Yearly Archives: 2008


લાગ્યો કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી 2

લાગ્યો કસુંબીનો રંગ – રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ.. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ.. ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ.. નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ.. પીડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ.. ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ .. ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ .. રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ – લાગ્યો કસુંબીનો રંગ !  – – – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી


એક કોમ્યુટર પ્રેમીની શાયરી…

તને જોઈ ગઈ કાલે તો મારા દીલમાં થયો એક સાઊન્ડ આઅને આજે વેબપેજ કેન નોટ બી ફાઊન્ડ? તારા Love ની ઝંખનાએ મારા જીવનને આપ્યો ટ્વીસ્ટ અને આજે આવી કહો છો “યૂઝર ડઝનોટ એક્ઝીસ્ટ? થઈ હોય જો કોઈ ભૂલ તો  Ctrl + Alt + Del કરો મારા પ્રેમના વેબપેજ પર ક્યારેક તો ક્લિક કરો ક્યારનો લખીને બેઠો છું, યૂઝર આઈડી મારા પ્રેમનો તમે હજી સુધી આપ્યો નથી પાસવર્ડ લોગીન નેમ નો


પ્રેમ-લગ્ન means Happily Married…:-)

એક વાર એક પરણીત યુગલ તેમની લગ્ન ની ૨૫મી વર્ષગાંઠ ઉજવતા હતા….આ ૨૫ વર્ષ દરમ્યાન તેઓ એકપણ વાર નહીં ઝઘડવા માટે પ્રખ્યાત હતા. તેમની ૨૫મી લગ્નતિથી ઉજવવા માટે ધણા મીડીયાના પ્રતિનિધિઓ આવ્યા હતા, તેમણે એ માણસને તેમના આ સુખી લગ્નજીવન વિષે પૂછ્યું… એક રીપોર્ટરે પૂછ્યું “સાહેબ, લગ્નજીવનમાં નાના મોટા ઝધડા તો થયાજ કરે છે…તો તમે એકપણ લડાઈ વગરનું સુખી લગ્નજીવન કઈ રીતે મેળવ્યું? પતિએ તેમના હનીમૂનના દીવસો યાદ કરતા કહ્યું “અમે અમારા હનીમૂન માટે મહાબળેશ્વર ગયા હતા. એકવાર તેણે ઘોડેસવારી કરવાનું પસંદ કર્યું. તેનો ઘોડો થોડો અળવીતરો હતો., તેણે ઘોડેસવારી શરૂ કરી….ઘોડો થોડો ઊછળ્યો અને એ જમીન પર પડી ગઈ. ઊભા થઈને ઘોડાને થપથપાવતી એ બોલી “આ તારી પહેલી ભૂલ હતી ડીયર…” તે તરત પાછી કૂદીને ઘોડા પર બેસી ગઈ. થોડુ ચાલતા જ ઘોડો ફરીથી ઊછળ્યો, અને મારી પત્ની ફરીથી પડી ગઈ, આ વખતે તો તેને થોડુ ધણું વાગ્યું પણ ખરું. “આ તારી બીજી ભૂલ હતી…”તે બોલી. તે પાછી કૂદીને ઘોડા પર બેસી ગઈ. થોડુ ચાલતા જ ઘોડો ફરીથી ઊછળ્યો, અને મારી પત્ની ફરીથી પડી ગઈ, તેણે ઊભા થઈને પોતાના પર્સ માંથી બંધૂક કાઢીને ઘોડાને શૂટ કરી દીધો… “આ શું ગાંડપણ છે? તું પાગલ થઈ ગઈ છો કે શું?” મેં મારી પત્ની ને ખીજાતા કહ્યું “આમ આ મૂંગા પ્રાણીને થોડુ મારી નખાય?” તેણીએ ખૂબજ શાંતિ થી મારી સામે જોયું અને મને કહ્યું “આ તારી પહેલી ભૂલ હતી ડીયર…” “બસ, WE ARE HAPPILY MARRIED EVER AFTER…..” – જીગ્નૅશ અધ્યારુ.


પ્રેમનું પ્રશ્નપત્ર

નોંધ  –  આ પ્રશ્નપત્ર ના બધા પ્રશ્નોના ઉતર આપવા ફરજીયાત છે.  ___________________________________________________ મારા હાથ માં તમારો હાથ પરોવો અને વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.  આમતો તમે પણ મને ચોરી ચોરી જુઓ છો….ખરુંને? ફક્ત હા કે ના માં ઉતર આપો  પ્રેમ માં મંઝીલો મળવી કાંઈ સરળ નથી, પણ સાચા પ્રેમી કદી હારતા નથી…….સાચુ  ખોટુ   યોગ્ય જવાબ ટીક કરો  તમારો પ્રેમ _____ મારો પ્રેમ…..    >     <    કે    =   માં થી યોગ્ય નિશાની પસંદ કરો.  જોડકા જોડો આપણો પ્રેમ                    જીવન તમે અને હું                      શરીર અને આત્મા મારી ખુશી                       તમારૂ સ્મિત મારી તમન્ના                   તમારી ખુશી                    તમે મને કેમ પ્રેમ કરો છો? ટૂંકાણમાં જવાબ આપો  પ્રેમના જગતમાં ૨-૧=૦ સાચું કે ખોટું?  કારણ આપો તમે મને ગમો છો…….કારણ કે … આપણે જીવનભર સાથે રહેવુ જોઈએ ……કારણ કે… સૂચવ્યા પ્રમાણે કરો આ કાગળ પર મારું નામ લખો…..જો મને પ્રેમ કરતા હોય તો તેને ચૂમો નહીંતો છેકી નાખો.   તમારા થી મારા સુધીની સફર ક્યાંક જીવનની સૌથી લાંબી સફર ના થઈ જાય…વાક્યનો મર્મ સમજાવો. ________________________________________________________ આ પ્રશ્નપત્ર મારા જીવનનું નિર્ણાયક પાસુ છે. અને એ ભરવા અને તમારી મારા પ્રત્યેની લાગણી બતાવવા હું તમને ……………..જીવનભરનો સમય આપું છું તમારા સાચા જવાબો મને પાસ કરશે અને એક પણ ખોટો જવાબ ……. એ તો શક્ય જ નથી કે તમે ખોટો જવાબ આપો.  જીગ્નૅશ અધ્યારુ. (Jignesh L Adhyaru)


ક્યાં હતી ખબર…

દેખાય આખી દુનીયા મને તમારી આંખોમાં કોને ખબર હતી ચિતરાવ્યો છે પૃથ્વીનો ગોળો તમારા કોન્ટેક લેન્સ માં જીવું છું સદાય રાખી તમારી તસ્વીર મારા દિલ માં ક્યાં હતી ખબર નાખી દીધો છે કુચ્ચો વાળી મારા દિલનો કચરાપેટી માં વખાણતો રહ્યો તમારા મુખને કહી ચંદ્રમાં ક્યાં હતી ખબર છુપાવ્યો છે કાળમીંઢ પથ્થર મેક અપના લપેડા માં લખી નાખતો તમારા હુસ્ન પર ગઝલ પળવારમાં ક્યાં હતી ખબર નથી રહેવા દીધો અમારા નામ નો એક અક્ષર તમારી નંબર પ્લેટમાં તમારી સાથે વિતાવવો હતો આ વેલેન્ટાઈન ડે ક્યાં હતી ખબર તમે ભર્યો છે મેળો વેલેન્ટાઈનનો ગર્લ્સ હોસ્ટેલના પટાંગણમાં સાચુ કહું તો રહી ગયો તારા તોડી લાવવાની વાત માં ક્યાં હતી ખબર આવ્યો છે જમાનો ખવડાવવાનો આઈસ્ક્રીમ ડેરીડેનમાં બેસવુ હતુ સાથે હાથ માં લઈ હાથ લગ્નમંડપમાં ક્યાં હતી ખબર તમને તો છે ફક્ત રસ જોવામાં પીક્ચર ચંદન મલ્ટીપ્લેક્સમાં રહ્યો આખી જીંદગી તમારા પ્રેમના ભ્રમમાં ક્યાં હતી ખબર ગોઠવ્યો છે તમારા લીસ્ટમાં મને છેલ્લા ક્રમમાં સાથે તમારી જીવન વિતાવવુ એ સપનું રહી ગયું ક્યાં હતી ખબર તમે તો રાખ્યા છે કાંઈ કેટલાયને તમારા પ્રેમના ભ્રમમાં – અજ્ઞાત


પ્રેમ તારો – જીગ્નેશ અધ્યારૂ 3

પ્રેમ તારો હું પામી શકીશ કે નહીં? તારો સાથ જીવનભર મેળવી શકીશ કે નહીં? જોયા સપના સાથે જીવવા મરવાના એ બધા સાકાર કરી શકીશ કે નહીં? લખ્યા છે જે પત્રો હૈયુ નીચોવીને એ બધા તને આપી શકીશ કે નહીં? વિચારોમાં જે તને હજારોવાર કહ્યું છે તે હકીકતમાં કહી શકીશ કે નહી? અંતરંગ ઓરતા ને સોહામણા શમણાં તારી આંખોમાં પ્રેમ મેળવી શકીશ કે નહીં? આજ કાલ કરતા દીવસો અનેક ગયા હવે તો તું મારી વેલેન્ટાઈન બનીશ કે નહી? – જીગ્નેશ અધ્યારૂ


અખિલ બ્રહ્માંડમાં – નરસિંહ મહેતા 1

અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તુ, તેજમાં તત્વ તુ, શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે; મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું, જોઉં પટંતરો એ જ પાસે; ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.     – નરસિંહ મહેતા


વીણેલા મોતી – ૧ 1

સખત તડકા માં પરસેવે રેબઝેબ થતાં કેટલાક મજૂરો પથ્થર તોડી રહ્યા હતા. એવામાં કોઈકે આવીને એક મજૂર ને પૂછ્યું “શું કરો છો?” મજૂરે અકળાઈને તે માણસની સામે જોયું અને સખત ગુસ્સાથી તેને તતડાવી નાખતા કહ્યું “જોતો નથી પથ્થર તોડું છું?” પેલા માણસને તે મજૂરને પૂછ્યાનો અફ્સોસ થયો… તેને થયું આને વધારે પૂછવાથી કાંઈ ફાયદો નથી માટે તે આગળ ચાલ્યો.. તેણે બીજા એક મજૂરને પૂછ્યું “શું કરો છો?” પેલાએ માથુ ઊંચુ કર્યા વગર જ જવાબ આપ્યો…”પેટીયું રળવા માટે પથ્થર તોડી રહ્યો છું ભાઈ” પેલાને તેના જવાબ થી પન સંતોષ ના થયો…તેણે એક અન્ય મજૂર જોયો…તે ગીતો ગાતા ગાતા આનંદથી પથ્થર તોડતો હતો. આ માણસે ત્યાં જઈને પૂછ્યું “ભાઈ શું કરો છો??”પેલાએ આકાશ તરફ બે હાથ ઊંચા કર્યા અને બોલ્યો “ભગવાન ના મંદીર માટે પથ્થર તોડું છું ભાઈ…..મજૂરી તો ગમે ત્યાં કરવાની જ છે પણ પ્રભુનું કામ કરવાની મજા આવે છે.” ત્રણેય મજૂર એકજ પરીસ્થિતિમાં એક સરખુંજ કામ કરતા હતા પણ તે કામ પ્રત્યેનો તેમનો ભાવ સાવ અલગ અલગ હતો. પહેલો મજૂર જે કામ કરતો હતો તેને તે જરાય પસંદ ન હતુ….એટલે એણે અકળાઈને જવાબ આપ્યો. જે કામ ગમતુ નથી પણ કરવુ પડે છે તેને સ્વિકારતા મન પાછું પડે છે. કામ કર્યા વગર ચાલે તેમ નથી એટલે તે કરે છે, પણ જાણે કોઈ બળજબરીથી કરાવતુ હોય તેમ. એ જાણે કે ગુલામી અનુભવતો હતો, અને એના અંદરની આ ગુલામીએ આક્રમક રૂપ લઈ લીધુ એટલે એણે આવો જવાબ આપ્યો.જ્યારે બીજા મજૂરની મનોદશા પણ કાંઈ અલગ નથી પણ તેણે પરીસ્થિતિ સ્વિકારી લીધી છે, કારણ કે એ સમજે છે કે આ કર્યા વગર રોજીરોટી મળે એમ […]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ ….. 7

આજે થોડુ નોખુ કરવાની ઈચ્છા થઈ……મન થયુ ચાલો તમને થોડી એવી વેબસાઈટ પર લઈ જાઊ જ્યાં તમે મજા પડી ગઈ એમ કહી શકો…. કદાચ આ વેબસાઈટસને એટલી ખ્યાતી મળી નથી, પણ તેનાથી તેમની ઊપયોગીતા ધટતી નથી. 1. http://www.bugmenot.com આ ખરેખર એક વિચિત્ર વેબસાઈટ છે, અહીં તમે લગભગ કોઈ પણ વેબસાઈટના નકલી પણ ચાલતા (યુઝર આધારીત) લોગીન અને પાસવર્ડ મેળવી શકો છો…દા. ત. તમે આ વેબસાઈટ પર જઈ નીચે બતાવ્યા પ્રમાણે સર્ચ બોક્સમાં વેબસાઈટ લખશો તો તેના ધણા ID – Passwords મેળવી શકો છો… 2. http://www.listentoamovie.com 1457 ઓનલાઈન ઈંગ્લીશ મૂવીઝ કોઈપણ પ્રકારના પ્લેયર ના ઈન્સ્ટોલેશન વગર તદન ફ્રી સાંભળો…..દા. ત. સર્ચ કરો….. Jurassic park ……. 3. http://www.ratemydrawings.com/ ઓનલાઈન ડ્રોઈંગ કોમ્યુનીટી, ચિત્રો દોરો, બીજાના ચિત્રો માણો અને રેટીંગ કરો. ડ્રોઈંગ કોમ્પીટીશન માં ભાગ લો…અને ટ્યૂટોરીયલ ની મદદ થી તમારા બ્રાઊઝર માં દોરતા શીખો. તમારા ડ્રોઈંગ તમારા બ્લોગ પર પબ્લીશ કરો… 4. http://www.phonezoo.com તમારા favourite MP3  ને કસ્ટમ કરી રીંગટોનમાં ફેરવો, રીંગટોન ડાઊનલોડ કરો અને તમારા ફોન પર ફોરવર્ડ કરો…સાથે મોબાઈલ માટે ફોટા પણ ડાઊનલોડ કરો. similar websites: http://www.mobile9.com http://www.funformobile.com/ 5.  http://www.keyxl.com/ કોઈપણ પ્રોગ્રામ માટે કી-બોર્ડ શોર્ટકટસ મેળવો, તથા પ્રોગ્રામ  પ્રમાણે સર્ચ કરો. મારી ફેવરીટ વેબસાઈટ. 6. http://www.spypig.com/ ખરેખર સ્પાય (જાસૂસ ), તમે આની મદદથી જાણી શકો છે કે તમે તમારા મિત્રને મોકલેલો ઈ મેઈલ તેણે ક્યારે ખોલ્યો…..વિના વાઈરસનો સિમ્પલ પ્રોગ્રામ… 7.  http://www.quickieclick.com/ રોજ વપરાતી ઘણી બધી વેબસાઈટસ સમય બગાડ્યા વગર મેળવો, તમારા એકાઊન્ટમાં તમારા ફેવરીટ પેજ બુકમાર્ક કરો….આ જાણે કે તમારી જરુરી વેબસાઈટ માટે સ્પીડ ડાયલ…સાથે ઢગલો અન્ય ફીચર્સ પણ… 8. http://www.theoldtimersmachine.com/ જલસા કરો….તમારા ફોટાને મારી મચડીને તમે જે લુક ઈચ્છો તે […]


પાયોજી મેને – મીરાં બાઇ 1

(  ભારતીય ભક્તિ સંગીતમાં મીરા નુ મહત્વ અનોખુ છે, તેના ગીતો લોક્જીભે રમે છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ’, જેવા ભક્તિગીતો તેની શ્રીક્રુષ્ણ ભક્તિના અદમ્ય ઉદાહરણ છે. અત્રે મારુ મનગમતુ ગીત મૂકતા ખૂબજ આનંદ થાય છે.) પાયોજી મેને રામ-રતન ધન પાયો વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ, કિરપા કર અપનાયો … પાયોજી મેને જનમ જનમકી પુંજી પાઇ, જગમેં સભી ખોવાયો … પાયોજી મેને ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે, દિન દિન બઢત સવાયો … પાયોજી મેને સતકી નાવ, ખેવટિયા સતગુરૂ, ભવ-સાગર તર આયો … પાયોજી મેને મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાયો … પાયોજી મેને – મીરા


ઝુલણ મોરલી વાગી

ઝુલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. -મોરલી….. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. -મોરલી….. માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર, કિનખાબી સુરવાળ રે. -મોરલી….. પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર, ચાલે ચટકતી ચાલ્ય રે. -મોરલી…. ઝુલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. – – લોકગીત


બે સમાંતર રેખાઓ – જીગ્નેશ અધ્યારૂ

બે સમાંતર રેખાઓની જેમ, મારો તારા માટેનો પ્રેમ… અને તારો મારા માટે…બસ ચાલ્યો જ જાય છે નદીના બે કીનારાની જેમ, આપણે મળી શકવાના નથી અને એની ધારાની જેમ, પ્રેમ બસ વહ્યે જ જાય છે સહરાના રણ માં હમસફર, તારી જ પ્યાસ છે મને પણ ઝાંઝવા, તને જોઈને, ચાહ બસ વધ્યેજ જાય છે અંતરના ઊંડાણોમાં બીજુ કોઈ નથી પણ તું જ છે. તું જ મને સમજાવ આ પ્રેમ નથી તો શું છે? મનમાં, હ્રદયમાં, આંખોમાં ને શ્વાસોમાં જાણે અજાણે તું બસ વસ્યે જ જાય છે. અંતિમ ઈચ્છાઓનો ભાર હવે, ખાલી હ્રદય નહીં સહી શકે સાથ જો તારો મળી જાય તો જીવન, જીવ્યા જેવું થાય છે.  – જીગ્નેશ અધ્યારૂ


ખુશ રહો… 5

જીંદગી છે બહુ નાની તો પળ પળ માં ખુશ રહો… ઓફીસમાં ખુશ રહો, ઘર માં ખુશ રહો… આજે પનીરની સબ્જી નથી તો દાલ ફ્રાય માં ખુશ રહો… રોટી છે થોડી કાચી તો પાપડમાં ખુશ રહો… આજે દોસ્તો નો સાથ નથી તો ટી.વી. માં ખુશ રહો… કોઈ પ્યારુ નથી પાસે તો ફોન કરીને ખુશ રહો… આજે કોઈ નારાઝ છે તો તેના આ અંદાઝમાં ખુશ રહો… જેને જોઈ નથી શક્તા એના અવાજ માં ખુશ રહો… જેને મેળવી નથી શક્યા એની યાદમાં ખુશ રહો કોઈને છે ફરીયાદ, એની ફરીયાદમાં ખુશ રહો… ગઈકાલ તો જતી રહી, આજ ને કાલ માં ખુશ રહો ઊપરવાળો જે હાલમાં રાખે એ હાલમાં ખુશ રહો… સાથે જે છે એના સાથ માં ખુશ રહો, હાથ માં જેનો હાથ છે એના હાથ માં ખુશ રહો ભલે ઘણા હમસફર રસ્તે છોડી ગયા પણ તમારા પોતાના સંગાથ માં ખુશ રહો…


આંસુ કહે છે… – જીગ્નેશ અધ્યારૂ 3

કહે છે તમારી પાંપણની ધારે લટકી રહેલુ આંસુ કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? સુખમાં હતા સાથે તો દુઃખમાંય સાથે રહીશું, વહેંચી છે ખુશી તો સઘળા દુઃખ પણ સાથે સહીશું, કહે છે ખુશીના ખેપીયા, બેવફા ન થાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? હૈયાના આ હાલાતોનું ચીરહરણ અમે કરીશું, ને ખુશીના ખયાલોનું ભરણ પોઅણ અમે કરીશું, કહે છે અંતરના ઓરતા, આમ ન હારી જાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? વિશ્વાસનો વિષય છે, ભલે દુઃખનો સમય છે, ખુશી હો કે ગમ, આંસુઓની વિજય છે, વાચા તમારી લાગણીઓને આખરે દઈ જાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? – જીગ્નેશ અધ્યારૂ


સમજણ વિના રે સુખ નહીં – અખો 1

સમજણ વિના રે સુખ નહીં જંતને રે; વસ્તુગતિ કેમ કરી ઓળખય ? આપમાં વસે છે આપનો આતમા રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ.. રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે, અંધારું તો ઊગ્યા પૂંઠે જાય; રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે, થનાર હોય તે સહેજે થાય.. સમજણ.. જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે, ભોજન કહેતાં ન ભાંગે ભૂખ; પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે, એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ.. પારસમણિ વિના રે જે પથરા મળે રે, તેણે કાંઈ કાંચન લોહ ન થાય; સમજણ વિના રે જે સાધન કરે રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ.. દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે, એને લઈ રૂમાં જો અલપાય; એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે, રતી એક સાચે પ્રલય જ થાય. સમજણ.. જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે, એ તો વાણીરહિત છે રે વિચાર; જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે, કહે અખો ઊતર્યા પેલે પાર. સમજણ..  — અખો


આજની ખણખોદ…..પત્ની સ્પેશીયલ

આજની ખણખોદ શું તમે પરણેલા છો? તો આ કદાચ તમારા દુખાવા પર મલમ નું કામ કરે…. ૧. શું કોઈ તમારી પત્ની લઈ ગયું છે?….તેના પર વેર લેવાનો ઉતમ રસ્તો….તમારી પત્ની તેની પાસે જ રહેવાદો… ૨. લગ્ન પછી પતિ અને પત્ની એ સિક્કાની બે બાજુઓ છે…બંને એકબીજાને “ફેસ” કરી નથી શક્તા પણ છતાંય કાયમ સાથે રહે છે… ૩. લગ્ન કરી ને તમે બધીરીતે નફામાં જ છો…જો સારી પત્ની મળે તો તમે ખુશ થશો નહીંતો  ફીલોસોફર ….. ૪. સ્ત્રિઓ આપણને મહાન વસ્તુ કરવા પ્રેરીત કરે છે….અને તેને કરતા રોકે છે… ૫. મારા કડવા શબ્દોની સામે મારી પત્ની મને કડવા નિબંધ કહે છે. ૬. ઘણા લોકો મને મારા ૨૦ વર્ષ થી ટકેલા લગ્નજીવન નું કારણ પૂછે છે. અમે અઠવાડીયામાં ત્રણ દીવસ હોટલમાં જમીએ છીએ….હું અઠવાડીયાના પહેલા ત્રણ દીવસ અને એ  છેલ્લા ત્રણ.. ૭. હું અને મારી પત્ની વીસ વર્ષ ખુશ હતા….પછી અમારા લગ્ન થઈ ગયા… ૮. સારી પત્ની – એ જે પોતાની કરેલી ભૂલ માટે પોતના પતિને માફ કરે ૯. મારી પત્ની તો પરી છે….??….સાચે??….મારી પત્ની તો હજી જીવે છે… ૧૦. પત્ની પતિને….તમને મારામાં શું ગમ્યું?? મારી figure, nature or color?? પતિઃ તારી સેન્સ ઓફ હ્યુમર….  – જીગ્નેશ અધ્યારૂ…


વૈષ્ણવજન – નરસિંહ મહેતા

ગઈકાલે  , 30 January ગાંધીજીના નિર્વાણ દિને તેમના પ્રિય ભજન વૈષ્ણવજનને માણીએ…. વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહિ તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દરશન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે. ( મોહનદાસ કરમચંદ ગાંધી , મહાત્મા ગાંધી ના નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારત દેશના આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા ને આજે આપણે આ ભજન ના માધ્યમ થી શ્રધ્ધાંજલી આપીએ )


જળકમળ છાડી જાને – નરસિંહ મહેતા 1

(નરસિંહ મહેતાનો જન્મ આશરે ઈ.સ 1414માં સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરમાં થયો હતો. નરસૈયાએ આશરે 1200થી પણ વધારે પદોનું સર્જન કર્યું જેમાં શ્રીકૃષ્ણની ભક્તિને રજૂ કરતા આત્મકથાનક પુત્રીનું મારેરુ, હુંડી, સુદામા ચરિત્ર, પુત્ર વિવાહ જગપ્રસિદ્ધ છે. ઈ.સ 1480માં આ આદ્યકવિનું નિધન થયું.) જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે… કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ… નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ… રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો, તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો… મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો… લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ… શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ… ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો, ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો… બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો, સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો… નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે, મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે… બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને, અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને… થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો, નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…


મારા ઘટમાં

મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારૂ મનડું છે ગોકુળ વનરાવન મારા મનના આંગણીયામાં તુલસીના વન મારા પ્રાણજીવન …હે મારા ઘટ માં… મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો દીસે ગિરધારીરે ધરી મારૂ તનમન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મુરારી….હે મારા ઘટ માં… મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારૂ મોહી લીધુ મન….હે મારા ઘટ માં… હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું … હે મારા ઘટ માં… મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો હીરલો હાથ લાગ્યો … હે મારા ઘટ માં… આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે વારે વારે માનવદેહ ફરી ન મળે ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે મને મોહન મળે … હે મારા ઘટ માં… મારી અંત સમય કેરી સુણો રે અરજી લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી મને તેડાં રે યમ કેરાં કદી ન આવે મારો નાથ તેડાવે … હે મારા ઘટ માં… આ ગીત સાંભળવા અહીં ક્લિક કરો. (Real Audio Song)


સમૂહ લગ્નોત્સવની અનોખી કંકોત્રી….

એક સમૂહ લગ્નોત્સવની અનોખી કંકોત્રી…. આધુનીક યુગ આવી ગયો છે તો સુધારીએ, વિચારોના વમળમાં ફસાયો માનવી, ખૂંટ્યા વાડીયું માં પાણી, ઘટી રહી જંગલમાં ઝાડીઓ, સેંજળ વહેતી નદીઓ સૂકાણી, વધી જરુરીયાત વધ્યો બગાડ પાણીનો ધરતીપુત્ર ધ્રુજી ગયો કમ થઈ છે કમાણી, તો સજ્જનો આ બાબતનું ચિંતન કરીએ, સમૂહ માં શક્તિ સમાણી, વ્યસન છોડી પૈસા બચાવો એ આરોગ્યની વાત જાણી, નિરોગી સંતાનો જોઈ ભારતમાતા હરખાણી, શિક્ષણે સમ્રુધ્ધ કરીએ સંતાનોને, પરીશ્રમની કરીએ કમાણી, મહેનતના ફળ મીઠા એ વાત શાસ્ત્રોમાં થી જાણી, સભ્યતાથી રાખીએ વર્તન તો સુધરશે વર્તન અને વાણી, નિર્મળ રાખીએ તનને મન, નિર્મળ વાણી ને પાણી, આ વાત વિનંતી સાથે આપને કહેવાણી, વાત છે આપણા હિતની પણ માનવ સમાજની વાત સમાણી.


ધૂણી રે ધખાવી બેલી… 2

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી


મૈત્રી અને પ્રેમ 1

સતત બોલ્યા કરે તે મૈત્રી અને ચુપ રહે તે પ્રેમ, મિલન કરાવે તે મૈત્રી અને જુદા ઇ સતાવે તે પ્રેમ, મન મલકાવે મૈત્રી અને હ્ર્દય ધબકાવે તે પ્રેમ, હાથ પકડીને ચાલવુ તે મૈત્રી અને આંખોમાં નીરખ્યા કરવુ તે પ્રેમ, મિત્રોમાં વહેંચવાની લાગણી મૈત્રી, દિલમાં છુપાવવાની પ્રેમ, મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે પ્રેમ, છતાંય લોકો કેમ મૈત્રી છોડી કરે છે પ્રેમ…


શંભુ ચરણે પડી……

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા । મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ….દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી । ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ….દયા કરી દર્શન શિવ આપો નેતી નેતી જ્યાં વેદ કહે છે, મારૂ ચિતડું ત્યાં જવા ચહે છે । સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ….દયા કરી દર્શન શિવ આપો હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી । થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ….દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું । આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો …દયા કરી દર્શન શિવ આપો ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો । ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો….દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો


SMS શાયરી અને FUN 6

નહાવા વિષે કેટલીક શાયરીઓ….SMS Collection સુસ્તી ભરેલા શરીરને જગાડતા કેમ નથી? પથારી છોડી સામે આવતા કેમ નથી? હવે તો SMS પણ તમારા વાસ મારે છે… થોડી હિંમત કરી ને નહાતા કેમ નથી? ******* ક્યારેક હિંમત નું શસ્ત્ર ઉગામવુ જોઇએ ખરાબ સમયમાં પણ મહાલવું જોઇએ જ્યારે સાત દિવસે પણ ખુજલી ના મટે તો આઠમા દિવસે તો નહાવુ જોઇએ… ******** તું દૂર ભલે મજબૂર ભલે પણ યાદ તારી આવે છે, તું શ્વાસ ત્યાં જ્યારે લે છે, વાસ અહીં સુધી આવે છે… ****** દીલના દર્દને હોઠો પર લાવતા નથી આંખોથી આંસુ વહાવતા નથી જખ્મ ભલે ગમે તેટલા ઉંડા હોય અમે “ડેટોલ” સિવાય કાંઇ લગાવતા નથી…


ઘાયલ ના શેર… 3

મને તેથીજ મારી ઘેલછા પર વહાલ આવે છે, હતાશામાંય હરગીઝ એ હાથ ધસતી નથી હોતી ******** એ ધડી પણ એક વખત આવી લતી સુખની મારા હાથમાં ચાવી હતી કોઇની સમજાવી એ સમજી નહીં, આંખને એણે પણ સમજાવી હતી ********** તુટી પડે છે શ્વાસના તાલે જ માનવી આ દીલની ધડકનો છે સતત તૂટવાનું નામ, તેથીજ કીધો પ્રેમ અમે સાંભળ્યુ હતુ આ જીન્દગી છે કૈક કરી છૂટવાનું નામ ****  અને અંતે મારી ફેવરીટ… **** પછી મોકો નહીં મળે આવૉ જીવન મહીં “ધાયલ” કરીલે તું પણ વાર, ઉભો છું અદબ વાળી


મારી રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ 1

મલકાઇને તમે જ્યારે પણ હસો છે, મારા અંતર મનમાં તમે જ વસો છે, તમને શું ખબર વગર પીધે ચઢી જાય એવો તમે નશો છો… * * * * લજામણી નું ફૂલ છું, અડો ને સંકોચાઉં છું, બસ તમે જ મારી સામે જુઓ તો શરમાઉં છું, તમે મને જોઇ હસો છો કે, એ મારા હૈયાનો ભ્રમ છે?? હાસ્યને તમારા પ્રેમ સમજીને ભરમાઉ છું. * * * * * મને થાય છે કે હવે તો તને કહીજ દઉં કે મારી ઉદાસ રાતોનું કારણ મારા સઘળા પ્રેમનું તારણ અને મારા હૈયાનું બંધારણ તું જ છે.. જે સપનાઓમાં પોતાને એકલો જ જોતો હતો તેમાં તારો સાથ પૂરવા વાળી હાથોમાં મારા હાથ આપવા વાળી અને જીવનપથ પર સાથ આપવા વાળી તું જ છે… શું મળશે મંઝીલ માં જો સફર માં તું નથી જ્યાં સુધી તું છે, જીવવાની ચાહ છે, મિલનની મંઝીલ ને ભરોસાની રાહ છે, નહીં તો બધે સ્વાર્થનો દાહ છે. જ્યાં જુઓ ત્યાં બધે મતલબનો માર છે, જાણીતાઓના અજાણ્યા કાવતરાનો ભાર છે, સાથની છે ચાહ જીવનના અંતિમ શ્વાસ સુધી ચાહતની આશાજ જીવનનો આધાર છે.


મરીઝની રચનાઓ 12

અબ્બાસ વાસી એટલૅ કૅ “મરીઝ” સાહેબના કેટલાક શે’ર અત્રે પ્રસ્તુત છે. * એક પળ એના વિના ચાલતુ નહોતુ “મરીઝ” કોણ જાણે કેમ આખી જીંદગી ચાલી ગઇ… * મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’ હું પથારી પર રહું ને આખુ ઘર જાગ્યા કરે * દાવો છે અલગ દુનિયાની રીત થી એ અહીં ચુપ રહે છે જેનો અધિકાર હોય છે… * હું તને જોત તો દુનિયાને પછી જોતો નહીં, તું મને જોત તો જોતી થઇ જાત દુનિયા મને… * મિત્રો બધા ખુદા પરસ્ત મળ્યા છે “મરીઝ” સોંપે છે દુઃખ ના કાળ માં પરવરદીગારને * બહુ સુંદર નક્શીકામ છે જખ્મોનું હ્રદય ઉપર ઓ સંગાથી કલાકારૉ તમારુ કામ લાગે છે.. *