વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

10
અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત ખરી. લખવાનો તેમનો પ્રયત્ન આજે સૌ મિત્રો સાથે તેઓ વહેંચી રહ્યા છે. તેમની કૃતિ વર્ણવે છે એક યુવતી પોતાના લગ્નની પહેલી રાત્રે પતિની રાહ જોવા દરમ્યાન મળેલી થોડીક ક્ષણોની વિચારધારા, એ પળોની લાગણીનું મિશ્રણ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.

રે મન ! (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા


1
વિજયભાઈનો પરિચય અક્ષરનાદના વાચકોને આપવાની કોઈ આવશ્યકતા નથી. અક્ષરદેહે આ પહેલા પણ તેઓ અક્ષરનાદ પર ઉપસ્થિત થયેલા છે જ, આજે ફરી એક વાર બે સુંદર અછાંદસ લઈને તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયાં છે. પ્રથમ અછાંદસમાં જ્યાં તેઓ જો - તો ની વાતને એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે ત્યાં બીજી રચનામાં જીવનના મર્મને, તેની સાચી મહત્તાને સમજવાનો પ્રયત્ન કરતા જણાય છે. આવી સબળ કૃતિઓ તેમનું મોટું જમાપાસું છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

બે અછાંદસ – વિજય જોશી


1
મીરાંનું જીવન અને કવિતા એ એક મહાપ્રયત્નનું પરિણામ છે. બાળપણથી જ મીરાંનું મન સંસારમાં રાચેલું નહોતું. અત્યંત પ્રેમભાવના વેગથી એની આંતરવૃત્તિ રંગાયેલી હતી. આ વૃત્તિ ભક્ત પિતામહને ત્યાં બાળપણમાં પોષાઈ. વૈધવ્યે એને જીવનમાં વણવાની તક આપી. મહારાણીપદ અને રાજકુળે એના સંસ્કારો વિકસાવ્યા અને પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમતા ટકવાની તાકાત અને માનેલા આદર્શનો સાક્ષાત્કાર કરવાનો ઉત્સાહ આવ્યાં અને આ બધાના પરિણામે એના વિકાસ પામેલા વ્યક્તિત્વે આદર્શની પાછળ આત્મસમર્પણ કરી ચિરંજીવતા મેળવી. મીરાંની કવિતા અને જીવનને એકબીજાથી જુદાં ન પાડી શકાય. એના જીવનરસના નિર્ઝરણમાંથી એની કવિતા બની છે. એના કવિતાના રસપ્રવાહમાંથી એનું જીવન રચાયું છે. અને એ બંને, એનું જીવન અને એની કવિતા એક બીજાથી એતલાં અભિન્ન છે કે એમને છૂટાં પાડતાં બંને સામાન્ય થઈ રહે. મીરાં વિશેની આવી જ વાત વિગતે શ્રીમતી લીલાવતી મુનશીએ કરી છે.

મીરાંબાઈ – લીલાવતી મુનશી



2
આજે વાચકમિત્રો શ્રી જનકભાઈ ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી 'રસમંજન' અને શ્રી રાહુલભાઈ શાહની પદ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. વાચકોને આવી કૃતિઓના સર્જનની પ્રેરણા મળે, કેટલાક સિદ્ધહસ્ત વાચકોના સર્જનો પણ નવલોહીયા રચનાકારોને પ્રેરણા આપે અને તેમના સર્જનો વધુ ને વધુ પ્રાણવાન અને સત્વશીલ બને એવી આશા સાથે ત્રણેય સર્જકોને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.

વાચકોની પદ્ય રચનાઓ – સંકલિત


6
'ઘણી સહેલાઈથી એ પૈસાદાર બની શક્યો હોત ! પોતાના અખબારનું ધોરણ જરીક નીચું ઉતારે એટલી જ વાર હતી, પરંતુ એ લાલચની સામે થવા જેટલીય જરૂર એને નહોતી પડી; કેમકે ધક્કો મારીને કાઢવો પડે તેટલો એની નજીક જ એ કમાવાનો વિચાર નહિં આવેલો ને ! સળગતી પ્રામાણિકતાને સેવનારો એ માનવ હતો એટલું કહેવું બસ નથી. એનામાં તો ઈજ્જતની વીરતા હતી.' જેઓની મૃત્યુખાંભી ઉપર બેધડક આટલી પંક્તિઓ લખી શકીએ, એવા પુરુષો આજની અખબારી દુનિયામાં ક્યાં છે? કેટલાક છે ? થઈ ગયા છે કોઈ?

પત્રકારની કબર ઉપર – ઝવેરચંદ મેઘાણી


5
અક્ષરનાદ ઇ પુસ્તક વિભાગના સંચાલક અને અદના ગુજરાતી બ્લોગર ગોપાલભાઈ પારેખ સ્વભાવે મોજીલા માણસ, મનમાં ઉગી જાય તો ક્યારેક સુંદર રચનાઓનું સર્જન પણ કરે છે, આજે પ્રસ્તુત છે તેમની જ એક રચના. પ્રેમ કોઈ એક વ્યાખ્યામાં બંધાતો નથી, કોઈ એક ક્ષેત્રમાં જકડાઇને રહેતો નથી. પ્રેમને મેળવવા હોંશે હોંશે અનેક કામો કરવાની તૈયારી દેખાડનાર એ પ્રેમાળ વ્યક્તિની વાત અહીં ખૂબ સરળ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.

હોંશે હોંશે – ગોપાલ પારેખ



13
અક્ષરનાદ.કોમ વેબસાઈટ આજે પાંચ વર્ષ પૂર્ણ કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ભાષા, સાહિત્ય અને પ્રેરણાદાયક તથા મનનીય વાંચન નિઃશુલ્ક, સરળતાથી અને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે શરૂ કરેલ આ સાહસ આપ સૌના આશિર્વાદ, શુભેચ્છાઓ અને સહકારથી સતત અને અવિરત આગળ વધી રહ્યું છે એ અમારા માટે એક ચમત્કારથી વિશેષ કાંઈ નથી.

અક્ષરનાદનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ


Read Free Gujarati Ebook Bhajanyog by Suresh Dalal 6
પ્રસ્તુત પુસ્તક 'ભજનયોગ', એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો - પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.

ભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)


5
મનને વિકારોમાંથી છોડાવવાની બે રીતો છે - એક જ્ઞાન અને વૈરાગ્ય દ્રારા તેનું શમન કરીને, અને બીજી આ૫ણે જેવા છીએ તેવા પોતે પોતાને ૫રમાત્માને સમર્પિત કરી દઇએ.૫રમાત્મા સ્વયમ્ આ૫ણા દોષો દૂર કરી દેશે. આ૫ણે તેના માટે ચિંતા કરવાની જરૂરત નથી. ૫હેલી રીત ખુબ જ સુંદર છે તેને કરવી જ જોઇએ ૫ણ તે ખૂબ જ કઠિન છે. બીજી રીત સામાન્ય લાગે છે ૫ણ તે અમોઘ છે. દા.ત. એ આ૫ણી પાસે એક મકાન છે આ૫ણે તે મકાન કોઇને વેચી દીધું તો તે મકાન તે રાખનારનું થઇ ગયું. હવે તે મકાનમાં કચરો ભરાય, કોઇ તૂટફાટ થાય તો તેનું મરામત કામ કોણ કરાવશે? તેની જવાબદારી મકાન જેને રાખ્યું છે તેની છે, તેવી જ રીતે આ૫ણે જયારે ૫રમાત્માને સમર્પિત થઇ જઇએ, આ૫ણી પાસે જે તન મન ધન પ્રભુ ૫રમાત્માનું જ છે તે પ્રભુ ૫રમાત્માને જ સમર્પણ કરી દઇએ છીએ ત્યારે આ૫ણા ગુણ દોષ, ભૂલો, ખામીઓ, તન મન ધન ઇન્દ્રિયો, બુધ્ધિ આ બધું પ્રભુ ૫રમાત્માનું થઇ જાય છે. હવે તેને સ્વુચ્છ અને નિર્મળ રાખવું એ પ્રભુ ૫રમાત્માની જવાબદારી છે.

મામેકં શરણં વ્રજ… – વિનોદભાઈ માછી



7
ગાંધીની કાવડ લઘુનવલ સાદ્યાંત રાજકારણનું કથાવસ્તુ ધરાવે છે તે કારણે તેને રાજકીય કથાવસ્તુ વાળી નવલકથા કહી શકાય, પણ આખરે તો નવલકથા ગમે તે વિષયને અનુલક્ષીને હોય, એનું હાર્દ સ્પર્શવું જોઈએ, લાલચુ, અપરાધી અને બદમાશ રાજકારણીઓ પાસે સત્તા મેળવવાની, મેળવીને ટકાવી રાખવાની ને બને તો વધારતા જવાની અનેક તરકીબો છે એમાંની એક આ નવલમાં આલેખાઈ છે તે છે શુદ્ધ માનવીને નિષ્કલંક પ્રતિભા અને પ્રતિમાને હાથો બનાવવાની. કરુણાશંકર માસ્તર ગાંધીજીના નિકટના સાથી અને સ્વાતંત્ર્યસેનાની છે તેમને હાથો બનાવવામાં બે લાભ, એક તો તેઓ સરકારની ટિકા કરતાં અટકે અને બીજો પક્ષના -સરકારના પક્ષમાં તેમનો ઉપયોગ કરી શકાય. રાજકારણીઓ માનવીને પણ મૅનેજેબલ કૉમોડીટી માને છે તે આ કૃતિમા ફલિત થાય છે. ગાંધીની કાવડ આપણી પ્રવર્તમાન વ્યવસ્થાનો આયનો પણ કહી શકાય, એ જ નવલકથાનો મને ગમતો એક નાનકડો ભાગ આજે પ્રસ્તુત છે.

રાજકારણીઓ માટે એક મૅનેજેબલ કૉમોડીટી : જનતા – હરિન્દ્ર દવે


3
ગંગાસતીનું આ પ્રસિદ્ધ ભજન છે, એવા પણ લોકો હશે કે જેમને આમાંની કેટલીક પંક્તિઓ યાદ હશે, પણ ખબર નહીં હોય કે આ ભજન કોનું છે. કવિનું કામ આ રીતે ભાષામાં ઊપસતું હશે અને કવિનું નામ આજ રીતે ભાષામાં ભૂંસાઇ જતું હશે, ગંગાસતી અને પાનબાઇ, સાસુ અને વહુ, આજે 2012માં પણ આ સંબંધ સકારણ વગોવાય છે. મધ્યકાલિન યુગમાં ગંગાસતી અને પાનબાઇની જોડી આદર્શ સાસુવહુ તરીકે, ગુરુશિષ્યા તરીકે પ્રખ્યાત, એમ કહેવાય છે કે ગંગાસતીએ જે કાંઇ ગાયું તે પાનબાઇના અંતરાત્માને ઉછેરવા માટે. માં તો ગર્ભ ધારણ કરે અને શરીર આપે. પણ વહુની આવી માવજત આખા જગતમાં વિરલ કહી શકાય. સાસુ મહેણાં માટે જાણીતી છે, ગાણાં માટે નહીં. ગંગાસતીનું ગીત આત્માને જ્ઞાનથી અજવાળે એવું છે, આ બધા સંસારી સંતોને પોતે વિરલ કવિતા કરે છે એની કોઇ સભાનતા નહોતી. એક એક વ્યક્તિ વિદ્યાપીઠ જેવી, અનુદાન(ગ્રાંટ) નો પ્રશ્ન જ નહોતો. જે કાંઇ હતું તે ઇશ્વરનો અનુગ્રહ, પરમની કૃપા અને ગ્રેસ. આ જ વિષય પરત્વે - ભજન વિશે શ્રી સુરેશ દલાલે કરેલ ચિંતન આજે પ્રસ્તુત છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.

હરખ શોકની હેડકી નહીં…. – સુરેશ દલાલ


6
જીતેન્દ્રભાઈ પ્રજાપતિ આપણા એક સિદ્ધહસ્ત ગઝલકાર છે એ વાત તેમની ગઝલો સુપેરે સાબિત અકરી આપે છે અને અક્ષરનાદની સાથે તેમની વિકાસયાત્રા આગળ વધી છે તે વાતનો અત્યંત આનંદ પણ ખરો. અનેક પ્રચલિત સામયિકો જેમ કે કવિતા, શહીદે ગઝલ, છાલક વગેરેમાં તેમની ગઝલો છપાઈ રહી છે એ તેમની નિપુણતાની સાક્ષી પૂરે છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી જ સુંદર ગઝલ.

મૂળ સોતો ઉછર્યો તે હું જ – જિતેન્દ્ર પ્રજાપતિ



4
વિશ્વ જે ઝડપે અણુયુદ્ધ તરફ આગળ વધી રહ્યુ છે, અણુશસ્ત્રો અને તેમના માટેના મિસાઈલ વગેરેની જે દોડ આજે ચાલી રહી છે તેમાં વિકાસ માટે વપરાવાના કરોડો અબજો રૂપિયા હોમાઈ રહ્યા છે. લોકો એક તરફ ગરીબ થઈ રહ્યા છે તો બીજી તરફ સુરક્ષાને નામે રાષ્ટ્રો અણુસત્તા બનવા તરફ આંધળી દોડ લગાવી રહ્યા છે. આ જ વિષય પરત્વે એક સ્વામી આનંદે વર્ષો પહેલા લખેલ લેખ આજે પ્રસ્તુત છે જે 'માનવતાના વેરી' માંથી લેવામાં આવ્યો છે.

માનવતાના વેરી – સ્વામી આનંદ


9
આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની મારી મનગમતી ગઝલોમાંની એક અગ્રગણ્ય ગઝલ. આ ગઝલ મને ખૂબ ગમે છે તેના અનેક કારણો છે, એક તો તેનો ભાવ, પ્રથમ શેરથી જ એ સૂચવી દે છે કે આ વિરહ પછીની ગઝલ છે, એમાં જુદાઈ છતાંય પ્રગટ થતી પ્રેમની ખુમારી અનોખી છે, પોતાના અને પ્રેમીકાના ચૈતસિક જોડાણની વાત ગઝલકાર અહીં કહે છે. આજે ઘણા વખતે બેફામ સાહેબની ગઝલ મૂકવાનો અવસર મળ્યો છે, આશા છે મારી આ પસંદ આપ સૌને પણ ગમશે.

બસ એટલું કે એના ઉપર મારો હક નથી… – બરકત વીરાણી ‘બેફામ’


11
આજ ના જમાના માં જ્યારે લોકો ફેરિયા અને બીજા સ્વાંગ ધરીને ઘરોમાં ચોરીઓ કરે છે એ લોકો નથી જાણતા કે આવા કૃત્ય થી સાચે જ એ વ્યવસાય પર નભનારા લોકોની રોજી રોટી છીનવાઈ જાય તેવું જોખમ તેઓ ઉભું કરતા જાય છે ત્યારે પ્રસ્તુત પ્રસંગ લોકોની આંખો ઉઘાડી આપવા સક્ષમ છે. આપણી આસપાસ થતી આવી ઘટનાઓ ચટપટી અથવ મસાલેદાર કહાનીઓ જેવી ન હોય તો પણ જીવન પર તેની અસર વધુ થાય છે કારણકે આ આપણી હકીકતની દુનિયા છે. આવો જ એક પ્રસંગ આજે ઋત્વિબેન વ્યાસ મહેતા લઈને આવ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને સર્જનની આ સફર માટે તેમને અનેક શુભકામનાઓ.

રાઘવ, એક દ્રષ્ટાંત… – ઋત્વિ વ્યાસ મહેતા



5
આજે પ્રસ્તુત છે શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત 'વાંચનયાત્રાનો પ્રસાદ'માંથી કેટલાક નાનકડા પરંતુ પ્રેરણાદાયક પ્રસંગો. આ પ્રસંગોમાં સમાવિષ્ટ છે વિનોબા ભાવેની સાથે થયેલ એક હ્રદયસ્પર્શી ઘટના અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ વિશેના મણિભાઈ પટેલના કેટલાક પ્રેરણાદાયક અનુભવો. ક્યારેક નાનકડી વાત હ્રદય પર ચોટ કરતી હોય છે, એ જ આશા સાથે આજના આ ટૂંકા પ્રસંગો પ્રસ્તુત છે.

પ્રેરક કથાઓ (વાંચનયાત્રાનો પ્રસાદ) – ‌સંકલિત


4
જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંણો ખોરાક, મજૂરી કરતાં પડેલા કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલા લખાણો એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધુમ્મસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માણ્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિ માતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દ્રષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્વનો તેટઓ જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષા દ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હ્રદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે.

ઓતરાતી દીવાલો – કાકાસાહેબ કાલેલકર


8
નિમિષાબેન દલાલની આ પહેલા ચાર વાર્તાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. ગૂંચવણો વગરની અને સામાન્ય જીવનઘટનાઓને સહજતાથી સ્પર્શતી અને એવી જ સરળ પ્રવાહી શૈલી અને ભાષા ધરાવતી તેમની વાર્તાઓમાં આપણા સમાજજીવનની સરળતા ઝળકે છે. ઘરકામમાંથી નવરાશ મેળવીને એક ગૃહિણી આમ સતત સાહિત્યસર્જનના પ્રયત્નમાં રત રહે તે ખરેખર એક પ્રશંશાપાત્ર વાત કહેવાય. આજે પ્રસ્તુત છે તેમની એક વધુ વાર્તા તેમના આગવા અંદાઝમાં. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

મહેતાબ – નિમિષા દલાલ



8
'કસ્તુરી કુંડલ બસે મગ ખોજે બન માંહી' મૃગની નાભિમાં કસ્તુરી છે, તે કસ્તુરીની સુગંધ લઈને સુગંધના કેન્દ્રની શોધ માટે વનમાં ભટકી રહ્યો છે. અરે ! તેને કોઈ તો સમજાવો કે જે વસ્તુની શોધમાં તે જંગલમાં ભટકી રહ્યો છે તે તેની પોતાની નાભિમાં જ છે - એ સુગંધ તેની નાભિમાંથી જ આવી રહી છે. માણસનું પણ આવું જ નથી? જે પરમતત્વને, પરમ આનંદને, શાંતિને શોધવા માટે આપણે અહીં ત્યાં સર્વત્ર ભટકીએ છીએ તે પરમાનંદનું કેન્દ્ર સચ્ચિદાનંદ આત્મા તો આપણી અંદર જ છે. અરે, તે આપણું પોતાનું નિજ સ્વરૂપ જ છે. આંખ ખોલો અને જુઓ - તમે જે શોધો છો તે તો તમારી અંદર - તમારી પાસે જ સદા સર્વદા છે. આ જ વાતને સુંદર કથાનક ઉદાહરણ દ્વારા અહિં પ્રસ્તુત કરાઈ છે.

હીરાની ખાણ (અધ્યાત્મ-કથાઓ) – ભાણદેવ


4
કચ્છી ભાષાસાહિત્યમાં રચનાકારો તો અનેક છે, અસાધારણ અને અનોખા છે. પણ ગુજરાતી સાહિત્યના વાચકો એમાંથી કયા નામો ગણાવી શકે? અસ્મિતાપર્વને લીધે શ્રી દુલેરાય કારાણીનું ફક્ત નામ મેં જાણ્યું, પણ આપણી કહી શકાય એવી કચ્છી ભાષાની મોંઘેરી મીરાંત - કચ્છી ભાષા સાહિત્ય વિશે વિગતે જાણવાની તક મળી શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક 'શબ્દને સથવારે' વાંચતા વાંચતા. પ્રસ્તુત સુંદર અને અલભ્ય પુસ્તક કચ્છી ભાષા સાહિત્યના વિકાસક્રમ, સર્જકો તથા સર્જન વિશે અલગ અલગ લેખના માધ્યમથી ખૂબ વિસ્તૃત પરંતુ મુદ્દાસર વાત કરે છે. લેખક સાથે સાથે કૃતિઓનો રસાસ્વાદ કરાવવાનું પણ ચૂક્યા નથી, અને એ આપણા માટે તો આશિર્વાદ સમાન જ છે. પ્રસ્તુત પુસ્તકની વધુ માહિતિ તથા તેની સમીક્ષા તો રજૂ કરવામાં આવશે જ, પરંતુ આજે પ્રસ્તુત છે કચ્છી ભાષા સાહિત્યના કેટલાક રત્નો - પદ્યકણિકાઓ જે શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક 'શબ્દને સથવારે'માંથી સાભાર લીધી છે. અક્ષરનાદને આ પ્રસ્તુતિ કરવાની પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

કચ્છી સાહિત્યમાળાના મોતી – સંકલિત


12
આજે પ્રસ્તુત છે કેટલાક ગમતીલાં સંકલિત શે'ર. આ પંક્તિઓ ફક્ત શબ્દોનો માળો નથી, એમાં તો અર્થના પંખીઓ અંતરનાદનો ચહેકાટ રેલાવે છે. એક એક પંક્તિ મનની વાત કહે છે, હ્રદયને સ્પર્શે છે. આશા છે આપને આ સંકલન ગમશે.

મારા મનપસંદ શે’ર – સંકલિત



6
જિજ્ઞા બહેનના ગઝલસંગ્રહ 'અર્થના આકાશમાં' માંથી એક ગઝલ આપણે ગત અઠવાડીએ માણી અને તેમના અવાજમાં સાંભળી પણ ખરી. આજે તેમની વધુ એક સુંદર રચના પ્રસ્તુત કરવાની લાલચ રોકી શક્તો નથી. જો કે આજની રચના તેમના સંગ્રહમાંથી નથી લીધી, એ તેમનું ગઝલોપરાંતનું સર્જન છે - એ એક સુંદર મજાનું ગીત છે. એક એવું ગીત જેમાં તેમણે સજીવ ઈશ્વરની કલ્પના કરી છે, પંખીને તેમણે ઉડતા ભગવાન ગણાવ્યા છે અને એ પછી પોતાની વાતના પુરાવા રૂપે તેઓ અનેક તર્કસંગત કારણો આપે છે, માણીએ આ સુંદર ગીત. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જિજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમે આવા સુંદર સર્જનો સતત થતાં રહે તેવી અનેક શુભકામનાઓ.

પંખી તો ઉડતાં ભગવાન છે… – જીજ્ઞા ત્રિવેદી


25
ફેસબુક વિશે અનેક લોકોનું ગાંડપણ આજકાલ જોઈ રહ્યો છું. એમાંથી ઘણાને તો ખબર પણ નથી કે એમ કરવાથી શું મળશે... મારી કંપનીની ગાડીમાં ડ્રાઈવર તેના મોબાઈલમાં દર મહીને સો રૂપિયાનું રીચાર્જ ફેસબુક માટે કરાવે છે, ચાલુ વાહને તે સ્ટેટસ અપડેટ કરે છે. બીજા ડ્રાઈવરને કહે છે કે મને ફ્રેન્ડ લિસ્ટમાં ઍડ કર. મારો એક પિત્રાઈ ભાઈ ભણવાનું છોડીને સતત મોબાઈલ અથવા સાઈબર કૅફેમાં જઈને કોમ્પ્યુટર દ્વારા ફેસબુક પર મંડ્યો રહે છે. ફેસબુક એવી તે કઈ વસ્તુ છે કે તેના માટે ગાડપણની સીમાઓ પાર કરાઈ રહી છે? આ વિશે લખવાની ઈચ્છા ઘણા વખતથી હતી, અને અચાનક ખલિલ જિબ્રાનનું "વિદાય વેળાએ' હાથમાં આવ્યું, પછી શું? અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો.....

ફેસબુકમાં લોગ ઈન વેળાએ… – જીજ્ઞેશ અધ્યારૂ


8
શ્રી ગોપાલભાઈ પારેખનો પરિચય નેટજગતના વાચકોને આપવાની જરૂર જ નથી. ગુજરાતી નેટવિશ્વના વૃદ્ધ યુવાન કાર્યકર એવા ગોપાલભાઈ હમણાં થોડા દિવસો માટે મહારાષ્ટ્રના દેવલાલી ખાતે હવાફેર માટે ગયેલા, ત્યાં રહીને આવ્યા બાદ તેમને થયેલ અનેક સુંદર અનુભવો વિશે તેમણે વાત કરી. આજના વિશ્વમાં જ્યાં એક તો આવા અનુભવો જૂજ છે અને બીજું કે તેમને અનુભવવાવાળાની નકારાત્મકતા એ અનુભવને શંકાની જ નજરોથી જુએ છે ત્યાં ગોપાલભાઈની અનુભૂતિ મને ખૂબ ગમી. તેમના જ શબ્દોમાં આજે તેમના ત્રણ અનુભવો પ્રસ્તુત છે.

દેવલાલીના સંભારણાં – ગોપાલ પારેખ



10
મિત્રો, આજે ફરીથી એક વખત પ્રસ્તુત છે કેટલીક સંકલિત ખણખોદ - અવનવી વાતો, ક્યાંક સ્મિત છે, ક્યાંક મરકાટ તો ક્યાંક ચળકાટ. કોઈક માથું દુખાડશે તો કોઈક હસાવશે. આશા છે આપ સૌને આ સંકલન ગમશે.

ખણખોદ…. ફરી એક વાર (૧૨) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ


13
શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ પૂર્વે એક લેખ પ્રસ્તુત થયેલો, આજની પ્રસ્તુતિ એ જ શૃંખલાની બીજી કડી છે. આ વિસ્તૃત લેખ એક સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો.... પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટનો બીજો ભાગ.... આજે આપણે વાત કરી રહ્યા છીએ ફક્ત નરસિંહ મહેતાના સર્જન વિશે.

નરસિઁહ મહેતાનાં જીવન કવન વિષયક પદો – તરુણ મહેતા (Audiocast)


7
અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.

અનોખું મિલન – નિમિષા દલાલ



14
ભાવનગરની 'સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ'માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી એ પછી લગભગ એક વર્ષના ખૂબ જ ટુંકા સમયમાં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ "અર્થના આકાશમાં" લઈને ઉપસ્થિત થયા છે. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, એંશી જેવી સુંદર ગઝલો ધરાવતા આ સંગ્રહને સુંદર આવકાર આપીએ અને જીજ્ઞાબહેનની કલમે આપણને આવી સુંદર - માતબર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ. ગઝલસંગ્રહ સાથે તેમણે એ ગઝલોને સ્વર પણ આપ્યો છે અને એ ગાયકી ધરાવતી સી.ડી તેમણે અક્ષરનાદને સંગ્રહની સાથે પાઠવી છે. આજે માણીએ તેમના સંગ્રહની પ્રથમ ગઝલ, વાંચવાની સાથે સાથે સાંભળીએ તેમના જ સ્વરમાં, સંગીત સંચાલન અને રેકોર્ડિગ ભદ્રાયુ રાવળનું છે. સંગ્રહ તથા ઑડીયો સીડી અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.

શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે… – જીજ્ઞા ત્રિવેદી (Audiocast)


5
ધવલભાઈ સોની આ પહેલા પણ અક્ષરનાદ પર અક્ષરદેહે આવી ચૂક્યા છે, આજે પ્રસ્તુત છે તેમની પદ્યરચનાઓમાંની વિશેષ - દસ રચનાઓ જેમાંની પ્રત્યેક છે સોળાક્ષરી. ખરેખર તો એ પદ્ય રચનાઓ સોળાક્ષરી નહીઁ, સોળ શબ્દીય રચનાઓ છે, તેઓ કહે છે "સોળાક્ષરી નામ એટલા માટે રાખ્યું છે કે માત્ર સોળ શબ્દોમાં દર્દ, આનંદ, કટાક્ષ કે વ્યંગ, ભાવનાઓ કે લાગણીઓનો સહારો લઈને ઘણું બધું કહી દેવાનો એક પ્રયાસ માત્ર કર્યો છે... તો આશા છે કે વાચકોને પણ ગમશે કેટલીક મને ગમતી રચનાઓ...

સોળાક્ષરી પદ્ય રચનાઓ…. – ધવલ સોની


2
સંબંધોના ગહન વિષયને સમજવા માટેનો એક સરળ પ્રયાસ ચાલી રહ્યો છે - જે અંતર્ગત ડૉ. જગદીશભાઈ જોશીના લેખન મણકાઓ આપણે માણી રહ્યા છીએ. આ પહેલા આપણે આ જ વિષય પર ત્રણ લેખ જોઈ ગયા છીએ. એ જ અનુસંધાનને આજે આગળ ધપાવી રહ્યા છીએ. સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે એટલે પ્રસ્તુત વિષય પર લેખવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ તો ખરાં જ, સાથે સાથે યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધોના અનેક પાસાઓ અને પરિમાણો ચર્ચતી આ વાત એક શ્રેણી બનવા જઈ રહી છે. ગુજરાતી બ્લોગ જગત માટે આ એક અનોખો અને નવલો પ્રયત્ન છે જેમાં ઑનલાઈન બિહેવીયર કાઉન્સેલિંગ અને સંબંધોના આટાપાટાને સરળ રીતે સમજાવતી ફિલસૂફી ચર્ચાઈ રહી છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આ શ્રેણી પ્રસ્તુત થઈ રહી છે.

સંબંધોમાં સ્પામ ફિલ્ટર… – ડૉ. જગદીશ જોશી