વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

6
અહમદ ફરાઝ પાકિસ્તાનની આજની પેઢીના અગ્રણી શાયર, પાકિસ્તાનની તત્કાલીન પરિસ્થિઓની મજબૂરીને લીધે ૧૯૮૩ પછી પાકિસ્તાન છોડી લંડન સ્થિર થયેલાં, ઉર્દુ ગઝલિયતના એક અનોખા ધારક, વાહક અને ચાહક. તેમની ગઝલોમાં પ્રેમ અને વિરહની વાતોની સાથે ક્યારેક અધ્યાત્મના ચમકારા અને સૂફી સાહિત્યની અસર પણ ઝળકી જાય છે. તેમની એક ખૂબ સુંદર ગઝલ જેને મહેંદી હસનનો સ્વર મળેલો અને જે ખૂબજ લોકપ્રિય થયેલી એ, "રંજિશ હી સહી, દિલ કો દુઃખાને કે લીયે આ" અત્રે પ્રસ્તુત છે. એની સાથે મહેંદી હસનના જ સ્વરમાં ગવાયેલી આ સુંદર ગઝલનો વિડીયો. અને તેની સાથે તેમની એવી જ બીજી સુંદર ગઝલ "અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોમેં મિલેં".

બે ઉર્દૂ ગઝલો – અહમદ ફરાઝ


1
ક્યારેક કોઈકની સાથે થયેલા અકસ્માતો પણ અન્યો માટે આશિર્વાદની પૂર્વભૂમિકા સર્જી જતા હોય તો એવા અકસ્માતોને શું કહેવું? અકસ્માત માટે આપણે ત્યાં “દૈવયોગે થયેલી ઘટના” એવો શબ્દ પણ વપરાય છે, આવા અકસ્માતો પાછળ પણ દૈવ કાંઈક હકારાત્મક અને સમાજોપયોગી કરવાનો વિચાર મૂકતા હશે ! ક્યારેક અકસ્માત ભોગ બનવું પડ્યું હોય તેવી ઘટનાનાં પ્રત્યાઘાતો ધાર્યા પણ ન હોય એવા અનોખા હોઈ શકે છે. આવી જ એક અનોખી જીવન બચાવ ઝુંબેશ અનેક રાજ્યોના હાઈવે પર ચલાવી રહેલા ડૉ. સુબ્રતો દાસ અને તેમના પત્નિ શ્રીમતી સુસ્મિતા દાસના અનોખા કાર્યની વાત આજે પ્રસ્તુત છે.

લોકોની જીવનરેખા સાચવવાનો પ્રયાસ (લાઈફલાઈન ફાઊન્ડેશન) – જીજ્ઞેશ અધ્યારૂ


5
શ્રી અમિત પંડ્યાની અત્રે પ્રસ્તુત ત્રણ ગઝલો ભિન્ન વિષયાસ્વાદની અનુભૂતી કરાવે છે, એ ત્રણેય રચનાઓની પોતપોતાની આગવી ખૂબી છે, ત્રણેયના શીર્ષકો પણ એવાં જ ભિન્ન છે. ત્રીજી રચનામાં એક કૂતરાની વાત થઈ છે, જો કે એ વિશેષણ કોના માટે વપરાયું છે એ ભાવકો સુપેરે સમજી શકે તેમ છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ શ્રી અમિત પંડ્યા (ઘાયલ બીજો) નો ખૂબ ખૂબ આભાર.

ત્રણ ગઝલો – અમિત પંડ્યા



8
'મિથ્યાભિમાન' નાટકમાંથી આ નાટ્યખંડ લેવામાં આવ્યો છે. મિથ્યાભિમાની જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા લેખકે હાસ્યનું નિરૂપણ કર્યું છે. જીવરામ ભટ્ટ આપણા સાહિત્યનું એક ચિરંજીવ પાત્ર છે. મિથ્યાભિમાનનું એ પૂતળું છે. એ રતાંધળો હોવા છતાં પોતે દેખે છે એવું બતાવવા જતાં એની મુર્ખતા અને મિથ્યાભિમાન પકડાઈ જાય છે, અને તેમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અહીં સંકલિત કરેલા નાટ્યખંડમાંથી જીવરામ ભટ્ટનું લાક્ષણિક વ્યક્તિત્વ ખડું થાય છે. પત્નીને તેડવા આવેલા જીવરામ ભટ્ટ અંધારું થવાથી ગામ બહાર ખાડામાં પડ્યા રહ્યા હતા, ત્યાંથી સસરા રઘનાથ ભટ્ટ અને સાળો સોમનાથ એમને દોરીને ઘેર લાવે છે, ત્યાર પછીનો આ જીવરામ ભટ્ટના જમવા બેસવાનો પ્રસંગ છે. જીવરામના નાહવાનો, પાઘડી લેવા બાબતનો, દીવાલ સામે અવળે મોઢે બેસવાનો, કંસાર પીરસતા સાસુને પાડી સમજી લાત મારવાનો, શાસ્ત્રજ્ઞાનના વાદ- વિવાદનો વગેરે પ્રસંગોમાં દલપતરામ જીવરામ ભટ્ટના પોકળ મિથ્યાભિમાનપણાને પ્રગટ કરીને હાસ્ય નિપજાવે છે. જીવરામ ભટ્ટના વ્યક્તિત્વ પર ટીકા-કટાક્ષ કરતું મશ્કરા રંગલાનું પાત્ર પણ ધ્યાન ખેંચે છે. માણસમાં છુપાયેલા દંભ -આડંબર અને પોકળતાને આ નાટ્યખંડમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા દલપતરામ દર્શાવી આપે છે.

જીવરામ ભટ્ટ જમવા બેઠા – દલપતરામ


ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ આજથી શરૂ થઈ રહેલી આ શૃંખલા અંતર્ગત ત્રણથી ચાર ભાગમાં વિભાજિત થશે. આજે આ અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની 'ફારસી કવિતા રચના', ઝાર રાંદેરી કૃત 'શાઈરી ભાગ ૧-૨' અને જમિયત પંડ્યા 'જિગર' કૃત 'ગઝલનું છંદશાસ્ત્ર' એ ત્રણ પુસ્તકો વિશે આપણે જાણીશું. આવતા અંકોમાં શ્રી શકીલ કાદરીનું 'ગઝલનું પિંગળશાસ્ત્ર', શ્રી નઝર ગફૂરીનું 'છંદસમજ ગઝલસહજ', શ્રી જિતુ ત્રિવેદીનું 'સમજીએ ગઝલનો લય', શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા 'ગઝલ શીખવી છે?', ડૉ. રઈશ મનીઆર કૃત 'ગઝલનું છંદોવિધાન', ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત 'ગઝલ શીખીએ', શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત 'ગઝલ વિમર્શ', પ્રો. સુમન અજમેરી કૃત 'ગઝલ - સંરચના અને છંદવિધાન' અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ 'ગઝલગ્રાફ' એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું.

ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૦ – શકીલ કાદરી (ગઝલ વિશેનાં પુસ્તકો)


6
મારા પત્નિ અને અક્ષરનાદના સંપાદનમાં મદદગાર પ્રતિભા અધ્યારૂના પપ્પાના મૃત્યુ વખતે વાપીના શ્રી ગોપાલભાઈ પારેખે આ સંદેશ મોકલ્યો હતો, ટેલીફોન પર લાઈવ સંભળાવેલો અને પછી ઈ-મેલ મારફત મળેલ. એ દિવસ અને સમય મને હજુ પણ તાજા દૂઝતા ઘા જેવો યાદ છે. પરિવારને પડેલી ખોટ તો પૂરી શકાતી નથી, પરંતુ આવા સ્વજનોની મદદ અને સાંત્વના જ ખરો સહારો અપાવે છે, હિંમત બંધાવે છે. એ પ્રાર્થના આજે અત્રે પ્રસ્તુત છે.

સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ



2
ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત ગઝલો તેમની સત્વશીલ મરમી વાતોને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા ખૂબ જ થાય છે, પરંતુ તેમાં રહેલા સત્વને માણવાનું આવી ચર્ચાઓમાં રહી જાય છે. ગઝલનું આવું સૌંદર્ય માણવા મળે એ આપણું સદભાગ્ય જ કહેવાય ને!

એકત્વ (બે ગઝલો) – દાન વાઘેલા


4
સંક્ષેપીકરણ કરવાની જરૂરત કયારે પડે? ગાંધીજીની આત્મકથાની સંક્ષિપ્ત આવૃત્તિ સૌપ્રથમ જોઈ ત્યારે આ સવાલ થયેલો. જો કે લેખકની વાતને, તેની અભિવ્યક્તિને અને તેણે પૂરી પાડેલી માહિતિને ટૂંકી કરવાની જરૂર પડે, અને છતાં એ રચનાનું મૂળ કલેવર ન બદલાય એવું સંક્ષેપીકરણ કરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ વિષય વિશે આટલું સમજવું અને સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ.

સંક્ષેપીકરણ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો


1
પ્રભુ પાસે ભૌતિક સુખસગવડો મળે તેવી ઈચ્છા ન કરતાં જીવન જીવવાનું - દુઃખો સહન કરવાનું નૈતિક બળ મળે તે પ્રકારની માગણી કવિ કરે છે. હ્રદયમાં પડેલા ઘાવને મૌન બનીને સહન કરવાનું, કવિને શત્રુ માનતા વ્યક્તિઓ પ્રત્યે પણ હૈયામાં ઝેરનો ફણગો વૃક્ષ બનીને ન વિસ્તરે તેમજ ભલે જીવનમાં સફળ ન થવાય, પણ કોઈના હ્રદયબાગને નષ્ટ કરવાનું ન થાય - તે પ્રકારનું પ્રેમ અને કરુણાભર્યું જીવનબળ મળે તેવી કવિ માગણી કરે છે. હ્રદય અભિમાન ન કરે, મન ખોટા તર્ક વિતર્ક ન કરે, જીવન અગરબત્તીની જેમ બળીને સુગંધ પ્રસરાવે અને છેલ્લે મરણ પછી પણ પોતાના શરીરની રાખમાંથી જન્મભૂમીનું ખાતર બને એવી અભિલાષા કવિ રાખે છે. અહીં, "ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું" દ્વારા માંગણીના ભાવને વારંવાર ઘૂંટીને ભારપૂર્વક રજૂ કરી "બસ સહનનું એવું બલ દે" - એ પંક્તિ દ્વારા સંજોગોના શ્રદ્ધાભર્યા સ્વીકારના ભાવને ઉપસાવે છે.

ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ



7
તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! પ્રત્યેક સ્ત્રીમાં એક મીરાં હોય છે. મીરાં એટલે અનન્ય ભક્તિ. અદ્વિતિય નિષ્ઠા. મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ. આપણ કહે છે કે માત્ર મારે થવું તારા પ્રિય પાત્ર. હું અને તું, તું અને હું. આપણે બંને - ત્રીજું કોઈ નહીં. સમજાય એવી વાત છે કે જેને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે એ વ્યક્તિ હયાત નથી. શારીરિક રીતે હયાત નથી, પણ પોતાના અસ્તિત્વમાં તો એના સિવાય કોઈ નથી. મરણ સાથે વ્યક્તિ મરે છે. પ્રેમ મરતો નથી. સાચો પ્રેમ માણસને દુર્બળ અને અસહાય નથી બનાવતો, પણ એને સબળ બનાવે છે. આવા સુંદર ચિંતન સાથેનો અનેરો પ્રેમાળ નિબંધ.

તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! – સુરેશ દલાલ


13
એક ખૂબ જ અગત્યની અને આપની એક નાનકડી મદદ માંગતી વાત, એક ભારતીયને, એના અનોખા કામને એક નામ અને મદદ અપાવવાની વાત. એક ભારતીયના સદભાવનાના, સમાજોપયોગી કામને આખાય વિશ્વમાં ઓળખાણ અપાવવાનો, એના કામમાં મદદ કરવાનો અનેરો ઉત્સવ અને અવસર. આજનો આ લેખ અવશ્ય વાંચશો.

STOP PRESS – ગર્વ લેવા જેવા નોખા ભારતીયની અનોખી વાત


9
આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે ગઝલના આસ્વાદની વાત કરીએ. ગઝલનો પૂરેપૂરો આનંદ પામવા તેની સાચી સમજણ અને તેમાં વપરાયેલા વિવિધ પ્રતીકો અને કવિકર્મની સમજ મેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રતિભાવંત ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા સૂરત શહેરના હાલનાં અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોમાં તેમના બંને ગઝલસંગ્રહો, "મારા હિસ્સાનો સૂરજ " અને "વહાલ વાવી જોઈએ" પ્રસંશા પામ્યા છે, તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ સાથે સાથે અધ્યાત્મિકતાનો રંગ પણ તેમની ગઝલોમાં જોવા મળે છે. અક્ષરનાદની ચાલો ગઝલ શીખીએ શ્રેણી માટે આજનો આ આસ્વાદ લેખ શ્રી ગૌરાંગ ઠાકરે ખૂબ જ સ્નેહપૂર્વક તૈયાર કરી આપ્યો તે માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.

ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૯ – ગૌરાંગ ઠાકર (ગઝલ આસ્વાદ)



6
લગાગા નાં બે આવર્તન વાળી ટૂંકી બહેરની ગઝલ રચનામાં આ પ્રથમ પગરવ છે, એક પ્રેમી પ્રેમની સજા રૂપે, એને મળેલી નિષ્ફળતા વિશે શું વિચારી શકે એ આલેખવાનો એક નાનકડો પ્રયત્ન છે. એકમેકના થવાની જે તીવ્રતા હોય છે તેને બદલે અચાનક પ્રેમમાં મળેલી નિષ્ફળતા જે અજબ ઉદાસીનો, હ્રદય તૂટ્યાંનો અને એકલતાનાં લખલખાં જેવો અનુભવ કરાવી જાય છે એનું અછડતું આલેખન મૂકવાનો યત્ન છે.

ચાહવાની સજા (ટૂંકી બહેરની ગઝલ) – જીજ્ઞેશ અધ્યારૂ


2
'સંસ્કૃતિનો વિસ્તાર' એ લેખમાં હિંદુસ્તાનના પ્રતિક તરીકે મેં જે ચીત્ર આપ્યું છે.તેમાં એક વિશાળ વટવૃક્ષ તળે એક સાદી રૂપાળી ‌‌‌‌‌‌‌ઝૂંપડીને બારણે વાછરડા સાથે ગાય બાંધેલી છે.અનેક વડવાઈઓના વિસ્તારથી આસપાસનો પ્રદેશ પોતાની છાયાં તળે લેનાર પરોપકારી વટવૃક્ષ; ઊનાળમાં ઠંડક અને શીયાળામાં હુંફ આપનાર ઘાસની ઝૂંપડી; અને આજીવન તેમ જ મરણ પશ્વાત પણ સેવા આપનાર કારુણ્યમૂર્તિ ગૌમાતા; આ ત્રણે વસ્તુઓ આશ્રમ સંસ્કૃતિની પ્રતિક છે. આ ચિત્રની અંદર હિંદુસ્તાનની પ્રાકૂતિક પરિસ્થિતિ પણ ચિત્રિત થાય છે, અને હિંદુસ્તાનનું આર્યહદય પણ વ્યક્ત થાય છે. હિંદુસ્તાન આવાં વિશાળ વટવૃક્ષ આખી દુનિયામાં વિખ્યાત છે. પરદેશના લોકો જ્યારે આપણાં દેશમાં આવે છે ત્યારે આ દેશના એક કૌતુક તરીકે આવાં વૂક્ષો જોઈ આવે છે. અડિયાર, કબીરવડ અને કલકત્તાનું વાનસ્પત્યમ એ આ રીતે આપણાં ત્રણ તીર્થસ્થાનો છે.

ત્રણ પુરાતન વટવૃક્ષો – કાકા કાલેલકર


5
સર્જક ધૂની માંડલિયા થકી ગુજરાતી ગઝલોને પણ નવાં સ્થિતંતરો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી ગઝલકારોમાં પરંપરાનો આદર કરીને પણ આધુનિક ગઝલક્ષેત્રે જે નવોન્મેષો પ્રગટ થયાં છે, તેમાં ધૂની માંડલિયાનું નામ પુરા આદર સાથે લેવું પડે તેમ છે. અગાઉ "તારા અભાવમાં..." સંગ્રહથી ગુજરાતી ગઝલક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ આ શાયરનો આ બીજો ગઝલ સંગ્રહ છે. 'માછલી સાથે જ દરિયો નીકળ્યો' સંગ્રહની પ્રથમ આવૃતિ ૧૯૮૨માં પ્રગટ થઈ. ૮૨ના દાયકામાં પ્રગટ થયેલી ગઝલોને આજે ૨૦૧૦માં પણ એટલી જ તરોતાજા અનુભવી શકાય તેમ છે. આજે પ્રસ્તુત છે શ્રી ધૂની માંડલિયાના આ કાવ્યસંગ્રહનો તરુણ મહેતા દ્વારા આસ્વાદ લેખ.

ધૂની માંડલિયાના કાવ્યસંગ્રહનો આસ્વાદ લેખ – તરુણ મહેતા



6
વરસાદની આ મૌસમમાં જો કોઈનો વિયોગ સૌથી વધુ સાલે તો એ છે પ્રિયપાત્ર. એ સ્નેહીજન આવી ભીની રંગતમાં પણ દૂર છે, એમના આવવાનો વર્તારો છે, પણ એ ક્યારે આવશે એ તો કેમ કહેવાય? કુદરત પણ જાણે એમના આવવાના સમાચારથી ખુશ થઈ ઉઠી છે, ઝૂમી ઉઠી છે, આવા વિહવળતાભર્યા સંજોગોમાં એક અછાંદસ સ્ફૂર્યું ને અહીં મૂક્યું એ બધુંય પેલી નાનીશી વાદળીએ વરસાવેલી વાછટ જેટલું જ સાહજીક, આહ્લાદક છે.

એક વરસાદી અછાંદસ – જીજ્ઞેશ અધ્યારૂ


8
હકારાત્મક સાહિત્ય કે પ્રેરણાદાયી સાહિત્યથી આજના પુસ્તકભંડારો ઉભરાય છે અને એ વિષય પર કેટલીય વાતો લખાયા કરે છે, પરંતુ એ વાતોમાંથી ક્યાંય કોઈ તારણ નીકળી શકે એવું બનતું નથી. ઈન્ટરનેટ પર કેટલીક સુંદર અને ખૂબ વંચાવી વેબસાઈટસમાંની એક એટલે લીયો બબૂતાનો બ્લોગ "ઝેનહેબિટ્સ", ટાઈમ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ પચાસ બ્લોગમાં જેને પ્રથમ સ્થાન અપાયું હતું એવા આ બ્લોગનું નામ તેના કામ જેટલું જ અનોખું છે. જીવનને વધુ સરળતાથી જીવવા અને પૂર્ણ સ્વરૂપે માણવાની વાતો કહેતો આ બ્લોગ કોપીરાઈટથી તદ્દન મુક્ત છે. પ્રતિભાવો પણ અહીં તમને જોવા નહીં મળે, જે કહેવું છે એ સચોટ કહેવાની ક્ષમતા અને તેની પૂરતી સમજણ સાથેનો આ બ્લોગ મારા વાંચનક્રમમાં અગ્રસ્થાને છે. આજે પ્રસ્તુત છે એમાંથી જ એક લેખનો ભાવાનુવાદ, આ સંપૂર્ણ અનુવાદ નથી, ઘણો ઉમેરો અને બાદબાકી કરી છે, પરંતુ વિભાવના એ જ રાખી છે.

કેમ રહેવુ શાંત એક સંતની જેમ.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ


2
આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. આજે ગઝલના છંદો પારખવા વિશે જાણીએ. ગઝલના છંદો પારખતાં શીખવા ગઝલના લગા'ત્મક સ્વરૂપનો પરિચય જરૂરી છે, આ શૃંખલામાં આપણે ગઝલરચના માટે વિવિધ લગા'ત્મક સ્વરૂપોનો પરિચય મેળવ્યો હતો. આજે આપણે કેટલીક ગઝલોના છંદ પારખવાનો મહાવરો અને પ્રયત્ન કરીશું

ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૮ – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલના છંદો પારખીએ)



6
શ્રી બકુલ ત્રિપાઠીનો હાસ્યકથા સંગ્રહ "શેક્સપિયરનું શ્રાદ્ધ" એ નામે ૧૯૯૪માં પ્રસિદ્ધ થયેલો, કુલ ૨૫ હાસ્યલેખોના આ અનેરા ખડખડાટ સંગ્રહમાં વિષયશિર્ષકો પણ એવા જ અનેરા છે, જેમ કે, વાટકી-એક રહસ્યકથા, પિનાક વિનાના પિનાકપાણી, કવિતાનું શું થયું, ડોક્ટર થર્મોમીટર ગળી ગયા વગેરે. આજે આ હાસ્યસંગ્રહમાંથી માણીએ એક પ્રતિવાર્તા, નવો મગર અને નવો વાંદરો.

નવો મગર અને નવો વાંદરો – બકુલ ત્રિપાઠી


9
અક્ષરનાદ દ્વારા ઓગસ્ટ ૨૦૧૦ માં મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં ધોરણ ૪ થી ૭ ના વિદ્યાર્થી મિત્રો માટે એક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન થયેલું, અક્ષરનાદનું આ પહેલું નાનકડું સાહસ હતું. આ આખાય અનુભવ વિશે, તેના પ્રસંગોચિત સ્મરણો અને એ આખીય પ્રક્રિયાએ આપેલા વિચારબીજ વિશેની વાત આજે અહીં કરવાનો પ્રયત્ન કર્યો છે.

અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા …


1
આઝાદી કી મશાલ પુસ્તક દેશની સ્થિતિ વિશે વર્ષો પહેલા સંકલિત પરંતુ આજના સમયમાં પણ પ્રસ્તુત એવો ખજાનો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતમાં લડવૈયાઓ અને આઝાદી પછી દેશના ઘડવૈયાઓ દ્વારા આપણને અપાયેલા સત્વશીલ મૂલ્યોનું જતન કરી તેને વિકસાવવાનું કામ બીજા અગણિત નાના કર્મવીરો કરતા રહે નહીં, તો તે મૂલ્યો ધૂળમાં રગદોળાઇ જઇ શકે. પ્રજાસત્તાકની સ્થાપના પછીનાં સાઠેક વરસોમાં દેશમાં દુષ્ટ બળોની એવી રમણા અવરનવાર ચાલતી રહી છે. આવા કાળમાં પ્રજાને પોતાનાં જીવનમૂલ્યોનું સ્મરણકરાવનારાં કેટલાંક હૃદયસ્પર્શી અને વિચારપ્રેરક લખાણો એકત્ર કરીને આ પુસ્તિકામાં રજૂ કરેલાં છે. આ પુસ્તક અનેક મહાપુરૂષોના આચાર અને વિચારના મંથનનો પ્રસંગોનો પરિપાક છે તો સાથે સાથે આપણા માટે એક અનેરા વિચારમંથનની શરૂઆત છે. ઇ-પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કરતાં અનન્ય ગૌરવની લાગણી થાય એવી આ પુસ્તિકા વાંચવા લાયક - વહેંચવા લાયક છે.

આઝાદી કી મશાલ – મહેન્દ્ર મેઘાણી (પુસ્તક ડાઉનલોડ)



1
અમદાવાદના રહેવાસી શ્રી જનકભાઈ હરિભાઈ ઝીંઝુવાડીયા વ્યવસાયે સિવિલ ઇજનેર છે. તેમની પ્રસ્તુત ત્રણ કાવ્ય રચનાઓ વિવિધ વિષયોને આવરી લઈને તેમણે કરેલા સુંદર સર્જનનું પ્રતીક છે. પ્રથમ કાવ્યમાં તેઓ પૃથ્વીની, ધરતીની કેટલીક વિશિષ્ટતાઓ વર્ણવી છે, બીજી કાવ્ય રચનામાં તેમણે હરીયાળી વિશે મનોહર વર્ણન કર્યું છે અને ત્રીજા કાવ્યમાં જીઁદગીની વિવિધ પરિસ્થિતિઓને આલેખવાનો સુંદર પ્રયાસ એમણે કર્યો છે. ત્રણેય કાવ્યરચનાઓ સુંદર થઈ છે એ બદલ શ્રી જનકભાઈને અભિનંદન અને તેમની કલમને અનેક શુભકામનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

ત્રણ કાવ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા


11
Know More ઇન્ટરનેટ એ શૃંખલા એક અનોખી કડીઓની હારમાળા બની રહી છે, અહીં મૂકવામાં આવતી વેબસાઈટ્સમાં વૈવિધ્ય જળવાઈ રહે તેનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે, અને છતાંય ગમી જાય તેવી વેબસાઈટ વિશે લખવાની લાલચ રોકી શક્તો નથી. આજે આવી સાત વેબસાઈટ વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓનલાઈન વાંચનથી સંગીત અને પ્રેરણાદાયક પ્રવચનો સુધીના વિષયોના વિશાળ વિસ્તારને તે આવરી લે છે. ખૂબ સરસ પ્રતિસાદ મળતો રહ્યો છે એવી આ શૃંખલા અને એમાં આપને કયા વિષય વિશેની વેબસાઈટ વિશે જાણવામાં મજા પડશે એવું જણાવશો. આજે ઈન્ટરનેટના સાગરના કેટલાક મોતીઓનો સંગ્રહ અહીં મૂક્યો છે.

કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૧


અક્ષરનાદને તેના શરૂઆતના સમયથી, મે 2007થી સતત સાથ આપનારા ઘણાં વાંચક મિત્રો છે, પરંતુ એ સિવાય આપનામાંથી ઘણાં મિત્રો નવા વાંચકો છે. નવા મિત્રોને આ સુંદર પ્રવૃત્તિને સમજવા અને અનેક સુંદર અનન્ય કૃતિઓ વાંચવાના કાર્યમાં મદદરૂપ થવાનો ઉદ્દેશ લઈને મેં આ મિત્રો માટે મદદરૂપ એક માર્ગદર્શિકા બનાવી છે, આ પધ્ધતિસરની શરૂઆત કરાવવાનો પ્રયત્ન છે જેથી અક્ષરનાદની વૈવિધ્ય ધરાવતી સુંદર કૃતિઓ વિશે તેમને પૂરતી માહિતી મળી રહે.

The Beginner’s Guide to Aksharnaad



4
આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા વિશે જાણ્યું. ગઝલના વિશિષ્ટ અંગ રૂપ બહર વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વિશે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. વિવિધ ફિલ્મી ગઝલો અને તેમના છંદો વિશે જાણીએ.

ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ફિલ્મી ગઝલો અને છંદો)


2
આજે પ્રસ્તુત છે શ્રી હરિન્દ્ર દવે રચિત એક સુંદર ગીત .... "તારા વિખરાયા વાળને સમાર નહીં ...."

કેફ – હરિન્દ્ર દવે


13
અનેકો વૈવિધ્ય ધરાવતો ઈન્ટરનેટનો મહાસાગર ખૂંદીને મેળવેલા અમૃતના બિંદુઓ જેવા આ પ્રસંગો ડૉ. આઈ કે વીજળીવાળાએ તેમના પુસ્તક અમૃતનો ઓડકાર અંતર્ગત સંકલિત કર્યા છે. મોતીચારો શ્રેણી અંતર્ગતનું આ તેમનું ચોથું પુસ્તક છે. હ્રદયને શાતા આપે, લાગણી આડેના બંધ ખોલી નાંખે અને ઈશ્વર પરની શ્રદ્ધા બેવડાઈ જાય એવા અદભુત પ્રસંગો વાંચતા જ હ્રદય તરબોળ થઈ જાય. નાનકડા પરંતુ ખૂબ જ સુંદર, પ્રત્યક્ષ બોધ ન હોવા છતાં સચોટ સંદેશ આ પ્રસંગોની ખૂબી છે. આજે એ જ પુસ્તકમાંથી બે પ્રસંગો અહીં પ્રસ્તુત કર્યા છે.

પ્રસંગોના અમૃતબિંદુઓ – ડૉ. આઈ કે વીજળીવાળા



1
ખય્યામ મનનો કવિ છે. એની એક રુબાઈ તમે મનમાં ગુંજો, અને અપાર અર્થો તમારી સમક્ષ ઉઘડશે. જિંદગીની કિતાબના જે પૃષ્ઠોને આપણે ઉતાવળમાં કોરા માનીને ઉથલાવી જઈએ છીએ, તેનો મર્મ ખય્યામ ઉકેલે છે. પ્રથમ રુબાઈમાં ચિત્રણ, બીજીમાં ઉપાલંભ, ત્રીજીમાં કવિ હ્રદયદ્રષ્ટિ પર ઝોક આપે છે. ખય્યામ આમ મૃત્યુના સંદર્ભમાં જીવનને મૂકી દે છે, અને જીવનની નિરર્થકતા, તકલાદીપણું, ક્ષણભંગુરતા - આ બધું જ આપણને સમજાવે છે. અને આ ત્રણેય રુબાઈઓના શૂન્ય પાલનપુરીના અનુવાદનો આસ્વાદ હરિન્દ્ર દવે કરાવે ત્યારે કેવો અનેરો સંગમ થાય?

ઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ


1
ઈ પુસ્તક પ્રવૃત્તિનું અક્ષરનાદનું સૌથી મોટું પ્રેરક અને પ્રોત્સાહક બળ જો કોઈ હોય તો વાપીના શ્રી ગોપાલભાઈ પારેખ, મને આ પુસ્તકો ઓનલાઈન મૂકવા માટે સત્તત કહ્યા કરે, અને એ માટે બધાં આયોજન અને મહેનત કર્યા કરે. તેમની જ મદદથી આ ઈ પુસ્તક તૈયાર થઈ શક્યું છે. સમાજોપયોગી જીવન ચરિત્રો વિશે ઈ પુસ્તકો મૂકવાની નેમ કદાચ અજાણતાં જ સાકાર થઈ રહી છે, અબ્રાહમ લિકન, કાશીબહેન મહેતા જેવા પ્રેરક જીવનચરિત્રો આ પહેલા ઈ પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા જ છે. બબલભાઈ મહેતાનું આ સંક્ષિપ્ત જીવનચરિત્ર ખિસ્સાપોથી સ્વરૂપે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું હતું. ખિસ્સાપોથીઓને અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો અને મળે છે. બાળકો માટે આવા જીવનચરિત્રો પ્રેરણાના પિયુષ બની રહેશે તે નક્કી. પુસ્તકનો એક નાનકડો પ્રસંગ અત્રે મૂક્યો છે. આ પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ માંથી ડાઊનલોડ કરી શકાય છે.

મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા (પુસ્તક ડાઉનલોડ)


6
શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા "ગાય તેનાં ગીત" માંથી સાભાર લીધી છે. કુદરતના તત્વો સાથેનો માણસનો અવિનાભાવિ સંબંધ અને એ તત્વોના સૂરોને હ્રદય સાથે જોડતો, તાદમ્ય સાધતો તાર આપણને તેમની દરેક કૃતિ, દરેક રચનામાંથી અચૂક મળવાનો. તેમની પ્રથમ નવલકથા સમુદ્રાન્તિકે હોય કે તત્વમસિ, હાલમાંજ પ્રસિદ્ધ થયેલી ગીરની ગાથા - અકૂપાર હોય કે અતરાપિ. પ્રસ્તુત રચનામાં દરિયા વિશેની આવી જ લાગણી પ્રસ્તુત થઈ છે, દરિયા વિશેની વાતો કાંઈ સામાન્ય વાયકાઓ ન હોય, એ તો અનેક પેઢીઓના અનુભવોનો સાર છે, એ વાયકાઓના પગલાં ભૂતકાળની કેડીએ ઘણે દૂર સુધી લઈ જાય, દરિયા વિશે દરેકનું પોતાનું એક દર્શન હોય છે, દરિયો જ શું કામ, કુદરતના દરેક તત્વનું બધાંનું આગવું અર્થઘટન હોય છે એમ કહેતા રચનાકાર ગહનતામાં કેટલે ઉંડે સુધી પહોંચાડે છે....? કદાચ એ આપણા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે.

દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ