં,ધોમધખતો તાપ હતો અને રસ્તા પર એકલ-દોકલ વાહન સિવાય દુર સુધી કોઇ દેખાતું ન હતું. અમારી ગાડી પણ ઝડપથી આગળ વધી રહી હતી. અચાનક […]


ઈઝહાર એ મુહબ્બત… – જીગ્નેશ અધ્યારૂ

વિચારૂં છું કે તને કહી જ દઊં કે મારી ઊદાસ રાતોનું કારણ તું જ છે… જે વિચારોમાં પોતાને એકલો જોતો હતો એમાં પોતાની છબી દેખાડવા વાળી તું જ છે મારા મન ને મારી એકલતામાં જે મોજ હતી એને તોડવા વાળી પણ તું જ છે અરીસામાં આમ વારે વારે ન જોતો હતો કોઈ મને જુએ છે એ ભાન કરાવવાવાળી તું જ છે હું શરમાળ છું અને એ સ્વાભાવિક ખાસીયત છે એટલું સમજીલો કે હું કાંઈ પણ નહીં કહી શકું પણ મુહબ્બતનો જો ઈઝહાર સમજીલો આંખો થી તો દરેક શ્વાસમાં શામેલ મેળવશો મને…  – જીગ્નેશ અધ્યારૂ


અંતિમ પ્રેમ પત્ર – જીગ્નેશ અધ્યારૂ 12

(તમે કદાચ ઘણી જગ્યાએ શબ્દ “પહેલો પ્રેમ પત્ર” વાંચ્યો હશે……કદાચ પહેલો પ્રેમ પત્ર લખ્યો પણ હશે અને પછી અનેક પ્રેમ પત્રો…..પણ અહીં કાંઈક ડીફરન્ટ છે. આ છે એક અંતિમ પ્રેમ પત્ર.  માતાપિતાની ઈચ્છાઓને માન આપી પોતાના પ્રેમનું બલીદાન કરી રહેલા એક પ્રેમીનો એની પ્રેમીકાને અંતિમ પત્ર. આ પ્રેમ પત્ર મારા હ્રદયની ધણી જ નજીક છે.મારા મતે આના થી ઊતમ અભિવ્યક્તિ ના હોઈ શકે….) પ્રિય, મને ખબર છે સ્મશાન વૈરાગ્ય જેવી આ લાગણીઓનું આયુષ્ય બહુ ઓછુ હોય છે, સમય ચક્રની સાથે સાથે એ ભૂલાઈ જાય છે….હું ઈચ્છું છું કે તું મને ભૂલી જાય. મને ખબર છે તને મારી આવી વાતો બાલીશ લાગશે. તું કદાચ આંખોમાં પાણી સાથે મારા પર હસશે….કદાચ તું મને દોષી માને અને મને માફ ન કરે… પણ મારે માફી નથી જોઈતી…. કોઈ ગુનેગાર જાતે જ સજા કબૂલે અને પોતાને સજા આપવા માંગે તો તેમાં માફીનો સવાલ જ નથી…મારે માફી નથી જોઈતી.. મારે બસ અંતિમ વાર તારી પાસે મારો પક્ષ રાખવો છે….કાંઈ સાબીત નથી કરવું. ઈચ્છા કે અનિચ્છા…મારે તને ભૂલવી પડશે….અથવા તો એવો દેખાડો કરવો પડશે કે હું તને ભૂલી ગયો છું. મારા માતા પિતા માને છે કે આપણે સાથે જીવન ના વિતાવવું જોઈએ…..ખબર નથી મારા જીવન વિષે તેઓ વધારે જાણે છે કે હું, પણ તે મારા સર્વસ્વ છે, તે જે કહે છે તેમાં તેમનો કોઈ સ્વાર્થ હોય તેમ મને નથી લાગતું, આખરે તેમણે મને જન્મ આપ્યો છે. મને એટલો મોટો કર્યો છે કે હું આજે મારા સારા – નરસાનું વિચારી શકું, પણ તેથી તેમની લાયકાત પર કોઈ અસર પડતી નથી. હું તેમના અને મારા નિર્ણયને ત્રાજવાના બે પલ્લા માં […]


રાહ પર… – વિકાસ બેલાણી

  કરવો જ હોય તો તું કરી નાખ રસ્તો, અડચણ ઉકેલી નાખ મંઝીલ ની રાહ પર, પછી જ મળશે એવું માને છે હ્ર્દય મારું, ઇશ્વર હંમેશા હોય છે શ્રધ્ધાની રાહ પર, ભલે રસ્તો છે એક આપણો; વિચારો ભલે અલગ, છતાં’ યે પ્રેમ ક્યાં કર્યો છે કોઇ ભેદભાવ પર? લખું છું ઇશ્કને; જામો ભરું છું હું મહોબતનાં, નશો મારી ગઝલને છે હ્રદયની બાદશાહત પર! મીટાવી દો ‘રૂષભ’ અસ્તિત્વ એના પ્રેમ ની પાછળ, વફા સાબીત થઇ શકશે ફકત તારી શહાદત પર !  – વિકાસ બેલાણી


પ્રેમનો સ્વિકાર કરો – જીગ્નેશ અધ્યારૂ

કાંઈ નહીં તો મારા પ્રેમનો સ્વિકાર કરો, હું ક્યાં કહું છું કે તમેય મને પ્યાર કરો? જીવન નૈયા સંસાર સાગર માં તરતી મૂકો, હમસફર બનવાના મારા સપના સાકાર કરો. રસ્તો છે રાહમાં, ધબકે છે હૈયુ આહ માં તમે કેમ હજીય ભવિષ્યના વિચાર કરો? મંઝીલોને પણ છે તલાશ આપણી, સાથી ચાલો પગલા પાડો ને સુખી સંસાર કરો ઘણાય સાથી બનવા હશે તૈયાર તમારા પણ વિચારો બધાનાં મનમાંથી તડીપાર કરો સાતે જનમનો નાતો તમ સાથે મારે બાંધવો મારી જીવન બગીયામાં બાગે બહાર કરો.  – જીગ્નેશ અધ્યારૂ   Jignesh Adhyaru


ચાલશે નહીં – વિકાસ બેલાણી

કોઇ તો વાત એમના દિલમાં ભરી હશે, નહીંતર કદી’યે ઊંઘ આ વેરણ બને નહીં! શબ્દો કદાચ હોઠથી પાછા વળ્યા હશે; ગાલે શરમનાં શેરડા અમથા પડે નહીં! સપનાંમાં આવીને કહી દો તો’ય ચાલશે, કોઇ રસમ સંકોચની ત્યાં આવશે નહીં! ગુલાબ લઇને આવો તો એટલું વીચારજો; ફોરમ નહીં આપો તો અસર આવશે નહીં! પ્રત્યક્ષ કરવાની છે આ વાતો ‘રૂષભ’ બધી, સંતાઇને જોયાં કરો એ ચાલશે નહીં!  – વિકાસ બેલાણી Vikas Belani


પ્રેમની બાજી – જીગ્નેશ અધ્યારૂ

તારી ‘હા’ કે ‘ના’ પર છોડી દીધું જીવન, અને તરતજ સુખોની ધાત થઈ ગઈ હજી તો મેં મારા મનને સમજાવ્યુ ય નો’તું, મુફલીસોની ચર્ચામાં મારીય વાત થઈ ગઈ. મંઝીલ વગરનો રસ્તો ને સાહીલ વગરનો દરીયો, સુવાસ વગરના ફૂલ જેવી ઔકાત થઈ ગઈ ખુદા પર થી ય ઊઠી ગયો છે ભરોસો જ બાદલ, કે પ્રેમમાં પડ્યા ને બાજી મ્હાત થઈ ગઈ. – જીગ્નેશ અધ્યારૂ


કેટલાક ચુનીંદા શેર 4

ગઝલ સમ્રાટ શયદા ના ચુનીંદા શેર તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ; હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. * * * * મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે ! * * * * આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં. … કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે -રઈશ મનીઆર * * * * મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. – -ઓજસ પાલનપુરી તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું – અમૃત ધાયલ * * * * ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. – બેફામ અને આખરે… ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે – અસીમ રાંદેરી


બાળકોને પૂછો પ્રેમનો મતલબ… 1

પ્રોફેશનલ લોકો ના એક ગ્રૂપ વડે ૪ થી ૮ વર્ષના બાળકોને પૂછવામાં આવ્યું કે તમારા મતે “પ્રેમ શું છે? “ તેમના જવાબો ખરેખર અજબ હતા, પણ મારા મતે કોઈ Mature Adult કરતા પણ વધારે mature હતા. વાંચો એવાજ કેટલાક વિચારો…  મારી દાદી ને આર્થરાઈટીસ છે, તે તેના પગના નખ જાતે રંગી શક્તી નથી, તેથી મારા દાદા તેને મદદ કરે છે, જો કે મારા દાદાને પણ આર્થરાઈટીસ છે…. આને કહેવાય પ્રેમ… છાયા (૮ વર્ષ)  જો તમે કોઈને પ્રેમ કરતા હોવ તો તે તમારા નામ ને ગમે તેમ સુધારી વધારીને બોલે, તમને કોઈ વાંધો નહીં હોય કારણ કે તમે જાણો છો કે તેમના મોંઢા માં તમારૂ નામ સુરક્ષિત છે. (ખ્યાતિ ૭ વર્ષ) જ્યારે તમે બહાર વેફર ખાતા હોવ અને કોઈ તમારી વેફર ખાય અને પાછું તમને તેના માં થી વેફર ના આપે (વૈભવ ૫ વર્ષ) તમે થાકી ગયા હોવ ત્યારે તમે જેને જોઈને સ્માઈલ કરી પડો તે છે તમારો પ્રેમ….(વિરલ ૬ વર્ષ) મારી મમ્મી જ્યારે મારા પપ્પા માટે કોફી બનાવે છે ત્યારે તે પહેલા ચાખે છે અને પછી કપ પપ્પાને આપે છે…..તે મને કહે છે કે કોફી બરાબર છે કે નહીં તે ચેક કરે છે….પણ મને ખબર છે એને કહેવાય પ્રેમ  ….ગંગાએ પણ KYUN KI માં એમ જ કર્યુ હતુ….(માયા ૪ વર્ષ) મારા મતે જો તમારે પ્રેમ કરવો હોય તો તેવા મિત્ર થી શરુઆત કરો જે તમને જરાય ના ગમતો હોય….(વૈભવ ૮ વર્ષ) જ્યારે તમે કોઈને કહો કે તેનું શર્ટ સરસ છે અને તે શર્ટ પહેર્યા જ કરે ….એ પ્રેમ છે…(ત્રિશલા ૬ વર્ષ) મારી સ્કૂલના પર્ફોર્મન્સ માં જ્યારે હું સ્ટેજ પર ગીત […]


એક કોમ્યુટર પ્રેમીની શાયરી…

તને જોઈ ગઈ કાલે તો મારા દીલમાં થયો એક સાઊન્ડ આઅને આજે વેબપેજ કેન નોટ બી ફાઊન્ડ? તારા Love ની ઝંખનાએ મારા જીવનને આપ્યો ટ્વીસ્ટ અને આજે આવી કહો છો “યૂઝર ડઝનોટ એક્ઝીસ્ટ? થઈ હોય જો કોઈ ભૂલ તો  Ctrl + Alt + Del કરો મારા પ્રેમના વેબપેજ પર ક્યારેક તો ક્લિક કરો ક્યારનો લખીને બેઠો છું, યૂઝર આઈડી મારા પ્રેમનો તમે હજી સુધી આપ્યો નથી પાસવર્ડ લોગીન નેમ નો


પ્રેમ-લગ્ન means Happily Married…:-)

એક વાર એક પરણીત યુગલ તેમની લગ્ન ની ૨૫મી વર્ષગાંઠ ઉજવતા હતા….આ ૨૫ વર્ષ દરમ્યાન તેઓ એકપણ વાર નહીં ઝઘડવા માટે પ્રખ્યાત હતા. તેમની ૨૫મી લગ્નતિથી ઉજવવા માટે ધણા મીડીયાના પ્રતિનિધિઓ આવ્યા હતા, તેમણે એ માણસને તેમના આ સુખી લગ્નજીવન વિષે પૂછ્યું… એક રીપોર્ટરે પૂછ્યું “સાહેબ, લગ્નજીવનમાં નાના મોટા ઝધડા તો થયાજ કરે છે…તો તમે એકપણ લડાઈ વગરનું સુખી લગ્નજીવન કઈ રીતે મેળવ્યું? પતિએ તેમના હનીમૂનના દીવસો યાદ કરતા કહ્યું “અમે અમારા હનીમૂન માટે મહાબળેશ્વર ગયા હતા. એકવાર તેણે ઘોડેસવારી કરવાનું પસંદ કર્યું. તેનો ઘોડો થોડો અળવીતરો હતો., તેણે ઘોડેસવારી શરૂ કરી….ઘોડો થોડો ઊછળ્યો અને એ જમીન પર પડી ગઈ. ઊભા થઈને ઘોડાને થપથપાવતી એ બોલી “આ તારી પહેલી ભૂલ હતી ડીયર…” તે તરત પાછી કૂદીને ઘોડા પર બેસી ગઈ. થોડુ ચાલતા જ ઘોડો ફરીથી ઊછળ્યો, અને મારી પત્ની ફરીથી પડી ગઈ, આ વખતે તો તેને થોડુ ધણું વાગ્યું પણ ખરું. “આ તારી બીજી ભૂલ હતી…”તે બોલી. તે પાછી કૂદીને ઘોડા પર બેસી ગઈ. થોડુ ચાલતા જ ઘોડો ફરીથી ઊછળ્યો, અને મારી પત્ની ફરીથી પડી ગઈ, તેણે ઊભા થઈને પોતાના પર્સ માંથી બંધૂક કાઢીને ઘોડાને શૂટ કરી દીધો… “આ શું ગાંડપણ છે? તું પાગલ થઈ ગઈ છો કે શું?” મેં મારી પત્ની ને ખીજાતા કહ્યું “આમ આ મૂંગા પ્રાણીને થોડુ મારી નખાય?” તેણીએ ખૂબજ શાંતિ થી મારી સામે જોયું અને મને કહ્યું “આ તારી પહેલી ભૂલ હતી ડીયર…” “બસ, WE ARE HAPPILY MARRIED EVER AFTER…..” – જીગ્નૅશ અધ્યારુ.


પ્રેમનું પ્રશ્નપત્ર

નોંધ  –  આ પ્રશ્નપત્ર ના બધા પ્રશ્નોના ઉતર આપવા ફરજીયાત છે.  ___________________________________________________ મારા હાથ માં તમારો હાથ પરોવો અને વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.  આમતો તમે પણ મને ચોરી ચોરી જુઓ છો….ખરુંને? ફક્ત હા કે ના માં ઉતર આપો  પ્રેમ માં મંઝીલો મળવી કાંઈ સરળ નથી, પણ સાચા પ્રેમી કદી હારતા નથી…….સાચુ  ખોટુ   યોગ્ય જવાબ ટીક કરો  તમારો પ્રેમ _____ મારો પ્રેમ…..    >     <    કે    =   માં થી યોગ્ય નિશાની પસંદ કરો.  જોડકા જોડો આપણો પ્રેમ                    જીવન તમે અને હું                      શરીર અને આત્મા મારી ખુશી                       તમારૂ સ્મિત મારી તમન્ના                   તમારી ખુશી                    તમે મને કેમ પ્રેમ કરો છો? ટૂંકાણમાં જવાબ આપો  પ્રેમના જગતમાં ૨-૧=૦ સાચું કે ખોટું?  કારણ આપો તમે મને ગમો છો…….કારણ કે … આપણે જીવનભર સાથે રહેવુ જોઈએ ……કારણ કે… સૂચવ્યા પ્રમાણે કરો આ કાગળ પર મારું નામ લખો…..જો મને પ્રેમ કરતા હોય તો તેને ચૂમો નહીંતો છેકી નાખો.   તમારા થી મારા સુધીની સફર ક્યાંક જીવનની સૌથી લાંબી સફર ના થઈ જાય…વાક્યનો મર્મ સમજાવો. ________________________________________________________ આ પ્રશ્નપત્ર મારા જીવનનું નિર્ણાયક પાસુ છે. અને એ ભરવા અને તમારી મારા પ્રત્યેની લાગણી બતાવવા હું તમને ……………..જીવનભરનો સમય આપું છું તમારા સાચા જવાબો મને પાસ કરશે અને એક પણ ખોટો જવાબ ……. એ તો શક્ય જ નથી કે તમે ખોટો જવાબ આપો.  જીગ્નૅશ અધ્યારુ. (Jignesh L Adhyaru)


ક્યાં હતી ખબર…

દેખાય આખી દુનીયા મને તમારી આંખોમાં કોને ખબર હતી ચિતરાવ્યો છે પૃથ્વીનો ગોળો તમારા કોન્ટેક લેન્સ માં જીવું છું સદાય રાખી તમારી તસ્વીર મારા દિલ માં ક્યાં હતી ખબર નાખી દીધો છે કુચ્ચો વાળી મારા દિલનો કચરાપેટી માં વખાણતો રહ્યો તમારા મુખને કહી ચંદ્રમાં ક્યાં હતી ખબર છુપાવ્યો છે કાળમીંઢ પથ્થર મેક અપના લપેડા માં લખી નાખતો તમારા હુસ્ન પર ગઝલ પળવારમાં ક્યાં હતી ખબર નથી રહેવા દીધો અમારા નામ નો એક અક્ષર તમારી નંબર પ્લેટમાં તમારી સાથે વિતાવવો હતો આ વેલેન્ટાઈન ડે ક્યાં હતી ખબર તમે ભર્યો છે મેળો વેલેન્ટાઈનનો ગર્લ્સ હોસ્ટેલના પટાંગણમાં સાચુ કહું તો રહી ગયો તારા તોડી લાવવાની વાત માં ક્યાં હતી ખબર આવ્યો છે જમાનો ખવડાવવાનો આઈસ્ક્રીમ ડેરીડેનમાં બેસવુ હતુ સાથે હાથ માં લઈ હાથ લગ્નમંડપમાં ક્યાં હતી ખબર તમને તો છે ફક્ત રસ જોવામાં પીક્ચર ચંદન મલ્ટીપ્લેક્સમાં રહ્યો આખી જીંદગી તમારા પ્રેમના ભ્રમમાં ક્યાં હતી ખબર ગોઠવ્યો છે તમારા લીસ્ટમાં મને છેલ્લા ક્રમમાં સાથે તમારી જીવન વિતાવવુ એ સપનું રહી ગયું ક્યાં હતી ખબર તમે તો રાખ્યા છે કાંઈ કેટલાયને તમારા પ્રેમના ભ્રમમાં – અજ્ઞાત


સબંધ – પિયુષ આશાપુરી 1

એક અધુરી કથાને આપણે અંજામ દઈએ, સુંવાળા સબંધને કોઈ તો નામ દઈએ. ચાલ પથ્થરની ઠોકર એટલે એક ઘાત ટળી, પણ આ ફુલોની ઠોકરને શું નામ દઈએ. સમય આવે તો એ ખપ જરુર લાગશે, લટકતી તો લટકતી સૌને સલામ દઈએ. આંગળી સૌ કોઈની તારી તરફ ઉઠશે , અમારી કલ્પનાને પણ જો અમે નીલું નામ દઈઍ. નામથી વિપરીત વધારે ગુણ મળ્યા માણસમાં શું ખોટું છે જો “નારાજ ” ઉપનામ દઈએ. -Piyush Ashapuri