12 છેલ્લા કેટલાક માસ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓએ દેશના સમજુ નાગરિકોને વિચલિત કરી દીધા છે. પહેલા ઉદ્યોગપતિઓ બેંકોને કરોડો અબજો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયા અને હજી પણ ભાગી રહ્યા છે. આવા ડિફોલ્ટરો ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. આવા લોકોને લીધે બેંકોની એન.પી.એ. વધે છે પરિણામે ભાર તો સામાન્ય માનવી ઉપર જ આવે છે.
સ્ત્રીઓ ઉપર થઈ રહેલાં અત્યાચાર અને એમાંય નિર્દોષ બાળકીઓ ઉપર ગુજારાતા અમાનુષી બળાત્કારો અને ઠંડે કલેજે કરાતી એમની હત્યાઓએ સમાજશાસ્ત્રીઓને વિચારતા કરી દીધા છે કે માનવતા મરી પરવારી તો નથીને? આપણે ચારિત્ર્યહીનતાની કઈ કક્ષાએ પહોંચી ગયા છીએ?





