સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પ્રાર્થના, ગરબા અને ભજન


એક ઓંકાર ગુરૂબાની : પંજાબી પ્રાર્થના (ભાષાંતર સાથે) – જીગ્નેશ અધ્યારૂ 9

વર્ષો પહેલા દિલ્હીમાં રહેતો ત્યારે એક બે વખત આ ગુરબાની મેં ગુરુદ્વારા નાનકાના સાહિબ, દિલ્હીમાં સાંભળી હતી. પણ તેનો અર્થ ખબર ન હતો, પછી સમય સાથે તે ભૂલાતું ગયું પણ ફિલ્મ રંગ દે બસંતી મારફત ફરીથી તેની યાદો તાજી થઈ ગઈ, આજે પ્રસ્તુત છે આ ગુરબાની અને તેનું મેં મારી સમજ મુજબ કરેલ ગુજરાતી ભાષાંતર. એક ઓંકાર સતનામ કર્તા પૂરખ નિરભા-ઓ-નિરવૈર અકાલ મૂરત, અજૂની સૈભાન ગુર પરસાદ એ એક સાર્વત્રિક સર્જક પરમેશ્વર, તેનું નામ સત્ય છે, જન્મો માટે સર્જક, કોઇ ડર નહીં, નફરત નહીં, જન્મ મૃત્યુથી પર અમિટ જીવનની છાપ, સદભાવના સભર જીવન – ગુરુના પ્રસાદ રૂપ આશિર્વાદ છે. જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસૈ ભી સચ, સોચૈ સોચ ન હોવૈ, જે સોચે લખ વાર, મંત્ર અને સાધના, પ્રથમારંભે સત્ય, અનંત અંત સુધી સત્ય, સત્ય અહીં અને હમણા, સદા અને સર્વદા સત્ય, ગુરુ નાનક ચુપ્પઇ ચુપ ન હોવૈ જે લાય રહા લિવ તાર ચૂપ રહેવાથી મનની શાંતિ મળતી નહીં, હજારો અને લાખો વખત વિચારવાથી પણ શાંતિ મળતી નથી. ભૂખીયા ભૂખ ન ઉતરી, જય બન્ના પુરીઆ બહાર, સહસ સી આનપા લખ હોહી તા ઇક ના ચલૈ નાલ ભૂખ્યાઓની ભૂખ છૂપાતી નથી, ભલે તમે જગત શબ્દોરૂપી ભોજનોનો ખડકલો કરી દે… હજારો અને લાખો ચતુરાઇઓ ભલે હોય, પણ તેમાંથી એક પણ અંતમાં સાથે નહીં આવે. કિવ સાચી આરા હો ઇ ઐ કિવ કૂરહૈ ટૂટે પાલ તો તમે વિશ્વાસપાત્ર કઇ રીતે બની શકો? અને જે નાશવંત છે તેનું સાચું જ્ઞાન કઈ રીતે મેળવી શકો? હુકુમ રજા ઇ ચલના નાનક લિખી આ નાલ નાનક દેવે લખેલું છે કે તમે પ્રભુના હુકમનું પાલન કરો […]


હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે – અબ્રાહમ લિંકન 16

હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે; આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. અત્યાર સુધી એ પોતાનો રાજા હતો, આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો. પણ….હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુધ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે. આ જગતમાં વસવા માટે શ્રધ્ધા, પ્રેમ અને હિંમત જોઇએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે. એણે બધું શીખવું તો પડશે. હું જાણે છું કે દુનિયામાં બઘા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જ્નો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે. એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફત મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે. પુસ્તકોની અદભૂત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોઘવા એને થોડોક નિરાંતનો સમય આપજે. એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વઘારે પ્રતિષ્ઠા છે. ભલે બીજા બઘા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જ્ન સાથે સજ્જ્ન અને દુર્જન સામે અણમન રહેતાં શીખવજે. સૌનું ભલે […]


હ્રદયની પ્રાર્થના – રવિન્દ્રનાથ ટાગોર ( ગીતાંજલી માંથી ) 2

મારી તને આ પ્રાર્થના છે હે મારા પ્રભુ! મારા હ્રદયની પામરતાને જડમૂળથી ઘા કરીને ઉખેડી નાખ, મારા આનંદને તેમજ શોકને હું તદન સહેલાઈથી સહી શકું, એટલું બળ મને દે. શોક સહેવાનું જેને માટે શક્ય છે એને માટે પણ આ આનંદ સહેવાનું અઘરું છે, મારા નાથ, એટલે હું પ્રાર્થું છું કે આ આનંદને હું સહી શકું, એ બળ મને દે ! મારો પ્રેમ, મને કોઈ ને કોઈ સેવાના સફળ કાર્ય તરફ પ્રેરનાર બને, એવી શક્તિ મને આપ મને, હે નાથ! આ બળ આપ, કે હું કોઈ પણ ગરીબને કદી પણ તિરસ્કારું નહીં અને મોટા ચમરબંધી, ગર્વિષ્ઠ ઉધ્ધતને ચરણે મારું માથું નમાવું નહીં. નિત્યની નિર્માલ્ય વાતોને પણ, હું મારા મન માટેની ઉન્નતિનું એક સોપાન બનાવી શકું, એવી શક્તિ તું મને આપ ! અને છેવટે મને તું એ શક્તિ આપ સ્વામી ! કે મારું સામર્થ્ય, તારી ઈચ્છાને પ્રેમથી આધીન થવામાં, પોતાની શક્તિની પરાકાષ્ઠા જુઓ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર (ગીતાંજલી માંથી) શાંત તોમાર છંદ (સંકલિત રચનાઓ માંથી સાભાર)


ભજન કરે તે જીતે – શ્રી મકરન્દ દવે 8

વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે તુલસી દલથી તોલ કરો તો, બને પર્વત પરપોટો અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો આ ભારે હળવા હરિવરને મૂલવવા શી રીતે ! – રે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચખોટના ખાતાં પાડી એમાં તું નહીં ખાટે, સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછીતે? રે મનવા, ભજન કરે તે જીતે આવ, હવે તારા ગજ મૂકી, વજન મૂકીને, વરવા, નવલખ તારાં નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા ? ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા, ભજન કરે તે જીતે  – મકરન્દ દવે. ભજન અને દુન્યવી વેપારની સરખામણી તો શક્ય જ નથી, શ્રી મકરન્દ દવે અહીં કહે છે કે વજન કરે તે હારે અને ભજન કરે તે જીતે, જીવનનાં વેપારમાં કયા ત્રાજવા કાટલા વાપરીશ? કવિ પોતાના મનને સમજાવે છે કે પ્રભુ તુલસીદલની સામે હળવાફૂલ પરપોટા જેવા થઈ જાય છે તો સામે પર્વતથી પણ ભારે થઈ શકે છે. આ હળવા ભારે હરીને મૂલવવાની કોઈ રીત નથી એમ તેઓ મનને સમજાવે છે. જીવતર માટે માંડ એક ઘડી મળી છે, તો એમાં સાચ ખોટની, દુન્યવી સરખામણીઓ કરવાની છોડીને આનંદ સાગરની સહેલ માણવા તેઓ મનને સમજાવે છે. તેઓ મનને સમજાવતા કહે છે કે પ્રભુ માપવાનાં ગજ – ત્રાજવા મૂકી દે, નવલખ તારા નીચે બેસીને પ્રભુને કયા ત્રાજવે તોળીશ? ચૌદ ભુવનના સ્વામી પ્રભુ એક ચપટી ધૂળથી પણ જો સાચો પ્રેમ હોય તો, દોડતા આવે છે, આમ આ કાવ્યમાં કવિશ્રી મનને સાંસારીક વાતોમાંથી મુક્ત થઈ ભજનમાં મન લગાડવા કહે છે.


મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ 8

ઓગસ્ટ ૧૯૩૨માં થોમસ એ ડોર્સી (૧૮૯૯ – ૧૯૯૩) એ આ ગોસ્ફેલ ગીત ( ખ્રિસ્તિઓનું પ્રાર્થના ગીત) લખ્યું હતું. આ ગીતને અત્યાર સુધીના ગોસ્ફેલ ગીતોમાં સહુથી મહાન સર્જનોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વભરના લોકો તે ગાય છે, જાણે છે અને પ્રેમ કરે છે કારણ છે તેનો ઉંડો સંદેશ, શાંતિનો, આશાનો અને શ્રધ્ધાનો. યુવાન આફ્રીકન અમેરીકન પિયાનીસ્ટ વડે લખાયેલું આ ગીત માર્ટીન લ્યૂથર કીંગને ખૂબ ગમતું અને તેમનું અંતિમ વાક્ય પણ એ જ હતું કે આ ગીત તેમના મરણોપરાંત વગાડવામાં આવે અને તેમની એ ઈચ્છા મુજબ મહાલીયા જેક્સને એપ્રિલ ૧૯૬૮માં તેમની અંતિમ વિધિમાં આ ગીત ગાયું હતું. ૧૯૨૫માં ડોર્સી ના લગ્ન નેટલી હાર્પર સાથે થયા હતાં, લગ્નના એક વર્ષ પછી તેને નર્વસ બ્રેકડાઉન થયું અને તે બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ હતો. તેની પત્ની તેને મદદ કરવા કપડા ધોવાનું કાર્ય કરતી. તેની સાળીના કહેવાથી ડોર્સીએ ચર્ચમાં ગીતો ગાવાનું શરૂ કર્યુ અને ત્યાં તેને આધ્યાત્મિક આનંદ મળવા માંડ્યો. તેને આંતરીક શાંતિના અનુભવો થવા લાગ્યા હતાં. ૧૯૩૨માં તેણે શિકાગોના પિલગીમ બાપ્ટીસ્ટ ચર્ચના દિગ્દર્શક ગીતકાર તરીકેનું કામ સ્વીકાર્યું. એક ખૂબ મોટા મેળાવડામાં તેણે ગાવાનું હતું. તેની પત્ની ગર્ભવતી હતી. તેણે પત્નીના કપાળે ચુંબન કર્યું અને મેળાવડામાં ગાવા માટે જવા નીકળ્યો. ગીત હજી પૂરું જ થયું હતું ત્યારે તેને ખબર મળી કે તેની પત્નીનું પુત્રને જન્મ આપતા મૃત્યુ થયું છે. તે રડી પડ્યો, લોકોને લાગ્યું કે તે ખુશીના આંસુ છે… તે દોડતો ઘરે આવ્યો અને બાળકને ખોળામાં લઈ લીધો, ખુશી અને દુઃખ વચ્ચે તે ઝુલતો હતો. પણ તે રાત્રે તે બાળક પણ મરી ગયું. ડોર્સી ભાંગી પડ્યો, અને તે પછી જગતથી અલગ થઈ ગયો. […]


આદિત્ય હ્રદય 5

આદિત્ય હ્રદય સ્તોત્ર એ સૂર્ય ભગવાનની બધીજ ઉપાસના પ્રાર્થનાઓ અને સ્તોત્રોમાં સર્વથી વિલક્ષણ અને વૈદિક પધ્ધતિ દ્વારા રચાયેલ સૂર્ય પ્રાર્થના – મહાનત્તમ વંદના છે. રામાયણના રામ રાવણ વચ્ચેના યુધ્ધ વખતે અગત્સ્ય મુનિએ પ્રભુ શ્રી રામને આ સૂર્ય પ્રાર્થનાની શિક્ષા આપી હતી અને ત્યારબાદ પ્રભુ શ્રી રામે સૂર્યભગવાનની આરાધના કરી હતી. કહેવાય છે કે સારા નેત્રજીવન માટે અને હ્રદયરોગ કે અન્ય અસાધ્ય બીમારીઓથી બચવા માટે આ પ્રાર્થનાનો ઉપયોગ થાય છે. પરંતુ તેની સાચી પધ્ધતિ અનુસરવાથીજ તેના ફાયદા મેળવી શકાય છે. [youtube=http://www.youtube.com/watch?v=IsGJlyFcdQM] તતો યુધ્ધ પરિશ્રાન્તં સમરે ચિન્તયા સ્થિતમ, રાવણં ચાગ્રતો દષ્ટ્વા યુધ્ધાય સમુપસ્થિતમ. દૈવતૈશ્વ સમાગમ્ય દૃષ્ટુમ્ભ્યાગતો રણે, ઉપગમ્યાબ્રવીદ્રામમગસ્ત્યો ભગવાંસ્તદા રામ રામ મહાબાહો શ્રુણુ ગુહ્યં સનાતનમ યેન સર્વાનરીન વત્સ સમરે વિજયિષ્યસે આદિત્યહ્રદયં પુણ્યં સર્વશત્રુવિનાશનમ જયાવહં જપેન્નિત્યમક્ષયં પરમ શિવમ સર્વમંગલમાંગલ્યં સર્વપાપપ્રણાશનમ ચિંતાશોકપ્રશમનમાયુર્વર્ધનમુત્તમમ [youtube=http://in.youtube.com/watch?v=x5hm2iglCAY] રશ્મિમન્તં સમુધ્યન્તં દેવાસુરનમસ્કૃતમ પૂજ્યસ્વ વિવસ્વન્તં ભાસ્કરં ભુવનેશ્વરમ સર્વદેવાત્મકો હ્યેષ તેજસ્વિ રશ્મિભાવનઃ એષ દેવાસુરગણાંલ્લોકાન પાતુ ગભસ્થિભિઃ એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ શિવઃ સ્કન્દઃ પ્રજાપતિઃ મહેન્દ્રો ધનદઃ કાલો યમઃ સોમો હ્યપાંપતિઃ પિતરો વસવઃ સાધ્યા અશ્વિનૌ મરુતો મનુઃ વાયુર્વિહ્યિઃ પ્રજા પ્રાણ ઋતુકર્તા પ્રભાકરઃ આદિત્યઃ સવિતા સૂર્યઃ ખગઃ પૂષા ગભસ્તિમાન સુવર્ણસદ્દશો ભાનુઃ સ્વર્ણરેતા દિવાકરઃ હરિદૃશ્ચઃ સહસ્ત્રાર્ચિઃ સપ્તસપ્તિર્મરીચિમાન તિમિરોન્મથનઃ શમ્ભુસત્વષ્ટા માર્તણ્ડકોંડશુમાન હિરણ્યગર્ભઃ શિશિરસ્તપનો ભાસ્કરો રવિઃ અગ્નિગર્ભોદિતેઃ પુત્રઃ શંખઃ શિશિરનાશનઃ વ્યોમનાથસ્તમોભેદી ઋગ્યજુઃસામપારગઃ ઘનવૃષ્ટિરપાંમિત્રો વિન્ધ્યવીથિ પ્લવંગમઃ આતષી મંડલી મૃત્યુઃ પીંગલઃ સર્વતાપનઃ કવિર્વિશ્ચો મહાતેજા રક્તઃ સર્વભવોદ્ભવઃ નક્ષત્રગ્રહતારાણામધિપો વિશ્વભાવનઃ તેજસમાધિ તેજસ્વી દ્વાદશાત્મન્નમોડસ્તુ તે જ્યોતિર્ગણાનાં પતયે દિનાધિપતયે નમઃ જયાય જયભદ્રાય હર્યશ્વાય નમો નમઃ નમ ઉગ્રાય વીરાય સારંગાય નમો નમઃ નમઃ પદ્મપ્રબોધાય પ્રચણ્ડાય નમોસ્તુતે બ્રહ્મૈશાનાચ્યુતેશાય સૂરાયાદિત્યવર્ચસે ભાસ્વતે સર્વભક્ષાય રૌદ્રાય વપુષે નમઃ તમોધ્નાય હિમધ્નાય શત્રુધ્નાયામિતાત્મને, કૃતઘ્નઘ્નાય દેવાય જ્તોતિષાં પતયે નમઃ તપ્તચામિકરાભાય હરયે વિશ્વકર્મણે, નમસ્તમોભિતિધ્નાય રુચયે લોકસાક્ષિણે નાશયત્યેષ વૈ ભૂતં તદેવ સૃજતિ પ્રભુઃ પાપત્યેષ તપત્યેષ વર્ષત્યેષ ગભિસ્તિભિઃ […]


નમીએ તુજને વારંવાર – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ 4

પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારા ગાન; પરોઢિયે મંદિર મસ્જીદમાં, ધરતાં લોકો તારું ધ્યાન. તું ધરતીમાં, તું છે નભમાં, સાગર મહીં વસે છે તું; ચાંદા સૂરજમાંયે તું છે, ફૂલો મહીં હસે છે તું. હરતાં ફરતાં કે નીંદરમાં; રાતે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાયે; તું છે સૌનો રક્ષણહાર, દેવ, બનાવી દુનિયા છે તેં, તારો છે સૌને આધાર; તું છે સૌનો, સૌ તારા છે, નમીએ તુજને વારંવાર !  – ઝીણાભાઈ દેસાઈ ‘ સ્નેહરશ્મિ’


ન લેજે વિસામો – વેણીભાઈ પુરોહિત 3

થાકે ન થાકે છતાંય હો માનવી ! ન લે જે વિસામો ને ઝૂઝજે એકલ બાંયે હો માનવી ! ન લે જે વિસામો તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા તારે ઉધ્ધારવાનં જીવન દયામણાં હિંમત ન હારજે તું ક્યાંયે હો માનવી ! ન લે જે વિસામો જીવનને પંથ જાતાં તામ થાક લાગશે વધતી વિટંબણા સહેતા તું થાકશે સહતાં સંકટ એ બધાંયે હો માનવી ! ન લે જે વિસામો જાજે વટાવી તુજ આફતનો ટેકરો આગે આગે હશે વણખેડ્યાં ખેતરો ખંતે ખેડે એ બધુંય હો માનવી ! ન લે જે વિસામો ઝાંખા જગતમામ એકલો પ્રકાશજે આવે અંધાર તેને એકલો વિહારજે છોને આયખું હણાયે હો માનવી ! ન લે જે વિસામો લે જે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો તારી હૈયા વરખડીને છાંયે હો માનવી દેજે વિસામો ! ન લે જે વિસામો  – શ્રી વેણીભાઈ પુરોહિત દ્વારા રચિત (ગાંધીજીની પસંદગીની કવિતા – રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાંથી)


કુપાત્રની પાસે – ગંગાસતી

કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે, સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ રે, પાત્રને જોઈને ઉપદેશ કરવો રે, સમજીને રહીએ આપણે ચુપ રે … કુપાત્રની પાસે —–> આ અર્પણ છે એ બધા ભારતીયોને જે તેમના નેતાઓને વોટ આપી, વિશ્વાસે તેમના લોકશાહીના સર્વોચ્ચ મંદિર એવા પાર્લામેન્ટ ભવનમાં મોકલે છે અને પછી તેમના વિશ્વાસના કટકા ક્યારેક રાજકારણીઓ પોતે કરે છે અને ક્યારેક આવા ત્રાસવાદીઓ જ્યારે દેશના અસ્તિત્વ પર હુમલો કરે છે ત્યારે કોઈપણ નિર્ણય લેવામાં વામણા પૂરવાર થાય છે.


સાલ મુબારક = છેલ્લી યાચના (ઉમાશંકર જોશી)

આ છેલ્લી યાચના આપ પાસે, મારા ઉંડા છેક અંતસ્થલેથી છેદી નાખો ક્ષીણતા સર્વ મારી પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી ! સુખોને ય જીરવી જાણવાની શક્તિ દેજો દુઃખમાં એહવી કે દુઃખો મારાં શાંત મોંએ હસીને પોતે પોતાની જ પામે ઉપેક્ષા. શક્તિ દેજો ભક્તિની નાથ એવી જેણે મારા કર્મ સાફલ્ય પામે જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં, કંગાલોને જ્ઞાનહીણાં કરું ના, જાલીમોને પાય ઝૂકી પડું ના, ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી ! શક્તિ દેજો આપને પાય નામી પોતાને હું સ્થિર રાખું સદૈવ.  – ઉમાશંકર જોષી કવિ શ્રી ઉમાશંકર જોષી જેમ આ કવિતામાં પ્રભુ પાસે પોતાના હ્રદયના ઉંડાણમાં રહેલી ક્ષીણતાને અને નબળાઈઓને પૂરી તાકાતથી ખડગ ઝીંકીને દૂર કરવાની યાચના કરે છે. કવિ સુખોથી છકી ન જવાની અને દુઃખને હસતા મોંએ સહન કરવાની ક્ષમતા માંગે છે, કવિ પ્રભુ પાસે ભક્તિની શક્તિ માંગે છે, જેનાથી ઉમદા જીવનકાર્યો સિધ્ધ કરી શકાય અને જગતના લોકો પ્રત્યેનો પ્રેમ મહેકી ઉઠે. કોઈ જ્ઞાનથી વંચિત ન રહે તો બીજી તરફ જાલીમોથી ડરીને તેમને તાબે ન થવુ પડે અને જગતમાં ખુમારી પૂર્વક જીવી શકાય તેવું જીવન પ્રભુ આપણને આપે. દિવાળીના પર્વે આ જ પ્રાર્થના પ્રભુને. સર્વે વાચક મિત્રોને શુભ દિપાવલી અને નવા વર્ષે પ્રભુની કૃપાના પાત્ર બનો એ જ ઈચ્છા સાથે સાલ મુબારક !


ભેંસના પાપડ – પારંપારીક દાંડીયા @ મહુવા

વડોદરામાં ગરબા રમ્યા પછી, ખાસ કરીને માં શક્તિ, યુનાઈટેડ વે કે મહાકાળી ગરબા પછી મહુવામાં આ આખી નવરાત્રી કરવાની થઈ તો થયું કે આ વખતે તો કાંઈ મજા નહીં આવે. મહુવામાં ત્રણ ચાર વર્ષ ઉપર સુધી મુખ્યત્વે બે જગ્યાએ ગરબા થતાં, એક સ્ત્રિઓ માટે અને બીજા પુરૂષો માટે. બાકી ઘણી નાની ગરબીઓ પણ થતી, પરંતુ મુખ્યત્વે આ બે જગ્યાઓ હતી જ્યાં પુરુષો અને સ્ત્રિઓ એમ અલગ ગરબા થતાં. પણ ત્યાં ઝઘડા, આયોજનની તકલીફો વગેરે થતાં હવે ગરબા જાતિ પ્રમાણે થાય છે, કહો કે નાત પ્રમાણે, બ્રાહ્મણ, શ્રીમાંળી, વણિક એમ અલગ અલગ થાય છે. તમે ગમે તેમાં જઈ શકો પણ આવા ભાગલા અને ન્યાત ના ઝંડા નીચે થતા આવા ગરબા સ્વાભાવિક રીતે જ થોડોક ખચકાટ લાવે, ખાસ કરી વડોદરા જેવી જગ્યાએ ખરેખરા “ડેમોક્રેટીક” ગરબામાં મહાલ્યા પછી…..બધાના પોતપોતાના તથ્યો, ફાયદા ને ગેરફાયદા છે, એટલે એ વિષે ચર્ચા કરવી વિષયાંતર કરાવશે. પણ અચાનક એક દિવસ એક મિત્રે ફોન કર્યો, તારા બ્લોગ માટે સરસ સમાચાર છે. મહુવામાં લગભગ ૧૩૦ વર્ષોથી થતા ભેંસના પાપડ તરીકે ઓળખાતા ગરબા, મુખ્યત્વે રબારી અને ભરવાડો દ્વારા થતા આ ગરબા પહેલા મહુવાના લક્ષ્મી મંદિર પરીસરમાં થતા પણ પછી જગ્યાની અછતના લીધે હવે તે કાગબાપુ ચોકમાં થાય છે. પહેલા ઢોલને તાપણા પાસે મૂકી ચામડું તપાવાય છે, એકસાથે ચાર પાંચ ઢોલ તપતા હોય છે અને બીજા ત્રણ વાગતા હોય છે, સાથે પીતળની ગોરી (મોટા મોં વાળી પાણી ભરવાની માટલા જેવા આકારની રચના) અને ત્રાંસા પણ હોય છે. દાંડીને આના પર પીટવાથી જાણે ભેંસના પાપડ એમ સંભળાય છે આ પરથી એનું આવું નામ પડ્યું. સાથે મૂકેલા વિડીયોમાં પણ આ આછું સાંભળી શકાય છે. […]


ગાયત્રી ચાલીસા

દોહા હીમ, શ્રીં, ક્લીં, મેઘા, પ્રભા, જીવન જ્યોતિ પ્રચંડ. શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના, શક્તિ અખંડ. જગત જનની, મંગલ રરનિ, ગાયત્રી સુખધામ. પ્રણવો સાવિત્રી, સ્વધા, સ્વાહા પુરન કામ. ભૂર્ભુવ: સ્વ: ` યુત જનની ગાયત્રી નિત કલિમલ દહની. અક્ષર ચોબીસ પરમ પુનિતા ઈનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. શાશ્વત સતોગુણી સતરૂપા સત્ય સનાતન સુધા અનુપા હંસારૂઢ શ્વેતાંબર ધારી સ્વર્ણકાંતિ સુચિ ગગન બિહારી પુસ્તક પુષ્પ કમંડલ માલા શુભ્રવર્ણ તનુ નયન વિશાલા ધ્યાન ધરત પુલકિત હિય હોઈ સુખ ઉપજત દુ:ખ દુરમિત ખોઈ કામધેનું તુમ સુર તરૂ છાયા નિરાકારકી અદભુત માયા તુમ્હારી શરણ ગહૈ જો કોઈ તરૈ સકલ સંકટ સો સોઈ સરસ્વતી લક્ષ્મી તુમ કાલી દિપૈ તુમ્હારી જ્યોતિ નિરાલી તુમ્હારી મહિમા પાર ન પાવૈ જો શારદ સતમુખ ગુણ ગાવૈ ચાર વેદ કી માતુ પુનિતા તુમ બ્રહ્માણી ગૌરી સીતા મહામંત્રે જીતને જગ માહી કોઉ ગાયત્રી સમ નાહિ સુમરન હિય મે જ્ઞાન પ્રકાશે આલસ પાપ અવિદ્યા નાસૈ સૃષ્ટિ બીજ જગ જનની ભવાની કાલરાત્રિ વરદા કલ્યાણી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જે તે તુમસો પાવૈ સુરતા તેતે તુમ ભક્તન કી ભક્ત તુમ્હારે જનનિહિં પુત્ર પ્રાણ તે પ્યારે મહિમા અપરંપાર તુમ્હારી જય જય જય ત્રિપદા ભય હારી પુરિત સકલ મે જ્ઞાન વિજ્ઞાના તુમ સબ અધિક ન જગ મે આના તુમ્હી જાનિ કુછ રહિ ન શેષા તુમ્હી પાય કુછ રહિ ન કલેશા જાનત તુમ્હી તુમ્હી હૈ જાઈ પારસ પરસિ કુધાતુ સુહાઈ તુમ્હારી શક્તિ દપૈ સબ ઠાઈ માતા તુમ સબ ઠૌર સમાઈ ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ધનેરે સન ગતિવાન તુમ્હારી પ્રેરે સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા પાલક, પોષક, નાશક ત્રાતા માતેશ્વરી દયા વ્રત ધારી તુમ સન તરે પાતકી ભારી જાપાર કૃપા તુમ્હારી હોઈ […]


શ્રી રામ સ્તુતિ

બીજી ઓક્ટોબર ને ગાંધી જયંતિ એ એક રજા રહી ગઈ છે, કેટલીક ચેનલો માટે ગાંધીજીના ફિલ્મો બતાવવાનો અવસર અને કેટલાક રાજકારણીઓ માટે રાજઘાટ જઈ ફૂલ ચડાવી ગાંધીને યાદ કર્યાનો સંતોષ. પોરબંદરમાં મારો જન્મ થયો છે અને તે જ ગામના મારા ઘરથી બે કીલોમીટર દૂર આવેલા કીર્તીમંદિરના એ નાનકડા ઓરડામાં જન્મેલી વિભૂતિએ તો આખા જગતની, વિચારસરણીની અને ભારતવર્ષની સીકલ ફેરવી નાખી. બીજી ઓક્ટોબરે રોજીંદી નોકરી, ડ્યૂટી માં રજા હોવાથી મહુવામાં શ્રી મોરારીબાપુના રામકથા અંતર્ગત ચાલી રહેલ માનસ નવરાત્રીનો લાભ લીધો, કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત અને એ સત્સંગનો જ પ્રતાપ છે આજની આ પ્રાર્થના, જે હવે હું નથી ગાતો, મારું હૈયું ગાય છે….મારી આ એક દિવસની કથા શ્રવણની વિગતો અને ફોટોગ્રાફ્સ આવતીકાલે અહીં માણી શક્શો. આજે પ્રસ્તુત છે પ્રભુ શ્રી રામની આ પ્રાર્થના. લોકાભિરામરણરંગધરં રાજીવનંત્રં રઘુવંશનાથમ્ કારુણ્યરુપં કરુણા કરંતં શ્રી રામચન્દ્રં શરણં પ્રપદ્યે।। મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્યિમતાં વરિષ્ઠમ્ વાતાત્મજં વાનર યૂથમુખ્યં શ્રીરામદૃતં શરણં પ્રપદ્યે ।। રાજીવ નયન ધરેં ધનુ સાયક । ભગત બિપતિ ભંજન સુખદાયક ।। મંગલ ભવન અમંગલહારી । દ્રવઉસો દશરથ અજિર બિહારી । જનકસુતા જગજનનિ જાનકી । અતિસય પ્રિય કરુના નિધાનકી । તાકે જુગ પદ કમલ મનાવઉં । જાસુ કૃપાં નિરમલ મતિ પાવઉં ।। મહાબીર બિનવઉં હનુમાના । રામજાસુ જસ આપ બખાના ।। પ્રનવઉં પવનકુમાર ખલબન પાવક ગ્યાનઘન । જાસુ હૃદય આગાર બસહિં રામસર ચાપધર ।। કુદ ઇદુ સમદેહ ઉમારગ્મન કરુના અયન । જાહિ દીન પર નેહ કરઉ કૃપા મર્દન મયન ।।


એક ડોક્ટરની પ્રાર્થના 8

હે પ્રભુ ! આ વિધિની વિડંબના જ છે કે મારી આજીવિકા અન્ય લોકોના દુઃખ અને તકલીફ પર આધાર રાખે છે. પણ એ તારી કૃપા જ છે કે તેં મને તેમના દુઃખ દૂર કરવાને લાયક ગણ્યો, મને તેં એવી કાબેલીયત આપી કે તકલીફમાં પીડાતા લોકોની પીડા હું મારી અલ્પબુધ્ધિથી શમાવી શકું. મારી શક્તિ મુજબ હું તેમને મદદરૂપ થઈ શકું, આ માટે હું સદાય તમારો આભારી રહીશ આમ તો આ સઘળું તમારૂં જ કર્યું છે, તમે જ દુઃખ આપો છો અને તમે જ શાતા આપો છો, તમે જ મને માધ્યમ બનાવો છો કે જેથી હું આ લોકોની તકલીફો ઓછી કરી શકું. મને આ પ્રકારે પ્રેરણા આપવા બદલ પણ તમારો આભાર… ( From a wallpaper @ Dr. Rajendra P Padiya Clinic @ Mahuva )


श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ 6

ॐ श्रीपरमात्मने नमः ”’अथ पञ्चदशोऽध्यायः”’ श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥ શ્રી ભગવાન બોલ્યા; જેના મૂળ ઉર્ધ્વ છે (સંસાર વૃક્ષના મૂળ એવા પ્રભુ શ્રી વિષ્ણુ સર્વેથી ઉપર અને સર્વેશક્તિમાન છે તે) અને જેની શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે (બ્ર્હ્માજી ગૌલોકની નીચે તરફ બ્રહ્મલોકમાં છે, તે સર્વે સંસારની મુખ્ય શાખા છે)  એવા અવિનાશી સંસાર વૃક્ષ, જેના પત્તા વેદો છે, તેને જે પુરૂષ મૂળ થી સત્વ સુધી જાણે છે તે વેદના તાત્પર્યને જાણવા વાળો છે. अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः । अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥ આ સંસાર વૃક્ષની ગુણોના જળથી સિંચન પામી વિકસેલી, વિષય ભોગ રૂપી કુંપણો વાળી, દેવ મનુષ્ય તથા તીર્યક રૂપી શાખાઓ સર્વત્ર ફેલાયેલી છે, તથા મનુષ્યને કર્મ અનુસાર બાંધનારી મમતા, અહં અને વાસના રૂપી જડો પણ બધે વ્યાપ્ત છે. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा । अश्वत्थमेनं सुविरूढमूल- मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५- ३॥ આ સંસારનું સ્વરૂપ જેવુ જોવામાં સાંભળવામાં આવે છે તેવુ તત્વજ્ઞાન થયા પછી નથી જણાતુ કારણ કે તેની શરૂઆત કોઈને ખબર નથી અને તેનો અંત ક્યારે હશે તેની કોઈ માહીતી નથી. વાસ્તવમાં તે શણ ભંગૂર અને નાશવંત છે, એટલે વાસના, મમતા અને અહં જેવા દ્રઢ મૂળો વાળા આ સંસાર વૃક્ષને દ્રઢ વૈરાગ્ય જ કાપી શકે. ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः । तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥ તે પશ્ચાત પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેમની પાસે ગયા પછી કોઈ સંસાર રૂપી ચક્રમાં પાછુ આવતુ નથી તે આદિ પુરૂષ નારાયણ ની શરણ માં છું તેમ નિશ્વય કરી પરમેશ્વરનું ધ્યાન કરવું […]


જ્યારે મેં પ્રભુ પાસે માંગ્યું – સ્વામી વિવેકાનંદ 16

જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી જ્યારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા જ્યારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી તેણે મને અન્ય દુઃખી લોકો બતાવ્યા પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા પ્રભુ પાસે જ્યારે મેં આશિર્વાદ માંગ્યા તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું. પ્રભુ એ મને જે જોઈતું હતું એ કાંઈ ન આપ્યું તેણે મને એ બધુંય આપ્યું જેની મને જરૂર હતી. – સ્વામી વિવેકાનંદ


આજની ઘડી રળિયામણી – નરસિંહ મહેતા 4

નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિથી કોણ અજાણ્યું હશે? ભણે નરસૈયો જેનું દરશન કરતા…….તો ગુજરાતના ધરેઘરમાં પ્રખ્યાત છે. આજે પ્રસ્તુત છે એવી જ એક ભક્તિસભર પ્રાર્થના મારે આજની ઘડી રે રળિયામણી….વહાલા એવા શ્રી કૃષ્ણના આવ્યાની વધામણી આપતું આ ગીત તેમની કૃષ્ણ પ્રત્યેની લાગણી ખૂબ સરસ રીતે દર્શાવી જાય છે. હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે. હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે. હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા, મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે. હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે. હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે. હા જી રે તન, મન, ધન, ઓવારિયે, મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે. જી રે રસ વધ્યો છે અતિ મીઠડો, મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.


જૈન ધર્મ અને નવકાર 4

જે વ્‍યક્તિ “જિન”નો અનુયાયી હોય તે “જૈન”. આ શબ્દ “જિ” ધાતુ પરથી બન્યો છે. “જિ” એટલે જીતવું. “જિન” એટલે જીતનાર. જેણે પોતાનું મન જીતી લીધું, પોતાની વાણી જીતી લીધી અને પોતાની કાયા જીતી લીધી તે વ્યક્તિ એટલે “જિન”. જૈન ધર્મ એટલે “જિન” ભગવાનનો ધર્મ જૈન ધર્મનો પરમ પવિત્ર અને અનાદિ મૂળમંત્ર છે- ણમો અરીહંતાણં ણમો સિદ્ધાણં ણમો આઈરીયાણં ણમો ઉવજ્ઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણં ********* અરિહંતો કો નમસ્કાર અરિહંતો કો નમસ્કાર , શ્રી સિધ્ધો કો નમસ્કાર, આચાર્યો કો નમસ્કાર, ઉપાધ્યાયો કો નમસ્કાર, જગમેં જિતને સાધુગુળ હૈં, મૈં સબકો વન્‍દૂ બાર-બાર. અંતરો ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમિત,પદમ, સુપાર્શ્વ જિન રાયા. ચંદ્ર, પુષ્પ, શીતલ, શ્રેયાસ, નમિ, વાસુપૂજ્ય પૂજિત સુર રાય. વિમળ-અનન્ત-ધર્મ જસ ઉજ્જ્વલ, શાંતી-કુન્થુ-અર મલ્લિ નાથ. મુનિસુબ્રત, નમિ, નેમિ, પાશ્ર્વ પ્રભુ, વર્દ્ધમાન પદ પુષ્પ ચઢાય. ચૌબીસોં કે ચરણ કમલ મેં, વંદન મેરા બાર-બાર . અરિહન્તો. ॥૧॥ જિસને રાગદ્રેષ કામાદિક, જીતે સબ જગ જાન લિયા. સબ જીવોં કો મોક્ષ માર્ગ કા, નિ:સ્પૃશ હો ઉપદેશ દિયા. બુદ્ધ-વીર જિન હરિ હર બ્રહ્મા, યા પૈગમ્બર હો અવતાર. સબકે ચરણ કમળ મે મેરા,વન્દન હોવે બાર-બાર. અરિહન્‍તો ॥૨॥ ******** જ્યારે મનુષ્ય પરમાત્માના સ્તર સુધી પહોંચી જાય ત્યારે તે તીર્થંકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો કિનારા-ઘાટને પણ “તીર્થ” કહેવાય છે. તેથી ધર્મ-તીર્થનું પ્રવચન કરનારને તીર્થંકર કહેવાય છે. જ્યારે અવતારને પરમાત્માનું જ પ્રતિરૂપ માનવામાં આવે છે જે સમયાંતરે જુદા જુદા સ્વરૂપે જન્મે છે. જૈન ધર્મ અનુસાર 24 તીર્થંકરો છે. પહેલા તીર્થંકર ઋષભનાથજી છે તો ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી છે. ઋષભનાથજીને “આદિનાથ”, પુષ્પદંતને “સુવિધિનાથ” અને મહાવીરને “મહાવીર”, “વીર”, “અતિવીર” અને “સન્મતિ” પણ કહેવાય છે. જૈન પરંપરામાં શલાકા-મહાપુરુષોની સંખ્યા 63 જેટલી માનવામાં […]


દુર્ગા સપ્તશતિ (શક્રાદય સ્તુતિ) 12

दुर्गा सप्तशति ( शक्रादय स्तुति )  अथ चतुर्थोऽध्यायः .. ऋषिरुवाच .. १.. शक्रादयः सुरगणा निहतेऽतिवीर्ये तस्मिन्दुरात्मनि सुरारिबले च देव्या . तां तुष्टुवुः प्रणतिनम्रशिरोधरांसा वाग्भिः प्रहर्षपुलकोद्गमचारुदेहाः .. २.. देव्या यया ततमिदं जगदात्मशक्त्या निश्शेषदेवगणशक्तिसमूहमूत्यार् . तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नताः स्म विदधातु शुभानि सा नः .. ३.. यस्याः प्रभावमतुलं भगवाननन्तो ब्रह्मा हरश्च न हि वक्तुमलं बलं च . सा चण्डिकाखिलजगत्परिपालनाय नाशाय चाशुभभयस्य मतिं करोतु .. ४.. या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः . श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् .. ५..किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चातिवीर्यमसुरक्षयकारि भूरि . किं चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु .. ६.. हेतुः समस्तजगतां त्रिगुणापि दोषै- र्न ज्ञायसे हरिहरादिभिरप्यपारा . सर्वाश्रयाखिलमिदं जगदंशभूत- मव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या .. ७.. यस्याः समस्तसुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवि . स्वाहासि वै पितृगणस्य च तृप्तिहेतु- रुच्चार्यसे त्वमत एव जनैः स्वधा च .. ८.. या मुक्तिहेतुरविचन्त्यमहाव्रता त्वं अभ्यस्यसे सुनियतेन्द्रियतत्त्वसारैः . मोक्षार्थिभिर्मुनिभिरस्तसमस्तदोषै- र्विद्यासि सा भगवती परमा हि देवि .. ९.. शब्दात्मिका सुविमलग्यर्जुषां निधान- मुद्गीथरम्यपदपाठवतां च साम्नाम् . देवी त्रयी भगवती भवभावनाय वात्तार् च सर्वजगतां परमात्तिर् हन्त्री .. १०.. मेधासि देवि विदिताखिलशास्त्रसारा दुर्गासि दुर्गभवसागरनौरसङ्गा . श्रीः कैटभारिहृदयैककृताधिवासा गौरी त्वमेव शशिमौलिकृतप्रतिष्ठा .. ११.. ईषत्सहासममलं परिपूर्णचन्द्र- बिम्बानुकारि कनकोत्तमकान्तिकान्तम् . अत्यद्भुतं प्रहृतमात्तरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण .. १२.. दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराल- मुद्यच्छशाङ्कसदृशच्छवि यन्न सद्यः . प्राणान्मुमोच महिषस्तदतीव चित्रं कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन .. १३.. देवि प्रसीद परमा भवती भवाय सद्यो विनाशयसि कोपवती कुलानि . विज्ञातमेतदधुनैव यदस्तमेत- न्नीतं बलं सुविपुलं महिषासुरस्य .. १४.. ते सम्मता जनपदेषु धनानि तेषां तेषां यशांसि न च सीदति धर्मवर्गः . धन्यास्त एव निभृतात्मजभृत्यदारा येषां सदाभ्युदयदा […]


પાયોજી મેને – મીરાં બાઇ 1

(  ભારતીય ભક્તિ સંગીતમાં મીરા નુ મહત્વ અનોખુ છે, તેના ગીતો લોક્જીભે રમે છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ’, જેવા ભક્તિગીતો તેની શ્રીક્રુષ્ણ ભક્તિના અદમ્ય ઉદાહરણ છે. અત્રે મારુ મનગમતુ ગીત મૂકતા ખૂબજ આનંદ થાય છે.) પાયોજી મેને રામ-રતન ધન પાયો વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ, કિરપા કર અપનાયો … પાયોજી મેને જનમ જનમકી પુંજી પાઇ, જગમેં સભી ખોવાયો … પાયોજી મેને ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે, દિન દિન બઢત સવાયો … પાયોજી મેને સતકી નાવ, ખેવટિયા સતગુરૂ, ભવ-સાગર તર આયો … પાયોજી મેને મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાયો … પાયોજી મેને – મીરા


ઝુલણ મોરલી વાગી

ઝુલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. -મોરલી….. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. -મોરલી….. માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર, કિનખાબી સુરવાળ રે. -મોરલી….. પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર, ચાલે ચટકતી ચાલ્ય રે. -મોરલી…. ઝુલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર. – – લોકગીત


વૈષ્ણવજન – નરસિંહ મહેતા

ગઈકાલે  , 30 January ગાંધીજીના નિર્વાણ દિને તેમના પ્રિય ભજન વૈષ્ણવજનને માણીએ…. વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહિ તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દરશન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે. ( મોહનદાસ કરમચંદ ગાંધી , મહાત્મા ગાંધી ના નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારત દેશના આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા ને આજે આપણે આ ભજન ના માધ્યમ થી શ્રધ્ધાંજલી આપીએ )


જળકમળ છાડી જાને – નરસિંહ મહેતા 1

(નરસિંહ મહેતાનો જન્મ આશરે ઈ.સ 1414માં સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરમાં થયો હતો. નરસૈયાએ આશરે 1200થી પણ વધારે પદોનું સર્જન કર્યું જેમાં શ્રીકૃષ્ણની ભક્તિને રજૂ કરતા આત્મકથાનક પુત્રીનું મારેરુ, હુંડી, સુદામા ચરિત્ર, પુત્ર વિવાહ જગપ્રસિદ્ધ છે. ઈ.સ 1480માં આ આદ્યકવિનું નિધન થયું.) જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે… કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ… નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ… રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો, તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો… મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો… લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ… શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ… ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો, ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો… બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો, સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો… નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે, મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે… બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને, અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને… થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો, નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…


મારા ઘટમાં

મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારૂ મનડું છે ગોકુળ વનરાવન મારા મનના આંગણીયામાં તુલસીના વન મારા પ્રાણજીવન …હે મારા ઘટ માં… મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો દીસે ગિરધારીરે ધરી મારૂ તનમન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મુરારી….હે મારા ઘટ માં… મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારૂ મોહી લીધુ મન….હે મારા ઘટ માં… હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું … હે મારા ઘટ માં… મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો હીરલો હાથ લાગ્યો … હે મારા ઘટ માં… આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે વારે વારે માનવદેહ ફરી ન મળે ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે મને મોહન મળે … હે મારા ઘટ માં… મારી અંત સમય કેરી સુણો રે અરજી લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી મને તેડાં રે યમ કેરાં કદી ન આવે મારો નાથ તેડાવે … હે મારા ઘટ માં… આ ગીત સાંભળવા અહીં ક્લિક કરો. (Real Audio Song)


શંભુ ચરણે પડી……

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા । મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ….દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી । ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ….દયા કરી દર્શન શિવ આપો નેતી નેતી જ્યાં વેદ કહે છે, મારૂ ચિતડું ત્યાં જવા ચહે છે । સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ….દયા કરી દર્શન શિવ આપો હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી । થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ….દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું । આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો …દયા કરી દર્શન શિવ આપો ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો । ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો….દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો


ગણૅશ વંદના….

પરથમ પહૅલા સમરીયૅ રૅ…સ્વામી તમનૅ સુંઢાળા… રિરધ્ધી સિસધ્ધી ના દાતાર છૉ દેવતા, મહૅર કરૉનૅ મહારાજ રૅ…(૨) માતા તમારી પારવતી રૅ…સ્વામી તમનૅ સુંઢાળા… િપતા શંકર દૅવ દૅવના…મહૅર કરૉનૅ મહારાજ રૅ…(૨)


પ્રેમ એટલે કે . . .- મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે . . . . પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે. પ્રેમ એટલે કે, સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો, કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો પ્રેમ એટલે કે… -મુકુલ ચોક્સી