વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

2
એક નવી શરૂઆતના આયામને ઉપસાવતી સંતવાણી વિશેની એક વિચારગોષ્ઠીનું આયોજન કારતક વદ બીજ, 23 નવેમ્બર 2010 ને મંગળવારે, સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન તલગાજરડા, ચિત્રકૂટધામ ખાતે કરાયું હતું. ભરપૂર વરસતા વરસાદમાં અમે આ વિચારગોષ્ઠીનું શ્રવણ કરવાનો લહાવો લેવા પહોંચ્યા. જેમ જેમ અહીં વિદ્વાનોના ભજન અને ભજન ઈતિહાસ તથા પરંપરાઓ વિશેના વિચારો વ્યક્ત થયા તેમ તેમ મેઘરાજાએ પણ તેમની અવરિત વર્ષા ચાલુ રાખી. ભજન ચર્ચામાં ત્રણ વિદ્વાનો ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ અને ભાણદેવજીના વિવિધ રસપ્રદ વિષયો પર વિચારો વ્યક્ત થયા તેનો એક અહેવાલ અહીં મૂકવાનો પ્રયત્ન રહેશે.

સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ – ભાગ ૧


7
શ્રી હરેશભાઈ ત્રિવેદી, 'અલ્પ' આપણા અનોખા ગઝલકાર છે અને ટૂંકી બહેરની ગઝલોની રચનામાં તેમની હથોટી ખૂબ પ્રસંશા પામી છે. પ્રસ્તુત ગઝલ તેમના ગઝલસંગ્રહ પછી... માંથી લેવામાં આવી છે. ગઝલસંગ્રહ પછી... નો આસ્વાદ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. 'ને હું એકલો' એવા અસામાન્ય રદીફનો ઉપયોગ કરીને તેમણે અનેરી સુંદરતા સર્જી છે સાથે ગઝલનો આંતરીક ભાવ પોતાની એકલતાથી શરૂ થાય છે અને પછી વિસ્તરતો જાય છે, ગઝલના અંત તરફ જતાં એ વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે.

ને હું એકલો – અલ્પ ત્રિવેદી


બારૂચ સ્પિનોઝા (૧૬૩૨-૧૬૭૭) અથવા બેનેડિક્ટ સ્પિનોઝા નેધરલેન્ડ મૂળના યહુદી તત્વચિંતક હતાં. આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાના એ સમયમાં તેમણે ચર્ચનો, પાદરીઓની અમર્યાદ સત્તાનો અને ઈશ્વરના દૂત બની બેઠેલા કહેવાતા ગુરૂઓનો ભારે વિરોધ કર્યો. તેમના વિચારો અન્ય લોકોને પચાવવા મુશ્કેલ હતાં. ઈશ્વર સિવાય બીજા કોઈની પણ સત્તા સ્વીકારવાનો તેમણે ઈનકાર કર્યો. વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તેમના રેશનાલિસ્ટ વિચારોનો આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાના રૂઢિચુસ્ત અને બંધીયાર સમાજજીવનવાળા એ સમયમાં ભરપૂર વિરોધ થયો, યહૂદીઓએ તેમના વિરુદ્ધ ફરમાન જાહેર કરી તેમને અલગ કર્યા તો કેથલિક ધર્મપંથે તેમના પુસ્તકોને પ્રતિબંધિત કર્યા. તેમના વિચારો તલસ્પર્શી, માર્ગદર્શક અને વિવેચનાત્મક તથા સંશોધનાત્મક તથ્યોથી ભરપૂર રેશનાલિસ્ટ વિચારો હતાં. ડચ વિરોધીઓએ તેમના કેટલાક પુસ્તકોને બાળી મૂકેલા, તેમના મૃત્યુ પછીના કેટલાય વર્ષો સુધી પણ તેમના લખાણોનો જોઈએ તેવો પ્રચાર થયો નહીં. આજે તેમને ૧૭મી સદીના રેશનાલિસ્ટોમાં અગ્રગણ્ય માનવામાં આવે છે. આજે તેમના પુસ્તક 'એથિક્સ' ના અંશોના ભાવાનુવાદનો પ્રયત્ન કર્યો છે.

૧૭મી સદીના અગ્રગણ્ય વિચારક બેનેડિક્ટ સ્પિનોઝાની કલમે…



10
અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ, ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો. એ બધુ ભેગુ કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.

ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૨)


1
અત્યારે જેના નામનો વિશ્વના દરીયાઈ વેપારના નકશા પર ડંકો વાગી રહ્યો છે એવા, ખાનગીક્ષેત્રની હિંમત અને ધગશના પરીણામરૂપ ગુજરાતના એક અત્યંત મહત્વાકાંક્ષી એવા પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જે મહાન સંત વિભૂતિના નામ પરથી પડ્યું છે તે હતાં સંત પીપાજી જેઓ તેમના પૂર્વાશ્રમમાં મહારાજ પીપારાવ હતાં. સ્વામી રામાનંદના આશ્રયે આત્મખોજનો માર્ગ શોધતાં તેઓ ઝાલાવાડથી કાશી ત્યાંથી દ્વારકા અને ત્યાંથી અત્યારના પીપાવાવ ગામ સુધી પહોંચ્યા. તેમના વિશે અનેક માહિતિ ટુકડે ટુકડે મળતી હતી, પીપાવાવમાં ચાર વર્ષથી વધુ સમયથી હોવા છતાં આ આખી વિગત ભેગી કરવામાં ખૂબ સમય લાગ્યો એ બધુંય ભેગું કરીને આ લેખ તૈયાર કર્યો છે. ઐતિહાસીક તથ્યો હોવાથી ક્યાંક વિગત દોષની સંભાવના તો છે જ. અનેક મિત્રો વડીલોના સહકારે આ આખોય લેખ તૈયાર થયો છે, એ માટે તે સર્વેનો ખૂબ આભાર.

ભગત પીપાજી મહારાજનું પીપાવાવ – જીજ્ઞેશ અધ્યારૂ (ભાગ-૧)


પ્રશ્ન તો એ થવો જોઈએ કે આ ભોલારામ કોને કહેવાયું છે? ત્રણે છબીઓ અલગ અલગ છે, ત્રણેયમાં ભોલાને અલગ રૂપમાં કલ્પીને કવિએ એક અનોખો તાર રણઝણાવ્યો છે, ત્રણેય રચનાઓમાં ભોલારામ કોણ એ સહજ સ્પષ્ટ થતાં વાર નથી લાગતી, પણ તોય, શું એ વિચાર, એ માનવું કે "ભોલારામ આના માટે કહેવાયું છે" અંતિમ સત્ય છે? ક્યાંય ત્રણેય છબીઓ એક થતી દેખાતી હોય એવો કોઈ ત્રિભેટો આંખોને દેખાય છે ખરો? શ્રી મકરન્દ દવેની રચનાઓને સમજવા અને સમજાવવા માટે ક્યાંક વિચારનો પ્રસાર અને વિસ્તાર ખૂબ નાનો પડતો જણાય એ અનુભૂતી ખૂબ સહજ છે, આશા છે એથી વધુ આપને પહોંચે.

ભોલારામની ત્રણ છબી – મકરન્દ દવે



9
કેટલીક વખત આપણી પોતાની માન્યતાઓ અને ધારણાઓ વાતને કેવી ખોટા વિચારે પરોવી આપે છે એવું દ્રષ્ટાંત તાદ્દશ્ય કરતી પ્રસ્તુત વાર્તા ખરેખર આંખ ઉઘાડનારી ઘટના જેવી છે. મનજી એ આપણા ગ્રામ્યસમાજના માનસનો પડઘો છે, એ જેટલો નિખાલસ છે એટલો જ તરત નિર્ણય લઈ લેનારો પણ છે, તો શારદા એક ગૃહિણી હોવા ઉપરાંત એક પ્રેમાળ અને કાળજી લેનારી પત્ની પણ છે, એ વાતનો અહેસાસ આ વાર્તા વાંચ્યા પછી સહેજે થાય. ખૂબ સુંદર ગૂંથણી સાથેનો સતત વાર્તા પ્રવાહ આ ટૂંકી વાર્તાને અનેરા રંગે રંગી જાય છે.

તડ ને ફડ – વર્ષા જોષી


11
એક વાર્તાની સાથે સાથે તેની પૂરક અથવા સમાંતર ચાલતી બીજી વાત મૂળ વાર્તાના પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવે તો વાર્તાની અસરકારકતામાં અનેરો બદલાવ આવે છે. રા' નવઘણની વાતના તાર સાથે ચાલતી વાર્તાની મુખ્ય ધારા એવી સરસ રીતે ભળી જાય છે કે વાર્તાનો એક અભિન્ન અંગ બની જાય છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક દૂરદર્શન અમદાવાદમાં ન્યૂઝરીડર તરીકે ફરજ બજાવે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ કૃતિઓ મળતી રહે તેવી અનેક શુભકામનાઓ.

રાજના વેર – હાર્દિક યાજ્ઞિક


6
કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ઇશ્વરને સંબોધીને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કોઇ અંગત સ્વાર્થ માટેની નથી. ભારત દેશ કેવો હોવો જોઇએ; તે માટે તેમના મનમાં એક ચિત્ર છે, દેશ માટે દિલમાં અરમાન છે. દેશ માટે ગૌરવ હોવાની વાત છે. પોતાનો દેશ પોતાને ગમે તેવો તો હોવો જોઇને? માતૃભૂમિ પ્રત્યેના અનેરા પ્રેમે કરીને આ મહર્ષિએ ઇશ્વર સમક્ષ માંગણી કરી છે. દેશ વિશે કવિવરને જે અપેક્ષા છે; તેની પ્રાર્થના પ્રયોજીને મહર્ષિએ ઇશ્વરને તે સંભળાવી છે. દુનિયાએ તે પ્રાર્થનાને કવિતા તરીકે ઓળખી છે. ક્યાં આ આશા અને સોનેરી સ્વપ્ન !! પરંતુ આજે વાસ્તવિક સ્થિતિ.... થોડુંક મનોમંથન કરાવતી અને ચચરાટ ઠાલવતી પ્રવીણભાઈની કલમે વિચારધારા.

દેશ માટે બળતરા અને ચચરાટ… – પ્રવીણ ઠક્કર



6
આપણા સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓનું આગવું સ્થાન છે, સત્યઘટના પર આધારિત શ્રી ગુણવંતરાય આચાર્યની રચના એવી 'હાજી કાસમની વીજળી' હોય કે 'દરિયાલાલ', 'સક્કરબાર' હોય કે 'દરીયાપીર', એ બધીય વાતો જકડી રાખનારી દરિયાઈ સાહસકથાઓ છે, ગુજરાતના કિલોમીટરો લાંબા દરિયાકિનારા અને પેઢીઓથી ચાલતી દરિયાઈ ખેડને લઈને અનેક કથાઓ અને ઘટનાઓ પ્રચલિત થઈ છે. માડાગાસ્કર જવા રવાના થયેલ જહાજ 'અલબેલા' ની સફરનો અંતિમ ભાગ ખૂબજ મુશ્કેલ રહ્યો અને તેનો કેવો કારમો અંત આવ્યો તેની વાત પ્રસ્તુત રચનામાં શ્રી હસમુખ અબોટી દ્વારા તાદ્દશ થઈ છે. હવે આવી સાહસકથાઓની રચના ભાગ્યે જ થાય છે, આશા કરીએ કે આપણા લોકોના કૌવત અને આવડતને દર્શાવતી આવી વધુ કૃતિઓ આપણને મળતી રહે. દરિયાઈ પારિભાષિક શબ્દોનો અર્થ સહિતનો એક નાનકડો સંગ્રહ પણ વાતને અંતે આપ્યો છે.

‘અલબેલા’ ની દરિયાઈ સાહસકથા – હસમુખ અબોટી


3
પ્રસ્તુત રચના અમદાવાદથી અક્ષરનાદના વાંચકમિત્ર ચિઁતનભાઈ શેલતની છે. દીવાની જ્યોતમાં બળી મરતા પતંગીયાની વાતને કેન્દ્રસ્થાને રાખીને એક પ્રેમીના હ્રદયની વાત કહેવાનો તેમણે પ્રયાસ કર્યો છે, પ્રકાશના વિવિધ સ્ત્રોતોને દર્શાવીને - સરખામણી કરીને તેમણે અનોખી સુંદરતા સર્જી છે. આ સુંદર રચના અક્ષરનાદને મોકલવા બદલ શ્રી ચિંતનભાઈનો ખૂબ ખૂબ આભાર.

અમાસની રાતનું અજવાળુ – ચિંતન શેલત


5
યુવાન કોને કહેશો? યુવાન અને તરવરાટ અથવા યુવાન અને હદોને તોડીને સમગ્રમાં વ્યાપી જવાની આવડત એટલે યુવાની એવી જડ થઈ ગયેલી માન્યતા બધે વ્યાપેલી છે, પણ શું ફક્ત આ જ યુવાની છે? તો આપણી આસપાસ પચ્ચીસ વર્ષના વૃદ્ધો અને પંચોતેર વર્ષના યુવાનોને કઈ વ્યાખ્યામાં બાંધીશું? યુવાની વિશેનો અનોખો અને એક સરસ વિચાર પ્રસ્તુત લેખમાં સાદ્યાંત જોવા મળશે. સૂરતથી દર મહીને પ્રકાશિત થતા માસિક જીવનયાત્રીના એક અંકમાંથી આ તંત્રીલેખ લીધો છે, શ્રી મનોજ ખેની આ માસિકના માલિક, મુદ્રક પ્રકાશક અને તંત્રી છે. નવા વિષયો, ઉગતા લેખકો અને સૌથી વધુ એક સચોટ વિચાર સાથે ચાલતું આ માસિક એ વાતનો પુરાવો છે કે સાહિત્યમાં રૂઢીગત માસિકો - સામયિકોથી આગળ જઈને કાંઈક નવું કરવાની પ્રેરણા ધરાવતા લોકો હજી સમાજમાં બચ્યાં છે. જીવનયાત્રી સામયિકના સળંગ પચીસ અંક નવેમ્બર ૨૦૧૦માં પૂર્ણ થયાં છે એ નિમિતે મનોજભાઈને ખૂબ શુભેચ્છાઓ અને આ માસિક લોકોના જીવનને પ્રેરણા આપી શકે તેવા સદવિચારનો સતત ફેલાવો કરતું રહે, વિચારજ્યોતને પ્રગટાવતું રહે તેવી શુભેચ્છાઓ.

યુવાની એટલે… – મનોજ ખેની



6
દર વખતની જેમ આ વખતે પણ પાંચ સુંદર અને મહદંશે ઉપયોગી નાવિન્યસભર વેબસાઈટ્સ વિશે થોડીક માહિતિ સાથે તેમની લિન્ક. આ વેબસાઈટ્સની યાદીમાં આજે શામેલ છે ઠઠ્ઠાચિત્રો બનાવવાની સુવિધા આપતી એક વધુ વેબસાઈટ, એનિમેટેડ મૂવિઝ બનાવવાની સગવડ માટેનું સોફ્ટવેર મફત આપતી વેબસાઈટ, જગતના અનેક જોવાલાયક સ્થળોના સુંદર પેનોરમિક દ્રશ્યો બતાવતી વેબસાઈટ વિશે થોડુંક, તો આવા જ શહેરોના અનેક રેકોર્ડ કરેલ અવાજોની ઓનલાઈન લાઈબ્રેરી, બ્રાઊઝિંગ હિસ્ટ્રી શોધવાની સગવડ આપતી વેબસુવિધા વગેરે વેબસાઈટ્સ. આપને આ સાઈટ્સ વિશેની માહિતિ કેટલી ઉપયોગી રહે છે તે અવશ્ય જણાવશો.

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૫


4
ઈ.સ. ૧૯૨૫ માં ગઢવાલમાં જન્મેલા અને હિમાલયમાં અનેક વર્ષો સુધી તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ શિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરનાર અને હિમાલયના યોગીઓની સાંખ્યશાખાના વારસદાર એવા સ્વામી રામને ઈ.સ. ૧૯૫૨માં તેમના ગુરુ દ્વારા પશ્ચિમમાં જઈને અધ્યાત્મ અને યોગના ફેલાવા માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવી. એ માટે પશ્ચિમમાં તેમણે હિમાલયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ યોગ સાયન્સ અને ફિલોસોફી ની સ્થાપના કરી. અમેરીકા અને યુરોપમાં તેમના ઈન્સ્ટીટ્યૂટની સભ્યસંખ્યા ખૂબ વધી, જો કે સાથે તેઓ અનેક વિવાદોમાં પણ સપડાયાં. તેમના દ્વારા તેમના હિમાલયના જીવન અને ગુરુ સાથેના સમયને લઈને આલેખાયેલ પુસ્તક, "લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ" એક અનોખુ પુસ્તક છે, જેનો ગુજરાતી અનુવાદ ૧૯૮૫માં કુન્દનિકા કાપડીઆ દ્વારા કરાયો છે. આજે પ્રસ્તુત છે સ્વામી રામના તેમના ગુરુ સાથેના તથા હિમાલયના અન્ય યોગીઓ સાથેના સંવાદનો એ પુસ્તકમાંથી થોડોક આસ્વાદ.

સિદ્ધયોગી સાથે મુલાકાત – સ્વામી રામ, અનુ. કુન્દનિકા કાપડીઆ


3
આજે પ્રસ્તુત છે બે લઘુવાર્તાઓ, માઈક્રોફિક્શનનું પોતાનું સૌંદર્ય હોય છે, ખૂબ ઓછા શબ્દોમાં ઘણું કહી દેવાની ક્ષમતા કેળવવી અનોખી બાબત છે. માઈક્રોફિક્શન વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર સમયાંતરે આવતી રહી છે. આજની બે વાર્તાઓ પણ લઘુકથાઓના સંદર્ભે અનોખું નાવિન્ય ધરાવે છે. બદલાતી પૃષ્ઠભૂમી, નવીન વાર્તાતત્વ અને વાર્તામાં ભારોભાર રહેલું અધ્યાહાર સત્વ તેની મુખ્ય બાબતો છે.

બે લઘુકથાઓ – સંકલિત



2
કોઠાડાહ્યો એટલે સામાન્ય બુદ્ધિ ધરાવતો સામાન્ય માણસ, સાવ સાધારણ અર્થમાં 'કોમન મેન', ભારતના, વિશ્વના કોઈપણ અર્થતંત્રનો પ્રબુદ્ધ નાગરીક. જો કે પ્રબુદ્ધની વ્યાખ્યા થોડીક અલગ છે. સમાજ આજે આવી તદ્દન સામાન્ય બુદ્ધિને દફનાવી ચૂક્યો છે, આજની વાતો સાંભળીએ તો ક્યારેક સમાજની સ્થિતિ પર અફસોસ વ્યક્ત કરવા સીવાય કાંઈ થઈ શકે તેમ નથી. પ્રામાણિક, નિષ્પક્ષ, તાટસ્થપૂર્ણ વ્યવહાર, સંયમ, કોઠાસૂઝ પ્રેરિત અભિગમ આદી અંગ્રેજી પ્રજાનાં વ્યાવર્તક લક્ષણો ગણાય છે. અંગ્રેજ સમસ્યા સંદર્ભે સહજ કોઠાસૂઝથી ઉકેલ શોધે છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સમસ્યાના હલ માટે કોઠાડાહ્યા લોકોએ ચીંધેલી પ્રણાલિઓને વિસારે પાડી અમેરિકાદત્ત પ્રવિધિઓ પ્રયોજાય છે. સમાજે કોઠાડાહ્યાને દફનાવી દીધો, તેનો વિષાદ પ્રગટ કરતાં "લંડન ટાઈમ્સે" એક મૃત્યુનોંધ છાપી છે, જેનો ભાવાનુવાદ પ્રસ્તુત છે.

સદગત કોઠાડાહ્યો – સિરાજ પટેલ ‘પગુથનવી’


4
રંગની દ્રષ્ટિએ વિશ્વની પ્રજાને બે ભાગમાં વહેંચી શકાયઃ પહેલી ગૌર અને બીજી કાળી. ગૌરમાં પણ ત્રણ ભેદ છેઃ વિશુદ્ધ ગૌર, પીત ગૌર(ચીની વગેરે) અને આછી ગૌર (આરબ, ઈરાન, આર્યો વગેરે). કાળી પ્રજામાં ચઢતા-ઊતરતા ત્રણેક ભેદ કરી શકાય. તડકો લાગવાથી પ્રજા કાળી થાય છે તે વાત સાચી નથી. કાળી કે ગૌરી આનુવંશિકતાથી થતી હોય છે. એક માન્યતા એવી પણ છે કે વિશ્વની મહત્તા રંગને આઘીન છે. અર્થાત ગોરી પ્રજા જે ઐતિહાસિક વિજયો, ભૌગોલિક વિસ્તાર, આર્થિક સમૃદ્ધિ, બૌદ્ધિક ક્ષેત્રમાં જે જ્ઞાન વિજ્ઞાન વગેરે સંશોધનો કરી શકી છે તે કાળી કરી નથી શકી. જો વિશ્વની બધી પ્રજા કાળી હોત કે પછી બધી પ્રજા ગોરી હોત તો તુલનાત્મક ભેદ થાત નહિ, પણ આવું થયું છે એ હકીકત છે. શિવપુરાણમાંથી શિવ પાર્વતીને સાંકળતી આવી જ કાળા - ગોરા વાળી વાત આજે પ્રસ્તુત છે.

કાળાં પાર્વતી – સ્વામી સચ્ચિદાનંદ


4
ધર્મનો, ઈશ્વરનો કે અલ્લાહનો સ્થૂળ અર્થ જે આપણે કર્યો છે, અને ઈશ્વર સુધી પહોંચવા માટેના વિવિધ રસ્તાઓના વાડાઓ જે આપણે સર્જ્યા છે તેની વ્યર્થતા એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા કેટલી સચોટ રીતે કહી શકાય છે તે અહીં સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત બે દ્રષ્ટાંત કથાઓ સાંભળેલી છે, સ્મરણશક્તિને આધારે લખી છે, તેના લેખકનું નામ ધ્યાનમાં નથી, છતાં એ બંનેના લેખકો એક વાત તો સ્પષ્ટ રીતે બતાવી ગયાં છે, કે વાડાઓમાંથી બહાર નીકળીએ તો જ વિશ્વના દર્શન કરી શકાય, કૂવામાંથી બહાર આવી દરિયો અનુભવનાર જ નાનકડી બંધિયાર સ્થિતિની નિરર્થકતા સમજી શકે.

ઈશ્વરને ચરિતાર્થ કરતી બે દ્રષ્ટાંત કથાઓ – સંકલિત



3
વડનગરમાં ૧૯૮૪માં સ્વ. શ્રી વસંતભાઈ પરીખ અને તેમના સહધર્મચારિણી સ્વ. રત્નપ્રભાબેનના પ્રયત્નોથી સ્થપાયેલ કરુણાસેતુ ટ્રસ્ટ એક અનોખી સમાજસેવા કરે છે, વસંતપ્રભા હોસ્પીટલ હોય કે અગરીયાઓના બાળકો માટે ભણવાની સગવડ પૂરી પાડવાની વાત, બિહારમાં પૂરપિડીતોને સહાય હોય કે જરૂરતમંદોને વસ્ત્રો, ભોજન અને રોજગાર સુધ્ધાં આપવાની વાત, કરુણાસેતુ ટ્રસ્ટ આ બધાંય કામો સહજતાથી કોઈ પણ અવાજ વગર કર્યે જાય છે. વર્ષ ૨૦૦૮-૨૦૦૯ની તેમની વાર્ષિક અહેવાલની પુસ્તિકા 'વરસની વાત' ના દ્વિતિય મુખપૃષ્ઠ પરથી આ રચના અહીં પ્રસ્તુત કરી છે.

અને… એક દી’ ગરીબની આંખ ફરશે – ડૉ. વસંત પરીખ


આપણા ગઝલકારોએ ગુજરાતી ગઝલના સ્વરૂપઘડતર અને વિકાસમાં અદા કરેલી ભૂમિકા દ્રષ્ટિ સમક્ષ રાખી છે, ગુજરાતી ગઝલવિકાસના વિવિધ વળાંકોને અવલોકતા સર્જકોનું કર્તૃત્વ ધ્યાન ખેંચે છે, આવા જ આપણા સર્જકોના પસંદગીના શે'ર અને તેમના વિશેની ટૂંકી નોંધ સાથેનું સુંદર પુસ્તક એટલે શ્રી રશીદ મીરનું 'આપણા ગઝલસર્જકો'. આ જ પુસ્તકમાંથી સંકલિત શે'રો આજે પ્રસ્તુત છે.

શે’ર સંકલન અને આસ્વાદ – ડૉ. રશીદ મીર


14
ગીરની યાત્રાના અનેકવિધ અનુભવો અને પ્રવાસવર્ણનો મેં મારી આવડત મુજબ લખ્યા છે, પરંતુ શ્રી ઝવેરચંદ મેઘાણીના આ જ ક્ષેત્રના સર્વગુણસંપન્ન અનુભવો વાંચીએ ત્યારે આપણા લખાણ માટે એક પ્રકારની નાનમ થઈ આવે, પ્રવાસવર્ણન એ જરાય સૂકો વિષય નથી એવી સમજ આ વર્ણન વાંચીને સહેજે થઈ આવે. આજે પ્રસ્તુત છે તુલસીશ્યામ વિસ્તારના તેમના પ્રવાસવર્ણન અને ઈતિહાસને સાંકળી લેવાની અદભુત હથોટીનો પુરાવો સજ્જડ આપતો પ્રસ્તુત લેખ. આ વર્ણન 'સૌરાષ્ટ્રના ખંડેરો' માંથી સાભાર લેવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના ખંડેરોમાં – શ્રી ઝવેરચંદ મેઘાણીની ગીરયાત્રા



1
વપરાશમાં તો મીઠું સર્વ પરિચિત છે, પરંતુ મીઠાંના ઉત્પાદનની આંટીઘૂંટી અને વ્યથાકથા આપણે ભૂલી ગયાં છીએ. મીઠાંને લગતા વિચિત્ર કાયદાઓ આજે પણ ઉત્પાદન પ્રક્રિયાને શોષણના ભરડામાં ભીંસી રહ્યા છે. ગુજરાતનો મીઠાના ઉત્પાદન સાથે વિશેષ સંબંધ છે, કેમ કે વિશ્વના ચોથા મહત્તમ મીઠું પકવનારા ભારત દેશનું ૭૦ % મીઠું ગુજરાત પકવે છે. ગાંધી, દાંડી, કચ્છ, કારગીલ, કંડલા - વાવાઝોડું, અગરિયાઓના મોત - આ બધું આજેય ગુજરાત, દેશ અને દુનિયાની જીભે છે. પરંતુ આ મીઠાંનો કાયમી સાથી કોઈ નથી. મીઠાનાં આયોડીનકરણનો પ્રશન તો એકમાત્ર પાસું જ છે. બીજા તો અનેક પાયાના પ્રશ્નો કોઈ ગોખલે કે ગાંધીની રાહ જોતાં ઉભા છે. પ્રસ્તુત છે આ જ અગરિયાઓના જીવનને કચકડે કંડારવાનો એક નાનકડો પ્રયાસ છે, ફોટો સાથે લખેલી વાતો જાણે આપણી સ્વ સાથેની વાતો હોવી જોઈએ એવી લાગે છે. એક અવશ્ય જોવા જેવું પુસ્તક...

સર્વે નંબર શુન્ય – પુસ્તક ડાઊનલોડ


3
હકારાત્મક વિચારો ઘણી બધી જગ્યાએથી વાંચવા મળી શક્શે, પણ એ મહદંશે આંધળાઓ જેમ હાથીનું વર્ણન કરે, કોઈક પૂંછડીનું ને કોઈક સૂંઢનું એમ અછડતો ઉલ્લેખ હોય છે, હકારાત્મક બાબતો પર પુસ્તકો લખી નાખનાર માણસ પોતે એના વેચાણના વિચારે નકારાત્મક હોય એમ પણ બને! પણ અબ્રાહમ લિંકન જેવા એક અનોખા મહામાનવના મુખે, જેણે નિષ્ફળતાઓની લાંબી વણઝારને પાર કરીને સુખનો અનુભવ કર્યો છે, અનેક પ્રતિકૂળતાઓ છતાં પોતાના રસ્તેથી જરાય ચલાયમાન ન થયાં, એવા પ્રેરણાદાયી પુરૂષની વાત તો ધ્યાનમાં રાખવા લાયક હોય જ ને! આજે પ્રસ્તુત છે આવો જ એક સરસ વિચાર.

સુખ યાત્રામાં છે, મંઝિલમાં નહીં ! – અબ્રાહમ લિંકન


કહે છે કે તુલા નામના રાક્ષસને ભગવાને જ્યારે માર્યો ત્યારે તેણે એક માંગણી કરી કે મને હવે દરેક જન્મ તમારી ભક્તિ મળે, પ્રભુએ તેને તથાસ્તુ કહ્યું અને સાથે આશિર્વાદ આપ્યા કે તારૂ નામ અહીં મારા નામની આગળ આવશે, આ રીતે નામ પડ્યું તુલસીશ્યામ, ગીરના વનની વચ્ચે અનેરી ગાઢ વનરાજીઓની વચ્ચે વિકસેલા આ મનોહર તીર્થસ્થાનની યાત્રા કરવાનો આનંદ અનેરો હોય છે. આનું જ મહત્વ દર્શાવતી રચના આજે પ્રસ્તુત છે.

તુલસીશ્યામમાં રાત્રી – ધીરેન્દ્ર મહેતા



ગુજરાતી સાહિત્યના ઉત્તમ લેખકોમાં અવશ્ય સ્થાન પામે એવા એક સર્જક ગુણવંતરાય આચાર્ય (૧૯૦૦-૧૯૬૫) હતાં, માનગૌરવ, ગુજરાતગૌરવ, ગુજરાતી વહાણવટનું ગૌરવ, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગાતું વિપુલ સાહિત્ય એમણે રચ્યું. જેમાં સવાસો જેટલી નવલકથાઓ, વીસ જેટલા નવલીકાસમ્ગ્રહો, નાતકો, હાસ્યસાહિત્ય, કિશોરસાહિત્ય અને રહસ્યસાહિત્યનો સમાવેશ થાય છે. દરિયાખેડના સાહસો અને એ જમાનાની વાતો સાથે વણાયેલી જીવનપધ્ધતિ સૂચવતી તેમની નવલકથાઓ પૈકીની એક એવી 'સક્કરબાર' આપણા સાહિત્યવારસાનો અગત્યનો ભાગ છે, ક્લાસિક છે. સક્કરબાર મારી અનેક મનપસંદ દરિયાઈ સાહસકથાઓમાં શીર્ષ છે. આજે પ્રસ્તુત છે તેમાંથી એક નાનકડો અંશ.

સક્કરબાર – ગુણવંતરાય આચાર્ય


5
નવો મોબાઈલ ખરીદવો હોય તો કઈ કંપનીનો મોબાઈલ, કયું મોડેલ અને જોઈતી સગવડો કયા નામે મળી રહેશે તે શોધવું અઘરું થઈ પડે છે. ગૂગલની આ માટેની સહાયરૂપ એવી એક સગવડ વિશે જાણો. યૂટ્યુબના વિડીયો ડાઊનલોડ કરી જોઈતા ફોર્મેટમાં કોમ્પ્યુટરમાં સંગ્રહવા માટેની સુવિધા ઓનલાઈન આપતી વેબસાઈટ વિશે, ઓનલાઈન ઠઠ્ઠાચિત્રો બનાવવાની સુંદર સગવડ વિશે, અંગ્રેજી ટાઈપ દરમ્યાન શબ્દો અને વાક્યોના અનેક વિકલ્પો સૂચવતી સુવિધા વિશે, અનેક નાનીમોટી એપ્લિકેશન્સ જ્યાંથી ડાઊનલોડ કરી શકાય છે એવી સુવિધાઓ વિશેની વેબસાઈટ્સ વિશે આજની આ કડીમાં અહીં જણાવ્યું છે.

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૪


16
મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં, અક્ષરનાદ દ્વારા અને શાળાના શિક્ષકોના સહયોગથી થોડાક વખત પહેલા એક નિબંધ સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીમિત્રોની જાહેરાત અને આ સમગ્ર આયોજન વિશે "અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા …" અંતર્ગત સૂચવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીની કુમારીશ્રી બારૈયા દેવયાની રમેશભાઈ (ધોરણ 6)ની વિષય – મને શું થવું ગમે (શિક્ષક) પર લખાયેલ નિબંધ આજે પ્રસ્તુત કર્યો છે. આશા છે આ કૃતિને વાંચકો વધાવશે અને આ નાનકડી લેખિકાને આપના પ્રેરણા અને પ્રોત્સાહન તથા શુભેચ્છાઓ મળશે.

મને શું થવું ગમે? – દેવયાની બારૈયા (પ્રથમ સ્થાન – અભિવ્યક્તિ)



1
વૃક્ષને જીવંત રાખવા તેના મૂળને જ પાણીનું સિંચન કરવું પર્યાપ્ત છે. જે એક મૂળનું સિંચન કરે છે તે આખા વૃક્ષનું સિંચન કરે છે. કદાચ કોઈ તેના ફળ ફૂલ પાંદડા વગેરેને પાણી પાવાનો પ્રયાસ કરે તો તેને લોકો મૂર્ખ કહેશે, આવી મૂર્ખાઈ આપણે તો નથી કરતાંને? આત્મા જીવન વૃક્ષનું મૂળ છે, ધન, મિલકત, ઘર, પરિવાર, સગવડો વગેરે ફળ ફૂલ પાંદડાસમ છે. આત્માના મૂળને જ્યાં સુધી સદગુણો અને પુણ્યોના પાણીનું સિંચન મળતું રહે, ત્યાં સુધી જીવન વૃક્ષ જીવંત છે, કુટુંબ પરિવાર, સગવડો અને મિલકત પર સિંચન કરવાથી, મહેનત કરવાથી કાંઈ નહીં મળે. આવા જ એક સદગુણ નમ્રતાની વાત કરતો એક પ્રસંગ જોઈએ.

દરીયા અને નદીની વાત – અજ્ઞાત


શ્રી સ્નેહરશ્મિ તેમના પુસ્તક 'સાફલ્યટાણું' માં વર્ણવે છે, 'પાઠકસાહેબની કેટલીક લાક્ષણિકતાઓમાં એમની છીંક જાણીતી હતી. તમે તમારા ઓરડામાં બેઠા હો અને દૂર રસ્તા પરથી કોઈકના છીંકવાનો અવાજ તમારે કાને પડે તો તમે અચૂક કહી શકો કે એ તો પાઠકસાહેબની જ છીંક ! અમારા સાપ્તાહિક 'પંચતંત્ર'માં વિદ્યાર્થી સુન્દરમે એ છીંકનો હળવો વિનોદ કરતાં એક કાવ્ય લખ્યું. બીજા અંકમાં, એ જ શીર્ષક નીચે, પાઠકસાહેબનું નીચેનું કાવ્ય પ્રસિદ્ધ થયું.' પ્રસ્તુત છે આ સુંદર હાસ્યાસ્વાદ.

પાઠકની છીંકે ? – સ્નેહરશ્મિ


7
આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગીતા વિશે કહ્યું છે, 'જ્યારે હું ભગવદગીતા વાંચુ છું અને વિચારું છું, પ્રભુએ આ મહાન વિશ્વ શી રીતે બનાવ્યું છે? આ દુનિયાની તમામ સિદ્ધિઓ મને તુચ્છ લાગે છે.' ગીતા અંગે કેટલાય વિચારકો, જ્ઞાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અનેક વિચારો, દર્શનો પોતપોતાની સમજ અને અનુભવને આધારે મૂક્યા છે. પરંતુ કોઈ એક દર્શન એ પુસ્તકને સંપૂર્ણપણે સમજાવી શકે એમ માનવાને કારણ નથી, બધાંના પોતપોતાના મત છે, એવાજ કેટલાક વિચારો આ મહાન ગ્રંથવિશે આજે અહીં સંકલિત કર્યા છે.

ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત