વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

10
શ્રી સુરેશ દલાલની ક્ષમાયાચના સાથે તેમની ખૂબજ સુંદર રચના "તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?" નું પ્રતિકાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અમારા સહકાર્યકર અને મિત્ર અને વ્યવસાયે સિવિલ ઇજનેર શ્રી ભરત માલાણીના શુભલગ્ન પ્રસંગે તેમને આ રચના સપ્રેમ પ્રસ્તુત કરી છે. પ્રભુ તેમના સહજીવનને આનંદ-ઉલ્લાસભર્યું, સફળ અને સુખદ બનાવે તેવી પ્રાર્થના. જો કે મિત્રોને લગ્નપ્રસંગે આવા કાવ્યો આપવા એવી કોઈ પ્રથા પાડી નથી પરંતુ એક મિત્રના લગ્નપ્રસંગે લખેલી રચના તારા Marriage થઇ જશે પછી આ બીજી એવી જ રચના થઈ છે.

તમારે લગ્ન કરવા છે? શરતો અને પૂર્વધારણાઓ … – જીજ્ઞેશ અધ્યારૂ


16
પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ સાતેય પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.

પ્રેરક પ્રસંગો – સંકલિત


25
દીકરી વગરનું જીવન એટલે ધબકાર વગરનું હૈયું. દીકરી હોય અને તેનાથી થોડાક દિવસ પણ દૂર રહેવું પડે તો જાણે જીવનની સૌથી મોટી સજા મળી હોય એમ લાગે. ક્યાંક દૂર રહેલી દીકરી શું કરતી હશે, મારા વગર કેમ રહેતી હશે એવા વિચારે પિતાનું હૈયું વ્યાકુળ થઈ જાય છે. અને એ જ દીકરીને વળાવ્યા પછી તો વાત જ ન પૂછશો. પિતા અને દીકરીની વચ્ચે એક અલગ જ સંબંધ હોય છે. પ્રસ્તુત રચનામાં એ જ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી પુત્રી વિશે હું તો આવું જ અનુભવું છું. આશા છે દરેક પિતાને પણ આવી લાગણીઓ જ થતી હશે. તમને દીકરીના પિતા થવાનું ગમે એ સવાલ છે એક પિતાનો સમાજના એવા બધાંય લોકોને જેઓ આજે પણ પુત્રઝંખનામાં ઘેલા છે.

તમને દીકરીના પપ્પા થવાનું ગમે? – જીજ્ઞેશ અધ્યારૂ



4
ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત દલિત કાવ્ય તેમની દલિતોની, વંચિતોની વેદનાને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા જવલ્લે જ થાય છે, અને એથીય ઓછું તેમને માણવાનું, એમાંય કરકસર કરાય છે. પરંતુ દલિત સાહિત્ય એક વિશાળ વિસ્તૃત રચનાકારોનું વૃત્ત છે, અને એટલે વંચિતો અને સમાજના આ મહત્વના પણ ઉપેક્ષિત વર્ગની વાતો વ્યક્ત કરતી રચનાઓની અગત્યતા સમજવી જરૂરી છે.

દલિતોના બેલી – દાન વાઘેલા


5
મૃત્યુ વિશે શ્રી જયંત પાઠકની ઉપરોક્ત રચના ઘણુંય અર્થગંભીર કહી જાય છે, કાંઈક એવું જે સમજવા થોડુંકં આંતરદર્શન કરવું પડે, તે મૃત્યુને કાચબો કહે છે, મધમાખી કહે છે, ઈંડુ કહે છે અને એ બધાંયના સ્પષ્ટીકરણ પણ તેમની આગવી છટામાં આપે છે. જીવનની ઘણી તારીખો, ક્ષણો આખાય જીવનની દિશા બદલી દેતી હોય છે. આવીજ એક ખૂબ જ કપરી ક્ષણ અમારા પરિવારને તા. ૧૦ એપ્રિલ ૨૦૧૦ના દિવસે ધ્રુજાવી ગઈ. મારા પત્નિ પ્રતિભા અધ્યારૂના પિતાજીનું અવસાન થયું. મહુવાથી મુંબઈનો એ રસ્તો, એ સફર જીવનનો સૌથી અઘરો પંથ હતો, કોઈક આપણી આસપાસ સત્તત વહાલનો વરસાદ હોય, છત્રછાયારૂપ હોય, અને અચાનક જતા રહે, વહાલથી હસતા, હસાવતા, સદાય વાતાવરણને જીવંતતાથી ભરી દેનારા જ્યારે સાવ અચાનક મૂંગા થઈ જાય ત્યારે એ મૌનને પચાવવું અઘરું હોય છે. કોઈકની ગેરહાજરી જ આપણને એ અહેસાસ કરાવી જાય કે તેમના વગરના જીવનનો વિચાર પણ નહોતો ત્યારે એવું જીવન જીવવાનું આવ્યું. થાય કે કાશ ! ભગવાન વીતેલો સમય, થોડોક સમય ફરીથી જીવવા આપે.....

મૃત્યુ – જયન્ત પાઠક


‘અક્ષરનાદ’ના સંપાદક શ્રીમતી પ્રતિભાબેન અધ્યારુના પૂજ્ય પિતાશ્રીનું મુંબઈ ખાતે આકસ્મિક દુ:ખદ અવસાન થયું હોવાથી આગામી દશ દિવસ સુધી ‘અક્ષરનાદ’ પર નવી કૃતિઓ પ્રકાશિત કરી શકાશે નહીં, જેની નોંધ લેવા સર્વ વાચકમિત્રોને વિનંતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના. લિ. મૃગેશ શાહ વડોદરા.

દુ:ખદ સમાચાર



4
કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, " આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ? આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડો સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે." હીરા વિશે જેમ વર્ણન કરવાની જરૂર ન હોય તેમ આ પુસ્તક વિશે વધુ ન લખતાં તેમાંથી લીધેલા કેટલાક ચિંતન વિચારો અને અંતે પુસ્તક ડાઉનલોડની લિન્ક આપી છે.

પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ)


8
કોઈકના જીવનની સત્યકથા એક વાર્તા માત્ર ન હોઈ શકે, અને લાગણીઓનું એ ઘોડાપૂર, વ્યક્તિવિશેષ માટે વીતેલા એ પ્રસંગોની મહત્તા આમ કોઈ કૃતિમાં પૂર્ણપણે વ્યક્ત પણ ન જ થઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે જ્યારે શ્રી વિકાસ બેલાણીએ તેમના મિત્ર એવા વિશ્વાસની આ વાત અક્ષરનાદ માટે મોકલી ત્યારે બે ઘડી થયું કે આ વાત મૂકવી જોઈએ કે નહીં? સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. અને આ વાત સત્યઘટના છે, કોલેજમાં ભણતા, મુગ્ધાવસ્થાના આકર્ષણમાં પ્રેમરોગી થતાં કોઈને પણ આ વાત સામાન્ય લાગે, પરંતુ એ વ્યક્તિવિશેષ માટે તો એ અસામાન્ય જ રહેવાની. આ વાત અહીં મૂકવાનો હેતુ પૂર્ણ થાય એવી શુભકામનાઓ સાથે અનેક શુભેચ્છાઓ.

શબ્દોથી પર એક લાગણી તે પ્રેમ – વિકાસ બેલાણી


2
આ અનોખા નિબંધમાં દાસ્યભક્તિનો મર્મ ખૂબ સુંદર અને અર્થદર્શક રીતે સ્ફૂટ થાય છે. દાસ્યભક્તિ નવધાભક્તિનો એક પ્રકાર છે. શ્રી આનંદશંકર ધ્રૃવ દ્વારા આલેખાયેલા આ નિબંધમાં ધર્મભક્તિ અને ધર્મતત્વ વિચારણા શબ્દરૂપ પામી છે. દાસ્યભક્તિ એટલે માત્ર શરણાગતિનો ભાવ નહીં, એમાં વિશુધ્ધ હ્રદયનો પ્રેમ પણ ભળેલો હોય છે. કૃષ્ણભક્તિમાં રત યોગીઓ કેટલા યત્ન અને તપથી તેમને મેળવે છે જ્યારે મીરાં તેમના પ્રતિ ઉત્કટ ભક્તિભાવ અનુભવે છે, પ્રેમમાર્ગ દ્વારા તેમને પામવાનો યત્ન કરે છે, પ્રાપ્ત કરે છે એ વાતનું પ્રતિપાદન મીરાંના જ એક પદ દ્વારા કર્યું છે. પ્રેમલક્ષણા ભક્તિનો આ આવિર્ભાવ ખૂબ ઉત્કટ આલેખન બની રહે છે.

દાસ્યભક્તિ – આનંદશંકર ધ્રુવ



7
એક વહુના મનની વ્યથા, એક પરણીત પરતંત્ર સ્ત્રીના હદયનો વલોપાત કવિએ ઉપરોકત રચનામાં સુપેરે આલેખ્યો છે. ઘરનાં બધાને જ્યારે મનગમતા ભોજન કરવા મળે છે ત્યારે વહુને ભાગે સુકો રોટલો અને ખાટી છાશ આવે છે. આયુષ્ય જાણે ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ જતું લાગે છે અને તેને માનું વાત્સલ્ય યાદ આવ છે. પ્રભુએ આવો અવતાર આપ્યો તે બદલ કોને પુછવું એવી વ્યથા પણ તે અનુભવે છે. આ બધી વાત તે પોતાના ભાઈને સંબોધીને કહે છે. શ્રી મકરન્દ દવેની આ સુંદર કવિતા દરેક પરતંત્ર પરણીત સ્ત્રીના મનની વાત બની રહે છે.

વહુનું વાસીદું – મકરન્દ દવે


13
આપણા ધર્મગ્રંથો, કર્મગ્રંથોના કોઈ પાત્રવિશેષ વિશે જ્યારે નવું પુસ્તક જોઈએ ત્યારે એ પ્રશ્ન સહજ થાય કે સર્વવિદિત પ્રસંગો, આપણા જીવન સાથે સહજપણે વણાઈ ગયેલા, સંકળાયેલા, આબાલવૃધ્ધ સહુના પરિચિત એવા પાત્રો વિશે હવે તો એવો કયો નવો પરિમાણ લેખક કે લેખિકા ઉભું કરી શકે? એમનું દ્રષ્ટિબિંદુ એવું તે શું બતાવવા સમર્થ છે જે આપણે હજુ સુધી જોયું નથી? આ પ્રશ્નનો એક સચોટ અને પૂરતો જવાબ એટલે શ્રી કાજલબહેનની નવલકથા, "કૃષ્ણાયન". ઘણી વખત એમ થાય કે એક પાત્ર સાથે સંકળાયેલો વાંચક તેના મનોદ્રશ્યમાં થોડોક વખત જ રહે, પરંતુ બબ્બે વખત, એક પછી એક સળંગ બે વખત આ નવલકથા વાંચ્યા પછી પણ હું તેને ત્રીજી વખત વાંચવા ઉત્સુક છું. પ્રેમમાં પડી જવાય એવા સંવાદો સાથેનો આ સુંદર પ્રવાસ દરેક કૃષ્ણપ્રેમીએ કરવો જ રહ્યો. આજે આ પુસ્તક વિશે પ્રસ્તુત છે મારા થોડાક વિચારો.

“કૃષ્ણાયન” એટલે પરમ સ્વીકાર અને મુક્તિ – જીજ્ઞેશ અધ્યારૂ


2
ગુજરાતી ભાષામાં આવી સુંદર વિજ્ઞાનકથાઓ (સાયન્સ ફિક્શન) ખૂબ જૂજ છે; શોધી ન મળે. વર્ષો પહેલાં શાળામાં કોઈક ધોરણમાં આ વાર્તા ભણ્યા હતાં, કદાચ ધોરણ આઠમાં. જોકે ત્યારે વાર્તાને સમજવાનો દ્રષ્ટિકોણ અપરિપક્વ હતો. મને આવી વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે. જોકે કાલ્પનિક હોવા છતાં વાર્તાનો અંત ખૂબ અદ્ભુત થયો છે. પૃથ્વી પર પ્રેમનું સામ્રાજ્ય મનુષ્યના અંત પછી પણ સતત રહેશે એ વાતની અનુભૂતિ અહીં ખૂબ સુંદર(અનુભૂતિ સુંદર ન હોય ) રીતે થાય છે. વૈજ્ઞાનિક પરિકલ્પના દ્વારા લેખકે ભાવનાત્મક હેતુ સિદ્ધ કરવાના વાતાવરણનું નિરૂપણ કર્યું છે. માનવજાતને બચાવવા પ્રેમથી મોટું પરિબળ બીજું કોઈ નથી એ વાત પણ સુંદર રીતે પ્રતિપાદિત થાય છે.

નો અને યસ – કૃષ્ણચંદર (વાર્તા)



2
સી.એન.એન તરફથી આ વર્ષે જેમને રીયલ હીરોઝ તરીકે સન્માનવામાં આવ્યા છે એવા શ્રી નારાયણન ક્રિષ્ણન આ પહેલા પણ અક્ષરનાદ પર તેમના કાર્યોને લઈને અક્ષરદેહે આવી ચૂક્યા છે. આજે જ્યારે હવે ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં તેમની અને તેમના કામની કદર થઈ રહી છે ત્યારે અક્ષરનાદ અને તમામ વાંચકો વતી શ્રી ક્રિષ્ણનને ખૂબ ખૂબ શુભકામનાઓ. શરૂ કરવા ધારેલું એક સત્કર્મ કદી કોઈ પણ અભાવે અટકતું નથી, એનું જીવતું જાગતું ઉદાહરણ તેઓ છે. અને ભારતમાંથી ફક્ત એક જ એવી વ્યક્તિ જેમને આ વર્ષે ખરેખરા નાયક તરીકે સન્માનવામાં આવ્યા છે. સીએનએન વેબસાઈટ પર આ વિષયની જાણ તથા વિડીયો, લેરી કિંગ શો માં તેમની વાત વગેરે આપ અહીંથી જોઈ શક્શો.

શ્રી નારાયણન ક્રિષ્ણન – સી.એન.એન રીયલ હીરો ૨૦૧૦


7
ઇ.સ. ૧૯૬૫ માં રજૂ થયેલી, શશિકપૂર અને નંદા અભિનીત હિન્દી ફિલ્મ જબ જબ ફૂલ ખિલે ના બધાંય ગીતો મને ખૂબ પ્રિય છે, પરંતુ આ એક ગીત બાળપણથી ગાતો રહ્યો છું, ગણગણતો રહ્યો છું. એક બુલબુલની પ્રેમકથા વર્ણવતું આ સુંદર ગીત ખૂબ હ્રદયસ્પર્શી છે. આવી સુંદર કથા વર્ણવતા ગીતો એક અલગ આભા ઉપસાવે છે અને શ્રોતાના મનમાં અવિસ્મરણીય છાપ છોડી જાય છે. આજે પ્રસ્તુત છે આ ગીતના શબ્દો. આનંદ બક્ષીએ લખેલા આ ગીતને સંગીતબધ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ અને ગીતને મહંમદ રફી તથા નંદાજીએ સ્વર આપ્યો છે.

એક થા ગુલ ઔર એક થી બુલબુલ…


5
સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. તેમની આ રચના ઘણાં વખતે આવી છે. જીવનને, પ્રેમને એકબીજાની જરૂરત કેટલી છે એ સ્પષ્ટ કરવાનો અહીં તેમણે પ્રયત્ન કર્યો છે. પ્રિયતમ વગરના એકલા પ્રેમીની હાલત અહીં વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. તેમની હજુ વધુ રચનાઓ, ભાવપ્રધાન એવી તેમની ગદ્ય-પદ્ય રચનાઓ વધુ રચાતી રહે અને આપણને મળ્યા કરે તેવી ઈચ્છા સાથે તેમને શુભકામનાઓ.

તારા વિનાની જીંદગી (ગઝલ) – વિકાસ બેલાણી



3
શ્રી મણિલાલ દેસાઈનું પુસ્તક જેને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ સંપાદિત કરેલું છે, "એબ્રાહમ લિંકન" આજે અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં મૂકતા અનેરા હર્ષની લાગણી થાય છે. એક સત્યકામ, સત્યસંકલ્પ સત્પુરુષની એક ધર્માવતારની આધુનિક સમયના એક પુણ્યશ્લોકની આ જીવનકથા પ્રજા સમક્ષ સાદર કરવાનું શ્રેય મણિલાલ દેસાઈના ફાળે જાય છે. તેમણે ૧૯૮૦માં 'એબ્રાહમ લિંકન' નામનું પુસ્તક આપેલું. આ પુસ્તકનો સંક્ષેપ કરીને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ ખિસ્સાપોથી સ્વરૂપે લિંકન જયંતિ, તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૯૨ના દિવસે પ્રકાશિત કરેલો. આ આચમનરૂપ પુસ્તકની ઓનલાઈન આવૃત્તિ આજથી અક્ષરનાદ પર વાંચકો માટે ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળવવા અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં જાઓ.

એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ (પુસ્તક ડાઉનલોડ)


મરમી કવિ શ્રી મકરન્દભાઈ દવે સાથે થયેલા પત્રવ્યવહાર અને ધ્વનિમુદ્રિત શબ્દ સંદેશાઓનું સંપાદન અને સંકલન શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી આ લેખ સાભાર શ્રી લેવામાં આવ્યો છે. શ્રી ઉમાશંકરભાઈ જોશીના અવસાન પછી, તેમના વિશેના સ્મરણો અને તેમની સર્જનકલા વિશેની વાતો સૂચવતો આ સુંદર લેખ તે સમયે ઉદ્દેશ સામયિકમાં પણ પ્રકાશિત થયો હતો.

આથમતી સાંજે ઉમાશંકર – મકરન્દ દવે


1
આપણા લોક સાહિત્યમાં, દુહા છંદ સાહિત્યમાં પણ શૃંગારરસનું ખૂબ ભાવપૂર્ણ નિરૂપણ છે. ક્યાંક એ રસદર્શન ખૂબ ઉત્કટ છે તો ક્યાંક ફૂલની બંધ પાંખડી જેટલું, પ્રફુલ્લિતકર ઉષ્માસમું છે, જલદ કામોદ્દીપન જેવું નહીં. શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તક "લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય - વ્યાખ્યાનો અને લેખો" અંતર્ગત આપણા લોકસાહિત્યને ખૂબ સુંદર અને ઊંડાણથી ખેડ્યું છે, સમજણ આપી છે અને રસદર્શન કરાવ્યું છે. પ્રસ્તુત રચના તેમના આ જ પુસ્તકના "લોકસાહિત્યનું સમાલોચન" એ પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. શૃંગારરસનું ભારોભાર તેમાં નિરૂપણ છે. લડવૈયા શૂરવીરના લગ્નની પ્રથમ રાત્રીનું તેમાં નિરૂપણ છે. લોકસાહિત્યની આ રચના સ્વયંસ્પષ્ટ સમજી શકાય એવી સહજ છે. આ જલદ શૃંગારસાહિત્ય છે, પ્રથમ મિલનરાત્રિએ પહોરેપહોરે ઉદ્દીપન, પ્રણય અને રસોપભોગ સઘન બને છે.

શૂરવીરની પહેલી મિલન-રાત – ઝવેરચંદ મેઘાણી



1
તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તેંતો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, તેથી રામનામ સાંભળ……તને. ગઇ પળ પાછી નહીં મળે, મૂરખ મૂઢ ગમાર, ભવસાગરની ભૂલવણીમાં, વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને…..તને. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવમાસ નિરધાર, સ્તુતિ કીધી તેં અલબેલાની બહાર ધર્યો અવતાર, માયામાં મોહીને…તને. કળજુગ કુડો રંગ રૂડો, કેતા ન આવે પાર, જપ તપ તીરથ કાંઈ ન કરિયા એક નામ આધાર શ્રીકૃષ્ણ કહીએ…..તને. ગુરુગમ પાયો મનમાં ધર્યો, જુગતે કરી જદુરાય, ગંગાદાસકુ જ્ઞાન બતાયો રામદાસ મહારાજ દયા કરીને……તને. – ગંગાદાસ ‘ડાયરો’ પુસ્તકના ભજન વૈવિધ્ય વિભાગમાંથી સાભાર.

તને મળ્યો મનુષ્ય અવતાર…. – ગંગાદાસ


3
ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ - કવિ - અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર.

અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૨)


2
ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ - કવિ - અધ્યાપક એવા શ્રી હરિશ્ચંદ્રભાઈ મોરારિબાપુના જ્ઞાનયજ્ઞના સાક્ષી જ નહીં, જાણતલ છે. અસ્મિતાપર્વની સાચી સમજણ, અર્થ અને સમગ્ર ઉપક્રમ વિશે તેમના સિવાય બીજુ કોણ આપણને આવી સુંદર રીતે સમજાવી શકે. લેખક શ્રી રમેશ આચાર્યના મતે અસ્મિતાપર્વ એ ઈયળમાંથી પતંગીયું બનવાની પ્રક્રિયા છે. અસ્મિતાપર્વ ૧૩, તા. ૨૭ માર્ચ ૨૦૧૦ થી ૩૦ માર્ચ ૨૦૧૦ દરમ્યાન મહુવા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સમજણ સમયોચિત અને યથાર્થ થઈ રહેશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રસ્તુત લેખ જૂન ૨૦૦૮ના સમણું સામયિક માંથી સાભાર લેવામાં આવ્યો છે. આ લેખ પ્રસ્તુત કરવાની અક્ષરનાદને પરવાનગી આપવા બદલ શ્રી હરિશ્ચંદ્ર ભાઈનો ખૂબ ખૂબ આભાર.

અસ્મિતાપર્વ “સ્વર અક્ષરનો મહાકુંભ” – હરિશ્ચંદ્ર જોશી (ભાગ ૧)



3
શિવસૂત્રો સ્વયં શિવ દ્વારા પ્રગટાવેલ જ્ઞાન છે. આજથી આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વે આ અણમોલ આધ્યાત્મિક જ્ઞાનનો ખજાનો ઋષિ વાસુગુપ્તને સાંપડ્યો હતો. કાશ્મીરી શૈવવાદનો એ મૂળ પાયો છે; જે માનવ જાતીના ઉત્કર્ષ માટે જ પ્રગટ્યો છે. પારંપારિક રીતે આગમ શબ્દનો અર્થ થાય છે, એવી વ્યવસ્થા અથવા એવા નિયમો જેને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક અપનાવવામાં આવતા હોય. શિવસૂત્રો અંગે એટલું સ્પષ્ટ થાય છે કે એ કોઈ માનવીએ નથી લખ્યા અને એ પ્રગટેલા જ્ઞાનને સૌપ્રથમ પામનાર હતા ઋષિ વાસુગુપ્ત. કુલ ૭૭ સૂત્રો ત્રણ ભાગ કે ઉપાયોમાં વહેંચાયેલા છે. યોગ વશિષ્ઠ અને અન્ય આધ્યાત્મિક વિષય ખૂબ ગહન અધ્યયન કરનારા તથા આધ્યાત્મિક સાહિત્યના અનુવાદ કરવામાં ખૂબ આનંદ અનુભવનારા વડીલ એટલે મહેન્દ્રભાઈ નાયક. તેમના દ્વારા પ્રસ્તુત કરાયેલ સુંદર પુસ્તક એટલે શિવસૂત્ર વિશેની પૂર્વભૂમિકા અને સમજણ. આધ્યાત્મિક જ્ઞાનને કોપીરાઈટના બંધનો ન હોવા જોઈએ એવું દ્રઢપણે માનનારા મહેન્દ્રભાઈનો આ પુસ્તક અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ આભાર માનવો ખૂબ ઓછો પડે છે. આ સુંદર અને જ્ઞાનવર્ધક પુસ્તક બદલ તેમને ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ.

અક્ષરની ઉત્પતિ – શિવસૂત્ર પૂર્વભૂમિકા (પુસ્તક ડાઉનલોડ)


3
રાજવી કવિ સૂરસિંહજી તખ્તસિહજી ગોહીલ, 'કલાપી' ના વિચારોનો એક આગવો સાગર એટલે તેમના ઉર્મિસભર કાવ્યો. લાઠીના આ કવિવર રાજવીનો પ્રેમ પણ અનોખો હતો, સમયના બંધનોથી ખૂબ આગળ અને આગવો. પ્રસ્તુત રચનામાં તેઓ માશૂકની હ્રદયવિહીનતાની વાત કરે છે. માશૂક એક ઈશારે ખુદાઈ મોતને પણ પોતાના કાબૂમાં કરી શકે છે, કોઈના હાથે ગરદન કપાવનાર માશૂક પ્રત્યે તેઓ શું કહે? તેણે ફૂલ હટાવીને કાંટાની સેજ પાથરી છે. સમયની સાથે સનમનો આ ભાવ પણ સહી શકાશે તેવી આશા તેમને છે. અને અંતે તેઓ એ વાતે રાજી થાય છે કે સનમ રાજી છે, પોતાના દુઃખમાં પણ જો સનમ રાજી હોય તો એને ખુદાની મરજી સ્વીકારી પોતે ખુશ થઈ શકે એવી એક પ્રેમીની ભાવના આટલી સુંદર રીતે કલાપી સિવાય કોણ વ્યક્ત કરી શકે?

ક્રૂર માશૂક – કલાપી


4
અમુક રચનાઓ લેખકના જીવનમાંતો સીમાસ્તંભ રૂપ કૃતિ હોય જ છે, પરંતુ સાહિત્યની એક અખંડ પરંપરા માટે પણ તે એવો જ એક જાળવી રાખવા જેવો ખજાનો હોય છે. શ્રી ભગવતિકુમાર શર્મા આપણા આવાજ એક આદરણીય અગ્રગણ્ય રચનાકાર છે જેમની કૃતિઓ ખૂબ ઉમંગથી વંચાય છે, માણી શકાય છે. આજે પ્રસ્તુત છે તેમની એક સદાબહાર સુંદર ગદ્યકૃતિ. આ વાર્તા એક સમાજજીવન અને તેની રૂઢીઓનું પ્રતિબિંબ પાડે છે. સુંદર પ્રસંગવર્ણન, ધારદાર શરૂઆત, વાર્તાતત્વની વિશેષતા અને એવો જ સુંદર અંત આ ગદ્યકૃતિની વિશેષતા છે.

ડાઘ – ભગવતીકુમાર શર્મા



1
કુદરતે ઘણી વસ્તુઓ અવશ્યંભાવી રીતે આપેલી છે, અમુક વસ્તુની સાથે તેના વિરોધાભાસી ગુણધર્મો પણ આવે જ છે. સખત નાળીયેર ના કોચલાની અંદર તેનું મીઠું પાણી અને નરમ મીઠું નાળીયેર મળી રહે છે. આવી જ કાંઈક વાત કહેતો આ નાનકડો પ્રસંગ છે. અરધી સદીની વાંચનયાત્રા ભાગ ૨ માંથી સાભાર લેવાયેલો આ પ્રસંગ ખૂબ સુંદર અને મનનીય છે.

એ તો એની સાથે હોય જ – દોલતભાઈ દેસાઈ


હમણાં મિત્રતા વિશેની રચનાઓની અક્ષરનાદ પર જાણે મૌસમ ચાલે છે. મિત્ર જીજ્ઞેશ ચાવડાના ઘણાં મિત્રોમાંથી તેમના બે ખાસ મિત્રોને લક્ષમાં રાખીને કાવ્ય લખવાની ઈચ્છા થઈ. તેમની પાસે ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે જીજ્ઞેશભાઈને ધમકી ભરી હા પાડી... જે હતી "તુ તારી ઈચ્છા પૂર્ણ કર પણ, જો અમારા વિષે કાંઈ પણ અયોગ્ય લખ્યુ છે તો જોઈ લેજે....." અને આખરે તેમના વખાણ કરતુ કાવ્ય તેમણે બનાવ્યું, પણ આખરી પંક્તિઓમાં તેમના " ખરેખર વખાણ " કરવાનું ચૂક્યા નહીં, હવે તેમને શું શું સહન કરવું પડશે એ જાણવું રસપ્રદ રહેશે....

વાત ખાસ છે – જીજ્ઞેશ ચાવડા


5
વિનોબા ભાવે કહે છે તેમ, "સર્વોદય એટલે સહુનું ભલું. કોઈનું ઓછું અને કોઈનું વધુ ભલું નહીં, સહુની સમાન ચિંતા અને સમાન પ્રેમ. સ્વચ્છ રાજકારણની રચના માટે તેના ભાગરૂપ રાષ્ટ્રીય નેતાઓની કોઈ એક વિશેષ બાજુ નહીં, સર્વગામી વિકાસ થવો જોઈએ, એ સત્યાગ્રહ હોય કે નિસર્ગોપચાર, બ્રહ્મચર્યપાલન કે કરકસર, ગાંધીજીએ બધાંને સરખું મહત્વ આપ્યું. સમાજરચનામાં સામાજીક, ધાર્મિક, આર્થિક અને રાજકીય એમ બધાંજ ક્ષેત્રે પ્રભાવી અને પારદર્શક કાર્યપધ્ધતિનું પાલન એટલે 'સર્વોદય'. બાપુને રસ્કિનના પુસ્તકમાંથી આ વિશેની પ્રેરણા મળી હતી તે જાણીતી વાત છે. એ પ્રસંગ અત્રે પ્રસ્તુત છે.

એક પુસ્તકની જાદુઈ અસર – મહાત્મા ગાંધી



4
પ્રણયના ભીના રંગે રંગાયેલી આ સુંદર ગઝલ બે ઉત્કટ પ્રેમી હૈયાઓની વાત ખૂબ સુંદર અંદાઝમાં રજૂ કરે છે. જવાનીના દિવસોમાં અનુભવાયેલી ઉત્કટતા, વૃદ્ધત્વનો સહારો બની રહે છે, અને એ અગમ્ય ખેંચાણ, એ હા અને ના વચ્ચેનું નાનકડું અંતર, અને એ મિલન પછીની જુદાઈ ભૂલી ભૂલાતી નથી. કોઈ જૂના પુસ્તક પરથી જેમ ધૂળ ખરે અને રંગો સ્પષ્ટ થઈ જાય તેમ પ્રણયના રંગો તાજા જ રહ્યાં છે. જે ઝરમરતાં વરસાદમાં પ્રણયથી ભીંજાવાનો અનુભવ તેમણે લીધો હતો, તે દ્રશ્યોના સહારે આજે ઘડપણમાં જીવન વ્યતીત થઈ રહ્યું છે. આ બધાંજ અનુભવોનો એક સુંદર પ્રાદુર્ભાવ એટલે શ્રી દાન વાઘેલાની આ ગઝલ. અને આ સુંદર ગઝલના દરેકે દરેક શે'ર બેનમૂન છે, "કાં સાહ્યબા !"

કાં સાહ્યબા ! – દાન વાઘેલા


3
વૃદ્ઘાવસ્થાના એક પ્રસન્ન શાંત ગીતને અહીં કવિયત્રીએ ઉપસાવ્યું છે. આ ગીતનું વરદાન બઘી જ વૃદ્ઘાવસ્થાને પ્રાપ્ત થયું નથી; ઘણા બઘા વૃદ્ઘોને આપણે ફરીયાદ કરતા, જીવનને શાપતા જોઈએ છીએ; પણ જે જીવનને એના ગૌરવ સાથે જીવ્યા હોય અને જેમણે સાથે પોતાના અંગત જીવનનું પ્રમાણ મેળવી લીઘું હોય તેઓની વૃદ્ઘાવસ્થા ' ભાવુક ભવ્યગાન' જેવી બનતી હોય છે. શિશુ જીવનના માર્ગ પર ભાખોડિયા ભરે છે; યુવાનીમાં માણસ જીવનના રસ્તા પર દોટ મૂકે છે, પણ જીવનના રસ્તા પર પ્રસન્ન્તાથી ટહેલવાનો અવકાશ જીવન પરિતૃપ્તિથી જીવી ગયેલા વૃદ્ઘોને જ સાંપડે છે.

વૃદ્ઘત્વ – ગીતા પરીખ (કાવ્ય આસ્વાદ – હરિન્દ્ર દવે)


3
ભાલના મરવા પડેલા માણસો અને નપાણીયા ધરતી પર પગલાં માંડ્યાં અને તે અમૃતા થઈ ગહી. તેની કાંઈક વાર્તા આ નાનકડા પુસ્તકમાં કાશીબહેને, શિયાળ ગામનાં કાશીબાએ કરી છે. આ ‘અભિનવ દીક્ષા’ તેમના અનુભવોની ટૂંકી તવારીખ છે. સંકોચાતાં સંકોચાતાં લખેલ છે એટલે વસ્તુસંકોચ થયો છે. છતાં તવારીખી કડીઓ છે. એક નાની, સરલ, કાંઈક અબોધ બાલિકા, ધર્મ સંસ્કારે કેમ નવા પ્રકારની દીક્ષા પામી અને જન સમાજને દીક્ષિત કર્યો તેનો વૃત્તાંત ગુજરાતને મળે છે. અક્ષરનાદના પુસ્તક ડાઊનલોડ વિભાગની શરૂઆત આ સુંદર પુસ્તક સાથે કરતાં ખૂબ આનંદ થાય છે. કેટલાક પુસ્તકો ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકની ઉપલબ્ધિ સાથે આળસ મરડીને બેઠી થાય છે. સમયાંતરે આવા સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકાશે એવી આશા સાથે વીરમું છું.

મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા (પુસ્તક ડાઉનલોડ)