વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

8
અક્ષરનાદને આ અનુવાદ પાઠવતા નટુભાઈ મોઢા કહે છે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, દારૂની માઠી અસર, બૂટલેગરો અને દારૂ માટે થતાં ખૂન વિગેરેથી આપણે સૌ સારી રીતે વિગત છીએ. દારૂ પીવો કે ન પીવો, માફકસર દારૂ હાર્ટ માટે સારો એ બધાના વિશ્લેષણની વાત મારે કરવી નથી. હું ૧૯૫૮ માં ઈન્ટર કોમર્સમાં ભણતો ત્યારે અમારી ઈંગ્લીશ ટેક્સ્ટમાં સર લિઓ ટોલ્સટોયની એક મજાની ટૂંકી વાર્તા હતી જે મને આજ સુધી અક્ષરશ: યાદ છે, જે હું આજે પણ મારા મિત્રો અને નવા પરિચિતોને ટૂંકમાં કહી સંભળાવું છું. આજે આટલા વર્ષો બાદ તે વાર્તાને ખોળી કાઢી તેનું ભાષાંતર કરી વાચકો સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થઈ આવી, જે આપની સમક્ષ રજૂ કરું છું.

સેતાન, સાગરીત અને દારૂ – લિઓ ટોલ્સટોય, અનુ. નટુભાઈ મોઢા


10
જોતજોતામાં હાર્દિકભાઈનો માઈક્રો ફિક્શન સર્જનનો આંક આજે એક સદી કરી ગયો છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં શરૂ થયેલી તેમની આ માઈક્રોસર્જનની મેગા સફરનો આજે અગત્યનો પડાવ છે, સો વાર્તાઓ એટલે સો ભાવવિશ્વો, સો શક્યતાઓ, સો સત્વશીલ વિચારવિથીકાઓ અને સો અલગ અલગ સ્વાદ ધરાવતી સાહિત્યસામગ્રીનો રસથાળ. ડૉ. હાર્દિકભાઈને શુભકામનાઓ... માઈક્રોફિક્શન સ્વરૂપ માટે અક્ષરનાદને તેમણે આપેલ સહકારને સલામ... અને હા, હાર્દિકભાઈ, આ સફરનો એક પડાવ છે, મંઝિલ નથી... ચાલોને સફરની મજા લઈએ, મંઝિલ કોણે જોઈ છે?

૧૩ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) – ડૉ. હાર્દિક યાજ્ઞિક : (માઈક્રોફિક્શનની સદી)


14
વિશાલભાઈની અક્ષરનાદ પર પ્રથમ કૃતિ આજે પ્રસ્તુત થઈ રહી છે ત્યારે તેમનું અને તેમની કલમનું સ્વાગત છે. આપણે ત્યાં નારી સંવેદનાના વિષય પર અનેક વાર્તાઓ લખાય છે, કન્યા બૃણહત્યા અને ગર્ભપાત વિશે, સાસુ વહુના સંબંધો વિશે.... એ શ્રેણીની અંદર અને બહાર એમ બંને બાબતોને સ્પર્શીને તેના પરિઘ પર એક ભૃણની વાત કરતી આ વાર્તા એક સુંદર પ્રયાસ છે એ બદલ વિશાલભાઈને શુભેચ્છાઓ.

ડૂમો… – વિશાલ ભાદાણી



18
તો આજે આ આખીય સ્પર્ધા અને પરિણામોની ચરમસીમા સ્વરૂપે પ્રથમ ઈનામ વિજેતા સાક્ષરભાઈ ઠક્કરની સુંદર વાર્તાઓ આજે પ્રસ્તુત છે. ખરેખર માઈક્રો કહી શકાય એવી અને હાડોહાડ ફિક્શન આ વાર્તાઓ અક્ષરનાદને સ્પર્ધા માટે પાઠવવા બદલ સાક્ષરભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ. માઈક્રોફિક્શન વાર્તાઓને ગુજરાતી ભાષા માટે એક આદરણીય સ્થાન અને આ સ્વરૂપને એક ઓળખ આપવા સર્જાયેલી આ બધા સ્પર્ધકોની વાર્તાઓ અક્ષરનાદને અનોખી મહત્તા પૂરી પાડી છે. આશા છે આવા વધુ આયોજનો કરવા માટે સમય, શક્તિ અને હિંમત ઈશ્વર આપતા રહેશે.

પ્રથમ ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૧૧ – સાક્ષર ઠક્કર


18
સાંપ્રત વિષયો, હકારાત્મક સંદેશ, નખશીખ કારીગરી ભરી સર્જનાત્મક્તા અને વિષયવૈવિધ્ય સદાય હેમલભાઈની માઈક્રોફિક્શનનું જમાપાસું રહ્યું છે. સ્પર્ધામાં દ્વિતિય વિજેતા થયેલ હેમલભાઈની આ સુંદર માઈક્રોફિક્શન આજે પ્રસ્તુત કરી રહ્યો છું ત્યારે આ નવા સ્વરૂપને વિકસાવવામાં પાણીસિંચન કર્યાનો આનંદ જરૂર છે. આશા છે વાચકમિત્રોને પણ આ ગમશે. અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ તેની ગરિમા વધારવા બદલ હેમલભાઈનો આભાર, તેમની કલમને શુભકામનાઓ..

દ્વિતિય ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૧૦ – હેમલ વૈષ્ણવ


11
માઈક્રોફિક્શનનો આગવો ઉપયોગ છે એક વાર્તાતત્વને ખૂબ ટૂંકાણમાં ઉપસાવી વાચકોને તેના ભાવવિશ્વમાં વિહરવાનો અવસર આપવો અને એમ વાચકોની સર્જનશક્તિને આગળ વધવામાં મદદ કરવી. અમિતાબેન ધારિયાની આજની સુંદર વાર્તાઓ આ જ વાતને સાબિત કરે છે. અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ આવી સુંદર કૃતિઓ સ્પર્ધામાં પાઠવવા બદલ કાંદીવલી, મુંબઈના અમિતાબેનનો ખૂબ આભાર અને શુભકામનાઓ.

તૃતિય ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૯ – અમિતા ધારિયા



10
અંગ્રેજીમાં લખાયેલ સૌપ્રથમ માઈક્રોફિક્શન ફક્ત છ શબ્દોની હતી, વાર્તાની લંબાઈ અને તેની અસરકારકતા એ બંને પરિબળો જ્યારે એકસાથે ત્રાટકે ત્યારે સર્જનની મજા અનોખી બની રહે છે. ૨૫૦ શબ્દોની છૂટ છતાં ખૂબ જ માઈક્રો સ્વરૂપમાં લખાયેલી આ વાર્તાઓ વાચકોને ખરેખર થોડાક શબ્દોમાં એકથી બીજા ભાવવિશ્વમાં સરસ સફર કરાવશે એ ચોક્કસ. અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ આવી સુંદર કૃતિઓ સ્પર્ધામાં પાઠવવા બદલ રાજકોટના સાગરભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.

આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૮ – સાગર પંડ્યા


13
અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા ૧ માં આશ્વાસન ઈનામ પ્રાપ્ત કરનાર મિહિરભાઈ શાહની ચારેય વાર્તાઓ વિષયવસ્તુ અને વાર્તાપ્રવાહની રીતે અનોખી છે. આ માઈક્રોફિક્શનનો વિસ્તાર વધારવાની વાત હોય કે અંતની, વાચક ધારે તેમ ઉમેરી શકે છે, અને તે વાર્તાને નકારાત્મક કે હકારાત્મક બીબામાં ઢાળી શકે છે. અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ આવી સુંદર કૃતિઓ સ્પર્ધામાં પાઠવવા બદલ નવરંગપુરા, અમદાવાદના મિહિરભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.

આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૭ – મિહિર શાહ


10
અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા ૧ માં આશ્વાસન ઈનામ પ્રાપ્ત કરનાર હિરલબેનની ચારેય માઈક્રોફિક્શન અનોખી અને સર્જનસત્વથી ભરપૂર છે. આજથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા ૧ ના વિજેતાઓની માઈક્રોફિક્શન પ્રસ્તુત થઈ રહી છે ત્યારે હિરલબેનની તથા સર્વે વિજેતાઓની માઈક્રોફિક્શન વાર્તાઓ આ સ્પર્ધાને પ્રાપ્ત થયેલી સબળી અને સુંદર કૃતિઓનો આસ્વાદ અને આનંદ આજથી અક્ષરનાદ વાચકોને છ દિવસ માણવા મળશે... અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ તેને આવી નક્શ કૃતિઓ દ્વારા ગૌરવ આપવા બદલ જામનગરના હિરલબેનનો ખૂબ આભાર.

આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૬ – હિરલ કોટડીઆ



18
અક્ષરનાદની થીમ બદલ્યે લગભગ સાડા ત્રણ વર્ષ થયાં, ત્યારથી વર્ડપ્રેસના અનેક અપડેટ્સ થઈ ગયાં, થીમ પણ અપડેટ માંગતી હતી પણ કોડમાં કરેલ ફેરફારને લીધે એ મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલે છેલ્લા લગભગ ચારેક મહીનાથી થીમ બદલવાની આ પ્રક્રિયા શરૂ કરેલી. પણ છેલ્લા ચારેક મહીના જ વ્યવસાયિક જીવનના સૌથી વધુ અગવડભર્યા દિવસો થઈ રહ્યાં. એક એક દિવસ ભયાનક તાણ અને મુશ્કેલીભર્યો રહ્યો અને એ હજુ પણ ચાલુ જ છે... ખેર એ વાત ફરી ક્યારેક! તો.... અનેક થીમની ભયાનક ઉલટફેર, સાઈટના દેખાવ અને સુવિધાઓ અંગેની મથામણ, ખૂબ લાંબા સમયની મહેનત અને સમયનો સખત અભાવ, આ બધાંય તત્વોને પાર કરીને આજે અક્ષરનાદનું નવું સ્વરૂપ પ્રસ્તુત કરી રહ્યો છું.

અક્ષરનાદનું નવું સ્વરૂપ…


10
બે દિવસ પહેલા હું જયારે અમદાવાદથી ‘ગુજરાત ક્વીન’ના જનરલ ડબ્બામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ઘણી વાતો ‘જાણ’માં હોવા છતાં બુદ્ધિ અને મન તેને ‘જાણભેદુ’ બનાવી ‘જાણ’બહાર કરીને ‘ઇન્ફિરિઅરીટી કોમ્પ્લેક્સ’ (લઘુતા ગ્રંથિ)થી પીડાઈને સદાયને માટે વ્યથિત રહે છે, એ બાબત પર ખુબ સારી એવી ચર્ચા થઇ. હા, જનરલ ચર્ચા જ (કારણ, ડબ્બો પણ જનરલ જ હતો ને..!). પરંતુ, ‘કોમન સેન્સ ઇસ નોટ ધેટ મચ કોમન.’ આવી જ વાતો પરથી પરદો ખુલ્યો. મારી સાથે ૩ મોટી ઉંમરના ભાઈઓ હતા, અને પોતપોતાની જગ્યાએ ખુબ સંતોષપૂર્વક રહીને જીવતા હતા. એક ‘ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ’ (જી.ઈ.બી.)માં ૨૪ વર્ષથી નોકરી કરતા ભાઈ હતા. બીજા એક મલ્ટીનેશનલ કંપનીમાં લગભગ ૧૮ વર્ષથી જોબ કરતા એન્જિનેઅર હતા. અને ત્રીજા, એકદમ તેજસ્વી ચહેરો, એકદમ પ્રતિભાયુક્ત, સ્પષ્ટવક્તા અને અનુભવનો ખજાનો, ઈંગ્લીશ અને ગુજરાતી બંને ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ, જે માત્ર ૩ ચોપડી ભણેલા હતા.

‘જાણ’ હોવા છતાં ‘જાણભેદુ’, સંસ્કારીતામાં છીંડુ.. – કંદર્પ પટેલ


13
ઊઊંઊંઊ….. મોમ! મને કોઈ અંદર કબ્રસ્તાનમાંનથી જવા દેતું… મોમ! તારા બધા સગા જાય છે તો મને કેમ નથી લઈ જાતાં… હું તો તારું બેબી છું ને? ઉફ્ફ્ફ! આ પટ્ટો મને મારી જ નાંખશે. કોઈ તો રોકો આ લોકોને… મને કેમ મારા ઘરથી દૂર લઈ જાય છે. ઊઊંઊંઊં…. તને ક્યાં શોધું મોમ! મારી તો જિંદગી જ બદલાઈ જાશે મોમ! જિંદગી? આના વિશે તું બહુ વાતો કરતી.. જ્યારે દરિયા અને ઢળતા સૂરજ ને જોતી તો બસ જિંદગી ની ફિલોસોફી જ જાડવા માંડતી… હું અને ડેડ બહુ કંટાળતા એ વાતોથી… મને તો સમજાતું જ નહીં શું હતું જે તું ડેડને કહેતી? જિંદગી હસતા બાળકનો ખિલખિલાટ છે..

બેજુબાન! (ટૂંકી વાર્તા) – સમીરા પત્રાવાલા



2
આજનો યુગ એ ખરા અર્થમાં ઈન્ટરનેટનો યુગ છે. એકબીજા સાથે જોડાયેલા રહેવામાં આજે ઈન્ટરનેટનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ફેસબુક, વ્હૉટ્સ-ઍપ, ટ્વીટર, સ્કાઈપ, લાઈન, વી-ચૅટ જેવા રમકડાં આપણા રોજિંદા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે. ખાતા-પીતા-સૂતા-ઊઠતા કોઈ પણ દિનચર્યા કરતી વખતે લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવામાં સંતોષ અને સુખ અનુભવે છે. આજની તારીખે દુનિયામાં પાંચ અબજ જેટલા “સ્માર્ટ” કનેક્ટેડ ડીવાઈસ (ડીવાઈસ એટલે સાધન કે ઉપકરણ) વ્યવહારી ઉપયોગમાં લેવામાં આવે છે, અને વર્ષ ૨૦૨૦ સુધીમાં આ આંકડો પચાસ અબજે પહોંચે એવી નિષ્ણાંતોની અને વિશ્લેષકોની આગાહી છે. આજની ટેકનોલોજીના ડગલે ને પગલે સાથે ચાલનારાઓ માટે “IoT” શબ્દ નવો નથી. શું છે આ IoT? IoT નો અર્થ છે ‘ઈન્ટરનેટ ઓફ થીંગ્સ’!

ઈન્ટરનેટ ઓફ થીંગ્સ : જમાનો આજ છે આવ્યો… – સંજય પિઠડીયા


3
#NetNeutrality આજનો લેખ આપણા સૌને સમાન રીતે સ્પર્શે છે. ભારતમાં ઈન્ટરનેટની સ્વતંત્રતા કે વપરાશકારોની મરજી પર બંધન નાખવાના અને તેને ભોગે ફોન કંપનીઓ અને કેટલીક વિશિષ્ટ કંપનીઓને લાભ આપવાના પ્રયાસ રૂપ પ્રયત્નો અને તેની શરૂઆત છેલ્લા થોડાક દિવસમાં જોવા મળી છે. થોડાક મહીના પહેલા ઇન્ટરનેટ.ઓર્ગ નામે ફેસબુક અને રિલાયન્સની જુગલબંધી, તેની સામે સ્પર્ધા કરવા હવે એરટેલ દ્વારા શરૂ કરાયેલ એરટેલ ઝીરો પ્લેટફોર્મ ફક્ત એ જ એપ્લિકેશન્સ તમને નિઃશુલ્ક ઉપયોગ કરવા દેશે જેમની સાથે તેમણે ભાગીદારી કરી છે. તેની આ યોજનાને તેના પાર્ટનર ફ્લિપકાર્ટ દ્વારા સથવારો મળ્યો છે. આનો અર્થ એ કે જો તમારી પાસે એરટેલનું કનેક્શન હોય તો તેની પાર્ટનર એપ્સ જેમ કે ફ્લિપકાર્ટ નિઃશુલ્ક - ઈન્ટરનેટના અલગ ડેટા પેક વગર વાપરી શકો. પણ આ દેખીતો ફાયદો મોટા નુકસાનની શરૂઆત છે. આમ ઈન્ટરનેટ ફક્ત થોડીક એપ્લિકેશન્સ કે વેબસાઈટ્સમાં સંકોચાઈને રહી જશે, તેની સ્વતંત્રતા અને આપણો અધિકાર બંને જોખમમાં આવી જશે. ઈન્ટરનેટ ન્યૂટ્રલ નહીં રહે.

શું છે આ નેટ ન્યૂટ્રૅલિટિ? + આપણે શું કરવું?


2
વૈશ્વિક રીતે વધતા અંગ્રેજીના પ્રભાવ અને તેને આધુનિક ભાષા તરીકેના વિકાસ અને ઉપયોગ સામે અન્ય ભાષાઓ કઈ રીતે બાથ ભીડી રહી છે તે સમજાવતી સુઝાન ટોલ્હોકની આ વાત ટેડ.કોમ પર પ્રસ્તુત થઈ હતી તેની ટ્રાન્સ્ક્રિપ્ટમાંથી આ અનુવાદ પ્રસ્તુત કર્યો છે. ભાષાને પાછળ મૂકીને આપણે આગળ વધીએ ત્યારે શું ગુમાવીએ છીએ તેની વાત અહીં છે. સુઝાન અહીં તમારી ભાષાને શા માટે પ્રેમ કરવો જોઈએ તેના કારણો આપે છે, સમજાવે છે. મૂળે લેબેનિઝમાં હોવાને લીધે અરેબિકની થોડી ખુશબુ તેમાં નિહિત હોવાની જ! (Filmed at TEDxBeirut.)

તમારી ભાષાની હત્યા કરશો નહીં.. – સુઝાન ટોલ્હોક, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ



4
બદલાતા સમય અને સંજોગોની સાથે સર્જનમાં સંકળાતી વાતો પણ રંગાય છે. મિતુલભાઈની પાંચ રચનાઓ પૈકીની પહેલી 'વ્યથા' આવી જ વાત લાવી છે, જે સત્યઘટના આસપાસની છે. નાયક તેની પરણેતર ને મળવા માટે તરસી રહ્યો હતો અને પેલી તેની વહુની વડીલોની આમન્યા અને ગરીબ ઘરમાં સુવાની સંકડાશથી તે વ્યથિત થઇ ગયો હતો. જયારે લગ્નના બે ચાર દિવસ પછી તેના વૃદ્ધ બાપને મળવા અને હરખ કરવા આવતા ગામના વયોવૃદ્ધો તેના બાપને કહેતા કે "આતા હવે તો દાદા બનશે પશી થોડા આપડી વાટ જોઈ ને બેહી રેવાના, એય ને આવનારા કિકલા હાર્યે ટેમ કાઢી નાખશે..." ત્યારે નાયક છોભીલું હસી ને આઘોપાછો થઇ જતો. આવા જ ભાવો સાથે વણાયેલી તેમની પાંચ કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. મિતુલભાઈનો આ રચનાઓ બદલ આભાર અને શુભકામનાઓ.

પાંચ કાવ્યરચનાઓ.. – મિતુલ ઠાકર


15
તળપદા શબ્દો, રમણીય રુઢિપ્રયોગો, અલગ અલગ બોલીઓ કે કહેવતો વગેરેને કરમાતા, વિસરાતા, હળધૂત થઇ ધીમે ધીમે ક્રમિક રૂપે ઓગળાતા જોઇને તો હરકોઈ ભાષાપ્રેમીઓને સ્વાભાવિક બળાપો જ થાય. એમનો ડર છે કે આધુનિક ભાષાઓના બજારમાં માતૃભાષાનાં શબ્દોની સાથે ભાષાના મૂળાક્ષરો પણ ઓગળી જશે કે શું? માતા સાથેનો સંબંધ જેમ હૃદયથી બંધાય તેમ માતૃભાષાનો સંબંધ પણ હૃદયથી જ બંધાય. અને એવો સંબંધ જ્યાં બંધાયો હોય ત્યાં વિરહ વેદના જરૂર આપે જ. માતૃભાષાની ચિંતા કરનારા એવા લાખો મશાલચીઓને, સંતાનોને આપણે પહેલા તો લાખેણા વંદન અને સલામ જ કરીએ. માતૃભાષા તરીકે ગુજરાતી ભાષાની દેશ વિદેશે પ્રવર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ, ભાષા અંગેના આપણા સ્વપ્નો/ઈચ્છાઓ, એની આડે આવતા અંતરાયો અને એના નિવારણ અંગેના ઉપાયો જેવા મુદ્દાઓ આ લેખમાં આવરીશું.

ભાષાની આજ અને આવતીકાલ.. – ગુણવંત વૈદ્ય


3
આજકાલ management - વ્યવસ્થાપન - અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. અને એની કાર્યપદ્ધતિ તથા પ્રભાવ વધારવા માટે ચિંતન મનન થઇ રહ્યા છે. એકાત્મ માનવદર્શનનો અર્થ છે માનવજીવન તથા સંપૂર્ણ પ્રકૃતિના એકાત્મ સંબંધોનું દર્શન. મનુષ્ય વૈવિધ્યસભર છે. પરંતુ આ વૈવિધ્યમાં આંતરિક એકતાનું દર્શન થાય છે. આપણા ઋષિમુનિઓએ મૂળભૂત અનુભૂતિજન્ય સૂત્રો દ્વારા ચિંતન પ્રગટ કર્યું છે એ ભારતીય જીવન દૃષ્ટિ છે. અને એની જ કાલ સુસંસંગત પુનઃરચના આ દર્શન સ્વરૂપે મૂકી છે. ભારતીય જીવનદૃષ્ટિ એમ કહે છે કે સમગ્ર અસ્તિત્વનો આ અંશ એક જ ચૈતન્યમાંથી પ્રગટે છે. એ રીતે વૈવિધ્યસભર વિશ્વ અને તેના વ્યવહારના બધા જ ઘટકોમાં મૂલતઃ એકાત્મતા જ છે.

એકાત્મ માનવદર્શન અને વ્યવસ્થાપન – નિરુપમ છાયા



17
રોજ સવારે છાપામાં આવતા સમાચારોનૂં વિશ્લેષણ કરીએ તો તુરત જણાશે કે કોઇ પણ પેપરમાં નેગેટીવ સમાચારોનું પ્રમાણ વધારે હોય છે. પોઝીટીવ સમાચાર કવચિત જ દેખા દેતા હોય છે. બાકી ખૂન, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, આત્મહત્યા, મારફાડ,વગેરે અનેક નકારાત્મક વાતોથી ટી.વી.કે છાપાઓ ઉભરાતા હોય છે.જે આપણે ચા પીતા પીતા, પેટનું પાણી પણ હલાવ્યા સિવાય આરામથી વાંચીને છાપુ બાજુમાં ફેંકી જાણે કશું ન બન્યું હોય એમ આપણા રુટિનમાં વ્યસ્ત બની જઇએ છીએ. આપણી સંવેદનશીલતા એવી તો બુઠ્ઠી બની ગઇ છે કે એવા કોઇ સમાચારો આપણને ખલેલ સુધ્ધાં નથી પહોંચાડી શકતા.

પેન્ડીંગ કોફી… – નીલમ દોશી


9
લાંબા સમયના વિરામ બાદ આજે હાર્દિકભાઈ તેમની વધુ સાત માઈક્રો ફિક્શન વાર્તાઓ લઈને ઉપસ્થિત થયા છે. તેમના માઈક્રો ફિક્શન સર્જનની સદી થવાની છે એ ઘટના પણ ગુજરાતી સાહિત્યસર્જનના ઇતિહાસમાં એક આગવું સ્થાન ધરાવશે એમાં બે મત નથી, તેમની આ સુંદર કૃતિઓ બદલ આભાર અને શુભકામનાઓ.

૭ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૬) – ડૉ. હાર્દિક યાજ્ઞિક


6
અનેક માણસોના સ્વાબાનુવના પ્રસંગોમાંથી જાણવા મળે કે માણસો પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા ઘણીવાર જડ વસ્તુઓને ભાંડે છે, તેનું એક કારણ એ છે કે જવાબમાં જડ વસ્તુઓ વળતો પ્રહાર કરી શકતી નથી. કેટલાક પ્રસંગે અનાયાસે સજીવ વસ્તુઓ માટે પણ કેટલીકવાર નાપસંદ ગાળો કે અપશબ્દો મુખમાંથી નિકળી જતા હોય છે. પણ આ અલ્પજીવી હોય છે. જેમ કે, ખીલી પરનો ઘા, હથોડી ચૂકી જઈને અંગૂઠાના નખને કાળો કરી નાખે. કાગળનો ડૂચો વાળીને ઘા કરેલો બોલ કચરાપેટીમાં પડવાને બદલે ખૂણામાં જઈ પડે. રસ્તે ચાલતાં, શંકુ આકારના ભૂંગળામાંથી શેકેલી મગફળીનો બગડી ગયેલો છેલ્લો દાણો મોં નો સ્વાદ થૂ થૂ કરી નાખે. ભેલપૂરીના ઢગલામાંથી એકાદ વાંકડિયો વાળ આપણી જ પ્લેટમાં જ મોઢું કાઢે..

અપવાદરૂપ કાગડો – નટુભાઈ મોઢા



6
ઉર્વશીબેન પારેખની ચાર કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ

ચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ


17
ઈતિહાસ તરફ પાછળ ફરીને નજર ઠરાવીએ તો ખ્યાલ આવશે કે તેમાં માત્ર ભારત ‘ગુલામ’ની સાંકળમાં જકડીને રહ્યો તેનું દરેક ફિલોસોફરોએ બખૂબી પોતાના પુસ્તકો ભરી-ભરીને વર્ણન કર્યું છે. પરંતુ, મૌર્ય વંશ, ચાલુક્ય વંશ અને ગુપ્ત વંશનું ભારત પરનું એકચક્રી શાસનનું વર્ણન જ ક્યાય જોવા નથી મળતું. જયારે ‘બાબર-અકબર’ જમાતની આખી સીરીઝનું પોતાની કલમ વડે એવું ‘ડીસ્ક્રીપ્શન’ આપતા ગયા અને પોતાની કલમથી દુનિયાને ભારતીય ઇતિહાસનું એવું તે ઇન્જેક્શન ‘પ્રિસ્ક્રિપ્શન’માં મુક્ત ગયા અને પાછળ એ લેનારાઓની લાઈન લાગતી ગઈ. અને ઇતિહાસને વિકૃત ચિતરવાની શરૂઆત અંગ્રેજોએ જ કરી દીધી અને ત્યારબાદ સામ્યવાદીઓની આખી જમાત કીડીઓની જેમ ધીરે ધીરે કોરી ખાઈને ખોખલી કરી મુકવા પહોચી ગઈ.

સામ્ય(વાદી)ઓની સુપડીમાં સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…! –


9
વાચકમિત્રોનો અનેરો પ્રતિભાવ અને પ્રેમ તેમની પ્રથમ પ્રયત્નની રચનાઓમાં ખૂબ જોવા મળે છે. કાંઈક લખવાની મહેચ્છા જે રીતે તેમની પાસે આ સુંદર રચનાઓ કરાવે છે એ ખરેખર આનંદ આપે છે. અક્ષરનાદ પર જેમની રચનાઓ આજે પ્રથમ વાર આવી રહી છે એવા મિત્રો, જિગરભાઈ અભાણી, કિશોરભાઈ પઢિયાર, નિરલભાઈ દ્વિવેદી અને ભૂમિકાબેન માછીની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદ વાચકો તેમને વધાવી લેશે એવી શુભેચ્છાઓ સાથે સર્વેનો અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ આભાર.

વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત




12
કલ્પતરૂ પાવર ટ્રાન્ઝમિશન લિમિટેડ, ગાંધીનગરમાં મેનેજર તરીકે ફરજ નિભાવતા સંજયભાઈ થોરાત અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે અને વિશેષતઃ લેખન સાથે સંકળાયેલા છે. ગાંધીનગર સાહિત્ય સભાના મંત્રી, અનેક પ્રકાશનોમાં પોતાની કલમ ચલાવતા સંજયભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે, એ માટે તેમનું ઓનલાઈન વિશ્વમાં સ્વાગત છે. તેમની ત્રણેય રચનાઓ અનોખી છે, સ્વાઈન ફ્લ્યૂ, બુરખો અને ફેસબુક એ ત્રણેય સુંદર પદ્ય રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ સંજયભાઈનો આભાર અને શુભકામનાઓ.

ત્રણ અનોખી પદ્યરચનાઓ.. – સંજય થોરાત


8
ઘેલછા છે ભાઈ! "યે આતી હૈ, જાતી હૈ, ઔર રૂપ બદલકે વાપિસ આતી હૈ!" એમાં 'ઓન્લી ફોર એડલ્ટ' જેવું જરાયે ના હોય! ઓપન ફોર ઓલ! ઉંમરનો બાધ જ નહિ, ભલે ઉંમરનું પૂંછડું આવી ગયું હોય, પણ ઘેલછાનું પૂંછડું તો છેલ્લાં શ્વાસે પણ તરફડે! અને એવું પણ નહિ કે ઉંમરના પ્રમાણમાં જ અભરખા આવે, અભરખાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નહિ એના કોઈ રૂપ નહિ, એના કોઈ રંગ નહિ, ને એના કોઈ સ્વાદ નહિ! બિલકુલ આત્મા જેવાં! માથામાં માત્ર ભેજું જ જોઈએ જેવું જેનું ભેજું એવી ફળદ્રુપ એની ઘેલછા! 'મન ચંગા તો કથરોટમે ગંગા' જેવું! એકવાર ઉપડવી જ જોઈએ, પછી અટકે શાની? નવા નવા લેબાસમાં ચાલુ જ રહે!

જો દિખતા હૈ ઉસે… – રમેશભાઈ ચાંપાનેરી



2
'એ... સોમચંદ જેઠાના ઘરનું સાગમટે નોતરું છે!' 'એ... ભાઈ, કાળા હેમાણીના ઘરનું ન્યાતની વાડીમાં તમારે સાગમટે નોતરું છે!' 'એ... પ્રાણજીવન વેલજીના ઘરનું સાકરનું પિરસણું લઈ લેજો!' રોજ સવાર પડે અને શેરીએ-શેરીએ આવા લહેકાદાર સૂરો છંટાય, ગામમાં વિવાડો હતો. ન્યાતના મહેતાઓ હાથમાં લાંબો ખરડો લઈને ઘેર ઘેર આ નોતરાં ફેરવતાં હતા.

મોરલીધર પરણ્યો.. – ઝવેરચંદ મેઘાણી


9
ઘણાં વખતથી ડ્રાફ્ટમાં રહેલ આ બંને રચનાઓ પ્રસ્તુત કરવાની લાલચ આજે રોકી શક્તો નથી. મેં સામાન્યપણે અનુભવ્યું છે કે વ્યવસાયિક તણાવ અને ખેંચતાણ અત્યંત વધી જાય ત્યારે મારું સર્જન પણ વધતું જાય છે, એ રીતે છેલ્લા પાંચેક મહીનાની કપરી વ્યવસાયિક રાજકીય અવ્યવસ્થાને લીધે થયેલ સર્જનો હવે બહાર નીકળવા તક શોધશે. આજે પ્રસ્તુત છે મારી બે રચનાઓ, એક ગીત છે અને એક ગઝલ (જેવું, જો ગઝલ ન લાગે તો!) છે. આશા છે મિત્રોને ગમશે. આપના અભિપ્રાય જાણવા ગમશે.

બે પદ્ય રચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ


7
જોહાન ગટેનબર્ગ (Johann Gutenberg) નો જન્મ જર્મનીના એક સુશિક્ષિત અને ઉચ્ચકુળના ગેન્સફ્લિશ કુંટુંબમાં સન ૧૪૩૭માં થયો હતો. જોહાનના પિતા જર્મનીમાં મેઝ ગામમાં આવેલી ટંકશાળમાં ખજાનાના મોટા અધિકારી હતા. મેઝ ગામ રહાઈન નદી ઉપર આવેલું મોટું વ્યાપારી શહેર હતું. જોહાને એક લૅટિન શાળામાં અભ્યાસ કર્યો હતો. સમય પસર કરવા તે ઘરમાં લાકડાના બ્લૉક્સ સાથે રમતો હતો. એ જમાનામાં છાપવા માટેનાં ચિત્રો પણ લાકડાના ટુકડા ઉપર કોતરી કાઢવામાં આવતાં હતા. તેના ઉપર શાહી ચોપડીને તેની છાપ કાગળ ઉપર તે ચિત્ર ઉપસાવાતું હતું એ ચિત્રો બાઈબલના વિવિધ પ્રસંગોને લગતાં હતાં.

જોહાન ગટેનબર્ગ – રજની વ્યાસ