વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

20
અક્ષરનાદ આજે ૨,૦૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ કરી રહ્યું છે. હમણાં ઘણાં વેબ મિત્રોએ સંપર્ક કરતાં પૂછ્યું કે "મારે બ્લોગ શરૂ કરવો છે, પણ શું લખું?" તેઓ કહે છે કે જો હું કોઈ મનગમતી કવિતા કે વાર્તા મૂકવાનું વિચારું તો એ કોઈક ને કોઈકની વેબસાઈટ પર મળી જ આવે, અને જે ઉપલબ્ધ છે એને મૂકવાનો અર્થ નથી. જો કે એ બધાં મિત્ર ઓનલાઈન મિત્રો હતાં, તેમના કદી ન જોયેલા ચહેરાની પાછળ પણ એક સુંદર ભાવનાશીલ હ્રદય ધબકે છે એ સત્તત તેમના ઈ-મેલ અને પ્રતિભાવોથી પ્રતીત થયાં કરે, પણ "શું લખું?" એ સવાલનો જવાબ આપવો કદાચ અશક્ય છે. ઘણાં દિવસથી આ વિષય પર લખવાની ઈચ્છા હતી, પરંતુ આ વિષય પર સલાહ આપવાની મારી યોગ્યતા પર મને પોતાને પ્રશ્નાર્થ હોય ત્યાં બીજાને મારે શું સમજાવવું. પરંતુ એવા મિત્રો જેમણે મને કે બીજા અનેક બ્લોગર મિત્રોને આ સવાલ પૂછેલો, "શું લખું?" તેમને જવાબ આપવો પણ જરૂરી લાગ્યો, એટલે આ લખ્યું.

બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ


2
સ્વતંત્રતા મેળવવા લડતી ગરીબ નિર્ધન પ્રજાને રોજેરોજ પ્રમાણસર વીરરસ અને જોમ પૂરું પાડતી એક સાચા સેનાપતિને છાજે એવી વાણીથી સરદાર વલ્લભભાઈ પટેલે લડવાની, સ્વમાનથી જીવવાની અને પોતાના હક મેળવવા મહેનત કરવાની એક અનોખી રીત શીખવી. એમણે લોકોને હિંમત અને પ્રેરણા પૂરી પાડી. એમની કટાક્ષવાણી, વિનોદ, પ્રોત્સાહન, બધુંજ સચોટ અને સ્પષ્ટ છે. તેમણે બારડોલીને પ્રેરણા અને જોશનો નવો સ્તોત્ર બનાવી દીધેલો. આજે પણ તેમની વાણી એટલી જ પ્રસ્તુત છે. ગુજરાતના આ પનોતા પુત્રએ પોતાના કામથી જગતને એ બતાવી આપ્યું કે લોકો માટે, લોકો નો અને લોકો દ્વારા ચૂંટાયેલો એક સાચો નેતા કેવો હોય.

સરદાર પટેલની વીરહાક – મુકુલભાઈ કલાર્થી


12
અક્ષરનાદના વાંચકમિત્ર શ્રી પ્રવીણભાઈ શાહ વડોદરા રહે છે અને પદ્ય રચનાઓ તેમનો પ્રિય વિષય રહ્યો છે. પ્રસ્તુત રચનામાં તેઓ એક વિદ્યાર્થીની વેદના અને તેના ભવિષ્ય વિશેની આપણી જડ મનોવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરતા જણાય છે. ડોક્ટર, ઈન્જીનીયર વગેરે ઢાળોમાં, બીબાઓમાં તેને ઢાળવાનો પ્રયત્ન તેના પ્રથમ ડગલાથી જ શરૂ થઈ જાય છે. તેની વિકસવાની શક્યતાઓ પર કાતર ફેરવી દેવામાં આવે છે, તેની ક્ષિતિજ ખૂબ સંકુચિત થઈ જાય છે. અને તેના સપનાઓ સપના રહે છે અને તે બીજાઓના સ્વપ્ન માટે, તેમની આકાંક્ષાઓ માટે મંડ્યો રહે છે. ચીલાચાલુ વિષયથી સહેજ હટીને એક સચોટ વાત કહેતો આ ગઝલરચના નો પ્રયત્ન ખૂબ જ સુંદર છે. પ્રવીણભાઈને એ માટે ખૂબ શુભેચ્છાઓ.

ઢાળી દે છે – પ્રવિણ શાહ



4
પ્રસ્તુત કૃતિ દિકરીઓ વિશે સમાજને એક ખુલ્લો પત્ર છે, અહીં સ્ત્રીઓને લગતાં પ્રશ્નો વિશે તેમની ચિંતા સ્પષ્ટપણે ઝળકે છે, ખાસ કરીને તેઓ સમાજને સ્ત્રીભ્રૂણ હત્યા અને તેમને મળતા અસમાન અધિકારો અને તેમના સામાજિક દરજ્જાની સમાનતા વિશેની ચિંતાઓ સમાજને ઉદ્દેશીને લખે છે. વિકાસ અને પરિવર્તનની સદીમાં આજે સ્ત્રીજાતિનો અસ્તિત્વગત સળગતો પ્રશ્ન આપણને દસ્તક દઈ રહ્યો છે. આગવી સાંસ્કૃતિક પરંપરાઓ, રીતરિવાજો, માન્યતાઓ અને મૂલ્યો ધરાવતાં તારા આ પુરૂષપ્રધાન સમાજમાં કુટુંબજીવનની મહત્વની ધરી સમાન નારીની સલામતી, ઉત્તરોતર ચિંતાનો વિષય બની ગઈ છે. તેઓ આ પત્ર મારફત સમાજને આ વિષય પરત્વે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા કટીબદ્ધ થવાની વાત કરે છે.

( દિકરીઓ વિશે ) સમાજને એક પત્ર – કવિત પંડ્યા


6
ખૂબ ભાવવહી અને અર્થસભર આ ગઝલમાં શાયર શ્રી બરકત વીરાણી મત્લાના શે'રમાં કવિની ફરજ બતાવે છે, પોતાની ફરજ બધાંને કાજ જીવવાની એ, બીજાના દુખને પોતાના કરી એક કવિએ જીવવાનું હોય છે મારી અત્યંત પ્રિય ગઝલોમાંની એક એવી આ ગઝલ શ્રી બેફામની રચનાત્મકતા અને અભિવ્યક્તિનો પરિચય ખૂબ સુંદર રીતે આપી જાય છે. એક ગઝલના એકે એક શે'ર ખૂબ ચોટદાર હોય એવી સંપૂર્ણ ગઝલો ખૂબ જ ઓછી મળે છે. પ્રસ્તુત ગઝલ તેવી જ એક રચના છે.

કવિ છું હું – બરકત વીરાણી ‘બેફામ’


11
ઈસપ ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઈ ગયો હોવાનું મનાય છે, ખરેખર તો તે એક ખરીદેલો ગુલામ હતો અને પોતાના માલિકના બાળકોને ખુશ રાખવા તેણે આ બધી વાર્તાઓની રચના કરી હતી. વાર્તાના પાત્રો રૂપે તેણે લીધેલા જંગલના પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, શિયાળ, કાગડો, રીંછ, હરણ, ઉંદર, દેડકો જેવા પશુ પક્ષીઓ અને પ્રાણીઓના ઉદાહરણ સાથે સમજાવાયેલી આ વાર્તાઓ નાના બાળકોની સાથે મોટેરાઓને પણ એટલી જ પ્રિય થઈ પડી છે. સાથે સાથે આ વાર્તાઓ વ્યવહારીક જ્ઞાન અને નીતીબોધ પણ સરળ પ્રવાહી ભાષામાં સુપેરે આપી જાય છે. આપણા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જેટલું જ મહત્વ પાશ્ચાત્ય સાહિત્યમાં ઈસપની આ બોધકથાઓનું છે. આજે પ્રસ્તુત છે તેમાંની એક સરસ વાર્તા.

સાબરના શિંગડા – ઈસપની બોધકથાઓ



7
યુગને પલટાવવો, જમાનાની તાસીર બદલવી કે સમય પર પોતાની છાપ છોડવી કદાચ ઘણાં લોકો કરી શક્તા હશે, પણ પ્રેમમાં ફાવી જનારા, પૂર્ણપણે સફળ થનારા શોધવા અઘરા છે એમ સરખામણી કરતા સૈફ પાલનપુરી કહે છે કે દુર્દશા તો હતી જ પરંતુ દોસ્તોએ સંજોગોનું ભાન કરાવ્યું. વીતેલા દિવસો યાદ કરતા આંસુઓ સિવાય બીજુ કાંઈ પણ યાદ આવ્યું નહીં, કદાચ પ્રસંગો એવા નહીં હોય કે યાદ કરવા જોઈએ, એ ફક્ત આંસુઓ જ આપી શકે. પ્રેમપત્રો પાછા આવ્યા, આવેલા પાછા અપાઈ ગયા, છતાં એ સંબંધ છે કે પત્રોની સાથે સ્નેહના એ સંબંધોની પણ અદલાબદલી કરાઈ છે એ બાબતે હજી શાયર મૂંઝવણમાં છે. દુનિયા ઉતાવળમાં આપણી કબરમાં બીજા કોઈને દફનાવી ગયા છે એમ સૂચક દ્રષ્ટાંતથી તેઓ કહે છે કે દુનિયામાં કોઈની કોઈને પડી નથી, સ્વાર્થ વગરના સંબંધને શોધવો જીવનનું સૌથી અઘરું કાર્ય છે.

છે ઘણા એવા કે જેઓ ….. – સૈફ પાલનપુરી


11
હિન્દીના બ્લોગ જગતમાં એક લટાર મારવાનો અવસર મળ્યો. હિન્દી ભાષાનું બ્લોગ અને ઈન્ટરનેટ વિશ્વમાં યોગદાન ખૂબ વધી રહ્યું છે અને આપણા સૌ માટે એ પણ આનંદની વાત જ કહેવાય. એ મિત્રએ પાઠવેલી કેટલીક વેબસાઈટ માંથી થોડીકનો આજે પરિચય. આ શ્રેણી કદાચ બે ત્રણ ભાગમાં વહેંચવી પડે એટલી બધી વેબસાઈટ અને બ્લોગ મળ્યા છે. બ્લોગવૈવિધ્ય એટલું તો વિશાળ છે, વિષયોની પસંદગી અને છણાવટ પણ એટલી સરસ છે કે વાંચવાની ખરેખર મજા આવી જાય.  તો ચાલો હવે જઈએ એક અનોખા સફર પર, સ્થળ છે હિન્દી બ્લોગ જગતની કેટલીક સુંદર વેબસાઈટસ / બ્લોગ્સ ....

હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ/બ્લોગ્સ – જીજ્ઞેશ અધ્યારૂ


11
પ્રસંગ સાવ સામાન્ય છે, અને મારી સાથે ફક્ત પાંચ વર્ષ ઉપર થયેલો, હું તેનો સાક્ષી છું, પણ એ દિવસે મને મારા જીવનમાં પાળવા માટે એક જરૂરી સિધ્ધાંત આપ્યો, ગમે તેટલી વાતો કહ્યા કરીએ, બગણાં ફૂંકીએ પણ જો વ્યવહારમાં ન ઉતરે તો એ અર્થ વિહીન છે. એ ફક્ત સંજોગો હોઈ શકે કે ત્યારે એ પ્રસંગના હિસ્સા રૂપે એક અંગ્રેજ સાહેબ અને ભારતીય ઈજનેરો - ઈજારાદાર હતા, એનાથી ઉલટું પણ હોઈ શકે, પણ વાત સિધ્ધાંતની છે, વાત છે એક માણસના દ્રઢ નિશ્ચયની.

અ પ્રિન્સિપલ ટુ ફોલો – જીજ્ઞેશ અધ્યારૂ



2
પ્રસ્તુત નાનકડા કાવ્યમાં કવિ શ્રી વેણીભાઈ પુરોહિત વરસાદ પછીના વાતાવરણનું આબેહૂબ વર્ણન કરે છે. વરસાદ પડી ચૂક્યો છે, ધરતી પર અંધકાર ઉતરી ગયો છે. આવા સમયે એક અજબની અકળાવનારી ખામોશી ઇશે તેઓ વાત કરે છે. ગગન તેમને જળ વરસાવવાના કાર્યના પરિણામે સુસ્ત થઈ ગયેલું લાગે છે, તમરાંની વાણી પાયલના ઝંકાર સમી ભાસે છે તો હવાના મિસરાઓમાં તેમને ઉદાસીની એંધાણી વર્તાય છે. છેલ્લી કડીમાં તેઓ ઉર્મિના કબૂતરની આંખોમાં સ્વપ્ન અને પાંખોમાં ભાર દર્શાવીને કમાલ કરી દે છે. અંતિમ પંક્તિઓમાં આખીય કવિતાનું હાર્દ છતું થાય છે.

અલબેલો અંધાર હતો – વેણીભાઈ પુરોહિત


10
મિત્ર જીજ્ઞેશ ચાવડાની રચનાઓ એવા કેટલાક મુક્તકો આજે પ્રસ્તુત કર્યા છે. મુખ્યત્વે પ્રેમની અને વિરહની વાતો કરતા આ મુક્તકો હજી શરૂઆત છે. અમે હજી આ ક્ષેત્રમાં પા પા પગલી કરી રહ્યા હોઈ જે જગ્યાઓ પર વિસ્તારને અથવા વિચાર સુધારાને અવકાશ હોય ત્યાં મુક્તપણે સૂચવશો તો આનંદ થશે. વિચારને, કલ્પનાને યોગ્ય ક્ષેત્ર, યોગ્ય રસ્તો અને પ્રસ્તુતિની કળા સાંપડે એ ઈચ્છવાયોગ્ય જ હોય.

મુક્તકો – જીજ્ઞેશ ચાવડા


11
હોળીના, રંગોના આ પવિત્ર તહેવારમાં જીવનમાં સંબંધોના અનેકવિધ રંગોની વચ્ચે એક અનોખો, સુંદર રંગ એટલે મિત્રતા. રંગોનો તહેવાર ઉજવાય છે હૈયાની નજીક રહેલી વ્યક્તિઓ સાથે, એવા લોકો સાથે જેમના સુખ દુઃખના રંગો આપણા જીવનમાં પણ ભળે છે. ઘણા સંબંધોના રંગો હોય છે, ઘણાં બિનહાનીકારક કુદરતી રંગો પણ હોય છે, મિત્રતા કદાચ આવો જ રંગ છે. મિત્રતા એક રંગ નથી, એ એક ઈન્દ્રધનુષ છે. તેમાં સુખમાં મહાલવાનો રંગ છે, તો એક મિત્રના દુઃખમાં સાથ આપવાનો, આધાર આપવાનો રંગ પણ છે, તેનાથી દૂર રહીને તેને સતત યાદ રાખવાનો રંગ છે તો તેની સાથે જીવનને એક અવસર બનાવીને ઉજવવાનો રંગ પણ છે. કઈ એવી ધુળેટી તમે ઉજવી છે જે મિત્રો વગર સંપૂર્ણ હોય?

દોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ



5
એક આખી પેઢીને રજુ કરતું આ ગીત એક એવા યુવાનના સ્પંદનો અને યાદોને દર્શાવે છે જે પોતાના મિત્રોની સાથે વિતાવેલી પળો, સુંદર યાદોને ફરીથી જીવવા માંગે છે.અત્યારે લગભગ બૂલાઈ ગયેલું આ ગીતે ભારતીય પોપ સંગીત વિશ્વમાં એક અનોખું સ્થાન બનાવ્યું હતું. શ્રી અલી હૈદર કરાંચીમાં જન્મેલા અને અભ્યાસે એક સિવિલ એન્જીનીયર છે. તેમના ત્રણ આલ્બમની થોડીઘણી સફળતા પછી આ પાકિસ્તાની ગાયકનું ૧૯૯૩માં આવેલું આલ્બમ "સંદેશા" ખૂબ પ્રસિધ્ધ થયું. પુરાની જીન્સ આ જ આલ્બમનું મુખ્ય ગીત હતું. આ ગીતના શબ્દો સાથે કોલેજમાં ભણતા અને કોલેજ છોડીને ગયેલા યુવાનોએ યુવતિઓએ ખૂબ પ્રેમથી તાદમ્ય સાધ્યું અને તેના પ્રસંગો કે ઘટનાઓ સાથે પોતાની જાતને જોડીને જોઈ છે.

પુરાની જીન્સ ઔર ગિટાર – અલી હૈદર


9
સ્વ. શ્રી વિનોદભાઈ જાની ગુજરાતી ભાષાના ઉત્તમ નાટ્યલેખક, હાસ્યલેખક અને શિક્ષક. તેમના હાસ્યલેખોમાં ખૂબ સામાન્ય પ્રસંગોમાંથી તારવેલું અસામાન્ય હાસ્યતત્વ જોવા અચૂક મળે છે. પ્રસ્તુત હાસ્યલેખ પણ તેમની આ હથોટીનો પુરાવો છે. પરણેલાઓને જો બીજી વખત પત્નિ પસંદ કરવાનો અવસર આપવામાં આવે તો તમારે કેવી પત્ની જોઈએ એવા વિષય પર તેમણે ખૂબ હાસ્યસભર લેખ આપ્યો છે.

તમારે કેવી પત્ની જોઈએ? – વિનોદ જાની


2
આપણે એમ માનીએ કે બાળક વાંચતા લખતા શીખે તો જ તેનું ભણતર શક્ય બને. પણ લેખક કાંઈક જુદું જ કહેવા માંગે છે. પાટી-પેન, નોટ-પુસ્તક એ સિવાય પણ શિક્ષણના અનેક માધ્યમો છે, એ સિવાય પણ બાળકો ભણતાં જ હોય છે. બાળક પોતાના પર્યાવરણમાંથી ભાષા શીખે છે, સમજતા, બોલતા અને સાંભળતા શીખે છે. જીવન વિકાસ માટેનું આ ખરું ભણતર રીતસર ભણ્યા વિના પણ સહજ સાધ્ય બને છે. નૂતન બાલ વિકાસ સંઘ, લોક સેવક મંડળ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય દ્વારા પ્રકાશિત બાલમૂર્તિ સામયિકમાં પ્રકાશિત લેખોનો સંચય છે પુસ્તક "ભણ્યા વગરનું ભણતર". તેમાંથી બાળ નાટકોની ક્ષમતા અને ઉપયોગીતા વિશે સમજાવતો શ્રી જયંત શુક્લનો આ લેખ ખરેખર ખૂબ સરળ અને સમજવાયોગ્ય છે. પુસ્તક ખરેખર ભણ્યા વગર બાળકની ભણવાની, શીખવાની શક્તિઓ ખીલવવાની અનેક રીતો, પધ્ધતિઓ વિશે ચર્ચા કરે છે.

બાળ નાટકો એટલે ભણ્યા વગરનું ભણતર – જયંત શુક્લ



Dula Bhaya Kaag 3
પદ્મશી કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગ, 'ભગતબાપુ' ની તેંત્રીસમી પુણ્યતિથિ કાગધામ ખાતે ગત તા. ૧૮-૦૨-૨૦૧૦ ના રોજ ઉજવાઈ. આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુ દ્વારા સ્વ. શ્રી ગગુભાઈ લીલા, શ્રી મહેશદાન મીસણ, શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી દોલત ભટ્ટને કાગબાપુ લોક સાહિત્ય એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા. ભગતબાપુ પ્રસ્તુત રચનામાં હીરાના વેપારીનું ઉદાહરણ લઈને ખૂબ મર્મસભર વાણીમાં સમજાવે છે કે હૈયાની હાટડીએ જ્યારે તમને ઓળખનાર ઝવેરી મળી જશે ત્યારે તમારો બેડો પાર થશે, પરંતુ ત્યાં સુધી કઈ કઈ વાતોથી, લોકોથી તેણે સાવચેત રહેવાનું છે એ અહીં તેમણે સમજાવ્યું છે.

હીરાના વેપારીને – દુલા ભાયા કાગ


10
આપણું વર્તન આપણા ચારિત્ર્યનું દર્પણ છે. જેવું વર્તન તેવું સમ્માન. નાના પ્રસંગો પણ માણસની છાપ એવી સજ્જડ બેસાડી શકે છે જે લાંબી વાતો કરી શક્તી નથી. દુર્ગુણોને માખણ માંથી વાળ કાઢે તેમ દુર કરી, ચારિત્ર્યવાન બનીએ અને પશ્ચિમી ભોગ વિલાસના ચક્કરમાં ના આવી ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરીએ એમ સુંદર ઉદાહરણોના માધ્યમથી સૂચવતો શ્રી જીજ્ઞેશ ચાવડાનો ઉપરોક્ત લેખ ખૂબ સમયાનુચિત છે.

વર્તન વાતો કરે……. – જીજ્ઞેશ ચાવડા


5
મહેરબાની કરી ઉપરના શીર્ષકનો અર્થ એમ ન કરવો કે લેખકની ડિગ્રી માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી છે. એ ફક્ત એટલું સૂચવે છે કે આ શીર્ષકની કવિતા 'અફાટ' પોરબંદરી એ લખી છે. લેખક મારા ખૂબ સારા મિત્ર છે અને તેમની પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતિએ તેમને આ નવું તખલ્લુસ અપાવ્યું છે. તેઓ સૂરતમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે અને આ કવિતા તેમના અનુભવની રજૂઆત છે, જો કે બધાંયને આ પોતાનો અનુભવ લાગે તો નવાઈ નહીં. પ્રતિભાવો તેમને આ નવા ક્ષેત્રમાં ડિગ્રી ન લેવાની પ્રેરણા અવશ્ય આપશે...

માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી – ‘અફાટ’ પોરબંદરી



4
શ્રી કૃષ્ણની વાંસળીના સૂર વહેતા થયા અને જાણે આખુંય આકાશ તેના સૂરમાં ગુલતાન થઈને ઝોલે ચઢ્યું એમ વર્ણવતું આ સુંદર ભાવગીત એક ગોપીની મનોભાવના પર આધારીત છે. લીલી કુંજમાંથી સારસની જોડ જેવા વેણ વહે અને આંખો કા'નને જોવા અધીર થઈ રહે છે. ઝરણાંને જોઈને જેમ તરસ્યું હરણું દોટ મૂકે તેમ વાંસળીના સૂર સાંભળી કૃષ્ણને જોવા મન દોટ મૂકે છે એમ ગોપીના મનોભાવ કહે છે. મોરના પીંછાની મધ્યે આલેખાયેલા ર્ંગોને આંખ તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે. તેઓ કહે છે કે એ આંખે આખુંય વન નીરખ્યા કરવાનું મન થાય છે. આમ કૃષ્ણની વાંસળીના એક જ ટહુકારે આખુંય આભ પણ પ્રેમભર્યા મનને ઉડવા માટે ઓછું પડે છે. "શાંત તોમાર છંદ" માંથી સાભાર લેવાયેલું આ ભાવગીત ખૂબ ઉર્મિસભર અને પ્રેમભર્યું છે.

તમે ટહૂક્યાં ને….. – ભીખુ કપોડિયા


20
વિજયભાઈ રવિશંકર રાજ્યગુરુ સિહોરની મુની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેથી સવિશેષ તો તેઓ એક કવિ, લેખક અને સારા રચનાકાર તરીકેનો કાર્યભાર ખૂબ ખંતથી અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમના પ્રકાશિત સંગ્રહો “ચાલ પલળીએ!” (૨૦૦૦), “તું બરફની મીણબત્તી” (૨૦૦૩), “અવઢવ” (૨૦૦૫) અને “રૂપેરી વાળ” (૨૦૦૫) તેમની સક્ષમતાઓનો પરિચય સુપેરે આપી જાય છે અને ત્રણેય પ્રકાશનો ખૂબ સુંદર રચનાઓનો ભંડાર છે. "તું બરફની મીણબત્તી" એ શ્રી વિજયભાઈ રાજ્યગુરુની ગઝલોનો સુંદર સંગ્રહ છે. ૧૯૭૭ થી ૧૯૯૦ દરમ્યાન લખાયેલી આ ગઝલો અર્થસભર છે, મનહર છે, છંદબધ્ધ છે અને ભાવકો - ચાહકો દ્વારા ખૂબ પ્રશંશાપ્રાપ્ત છે. ૨૦૦૩ માં પ્રકાશિત આ ગઝલસંગ્રહની ગઝલોના કેટલાક સંકલિત શે'ર આજે પ્રસ્તુત છે.

(સંકલિત શે’ર) તું બરફની મીણબત્તી – વિજય રાજ્યગુરુ


2
જીવનના જ્ઞાનને, ગુરૂએ આપેલા પ્રેમરસને ભક્તકવિ અમૃત સાથે સરખાવતાં કહે છે કે તેમણે અમૃતનો પ્યાલો ભરપૂર પીધો છે. શરીરની માયા છૂટી ગઈ છે અને પ્રભુભક્તિનો રંગ લાગતાંજ તેમને રોમેરોમ નૂર પ્રગટ્યાં છે, સતગુરૂ તો બધાંયને સાનમાં જીવનનો સાચો મર્મ સમજાવતાં જ હોય છે, પરંતુ જે એ અર્થને પામી જાય છે, તેમની કૃપાથી, સાક્ષાત્કારથી સદાય જીવનમાં ભરપૂર રહે છે એમ અહીં કવિ વર્ણવે છે. શ્રી હેમંત ચૌહાણના કંઠે ઉપરોક્ત ભજન પ્રથમ વખત સાંભળ્યું હતું.

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર – દાસી જીવણ



6
નવલકથા "તત્વમસિ" નર્મદા અને તેની આસપાસના વનો, જીવન અને સૌથી વિશેષ એક પાત્રની "પર" થી "સ્વ" સુધીની યાત્રાની વાત આલેખાઈ છે. ૨૦૦૨ માં ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારી આ કથા સહજીવનની કથા છે, માનવની માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથે. નવલકથાને શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસના વિસ્તારોનું મનોહર વર્ણન છે. સચોટ અને સત્યાર્થ ધરાવતું વર્ણન અને જ્ઞાનના ભાર વગરની ફીલસૂફી જ આ નવલકથાનું હાર્દ બની રહે છે. તો પ્રસ્તુત છે શ્રી ધૃવ ભટ્ટ સાહેબનું સુંદર સર્જન "તત્વમસિ" વિશે મારી વિચારયાત્રા

“તત્વમસિ” નવલકથા વિશે મારી વિચારયાત્રા – જીજ્ઞેશ અધ્યારૂ


8
વૈવિશાળ અને લગ્ન વચ્ચેનો સમયગાળો યુગલ માટે, પ્રેમીઓ માટે જીવનના સ્વપ્નોને શણગારવાનો એક અનોખો અવસર છે. વૈવિશાળ થઈ ગયા હોય અને લગ્ન બાકી હોય ત્યારે હૈયામાં અનેક સ્વપ્નો હોય છે, ઉમંગો અને જીવનના આયોજનોથી મન છલકાઈ જાય છે. આવાજ સંજોગો દરમ્યાનની લાગણીઓને શ્રી જીગ્નેશ ચાવડાની ઉપરોક્ત રચનામાં સુપેરે વ્યક્ત થઈ છે. એક બીજાનો સાથ સહકાર, મિત્રો અને સગાવહાલાંનો વિશ્વાસ અને જીવનના ગમે તેવા કપરા સંજોગોમાં સતત આગળ વધ્યા બંનેને એક મજબૂત તાંતણે એક બીજા સાથે જોડે છે, એ બંધનમાં બંધાવાની, ઉલ્લાસથી જીવન જીવી જવાની ભાવના અહીં વર્ણવાઈ છે. અંતિમ પંક્તિઓમાં તેઓ સહજીવનની શરૂઆત થયા પછીની વાત કહે છે.

સંબધ ની નાવ – જીજ્ઞેશ ચાવડા


3
શ્રી હરિન્દ્ર દવે આપણી ભાષાના રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમણે કેટલીક ખૂબ સુંદર અને મરમી રચનાઓ ગુજરાતી સાહિત્યજગતને આપી છે. અંધકાર વિશેની આ રચના પણ એવીજ એક ખૂબ સુંદર કૃતિ છે. અંધકારને વિવિધ સ્વરૂપોમાં, વિવિધ સમયોના દર્પણમાં, અનેકવિધ કલ્પનાઓ રૂપે તેમણે આભાસ આપ્યો છે. અને છેલ્લે અંધકારને દાદાની વાર્તામાં આવતા દરિયા તરીકે કલ્પીને તેમણે કમાલ કરી દીધી છે.

અંધકાર – હરિન્દ્ર દવે



13
અમારી હોસ્ટેલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક નાનકડી ગોખલા જેવી જગ્યામાં એક ટેલીફોન રહેતો. એ ટેલીફોન પણ અન્ય વસ્તુઓની જેમ એક જડ પદાર્થ જ હતો, પણ તેનું મહત્વ અન્ય વસ્તુઓથી થોડુંક વધારે હતું, કારણકે એક નિર્જીવ પદાર્થ બે સજીવોને સાંકળતો, તેમના મનોભાવો, લાગણીઓ એક બીજા સુધી પહોંચાડતો, અને પ્રેમીઓ માટે તો એ એક આશિર્વાદ હતો, જો કે એ ફોન પર કલાકો ચોંટી રહેનાર બીજા માટે તો એ ચોંટડુકને મનમાં ગાળો આપ્યા સિવાય કોઈ ઉપાય ન રહેતો. આવી જ એ ફોન વિશેની ઘણી ખાટી મીઠી યાદો અને વિચારો અત્રે પ્રસ્તુત કર્યા છે.

હોસ્ટેલનો ટેલીફોન – જીજ્ઞેશ અધ્યારૂ


2
આપણામાં હવે ઉપવાસનો મતલબ પૂજા અને આરાધના થતો નથી. મનની એકાગ્રતા અને પૂજામાં ધ્યાન લાગી રહે તે માટે કરવામાં આવતા ઉપવાસ હવે દિવસમાં બે વખત, થાળીમાં સાત આઠ ફરાળી વાનગીઓના આહાર સાથે કરવામાં આવે છે. દિવસો બદલાય છે, વૃત્તિ નહીં, દિવસની પવિત્રતા વૃત્તિમાં, આચરણમાં ન આવે ત્યાં સુધી શિવ તત્વ કેમ મળે? પ્રયત્ન કરવો જોઈએ કે આ શિવરાત્રી ફક્ત એક કર્મકાંડ કે ઉપવાસનો વધુ એક દિવસ ન બની રહેતા શિવ તત્વની આરાધનાનો મહાઉત્સવ બની રહે. બાળક મૂળશંકર એટલે કે શ્રી દયાનંદ સરસ્વતિને શિવરાત્રીના દિવસે થયેલા અનુભવની વાત અત્રે પ્રસ્તુત કરી છે. શિવરાત્રીનો સાચો અર્થ કદાચ અહીં ઈશારામાં કહેવાયો છે.

બાળક મૂળશંકર – ઝવેરચંદ મેઘાણી


8
ઘણી વખત એવું બને કે કોઈકની ખરાબ આદતો, ખરાબ આચરણ કે અપ્રામાણિક નીતીઓથી મળતી ક્ષણિક સફળતાઓથી દોરાઈને, એ નકલી દોરદમામથી આકર્ષાઈને જીવનમાં ખોટા રસ્તે ચાલવાનો નિર્ણય કે વિચાર આવે, કદાચ એટલે જ વિદ્યાર્થીઓના મનમાં આવા કોઈ પણ વિચારના ઉદભવને પહેલેથી જ ડામવા હાવર્ડ યુનિવર્સિટી ઉપરોક્ત આચરણ સૂત્રો બતાવે છે. આપણી સારી આદતો, સંસ્કારો અને આચરણો જ આપણી સૌથી મોટી મૂડી છે, કોઈ ઈમારત પડી જાય તો તેના પાયા પર તેને ઉભી કરી શકાય, પણ પાયા વગરની ઈમારતનું ભાવિ બિસ્માર હોય છે, એ ભલે ગમે તેટલી ઊંચી હોય, નાનકડા વિઘ્ને પતન નિશ્ચિત છે.

“તેમ છતાં ….” – હાવર્ડ યુનિવર્સિટીના આચરણ સૂત્રો



3
મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન ઉર્ફ મિર્ઝા ગાલિબની પર્શિયન અને મુખ્યત્વે ઉર્દુ ગઝલો સાહિત્યના ક્ષેત્રમાં, ગઝલોના રચનાત્મક ક્ષેત્રમાં એક આગવું આદરણીય સ્થાન ધરાવે છે. જો કે એમ મનાય છે કે ગાલિબની મોટાભાગની પ્રખ્યાત ગઝલો તેમની ૧૯ વર્ષ સુધીની ઉંમરમાં લખાયેલી છે. ગાલિબનો અર્થ થાય છે શ્રેષ્ઠ, સૌથી ઉચ્ચ. ઉર્દુ ભાષાના મહાનતમ અને સૌથી વધુ પ્રચલિત શાયરોમાં, રચનાકારોમાં તેમનું નામ મુખ્ય છે. પ્રસ્તુત ગઝલ પણ ગાલિબની ઘણી રચનાઓમાંથી અગ્રગણ્ય અને ખૂબ જ પ્રખ્યાત છે. પ્રેમીજન વિશેની હજારો ઈચ્છાઓમાંની દરેક ઈચ્છા પર શાયરનો દમ નીકળે છે એવા શરૂઆત વાળી આ ગઝલના દરેક શે'ર બેનમૂન છે.

હઝારોં ખ્વાહિશેં ઐસી – મિર્ઝા ગાલિબ


15
તમે છેલ્લે ક્યારે હસ્યા છો? જ્યારે બ્લોગ 'અધ્યારૂ નું જગત' ચાલતો ત્યારે શું તમે આ જોક વાંચ્યો છે ના શિર્ષક હેઠળ ઘણી પોસ્ટ કરી, એક લીટીના ચતુર વાક્યો અને નવા જોક શોધીને મૂકવાની મજા અલગ જ છે, બની શકે કે આજના સંકલનમાંથી ઘણાં જોક તમે સાંભળેલા હશે, કારણકે આ પોસ્ટ યાદશક્તિને આધારે બનાવી છે, પરંતુ આમાંથી કોઈ એક પણ જો તમારા ચહેરા પર સ્મિત લાવવામાં સફળ થાય તો તેની પાછળ લેવાયેલી મહેનત સફળ થઈ ગણાશે.

શું તમે આ ખણખોદ વાંચી? (9) – સંકલિત


તોતો ચાન 4
મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. તોતો ચાન પુસ્તકનું બાળમાનસ પરિચય અને બાળ શિક્ષણ ક્ષેત્રે એક આગવું સ્થાન છે અને એ પુસ્તક વિશે, તેના મુખ્ય પાત્ર એવી તોત્સુકો કુરોયાનગી ની અનુભવની સચ્ચાઈ વિશે અહીં સુંદર વિવરણ છે. તેને પ્રાથમિક શિક્ષણના સંસ્મરણોનો સાચો ગ્રાફ પ્રસ્તુત કર્યો છે. તેણીને જગતભરનાં માતા પિતાને તેના બાળકોને અપાતા શિક્ષણની પધ્ધતિ અંગે ઘણું કહેવું છે. તેણે કેટલુંક બહુંજ અગત્યનું ખૂબ સહજભાવે કહી દીધું છે. આ નવલકથામાં ભાષા પ્રપંચ નહીં, પરંતુ અનુભવની સચ્ચાઈનો રણકો છે. આ સુંદર પુસ્તક્ની સમીક્ષા બદલ શ્રી તરૂણભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર. આશા છે આવા સુંદર લેખો તેમની કલમથી આગળ પણ મળતા રહેશે.

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવી આશાનું કિરણ : તોતો ચાન – તરૂણ મહેતા