વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

20
મોટાં થતાં થતાં એ ડર અલોપ થતો ગયો પરંતુ પેલી જાદુગરણી અને એની મંત્રમોહિની વિદ્યા સ્મૃતિના કોક અવાવરુ ખૂણામાં સુપ્ત અવસ્થામાં પડ્યાં રહ્યાં. આજે પેલી કુમળી વિષવેલની ગંધથી એ જાદુગરણી સુપ્ત અવસ્થામાંથી આળસ મરડીને બેઠી થઈ ગઈ.

મારી કિરમજી રંગની લિપ્સ્ટિક – રાજુલ ભાનુશાલી


14
થોડી મારા ગાલની ગુલાબી સુરખી મોકલું છું, થોડું તારું ભૂખરી આંખોમાં ડૂબેલું મારી આંખોનું અજવાળું મોકલું છું, તારું નામ લેતા, બોલતા, લખતા કે શ્વસતા નીચી ઝૂકેલી પાંપણોની શરમ મોકલું છું, મારા સૂકાભઠ્ઠ ખાખરા પર ઉગેલા તારા અસ્તિત્વના કેસૂડાં મોકલું છું. આથી વિશેષ તે શું હોળી હોય, અસ્તિત્વને રંગી દે એવી!

તારા વિનાનો રંગોત્સવ… – નેહા રાવલ


2
કલાપ્રતિષ્ઠાન-કલાગ્રંથ, મમતા, એતદ્, સંચયન, શબ્દસૃષ્ટિ અને અભિયાન જેવા પ્રશિષ્ટ અને લોકપ્રિય સામયિકોમાં પ્રિયંકા જોષીની રચનાઓ પ્રકાશિત થઈ છે. ૨૦૧૮ માં અરસપરસ દ્વારા આયોજિત ટૂંકીવાર્તા સ્પર્ધામાં તૃતીય અને ૨૦૨૦ માં આયોજિત સ્મિતા પારેખ વાર્તા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

પાંખો : પ્રિયંકા જોષી; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી



2
હા, હું એને બહુ પહેલાથી જાણતો હતો. હું જાણતો હતો એના સપનાને; ઊડી જવાના સપનાને. અમે બંને હંમેશા નદી કિનારે રમતાં. નદીનો જળ વિસ્તાર મને દરિયાની કલ્પનાએ લઈ જતો અને એ પાણીમાં પગ ઝબોળીને દૂર દૂર દેખાતી ટેકરીઓની ઝાંખીપાંખી આકૃતિઓ જોયા કરતી. એની કીકીઓમાં એ ટેકરીઓ વિશાળ પહાડોનું સ્વરૂપ લેતી. એ પહાડો પર પડેલી બરફની ચાદર એના નાના બાહુઓને કંપાવી દેતી.

પાંખો – પ્રિયંકા જોષી



seaside 7
દોસ્તીની બાબતમાં બાળપણ સૌથી વધુ સમૃદ્ધ હોય છે. દોસ્ત સજીવ છે કે નિર્જીવ, ગરીબ છે કે અમીર, દૂર છે કે નજીક, પોતે એને પ્રિય છે કે અપ્રિય.. કશુંયે વિચાર્યા વગર બસ દોસ્તી કરી બેસે છે. એટલે જ ક્યારેક નદી, ક્યારેક પર્વત, ક્યારેક પશુપંખી, ક્યારેક નદીઝરણાં તો ક્યારેક તપતો સૂરજ બાળકનો પ્યારો દોસ્ત બની જાય છે!

બાળકોનાં પ્યારાં દોસ્ત : દરિયો, દફ્તર ને દાદા-દાદી! – ભારતીબેન ગોહિલ



17
મગનલાલ માસ્તર પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ભણાવે. વિદ્યાર્થીઓને કવિતા શીખવાતાં શીખવતાં તે પોતેય કવન કરતાં થઈ ગયા. "આ તો મારા ડાબા હાથનો ખેલ. આમાં શું? આવું તો હુંય લખી શકું." વિચારી માસ્તરના કરકમળોએ કવિતા-લેખન તરફ પ્રયાણ કર્યું.

સાંભળ કાં સાંભળનારો દે – સુષમા શેઠ





3
'પ્યાર કા મૌસમ'માં ભારતભૂષણ, જે પહેલાં તેની પ્રિયતમા હતી અને હવે જે પત્ની બની છે તે, નીરુપારોય સામે 'તુમ બિન જાઉં કહાં...' ગીત ગાય છે... ગીતના શબ્દોને કિશોરકુમારનો દર્દસભર વિલક્ષણ કંઠ મળ્યો છે જે સહુની ભીતર અવનવાં સ્પંદનો જગાવે છે.

તુમ બિન જાઉં કહાં! (ગીતમાલા) – હર્ષદ દવે


5
આ વખતે ફિલ્મ પહેલા એક કળાકારની વાત કરીશ. એ કળાકાર, અભિનેતા છે - સર એન્થની હોપકિન્સ. સર એન્થનીના નામે અનેક દમદાર ફિલ્મો બોલે છે. 'ધ સાઈલેન્સ ઓફ ધ લેમ્બ'ના માનવભક્ષી હેનીબાલ લેક્ટરથી લઈને 'ટુ પૉપ'માં પૉપ બૅનેડિકટ સુધીના બહુરંગી પાત્રો ભજવી ચૂક્યા છે.

The father : ખોવાયેલા અસ્તિત્વની શોધ – નરેન્દ્રસિંહ રાણા


8
પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે સરસ્વતી અને લક્ષ્મી એકસાથે ન હોય. કવિઓ, સાહિત્યકારો, વિદ્વાનોને આવકનું ખાસ સાધન ન હતું. કવિઓમાંથી ભાગ્યે જ કોઈ રાજકવિ થાય તો તેને વર્ષાસન મળતું, જેમાંથી તેની આજીવિકા ચાલતી. પણ બધા કવિઓ રાજકવિ ન થઈ શકતા.

નીતિશતકના મૂલ્યો (૬) – ડૉ. રંજન જોષી



woman wearing red and white dresses 41
પ્રાચીન મંદિરોમાં કંડારાયેલા સુંદર શિલ્પો જોઈને ક્યારેય વિચાર આવ્યો છે કે એ નાયક કે નાયિકા ચોક્કસ મુદ્રા અને અંગસ્થિતિમાં જ કેમ ઊભા છે? એમ જ કોઈ ચિત્રકાર પણ કૃતિ બનાવે ત્યારે એ ભાવ પણ નિપજાવવા યોગ્ય હસ્તમુદ્રા તથા અંગસ્થિતિનો ઉપયોગ કરે છે. આ બધાં કલાકારો શેના આધારે આટલી પ્રમાણિત રચના કરતા હશે?

નૃત્યનિનાદ ૪ : અભિનય એટલે શું?


11
કવિતા એ નદી જેવી છે. જેમ નદી જુદા-જુદા ઘાટે જુદી-જુદી લાગે એમ કવિતા પણ દરેક વાચકે જુદી લાગે. કવિતાને માત્ર વાંચવાની નહીં કલ્પવાની પણ હોય! હાથમાં લઈને ઋજુતાથી પંપાળવાની હોય. ને પંપાળતા ક્યારેક એને પાંખો ફૂટે તો એ આપણા અંતરમન સુધી પહોંચી પણ જાય!

ટકોરા મારું છું આકાશને : પરિભ્રમણ – હીરલ વ્યાસ


blur boat close up paper 6
મમ્મી દસની નોટ વાપરવા આપતી એમાંથી અમે પારલે બિસ્કીટ, ક્રીમ રોલ, કચોરી, સમોસા, ભૂંગળા, પેપ્સી, બટર, નાનખટાઈ, સોડા, આઈસ્ક્રીમ, ગોલા, પોપીન્સ, લોલીપોપ, કોલેટી, ચણા મસાલા, ખારાં બી, દાળિયા એવું એવું ખાતા.

વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની – કમલેશ જોષી



14
ચૉકલેટ તરફ જોતી બાળકની આંખને ઓળખવાનો, પાંચ પૈસાની ચૉકલેટ પહેલીવાર ઉધાર મળે ત્યારે બાળક વ્હેત ઊંચું ચાલે એ જોવા માણવાનો મોકો તમને કેવો મળ્યો હશે? આંસુને સ્મિતમાં પલટાવતી કેટલીય પળો તમે માણી હશે ને!

એ ગળચટ્ટી ક્ષણોની લ્હાણી કરનાર મમ્મદને… – નેહા રાવલ


13
'વિચારોના વૃંદાવનમાં' માત્ર આપણને વિચરતાં કરી મૂકે છે એટલું જ નહીં પણ સાથો-સાથ એ વિચરણ યોગ્ય આચરણ સુધી પહોંચે એ માટે પથ-પ્રદર્શક પણ બની રહે છે. અહીં વિચારોના ટોળાં નથી પણ ખભે હાથ મૂકીને વિચાર આપણા અસ્તિત્વને એક સુખદ સધિયારો આપે છે.

વિચાર વિથીકા.. ડૉ. ગુણવંત શાહનું પુસ્તક ‘વિચારોના વૃંદાવનમાં’ – ધર્મેન્દ્ર કનાલા


19
આ મંત્રમાં અલગ અલગ પ્રકારે ચાર દેવોની સ્તુતિ કરવામાં આવી છે, પણ છેવટે તો એ ચારેય દેવ એક જ પરમ ચેતનાના અલગ અલગ રૂપો જ છે. ત્રણેય દેવ અને છેલ્લે દેવોના પણ અધિપતિ, એવા પરબ્રહ્મ પરમાત્મા જ સર્વોચ્ચ છે એ સત્ય અહી ફલિત થાય છે. વેદમાં બહુદેવવાદ સાથેનો એકેશ્વર ( એક જ ઈશ્વર) વાદ છે. એક ઈશ્વર (પ્રત્યેક મનુષ્યમાં રહેલી પરમ ચેતના) સર્વોચ્ચ સત્તા છે અને તેના અધિપત્યમાં અનેક દેવો છે.

સ્વસ્તિ મંત્ર – શ્રદ્ધા ભટ્ટ



21
દરેક પ્રવાસીએ અરુણાચલ પ્રદેશમાં જવા જરુરી ઓળખપત્ર અને ફોટો આપી મંજૂરી પત્ર લેવાનો હોય છે. આસામની હદ પતે એટલે ચેકપોસ્ટ પર આ મંજૂરી પત્ર લેવાની વિધિ પતાવી અમે આગળ અરુણાચલ પ્રદેશમાં વધ્યા. લગભગ દોઢ વાગે જમવા ઉભા રહ્યા. ખાવાનું ઘણું તીખું હતું એટલે ઘરના થેપલા ખાઈ કામ ચલાવ્યું.

સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. – સ્વાતિ મુકેશ શાહ



gray eye of man with letters on face skin 6
ટૂંકીવાર્તા, લઘુકથામાં ગિરિમા ઘારેખાન આગવી પ્રતિષ્ઠા ધરાવે છે, છેલ્લાં પાંચેક વર્ષમાં સાહિત્ય ક્ષેત્રે તેમનું નામ ગૂંજતું થઈ ગયું છે. આજની તેમની વાર્તા જેની આપણે ચર્ચા કરીએ છીએ તે ચિત્રલેખા કચ્છશક્તિ વાર્તાસ્પર્ધા ૨૦૧૯ ની વિજેતા વાર્તા છે.

એ આંખો – ગિરિમા ઘારેખાન; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી



3
એ દિવસે કીટીમાં રત્ના બિલકુલ મૂડમાં ન હતી. શોર્ટ સ્કર્ટ, સ્ટ્રેપલેસ બ્લાઉઝ અને બેકલેસ ગાઉન પહેરીને સ્મોકિંગ કરતી છોકરીઓને એ જોઈ રહી. લંડનમાં ક્યારેક એ પણ સ્મોકિંગ કરી લેતી હતી. આ બધું તો ઇન્ડિયામાં પણ હવે કોમન હતું. વેદાંતને એની ખબર ન હોય એવું થોડું હશે? આમ આટલો બધો મોર્ડન થઈને ફરતો વેદાંત આવો હશે? મમ્મી-ડેડી કહેતાં હતાં એ સાચું પડશે?

એ આંખો – ગિરિમા ઘારેખાન


6
બકોર પટેલ, શકરી પટલાણી, ગલબો શિયાળ, મિયાં ફુસકી, તભા ભટ્ટ, છકો - મકો, અડુકિયો-દડુકિયો, છેલછબો કે સાત પૂંછડીવાળો ઉંદર.. નામ યાદ આવતાંની સાથે જ એ બધાંનાં પરાક્રમોથી ભરપૂર વાર્તાઓ આપણા મન પર કબજો કરી લે! કોણ માને કે આ બધી કાલ્પનિક સૃષ્ટિ હશે! એક સર્જકના મનની ઉપજમાત્ર હશે!

સદાય લોકહૈયે વસી જતાં બાળવાર્તાનાં પ્રાણીપાત્રો! – ભારતીબેન ગોહિલ


4
આપણે સૌ ઈંગ્લીશ વિંગ્લીશની શ્રીદેવીને, ચક દે ઇન્ડિયાની ખેલાડીઓને, ક્વિનની કંગનાને અને દંગલની દીકરીઓને સ્વીકારી, વધાવી અને ઉજવી શકીએ છીએ પણ જ્યારે આપણી નજીકની કોઈ સ્ત્રી કોઈ પણ હિંમતવાન પગલું ભરવા તત્પર હોય ત્યારે?

ઓ વુમનીયા! સુપર વુમનીયા! – આરઝૂ ભૂરાણી



2
એવું તો કાંઈ ખાસ નથી મારા ફોનમાં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે! આજે અમસ્તું મલકી જવાયું! પાગલ, ફોનનો પાસવર્ડ પણ મારા નામનો રાખ્યો છે તેંં..! એટલા માટે કે તને મારું નામ બહુ ગમે છે..

ઓસ જેવી એક સવાર.. – મીરા જોશી


5
'પ્યાસા' ફિલ્મ દરમિયાન ગુરુદત્તને પ્રેમ થઇ જાય છે વહિદા રહેમાન સાથે. અને તેનાં પરિણીત જીવન પર તેની ઘેરી અસર થાય છે. ગીતા દત્તથી, તેની પત્નીથી, એ કેમ સહન થાય? તે વિદેશ જતી રહે છે અને ગુરુદત્ત પોતાનું જીવન સંકેલી લે છે, જીવનના ચાર દાયકા પૂરા થાય તે પહેલાં જ. આત્મઘાતી બની જાય એટલી બધી સંવેદનશીલતા પણ સારી નથી.

જાને ક્યા તૂને કહી.. (ગીતમાલા) – હર્ષદ દવે


15
રુદ્ર એટલે સર્વવ્યાપી પરમાત્મા જે દરેક વ્યક્તિના અંતરમનમાં વિરાજમાન છે. ઋગ્વેદનો એક મંત્ર છે - अंतरिच्छन्ति तं जने रुद्रं परो मनीषया। (ऋ.८.७२.३) [જ્ઞાની મનુષ્ય] તે રુદ્રને (तं रुद्रं) મનુષ્યના અંત:કરણની મધ્યમાં (जने पर: अन्त:) બુદ્ધિ દ્વારા (मनीषया) જાણવાની ઈચ્છા (इच्छन्ति) કરે છે.' જ્ઞાની લોકો એ રુદ્રને માનવીના અંત:કરણમાં શોધે છે, એટલે કે રુદ્ર એટલે બધાના અંત:કરણમાં રહેલો પરમાત્મા. રુદ્ર એટલે શિવ – આ પૌરાણિક માન્યતા છે. રુદ્રને શિવ શા માટે કહે છે?

શિવનું કલ્યાણકારી સ્વરૂપ : રુદ્ર – શ્રદ્ધા ભટ્ટ



8
મધરાતે એક બારમાં, પીધેલી સ્ત્રી એકલી બેઠી છે. એના કપડાં અસ્તવ્યસ્ત છે. પોતે ક્યાં છે એ પણ ભાન નથી. આસપાસના બધા પુરુષોની બાજ નજર તેના પર સ્થિર થયેલી હતી. આ પરિસ્થિતિમાં મોટાભાગે જેવું બનતું હોય એ પ્રમાણે કોઈ 'સારો માણસ' એની પાસે આવ્યો ને ઘરે મૂકી જવાની ઑફર કરી. આ 'સારો માણસ' એને ઘરને બદલે પોતાના ઍપાર્ટમેન્ટ પર લઈ ગયો અને એના કપડાં ઉતારવા માંડ્યો.

Promising young woman : માન્યતાઓના મધપૂડામાં પથ્થર મારવાનો પ્રયાસ – નરેન્દ્રસિંહ રાણા



2
મનુષ્યની આધ્યાત્મિક સુખાકારીના ભર્તૃહરિ હિમાયતી છે. આથી તેઓ મનુષ્યને કોઈ ધર્મ, સંપ્રદાયના અનુયાયી તરીકે જ સ્વીકારે છે. આથી આધ્યાત્મિકતા અને ધર્મને પણ તેઓ મનુષ્યત્વના લક્ષણ તરીકે સ્વીકારે છે. આવા લક્ષણો વિનાના માણસો પૃથ્વી પર ભારરૂપ છે.

નીતિશતકના મૂલ્યો (૫) – ડૉ. રંજન જોશી