Daily Archives: August 23, 2017


કર્ણાટકનું કાશ્મીર : કારવાર – જીજ્ઞેશ અધ્યારૂ 6

હુવાને ગુજરાતનું કાશ્મીર કહેવાતું, અહીંની નાળીયેરીના વૃક્ષો સાથેની લખલૂટ હરીયાળી અને એને લીધે રહેતી ઠંડક, માલણનું મનોહર વહેણ વગેરેને લીધે આવું નામ પડ્યું હશે. જો કે એ હવે લાગુ પડે કે કેમ એ પ્રશ્ન છે! બધા રાજ્યોમાં આવા સ્થળો હશે જેને જે તે રાજ્યનું કાશ્મીર કહેવાતું હોય? ખેર, વાત કરવી છે કર્ણાટકનું કાશ્મીર ગણાતા ‘કારવાર’ની.

ગોવા એરપોર્ટથી લગભગ ૧૦૦ કિલોમીટર, મડગાંવ રેલ્વે સ્ટેશનથી ૭૫ કિલોમીટર અને ગોવા કર્ણાટક બોર્ડરથી ૧૫ કિલોમીટરના અંતરે, ઉત્તર કન્નડા જીલ્લાનું, પહાડોના ખોળામાં વસેલું, ત્રણ તરફ હરિયાળી અને એક તરફ અરબી સમુદ્રથી ઘેરાયેલું ખૂબ સુંદર અને નાનકડું ગામ એટલે કારવાર. રેલમાર્ગે એ કોંકણ રેલ્વેથી જોડાયેલું છે.