વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

4
કહેવાય છે કે ઈશ્વરનો કારોબાર તદ્દન પારદર્શક અને સચોટ છે, પણ ગઝલકાર અહીં ખુદાને તેમની એ સચોટતા છતાં કેમ છુપાવું પડે છે એ વિશે સવાલ કરે છે. ખુદાને તથા સનમને એમ બંનેને લાગુ પડતી આ સમરસ ગઝલમાં તેમને શોધવા જતા પોતે ખોવાઈ ગયાનો અહેસાસ ગઝલકારને થાય છે. આ ગઝલમાં ખુદાને વિશે અથવાતો સનમને લઈને કવિને અનેક ફરીયાદો છે, તો માનવની સદાયની કુટેવો પર પણ તેઓ દર્દ વ્યક્ત કરે છે, પ્રીતનો પરોક્ષ ઈઝહાર પણ કરે છે અને અંતે મક્તાના શે'રમાં સર્વસ્વ સમર્પણનો ભાવ ગઝલને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડે છે. કાયમ હઝારી સાહેબની આ ગઝલ આમ એક સર્વાંગસંપૂર્ણ માણવાલાયક ગઝલ છે.

અમે સસ્તામાં વેચાયા… – કાયમ હઝારી


2
અક્ષરનાદ.કોમ આજે એક ઉપયોગી, અનોખી અને પ્રેરણાદાયક ઈ-પુસ્તક સ્વરૂપે જેની પ્રસ્તુતિ કરી રહ્યું છે તે પુસ્તક માણસાઈના દીવા વિશે કયા ગુજરાતીને કહેવાની જરૂર પડે? શ્રી ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક પરિચયમાં કહેલું, "માનવી એક જટિલ સર્જન છે, ટપાલના સોર્ટરની અદાથી આપણે માનવીને પણ બે ખાનાઓમાં વહેંચી દઈએ છીએ. સારા અને ખરાબ. રવિશંકર મહારાજે માણસને માણસ તરીકે જોયા છે, એમને આવા ખાનાંઓમાં નથી નાંખ્યા. કોઈ માણસ નથી સારો કે નથી નરસો, માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. પ્રસ્તુત પુસ્તક 'માણસાઈના દીવા'માં એક પ્રકારનું માનવતાદર્શન છે. પણ પુસ્તકોમાં નિરૂપાતુ માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સમક્ષ મૂકાય ત્યારે આપણે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો - ઉતરતી અને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો ગણીએ છીએ. રેલગાડીના જનરલ ડબામાં બિસ્તર નાખીને આખી પાટલી રોકીને બેઠેલો ભણેલો માણસ આ 'માણસાઈના દીવા' ની દુનિયાના માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોચાઈ ઉભા રહેલા નિહાળતો હોય છે. છતાં બિસ્તરની કોર પણ વાળતો નથી. 'માણસાઈના દીવા' આપણને એના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતાના સ્નેહ તરફ લઈ જાઓ.

માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ)


7
સવાઈ પીર દરગાહ અને એ નાનકડો બેટ પીપાવાવ પાસેના દરીયાનું મોતી છે. એક સંબંધીને દરગાહ પર લઈ જતાં, પોણા કલાકની એ બોટ સફરમાં ઉપરોક્ત ગીત સવાઈ પીર સંદર્ભે મનમાં આવ્યું. એ પહેલા મનમાં રાગ ઉદભવ્યો અને આપોઆપ શબ્દો મૂકાતા ગયા. બે ત્રણ વખત એ જ પરિસ્થિતિમાં ગાયા પછી તેને ઓફિસ આવીને કાગળ પર ઉતાર્યું. તેના પ્રકાર - શાસ્ત્રીયતા વિશે કોઈ માહિતિ નથી, પરંતુ ફક્ત આ સર્જનને સૌ સાથે વહેંચવાના ઉમંગે જ અહીં પ્રસ્તુત કર્યું છે.

દરપે તેરે પહોંચના મુશ્કીલ નહીં – જિજ્ઞેશ અધ્યારૂ



5
શરમના અંચળા નીચે છુપાયેલી રસિકતાએ પ્રગટ થતી નાયિકાની પ્રણય માધુરીનો સૂક્ષ્મ અને પ્રગાઢ અનુભવ નાયકમુખે વ્યક્ત કરતી આ નમૂનેદાર ગઝલ છે. હાય શરમ ! જેવા સુંદર રદીફ અને ધર્યો, મર્યો, સર્યો, વર્યો જેવા યથાર્થ કાફિયાના ઉપયોગથી આ ગઝલ સાંગોપાંગ બળુકી થઈ છે. આ સફળ પ્રણયની ગઝલ છે. નાયકને પ્રિયતમા તેની સન્મુખ જે લજ્જા પ્રગટ કરે છે તે મૂંઝવે છે. પ્રણયની અભિવ્યક્તિમાં નાયકને નાયિકાની શરમ નડે છે છતાંય એ મીઠી મૂંઝવણને સ-રસ શબ્દો દ્વારા શેખાદમ આબુવાલાની જેમ બીજુ કોણ આમ અભિવ્યક્ત કરી શકે ?

હાય શરમ ! – શેખાદમ આબુવાલા


8
સપ્ટેમ્બર ૧૮૫૦માં બનારસમાં જન્મેલા ભારતેન્દુ હરિશ્ચંદ્ર આધુનિક હિન્દી સાહિત્યના જનક કહેવાય છે. તેમના અનેક પ્રખ્યાત નાટકોમાં વૈદિક હિંસા હિંસા ન ભવત્તિ, ભારત દુર્દશા, સત્યવાન હરિશ્ચંદ્ર તથા અંધેર નગરી મુખ્ય છે. આ સિવાય તેમણે પદ્ય તથા નિબંધ અને અનુવાદ ક્ષેત્રે પણ નોંધનીય કામ કર્યું છે. અંધેર નગરી એક ધારદાર વ્યંગ ધરાવતું અને રાજકીય પશ્ચાદભૂમાં રાચતું અનોખું અને સબળ નાટક છે. ૧૮૮૧માં લખાયેલ આ નાટક હિન્દી નાટ્ય જગતનું એક પ્રમુખ અને અત્યંત પ્રચલિત નાટક છે, અનેક ભાષાઓમાં એના અનુવાદો પણ થયા છે. આજે પ્રસ્તુત છે ચુને હુએ બાલ એકાંકી માંથી તેનો અનુવાદ.

અંધેર નગરી – ભારતેન્દુ હરિશ્ચંદ્ર અનુ. જિજ્ઞેશ અધ્યારૂ


13
સૂરતના રહેવાસી એવા શ્રી કિંજલગીરી ગોસ્વામી એક અદના કાવ્યરસીયા તો છે જ સાથે એક ખૂબ સારા સર્જક પણ છે તેની ખાતરી તેમની ઉપરોક્ત ગઝલ સુંદર રીતે કરાવી જાય છે. પ્રિયતમાને પ્રેમનો - સતત સાથ અને સહવાસનો તથા સાથે સાથે વિરહની આછી વેદનાનો સંદેશ અહીં કવિ આપવાનો પ્રયત્ન કરે છે. અક્ષરનાદને ઉપરોક્ત રચના મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી કિંજગલીરી ગોસ્વામીનો ખૂબ ખૂબ આભાર.

વાયદા તું કરે છે – કિંજલગીરી ગોસ્વામી



4
સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોને પ્રાદેશિક વિશિષ્ટતા અને રાજ્યસંસ્થાઓના અસ્તિત્વ વખતનાં અનેરા નામો મળ્યા છે, ગોહિલવાડ હોય કે સોરઠ, હાલાર હોય કે હાલના સુરેન્દ્રનગર જિલ્લાનું નામ ઝાલાવાડ હોય, આ પંથકના વાસીઓ એ વિશેષ નામથી ઓળખાતા અને જ્યાં જાય ત્યાં દેશ પરદેશ સુધી એ પંથકની મહેક નામમાં સાચવીને લઈ જતાં. કવિ શ્રી મીનપિયાસીનું પ્રસ્તુત ગીત પણ ઝાલાવાડની લોકવંદના સમું જ છે. વતન અને તેની ધરતી પ્રત્યેનું વહાલ આ ગીતમાં વહાવ્યું છે. માતૃભૂમી પ્રત્યેનો ગર્વ અને ગૌરવ અહીં અભિવ્યક્ત થાય છે. ઝાલાવાડની ધરતીને કુદરતે આપેલી કુરૂપતાઓ પણ કવિને મન તો મોહિત કરી દે તેવી સુંદરતા જ છે. અને તે જ આ સુંદર ગીતની સાર્થકતા પણ છે.

ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ… – મીનપિયાસી


7
અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા સમયની પ્રતિકૂળતાઓ અને કામની અતિવ્યસ્તતાઓ વચ્ચે અટકી પડી હતી, પણ સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહેશે તેવી સદાય અતૃપ્ત ઈચ્છા સાથે આ શૃંખલા લાંબા સમય પછી આજે ફરી ઉગી છે તે વાતનો આનંદ છે. કેટલીક સરસ વેબસાઈટ્સનો એ ભંડાર લઈને આજે આવી છે ત્યારે આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો.

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૮


1
ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા રમેશ પારેખ કવિતાના પ્રેમી અને મરમી પણ છે એની પ્રતીતિ એમની કાવ્યનો આસ્વાદ કરાવવાની પ્રવૃત્તિમાંથી થતી રહે છે. કવિ શ્રી રમેશ પારેખ કાવ્યસર્જનની સમાંતરે વર્તમાનપત્રોમાં કાવ્યાસ્વાદના સ્તંભના પણ નિયમિતપણે અન્ય કવિઓની રચનાઓના સંપર્કમાં રહ્યા છે. એ પ્રતીતિ કરાવવા તેમના પુસ્તકો 'શબ્દની જાતરા સત્ય સુધી...' અને 'કવિતા એટલે આ...' આપણને મળ્યા છે. એક સહ્રદય સર્જકની હેસિયતથી કરાવાયેલા તેમના આ આસ્વાદ કાવ્યને લઈને તેને સમજવા મથતા - પૂર્ણપણે તેના સત્વ સુધી પહોંચવા માંગતા ભાવકના મનોવિસ્તારમાંના અસ્પષ્ટ સ્થાનોને પણ ઉજાળે છે. કાવ્યના સંગોપિત રહસ્યોનું ઉદઘાટન પણ કરે છે. પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ મને ખૂબ ગમ્યો છે, અને એથી ભાવકો સાથે અહીં વહેંચવાની લાલચ રોકી શક્તો નથી.

ટેભા ભરતી સોયની આત્મકથા – રામદરશ મિશ્ર, આસ્વાદ રમેશ પારેખ



2
શ્રી જશવંતભાઈ સાથે સંપર્ક કરાવી આપવાનું સંપૂર્ણ શ્રેય શ્રી સૉલિડ મહેતાને જાય છે. જેટલી સબળ અને સુઘડ ગઝલ તેમણે પ્રસ્તુત કરી છે એટલું જ અર્થગાંભીર્ય તેમના શે'રમાં ઝળકે છે. અક્ષરપર્વમાં કવિ સંમેલનને શોભાવવા ઉપસ્થિત રહીને સૌને તેમના ગઝલરસમાં તરબોળ કરી મૂકવા બદલ શ્રી જશવંત મહેતાનો ખૂબ ખૂબ આભાર. આવો, આજે વાંચીએ અને સાંભળીએ તેમની એ ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં

શ્રી જશવંત મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૧ (Audiocast)


16
આમંત્રણને માન આપીને અક્ષરપર્વને શોભાવવા ઉપસ્થિત થયેલ તાહાભાઈ સરસ રચનઓ લઈને છવાઈ ગયેલા. હાર્દિકભાઈએ જેમને પોતાના સંચાલન દરમ્યાન શ્રી આદિલ મન્સૂરી સાહેબના કાવ્યવંશજ કહ્યા છે તેવા તાહાભાઈ શ્રી આદિલ મન્સૂરી સાહેબના ભત્રીજા છે. તેમણે શુદ્ધ ઉર્દુમાં રણકતા સ્વરમાં સંભળાવેલી બે સુંદર ગઝલો હોય કે પરીક્ષા વખતની હાલતની બયાન કરતી કૃતિ, તાહાભાઈને ખૂબ દાદ મળી. અક્ષરપર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને આવી સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે અનેક જાનદાર રચનાઓ આપણને મળતી રહે તેવી આશા સાથે આવો સાંભળીએ અક્ષરપર્વમાં તેમણે રજૂ કરેલી ત્રણેય રચનાઓ તેમના જ સ્વરમાં.

શ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast)


10
શ્રી વિમલભાઈ અગ્રાવત સાથે સંપર્ક આમ તો ઘણા સમયથી, ફોન પર ક્યારેક વાતો પણ થયેલી અને રાજુલા અને પીપાવાવ વચ્ચે પચીસેક કિલોમીટરનું અંતર હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ અક્ષરપર્વને લીધે મળ્યો. પીપાવાવ ચોકડીથી વડોદરા સુધીની અમારી સફર અનેરી મજા કરાવી યાદગાર થઈ તો અક્ષરપર્વમાં તેમની એક્કેક રચનાઓને શ્રોતાઓએ ખૂબ દાદ આપી. સ્વભાવે તદ્દન સરળ, રચનાઓની રીતે પૂરેપૂરા સબળ અને નિખાલસ એવા વિમલભાઈને મળ્યા પછી આટલો વખત ન મળ્યાનો અફસોસ થયો. રાજુલા - જાફરાબાદ - મહુવા વિસ્તારમાં સમયાંતરે કાવ્યપઠન અથવા ફક્ત સમરસીયા મિત્રોના મિલનનો કાર્યક્રમ ગોઠવવાની ઈચ્છાનો પડઘો પણ તેમણે એ સફર દરમ્યાન જ પાડ્યો. આજે પ્રસ્તુત છે તેમની જ ત્રણ રચનાઓ તેમના અવાજમાં.

શ્રી વિમલ અગ્રાવત દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૯ (Audiocast)



8
શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે. તા. ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા. તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે, તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ, આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ. અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.

શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast)


1
અક્ષરપર્વમાં ગઝલસંધ્યા આયોજનમાં ઉત્સાહભેર ભાગ લેવાની હા પાડ્યા પછી શ્રી જશવંતભાઈ મહેતા અને શ્રી દીનાબેન શાહને પણ સાદર શામેલ કરનાર અને અક્ષરપર્વને ઘરના જ ઉત્સવની જેમ પોતીકી રીતે ભાગ લઈને ચાર ચાંદ લગાવનાર શ્રી સૉલિડભાઈ મહેતાની ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં આજે માણીએ. અક્ષરપર્વમાં આટલા સરસ અને ઉમદા સહયોગ બદલ સૉલિડભાઈને આભારના કયા શબ્દો વડે નવાજવા? શબ્દો એ અભિવ્યક્તિમાં કાયમ ઓછા જ પડવાના. અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ શ્રી સૉલિડભાઈ મહેતાનો ખૂબ ખૂબ વંદન.

શ્રી સૉલિડ મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૭ (Audiocast)


7
વડોદરામાં ગાયનેકોલોજીસ્ટ એવા ડૉ. શ્રી દીનાબેન શાહ અક્ષરપર્વમાં આમ તો શ્રી સોલિડ મહેતા સાહેબને મળવા આવ્યા હતાં પણ અમારા સૌના આગ્રહે તેમણે તેમની રચના પ્રસ્તુત કરવાની સહર્ષ સંમતિ આપી. આજે પ્રસ્તુત છે તેમના જ સ્વરમાં તેમની ત્રણ રચનાઓ, જેમાં બે ગઝલ તથા એક ગીતનો સમાવેશ થાય છે. અક્ષરપર્વના કવિસંમેલનમાં ઉપસ્થિત રહીને આ રચનાઓ પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારવા બદલ ડૉ. દીનાબેનનો ખૂબ ખૂબ આભાર.

ડૉ. દીના શાહ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૬ (Audiocast)



7
અક્ષરપર્વમાં 'નાદ' સ્વરૂપને તેમના સુંદર વાંસળીવાદન વડે પ્રસ્થાપિત કરવાની વિનંતિ મેં શ્રી પ્રસાદભાઈ સાઠેને કરી અને તેમણે એ માટેની સહર્ષ સંમતિ આપી. સમગ્ર સંગીતસંધ્યા દરમ્યાન તો તેમણે સુંદર વાંસળીવાદન વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા જ હતાં, પણ દસેક મિનિટની તેમની આ વિશેષ પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને ઉલ્લાસમય કરી દીધું. તેમણે ઉલ્લાસ અને ઉમંગના પ્રતીક સ્વરૂપ 'દેશ રાગ' પ્રસ્તુત કર્યો. - સાંભળીએ શ્રી પ્રસાદભાઈ સાઠેનું વાંસળીવાદન.

અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૫ (Audiocast) વાંસળીવાદન


2
અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો સતત યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે, અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે ચોથા દિવસે પ્રથમ વિડીયોમાં હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા 'સૂર ઉમંગી' સંગીત સંધ્યા પર્વ અંતર્ગત મેં ગાયેલું શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની રચના એવું "ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ...." પ્રસ્તુત કર્યું છે.

અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૪


5
અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે, અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે ત્રીજા દિવસે પ્રથમ વિડીયો અંતર્ગત હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા 'સૂર ઉમંગી' સંગીત સંધ્યા પર્વ અંતર્ગત વડોદરાના મિત્ર શ્રી કિરણભાઈ નવાથે ના સ્વરમાં સાંભળીએ એક સરસ ગીત તથા બીજા વિડીયોમાં શ્રી જલ્પાબેન કટકીયા દ્વારા ગવાયેલી સદાબહાર ગઝલ 'થાય સરખામણી તો....' રજૂ કરી છે.

અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૩



4
અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો ગઈકાલથી અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે પ્રતિભા અધ્યારૂ અને શ્રી ગોપાલભાઈ પારેખની કેફિયત તથા બીજા ભાગમાં શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકના સુંદર અને મંત્રમુગ્ધ કરી દે તેવા સંચાલન સાથે સંગીત સંધ્યાના પ્રથમ બે ગીતો, જેમને સ્વર શ્રી રાહુલભાઈ રાનડેનો છે. વાંસળી પર શ્રી પ્રસાદભાઈ સાઠેનો જાદૂ પણ આપ જોઈ શક્શો.

અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૨


10
અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો આજથી અક્ષરનાદ પર મૂકવાની શરૂઆત કરી રહ્યો છું. આજે આ પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે મારી વાત અને સાથે દીપપ્રાગટ્ય પ્રસ્તુત છે. આવતીકાલથી સૂર ઉમંગી - સંગીત સંધ્યાના વિડીયો માણી શકાશે.

અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૧


7
માણસના મનમાં અજાગ્રત રીતે જાગતું વિજાતીય ખેંચાણ આજની પેઢીમાં - નોકરીઓમાં સતત નજીક રહેતા લોકોમાં અસંબદ્ધ રીતે ઉદ્ભવે છે. એ અકળાવે છે, ક્યારેક ઉકાળે છે. આ અસંતોષ વકરે ત્યારે સામાજિક રીતિ-રિવાજોનો તાલમેલ તોડીને મનોવિકૃતિ કે મનોરુગ્ણતા રૂપે પ્રગટતો હોય છે. કાવ્યમાં કલ્પના છે એક મોટી કોર્પોરેટ ઓફિસની જેમાં એકી સાથે અનેક સ્ત્રી પુરૂષોને ઑફિસના કામ નિમિત્તે પરસ્પર મળવાહળવાનો ને ટોળટપ્પાનો અવકાશ છે, ને તે છતાંય ઑફિસ છે એટલે જવાબદારીનો બોજ છે, જાહેર સ્થળ હોવાથી એ મનોવિકૃતિઓને યથેચ્છ પ્રકટાવવાનો મોકો આપતું નથી. પણ એમાંથી ચોરાયેલી ક્ષણોમાં નરનારીઓ છાનગપતિયાંની રમત રમે છે.

ઑફિસમાં સર્જાતા ‘કામાયણો’ ! – ગેવિન એવર્ટ, અનુ. સુજાતા ગાંધી



11
તારીખ ૧૪મી મે, ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન શ્રેયસ વિદ્યાલયના સભાગૃહમાં અક્ષરનાદ.કોમ વેબસાઈટના પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશને વધાવવા યોજાયેલ અક્ષરપર્વ ખૂબ જ સરસ અને એકથી એક ચડીયાતી પ્રસ્તુતિઓ સાથે આનંદ અને યાદગાર સંભારણાઓ આપી ગયું. આ સમગ્ર પ્રસંગનો વિડીયો અક્ષરનાદ પર આવશે જ, આજે ફક્ત શબ્દાંજલી આપવાનો યત્ન કરવો છે.

એક અવિસ્મરણીય ઉત્સવ ‘અક્ષર પર્વ’ – અક્ષરાંજલી


6
પ્રસ્તુત ગઝલ 'એ સમયની વાત સાંભળ...' બદલાતા સમય, આધુનિકીકરણ - શહેરીકરણ અને જીવનપદ્ધતિઓ સાથે તાલ મેળવી રહેલા માનવે ગુમાવેલી અનેક યાદગાર વાતોનો સુંદર સંચય લઈને આવે છે. આ બધી સવલતોને કાંઈ વર્ષો વીતી ગયા નથી... હમણાં, આ નજીકના ભૂતકાળમાં આપણી પાસે આ બધુંય હતું, પણ આજે એને કોરાણે મૂકીને આગળ વધી ગયેલા આપણે હવે ફક્ત એ સમયની વાત જ સાંભળવાના. અક્ષરનાદને આ સુંદર રચના મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મીનાક્ષીબેન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.

એ સમયની વાત સાંભળ… – મીનાક્ષી ચંદારાણા


13
આમ તો આ બાળવાર્તા કહેવાય, પણ મેનેજમેન્ટના કોઈ પણ ક્ષેત્રમાં ઉદાહરણરૂપ ગણી શકાય તેવી આ વાર્તા અનેક અર્થો દર્શાવી શકે તેમ છે, તારવી શકાય તેવું નવનીત આમાં ભારોભાર પડ્યું છે. અનેક વ્યવસ્થાઓ પરનો કટાક્ષ પણ આમાંથી સજ્જડ ચોટ આપતો છલકાય છે. બાળકોથી લઈને મોટેરાંઓ સુધી સહુને લાગૂ પડતી આ વાર્તા ખરેખર ફક્ત બાળવાર્તા થોડી છે !

એક પંખીની વારતા – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની



5
પ્રસ્તુત ગઝલ પરંપરામૂલક અને અભિધામૂલક છે. આજના મનુષ્યની જિંદગી ઢંઢોળવા આ લખાઈ હોય તેમ લાગે. કવિનો અહીં પવિત્ર આક્રોશ પ્રગટ થાય છે, તેઓ કહે છે કે જે અલ્લાહ અને રામને નામે થતાં દંગલોમાં અનેક લોકો મરે છે તે તો નિર્દોષ મનુષ્ય જ છે. ઘૃણાસ્પદ કામો થયા કરે એ અવગણીને માત્ર જીભથી રટાતા નામનો કવિને ખપ નથી એ મતલબનું અને અંતે પ્રેમ અને સહ્રદયતાની સરસ વાત સમજાવતી પ્રસ્તુત ગઝ્લનો આસ્વાદ રમેશ પારેખે તેમના સંપાદિત પુસ્તક 'કવિતા એટલે આ...' માં આપ્યો છે.

બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે – ‘કાયમ’ હઝારી


3
૧૮૦૦ની સાલમાં જન્મેલા હકીમ મોમિનખાન 'મોમિન' મિર્ઝા ગાલિબ તથા ઝૌક વગેરેના સમકાલીન ગઝલકાર હતા. બહાદુરશાહ ઝફરના દરબારમાં શાયરોની પંક્તિના અવિભાજ્ય અંગ એવા મોમિન પ્રેમની ભાવઉર્મિઓથી ભરપૂર ગઝલ અને નઝ્મ એટલી મધુર અને નાજુક ભાષામાં રચતા કે તેમની શાયરીના ગાલિબ પણ પ્રશંસક હતા. આજે પ્રસ્તુત છે તેમની એક સરસ અને સાદ્યાંત ઈશ્કના મિજાજમાં ડૂબેલી જાનદાર ગઝલ.

તુમ્હેં યાદ હો કિ ન યાદ હો – મોમિન


15
'રખડપટ્ટી', 'બિલ ગેટ્સ', 'હું ચોક્કસ આવીશ' જેવા સુંદર પુસ્તકોના લેખક, જાણીતા ગઝલકાર, બાળસાહિત્યકાર એવા શ્રી અશ્વિન ચંદારાણાની પ્રસ્તુત રચના સપ્ટેમ્બર 2007 માં 'કવિતા' સામયિકમાં પ્રસ્તુત થઈ હતી. સદાકાળ સંદર્ભો અને પ્રસંગોના ઉલ્લેખ છતાં એ જ ઘટનાઓને નોખા પરિપ્રેક્ષ્યમાં આજના સંદર્ભે પુન: પ્રસ્તુત કરવાનો સરસ પ્રયત્ન તેમણે કર્યો છે. બદલાયેલા મૂલ્યોને લઈને તેની રામાયણ સાથેની સરખામણી અહીં જોઇ શકાય છે. રામાયણનું પ્રસ્તુત અનુઆધુનિક સ્વરુપ વાંચકોને ગમશે એવી આશા છે. આ રચના અક્ષરનાદને મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અશ્વિન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.

રામાયણ (અનુઆધુનિક) – અશ્વિન ચંદારાણા



13
આજે પ્રસ્તુત એવી ટૂંકી વાર્તામાં હાર્દિકભાઈની નિરૂપણની, એક પ્રસંગને કેન્દ્રમાં રાખીને આખી વાત વર્ણવી શકવાની ક્ષમતા દેખાઈ આવે છે. નંદુનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેના ભૂતકાળને વાર્તાનું આગવું તત્વ બનાવીને વર્તમાનમાં તેના મનોજગતને પ્રસ્તુત કરે છે. વાર્તાનો અંત તેની સતત રહેતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.

વરઘોડો – હાર્દિક યાજ્ઞિક


5
શ્રી હરેશભાઈ ત્રિવેદી 'અલ્પ' ના કાવ્યસંગ્રહ 'પછી' નો આસ્વાદ લેખ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહના વિવિધતા ભર્યા સંચયમાંથી એક અનોખું અછાંદસ - (કવિ) અર્જુનને કૃષ્ણોપદેશ. મનપ્રદેશમાં રહેતા શબ્દો જ્યારે અક્ષરદેહ ધારણકરીને કાગળ પર અવતરિત થવા આનાકાની કરતા હોય અને એ ખેંચતાણને લઈને શસ્ત્ર હેઠા મૂકવા તૈયાર થયેલા અર્જુનને નાદરૂપી શ્રીકૃષ્ણ મનમાં પડઘાતા શું કહે છે.... આવો જાણીએ એ જવાબ શ્રી અલ્પ ત્રિવેદીના આ સુંદર અછાંદસ દ્વારા.

કવિ અર્જુનને કૃષ્ણોપદેશ …. – અલ્પ ત્રિવેદી


1
પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં લીરલબાઈ કે નીરલદેનો જન્મ થયો હોવાનું મનાય છે. લીરલબાઈએ ઉગમશી ગુરુ પાસે દીક્ષા લીધેલ. પ્રસ્તુત ભજનમાં શરીરની અંદર વસતા આતમતત્વને જ લીરલબાઈ સમગ્ર જીવનનો સાર બતાવે છે, જે કાંઈ પડ્યું છે તે માંહ્યલામાં જ છે અને એટલે જ જે શોધ કરવાની છે તે પણ અંતરમાં જ થવી જોઈએ એ અર્થનું આ ભજન ખૂબ જ માર્મિક છતાં લોકભોગ્ય છે.

ઘટમાં ચાંદો ને ઘટડામાં સૂરજ – લીરલબાઈ