16               બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાંમોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંધ પણ બનાવી શકો છો. આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી. કુનેહથી એ રજવાડાંઓ ભેગા કરી ભારતીય સંઘનું નિર્માણ કર્યું. તેમના વિશે આજે પ્રસ્તુત છે શ્રી દાવડા સાહેબનો એક સુંદર પરિચય લેખ.
              




  
  
  
  
  