કુછ દિન તો ગુજારો ‘કચ્છ’ મેં!- મીરા જોશી 20
ટ્રેનની લાંબી વ્હીસલ, આવ-જો કહેતા ફટાફટ ડબ્બામાંથી ચઢ-ઉતર કરતા મુસાફરો અને પછી ધીમે ધીમે પ્લેટફોર્મ છોડતી જતી ટ્રેન.. કોણ જાણે કેમ પણ મને મારા શહેરના રેલ્વે સ્ટેશનનું ખુબ આકર્ષણ છે! આ નજારો મને ક્યારેય કંટાળાભર્યો નથી લાગ્યો.. એટલે જ દર દોઢ-બે મહિનાના અંતરે ટ્રેનના પ્રવાસની જાણે મને તલપ લાગે છે!