વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

3
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ખાસ કરી મહાભારત, સાંખ્યદર્શન, યોગદર્શન દ્વારા આ ચારેય બાબતોની તાર્કક છણાવટ થઈ છેસ તેથી મહાભારત, સાંખ્ય અને યોગદર્શનમાં શ્રેષ્ઠ, તટસ્થ અને યોગ્ય વિચારોનું મહત્તમ સંકલન થયું છે. હિન્દુઓનું ધર્મ વિશેનું ઊંંડું ચિન્તન સ્થળ અને સમયની મર્યાદા વગરનું છે. તેથી જ તેને સનાતન ધર્મ કહયો છે જે સર્વ સ્થળે અને કોઈ પણ સમયે માન્ય રાખી શકાય એવો છે.

દુઃખનિવૃત્તિ એટલે જ ધર્મ.. – ભવસુખ શિલુ


13
અર્થને શોધ્યા કરીશ તો અનર્થ થઈ શકે, અર્થ તો શબ્દમાં જ કેદ હોવો જોઈએ. અને આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ, આ 'પણ' એટલે શું તે, કોઈકવાર કહીશ તને. જેવા અદ્રુત શે'ર સમાવતી ઉપરોક્ત ત્રણ ગઝલ રચનાઓ અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની રચના છે. વિષયની સુંદર માવજત તેમની વિશેષતા છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.

ત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી


12
ફિક્શન એટલે શું? ગુજરાતી લેક્સિકોન પર તેનો અર્થ છે, 'ઉપજાવી કે જોડી કાઢેલી વાર્તા કે વૃત્તાંત, કલ્પિત વાત કે કથન નવલકથા સાહિત્ય, માની લીધેલી (રૂઢ અસત્ય) વાત, જૂઠાણું, સાહિત્યની એક શાખા કે પ્રકાર તરીકે વાર્તાલેખન.' શું બધી જ વાર્તાઓ આ માપદંડમાં બંધબેસતી હોય છે? સર્જનને જીવનના અનુભવો સાથે કેટલી હદે સાંકળી શકાય? ઉપરોક્ત પાંચેય વાર્તાઓમાંથી એક પણ ફિક્શન નથી, અને છતાંય એ ફિક્શન તરીકે જ ઓળખાય એવો સભાન પ્રયત્ન મેં કર્યો છે. ફક્ત પાંચમી વાર્તાના મૂળ વિશે કહું તો એ માટે સાથે મૂકેલ ફોટોગ્રાફ થોડુંક કહી શક્શે. આસપાસના લોકો, જીવન, સ્થળો અને પ્રસંગો પરથી સર્જાતી આ કથાઓ સદંતર ફિક્શન કઈ રીતે હોઈ શકે? માઈક્રોફિક્શન વાર્તાઓ અક્ષરનાદ પર ધમાકેદાર કાર્યસિદ્ધિ અને નોંધપાત્ર અસર ઉપજાવે છે, એ જ યજ્ઞમાં મારા તરફથી એક નાનકડી આહુતી.... આજે પ્રસ્તુત છે મારી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ...

માઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ



5
પ્રસંગ કાંઈક એવો છે કે બાળક મૃત્યુના મુખમાં છે અને એ અવશ્યંભાવી અંતને જોઈને બાળમનમાં કઈ કઈ વાતો આવે છે તેનું હ્રદયસ્પર્શી ચિત્રણ આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમે આપણને મળે છે. બાળકના મનોભાવો સર્વથા તેની માતા પ્રત્યે છે, તેને દુઃખ થશે, માસી તેના વિશે પૂછશે, રાત્રે પથારીમાં તેની ગેરહાજરી સાલશે જેવા પ્રસંગો આવે ત્યારની વાત પ્રત્યે આશ્વાસન આ બાળહ્રદય તેની માતાને આપે છે. શૌર્ય, ખુમારી અને માતા પ્રત્યેના પ્રેમથી સભર બાળહ્રદયનું આ કાવ્ય અનોખું અને આગવું છે. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ 'વીણેલા ફૂલ' અને તેના પૂરક સંગ્રહ 'કિલ્લોલ'માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક બાળગીતો મૂક્યાં છે, તેમાં માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગૂંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા 'નાના થૈને રે !' માંથી આજે આ કૃતિ અહીં પ્રસ્તુત કરી છે.

મરતા બાળકનું આશ્વાસન – ઝવેરચંદ મેઘાણી


9
આજે પ્રસ્તુત છે ઇન્ટરનેટ પરથી સંકલિત અને અનુદિત કરેલ કેટલીક નાની પ્રેરણાદાયક વાતો. આ કોઈ વાર્તાઓ કે ઘટનાઓ નથી, ઇન્ટરનેટ આવી કેટલીય કૃતિઓથી સમૃદ્ધ છે, જરૂર છે તેમાંથી આપણને લાગુ પડે એવી વાતોને શોધીને ગ્રહણ કરવાની. આશા છે આ પ્રયત્ન આપને ગમશે.

પ્રેરણાદાયક કથાઓ.. – સંકલિત


9
થોડાક સમય પહેલા ફેસબુક પરના યુવાકવિઓના મેળાવડા જેવા 'ગઝલ તો હું લખું' ગૃપના અગિયાર કવિઓએ સાથે મળીને પ્રસ્તુત કર્યો અનોખો સંગ્રહ 'લઇને અગિયારમી દિશા’, તેમાં યુવા કવિમિત્રો મોહસીન મીર, મેહુલ ભટ્ટ, પારુલ ખખ્ખર, મેહુલ પટેલ, મગન મકવાણા, ચિરાગ ઝા, યોગેન્દુ જોષી, અનંત રાઠોડ અને કાંતિ વાછાણીની કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. એમાંના એક રચનાકાર કાંતિ વાછાણીની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદ પર કાંતિભાઈની રચનાઓ પ્રથમ વખત પ્રસ્તુત થઈ રહી છે. ઉપરાંત ગઝલસંગ્રહ 'લઇને અગિયારમી દિશા' ભેટ કરવા બદલ પણ કાંતિભાઈનો આભાર તથા તેમની કૃતિઓ બદલ શુભકામનાઓ.

ત્રણ ગઝલો.. – કાંતિ વાછાણી



7
હું મારી વહાલસોઈ દીકરીના 'નવા' પરિવારને કાંઇક કહું એવું વિચારતો હતો. પણ મને થયું કે એ તો અવિવેક ગણાશે કારણ કે હવે તેનાં લગ્ન થઇ ગયા છે, તેને માટે હવે તે જ 'પરિવાર' છે. સાચું કહું છું, મને તેની સામે કોઈ વાંધો નથી. ખરું જોતાં મારી દીકરી હવે પહેલાં 'તમારી' જ કાળજી લે એવું હું ઈચ્છું છું. તેના જીવનમાં મારે હવે પાછળ રહીને મારી ભૂમિકા નિભાવવાનો સમય છે. આ વાત હું પ્રસન્નતાપૂર્વક સ્વીકારું છું. પરંતુ હું એક અનુરોધ જરૂર કરીશ કે ..... દીકરીઓ વિશેના સર્જનોને અક્ષરનાદ સદાય વાંછતુ રહ્યું છે, અને એ જ ઇચ્છા અંતર્ગત આજે પ્રસ્તુત છે હર્ષદભાઈની દીકરીના પરિવારને, જેના નજીકના ભૂતકાળમાં જ લગ્ન થયા છે એવી દીકરીના પરિવારને કાંઈક અંશે વિનંતિ, થોડીક ભલામણ અને હ્રદયસ્થ ઈચ્છાઓ... અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

મારી દીકરીના પરિવારને… – હર્ષદ દવે


6
૨૦ ફેબ્રુઆરીએ હિંદુ સમાજે "મહાશિવરાત્રી" ઉજવી, આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર "માલકોશ" થવા લાગ્યો. રાગ માલકોશ વિશે અને 'મન તડપત હરી દરશન કો આજ' એ ગીત વિશે ડૉ. મહેબૂબ દેસાઈની કૃતિ પ્રસ્તુત કરી છે. ડૉ. દેસાઈનો અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ આભાર.

‘મન તડપત હરી દરશન કો આજ’ : રાહે રોશન.. – ડૉ. મહેબૂબ દેસાઈ


6
આજે હિન્દી વેબસાઈટ્સ / બ્લોગ્સ વિશેના બીજા ભાગમાં પ્રસ્તુત છે પાંચ વેબસાઈટ્સ / બ્લોગ્સની કડીઓ સાથે તેમનો ટૂંકો પરિચય. હિન્દીઝેન, મેં લાંચ આપી છે, ઈપ્ટાનામા, વિજ્ઞાનવિશ્વ અને હિન્દી સમય એ પાંચ વેબસાઈટ્સ છે જે નેટ પર હિન્દી વાચકોનો પ્રેમ પામી રહી છે. આશા છે આપને આજે દર્શાવેલ પાંચેય વેબસ્ત્રોત જોવા - વાંચવા ગમશે અને ઉપયોગી થશે. આવા જ વધુ હિન્દી બ્લોગ્સ / વેબસાઈટ્સ વિશે અહીં શક્ય એટલું જલદી લખવાનો ધ્યેય પણ ખરો.

હિન્દી ભાષાની કેટલીક સુંદર વેબસાઈટ્સ / બ્લોગ્સ… ભાગ ૨



9
જિંદગી જીવવી હોય, તો જીવનમાં કીડી જેટલી પણ ચિંતા કરવી નહિ. એટલું યાદ રાખવું કે, જેને આપણે શરીર કહીએ છીએ, એ પાર્સલ ભગવાને તો માત્ર બે જ રતલનું મોકલેલું. બાકીની લંબાઈ પહોળાઈ ને જાડાઈ એ બધી આપણી જ ઉપજ છે. જો મૂડી વગરનો કોઈ ધંધો જ કરવો હોય, તો બાટલીમાં ઉતારવાનો ધંધો 'બેસ્ટ' લોકોને બાટલીમાં ઉતારવાની આ વિદ્યા ક્યાંથી અને ક્યારથી આવી એની કોઈ નોંધ ઇતિહાસવિદો પાસે નથી, પણ રમેશભાઈ ચાંપાનેરી એ વિષયને બાટલીમાં ઉતારીને વાચકોને બાટલીમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે... આશા છે વાચકો બાટલીમાં... લેખ અક્ષરનાદને પાઠવવા બદલ રમેશભાઈનો આભાર અને શુભકામનાઓ.

બાટલીમાં ઉતારતા આવડે છે? – રમેશભાઈ ચાંપાનેરી


16
આજે પ્રસ્તુત છે વલીભાઈ મુસાની અનોખી વાર્તા. જો કે આજે પ્રસ્તુત વાર્તા પોતાનામાં પણ એક પૂર્ણ રચના જ છે, પરંતુ અહીં વિશેષ વાત છે, કોઈ વાર્તામાં અન્ય કોઈ વાર્તાનું પાત્ર પોતે તેમાં પાત્ર બનીને આવે તેવું ભાગ્યે જ જોવા મળી શકે! એવો પ્રયોગ અહીં થયો છે અને સુસંગત વાર્તાની કડી પણ અહીં અપાઈ છે. પ્રયોગાત્મક સર્જનને અક્ષરનાદ સદાય આવકારે છે, અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ વલીભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.

ભાગ્યવિધાતા – વલીભાઈ મુસા


1
આ૫ણને સ્વાભાવિક જિજ્ઞાસા (પ્રશ્ન) થાય કે આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં ૫ણ તેમનાથી મુક્ત કઇ રીતે રહે છે? તે ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાક તે ગુણોમાં બંધાઇ જાય છે, આવું કેમ? બદ્ધ અને મુક્ત પુરૂષનો વર્તાવ કેવો હોય છે? તે કયા લક્ષણોથી જાણી શકાય? તે ભોજન કેવી રીતે કરે? અને શૌચ વગેરે ક્રિયાઓ કઇ રીતે કરે? તે કંઇ રીતે સૂવે, બેસે અને ચાલે? શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે "જે ધીર મનુષ્‍ય પોતાના સ્વરૂ૫માં સ્થિત રહે છે... સુખ-દુઃખને સમાન તથા જે માટી - પત્થર તેમજ સોનામાં સમાનભાવ રાખે છે, જે પ્રિય અને અપ્રિયમાં સમ છે, જે પોતાની નિંદા કે સ્તુતિમાં ૫ણ સમાન ભાવ રાખે છે, જે માન અને અ૫માનમાં સમ છે, મિત્ર અને શત્રુ ૫ક્ષમાં સમ છે તેમજ સંપૂર્ણ કર્મોના આરંભનો ત્યાગી છે તે મનુષ્‍ય ગુણાતીત કહેવાય છે."

સમદ્દષ્‍ટા સંતના લક્ષણો – વિનોદ માછી



13
આજે પ્રસ્તુત છે રાકેશભાઈ હાંસલિયાની વધુ પાંચ અદ્રુત ગઝલરચનાઓ. 'જીવે છે' ગઝલ બે અંતિમો વચ્ચે જીવાતા જીવનની અને તેના અંતિમોની વાત મૂકે છે, હ્રદયની સંવેદનહીનતા વિશેની વાત તેઓ બીજી ગઝલમાં કહે છે, મનની પ્રાપ્તિ છતાં અતૃપ્તિની ભાવનાનો પડઘો તેમની ત્રીજી ગઝલમાં ઉભરે છે, તો ચોથી ગઝલ આશંકાઓના સાચા થવાનો ભય વ્યક્ત કરે છે. પાંચમી અને અંતિમ ગઝલના એક જ શે'રમાં રાકેશભાઈ બધુંય કહી દે છે, પાંપણો ચુપચાપ સાંભળતી રહી, બોલતા'તા અશ્રુઓ સપના ઉપર ટૂંક સમયમાં રાકેશભાઈનો નવો ગઝલસંગ્રહ 'જે તરફ તું મને લઈ જશે..' પ્રકાશિત થઈ રહ્યો છે, એ બદલ અક્ષરનાદના તમામ વાચકો અને અમારા તરફથી શુભકામનાઓ. સર્જનની આ પરંપરા આમ જ સદાય વિસ્તરતી અને વિકસતી રહે એવી શુભકામનાઓ અને અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.

પાંચ અદ્રુત ગઝલો… – રાકેશ હાંસલિયા


9
૧૧ મે ૧૯૧૨માં અવિભાજીત ભારતના પંજાબ પ્રાંતના સમરાલા (જી. લુધિયાણા)માં જન્મેલ મન્ટોની વાર્તાઓ આઝાદી પહેલાના એ સમયે પણ ચર્ચામાં રહેલી, અશ્લીલતાના આરોપમાં તેની વાર્તાઓ ઘેરાઈ હતી, પણ સમાજને પોતાનો ઘૃણાસ્પદ ચહેરો બતાવવામાં મન્ટોની કલમે ક્યારેય પાછીપાની નથી કરી. એની ઉંમર સાત વર્ષની હતી ત્યારે અમૃતસરમાં બર્બર જલિયાંવાલા હત્યાકાંડ થયેલ, એ જ સમયગાળામાં મન્ટોએ ઉર્દુમાં વાર્તા લખવાનું શરૂ કર્યું, આજે મન્ટોની એક અતિપ્રસિદ્ધ વાર્તા 'खोल दो' નો ગુજરાતી અનુવાદ 'ખોલી નાખ..' એ શિર્ષક સાથે પ્રસ્તુત કરી રહ્યો છું, મૂળ વાર્તામાં રહેલ કેટલાક મુશ્કેલ ઉર્દુ શબ્દોના ગુજરાતી અર્થ શોધી આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેની મદદ લીધી હતી એ બદલ તેમનો આભાર. આપણા દેશની રાષ્ટ્રભાષા સહ અન્ય ભાષાઓની આવી કૃતિઓનો ગુજરાતી અનુવાદ કરી ઓનલાઈન મૂકવાની જરૂરત જણાઈ રહી છે. આશા છે આ પ્રયત્ન ઉપયોગી થશે.

ખોલી નાખ… – સઆદત હસન મન્ટો, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ


12
આપણે ત્યાં કાવ્યસંગીતનો એક અલગ જ દરજ્જો છે. તદ્દન શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને ગઝલગાયકી ઉપરાંત આપણી કવિતાઓ અને ગીતોના ગાયનનો એક અનોખો પ્રકાર વિકસ્યો છે. કાવ્ય લખાઈ ગયા પછી સ્વરકાર તેને સ્વરનિયોજન અને સંગીત સહ ગેય બનાવે છે. તો ક્યારેક કવિ પોતે જ ગીતોને એવા ઢાળમાં રચે છે કે જેથી તેની ગેયતા આપોઆપ પ્રસ્થાપિત થઈ શકે છે. આવા જ ચાર સુંદર ગીતકાવ્યો યાકૂબભાઈ પરમાર આજે પ્રસ્તુત કરી રહ્યા છે. ચારેય ગીતોના વિષયો ભિન્ન છે, ઝાકળરૂપ ઈશ્વરને પોતાની વાત કહીને, હરીને અક્ષર સાથે સરખાવીને, નસીબની મજાક વિશે વાત કરીને અને શોષિત નારી વિશે - એમ ચાર સુંદર ગીત અક્ષરનાદને પાઠવવા બદલ યાકૂબભાઈનો આભાર તથા તેમના સર્જનને શુભકામનાઓ.

ચાર ગીતો.. – યાકૂબ પરમાર



12
પ્રથમ લઘુવાર્તા ડૉ. નિલેશ ત્રિવેદીની કલમે નિપજેલી સંબંધોની સરસ વાત કહે છે, તો આ લઘુકથા સાથેસાથે આજે પ્રસ્તુત છે શ્રી ગુણવંતભાઈ વૈદ્યની બે લઘુકથાઓ... ગુણવંતભાઈની કૃતિ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આશા છે આપને ગમશે. કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો અને ડૉ. નિલેશ ત્રિવેદીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

લઘુકથાઓ… – ડૉ. નિલેશ ત્રિવેદી, ગુણવંત વૈદ્ય


21
પૂનાથી અમારી કોંકણના બીચ અને રાયગઢ જીલ્લાના શ્રીવર્ધન તાલુકામાં આવેલા રમણીય અને સુંદર બીચ દિવેઅગાર જવાની અને આસપાસના સ્થળોએ ફરવાની આખીય સુંદર પ્રવાસ સાથે આનંદોત્સવની વાત અહીં ફોટોગ્રાફ સહીત મૂકી છે. ડિસેમ્બર ૨૧થી ૨૫ સુધીમાં બે દિવસ અમે આ સ્થળોએ વીતાવ્યા હતાં. એ ઘટનાના સંભારણા રૂપે આ કૃતિ પ્રસ્તુત કરી છે.

કોંકણના કેટલાક અદ્રુત, નયનરમ્ય, શાંત બીચ પર… – જીજ્ઞેશ અધ્યારૂ


9
આજે ઘણા લાંબા સમયે વાચકોની પદ્યરચનાઓનું સંકલન પ્રસ્તુત કરી રહ્યો છું. 'આ શું થયું...' અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ સિટી એન્જીનીયર તરીકે કાર્ય કરતા વિજયભાઈ પ્રિયદર્શીની રચના છે. તો બીજી કૃતિ ચંદ્રકાન્તભાઈ લોઢવિયાની છે. તો ધર્મેશભાઈ ઉનાગરની રચના ઔદ્યોગિક કામદારોને માટે 'સુરક્ષા સહિત સેવા'ના આદર્શની વાત સમજાવે છે, ઉદ્યોગોમાં થતા જીવલેણ અને ગંભીર અકસ્માતોથી બચીને કામ કરવાનો સંદેશ તેમાં છે. અક્ષરનાદ પર આ ત્રણેય મિત્રોની પ્રથમ રચનાઓ છે, તો મિતુલભાઈની બે કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે જેમની આ પહેલા પણ એક રચના અહીં પ્રસ્તુત થઈ ચૂકી છે. સૌ મિત્રોને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર.

વાચકોની પદ્યરચનાઓ… – સંકલિત



8
અમદાવાદના હિતેનભાઈ ભટ્ટની પ્રસ્તુત સુંદર લઘુવાર્તા તેમણે અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા માટે પાઠવી છે. અહીં તેમની આ પ્રથમ કૃતિ છે, વાર્તા મનનીય છે, વિચારપ્રેરક છે અને થોડામાં ઘણું કહી જાય છે. કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હિતેનભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

રજસ્વલા – હિતેન ભટ્ટ


10
'ઘણીવાર એક હૂંફાળો સ્પર્શ, એક સ્વાભાવિક સ્મિત, પ્રેમાળ શબ્દ, કોઈને સાંભળવા માટે ઉત્સુક કાન કે નિખાલસ અને સાચો અભિપ્રાય અથવા એકાદા નાના એવા પરોપકારના કામની શક્તિને આપણે ઓછી આંકીએ છીએ પરંતુ તે બધામાં જીવનની દિશા બદલી નાખવાની જબરદસ્ત સંભવિતતા રહેલી હોય છે.' એવા સુંદર સંદેશ સાથેની પ્રસ્તુત પ્રસંગવાર્તા જીવનમાં મદદની અને હકારાત્મક વિચારસરણીની અગત્યતા દર્શાવે છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.

દૂધથી છલોછલ ભરેલો એક ગ્લાસ અને… – હર્ષદ દવે


9
સાહિત્ય સંગમ, સૂરત દ્વારા પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે તેવા ભવસુખભાઈ શિલુના પુસ્તક "સિંધુ-હિંદુ અને સિંધુ સભ્યતા.... - એક અલગ દ્રષ્ટિકોણ" માંથી ઉપરોક્ત લેખ તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધિ અર્થે પાઠવ્યો છે. લેખના મૂળ શિર્ષક "રામાયણ.. નવી નજરે.." ને બદલે મેં Polyandry Vs Monogamy એવું શિર્ષક આપ્યું છે કારણ કે આ લેખમાં ફક્ત રામાયણ, મહાભારત કે અન્ય ગ્રંથવિશેષની વાત નથી પરંતુ આર્યો - અનાર્યોની સંસ્કૃતિ વચ્ચેના મૂળભૂત તફાવતમાંના એક એવા Polyandry Vs Monogamy વિશે વાત થઈ છે. લેખ ગહન વિચાર, ચિંતન અને ચર્ચા માંગી લે છે. આર્ય અનાર્ય સંસ્કૃતિઓના તફાવત અને ભેદ છતાં તેમના સમન્વયથી બનેલી સંસ્કૃતિમાં આર્ય મૂલ્યોનો ફાળો અને પ્રભાવ વધુ જોવા મળે છે. આશા છે આ લેખ જેવી જ અનેક વિગતો સહિતનું ચિંતન ભવસુખભાઈના પુસ્તકમાંથી આપણને મળશે. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ ભવસુખભાઈનો આભાર.

Polyandry Vs Monogamy – ભવસુખ શિલુ



8
આ પહેલા પ્રસ્તુત થયેલ ચાર અછાંદસ કાવ્યો બાદ આજે દિનેશભાઈ બીજી વાર તેમના અછાંદસ સાથે ઉપસ્થિત થયા છે. પાલનપુર, બનાસકાંઠાના દિનેશભાઈ જગાણી 'અલિપ્ત'ની રચના એવા બે વિરહી અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

બે વિરહી અછાંદસ કાવ્યો… – દિનેશ જગાણી ‘અલિપ્ત’


23
ઉર્દૂ સાહિત્‍યના પ્રખ્‍યાત સર્જક સઆદત હસન મન્ટો (ઈ.સ. ૧૯૧ર - ૧૯પપ)ની કેટલીક વાર્તાઓ ખૂબ જ વિશદ પાર્શ્વભૂમિકામાં લખાયેલી જોવા મળે છે, અને એમાંથી કેટલીક માઈક્રોફિક્શનના મૂળ ફોર્મેટને સ્પર્શતી હોવાનો આભાસ પણ થાય છે. આક્રોશભર્યા પણ મજબૂર પાત્રો, થોડામાં ઘણુંબધું કહી શકવાની ક્ષમતા અને વાર્તાના ખુલ્લા છેડાઓ દ્વારા વાચકને મળતો સર્જનનો આનંદ એ તેમની વિશિષ્ટતાઓ હતી, માઈક્રોફિક્શનના ક્ષેત્રને સ્પર્શતા લેખકે મન્ટોનું સાહિત્ય અવશ્ય વાંચવું જોઈએ એવું મારું માનવું છે. માઈક્રોફિક્શનના અક્ષરનાદ પરના ખેડાણને સતત આગળ ધપાવતા હેમલભાઈ વૈષ્ણવની પાંચ માઈક્રોફિક્શન આજે પ્રસ્તુત છે. વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર.

પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ


11
ઉર્વશીબેન પારેખના સુંદર અને અનુભૂતિસભર કાવ્યસંગ્રહ 'ભીની ભીની ઝંખનાની કોર..' માંથી પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે. માતાને અભ્યર્થના કરી રહેલ સંતાન તેના ગુણોને, તેની ક્ષમતાઓ, લાગણીઓ અને કપરા સંજોગોમાં પણ મક્કમ રહી સામનો કરવા જેવી વાતને યાદ કરી તેમના જેવા જ ગુણો પોતાનામાં સિંચાય એવું યાચે છે. સુંદર કાવ્યસંગ્રહ અક્ષરનાદને પાઠવવા અને આ કાવ્ય પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

મા ને અભ્યર્થના.. – ઉર્વશી પારેખ



12
સ્ત્રીઓને સમાન અધિકાર અને સમાન દરજ્જો આપવાની ગુલબાંગો પોકારતા સમાજમાં આજે પણ લગ્ન કર્યા વગરની સ્વતંત્ર સ્ત્રી સ્વીકર્ય નથી. આવી જ એક પુત્રી વિશે તેના માતા પિતાના વિચારો, તેના લગ્ન અંગેની ચિંતા વગેરે વાતોના પરિદ્રશ્યમાં ઝીલાયેલી નિમિષાબેનની આ વાર્તા એ મુખ્ય પાત્રની નિર્ણયશક્તિના સ્વરૂપે એક અગત્યનો સંદેશ આપી જાય છે, એટલો જ સંદેશ કે પોતાના જીવનના અગત્યના નિર્ણયો લેવા અને તેની અસરો સાથે જીવવા એ તૈયાર હોય છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખ આભાર તથા શુભકામનાઓ.

વારસ (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ


7
મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, વાચકમિત્રોના પ્રેમને પામી છે. આજે તેઓ પોતાની પટેલપોથીમાંથી વધુ એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ‘ઈમાનદારીનું પૂંછડું’ નામનો આ પ્રસંગ પોતપોતાનાં દ્રષ્ટિકોણ પર અવલંબિત છે... પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

તમે એને શું કહેશો? – મુર્તઝા પટેલ


10
આ વેલ-ઇન-ટાઈમ ડે એટલે કે વેલેન્ટાઈન ડે વિશે 'આમ આદમી' ચમન અને ચંચીનો નિર્દોષ અને હાસ્યસભર વાર્તાલાપ રમેશભાઈ ચાંપાનેરીએ પ્રસ્તુત કર્યો છે. ચમનીયો ચાર વાગ્યેનો ઉઠીને, નાહીધોઈ તૈયાર થઈને ઉંદરડાની માફક ઘરમાં આંટા મારે છે. ચંચી હજી ઉઠી નથી. વેલેન્ટાઈન ડે નો ધુમાડો એના મગજે ચઢી ગયો છે. ફૂલ કરમાવા લાગ્યું છે. ઘડીક એમ પણ થાય કે લાવ બહાર નીકળીને કોઈને ફૂલ આપી જ આવું., પણ....

આ વેલ-ઇન-ટાઈમ એટલે શું નાથ! – રમેશ ચાંપાનેરી



2
ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ મનુષ્‍ય જન્મ મોટા ભાગ્યના યોગથી જ મળતો હોય છે અને દેવતાઓને ૫ણ દુર્લભ છે એમ વેદ પુરાણ વગેરે સદગ્રંથો ૫ણ કહે છે. આ મનુષ્‍ય જન્મ જે સાધનોના ધામરૂ૫ છે અને મોક્ષ દ્વારરૂ૫ છે તેને પ્રાપ્‍ત કરી જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે બધા પાછળથી દુઃખ પામે છે. માથુ ધુણાવી ધુણાવીને ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલા ફળ માટે કાળ.. કર્મ કે ઈશ્વર ઉ૫ર મિથ્યા દોષ લગાવે છે. આ સર્વોત્તમ એવા મનુષ્‍ય શરીરની પ્રાપ્‍તિ થયાનું ફળ વિષયભોગનું સુખ નથી અને સ્વર્ગનું સુખ ૫ણ નથી, કેમકે આ લોકમાં વિષયભોગનું સુખ અને ૫રલોકમાં સ્વર્ગનું સુખ અલ્પકાળ સુધી જ રહે છે અને ૫રીણામે દુઃખદાયી જ નિવડે છે. જે લોકો મનુષ્‍ય શરીર પામીને વિષયોમાં મન લગાવે છે તેઓ મૂર્ખતાથી અમૃતના બદલે વિષ ગ્રહણ કરે છે. જેઓ પારસમણીને ગુમાવીને ચણોઠી લે તેમને ક્યારેય લોકો ડાહ્યા કહેતા નથી.

માનવજીવનની સાર્થકતા.. – વિનોદ માછી


13
ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બરે યોજાઈ ગયું. નિસ્યંદન સામયિકના સંપાદક અને કવિમિત્ર યોગેશભાઈ તેમાં ભાગ લેવા આણંદ પહોંચ્યા હતા. આ અધિવેશનના આયોજન પ્રત્યે ઉદાસીનતા અને પાંખી હાજરી જેવા કારણોને લીધે તેમને મનમાં ખૂંચતી કેફિયત તેઓ અહીં રજૂ કરી રહ્યા છે. શાની છે આ ઉદાસીનતા? આ અભિગમ આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે ? આવા તો અનેક પ્રશ્નો તેમના મનમાં અનુત્તર રહી જવા પામ્યા છે, પ્રયત્ન કરીએ આપણી રીતે તેના ઉત્તર આપણી પોતાની જાતને આપવાનો... નિસ્યંદનના સંપાદકીય તરીકે લખાયેલ પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન – યોગેશ વૈદ્ય


12
રાજકારણ વિશેની પ્રસ્તુત પદ્યરચના પદ્યના કયા પ્રકારને અવલંબે છે એ સવાલને અવગણીએ તો એમ કહી શકાય કે રાજકારણીઓ અને તેમના મનમાં સતત ચાલતા સત્તા, સંપત્તિ અને ખુરશીના મોહને અહીં રાજકોટના સાગરભાઈ ચૌહાણ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ સાગરભાઈનો આભાર તથા શુભકામનાઓ.

રાજકારણ… – સાગર ચૌહાણ