એક જ મોટા હૉલમાં પડદા કરી લેડીઝ-જેન્ટ્સના અલગ રોકાણની સગવડ કરી હતી પણ લેડીઝના વિભાગમાં લાઇટ ન હતી. થાક એવો હતો કે લાઈટ-પાવરની પરવા કર્યા વગર બધાં આડા પડ્યા.
મસાઈમારા પહોંચવાની ઉત્સુકતાને કારણે સવાર જરા વહેલી પડી ગઈ. રસ્તામાં ઘણા બધાં વાઈલ્ડ બીસ્ટ જોયા. વાયરલેસ પર સંદેશો આવ્યો કે એક જગ્યાએ સિંહણ અને બે બચ્ચા બેઠા છે.
મનોમન તારી સાથે દિવસભર વાતો કર્યા કરું ને તને મળું ત્યારે મૌન મને વીંટળાઈ વળે છે. મારા મૌનને પાર કરીને તું મારા સુધી પહોંચી જાય છે ને મને તારી હુંફના મજબુત આલિંગનમાં લઈ લે
આદિ શક્તિની પાણી સાથે સરખામણી શા માટે? જળ અથાગ છે અને વળી સૌથી વધુ જરૂરી તત્વ પણ. જળરાશીનો વિસ્તાર અસીમ છે અને એ જ રીતે જીવન પ્રકિયા પણ સતત અવિરત વિસ્તરતી જાય છે.
જગદંબાના તેજસ્વી લલાટ પરથી જરા જેટલું કંકુ ખરે ને એમાંથી પ્રાદુર્ભાવ થાય સૂર્યનો. સૂર્ય એટલે તેજપુંજ. જે શક્તિના ભાલેથી ખરેલ ચપટીક કંકુ થકી નિર્માણ થયું હોય તે સૂર્ય જ જો આટલો ઓજસ્વી હોય તો સ્વયં એ શક્તિનો પ્રકાશ કેટલો હોય?
એક વાતે હું ગર્વ લઈ શકું કે મારા અસ્તિત્વ વિશે અને એને દૂર કરવાના ઉપાય વિશે લોકો હજુ પણ ડોકટરો, ડાયેટીશીયનો કે પછી જીમ સુપરવાઈઝર્સ પર વિશ્વાસ કરે છે. પણ હજુ સુધી કોઈ બાબા કે તાંત્રિકે એવી જાહેરાતો નથી કરી કે ‘વર્ષો જૂની ફાંદથી છુટકારો મેળવો. પંદર દિવસમાં ઉકેલ નહિ તો પૈસા પરત.’
એવી ભયાનક દુનિયા રજૂ થઈ છે જે અપૂર્ણ છે. બધા જ પાત્રો શોધમાં છે જે એમને પૂર્ણતા આપે. બૉલીવુડે આ ફિલ્મની 'સંઘર્ષ' થી 'મર્દાની-2' સુધીની નબળી નકલો બનાવી.
ચિત્તો હરણના બચ્ચાને મારી, તેને લઇ ઝાડ ઉપર ચઢી ગયો. ચિત્તો પછી મરેલા બચ્ચાને લઈને નીચે ઉતારવા કોશિશ કરતો હતો પણ હરણના શીંગડા વચ્ચે આવતા હતાં. બહુ મહેનતના અંતે હરણને નીચે ફેકી પાછળ તેણે કુદકો માર્યો અને બચ્ચાને ખેંચીને દૂર લઇ ગયો.
વાર્તા અભ્યાસુઓ માટે ઉદાહરણ જેવી આ વાર્તા મગજને એક સરસ ખોરાક આપી શકે એમ છે. એક જ વાર્તા દરેક સ્તરે કેમ લખી શકાય એ સમજવા માટે આ વાર્તાને વારંવાર વાંચવી રહી.
કથકનૃત્યની એક લાક્ષણિકતા છે ભ્રમરી કે ઘુમરીનો પ્રયોગ. નર્તક ત્રણના આવર્તનમાં ચક્કર એક સાથે ફરીને અંતે સ્થિર મુદ્રામાં ચમત્કૃતિથી પ્રેક્ષકો સામે ઊભા રહી જાય છે.
નવલકથામાં ચાર સ્ત્રીઓની વાત છે. પોલોમા, ઓરોરા, રાબિયા અને મોંઘી. જુદા કાળખંડમાં, જુદા પ્રદેશમાં છે છતાં ચારેયમાં એક વાત સામાન્ય છે, એમની અધૂરી રહેલી ઈચ્છાઓ.
લગ્ન પહેલા મુરતિયાઓ જોવા આવે એવો રિવાજ હું જાણતો હતો પણ એ રિવાજ મુજબ એક છોકરો મોટીબેનને આજે જોવા આવવાનો હતો એ સાંભળી કોણ જાણે કેમ મને એસએસસીની પરીક્ષા હોય એવું ટેન્શન થઈ ગયું.