સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : જત જણાવવાનું કે


એક અગત્યની સૂચના – સંપાદક 2

કેટલાક અવગણી ન શકાય તેવા સંજોગો અને શારીરીક સમસ્યાઓને લીધે અક્ષરનાદ પર હજુ પણ એક અઠવાડીયા સુધી પ્રકાશન કરી શકાય તેમ નથી. તો આ સમયગાળા પછી આશરે તા. ૨૯ ડીસેમ્બર સુધી પ્રકાશન સુધી સ્થગિત કરવામાં આવી રહ્યું છે. આશા છે આપ સૌ દરગુજર કરશો.
અક્ષરનાદ પર ૨૯ ડીસેમ્બર થી ફરીથી રોજ એક કૃતિ સાથે મળીશું.
– જીગ્નેશ અધ્યારૂ


500મી પોસ્ટ… 13

અધ્યારૂ નું જગત બ્લોગથી અક્ષરનાદ સુધીની આ અઢી વર્ષ લાંબી સફરના એક સીમાચિહ્ન સ્વરૂપે 500 પોસ્ટ પૂર્ણ થયાના આનંદને આપ સૌ સાથે વહેચી રહ્યા છીએ. આ યાત્રા આમ જ સાહજીક રીતે, સુંદર રીતે ચાલતી રહે, વિકસતી રહે તેવી અપેક્ષા અને પ્રાર્થના સાથે આજની આ કૃતિ સમર્પિત છે ગુજરાતી બ્લોગ જગતના તમામ વાંચક મિત્રોને. આ તમારો જ પ્રેમ અને સથવારો છે કે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ.


ઇન્ડીબ્લોગરની શ્રેષ્ઠ સ્વરચિત કાવ્યકૃતિ સ્પર્ધા…. 2

ભારતીય ભાષાઓના બ્લોગર મિત્રોનો સહીયારો મંચ એટલે ઇન્ડીબ્લોગર.ઇન ( http://www.indiblogger.in ). આ વખતે તેમના દ્વારા યોજાયેલી શ્રેષ્ઠ સ્વરચિત પદ્ય કૃતિ અથવા શ્રેષ્ઠ ઓરીજીનલ પોએટ્રી માટેની સ્પર્ધા અંતર્ગત વિવિધ ભાષાઓના કુલ 185 બ્લોગ્સ તેમની વિવિધ કૃતિઓ સાથે સ્પર્ધામાં છે. આવી કોઇ પણ સ્પર્ધામાં સૌ પ્રથમ વખત અક્ષરનાદ.કોમ પણ એક ઉમેદવાર તરીકે છે. વોટીંગ અંગેની વિગતો માટે આ વિગત વાંચો.


નવું પ્રભાત, નવી આશાઓ….. – સંપાદકીય 1

વિક્રમ સંવત 2066 નું નવું વર્ષ શરૂ થઇ ગયું છે. દિપાવલીની ઉજવણી થઇ ગઇ, ફટાકડા ધૂમાડો થઇને વાયુમંડળમાં ભળી ગયા, મિઠાઇઓ ખવાઇ ગઇ અને નવું વર્ષ આમ જ સહજ રીતે શરૂ થઇ ગયું. નવું વર્ષ ઘણી નવી આશાઓ સાથે, અપેક્ષાઓ સાથે આવ્યું છે. અક્ષરનાદ વેબસાઇટ વિશેની અનેકો અપેક્ષાઓ અને તેમને મૂર્ત સ્વરૂપ આપવાની યોજનાઓ વિશે આજે આપ સૌ સાથે વાત કરવાનો ઉત્તમ અવસર છે એમ મારું માનવું છે.


અક્ષરનાદ પર ત્રણ નવી સુવિધાઓ 6

અક્ષરનાદ.કોમ પર ઉમેરા ઇરહેલી ત્રણ સુવિધાઓની જાહેરાત. વાચક મિત્રો માટે અક્ષરનાદને માણવાની સરળતા ખાતર તથા તેમની સુવિધા માટેની આ ત્રણેય સગવડો વિશે વિગતવાર માહિતિ માટે જુઓ.


આજથી અક્ષરનાદ ગૂંજે છે… 8

માણો અક્ષરનાદ નો પ્રથમ સંપાદકીય લેખ. આજથી શરૂ થાય છે બ્લોગ ‘અધ્યારૂ નું જગત’ એક તદન નવા સ્વરૂપે, એ જ વૈવિધ્યસભર લેખો, વધુ સગવડો અને પોતાના ડોમેઇન પર આજે ગુરૂપૂર્ણિમાના શુભ દિવસથી ગૂંજશે અક્ષરનાદ…


અધ્યારૂ નું જગતની છેલ્લી પોસ્ટ

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં, સમજી હવાને ભીંત અઢેલી જવાય છે. જનાબ શ્રી અમૃત ઘાયલ સાહેબનો તેમને પ્રિય આ શે’ર મને ઘણી વખત મારી સ્થિતિ સાથે બંધબેસતો લાગે છે. બ્લોગનો, વેબસાઈટનો, કોઈ પુસ્તકનો કે સાહિત્યના કોઈ પણ પ્રકારનો મૂંળ ઉદ્દેશ શું હોય? લેખક માટે એ પોતાના ભાવવિશ્વની ઉર્મિઓ, તેની નવીનતા, સંવેદના અને અનુભવોનું આગવું નિરૂપણ છે, તો વાંચક માટે એ ભાવવિશ્વની ઉંડાઈ સુધી પહોંચવાની તમન્ના અને તેના મૂળ ગુણધર્મને પામવાનો પ્રયત્ન છે. શ્રી અંકુરભાઈ દેસાઈ કહે છે તેમ આત્મ વિસ્તરણમાં મૂળભૂત અજ્ઞાત હોવાનો ભાવ જ ઉર્ધ્વગામી પરીબળોને સાર્થક કરે છે. આત્મવિકાસના શૂન્યમાં જ્યાં સુધી “સ્વ” વિશેની સભાનતા ઓગળતી નથી ત્યાં સુધી તેના સ્વરૂપો અનંતગતિને સાધી શક્તા નથી. સાહિત્યનો કોઈ પણ પ્રકાર તેના મૂળ ઉદ્દેશ સુધી પહોંચતો નથી. વાચકને મજા આવશે કે નહીં એવું વિચારીને લખનાર પોતાની લેખનની મજાને તો જોખમમાં મૂકે જ છે પરંતુ વાચકની પસંદને પહેલેથી ધારીને તે વર્તુળ પણ સીમીત કરી દે છે. લેખન એ પૂજા જેવું કાર્ય છે, તેની પવિત્રતા, તેની અખંડિતતાને માન મળવું જો ઓછું થાય તો સાહિત્યનું સ્તર પણ નીચે ઉતરી આવે. છેલ્લા થોડાક દિવસથી અધ્યારૂ નું જગત બ્લોગ અનિયમિત થઈ ગયો હતો, કારણમાં મૂળ “થાક”, કૌટુંબિક જવાબદારીઓ, નોકરી, પિપાવાવ થી વડોદરાની નવ કલાકની અપડાઉન જેવી આવનજાવન, અને ગીરમાં સતત ભટકવાની અદમ્ય ઝંખના, સમયનો અભાવ અને પોસ્ટ કરવાની અવગણી ન શકાય તેવી તીવ્ર ઈચ્છા જેવા બે છેડાઓ વચ્ચે હું, આ બધા પરિબળો એક પછી એક ભેગા થતા ગયાં, અને બ્લોગ પર પોસ્ટ ઘટતી રહી, અનિયમિત થતી રહી. અનિયમિત થવા કરતાં બ્લોગને સતંદર બંધ જ કરી દેવો અને એક લાંબો વિરામ લેવો એવો નિર્ણય અંતે લીધો […]


એક પ્રભાવી બાળપ્રતિભા ( રિધ્ધિ જોશી) – જીગ્નેશ અધ્યારૂ 20

આપણામાં કહેવત છે, મન હોય તો માળવે જવાય, અને કદાચ એક ૧૧ વર્ષની છોકરી આ કહેવતને આપણાથી વધુ સારી રીતે ચરિતાર્થ કરી શકે છે. તમારા શોખ માટે તમે શું કરી શકો? વાત શોખને પ્રોફેશન બનાવવાની નથી, કે વાત શોખ માટે પોતાના રોજીંદા જીવનને ખલેલ પહોંચાડવાની પણ નથી. શોખ માટે માણસ શું કરી શકે તેનું જીવતું જાગતું પ્રેરણાદાયક ઉદાહરણ મહુવાની આ દીકરી સુપેરે પૂરું પાડે છે. નામ : રિધ્ધિ અશ્વિનભાઈ જોશી, ઉં વર્ષ ૧૧, અભ્યાસ ધોરણ ૬ માં, મહુવાની રાધેશ્યામ શાળા, અંગ્રેજી માધ્યમમાં. રિધ્ધિએ ઘોરણ ચાર સુધીનો અભ્યાસ CBSE માં કર્યો છે. સેન્ટ્રલ બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં ઘોરણ ચાર સુધી ભણ્યા પછી તેણે રાધેશ્યામ શાંળામાં પ્રવેશ લીધો. ગાયનમાં અને ગુજરાતી સંગીતમાં તેને અનેરો રસ છે, અને કુદરતની તેના પર જાણે મહેર હોય તેમ તેને સુંદર કંઠ મળ્યો છે. રિધ્ધિ તેના ગુરૂ પ્રકાશભાઈ સિધ્ધપુરા પાસેથી હાર્મોનિયમ અને તબલાની તાલીમ લઈ રહી છે, અને પોતાની મેળે તથા માતાપિતાની પ્રેરણા અને પ્રોત્સાહનની મદદથી તે ગુજરાતી ગીતોના ગાયન પ્રભુત્વ મેળવી રહી છે. તેની આ સુંદર ગાયન વાદન કળાનો લાભ અમને પણ થોડા દિવસ પહેલા મળ્યો. તેના પિતા શ્રી અશ્વિનભાઈ જેઓ દાતરડી ગ્રામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે, અને માતા શ્રીમતી ઈલાબેન જોશી જેઓ માનસ પ્રાથમિક શાળા, મહુવાના સંચાલક છે, તેમણે પોતાની પુત્રીને આ શોખને આગળ વધારવા બધી સગવડ કરી આપી છે. સાથે સાથે તેઓ એ પણ ધ્યાન રાખે છે કે તેનો અભ્યાસ ન બગડે કે આ શોખને પૂરો કરવા તેનું ધ્યાન તેની બાળ સહજ રમતોમાંથી હટી જાય. તે પોતાના વર્ગમાં કાયમ અગ્રસ્થાને રહે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતરને લીધે ગુજરાતી ગીતો તેને સર્વપ્રથમ સમજવા પડે છે, તે દરેક ગીતનો મતલબ સમજવાનો પ્રયત્ન કરે છે, […]


નમ્ર નિવેદન – જીગ્નેશ અધ્યારૂ 14

અધ્યારૂ નું જગત ની રચનાઓને પોતાના બ્લોગ પર સ્થાન આપતા મિત્રોને સવિનય વિનંતિ કે પોસ્ટ થયાના બે ત્રણ દિવસ સુધી મહેરબાની કરી પોસ્ટ કોપી કરી બ્લોગ પર પ્રસિધ્ધ ન કરે. જ્યારે પણ અન્ય બ્લોગ પર કે અન્યત્ર પ્રસિધ્ધ કરો ત્યારે પોસ્ટની લીન્ક આપે. એક બ્લોગ પર કે વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલી પોસ્ટ તે જ દિવસે કોપી પેસ્ટ કરી અન્ય બ્લોગ પર પ્રસિધ્ધ કરવાની જરૂરત મને દેખાતી નથી. એક જ પોસ્ટ એક જ સમયે બે બ્લોગ પર મૂકવાથી, તેની પસંદગી અને વિવેચનમાં થયેલી મહેનત લેખે લાગતી નથી, તો સામા પક્ષે  પસંદગીની પોસ્ટ અન્ય સાથે વહેંચવાની  લાગણી ધ્યાનમાં રાખતાં આખી પોસ્ટ કોપી ન કરતાં તેની લિન્ક તમે પોતાના બ્લોગ પર વહેંચી શકો છો. ગુજરાતી બ્લોગ જગતમાં આપવા માટે, વહેંચવા માટે લખલૂટ સાહિત્ય પડ્યું છે, આશા છે આપણે બધાંય કોપી પેસ્ટ પ્રવૃત્તિને રોકી કાંઈક નવું આપી શકીએ તો તે યોગ્ય હશે. મારા મતે કોપી પેસ્ટથી કે બીજાની પોસ્ટ પોતાના નામે કરવાથી કોઈ ઉદ્દેશ્ય ફળતો નથી. ક્ષણિક ફાયદો કદાચ હોઈ શકે પણ તે આપણામાંથી કોઈનો હેતુ નથી એમ મને લાગે છે. આ નિવેદનથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે ક્ષમા માંગું છું. – જીગ્નેશ અધ્યારૂ


સ્નેહ અઠવાડીયું – શરૂઆત વસંતની 5

ગઈકાલે વિકાસભાઈ બેલાણીની કૃતિ સાથે હાસ્ય અઠવાડીયાનું સમાપન થયું છે. આ પ્રયત્નમાં મદદ કરવા બદલ તમામ મિત્રો, વાચકો અને ખાસ તો આ માટે સમય ફાળવી પોતાના લેખ સમય બંધનમાં રહીને અધ્યારૂ નું જગત સુધી પહોંચાડવા બદલ લેખક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મેં પ્રસ્તાવનામાં કહ્યું હતું તેમ “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. આ સાથે આવતીકાલે સ્નેહ અઠવાડીયું શરૂ કરી રહ્યો છું. સ્નેહ પ્રેમ એ કોઈ સંબંધના બંધનમાં બંધાયેલા હોતા નથી, અને પ્રેમ એટલે ફક્ત પતિ પત્નીના કે પ્રેમી-પ્રેમીકાના એક જ સંબંધની વાત નથી, તે હોઈ શકે પિતાનો પુત્રી પ્રત્યે, ભક્તનો ભગવાન પ્રત્યે કે માનવનો માનવ પ્રત્યે. પ્રેમને કોઈ સંબંધના ચોકઠામાં પૂરી શકાય નહીં, અને કદાચ એટલે જ આ સ્નેહ અઠવાડીયાની શરૂઆત વિકાસભાઈ બેલાણીના તેમની પુત્રીને લક્ષ્યમાં રાખીને લખાયેલા કાવ્ય થી થઈ રહી છે. વસંત એ પ્રેમીઓનો ઉત્સવ છે, કબૂલ, પરંતુ એ પ્રેમ ફક્ત એક જ પરિમાણમાં ન હોઈ શકે, અને પ્રેમની અભિવ્યક્તિમાં આળસ કે શરમાળપણું ન હોવું જોઈએ, એ તો અભિવ્યક્ત થવો જ જોઈએ. એટલે જ આ અઠવાડીયાનું સંબોધન “સ્નેહ અઠવાડીયું” કર્યું છે. મંદમંદ આ મહેક ઉઠી છે, ચાલો રસભર થઈએ, એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ ક્યાંક ગાઢ પ્રેમની શરમાળ અભિવ્યક્તિ એટલે વસંત તો ક્યાંક વર્ષો પહેલાના, હવે જે સ્મૃતિના ભંડકીયામાં ક્યાંક ખૂણે ખાંચરે ધૂળ ખાતા પડ્યા છે, તેવા તાજા ઝખ્મો જેવા તીખા, પ્રેમના સ્મરણોની અભિવ્યક્તિ એટલે વસંત, […]


પ્રસ્તાવના – હાસ્ય અઠવાડીયું 13

                                         જેમની કલમે ગુજરાતના હાસ્ય સાહિત્યને દૈદિપ્યમાન કર્યું છે તેવા તમામ હાસ્ય લેખકો  – લેખિકાઓને સાદર અર્પણ઼ *********************************** ચલો ચલો મુસકાન વાવીએ લ્યો આ આંસુ, આપો હૈયુ, આપો થોડીક હૂંફ, એટલે એક નવી પહેચાન વાવીએ ચલો ચલો મુસકાન વાવીએ – કૃષ્ણ દવે સાહિત્યજગતમાં પ્રતિષ્ઠિત સર્જકોને માન સમ્માન મળે છે, અને મળવું જ જોઈએ પરંતુ નવોદિત છતાં સમર્થ લેખકોની ઘણી વાર ઉપેક્ષા થતી જોવા મળે છે. તે ન જ થવી જોઈએ તેવા વિચારે ગુજરાતી બ્લોગના ઉપલબ્ધ માધ્યમ દ્વારા કેટલાક લેખો અત્રે મૂકવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. આ કૃતિઓની પસંદગીમાં કોઈ સાહિત્યિક માપદંડો નજરમાં નથી રાખ્યા. પસંદ પડેલા બધાં લેખો અત્રે મૂકી રહ્યો છું. “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. દુઃખ વિષાદ તણા ઉપરના સૂર, જગને શું સંભળાવ, હોય હાસ્ય તો વિશ્વ તારી દે, હાસ્ય થી જગ અપનાવ.  – કૃષ્ણલાલ શ્રીધરાણી આ અઠવાડીયાની ઉજવણી માટે લેખો મોકલનાર, શુભેચ્છા મોકલનાર તથા આશિર્વાદ આપનાર તમામ વડીલો, વાચકો અને મિત્રોનો અને લેખ મોકલી આપનાર મિત્રોનો આભાર માની રહ્યો છું.  આવતીકાલથી રોજ એક લેખ મૂકવામાં આવશે. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.  – જીગ્નેશ અધ્યારૂ (31-01-2009) ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ […]


એક અગત્યની વાત – જીગ્નેશ અધ્યારૂ 4

પ્રિય મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જીનીયરીંગના મારા સંસ્મરણો આજે આઠ વર્ષોના વહાણા છતાંય તાજા ઘા જેવા લીલા છે. તાજા ઘા જેવા એટલા માટે કે એ સુખના, અપાર સુખના દિવસો હજી પણ યાદ આવે તો મન એ દિવસોમાં પાછા જવા તલપાપડ થઈ ઉઠે છે. મુખ્યત્વે આખાંય વર્ષમાં, બંને સેમેસ્ટરમાં થઈને ફેબ્રુઆરી મહીનો અમારા બધાંયનો ખૂબ પ્રિય. કારણકે આ મહીનાનાં બે અઠવાડીયા અમે ઉજવીએ ટેકો-વીક. ટેકનોલોજી ફેકલ્ટીની ફિઝાઓમાં આ બે દિવસ મોજ મજાના વિવિધ રંગ અને  મસ્તી, તો ક્યાંક પ્રેમના ઉગતા છોડવા પણ જોવા મળે. અને આ વાતાવરણમાં તમે તેમાંથી બાકાત રહી શકો તો જ નવાઈ. બધાં જ ડીપાર્ટમેન્ટમાં માસબંક ડીકલેર થયા હોય. કોઈક દિવસ ચોકલેટ ડે હોય, જેમાં ડેરીમિલ્ક પ્રેમનો, તો ચ્યુંઈગમ ચીપકુનો, અને મેલોડી ચોકલેટી પ્રેમ પ્રપોઝલનાં સવિનય નકારનો, પર્ક સારી ફીગરનો તો કીટકેટ દોસ્તીનો સંદેશો આપે. કોઈક દિવસ વેજીટેબલ ડે હોય, જેમાં ભીંડા પ્રેમ પ્રપોઝલનો, કારેલા નકારનો, ગાજર સારી ફીગરનો, કાશ્મીરી મરચા “ગેટ ઈન શેપ”નો તો બટાકા સારા દોસ્તનો સંદેશો આપે. કોઈક દિવસ આઉટ્રેજીયસ દિવસ હોય ત્યારે બધાંય ભાવિ એન્જીનીયરો કોઈક સાધુના વેશમાં, કોઈક ગબ્બર બનીને, તો કોઈક ચિત્રવિચિત્ર પોશાકો પહેરીને, કોઈક ધોતીયું અને શર્ટ ટાઈ પહેરીને, કોઈક એક પગે ચપ્પલ અને એક પગે બૂટ પહેરીને તો કોઈક વળી એક પગ પેન્ટનો અને એક પગ ચડ્ડીનો એવા વિવિધ દેખાવો કરે. અમેય મજૂરો અને કડીયાઓ જેવા દેખાવો કર્યા હતાં, પછી આ આખી સવારી બળદગાડામાં ડિપાર્ટેમેન્ટ પ્રમાણે નગારા ત્રાંસા સાથે ફરે. વેલેન્ટાઈન ડે ના દિવસે ઠેર ઠેર હિંમત અને મિત્રોની જરૂરત પડે. કોઈક પોતાના મનના ખૂણે સંઘરાયેલી વાત બહાર કાઢવા, પ્રેમનો ઈઝહાર કરવા પ્રયત્ન કરે તો કોઈ પોતાના […]


૪૦૦૦૦ ક્લિક્સ અને ૩૦૦ પોસ્ટસ

પ્રિય મિત્રો, અધ્યારૂ નું જગત અંતર્ગત ગુજરાતી સાહિત્યજગતની મારી આ યાત્રા આજે ૪૦૦૦૦ ક્લિક્સ પાર કરી ગઈ છે. અને સાથે બુધવારે તે ૩૦૦ પોસ્ટના સીમાચિન્હ પર પણ પહોંચશે. આ શરૂઆતમાં મારું જગત હતું કારણકે હું જ પોસ્ટ કરતો અને હું જ વાંચતો. પહેલી પાંચ પોસ્ટમાં મહત્તમ દસ ક્લિક્સ મેળવી હતી….જોડણીની ભૂલો કે સાહિત્યના વિવિધ પ્રકારોની ઓછી માહિતિ જેવા ઘણાં કારણો હશે. પણ પડતાં આખડતાં આખરે બાબલો ચાલતા શીખ્યો છે. આશા છે સૌ વાચક મિત્રો, પ્રશંશકો અને રાહબર મિત્રોની આંગળી ઝાલી સાહિત્યની કુંજગલીઓમાં ફર્યા કરીશું. આ સાથે આજથી અધ્યારૂ નું જગત મારી પત્ની અને મિત્ર પ્રતિભા અધ્યારૂ ને સોંપી રહ્યો છું. સમયની ખેંચતાણ અને અન્ય કેટલીક પ્રવૃતિઓને લીધે હવેથી આ બ્લોગ તે સંભાળશે. છેલ્લા ત્રણ દિવસની પોસ્ટસ (ગુરુવાર, શુક્રવાર અને શનિવાર) પ્રાયોગિક રીતે તેણે કરી હતી. આશા છે આ પ્રવૃતિ તેના યથાયોગ્ય સ્વરૂપમાં અને સૌની વાંચન અપેક્ષા પૂર્ણ કરી શકે તે રીતે આગળ વધશે. વળી તા. ૩૦ નવેમ્બર થી ૧૨ ડીસેમ્બર સુધી અમે હરિદ્વારની યાત્રાએ જઈ રહ્યા છીએ. આ યાત્રાની રોજેરોજની અપડેટ્સ અધ્યારૂના જગત પર વિડીયો સ્ટ્રીમીંગ સાથે મૂકવાના પ્રયત્નો ચાલુ છે. જો બધુંય ધાર્યા પ્રમાણે થયું તો એક દિવસ તમને સૌને ગંગા આરતી લાઈવ બતાવી શકીશ. નહીંતો વિડીયો તો ખરોજ….. ૪૦,૦૦૦ ક્લિક્સનો આંકડો હવે એક પડાવ છે. દસ હજાર ક્લિક્સ મળે તો ભયો ભયો એવી પ્રાર્થના અને આશા હતી.. જે અપેક્ષાઓથી ઘણુંય વધારે છે, અને સાથે સંતોષ છે કે હવે મારી પાસે અભિવ્યક્તિનું એક નવું માધ્યમ છે, અસંખ્ય સહ્ર્દયી મિત્રો અને શુભેચ્છકો છે અને એક અનોખો આનંદ છે. …… આને કહેવાય મંઝિલ થઈ ગઈ પડાવ અને યાત્રા થઈ આનંદની…. જય અલખધણી….


અધ્યારૂ નું જગત – ત્રીસ હજાર ક્લિક્સ

મિત્રો, આપ સર્વે વાચકો, વિવેચકો, અને બ્લોગ જગતના તમામ મિત્રોના સહકાર અને શુભકામનાઓ સાથે આજે અધ્યારૂ નું જગત ત્રીસ હજાર ક્લિક્સ પાર કરી ગયું છે. આશા છે આપ સર્વે આમ જ પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડતા રહેશો. ગુજરાતી બ્લોગ જગત અથવા ગુજરાતી સાહિત્ય જગતને જે સમૃધ્ધિની જરૂર છે તે અપાવવા અધ્યારૂ નું જગત અને હું જીગ્નેશ અધ્યારૂ સદા કટીબધ્ધ છીએ….આશા છે આપ અહીં આનંદ મેળવી રહ્યા હશો…૧૮ જુલાઈ થી ૧૦ સપ્ટેમ્બર આમ ફક્ત બે જ મહીનાથીય ઓછા સમયગાળામાં દસ હજાર ક્લિક્સ મળી છે જે આપ સર્વેના અપાર પ્રેમ અને સહકારનું જ પ્રમાણ સૂચવે છે. આ પહેલા આમ જ બે મહીનામાં દસ હજાર ક્લિક્સ મંળી હતી, આપ સૌની સાથે ગુજરાતી જગતના એક અંગ બની રહ્યા હોવાની આ લાગણી જ સાચો આનંદ અને સંતોષ છે. ધન્યવાદ


હેપ્પી ફ્રેન્ડશીપ ડે 6

આવતી કાલે ઓગસ્ટ મહીના નો પ્રથમ રવિવાર છે અને દરેક ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે. કહે છે કે તમારા શત્રુ સાથે હજાર ઝધડા કરી લેજો પણ તમારા મિત્ર સાથે એક પણ નહીં …કારણકે દુશ્મન તો એ ઝધડાઓનો જવાબ આપશે પણ મિત્ર તેનો જવાબ પોતાનામાં શોધશે… બ્લોગ જગતના તમામ લેખક – વાચક મિત્રો, અને દરેક ગુજરાતી ભાષા પ્રેમીને અધ્યારૂ ના જગત તરફ થી હેપ્પી ફ્રેન્ડશીપ ડે…આશા કરૂં કે ગુજરાતી ભાષાના લીધે શરૂ થયેલી આપ સર્વ સાથેની મારી ઓળખાણ અને દોસ્તી આમ જ વધતી રહે…..


૨૦,૦૦૦ ક્લિક્સ – સંતોષનો ઓડકાર

પ્રિય મિત્રો, આજે ફરી એક અન્ય સીમાચિન્હ ની આપને જાણ કરવા આ પોસ્ટ લખી છે. શનિવાર અને ૨૪ મે, ૨૦૦૮ ના રોજ ૧૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ હતી, આજે અધ્યારૂ નું જગત બ્લોગ પર ૨૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ છે (દસ હજાર ક્લિક્સ જૂન અને જુલાઈ માં). જ્યારે આ બ્લોગ શરૂ કર્યો ત્યારે હું અને મારૂ જગત અંતર્ગત લખ્યું હતું કે મને ગમતી રચનાઓ જ પ્રસિધ્ધ કરવી, મારા પોતાના લેખન પરના અવિશ્વાસના લીધે આમ લખ્યું. સામાન્ય રીતે જેમ આપણું બાળક આપણને ગમે છે (પછી ભલે બીજા ફરીયાદ કરતા હોય કે મારા ઘરની બારીના કાચ રેગ્યુલર તૂટે છે) તેમ આપણું લખાણ, આપણી રચનાઓ આપણને ગમે જ. પણ આમાં મારા માટે ઘણી વાર અપવાદ થયા છે. મારી રચનાઓ મને ન ગમી હોય એવુ ઘણી વાર થાય છે. આવા અપવાદોને બાદ કરતા મારી રચનાઓ પણ બ્લોગમાં ક્યાંક છૂટી છવાઈ વહેંચી છે.  તમારો પ્રેમ તમારી કોમેન્ટસ અને સૂચનો તથા ટીકાઓ બધુંય મળ્યું છે. … ખૂબ જ નાનો હતો, શાળામાં હતો ત્યારથી મને હતું કે હું ગીત ગાઈશ અને ગાયક બનીશ … શાળામાં ગીત સ્પર્ધાઓમાં જીતેલા અસંખ્ય ઈનામો આ વાતમાં ખૂબ વિશ્વાસ આપતા, તો મિત્રો પણ પ્રોત્સાહીત કરતા, પણ હવે તે આગળ વધી શક્તુ નથી, તમે તેને પણ આત્મવિશ્વાસનો અભાવ કહી શકો. નવમાં ધોરણમાં પહેલી કવિતા લખી હતી (જે ઉપર લખ્યા મુજબના અવિશ્વાસને લીધે હજી સુધી પોસ્ટ કરી નથી.) કે કદાચ એ પહેલી રચના પરના કોઈ પણ પ્રહારોને સહન કરવા જેટલી ક્ષમતા નો અભાવ છે તેમ પણ કહી શકો. પણ હવે આ અવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. જેનું કારણ આ બ્લોગ છે, અસંખ્ય પ્રતિભાવો છે, અને સૌથી વધારે, વાચકોનો પ્રેમ […]


૨૦૦ પોસ્ટ અને અધ્યારૂ નું જગત

આ સાથે આજે બ્લોગ પર ૨૦૦ પોસ્ટના સીમાચિન્હ ને પાર કર્યું છે. આશા છે આમ જ રેગ્યુલર પોસ્ટ કરી શકીશ અને આપ સૌ નો સાથ સહકાર મળતો રહેશે. જીગ્નેશ અધ્યારૂ.


બ્લોગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 8

પાંચ દિવસના પ્રવાસ અને બ્લોગવિહિન જીવન પછી આજે પાછો આપની સમક્ષ હાજર છું. પ્રવાસ ઘણો સરસ રહ્યો. મુંબઈને પલળતા પલળતાંય ધબકતુ જોયું, કહો કે માણ્યું. જીવનની ગતિ ત્યાં કદી રોકાતી નથી. હજી તો વરસાદ ની શરુઆત છે પણ ત્યાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ છે. (ન)કરેલા કામ ના બગણા ફૂંકવામાં આપણા વહીવટદારો કદી પાછા પડતા નથી, અને પોતે ન કરેલા કામ ની ક્રેડીટ લેવાનું ય તેઓ ચૂકતા નથી, જેમ બૃહદમુંબઈ મહાનગરપાલીકા કહે છે કે આ વખતે વરસાદને નાથવા તેમનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જોરદાર છે. આગળ આગળ આ વાત ની હકીકતો પણ ખબર પડશે….પણ અત્યારે તો પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની જરૂરત તો હજી પણ એક જગ્યાએ મને લાગે છે. આ પાંચ દિવસની રજા પછી આવીને પહેલો જે ઈ મેઈલ મેં જોયો તે એક મિત્રનો જેમણે મને સૂચિત કર્યો હતો કે મારી એક પોસ્ટ કાના માતરના ય ફરક વગર કોપી કરીને કોઈ પણ જાતની ક્રેડીટ વગર કે જે પોસ્ટ પર થી કોપી કરી છે તેની લીંક વગર મૂકાઈ રહી છે. http://adhyaru.wordpress.com/2008/04/04/new-kind-of-sholay/ કોઈ પણ જાતની ક્રેડીટ વગર મૂકાઈ છે…http://gujaratikavita.wordpress.com/2008/06/13/sholay-v2/ આવી જ ઘટનાઓ પહેલા પણ બનેલી પણ મેં એમ માની ને ચલાવ્યુ કે હશે….ક્યારેક કોઈક શિષ્ટાચાર ચૂકી જાય છે…. http://adhyaru.wordpress.com/2008/05/16/the-fake-dreams-of-husband/ કોઈ પણ જાતની ક્રેડીટ વગર મૂકાઈ છે…http://dhavalrajgeera.wordpress.com/2008/05/16/gujarati-fun/ http://adhyaru.wordpress.com/2008/05/24/appraisal/ કાના માતરના ફરક વગર અને કોઈ પણ ક્રેડીટ વગર મૂકાઈ છે…http://gujaratikavita.wordpress.com/2008/05/27/apraisal/ વળી એમનું કહેવુ છે …. ” hello sir, here is ur comments………. “Please give credit to atleast the original post from where you have copied it dear….the original post is at http://adhyaru.wordpress.com/2008/05/24/appraisal/ It is a custom in blog world and […]


ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ 9

ગુજરાતી બ્લોગ જગત વિસ્તરી રહ્યું છે. વિચારો વધુ સારી રીતે અને વધુ સ્વતંત્રતાથી પ્રગટ થઈ શકે એવુ એક માધ્યમ આપણને સૌને મળ્યુ છે. અને મને લાગે છે કે એકાદ બે અપવાદોને બાદ કરતા આપણે સૌ તેનો સદઊપયોગ કરી રહ્યા છીએ. બ્લોગ એ ખૂબ સશક્ત માધ્યમ છે, એ વાતની સાબીતી એ જ છે કે અભિનેતાઓ અને લેખકો પણ પોતાના બ્લોગ બનાવી રહ્યા છે. પણ હું મારી આજની પોસ્ટ ગુજરાતી બ્લોગ્સ પૂરતી સીમીત રાખવા માંગુ છું…મને વિચાર આવ્યો કે હું જે બ્લોગ લખું છું એ કેટલા લોકો વાંચે છે? રેગ્યુલર વાચકો જે આર એસ એસ ફીડ થી સબસ્ક્રાઈબ થયેલા છે, જે મિત્રોને હું ઈ મેઈલ મોકલું છું કે જે સર્ચ મા ક્યાંક થી મને શોધી કાઢે છે. જે મિત્રોના પોતાના બ્લોગ છે તેમની હાજરી અને કોમેન્ટસ મળતી રહે છે. પણ આ બ્લોગ જગતનો વ્યાપ વધારવા માટે આપણે શું કરી શકીએ. એવુ શું કરી શકાય કે જેથી એક નાનકડા વર્તુંળ માં થી બહાર આવી તેને વધુ લોકો સુધી પહોંચાડી શકાય. બ્લોગ ના જાણકારો, રેગ્યુલર વાચકો અને બ્લોગ લેખકો સિવાય એવા ગુજરાતીઓને મારે આ બ્લોગ વાંચતા કરવા છે કે જેઓને ગુજરાતી બ્લોગ્સ વિશે કાંઈ માહિતિ નથી. ટૂંકમાં આ માધ્યમને વ્યાપક પ્રસિધ્ધિ અપાવવા માટે શું કરી શકાય એ માટે આપ સૌના સૂચનો માંગી રહ્યો છું. અન્ય માધ્યમો જેમ કે વર્તમાન પત્ર કે સામયિક વિશાળ વાચક સમુદાય ધરાવે છે અને તેની સામે તે રેવન્યુ જનરેશન પણ કરે છે, જ્યારે મારા જેવા અનેક બ્લોગ ચલાવતા મિત્રો ફક્ત શોખ થી કોઈ પણ વ્યવહારીક કે ધંધાદારી ઉદેશ્ય સિવાય ફક્ત અને ફક્ત ગુજરાતી ભાષાની સેવા અને તેનો વ્યાપ વધારવા માટે જ […]


હેપ્પી બર્થ ડે – ૧ વર્ષ અને મારૂ જગત

હેપ્પી બર્થ ડે પ્રિય મિત્રો અને વાચકગણ, તારીખ ૨૫ મે ૨૦૦૭, એક સાવ સામાન્ય દિવસ જ્યારે ક્યાંકથી હાથ લાગી લિન્ક વર્ડપ્રેસની. ખબર ન હતી કે આ બ્લોગ કઈ બલા છે અને ગુજરાતી ટાઈપીંગ તો ……ભેજાગેપનું કામ લાગતું…..વર્ડપ્રેસ જોયું, થયુ લાવ કાંઈક નવુ કરીએ….રજીસ્ટર કર્યુ….બ્લોગ બન્યો અને શરુ થઈ એક નવી યાત્રા…….યાત્રા વિચારો શેર કરવાની – સોરી વહેંચવાની (ટાઈપમાં ય અંગ્રેજી શબ્દો ગુજરાતી માં ઘણી વાર લખાઈ જાય છે…)યાત્રા નવા મિત્રો બનાવવાની અને એક ધગશ ગુજરાતી ના બધા વાંચનયોગ્ય ઉપલબ્ધ આર્ટીકલ અહીં મૂકવાની, સાથે સાથે ક્યારેક મારી રચનાઓ માથે મારવાની પણ યાત્રા શરૂ થઈ……પણ જાન્યુઆરી ૨૦૦૮ સુધી એક કે અન્ય કારણસર એ ઠેલાતુ રહ્યુ, અવગણાતુ રહ્યુ….અને તે દિવસથી એકાદ બે અપવાદોને બાદ કરતા રેગ્યુલર છું રોજ એક પોસ્ટ મૂકવામાં…..સિવિલ એન્જીનીયર હોવાના લીધે સાઈટ જોબ ના લીધે ક્યારેક રાત્રે ઘરે પહોંચવામાં ખૂબ મોડુ થઈ જાય છે એટલે ક્યારેક પોસ્ટ નથી કરી શકાતી….પણ મેનેજ કરું છું… મને જણાવતા આનંદ થાય છે કે અધ્યારૂ નું જગત બ્લોગને આજે એક વર્ષ પૂર્ણ થાય છે. બ્લોગની શરુઆત મેં ગત ૨૬ મે ના રોજ કરી હતી અને રેગ્યુલર પોસ્ટીંગ જાન્યુઆરી ૨૦૦૮ થી શરૂ કર્યુ હતુ. ત્યારથી લઈને આજે એક વર્ષ પૂર્ણ કરવાના નાનકડા સફરમાં મને ખૂબ જ આનંદ આવ્યો. મારી પાસે રહેલી માહિતિ અને લેખો, અન્ય કવિ – લેખકો ની રચનાઓ અને ક્યારેક મારી રચનાઓ અને મારા વિચારો અહીં તદન સાહજીક રીતે પ્રગટ કરી શકવાની આ ક્ષમતા બદલ હું વર્ડપ્રેસ નો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ સાથે હું આભારી છું મૃગેશભાઈનો, તેમણે પરોક્ષ રીતે મને આ બ્લોગ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. આજે એક વર્ષ પૂર્ણ […]


અગત્યની જાહૅરાત.

આજ થી અહીંયા દર અઠવાડીયૅ ઍક કવિવતા મૂકવાની શરુઆત કરી રહ્યૉ છું, દર અઠવાડીયૅ ઍટલા માટૅ કૅ હમણા સમય ઑછૉ મળૅ છૅ. પણ આની સાથૅ ઍ પણ ખરું કૅ આ દરૅક કિવતા નવી છૅ અનૅ લગભગ બીજી કૉઈ પણ વેબ કૅ બ્લૉગ પર પ્રસીધ્ધ થઈ નથી. આ “અમૅચ્યૉર” લૅખકૉ માટૅ નૉ મંચ બનૅ તૅ માટૅ પ્રયત્ન નૉ ઍક ભાગ છૅ તૉ સાથૅ પ્રસ્થાપિપત લૅખકૉ ની હથૉટી નૉ રસસ્વાદ પણ કરાવવૉ છૅ. તમારા સૂચનૉ અનૅ સાહીત્ય આવકાર્ય છૅ. જીગ્નૅશ અધ્યારુ.