સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ધર્મ અધ્યાત્મ


હરિદ્વાર (ગંગા આરતી), ઋષિકેશ અને મસૂરી – 1 8

વડોદરાથી હરિદ્વાર જતાં રસ્તામાં ટ્રેન કોટા, રતલામ અને હઝરત નિઝામુદ્દિન સ્ટેશને લાંબા વિસામાં ખાતી, ધીમે ધીમે ચાલતી જ્યારે બપોરે ચાર વાગ્યે હરિદ્વાર પહોંચી ત્યારે અમે અમારી ધર્મશાળાની પાછળની તરફ આવેલ ઘાટ તરફ દોડ્યા, સામાનને રૂમમાં જેમ તેમ મૂક્યો, ટુવાલ, કપડાં વગેરે લઈ તરત ગંગા સ્નાન કરવા પહોંચ્યા. પાણીમાં પગ મૂક્યો તો જાણે બરફ પર પગ મૂક્યો. અને પાંચ મિનિટ પાણીમાં પગ બોળી પગથીયા પર બેસી રહ્યો તો પગ જાણે થીજી ગયા, પગ બહાર લઈ ઘાટની બહાર આવી ગયો, આ જોઈ બીજા બધાંય જે નહાવા આવી રહ્યા હતાં તે ખચકાયા. બાજુમાં બેસી ખેલ જોઈ રહેલા એક બહેન કહે, તમે આખે આખા એક વાર ઝબોળાઈ જશો પછી કાંઈ ઠંડુ નહીં લાગે. પછી જ અસલી મજા આવશે. મેં પાંચેક મિનિટ પછી માથાબુડ ડુબકી મારી અને ખરેખર મજા આવી, પણ પાણી બરફ જેવું ઠંડુ અને ખૂબ ઝડપથી વહેતુ હતું. ગંગામાં નહાવાનો આનંદ અનેરો છે, હર કી પેડી કે પૌડી પર નહાવા લાઈન લાગે છે પણ આ શાંત સ્વચ્છ અને ખાલી ઘાટ પર એકલા નહાવાનો આનંદ અનેરો હતો, ત્યાજ પાસે રાધા કૃષ્ણનું મંદિર છે ત્યાં થોડી વાર પૂજા કરી, અને પછી રૂમ માં પહોંચ્યો તો મારા એક સબંધીએ ચ્હા અને ગાંઠીયા મંગાવ્યા હતા, જલ્સા પર જલ્સા થઈ ગયા, જાણે ગુજરાતમાં મહુવામાં ચા ગાંઠીયા ખાતો હોઉં તેમ મજા આવી ગઈ. બીજા દિવસે હરિદ્વાર દર્શનના પ્રોગ્રામ માટે રીક્ષા ભાડે કરી, જમવા માટે ગુજરાતી થાળી ત્યાં ૩૦/- રૂપિયા માં મળતી હતી અને એ પણ ખૂબ સરસ, જમવાની પણ મજા આવી ગઈ. થાકને લીધે વાતો કરતા કરતા ક્યારે સૂઈ ગયા ખબર ન રહી. બીજે દિવસે સવારે ચા નાસ્તો પતાવી […]


કુપાત્રની પાસે – ગંગાસતી

કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે, સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ રે, પાત્રને જોઈને ઉપદેશ કરવો રે, સમજીને રહીએ આપણે ચુપ રે … કુપાત્રની પાસે —–> આ અર્પણ છે એ બધા ભારતીયોને જે તેમના નેતાઓને વોટ આપી, વિશ્વાસે તેમના લોકશાહીના સર્વોચ્ચ મંદિર એવા પાર્લામેન્ટ ભવનમાં મોકલે છે અને પછી તેમના વિશ્વાસના કટકા ક્યારેક રાજકારણીઓ પોતે કરે છે અને ક્યારેક આવા ત્રાસવાદીઓ જ્યારે દેશના અસ્તિત્વ પર હુમલો કરે છે ત્યારે કોઈપણ નિર્ણય લેવામાં વામણા પૂરવાર થાય છે.


માનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા

બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. ઓફિસની રજા હોઈ પૂજ્ય શ્રી મોરારીબાપુની માનસ નવરાત્રી અંતર્ગત ચાલતી રામકથામાં પહોંચી ગયો. મારા મહુવાના ઘરથી માંડ બે કિલોમીટર પર આ કથા ચાલે છે. એક સ્નેહી વડીલે મને પાસ આપ્યો, તેથી સ્ટેજથી ખૂબ જ નજીક બેસવા મળ્યું પણ આ માટે એક કલાક વહેલા જવુ પડ્યું. આ કથામાં ઘણુંય એવું જોવા મળે જે તમને “લાઈવ કવરેજ” નહીં બતાવી શકે, કારણકે એ તેની મર્યાદા છે. આસપાસના ઘણાંય ગામડાઓથી જાણે કોઈ ઉત્સવ ઉજવવા આવતા હોય તેવી હોંશ અને તૈયારીથી અને પૂજ્ય બાપુએ પહેલા દિવસે કહ્યું હતું તેમ “બાપનું ગામ છે” એટલે આવવું જ જોઈએ તેમ માની ટ્રેક્ટર, ગાડાં, છકડાં કે જે મળ્યું તે સાધનમાં અહીં પહોંચનારા લોકોનો તોટો નથી. આબાલ વૃધ્ધ સૌ અહીં જોવા મળે. નાસ્તાના ડબ્બા, પાણીની બોટલો અને સંતરા ની ચીરના આકારવાળી ચોકલેટ ગોળીઓ સાથે નાના બાળકો અને હાથમાં માળા, આસન અને મનમાં શ્રધ્ધા લઈ આવેલા યુવાનો અને વૃધ્ધો…..ઉત્સાહ અને આનંદનો કોઈ તોટો નથી. જાણે હોંશ છલકાઈ રહી છે. અને આટલી બધી વસ્તી છતાંય ક્યાંય અવ્યવસ્થા નહીં. બધુંય જાણે ગોઠવાયેલું. નવ વાગીને દસ મિનિટે બાપુ આવ્યા. એક ભાઈએ તેમને વંદન કર્યા, ગાંધી જયંતિ ને અનુલક્ષીને અને અત્યારના સમયમાં ગાંધીની રાજકારણીઓ માટેની ઉપયોગીતા પર માર્મિક કટાક્ષો કર્યા. શેખાદમ આબુવાલાનો આ શેર તેમણે ટાંક્યો કેઃ કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને અમસ્તો બની ગયો, ગાંધી તને ખબર છે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. પણ આ એક સત્તાલોલુપ વર્ગને બાદ કરતા સમગ્ર વિશ્વમાં એક એવો સમુદાય છે જે તેમના મૂલ્યો અને તેમના વિચારોને આદર આપે છે. તેમણે પૂજ્ય મોરારીબાપુ પણ ગાંધીજીને આદર અને ભાવથી […]


શ્રી રામ સ્તુતિ

બીજી ઓક્ટોબર ને ગાંધી જયંતિ એ એક રજા રહી ગઈ છે, કેટલીક ચેનલો માટે ગાંધીજીના ફિલ્મો બતાવવાનો અવસર અને કેટલાક રાજકારણીઓ માટે રાજઘાટ જઈ ફૂલ ચડાવી ગાંધીને યાદ કર્યાનો સંતોષ. પોરબંદરમાં મારો જન્મ થયો છે અને તે જ ગામના મારા ઘરથી બે કીલોમીટર દૂર આવેલા કીર્તીમંદિરના એ નાનકડા ઓરડામાં જન્મેલી વિભૂતિએ તો આખા જગતની, વિચારસરણીની અને ભારતવર્ષની સીકલ ફેરવી નાખી. બીજી ઓક્ટોબરે રોજીંદી નોકરી, ડ્યૂટી માં રજા હોવાથી મહુવામાં શ્રી મોરારીબાપુના રામકથા અંતર્ગત ચાલી રહેલ માનસ નવરાત્રીનો લાભ લીધો, કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત અને એ સત્સંગનો જ પ્રતાપ છે આજની આ પ્રાર્થના, જે હવે હું નથી ગાતો, મારું હૈયું ગાય છે….મારી આ એક દિવસની કથા શ્રવણની વિગતો અને ફોટોગ્રાફ્સ આવતીકાલે અહીં માણી શક્શો. આજે પ્રસ્તુત છે પ્રભુ શ્રી રામની આ પ્રાર્થના. લોકાભિરામરણરંગધરં રાજીવનંત્રં રઘુવંશનાથમ્ કારુણ્યરુપં કરુણા કરંતં શ્રી રામચન્દ્રં શરણં પ્રપદ્યે।। મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્યિમતાં વરિષ્ઠમ્ વાતાત્મજં વાનર યૂથમુખ્યં શ્રીરામદૃતં શરણં પ્રપદ્યે ।। રાજીવ નયન ધરેં ધનુ સાયક । ભગત બિપતિ ભંજન સુખદાયક ।। મંગલ ભવન અમંગલહારી । દ્રવઉસો દશરથ અજિર બિહારી । જનકસુતા જગજનનિ જાનકી । અતિસય પ્રિય કરુના નિધાનકી । તાકે જુગ પદ કમલ મનાવઉં । જાસુ કૃપાં નિરમલ મતિ પાવઉં ।। મહાબીર બિનવઉં હનુમાના । રામજાસુ જસ આપ બખાના ।। પ્રનવઉં પવનકુમાર ખલબન પાવક ગ્યાનઘન । જાસુ હૃદય આગાર બસહિં રામસર ચાપધર ।। કુદ ઇદુ સમદેહ ઉમારગ્મન કરુના અયન । જાહિ દીન પર નેહ કરઉ કૃપા મર્દન મયન ।।


માનસ નવરાત્રી @ મહુવા 11

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્‍થિતા નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપુ દ્વારા આજથી મહુવા ખાતે શરૂ થઈ રહેલી “માનસ નવરાત્રી” અનેક રીતે ખાસ છે. એક તો તે શ્રી બાપુના પોતાના વિસ્તારમાં હોવાના લીધે લોકોમાં અનન્ય ઉત્સાહ છે, વળી નવરાત્રી જેવા શક્તિપૂજાના પર્વે આ સુંદર આયોજન થયું છે તે ખૂબ આનંદ અને ભક્તિનો ઉત્સવ છે. આપ સૌને આ પ્રસંગે મહુવા આવવાનું હાર્દિક આમંત્રણ છે. શક્તિ અને તેના સ્વરૂપો વિષે માનસ નવરાત્રીમાં પૂજ્ય બાપુ ખૂબ સરસ વર્ણન કરશે અને તેમની યુગાન્ડાના કમ્પાલામાં માનસ કૃપાલા પછીની આ નવી શક્તિ ભક્તિ યાત્રા ખરેખર ખૂબ માણવાલાયક બની રહેશે…મહુવાના પેવિલીયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ કથામાં આપ સર્વેને આવવા, જોડાવા અને ઉજવણી કરવા હાર્દિક આમંત્રણ. નવરાત્રી એટલે ગુજરાત ની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. ‘જ્‍યાં જ્‍યાં વસે એક ગુજરાતી સદા કાળગુજરાત – આ કાવ્‍ય પંક્‍તિ ને અનુરૂપ જ્‍યાં જ્‍યાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેક પહોંચાડી છે. આ ઉત્‍સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે. અહીં મહુવામાં વડોદરાના ગરબા, મોડી રાતોના ઉજાગરા, પાસની વ્યવસ્થા અને પછી ગરબા રમવાનો (વડોદરાની ભાષામાં ગરબા ‘ગાવાનો’) અનન્ય આનંદ આ વખતે નહીં મળે પણ આ વખતે પૂજ્ય બાપુની માનસ નવરાત્રી તેની ખોટ મને નહીં સાલવા દે તેવી મને ખાત્રી છે. શક્તિપૂજા ના નવ દીવસોના આ નવરાત્રી પર્વ ની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ…..માં શક્તિ આપ સર્વેને મનોકામના પૂર્ણ કરવાનું બળ અર્પે […]


સૃષ્ટીના રચયિતા અને પહેલા એન્જીનીયર 6

પ્રભુ શ્રી વિશ્વકર્માને હિન્દુ માન્યતા મુજબ આ સૃષ્ટીના રચયિતા અને સ્થપતિ ગણવામાં આવે છે. દર વર્ષની સત્તરમી સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે ઉજવાય છે. મૂળ બંગાળ, ઓરીસ્સા અને ત્રિપુરા તથા ઉત્તરભારતના એકાદ બે રાજ્યોમાં ઉજવાતો આ ઉત્સવ બાંધકામ સાથે સંકળાયેલી સમગ્ર સંસ્થાઓએ ઉજવવાનું શરૂ કર્યું છે. છેલ્લા ચાર વર્ષથી હું પણ તેમાં શામેલ થઈ રહ્યો છું. આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરાય છે, બાંધકામ બંધ રાખી બધા તેમની પૂજા અર્ચના અને પોતાના વિભાગોની, કામગીરી વાળી જગ્યાની પૂજા કરે છે. મૂળ સાઈટ પર ઉજવાતો હોવાના લીધે આ ઉત્સવ સામાન્ય લોકોની જાણ બહાર મોટેભાગે રહે છે. પણ સિવિલ ઈન્ડસ્ટ્રી તેને ખૂબ ભક્તિભાવ પૂર્વક અને જોરશોરથી ઉજવે છે. વિશ્વકર્માને દૈવી સ્થપતિ માનવામાં આવે છે, તેનો ઉલ્લેખ ઋગ્વેદ અને સ્થપત્ય વેદ માં મળે છે. તેમને બાંધકામ, આયોજન અને અભિયંતા વિશ્વના સ્થાપક તરીકે માનવામાં અને પૂજવામાં આવે છે. કડીયાઓ, કારીગરો, વેલ્ડરો, ફીટરો, એન્જીનીયરો, તથા સમગ્ર બાંધકામ જગત તેમની પ્રોજેક્ટની સફળતા, સુરક્ષા અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સફળતામાટે તેમની પૂજા કરે છે, અને તેમની પ્રેરણા અને દોરવણી નીચે આખુંય કાર્ય ચાલે છે તેવી ભાવના સાથે તેમને પ્રોજેક્ટ અર્પણ કરે છે. દિવસભર તેમની પ્રતિમાની પૂજા કર્યા પછી, તેમને ફળ તથા વિવિધ ભોગ ધર્યા પછી દિવસને અંતે તેમની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. આ દિવસે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બધાંય ભેગા મળી ઉજાણી કરે છે અને વર્ષમાં એક જ દિવસ બંધ પાળતી આ સમગ્ર ઈન્ડસ્ટ્રી તે દિવસે ખરેખર સિવિલાઈઝડ થઈ મજા કરે છે, સાહેબ અને મજૂર ના ભેદ ભુલાવી બધા હળેમળે છે અને એક બીજાના પ્રોજેક્ટ વિશે માહીતીની આપ લે કરે છે.   અમારી સાઈટ પર આ વખતેય એવી જ ઉજાણી થઈ…….ખૂબ […]


श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ 6

ॐ श्रीपरमात्मने नमः ”’अथ पञ्चदशोऽध्यायः”’ श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥ શ્રી ભગવાન બોલ્યા; જેના મૂળ ઉર્ધ્વ છે (સંસાર વૃક્ષના મૂળ એવા પ્રભુ શ્રી વિષ્ણુ સર્વેથી ઉપર અને સર્વેશક્તિમાન છે તે) અને જેની શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે (બ્ર્હ્માજી ગૌલોકની નીચે તરફ બ્રહ્મલોકમાં છે, તે સર્વે સંસારની મુખ્ય શાખા છે)  એવા અવિનાશી સંસાર વૃક્ષ, જેના પત્તા વેદો છે, તેને જે પુરૂષ મૂળ થી સત્વ સુધી જાણે છે તે વેદના તાત્પર્યને જાણવા વાળો છે. अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः । अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥ આ સંસાર વૃક્ષની ગુણોના જળથી સિંચન પામી વિકસેલી, વિષય ભોગ રૂપી કુંપણો વાળી, દેવ મનુષ્ય તથા તીર્યક રૂપી શાખાઓ સર્વત્ર ફેલાયેલી છે, તથા મનુષ્યને કર્મ અનુસાર બાંધનારી મમતા, અહં અને વાસના રૂપી જડો પણ બધે વ્યાપ્ત છે. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा । अश्वत्थमेनं सुविरूढमूल- मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५- ३॥ આ સંસારનું સ્વરૂપ જેવુ જોવામાં સાંભળવામાં આવે છે તેવુ તત્વજ્ઞાન થયા પછી નથી જણાતુ કારણ કે તેની શરૂઆત કોઈને ખબર નથી અને તેનો અંત ક્યારે હશે તેની કોઈ માહીતી નથી. વાસ્તવમાં તે શણ ભંગૂર અને નાશવંત છે, એટલે વાસના, મમતા અને અહં જેવા દ્રઢ મૂળો વાળા આ સંસાર વૃક્ષને દ્રઢ વૈરાગ્ય જ કાપી શકે. ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः । तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥ તે પશ્ચાત પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેમની પાસે ગયા પછી કોઈ સંસાર રૂપી ચક્રમાં પાછુ આવતુ નથી તે આદિ પુરૂષ નારાયણ ની શરણ માં છું તેમ નિશ્વય કરી પરમેશ્વરનું ધ્યાન કરવું […]


સપ્ત શ્લોકી ગીતા

ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्‌ मामनुस्मरन यः प्रयाति त्यजन्‌ देहं स याति परमां गतिम्‌ ॥१॥ स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्‌ प्रहृष्यत्यनुरज्यते च । रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥२॥ सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम्‌ । सर्वतःश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥३॥ कविं पुराणमनुशासितार- मणोरणीयांसमनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमसः परस्तात्‌ ॥४॥ उर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्‌ । छन्दांसि यस्य पर्णान यस्तं वेद स वेदवित्‌ ॥५॥ सर्वस्य चाहं हृदि संनिविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च । वेदैश्च सर्वेरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्‌ ॥६॥ मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥७॥


મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઇ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ; અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ … મેરે તો દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ; રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ … મેરે તો અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ; મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ … મેરે તો


પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન 7

મનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે જ્યારે ‘હું’ ને ભૂલવાની વાત કરે છે ત્યારે પણ કેન્દ્રમાં તો એનો અહં જ હોય છે. અહં થી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે, ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, પણ મનુશ્ય અહંથી મુક્ત થઈ શક્તો નથી. અહં થી છુટકારો અશક્ય નહીં તો અતિ મુશ્કેલ છે. ભારતીય તત્વશાસ્ત્ર નો ઈતિહાસ તપાસીએ તો શ્રૃતર્ષિ, ઐતરેય, ઋગ્વેદના ઐતરેય આરણ્યકમાં કહે છે ‘પ્રજાનં બ્ર્હ્મં’ જાણકારી અને ગ્નાન એ જ બ્રહ્મ છે, બ્ર્હ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુધ્ધિને જ એમણે બ્ર્હ્મ માની. એ પછી શ્રૃતર્ષિ ઉદ્દાલક આરુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્વમસી’ – તું જ બ્ર્હ્મ છે’ એમ કહ્યું. આ બધુ સરળ અને સચોટ તત્વગ્નાન હતું. કારણકે બ્ર્હ્મને જ બ્ર્હ્મ કહેવુ એનાથી બીજી વાત કઈ હોઈ શકે? એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે? યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે? આ છે અહંની ભ્રમણા. આપણે આપણી સામે પરમેશ્વરનું એક સ્વરૂપ ઉભું કરીએ છીએ, એ પરમેશ્વર જેની વ્યાખ્યા આપણે જ કરી છે, પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા, પોષણ કરવા, અને સંહાર કરવા એક ઈશ્વરની એક વ્યક્તિ, પ્રતિકૃતિ તરીકે ગણના કરી છે. હકીકતમાં આપણે શક્તિ, ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. આપણું મન એ શક્તિનો અંશ છે પણ એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી. બૌધ્ધિકો ફક્ત બુધ્ધિની શક્તિને ઓળખે છે, વિગ્નાન અને વિગ્નાનીઓ એની સીમા છે, મનોવિગ્નાનીઓ મનની સીમાને થોડી જાણે […]


મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ 8

આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે.   ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો. તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા – સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ. આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના ‘મ’ નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે […]


અમરનાથ યાત્રા અને રાજકારણ

બપોરે ઘરનાં ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા જ્યારે એ સમાચાર સાંભળ્યા કે હવે કોંગ્રેસની સરકાર ને જમ્મુ કાશ્મીરમાં અમરનાથ શ્રાઈન બોર્ડ મુદ્દે પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીએ આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, અને છતાંય કોંગ્રેસ પોતાના વલણ પર અડગ છે, ત્યારે મને બે ઘડી થઈ ગયુ કે કદાચ સત્ય અને અસત્ય વચ્ચેની આ લડાઈમાં કોનો સાથ આપવો તે કોંગ્રેસે નક્કી કરી લીધું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ ને ગુલામ નબી આઝાદની સરકારે અમરનાથ યાત્રિઓની સુવિધા અને સગવડ વધારવાના હેતુસર ૩૯.૮૮ એકર જમીન આપવાની વાત કર્યા પછી ત્યાં મોટા સ્તર પર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ વિરોધ જમીન આપવા અને જંગલના વિનાશ વિરોધનો હતો કે યાત્રાધામને આપવા સામે હતો તે હજી મને સ્પષ્ટ નથી થયું. લખવા વાળાઓ તો આ વિશે ઘણું લખી શકે. મુદ્દઓને ઓપરેશન માટે શોધતી “કહેવાતી” ન્યૂઝ ચેનલ્સ આના પર ખૂબ લાંબા સમય સુધી ચર્ચા કરી શકે, પણ તમને કોઈ હલચલ દેખાઈ? હું ધર્મ નિરપેક્ષતાનો વિરોધ નથી કરતો, પણ જો તમે મુસ્લિમ સમાજને તેમની હજ યાત્રા માટે મદદ કરતા હોવ તો આ દેશમાં જેમની વસ્તી બહુમતીમાં છે તેવા હિન્દુઓને કોઈ મદદ કેમ નહીં? આ કદાચ સાંભળવામાં સારૂ ના લાગે પણ લઘુમતી….લઘુમતી અને આરક્ષણનો રાગ આલાપતી બધી સરકારો બહુમતી પ્રજા વિશે કાંઈ વિચારે છે કે નહીં તે વિષે મને શંકા થવા લાગી છે. આ જમીન આપવાનો વિરોધ મારા મતે ગેરવ્યાજબી હતો, જો આ જ પ્રકારનો વિરોધ કોઈ અન્ય ધર્મ વિરૂધ્ધ હિંદુઓ એ કર્યો હોત તો કહેવાતા ધર્મનિરપેક્ષ લોકો તલવાર લઈને લડી લેત, પણ કારણ કે તેઓ જો આ મુદ્દે હિંદુઓનો સાથ આપશે તો ધર્મ જનૂનીઓમાં ખપી જશે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, તેઓ કાંઇ બોલ્યા […]


બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૨) 26

કાલે મૂકેલી પોસ્ટ – બાપા સીતારામ ભાગ ૧ થી આગળ બાપા બજરંગદાસ અને બગદાણા એક બીજાના સમરૂપો થઈ ગયા છે. બગદાણા ગુરૂ આશ્રમ ઘણા લોકો માટે શ્રધ્ધા અને વિશ્વાસની જગ્યા છે. બાપા સીતારામ ની મઢૂલીઓ તમને સૌરાષ્ટ્રના દરેક ગલી નાકાઓ પર જોવા અચૂક મળશે. બાપા બજરંગદાસ નો જન્મ ઝાંઝરીયા હનુમાન ની જગ્યા માં થયો હતો.  શિવકુંવરબા અને હીરદાસજી તેમના માતા પિતા હતા. શિવકુંવરબા એ આશરે સો વર્ષો પહેલા બાપા બજરંગદાસને જન્મ આપ્યો. તેમને ૧૧ વર્ષની વય થી જ ખાખી જમાતમાં શામેલ થવાની લગની લાગી, અને તે ગુરૂ ની શોધમાં અયોધ્યા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ગુરૂ શ્રી સીતારામજી સાથે થઈ. ગુરૂજી એ તેમને પ્રભુ ભક્તિ માં ધ્યાન આપવા અને તપ કરવા કહ્યું. એક વાર જ્યારે બાપા ઊનાળા માં મુંબઈ માં હતા ત્યારે ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ખૂબ માણસ મેળા ને લીધે ભેગુ થયુ હતુ. ગુરૂજીએ બાપાને પાણી ની વ્યવસ્થા કરવાનું કહ્યું. બપાએ ત્યાં દરીયા કીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) બાપા એ કરેલા એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. કહે છે કે બાપા એ સાક્ષાત ગંગા ને ત્યાં પ્રગટ કરી. આ ઘટના પછી બાપાની સક્ષમતા વિષે અને તેમના એક મહાન સંત હ્રદય હોવા વિષે ગુરૂજીને કોઈ શંકા ના રહી. ત્યાર પછી શ્રી સીતારામજી એ બાપાને લોક ઊધ્ધાર અને સેવા ના કામ માટે ઝુકાવવા હાકલ કરી. ગુરૂજી એમનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બાપાને સમાજ ના લોકો, તેમના જીવન ધોરણ અને તેમની વિચારસરણી માટે કામ કરવા હાકલ કરી, અને બાપા ને સમાજ માં, ભારતના ગામડાઓમાં ફરવાની પરવાનગી આપી. ગુરૂજી ની […]


બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧)

બાપા સીતારામ…… હમણા બગદાણા જવાનું સૌભાગ્ય મળ્યુ. અચાનક જ મારા માતા પિતા અને સમગ્ર પરિવાર સાથે બગદાણા જવાનો પ્રોગ્રામ થઈ ગયો. મહુવા થી ફક્ત ૩૨ કી.મી. પર આવેલુ બગદાણા ગામ અને ત્યાંના સંત બાપા બજરંગ દાસ વિષે બહુ સાંભળ્યુ છે. પણ બગદાણા ધામ માં જવાનું સૌભાગ્ય હમણાં જ મળ્યુ. એટલે બહુ ઊત્સાહ હતો. મહુવા થી સરકારી બસ માં બેઠા. આમ તો છકડા અને જીપો પણ જાય છે. પણ અમે બસ માં બેઠા. પોણો કલાકે અમે બગદાણા પહોંચ્યા. રસ્તામાં ખેતરો અને હરીયાળી જોઈને મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયુ. અને બગદાણા પહોંચી ને તો જે આનંદ થયો છે કે ના પૂછો વાત. મંદિર માં પ્રવેશતા જ કાળ ભૈરવ ભગવાન ની મૂર્તિ છે. ત્યાં પગે લાગી ને અમે ગાદી મંદીર તરફ ગયા. બજરંગદાસ બાપા ના ચરણોના ફોટા ત્યાં છે, અને તેમનો વિશાળ ફોટો છે…ફોટા માં ય બાપા જાણે મલકતા હોય….ને જાણે કહેતા હોય કે “મારા વ્હાલા..આ તો મારા રામજી નું ધામ….આનંદ કરો…” બજરંગ દાસ બાપા બંડી પહેરતા, અને છોકરાવ સાથે એમને ખૂબ ગોઠતુ, બધા છોકરાઓ તેમની પાસે જઈને કહેતા બાપા સીતારામ અને બાપા તેમને બંડીના ખીસ્સા માં થી ચોકલેટ આપતા. લોકો અહીં માનતા પૂરી કરવા ચોકલેટ ની કોથળીઓ મૂકે છે અને પૂજારી બાપા એ ચોકલેટ ત્યાં દર્શન માટે આવતા નાના છોકરાઓને આપે છે અને બોલાવે છે સીતારામ… ત્યાંથી દર્શન કરી અને પ્રસાદ ધરી અમે બાપા ના સમાધિ મંદિર તરફ ગયા. સમાધિ મંદિર માં દર્શન અને પ્રદક્ષિણા કરી ને અમે બાપા જે વૃક્ષ નીચે બેસતા તે તરફ ગયા. ત્યાં ધ્યાન મંદિર છે અને ત્યાં એ ઝાડ ની ડાળીઓ માં એવો આકાર બને છે […]


જૈન ધર્મ અને નવકાર 4

જે વ્‍યક્તિ “જિન”નો અનુયાયી હોય તે “જૈન”. આ શબ્દ “જિ” ધાતુ પરથી બન્યો છે. “જિ” એટલે જીતવું. “જિન” એટલે જીતનાર. જેણે પોતાનું મન જીતી લીધું, પોતાની વાણી જીતી લીધી અને પોતાની કાયા જીતી લીધી તે વ્યક્તિ એટલે “જિન”. જૈન ધર્મ એટલે “જિન” ભગવાનનો ધર્મ જૈન ધર્મનો પરમ પવિત્ર અને અનાદિ મૂળમંત્ર છે- ણમો અરીહંતાણં ણમો સિદ્ધાણં ણમો આઈરીયાણં ણમો ઉવજ્ઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણં ********* અરિહંતો કો નમસ્કાર અરિહંતો કો નમસ્કાર , શ્રી સિધ્ધો કો નમસ્કાર, આચાર્યો કો નમસ્કાર, ઉપાધ્યાયો કો નમસ્કાર, જગમેં જિતને સાધુગુળ હૈં, મૈં સબકો વન્‍દૂ બાર-બાર. અંતરો ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમિત,પદમ, સુપાર્શ્વ જિન રાયા. ચંદ્ર, પુષ્પ, શીતલ, શ્રેયાસ, નમિ, વાસુપૂજ્ય પૂજિત સુર રાય. વિમળ-અનન્ત-ધર્મ જસ ઉજ્જ્વલ, શાંતી-કુન્થુ-અર મલ્લિ નાથ. મુનિસુબ્રત, નમિ, નેમિ, પાશ્ર્વ પ્રભુ, વર્દ્ધમાન પદ પુષ્પ ચઢાય. ચૌબીસોં કે ચરણ કમલ મેં, વંદન મેરા બાર-બાર . અરિહન્તો. ॥૧॥ જિસને રાગદ્રેષ કામાદિક, જીતે સબ જગ જાન લિયા. સબ જીવોં કો મોક્ષ માર્ગ કા, નિ:સ્પૃશ હો ઉપદેશ દિયા. બુદ્ધ-વીર જિન હરિ હર બ્રહ્મા, યા પૈગમ્બર હો અવતાર. સબકે ચરણ કમળ મે મેરા,વન્દન હોવે બાર-બાર. અરિહન્‍તો ॥૨॥ ******** જ્યારે મનુષ્ય પરમાત્માના સ્તર સુધી પહોંચી જાય ત્યારે તે તીર્થંકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો કિનારા-ઘાટને પણ “તીર્થ” કહેવાય છે. તેથી ધર્મ-તીર્થનું પ્રવચન કરનારને તીર્થંકર કહેવાય છે. જ્યારે અવતારને પરમાત્માનું જ પ્રતિરૂપ માનવામાં આવે છે જે સમયાંતરે જુદા જુદા સ્વરૂપે જન્મે છે. જૈન ધર્મ અનુસાર 24 તીર્થંકરો છે. પહેલા તીર્થંકર ઋષભનાથજી છે તો ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી છે. ઋષભનાથજીને “આદિનાથ”, પુષ્પદંતને “સુવિધિનાથ” અને મહાવીરને “મહાવીર”, “વીર”, “અતિવીર” અને “સન્મતિ” પણ કહેવાય છે. જૈન પરંપરામાં શલાકા-મહાપુરુષોની સંખ્યા 63 જેટલી માનવામાં […]


અર્વાચીન ત્રિકાળ સંધ્યા – પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી 11

માનવ બુધ્ધિશાળી પ્રાણી છે એમ આપણે કહીએ છીએ. પણ તે માત્ર બુધ્ધિશાળી જ નહિ, પરંતુ સાથે સાથે વિચારશીલ પણ છે. તેથી તેને વિચાર આવી શકે કે મારું જીવન કોણ ચલાવે છે ? આ શરીર કઈ શક્તિથી ચાલે છે? આ શરીર કેનું? કોઈ કહેશે કે આ શરીર મારુ છે. તો એને પૂછીએ કે, એમાંની કંઈ વાત તે નિર્માણ કરી? હાડકા તે બનાવ્યાં? લોહી તે નિર્માણ કર્યું? આંતરડા તે નિર્માણ કર્યાં? મગજ તે ચલાવ્યું? આ શરીરમાં તાંરુ કર્તવ્ય શું? આપણે અંતર્મુખ થઈને વિચારીશું તો લાગશે કે, શરીર પર આપણી પોતાની કહી શકાય એવી કોઈ સતા નથી. શરીર ઉપર બીજા કોઈની સતા ચાલે છે, બીજા કોઈનો હક્ક પહોંચે છે. જેના ઘરમાં આપણે રહીએ તે ઘરમાલિકને આપણે ભાડુ ચૂકવવું જોઈએ. તે નૈતિક ફરજ છે. તેવી જ રીતે આ શરીર જેનું છે અને જેની પાસેથી ‘ભાડે’ લીધું છે તેને આપણે ભાડુ ચૂકવીએ છીએ ખરા? આ ભાડું ચૂકવવું એટલે જ ચૈતન્ય શક્તિની, ભગવાનની કૃપાથી આપણને માનવ શરીર મળ્યું તે ભગવાનને કૃતજ્ઞતાથી યાદ કરવા. સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારે આપણને કોણ ઉઠાડે છે? કેવળ ઉઠાડતા નથી, જગાડે પણ છે. જગાડતાની સાથે સ્મૃતિ પણ આપે છે કે, તમે ફલાણાભાઈ, આ મારુ ઘર, પત્ની-બાળકો, કરવાના કામો, બેન્ક-બેલેન્સ વગેરે ઉંઘમાથી ઉઠ્યા પછી આ સ્મૃતિ ન થાય તો ? મોટો ગોટાળો થઈ જાય, લોકો આપણને ગાંડામાં ખપાવી દે. બપોરે જમું છું ત્યારે મારુ પાચનતંત્ર કોણ ચલાવે છે? ખોરાકનું લાલ લોહી કોણ બનાવે છે? જુદા જુદા પ્રકારના ખોરાક હોવા છતાં, પ્રત્યેક વ્યક્તિના લોહીનો રંગ માત્ર લાલ જ કેમ? તે કોણે કર્યું? મારુ લોહી લાલ છે તેમ, ઉસ્માનભાઈનું લોહી પણ લાલ જ છે, ખાધેલા […]


અખિલ બ્રહ્માંડમાં – નરસિંહ મહેતા 1

અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તુ, તેજમાં તત્વ તુ, શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે; મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું, જોઉં પટંતરો એ જ પાસે; ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.     – નરસિંહ મહેતા


સમજણ વિના રે સુખ નહીં – અખો 1

સમજણ વિના રે સુખ નહીં જંતને રે; વસ્તુગતિ કેમ કરી ઓળખય ? આપમાં વસે છે આપનો આતમા રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ.. રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે, અંધારું તો ઊગ્યા પૂંઠે જાય; રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે, થનાર હોય તે સહેજે થાય.. સમજણ.. જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે, ભોજન કહેતાં ન ભાંગે ભૂખ; પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે, એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ.. પારસમણિ વિના રે જે પથરા મળે રે, તેણે કાંઈ કાંચન લોહ ન થાય; સમજણ વિના રે જે સાધન કરે રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ.. દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે, એને લઈ રૂમાં જો અલપાય; એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે, રતી એક સાચે પ્રલય જ થાય. સમજણ.. જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે, એ તો વાણીરહિત છે રે વિચાર; જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે, કહે અખો ઊતર્યા પેલે પાર. સમજણ..  — અખો


ધૂણી રે ધખાવી બેલી… 2

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી